મજહબ નહીં સિખાતા
Bindiya
મજહબ નહીં સિખાતા એક સંપુર્ણ કાલ્પનિક વાર્તા છે. દરેક પાત્ર. દરેક સિચ્યુએશન પણ સંપૂર્ણપણે કાલ્પનીક છે. એક સત્ય હકીકત આ વાર્તા મા દર્શાવી છે. કોઈ ધર્મ કોઇ ભગવાને કયારેય પોતાના ઉપદેશ માં વેરભાવ, ક્રોધ બદલાની ભાવનાં કે પોતાના અહમ્ ને પોષવા માટે બીજા ધર્મો ને નીચા પાડવા નું કહ્યુ નથી. ચાહે ઇશ્ર્વર હોય કે અલ્લાહ, ઇસા મસીહ હોય કે મહાવીર કે પછી ગુરુનાનક સૌએ એકજ ઉપદેશ આપ્યો છે. પ્રેમભાવથી ભાઇચારાથી રહેવા નો. વાર્તા મા બનેલી ઘટનાઓ આપણી આજુબાજુમાં બનતી આપણે જોતાજ હોઇએ છીએ. જરુર છે ફકત એને જુદી નજર જુદે વિચારો થી જોવાની. બસ.
મજહબ નહીં સિખાતા :-
“અપરા.. અપરા... ! કયાં છે તું? “
અફઝલ અપરા ને શોધતો શોધતો રુમનો દરવાજો ખોલી ને અંદર આવ્યો. અપરા એકદમ ચુપ સફેદ નાઇટ ગાઉન મા ગેલરી ની રેલીંગ પર બંને હાથની કોણી ટેકવીને હાથમાં કોફી નો મગ લઇ ને ઉભી હતી. સામે વિશાળ દરિયા ના મોજાં ઉછળતાં હતાં. વાતાવરણ માં દરિયા ના પાણીની ઠંડી ભીની સુગંધ હતી. ઠંડા પવન માં અપરા ના વાળ ઉડીને એના ચહેરાં ને ઢાંકી રહયા હતાં. જેને વારંવાર એ પોતાનાં હાથની આંગળીઓથી કાનની પાછળ ધકેલી રહી હતી. અફઝલ રૂમના સેન્ટર ટેબલ પાસે આવીને ઉભો રહીગયો.એ ચુપચાપ અપરા ને નીહાળી રહ્યો હતો. એ બિલ્લી પગે અપરા તરફ આગળ વધ્યો. હળવેથી બંને હાથ અપરાની કમરમાં નાખી એનાં ગાલપર એક હલકીસી કીસ કરીને એની અડોઅડ ઉભો રહયો. અપરા એ તરતજ મગ માંની કોફી માંથી અફઝલને એક સીપ આપી. કંઇ જ બોલ્યા વગર મુંગા મોઢે બંને એ આમજ કોફી પુરી કરી. સાથે એ સુસવાટા નાખતો પવન અને સામે ઘુઘવતો દરીયો બંને માણી રહ્યા હતાં. દરિયા ના મોજા નો અવાજ સતત આવી રહયો હતો. અડધો કલાક આમજ પસાર કર્યા પછી અફઝલે અપરા ને પોતાની તરફ ફેરવી. એના વાળની લટ આઘી કરતા કહ્યું.
“ અપરા તું ખુશ તો છે ને? કોઈ સવાલ કોઈ કચવાટ તારા મનમાં હોય તો જરા પણ મુંઝાયા વગર શેર કરજે.હુ તને ખુબ ચાહું છું. માનસિક કે શારીરિક એકપણ રીતે તું મારાથી દુર જાય એ મને નહી ગમે . “
અપરાએ ધીમેથી માથું અફઝલ ની છાતી પર નમાવ્યુ. આંખો બંધ કરી ને ઊંડો શ્વાસ લીધો.
“ કેમ..! આજે અચાનકજ આવું પુછવાની ઇચ્છા થઇ ગઇ? છેલ્લા પાંચેક વર્ષથી સાથે છીએ. અને ચાર વર્ષ ની આપણી રિલેશનશીપ માં કયારેય આવો સવાલ કર્યો નથી. તો.. આ.. જે.. કેમ?”
અફઝલે બંને હથેડીઓ અપરા ના વાંસા પર ટેકવીપોતાની તરફ વધુ પ્રેમ થી ભીંસી. અને એનુ માથું ચુમ્યુ.
“ હા તારી વાત સાચી છે. પાચવર્ષ થી આપણે એકબીજા ના ગળાડુબ પ્રેમ માં છીએ. આપણી દોસ્તી બધાને મંજુર હતી. પણ આપણો સબંધ અખરતો હતો. જે રીતે જે પરિસ્થિતિ માં આપણા લગ્ન થયાં છે.તને જો ઉંડે ઉંડે પણ કંઈ ખટકતું હોય. કોઇ રંજ હોય તો કહી દેજે મને. અત્યારે આપળે ભલે આપણે પતિ પત્ની હોયપણ જયાં સુધી તું નહીં ઇચ્છે આપણે ફકત ને ફકત દોસ્ત બનીને રહીશું. હું તને હાથ પણ નહીં લગાડું. સમજું છું તુ બધુજ છોડીને આવીછે. વળી પાછું વળવા નો કોઇ રસ્તો નથી. અને શકયતા પણ. એટલે થયું કે એકવાર પુછી લઉં.
અપરાએ જરા વધું જોરથી અફઝલ ને હગ કરી.
“ ના..મને જરાસરખો પણ વાંધો નથી. તમને છેલ્લા પાંચ વર્ષથી ઓળખું છું. પહેલાં બોસ તરીકે અને પછી એક દોસ્ત અને પછી મારું સર્વસ્વ તમેજ છો. તમારાં વગર જીવવાની કલ્પના પણ નો કરી શકું. એને હા બસ હવે આ.. આઆ..વી બધી ઇમોશનલ વાતો બંધ કરો. બસ હવે ફકત જીવવા દો તમારા સાથ ને. તમારા પ્રેમને. “
બંને એકબીજામાં ખોવાઈ ગયાં. આત્મા થી પહેલાજ એક થઇ ગયાં હતાં. પણ આજે વિરહ નો અંત હતો શરીર પણ એક થઇ ગયાં.
અફઝલ અમદાવાદ ના S.Pરીંગરોડ પર એક IT કંપની ચલાવતો હતો. પાચેક વર્ષ પહેલાં અપરા પોતાનાં એક ફ્રેન્ડ થ્રુ કંપની મા વેબ ડિઝાઇનર તરીકે નોકરી મળી. અફઝલ અપરા કરતાં ઉમર માં સાત વર્ષ મોટો હતો. ગરીબી અને તકલીફ શું છે એ બરાબર જાણતો હતો. માતા પિતા નુ એક નું એક સંતાન હતો. એ કોલેજ માં હતો તયારે જ હાર્ટએટેક થી એની અમ્મી નું મૃત્યુ થયું હતું. હવે એ એના અબ્બુ સાથે અમદાવાદ માં જુહાપુરા નજીક APMC માર્કેટ પાસે આવેલા ફલેટ મા રહેતો હતો. નાનપણ માં ખુબ ગરીબી જોઇ હતી. પણ ભણી ને જોબ કરી. પછી એક ફ્રેન્ડ સાથે પાર્ટનરશીપ માં કંપની શરું કરી. અને ત્યારબાદ પોતાની કંપની શરુ કરી. પૈસાની કોઈ ખોટ નથી. ઘણી વખત એના અબ્બુ શાદી માટે કહેતાં. પણ અફઝલ ના મનની છબી કોઇનાં પર ફીટ બેસતી ન હતી. એનાં અબ્બા ઘણીવાર કહેતાં.
“साहबजादे को कैसी बेगम चाहीये क्या पता?? पर हमारे जनाज़े से पहेले बहु का मुंह दिखा देना ताकि सुकून के साथ मौत आये । कोई तो हो आपका ख़याल रखने वाला। “
અફઝલ કાયમ હંસી કાઢતો.
“अब्बा ज़रुर ये ख्वाहिश पूरी करूंगा पर कोई ऐसी लडकी हो जो दिल मे उतर जाये । बस हुर परी नहीं चाहिए। बस आपको ओर मुजे समजे। प्यार से रहे और घर संभाले।“
આમ ને આમ સમય નીકળતો ગયો. પરીવાર ની જવાબદારી હતી નહી. બિઝનેસ ખુબ ફેલાવવા માંડયો. એ ગળાડુબ રહેતો. આમને આમ ઉમર પણ વધી ગઈ. અફઝલ ખુબ દેખાવડો ન હતો. પણ ગુડલુકીંગ હતો. છ ફુટ એક ઇચ હાઇટ હતી. રંગ ગોરો. ડાર્ક બ્રાઉન આંખો. જોતાં ગમીજાય એવો. પર્સનાલીટી અની બોડી લેંગ્વેજ આકર્ષક હતી. વાત કરે તો ખુબ નર્માશ થી. પોતાની કંપની માં મહેનત થી કામ કરી શકે એવા માણસો ની જરુર હતી. એની કંપની માં કામ કરતાં વિનીતે એકવાર અપરાની વાત કરેલી. એટલે ઇન્ટરવ્યું માટે બોલાવી હતી. એ દિવસ અફઝલ ને હજુ યાદ છે. 15 જાન્યુઆરી 2012 નો એ દિવસ હતો. પહેલી વાર અપરા ઇન્ટરવ્યુ માટે આવી હતી. આ કોઇ ફોર્મલ ઇન્ટરવ્યુ ન હતો. એટલે તરતજ રીશેપ્સનીસ્ટે અપરા ને અફઝલ ની ઓફીસ મા અંદર જવા કહ્યુ. ફ્રોસ્ટેડ ગ્લાસ ના એ દરવાજા ને ધક્કો મારી ને જરા સરખું ડોકીયું કરી ને એણે અંદર આવવા પરમીશન માંગી.
“ મે આય કમઇન સર ?”
અફઝલે લેપડમટોપ પર કામ કરતા કરતાં જ નજર ઉંચી કર્યાં વગરજ માથું હલાવી ને હંમમ કહી જવાબ આપ્યો. અપરા થોડી નર્વસ હતી. એ ચેર પાસે જઇને ઉભી રહી. અફઝલ હજુ પણ કામમાં મશગુલ હતો. લગભગ આખી દોઢ મીનીટ પછી એનું ધ્યાન ત્યા ઉભેલી અપરા પર પડયું. એણે તરતજ હાથનો ઇશારો કરી અપરા ને બેસવા કહ્યુ.
“ સોરી..!પ્લીઝ બી સીટેડ.હું કામ માં હોઉ ત્યારે ભુલી જાઉં છું. બધુંજ. “
અફઝલે લેપટોપ પર ફાઇલ બંધ કરતા કરતાં જરા મલકાઇ ને કહ્યુ. પણ અપરા એ જરા સરખું મોં મલકાવ્યું.
“ હંમ....! બોલો..શું હતું??”
અફઝલે પુછ્યું.
“ શું હતું? એટલે..સર હું ઇન્ટરવ્યુ માટે આવી છું. મને વિનીતે આજે આવવા માટે જણાવ્યું હતું. “
અપરા થોડાં પ્રશ્ર્નાર્થ અને આશ્ચર્ય સાથે બોલી.
“ ઓહ....જો પાછું ભુલી ગયો. સો..વ્હોટસ યોર નેમ?”
“ અપરા”
“અપરા..? અપરા એટલે?”
“ અપરા એટલે Top level of intelligence “
“ wooo.. nice name..પણ અપરા કેવા?? તમારા ફાધર નુ નામ સરનેમ??”
“ અપરા નિતિન ભાઇ દવે.”
આટલી વાત કરતાં કરતાં અફઝલે અપરાએ કંપની ને ઇમેઇલ કરેલો બાયોડેટા શોધી કાઢયો.
“ ઓકે..તમે વેબ ડિઝાઇનીંગ કરેલું છે.”
“ હા સર”
“ જો મીસ હું સવાલો પુછી કે માર્કશીટ જોઇને નોકરી આપવા માં માનતો નથી. હુ પોતે પણ એક સોફટવેર એન્જીનીયર છું. મોટી મોટી કંપનીઓ ની સાથે કામ કરું છું. એટલે તમારે સમય અપીને પ્રેકટીકલી સારું કામ કરી બતાવવું પડશે. આ સીડી છે એમાં એક પ્રોજેકટ છે લગભગ અઠવાડીયા નું કામ છે. ટોટલી કંપ્લીટકરી મને ઇમેઇલ કરી દેજો. જોઇ ને પછી તમને જાણ કરીશ.
“ ઓકે સર..મેકઝીમમ કેટલા દિવસ માં ઇમેલ કરું ?”
“ આમતો કામ સારુ હશે તો દસેક દિવસ થાય તો ચાલે. પણ જેટલું જલદીથી કરો એટલું સારું. “
“ ઓકે..થેન્ક યુ સર.”
અપરા સ્માઇલ સાથે એ CDઅને સર્ટીફીકેટસ લઇ ને અફઝલ ની કેબીન માથી બહાર નીકડી. અફઝલ એને જતા જોઇ રહયો હતો. અપરા નુ ડ્રેસીંગ ખુબ સામાન્ય હતું. ઝેડબ્લેક ડ્રેસ મા કર્લી લાંબા વાળ એણે એકતરફ ના ખભા પર ભેગાં કરી ને ગોઠવી રાખ્યા હતાં. કાનમાં એકદમ નાનકડાં પર્લ ના સાઉથઇન્ડીયન ડુલ્સ પહેર્યા હતાં. જે વારંવાર કાન ની નીચે ગાલ ના ભાગ ને ચુમી રહ્યા હતાં. કોઈ ખોટો દંભ કે ઇમ્પ્રેશન જાળવા ની કોશીશ નહીં. ખાલી ખોટુ ઇંગ્લિશ મા ચટરપટર પણ ન કર્યું. પોતે કેટલું જાણે છે. કેટલો એકસપીરીઅન્સ છે એપણ વગર પુછયે જણાવ્યું નહી. અફઝલને એનીજ નવાઇ લાગી. અપરા રુપાડી નહી પણ ઉજળે વાને હતી. પણ એનામાં કંઈ તો હતું. જે અફઝલને એના માટે વિચારવા મજબુર કરી રહ્યુ હતું.. અફઝલ રોજ એનો બાયોડેટા વાંચતો. ઇમેઇલ ચેક કરતો. અને અપરાનો ઇમેઇલ શોધતો. એમાં નોટીફિકેશન આવ્યું અપરા ના ઇમેઇલ નું. અફઝલે મેઇલ ચેક કર્યો અપરા નું કામ ખુબ સારું ચોકસ હતું. એટલે તરતજ ફોન દ્વારા અપરા ને જોબ મળી ગયા ના સમાચાર આપી દેવા મા આવ્યા. અને નેકસ્ટ ડે થી અપરા એ કામ શરું કરી દીધું. કંપની મા લગભગ વીસેક જણા નો સ્ટાફ હતો. અફઝલ બધાને એક સરખાં જ રાખતો. પ્યુન હોય કે સોફટવેર ડિઝાઇનર બધા ને ફેમિલી ની જેમ જ ગણતો. અને એટલેજ એ ઓફીસ નો એકપણ માણસ કામ છોડી ને જવા ન માંગતો. એ બોસ કરતા દોસ્ત વધું હતો.ઓફીસ નું વાતાવરણ આનંદમય રહેતું. કોઇને પણ તકલીફ હોય બધા એક થઇ ને સામનો કરતાં. પણ અપરા બધાથી થોડી દુર રહેતી. ચુપચાપ કામ કરતી. મેઇલ સ્ટાફ સાથે ફકત કામ પુરતું જ વાત કરતી. કામ ચોકસાઈ પુર્વક અને ઇમાનદારી થી કરતી. જરુર પડે ઓવરટાઇમ પણ કરતી. સમય સાથે કામ પણ વધવા માંડયુ હતું. વર્કીંગ અવર્સ પણ. રાત્રે દસ અગિયાર વાગ્યા સુધી અપરા અફઝલ અને પ્યુન ઓફીસમાં રહેતાં. આવે વખતે નછુટકે અફઝલ પુછે એનો એ જવાબ આપતી. હવે એ અફઝલ વિષે જાણતી હતી એ નિયત નો સાફ હતો. એટલે કયારેક પ્યુન ન હોય ત્યારે પણ એ રોકાઇ ને અફઝલ સાથે કામ કરતી. એકવાર એમજ બંને સાથે હતાં. કામ કરી રહયાં હતાં. ને વળી રાત્રે સાડાનવ થયાં હતાં.
“ અપરા..એક વાત પૂછું?”
અફઝલે કહ્યુ.
“ હા..સર.પુછો”
“ તમને...કો.ફી બનાવતાં આવડે ? “
અફઝલે હસતાં હસતાં પુછ્યુ.
“ શ્યોર.. સર..મને પણ ઇચ્છા હતી કોફી ની. હમણાં જ બનાવું છું. “
અપરા પેન્ટ્રી મા ગઇ. અને પાછળ અફઝલ પણ. એ થોડે દૂર ઉભો રહ્યો. અનૂ વાત કરવા લાગ્યો.
“ તમારાં ફેમીલી માં કોણ કોણ છે?”
અફઝલે પુછયું.
“ ફેમીલી..?”
બે મીનીટ ચુપ રહ્યા પછી એણે કહ્યુ.
“ અમતો..મમ્મી, પપ્પા, ભાઇ પણ મારા માટે કોઈ નહી.”
“કેમ...?”
અફઝલે આશ્ચર્ય થી પુછ્યું.
“ હું ખુબ રૂઢિચુસ્ત કુટુંબ મા જન્મી છું. જયાં દિકરી નો જન્મ..”
એ અટકી ગઈ.
“ અરે તમે આ જમાના ની વાત કરો છો? નવાઇ લાગે છે. હું એક મુસલીમ ફેમીલી થી બીલોંન્ગ કરુ છું. મારા અમ્મી અબ્બુ ને તો દિકરી ની ખુબજ ઇચ્છા હતી.પણ જો હું ટપકી પડયો.. “
અફઝલ હસવા લાગ્યો. .
“ અપરા સાડા નવ થયાં છે ભુખ પણ લાગી છે બહારથી કંઈ ઓર્ડર કરી એ? પછી થોડું કામ કરી ને તમને ઘરે મુકી જઇશ. “
“ ના સર.. હુ જાતે જ જતી રહીશ.ઘરમા ખબર પડશે તો..”
“ તો..? તમે જોબ કરો છો અને ઓવરટાઇમ પણ એ તો ખબર જ હશે ને?. પછી?”
“ હા પણ હુ એકલી રોકાવ છું એ નથી ખબર સો..”
“ ઓકે ફોર્સ નહી કરું પણ ડિનર તો..?”
“ હા સર.”
અફઝલે તરતજ નજીક ના રેસ્ટોરન્ટ માંથી ફુડ ઓર્ડર કર્યું. અને પાર્સલ આવે ત્યા સુધી ફરીથી કોફી લઇ ને કામે વળગ્યા. .હવે કામ વધતું ગયું એમ અફઝલ નવા કામ માટે બહાર વર્ક કરતો. અને ઓફીસ સ્ટાફ ની મદદ થી અપરા હેન્ડલ કરી લેતી. ઓફીસ મા હવે છ સાત મહીના ઉપર થઇ ગયું હતું. અપરા કોલીગ્ઝ સાથે થોડી હસી મજાક કરી લેતી..કયારેક બધા સાથે બેસીશે લન્ચ પણ કરતી.અફઝલ એને દુરથી જોયા કરતો. અફઝલ ને એક માત્ર સ્મોકિંગ ની ખરાબ આદત હતી.. પણ અપરા એના થી ખુબ અકળાતી..જોકે એ કયારેય અફઝલ ને કઇ કહેતી નહી. અફજલે એટલેજ એ આદત પણ ઘણી ઓછી કરી નાંખી હતી.અપરા હવે ખરેખર અફઝલ ને ગમવા માંડી હતી. પણ અપરા ને કહેવા ની હિંમત કરી ન શકતો. કારણ હતું ધર્મ. એ મુસલમાન અને અપરા હિન્દુ હતી. એ જાણતો હતો કે સબંધ શકય નથી. અને વળી અપરા પણ કઇ રીતે રીએકટ કરે. એ અપરા ને ચાહે છે એનો રીસ્પેકટ કરે છે. એ જાણ આખી ઓફીસ ને હતી. કયાંક અપરા પણ ઉંડે ઉંડે જાણતી હતી.. કયારેક બંને કોઈ મીટીંગ મા સાથે ગય્ હોય તો કારમાં બંને ની પસંદગી ના ગીતો વાગ્યા કરતાં. અફઝલ ને ખુબ ઇચ્છા થતી વાતો કરવાની. અપરા વિષે એના ફેમીલી વિષે જાણવાની. અપરા પોતાનાં વિશે શું વિચારે છે એ જાણવાની ખુબ ઇચ્છા થતી. પણ એ કંઈ બોલતી જ નહી. એકવાર એમજ કંપની ના ખામ થી એને હૈદરાબાદ જવાનું થયું. મિત્રો અને સ્ટાફ ના એક બે લવગુરુ ના કહેવા પ્રમાણે ઓફીસ મા અપરા ને જણાવ્યું નહી. ચારદિવસ એ આવવા નો નહતો. એટલે એની ગેરહાજરી ની અસર અપરા પર કેવી વર્તાય છે એ જાણી શકાય. વળી અપરા નો કોલ પણ રીસીવ કરવાનો ન હતો.. જાણવા માટે કે અપરા ને ખરેખર એની કેટલી પરવાહ છે.. બે દિવસ અફઝલ ઓફીસે આવ્યો નહીં..એણે અપરાના કોલ પણ રીસીવ ન કર્યા. અપરા વારંવાર એને ફોન કરતી. ઓફીસ મા પણ અફઝલ વીશે જાણવાં ની કોશિશ કરતી.પણ અફઝલ ના કહ્યા પ્રમાણે કોઈ કાંઇ જણાવતું નહીં. હવે એ બરાબર અકળાઇ હતી. અને વળી કોઈ ને કારણ પણ કહેવું ન હતું. .ત્રીજા દિવસે એ રીશેપ્સનીસ્ટ પાસે થી અફઝલ ના ઘરનું સરનામું લઇ ને ઓફીસે થી વહેલી નીકળી ગઇ. અને સિધ્ધી અફઝલ ના ઘરે પહોંચી ગઇ. ત્યા જઇ ને 8 th ફલોર પર 801 ની ડોરબેલ વગાડી..દરવાજો ખુલતાં થોડી વાર લાગી.પણ અંદરથી અવાજ આવ્યો.
“ अरे ठहरो अभी आया ।“