મજહબ નહીં સિખાતા
ભાગ - 5
અફઝલ હવે અપરા ને સાંભળી રહ્યો હતો. અને સંભાળી પણ. અપરા એ વાત આગળ ચલાવી.
“ કુટુંબ માં મોટા જેમ કહે એમજ થાય. વળી મોટાકાકા આમ પણ વડીલ એટલે બધું એજ સંભાળતાં. પપ્પા બોલતાં નહી પણ કયારેક એમને પણ થતું કે દિકરો હોત તો સારું. કાકા કાકી મારાં માટે છોકરાં જોવાં લાગ્યા. મારી જીદ હતી એટલે કોલેજ તો પપા એ પુરી કરવા દીધી. પણ એમને પણ થતું કે જટીલ લગ્ન થઇ જાય તો સારું. એવામાંજ કાકી ના કોઈ દુર ના બહેન એમને અમારી જ્ઞાતી ના એક માણસ વિશે જાણ કરી. એમની પત્ની મૃત્યુ પામી હતી . બાળકો ન હતાં ને વળી ખુબ પૈસા પાત્ર પણ. અને વળી એ એકલા જ રહેતાં હતાં . અંતે એકબીજાં ને જોવા માટે મળવા નું નકકી થયું. આમતો નકકી શુ? હા કે ના ફકત એમણે જ કરવાની હતી. કાકા પહેલાં થીંગ હા પાડી ચુક્યા હતાં. મારા અમે એમના વચ્ચે નવા વર્ષ નો ફર્ક હતો. પણ એમનો બાંધો અને દેખાવ એવો હતો કે મારાથી બહું મોટા દેખાતા ન હતાં. એમણે મને જોતાં જ હા પાડી દીધી. અને લગ્ન પણ નક્કી થઇ ગયાં. બધાં ખુશ હતાં. પણ કોઈ ને મારી લાગણીઓ નો વિચાર જ ન હતો. અમારા લગ્ન ને હજું એક મહિના ની વાર હતી. તૈયારી કરવા માટે પપ્પા એ સમય માગેલો. પણ એ જયારે પણ મળવા આવતાં ફકત એકાંત શોધતાં. અને ...અને .. મને...”
અપરા બોલતાં બોલતાં સ્થિર થઈ ગઈ. એની આંખો પથ્થર થઇ ગઇ. પડદા પર મૂવી ચાલે એમ ભુતકાળ ની રીલ એની આંખો સામે ફરવા લાગી. અફઝલે એનો હાથ હાથમાં લીધો. અને અપરા ના આંસુ પણ લૂછતાં પૂછ્યું.
“ આર યુ ઓકે.? રહેવાદે અત્યારે. પછી કયારેક...”
“ ના અત્યારે સમય છે અફઝલ આ વાત કરવાનો. પછી જ તમે નકકી કરજો. “
અપરાએ બોલવાનું શરું કર્યું.
“ એકાંત માં એ હંમેશા મારા શરીર ને અડતાં.અડપલાં કરતાં. મારાં અંગો ને હાથ લગાડતાં. હું જાણતી હતી. સગાઇ પછી નાની મોટી મજાક મસ્તી એકબીજા ને અડકવું. કીસ કરવી કે એકબીજા ને મળવા વાત કરવા તલપાપડ રહેવું એ સહજ ભાવનાઓ છે. આવુ ન થાય તોજ નવાઇ. પણ એ મને જે રીતે જોતાં અડકતા મને એ સ્પર્શ કયારેય પ્રેમાળ કે સહજ ન લાગ્યો. એમનો સ્પર્શ મને અકળાવતો. અણગમો થતો એમના આવવાથી. હું મમ્મી ને કહેતી. પણ એમા પણ મર્યાદા રાખવી પડતી. મા સાથે બધુંજ શેર કરી શકાય. પણ જે પ્રમાણે ઘરનું વાતાવરણ હતું આવી વાતો મમ્મી ને કરવી કુસંસ્કાર ગણાય. છતા હુ મમ્મી ને કહેતી. પણ આ બધું સહજ છે. નોર્મલ છે. આદત પડી જશે. એ પતિ છે એમને નારાજ ન કરાય.. એ એમજ સમજાવતી. અંતે લગ્ન નો દિવસ આવ્યો. લગ્ન થયાં. અને લગ્ન ની પહેલી જ રાતે એ પતિ બનીને નહી પણ એક હવસખોર જાનવર ની માફક મારા શરીર પર ટુટીપડયો. વીંખી પીંખી ને ચુથ્થી નાખ્યુ એણે મારા શરીર ને.અને સાથે મારા આત્મા ને પણ. હું કણસતી રહી.એકજ રાતમાં એ ત્રણ ત્રણ વખત એક ભુખ્યો સિંહ મારણ પર તુટીપડે ને એમ મારા પર....”
અપરા ની આંખો માંથી આંસુ દળદળ વહી રહ્યા હતાં. અફઝલ આ સાંભળી ને અવાક થઈ ગયો. અપરા ને કઇ રીતે શાંત્વના આપવી એ ખબર નહોતી પડતી. પણ અપરાની પરિસ્થિતિ જોઇને એ એજ સોફા પર અપરાની થોડો દુર થઇ ને બેસી ગયો. અત્યારે અપરા ને સેફ ફીલ કરાવવાં માટે માત્ર એકજ રસ્તો હતો.
“ સવારે હું પથારી માંથી ઉભી થઇ શકું એવી પણ હાલત ન હતી. મારા પગ પર લોહી નીતરી રહ્યુ હતું. માંડ માંડ ઉભી થઇ ને બાથરૂમ સુધી પહોંચી. એ દર્દ એ જખમ હજું સુધી મને મટ્યાં નથી. એ રાત્રે મારું શરીર નહી પણ મારી આત્મા ચુથાઇ ગઇ હતી. જીંદગી મરી ગઇ. અને સાથે હું પણ. હવે ફક્ત નિર્જીવ આત્મા જીવીત શરીરમાં હતી. હું મમ્મી ને ફરીયાદ કરતી. પણ એ મારો પતિ છે.એને હક છે. એ તને જેમ રાખે તેમ તારું નસીબ. હંમેશાં આવાં જ શબ્દો સાંભળવા મળતાં. ખુબ આજીજી કરી મને ત્યાં થી છોડાવવા માટે પણ કોઈ પરિણામ ન આવ્યુ. પતિ તરીકે એને બધાં હખ હતાં પણ પત્ની તરીકે મનો કોઈ માન કે અપેક્ષા ન હતી. મારું ઘરમા ફકત એક કામ હતું ઘરકામ અને રાત્રે એકપણ અવાજ કર્યાં વગર પલંગમાં પડયાં રહેવું. “
અફઝલ આ બધુ સાંભળી ને અવાક્ થઈ ગયો. અરે આ જમાનામાં પણ આવું બનતું હશે? એ વિચારમાં પડી ગયો.
“આપણે કેટલાં દંભ અને દેખાવ મા જીવીએ છીએ. કહેવા માટે તો સમાજ હવે આગળ પડતો થયો છે પણ અંદરખાને તો હજુ આવી હકીકતો કમકમાટી ઉપજાવનારી છે. “
અફઝલ અપરા ને વળગી ને એને શાંત કરવાં માંગતો હતો. અપરાનુ દુખ ઓછું તો નહી થાય. પણ વ્હેંચી તો શકે. પણ અપરા ને હાથ સુધ્ધાં લગાવવાની હિંમત હવે એનામાં ન હતી. અપરા પણ સોનાની પીઠ પર માથું ટેકવીને લાલઘુમ સોજેલી આંખો એ પડી હતી.
“ એક વર્ષ ..આખું એક વર્ષ અફઝલ..મ..મમ..મેં આ યાતના આ નર્ક ભોગવ્યું. એ જાણી ચુકયો હતો કે મને સપોર્ટ કરનારૂં અહિં કોઇ નથી એટલેજ એ જેમ ફાવે તેમ મને વાપરતો..હા વાપરતો.. વળી પપ્પા ને તથા કુટુંબ મા જરુર પડ્યે મદદ કરતો. મારા ઘરનાં પણ એને જમાઇ જમાઇ કરીને સર માથા પર રાખતાં. પણ કયારેય કોઇ ને મારી પરિસ્થિતિ ન દેખાઇ. મારું આક્રંદ, મારી ગળાફાળ ચીસો, મારી લાચારી, એક સમય જો એમણે મને પ્રેમ આપ્યો હોત ને તો પણ હું એમની થઇ જાત. પણ મારી ગણના ફકત પથારી મા એમને એ ઇચ્છે ત્યારે એને મન ફાવે એમ ભોગવી શકે એટલીજ હતી. રોજ રાત્રે મારી આત્મા ને ધ્રુજાવી ને વેરવિખેર કરનાર ખેલ ચાલતો. એ ભુખ્યાં વરુ ની માફક ટુટી પડતો. અને મારી એ મુંગી ચીસો, મારાં એ ધાવ અને એની બળતરાઓ મારી લાગણીઓ ના વિખેરાઇ ગયેલાં એ ચીંથરા હજું... હજુ.. પણ જર્જરિત હાલત થવું પડે છે..”
અપરા ને રડવું હતું. એ આક્રંદ એની અંદર સલવાએલું હતું. ગુંગળામણ એનું આખું શરીર ભોગવી રહ્યુ હતું. બોલતાં બોલતાં એ હાથની મુઠ્ઠીઓ ભીંસતી. એનાં અંગેઅંગ માંથી કણસવા ના ઉંહકારા સાફ સંભળાઇ રહયાં હતાં. એની આંખો લાલ અને સ્થિર હતી. એ ધ્રુજી રહી હતી..અફઝલે ઉભાં થઇને પાસે પડેલાં જગ માંથી પાણી ભરીને ગ્લાસ અપરા ને આપ્યો. અને અપરા ના માથાં પર હાથ મૂક્યો.
“ રડવું હોય તો રડી લે. ફેંકી દે તારી અંદર ના મુંઝારા ને એક ઉચ્છવાસ માં બહાર..અપરા કાઢીનાંખ બહાર તારી આજે તારી અંદર જેકંઇપણ છે એને છુટ્ટી થઇ જા. મુકત કરી નાખ તારી જાતને આ બંધન માંથી. .”
અફઝલ નો અવાજ પણ બોલતાં બોલતાં અચકાઇ રહ્યો હતો. અને એનાં આટલું બોલતાં જ અપરા હાથની મુઠ્ઠીઓ એકદમ ભીડી .અને કચકચાવીને દાંત ભીંસીને જોરથી ગળું ફાળી નાખે એવી ચીસ પાડી. એની આંખો ફાટીને બહાર આવી જાય એવી રીતે પહોળી કરીને ખુબ આક્રંદ કર્યું. જાણે પુરની પરિસ્થિતિ માં પરાણે રોકી રાખેલાં પાણીનો ધસમસતો પ્રવાહ બાંધ તોડીને ખેતરમાં ઘૂસી આવે એમ એનો અવાજ એની છાતીફાળી ને ગળાના માધ્યમ થી મોં સુધી આવી ગયો. અફઝલ કશુંજ કર્યાં વગર એની સામે બેસી રહ્યો. અત્યારે કંઈ બોલ્યા કરતાં અપરા એના આ બંધનમાંથી પોતાની જાતેજ મુક્તિ મેળવે એ જરૂરી હતું એનું હળવું થવું જરૂરી હતું. સૌથી વધું જરૂરી હતું કે જે કંઈ પણ થયું એમાં પોતે ગુન્હેગાર છે એવું માનવાનું એ બંધ કરે. થોડીવાર પછી અપરા ધીમે ધીમે શાંત થવા લાગી. એ અફઝલ ની તરફ ખસી અને અફઝલ ના ખોળામાં માથું નાંખી ને સૂનમૂન થાકીને લોથ થયેલી પડી રહી. દસ પંદર મીનીટ પછી અફઝલે એના માથાં પર હાથ ફેરવવાની હિંમત કરી. એ પંપાળતો રહયો અપરા ને. હવે ફકત રાહ જોવાની હતી કે અપરા આગળ કંઈ બોલે.
“ અપરા .....આર યુ ઓકે??.. શાંત થઈ જા. આપણે હવે પછી વાત કરશું. અત્યારે ઊંઘી જા બસ.....”
“ હ.મમ..! ના અફઝલ અત્યારે જ આજ સમયે હું બધુંજ કહી દેવા માંગુ છું. તમને રાહ નહી જોવડાવું . હું ઇચ્છુ છું કે તમે તમારી જીંદગી નો નિર્ણય જલદી થી લઇ શકો. “
અપરા એ અફઝલ ના ખોળામાં સૂતાં સૂતાં જ આંસુ લુછયાં અને વાત આગળ વધારી.
“ ઘરમાંથી કોઈ મદદ નહીં મળે એ હું સમજી ગઇ હતી. મમ્મી બધુંજ સમજતી હતી. પણ એ કશું જ કરી શકે એમ ન હતી. દુનિયા અને આબરૂ ના ડરથી પપ્પા મમ્મી બંને બંધ મોંએ આ તાસીરો જોઈ રહેતાં. એક વખત હિંમત કરીને હું એ ઘરમાં થી ભાગી છૂટી. અને સીધી જ ત્યાના એક મહિલા હેલ્પ સેન્ટર માં પહોંચી ગઇ. એમણે બધી જ પુછપરછ કરી. અને મમ્મી પપ્પા ને બોલાવ્યાં. પણ કાકા કાકી પણ સાથેજ આવ્યા અને ખુબ સંભળાવ્યું. અંતે કંઈ કરશે એવું આશ્ર્વાસન આપીને એ લોકો ત્યા થી જતાં રહ્યાં. થોડાં દિવસ પછી પપ્પા આવીને મને ઘરે લઇ ગયાં. મારા પતિએ હું ભાગેડું છું એવો આરોપ મૂકી ને મને છૂટાછેડા આપી દીધા. હુ ખુશ હતી કે અંતે એ જાનવર માંથી છુટકારો મળ્યો. ઘરમાં કોઈ મારી સાથે વાત પણ ન કરતું. .મેં ફરી આગળ ભણવા માટે વાત કરી પણ ચોખ્ખી ના પાડી દેવામાં આવી. પછી પપ્પા ના ફ્રેન્ડ મનુંઅંકલ ને મારી હાલત જોઈ ને ખુબ લાગી આવ્યું. એ ઘરનાઓ ની પરમિશન થી મને એમની સાથે અમદાવાદ લઇ આવ્યાં. અને મારી ઈચ્છા પ્રમાણે આગળ ભણાવવાનું પણ શરું કર્યું. ગમેતે હોય પણ હું અહીં ખુશ છું. અંકલ આન્ટી મને પોતાની દીકરી ની જેમ રાખે છે. એમને એક દિકરોજ છે .રવિ એ મારાથી એકાદ વર્ષ જ મોટો છે.. શરીર ના ધાવ ધીમે ધીમે ભરાવા લાગ્યાં પણ માનસીક ધાવ તો હજું અકબંધ છે.”
અપરા હવે થોડી નોર્મલ થઇ. એ ફરી સોફાની પીઠ પર અઢેલીને બેઠો.. એની નજર અફઝલ ના પગ તરફ નીચે હતી.અને આંસુ આંખ માંથી વ્હયા કરતાં હતાં. અફઝલ પણ એકદમ સજ્જડ બેઠો હતો. એ પણ અંદર ધુંધવાઈ રહયો હતો. મનમાં વિચારી રહ્યો. જમાનો કોઈ પણ હોય.. કેટલું પણ આગળ વધી જવાય પણ નાલાયકી અને હલકાય નો કોઈ અંત નથી.રાત અને વાતાવરણ બંને સ્તબ્ધ હતાં. સમય અટકી ગયો હોય એમ બધું ત્યાંજ ઉભું હતું. અપરા તો બોલવાની સાથે ફરીથી બધું ભોગવી રહી હતી. અપરા ની હિંમત હવે તુટી ગઇ કેમકે હવે રાહ અફઝલ ના ફેંસલા ની હતી. જેને પ્રેમ કરીએ એની સામે આવી વરવી હકીકત રાખવી અઘરી હોય છે. કેમકે માણસ નામનું પ્રાણી ક્યારે બદલી જાય કોને ખબર.
અફઝલ એને અપનાવે કે પછી છોડી દે એ પરવાહ કર્યા વગરજ અપરાએ બધીજ હકીકત ખુલ્લી કરી દીધી.હજુપણ મુઠ્ઠીઓ ભીંસીને બેઠી હતી. એની મુંગી ચીસો નું આક્રંદ પહેલીવાર અફઝલે સાંભળ્યુ હતું. આ ભયંકરતા સાંભળી ને જો આટલું કપકપી જવાય તો અપરાએ તો ભોગવ્યું હતું. અપરા હજુપણ સોફાબેક પર ઢળેલી હતી.એ વારેવારે બોલી રહી હતી.
“ હુ તમારે લાયક નથી અફઝલ...”
અફઝલ પણ મુઝાંએલો હતો. અપરા નું આક્રંદ એનું દર્દ અફઝલ ની છાતી ભીંસીને મુંઝવી નાખે એવી ગભરામણ એ અનુભવી રહયો હતો. ઇચ્છા તો અપરા ને છાતી સરસીચાંપી ને એની સાથે મનમુકી ને રડવાની હતી. પણ હવે એને હાથ લગાડવાની પણ બીક લાગતી હતી. કઇ રીતે એને સ્પર્શે એ સમજાતું ન હતું. એ પણ પરસેવે રેબઝેબ ડધાઇ ગયેલો હતો. એ તરતજ ઉભો થઇને રુમ ની બહાર નીકળી ગયો. બહાર પુલ સાઇટ પર જઇ ને બેસી ગયો. અને સટાસટ ત્રણ ચાર સીગરેટ એકપછી એક ફુંકી મારી. હવે થોડો સ્વસ્થ થયો. અને બધાં વિચારોને એક ઉંડા શ્ર્વાસ ના ઉચ્છવાસ માં એક ધક્કે મગજ અને હ્રદય માંથી બહાર તગેડી મૂક્યાં. એ ઉભો થયો અને સીધો જ રુમમાં ગયો. અપરા થાકી ને રડતાં રડતાં સોફા પર જ ટુટીયુ વળીને ઉંઘી ગઇ હતી. અફઝલે એને ઉપાડીને પલંગમાં સરખી સુવડાવી. એને ઓઢાળી ને પોતે સામે સોફા પર સુઈ ગયો
“ ગુડ મોર્નિંગ મેમ.....!”
સવારે સાડાદસ થઇ ચૂક્યાં હતાં. અફઝલ હજુ પણ શોર્ટ્શ અને ટી શર્ટ માંજ હતો. એણે ધીમે રહીને ગેલેરી પાસેનાં પડદા ખસેડ્યાં.અને કદાચ માંથી જગમગતું અજવાળું સિધ્ધું રુમ માં પ્રવેશ્યું. આખો રુમ સૂર્યપ્રકાશથી ઝગમગાટ થઇ ગયો. સૂર્ય ના થોડાં કિરણો અપરા ના ચહેરાં પર પડતાં હતાં . એ પોતાના મુલાયમ હાથ ની મુઠ્ઠીઓ વળે આંખો ને મસળી રહી હતી. જરા સરખી આંખો ખોલીને જોયું તો પોતે હજું અફઝલ ના રુમમાં જ હતી. એ પણ પલંગમાં. અફઝલ એની સામે ચેહરા પર બીગ સ્માઈલ સાથે ઉભો હતો. જાણે આગલી રાતે કંઈ બન્યું જ નથી. એ થોડો પલંગ ની નજીક આવ્યો.
“ ગુડ મોર્નિંગ મેમ. હાવ આર યુ ફિલીંગ નાવ???”
અપરા પોતાના કપાળ પર હાથ મુકીને આજુબાજુ નજર કરી રહી હતી. એણે અફઝલ ના સવાલ નો જવાબ પણ ન આપ્યો.
“ હું...હું....અહિં....યા ?”
“ હા રાત્રે થાકીને તું સોફા પર જ સુઈ ગઈ હતી. એટલે મેં જ તને પલંગમાં સુવડાવી. એન્ડ ડોન્ટ વરી હું સોફા પર જ સુઈ ગયો હતો. સો...રીલેકસ..”
એટલા માં જ ડોરબેલ વાગી.
“ રુમસર્વીસ..”
અફઝલે દરવાજો ખોલીને ટ્રોલી જાતેજ અંદર લીધી.અને માણસ ને બહારથી જ રવાના કરી દિધો. ટ્રોલી ડ્રેગ કરી એ અંદર લાવ્યો. એમા બ્રેકફાસ્ટ અને ચ્હા હતું. અને સાથે નાનકડું તાજું ગુલાબ.અફઝલે પહેલાં તો એ ગુલાબ અપરા ને આપ્યું. અપરા હજુ પણ શૂન્ય મનસ્કે અફઝલ ને જોઇ રહી હતી. અફઝલ એની બાજું માં જ પલંગ ના ગાદલા ની ધાર પર બેઠો. એણે અપરા નો હાથ પોતાનાં હાથ માં લીધો.એની આંખો માં આંખો પરોવી ને કહ્યુ.
“ અપરા આય લવ યુ. તું મારી સાથે નિકાહ કરીશ?? તારા વગર એકલાં જીંદગી ની કલ્પના કરવી શકય નથી.અને હું કરવા પણ નથી માંગતો . આગલા જન્મ ની ખબર નથી પણ આ જન્મે ફક્ત તારો થઇને જીવવા માંગુ છું. દુનિયા ની મને પરવાહ નથી.કંઈ પણ થશે હું તારો સાથ ક્યારેય નહીં છોડું. તારી મુશ્કેલીઓ માં હું અને મારાં સુખમાં તું હંમેશાં હાજર રહે એવા અતુટ બંધન અને પ્રેમથી ભરેલી નાની ખુશખુશાલ આપણી દુનિયા ઇચ્છુ છું. અપરા હું અફઝલ આબીદઅલી મલ્લીક તારો અફઝલ થઇને તારી સાથે જીવવા માંગુ છું. શું તને મારો સાથ મંજુર છે?”
અપરા અવાચક થઇ ને અફઝલ ને જોતી રહી . શું બોલવું એ ખબર જ નહોતી પડતી. એનું મન અને હ્રદય શુન્ય પર હતું.
“ અપરા તારે જેટલો સમય લેવો હોય વિચારવા માટે તું લઇ શકે.જરા પણ ઉતાવળ નથી. હું રાહ જોઈશ તારી. “
અફઝલ અપરા ના માથા પર હાથ મુકીને ઉભો થવા ગયો. પણ અપરા એ તરતજ એનો હાથ પકડી લીધો. અને એની હથેળી પોતાનાં કોમળ ગુલાબની પાંખડી જેવા હોઠ થી ચૂમી.અને અફઝલ ના સવાલ નો જવાબ પણ આપી દીધો. એણે અફઝલ નો હાથ ખેંચી ને અફઝલ ને પોતાની પાસે બેસવા કહ્યું.અફઝલ નો હાથ પકડીને એનાં ખભે માથું ટેકવીને અફઝલ ની અડોઅડ બેઠી.
“ અફી...!”
અફઝલ ની આંખો અને કાન ચમક્યા..
“ અફી...? ..કોણ...હું?“
અફઝલે એક બીગ ફેટ સ્માઇલ સાથે પુછ્યું.અપરાએ તરતજ ક્રાંતિ આંખો એ અફઝલ સામે જોઈ ને કહ્યું
“ હા...અફી..અને અહીયાં હું અને તમે બે જ છીએ. એટલે તમને જ કહું છું...એક પણ શબ્દ બોલ્યા વગર સાંભળો.”
અફઝલ ખડખડાટ હસ્યો.
“ अरे अभी से दादागीरी? फंस गए बेटा अफजल। “
“ અરે...!!.. હવે સાંભળો. અફી હું ઘણાં સમય થી તેમને ચાહું છું. મને ખબર છે તમને પણ મારા માટે ફિલીંગ છે. પણ મારો ભુતકાળ મને રોકી રહ્યો હતો. કાલે રાત્રે મે જયારે તમને બધું જણાવ્યું. મને થયું કે હું તમને હંમેશા માટે ખોઇ બેસીશ. કયાંક અમુક અંશે એ રડવા નું તમને ખોઇ બેસવાનો ડર હતો. મેં જે ભોગવ્યું છે એ ધાવ ખુબ ઉંડે સુધી કંપારી ઉપજાવનારી છે.પણ તમે એના પર મલમ બન્યા છો. શબ્દ નથી મારી પાસે તમને કંઈ કહેવા માટે.પણ આજથી હું અપરા શારીરિક, માનસિક, અને ભરપૂર પ્રેમ ભરી લાગણીઓ થી મારા મૃત્યુ સુધી સંપુર્ણપણે અફઝલ આબીદઅલી મલ્લીક ની છું. આજથી મારા પર તમારો અને તમારાં પર મારો જ હક છે.. આય લવ યુ ટુ અફી. “
અપરાએ ફરી બે ત્રણ વખત અફઝલ ના હાથને ચુમ્યો. થોડીવાર બંને જણાં એકબીજા ની હુંફ માં બેસી રહયાં. થોડીવાર પછી અફઝલે કહ્યુ.
“ અપરા એક વાત કહું..?”
“ હા કહો ને.”
“ જાન મને હવે ખુબ ભુખ લાગી છે.અને નાસ્તો પણ ઠંડો થાય છે.હવે જો એ પેટમાં નહી પડે ને તો પ્રેમાલાપ ભુખાલાપ માં બદલી જશે. “
બંને જણા ખડખડાટ હસી પડ્યાં. અફઝલે ઉભા થઇ ને ચ્હા અને નાસ્તો સર્વ કર્યો. બંને એકજ ડિશ માં બ્રેકફાસ્ટ કરીને તૈયાર થઈ ગયાં. બંને સામાન પેક કરી ને હોટલમાં થી ચેકઆઉટ કર્યુ. હોટલ ની પીક એન્ડ ડ્રોપ ફેસીલીટી બંને ને એરપોર્ટ ડ્રોપ કરી ગઇ. બે કલાક માં અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ થઇ. ડ્રાઇવર કાર સાથે તૈયાર હતો. બંને કારમાં બેઠાં. અફઝલ પહેલી વખત અપરા ને ઘર સુધી ડ્રોપ કરવા ગયો. આખે રસ્તે બંને એ એકબીજાનો હાથ પકડી રાખ્યો. ઘર આવતાં જ અફઝલે કહ્યુ.
“ જલ્દી એક કલાક માં ઘરે આવી જા. સાથે જ ઓફીસ જઇશું. “
અપરા એ જરા સરખી સ્માઇલ સાથે સહમતી આપી. બંને છુટાં પડ્યાં. અપરા નો રોજનો ક્રમ હવે બદલાયો હતો.એ પહેલાં અફઝલ ના ઘરે જતી.અફઝલ ને ઉઠાડી ને નાસ્તો બનાવતી. આબીદઅલી ને પણ અફઝલે બંને ના સંબંધો ની હકીકત જણાવી દીધી હતી. આબીદઅલી ને ડર હતો કે બંને અલગ ધર્મ ના હોવાથી વાત બગડશે તો? પણ આબીદઅલી એ અફઝલ માટે સ્વીકારી લીધું. અને આમ પણ અપરા અફઝલ ની પત્ની તરીકે આબીદઅલી ને પણ પસંદ હતી. અપરા ને પણ આબીદઅલી ના રૂપમાં અનહદ પ્રેમાળ પિતા મળી ગયા હતાં. અપરા હવે એમને અબ્બુ કહીને જ બોલાવતી. ત્રણેય જણાં સવારે સાથે બ્રેકફાસ્ટ કરતાં. ખુબ વાતો કરતાં અને પછીજ અફઝલ અને અપરા ઓફીસે જવા સાથે નીકળતા. અફઝલ ને પણ અપરાની આદત પડી ગઈ હતી. જ્યા સુધી અપરા આવીને ઉઠાડતી નહી ત્યા સુધી અફઝલ ની સવાર ન પડતી. કયારેક અપરા મોડી પડે તો આબીદઅલી સામે થી ફોન કરતાં.
“ बेटाजी जल्दी आना। आप जबतक चेहरा ना दिखाओं साहबजादे की सुबहा नहीं होती। हमने कई बार समझाया सुबह होने के लिए सूरज देखना पड़ता है चाँद नही।। तो कहेते है अब्बू दिन मे चाँद देखने की आदत हो गई है। ओर सच कहूँ आपके बग़ैर हमे भी अच्छा नहीं लगता। “
અપરા ખુબ હસતી. અને કહેતી.
“ हां अब्बू बस थोडी देर में पहुंची। आप फिक्र न करें उन्हें हम बाप बेटी दिन मे सूरज ही दिखाएँगे। “
અને અપરા ફટાફટ પહોંચી જતી. આબીદઅલી અને અપરા સાથે મળીને અફઝલ ને ઉઠાળવા માટે હેરાન કરતાં. ખુબ ખુશ હતાં
ત્રણેય. હવે ઓફિસમાં પણ બધાં અફઝલ અને અપરા વિશે જાણતાં હતાં. અપરા ને પણ હવે મોડે સુધી ઓફીસ માં કામ કરવું ગમતું. રાત્રે એકાંત મા પ્રેમભરી પળોને બંને ખુબ માણતાં. અફઝલ હજુપણ કયારેય અપરા ને એક હગ કે ફોરહેડ કીસ ઉપરાંત વધું સ્પર્શ કરતો નહી. અપરા ના માનસિકધાવ ઉંડા છે એ જાણતો હતો. અને અપરા પણ અફઝલ ના પ્રેમ અને સપોર્ટ ના કારણે ખડખડાટ વહેતી નદી ની જેમ ખૂલ્લા મનથી જીવવાનું શીખી ગઇ હતી. હવે એને કોઈ પણ ડર નહોતો. આમજ હસતાં રમતાં ત્રણ વર્ષ નીકળી ગયાં. એકવાર એમજ અફઝલ અપરા અને આબીદઅલી સવારે સાથે નાસ્તો કરી રહયાં હતાં. આબીદઅલી એ બંને ને હવે લગ્ન માટે નિર્ણય લેવા કહ્યુ.
“ अफी बेटा अब आपको निकाह के बारें में कोई फैसला करना चाहिए । तीन साल हो गये। अब ज्यादा देर करना ठीक नहीं वैसे भी अब मेरा कोई भरोसा नही सांसे कबतक साथ दे।। “
“ ऐसी बात न करें अब्बू । आप तो जानते हो अपरा के बारे मे। एकबार अपरा बात कर ले अपने घरमें तो डरना आज में काम से दिल्ली जा रहा वापस आते ही हम अपरा के घर जाएंगे ।।“
“ ठीक है ।“
અપરા પણ બંને ની વાત સાંભળી રહી. અફઝલ થોડીવારમાં નીકળી ગયો. હવે અપરા ને આબીદઅલી બંને બેઠાં હતાં. અપરા એ તરતજ આબીદઅલી ને કહ્યુ
“ अब्बू आप चिंता न करें। अफजल के आते ही मैं शादी की बात घरमें कर दूंगी। “
અપરા હજું વાક્ય પૂરું કરે એ પહેલાજ ડોરબેલ વાગી. અપરા એ તરતજ દરવાજો ખોલ્યો. અને દરવાજો ખુલતાં જ બહારથી એક જોરદાર ધક્કો અપરા ને લાગ્યો. અને અપરા જમીન પર પડી ગઇ.
***