Shabd Sarita Mahesh Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Shabd Sarita


શબ્દ સરીતા

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

શબ્દ સરીતા

- મહેશ સોની

૧. વાત વાતમાં રડવું સારી વાત ના કેહવાય

આંખે પલકેં ગાલ ભીગોને ઠીક નહીં

છોટી મોટી બાત પે રોના ઠીક નહીં

- જતિન્દર પરવાજ

નાની મોટી વાત કે ઘટના પર રોંદણા રડવા એ સારી વાત નથી. સકારાત્મક વાત નથી. એનાથી રડનારને જ નુકસાન થાય છે. સ્વભાવમાં નિરાશજનક થઈ જાય છે. વિચારો નકારાત્મક થઈ જાય છે. જે માણસને નિષ્ફળતા તરફ દોરી જાય છે.

ગુમસુમ તન્હા બેઠે હો સબ પૂછે

ઈતના ભી સંજીદા હોના ઠીક નહીં

સંજીદા એટલે ગંભીર; માણસના સ્વભાવમાં ગંભીરતા હોવી જોઈએ. પણ એટલી ન હોવી જોઈએ કે લોકોને ખબર પડી જાય. લોકો પૂછવા માંડે. વળી લોકો ગંભીરતાને ઉદાસી કે અતડાપણું ના સમજી લે. એનું પણ ધ્યાન રાખવું જોઈએ.

કુછ ઔર સોચ જરિયા ઉનકો પાને કા,

જંતર-મંતર જાદુ-ટોના ઠીક નહીં

જંતરમંતર જાદુટોનાને મેલીવિદ્યા પણ કેહવાય છે. સાચું છે ને? કેહવાય છે ને? જે વિદ્યા જ મેલીવિદ્યા કેહ્‌વતી હોય એનો ઉપયોગ કરવો જોઈએ. શાયર કહે છે ’ સફળતા અથવા અન્ય કંઈ પણ મેળવવા માટે મેલીવિદ્યા મતલબ ખોટા સાધનનો ખોટા રસ્તાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. એના કરતા અન્ય રસ્તા કે જે પોઝીટીવ હોય, સકારાત્મક હોય એનો ઉપયોગ કરવો જોઈયે.

અબ તો ઉસકો ભૂલ જાના હી બેહતર હૈ

સારી ઉમ્ર કા રોના ધોના ઠીક નહીં

જે વીતી જાય, ખોવાઈ જાય, ચાલ્યું જાય એને ભૂલી જવું.વય હોયે કે સંબંધ, બાળપણ હોય કે જુવાની; જીતી ગયું એ ગયું. જે પાણી પુલ નીચેથી પસાર થઈ ગયું એ થઈ ગયું. ભૂતકાળ સાથે સંબંધ તોડયા પછી જ ભવિષ્ય તરફ મીટ મંડાય છે.

મુસ્તકબિલ કે ખવાબોં કી ફિક્ર કરો

યાદોં કે હી હાર પીરોના ઠીક નહીં

પાછલા શેરના અનુસંધાનમાં જ વ્યક્ત થયેલો વિચાર છે. યાદોને વાગોળવી સારી લાગે છે પણ એનાથી કંઈ મેળવી શકાતું નથી. ભવિષ્યનો વિચાર કરનાર ભવિષ્ય માટેનો આયોજન કરનાર સદાય સુખી થાય છે.

- અભણ અમદાવાદી

૨. માણસ માણસ સામે લડી શકે છે. - સ્વ સાથે નહીં.

ગોલિયાં ખાના જો સરહદ પાર હૈ

ઉસકો ભી અપને વતન સે પ્યાર હૈ

સરહદ પર ફરજ બજાવનાર દરેક દેશના સેનીકને એની માત્રભૂમિથી પ્રેમ સરહદ હોય છે. વતનના પ્રેમ કાજો જ તે સરહદ પર ગોળી ખાવાની અથવા ગોળી મારવાની તેયારી સાથે રહેતો હોય છે. સરહદ પર ફરજ બજાવનાર એક પણ સેનિક એવો નહીં હોય. જેને પોતાની માત્રભૂમિથી પ્રેમ ન હોય.

દુસરો કો જીતના મુશ્કિલ જરૂર

જીતના ખુદ કો મગર દુશ્વાર હૈ

માણસ માણસ સામે લડી શકે છે. લડીને જીતી શકે છે. પણ સ્વની સાથે લડવું : સ્વથી જીતવું અત્યંત કપરૂં કાર્ય છે. માનવી અન્યોથી કેમ લડે છે? અન્યને ખોટા અને દુર્ગુણો સામે લડે છે ત્યારે કપરી મુશ્કીલમાં મુકાઈ જાય છે. પોતાના દુર્ગુણો સામે લડવા માટે સૌ પ્રથમ તો પોતાના દુર્ગુણો નો સ્વીકાર કરવો પડે છે. માનવી માટે સ્વ-દુર્ગુણોનો સ્વીકાર કરવો. બહુ જ મુશ્કેલ કાર્ય છે. બહુ જ મુશ્કેલ સ્વીકારોકિત છે. માટે જ સ્વથી લડવું. સ્વથી સંઘર્ષ કરવો એ લોખંડના ચણા ચાવવા જેવું કાર્ય છે.

હાં, અગર ઈન્સાનીયત કી જીત હો

મુજકો અપની હાર ભી સ્વીકાર હૈ

જો માનવતાનો વિજય થતો હોય તો એક વ્યક્તિનો પરાજય એ ગૌણ ઘટના છે. માનવતાના વિજય આગળ વ્યક્તિના વિજય કે પરાજયનું કોઈ જ મહત્વ નથી. સામુહિક હિત સામે વ્યક્તિગત હિતનું કોઈ જ મહત્વ નથી.

આપ માને યા ન માને સચ યહી

જૂઠ કો ભી સત્ય કી દરકાર હૈ

હું, તમે કે અન્ય કોઈ વ્યક્તિ માને કે ન માને પણ અસત્યને પણ વિજયી થવા માટે સત્યની જરૂર પડે છે. અશ્વત્યમા હણાયો વાક્ય આ સત્યને સાબિત કરે છે.

- અભણ અમદાવાદી

૩. દગાબાજ નો કદીયે ભરોસો કરવો નહીં

હોતે અગર વિશ્વાસ કે કાબિલ તો કરગ્િાલ નહીં હોતા

ફિર દે રહે હૈ એક મૌકા ઔર યદ્યપિ દિલ નહીં હોતા

- રામકિશોર મેહતા

કોઈનાથી અજાણી વાત નથી કે ભારતના પાડોશી રાષ્ટ્ર સાથેના સંબંધ કેવા છે. ભારતમાંથી છુટા પડેલા રાષ્ટ્રે ભારત કેટલીવાર અટકચાળા કર્યા છે.ભારતે પાડોશી રાષ્ટ્રને અનેક અવસર આપ્યા છે. તે છતાં પાડોશી રાષ્ટ્રના વલણમાં કોઈ જ ફેરફાર નોંધાયો નથી.

અહિંસા કે પુજારી હોકર ભી હમ યુદ્ધ સે નહીં કરતે

હમેં માલૂમ હૈ કિ લડાઈ સે કુછ હાસિલ નહીં હોતા

ભારતે શાંતિનીતી અપનાવેલી છે. ભગવાન બુદ્ધ અને સમ્રાટ અશોકના ચરણચિન્હો પર ચાલી રહ્યું છે. ભારત જાણે છે યુદ્ધથી વિનાશ જ થવાનો છે. પણ તે છતાં જો ’કોઈ’ યુદ્ધ ઈચ્છે તો ભારત યુદ્ધ માટે તેયાર છે.

જીત પર ઉન્મત ઔર હાર પર બઠાયે દોસ્તી કા હાથ

એસા આદમી કભીભી ભરોસે કે કાબિલ નહીં હોતા

આ શેર વાંચીને મને પૃથ્વીરાજ ચૌહાણ અને મંહમદ ધોરીનો ઈતિહાસ યાદ આવી ગયો. પ્રસ્તુત શેરને સમજાવવા માટે આ બે પાત્રોથી વધારે સચોટ ઉદાહરણ ઈતિહાસમાં પણ નહીં મળે. પૃથ્વીરાજે મંહમદ ધોરીને અનેક વાર પરાજય આપ્યો હતો. કેદ કર્યો હતો. પણ છેવટે મનાવતા ધાખવીને કેદમુક્ત કર્યો હતો. એ જ ધોરીએ પાઘું પૃથ્વીરાજ સામે યુદ્ધ કર્યું. તે યુદ્ધમાં પૃથ્વીરાજ પરાજીત થયો. ધોરી વિજયી થયો. પૃથ્વીરાજના હાથે અનેકવાર જીવનદાન પામેલા ધોરીએ પૃથ્વીરાજને એકવાર પણ માફ ના કર્યો.

આ ઉદાહરણ શિખામણ આપે છે કે હારેલી વ્યક્તિ જો મિત્રતા માટે હાથ લંબાવે તો એનો ભરોસા કરવો નહીં.

હાંકતા હો ડીંગે હજારોં સાલ તક ભહરોં સે લડેગા

ઐસે નાસમજ ખુદાકા કોઈ સાહિલ નહીં હોતા

જે હોડી કે સ્ટીમરનો ટંડેલ હમેશા બણગા ફુંકતો હોય. એ વિશ્વાસપાત્ર ના કેહવાય. હજારો વર્ષ સુધી તોફાનોથી ટકરાવાની વાતો કરનારનો કદી ભરોસો કરવો નહીં. એવા લોકોની હોડી સમુદ્રમાં આમ તેમ ભટક્યા જ કરે છે.

- અભણ અમદાવાદી

૪. છોકરીઓ કેટલી ડરી ડરીને જીવે છે.

વો લડકી હૈ ઉસે યે બાત રાહ-રહકર ડરાયેગી

કિ વો ગરમી કે મૌસમમેં ભી ખિડકી પર ન જાયેગી

- અરૂણ સાહિબાબાદી

આજના સામાજિક રાષ્ટ્રિય વાતાવરણમાં છોકરીએ કેટલું ડરી ડરીને જીવવું પડે છે. આપણે સૌ જાણીયે છીયે કે જાહેર રસ્તા પર, શોપીંગ કોમ્પ્લેક્ષોમા, થીયેટરોમાં છોકરીઓએ કેવી કેવી હૈરાનગતિને સામનો કરવો પડે છે. જાહેર રસ્તા અથવા જાહેર સ્થળોની વાત છોડો. છોકરીઓ પોતાના વિસ્તાર પોતાના ઘરની ગલીમાં પણ હૈરાનગતિનો સામને કરવો પડે છે.

આજે એવી પરિસ્થિતી ઉભી થઈ છે કે છોકરીઓ પોતાના ઘરમાં પણ ગામરાઈને ડરી ડરીને જીવે છે. પોતાના ઘરની બારીમાં ઉત્મી રેહતાં ડરે છે કે ક્યાંક વિકૃત મગજનો કોઈ પુરૂષ એને જોઈ ન લે. પછી એને હૈરાન ના કરે. આમ જોઈએ તો સ્ત્રીઓનો આ ડર એ માનવ સમાજની, વ્યવસ્થાથી નિષ્ફળતા છે.

કિ જબ દુલ્હન જલાને કી ખબર સૌ બાર પાયેગી

તો અપને બ્યાહ કો લેકર વો કેસે મુસ્કુરાયેગી

પ્રસ્તુત શેરમાં પણ સ્ત્રીઓ સેહવા પડતા અત્યાચારની જ વાત છે. પ્રથમ શેરમાં સ્ત્રીઓ ઘરની બહાર સેહવા પડતા શારિરીક માનસિક અત્યાચારનો મુદ્ધો હતો. આ શેરમાં ઘરમાં સેહવા પડતા અત્યાચારની વાત છે.

સાસરિયા દ્વારા વહુને સળગાવવાની અનેક ઘટનાઓ બને છે. કઈ કન્યા એવી હશે. જે અત્યાચારોના આવા સમાચારો સાંભળીને ફફડતી નહીં હોય. આજનું સામાજીક, રાજકીય વાતાવરણ જ એવું છે. દરેક કન્યા મનમાં ફફડતી રહે છે.

કભી વો ઈમ્તિહાનોં કે દિનો મેં માં કે કેહને પર

કિતાબેં છોડકર મેહમાન કો ખાના ખીલાયેગી

પ્રસ્તુત શેરમાં કન્યા કેળવણીની ઉપેક્ષાની વાત થઈ છે. પરીક્ષા ના દિવસોમાં વિદ્યાર્થીનું પૂરૂં ધ્યાન ભણતરમાં હોવું જોઈયે. પણ થતું નથી. ભલે પરીક્ષાના દિવસો હોય પણ છોકરીઓએ ઘરકામ મા તો ધ્યાન આપવું જ પડે છે. એમાંય જો ઘેર મેહમાન આવે તો પત્યું. બધું પડતું મુકીને મેહમાનની સટામટામાં લાગી જવું પડે છે. હાથમાંની ચોપડી મુકીને કડછી, સાણસી વગરે પકડવી પડે છે.

- અભણ અમદાવાદી

૫. વરસાદ ન થાય તો બધુંય પીળું પડે છે.

છલ ગઈ ખેતોં કો બરખા ગાંવ સુખા રહ ગયા

જર્દ મંજર હો ગયે હર પડે ઠુંઠા રહ ગયા

- સંતોષકુમાર ’તસ્કીન’

શાયરે પ્રસ્તુત શેરમાં કોરાધાકોડ ગયેલ ચોમાસાના કારણે ઉદ્દભવેલ પરિસ્થિતિનું વર્ણન કર્યું છે. વરસાદ છેતરી ગયો છે. નદી, તળાવ, સરોવર સુકાઈ ગયા છે. ગામના કૂવા કે વાવમાં પાણી નથી. જર્દ મંજર હો ગયે નો મતલબ છે દ્રશ્યો પીળા પડી ગયાં છે. પીળું પડી જવું શબ્દપ્રયોગ ક્યારે થાય છે? બીમાર થવાના અર્થમાં, નબળાઈ આવવાના અર્થમાં ચેહરો પીળો પડી ગયો, એમ શબ્દપ્રયોગ થાય છે. શાયર કહે છે પ્રત્યેક વ્રક્ષ ’ઠુંઠ’ શબ્દ વપરાય છે. આ શબ્દ તરતજ સુકાઈ ગયેલ વ્રક્ષનું ચિત્ર નજર સમક્ષ ઉભું કરી કે છે.

દર્દ આંખો મેં ધુપકાર મૌન બેંઠા મેંડ પર

ખુશ્ક ફસેલોં કો ક્રષક પલકોં સે છુતા રહ ગયા

ખેતરમાં ખેડૂતની બેસવાની જગ્યાને મેંડ કેહ છે. અહીં પણ ભારતીય ભાષાઓની શબ્દસમૃદ્‌ધિ છતી થઈ છે. વરસાદ ન થવાના કારણે ખેડૂત પોતાની વ્યથાને આંખોમાં વસાવીને ખેતરમાં બેઠો છે. આ ચિત્રને રજુ કરાયું છે. ખેડૂત લાચારીથી વરસાદ ન થવાના કારણે પોષણ ન મળવાથી સુકાઈ રહેલા પાકને જોઈ રહ્યો છે. શાયરે ખેડૂતની વ્યથાને અદભુત રીતે વર્ણવી છે.

માંસ-મજ્જા બેચકર માંકી દવાયેં લે તો લીં

ઘર મેં લેકિન રાતભર મજદૂર ભૂખા રેહ ગયા

શાયરે પ્રસ્તુત શેરમાં હૃદયદ્રાવક પારિવારિક, (કૌટુંબિક), સામાજીક પરિસ્થિતિઓનું વર્ણન કર્યું છે. આજે સમાજમાં એવી પરિસ્થિતી છે. માણસે જીવનનિર્વાહ માટે શરીરના અંગો વેચવા પડે છે. ઘરમાં કોઈ બીમાર હોય તો એની સારવાર માટે કુટુંબના કોઈ વ્યક્તિએ શરીરના અંગો વેચ્યા હોય એવા અસંખ્ય દાખલા ભારતીય સમાજમાં નોંધાયા છે. વળી, પરિસ્થિતિઓ એવી છે કે અંગો વેચવા છતા મજૂર પરિવારોને ભરપેટ ખોરાક મળતો નથી. મિત્રો તેમ પણ આવા કિસ્સા વર્તમાન પગોમાં વાંચ્યા હશે અથવા આસપાસના સામાજીક વાતાવરણમાં બન્યાના સાક્ષી હશો.

- અભણ અમદાવાદી