સેમી ફાઈનલનો બીજો રાઉન્ડ શરુ થયો આ રાઉન્ડ ફ્રાન્સ અને જર્મની વચ્ચે હતો. ફરી મેચ ચાલુ થઇ થોડી સમય મેચ ચાલી અને અંતે તે રાઉન્ડમાં ઓસ્ટ્રેલીયા જીત્યું અને આખા સ્ટેડીયમમાં “ફ્રાન્સ... ફ્રાન્સ ... ગુંજી ઉઠ્યું... ”
ફરી એનાઉન્સમેન્ટ થયું.. “The winner is india and france. Now a final match will play between of India and france”
“સારા હવે ફાઈનલ મેચ છે. હવે તો તારે આ મેચ જીતવી જ પડશે.. ” મેં કહ્યું.
“હા ચોક્કસ” સારાએ કહ્યું.
“Match will start in some time. So players from both the winning country come into the ground” ફરી એનાઉન્સમેન્ટ થયું.
“સારા જીતીને આવજે”મેં કહ્યું.
“હા ચોક્કસ, હવે હું જાઉં??”સારાએ કહ્યું.
“હા જા બેસ્ટ ઓફ લક”મેં કહ્યું.
સારા ગ્રાઉન્ડમાં ચાલી ગઈ. મેચ ચાલુ થઇ. હું અને કોચ બંને ઉભા હતા. મેં કોચને કહ્યું. “સર થોડીવારમાં આવું... ” “હા” કોચે કહ્યું. હું ત્યાંથી નીકળ્યો અને દુર જઈ એક ખુરશી પર બેઠો.. બેસીને રડવા લાગ્યો.. ખુબ દુઃખ હતું પણ કોઈ સંભાળવા માટે તૈયાર ન હતું. હું સારાથી હું ગમેતેટલો દુર જવાની કોશિશ કરતો એટલો જ તેની પાસે ચાલ્યો જતો.. ખુબ રડ્યો અંતે મેં મારા ખિસ્સા માંથી ફોન કાઢ્યો અને ડેટા ચાલુ કાર્ય અને મેસેન્જર ખોલ્યું. સારાનો ચેટ ખોલ્યો અને મેં મારું “ Last Typing…” કર્યું...
“હેલ્લો સારા,આપણે ઘણા સમયથી સાથે છીએ. અત્યારે આપણા બંનેનો સબંધ એક મિત્રતા ભર્યો છે. પણ એક સમયે હું તને પ્રેમ કરી બેસ્યો હતો. સારા મારું મન ભટકી ગયું હતું. મેં ઘણીવાર તને કહેવાની કોશિશ કરી પણ અફ્સોસ કહી ના શક્યો... સારા તારી સાથે વિતાવેલા દિવસો,તારી સાથે કરેલી મસ્તી,તારી સાથે વિતાવેલા જીંદગીના કેટલાક પળો તેને હું ક્યારેય પણ નહિ ભૂલી શકું. સારા માફ કરજે. મારો સફર અહિયાં સુધીનો જ હતો. સારા મેં તારી સાથે મિત્રતા કરી પછી પ્રેમ કર્યો હવે એ પ્રેમનો ત્યાગ કરું છું. સારા હવે મને શોધવાની કોશીશ નહિ કરતી. હું ખુબ દુર જઈ રહ્યો છું.. એટલો દુર જ્યાં તું મને શોધીના શકે. સારાઆ મારું Last Typing તને મળશે ત્યાં સુધીમાં હું નીકળી ગયો હશ. સારા હું જાણું છું તું ફાઈનલ માં જીતીશ એટલે congratulation.... ”
આ Last Typing... કરી ફોન સ્વીચઓફ કરી હું ખુરશી પરથી ઉઠ્યો અને મારું બેગ લઇને સ્ટેડીયમની બહાર નીકળ્યો. બહાર નીકળી ટેક્ષી પકડી અને વોશિંગટન એરપોર્ટ પહોચ્યો. ત્યાંથી ફ્લાઈટ બુક કરાવી. પ્લેનમાં બેઠો અને વિચારતો હતો દુનિયામાં ઘણા લોકોને આવો પ્રેમ મળે છે. જે મારા જેવો હોય અને એ બધા મારી જેમ લાસ્ટ ટાઈપીંગ કરતા હોય છે. મારી અંદર વર્ણવી ન શકાય એટલું દુઃખ હતું. હું ભારત પહોચ્યો. પ્લેન છત્રપતિ શિવાજી એરપોર્ટ પર ઉતાર્યું. ત્યાંથી મેં ટ્રેન પકડીને સુરત ગયો.. સુરત જઈને સ્મિતને ફોન કર્યો. “ભાઈ હું સુરત રેલ્વે સ્ટેશન પર છુ.. તું આવીશ મને લેવા માટે? “
“હા થોડીવારમાં આવું” સ્મિતએ કહી ફોન કાટ કરી નાખ્યો.
થોડીવારમાં સ્મિત આવ્યો. મને કહ્યું “કેમ સારા ક્યાં છે?? “
“સારાને જ્યાં હોવું જોયે ત્યાં છે . અને મારે જ્યાં હોવું જોયે ત્યાં હું છું... ” મેં કહ્યું.
“તો તું સારાને અમેરિકા મૂકીને આવ્યો છે. ?”સ્મિતએ પૂછ્યું.
“હા , સારા અને કોચ બંને સાથે આવશે”મેં કહ્યું.
હું અને સ્મિત બંને સ્ટેશનથી નીકળ્યા અને મારા ઘરે પહોચ્યા થોડીવાર બંને બેઠા અને સ્મિત એ કહ્યું. “ચાલ હવે હું જાઉં છું મારે બહાર જવાનું છે” “ઓકે બાય”મેં કહ્યું.
ફ્રેશ થઇને હું યશના ઘરે ગયો.. મેં ડોરબેલ માર્યો. યશએ દરવાજો ખોલ્યો.
“અરે વિશ્વ તું ? ક્યારે આવ્યો. ?”યશે કહ્યું.
“બસ આજે.. ”મેં કહ્યું.
“ચાલ અંદર “યશે કહ્યું.
હું અંદર ગયો અમે બંને બેઠા યશે મને પૂછ્યું. ”કેમ ગઈ મેચ સારાની?”
હું રડી પડ્યો.
“શું થયું વિશ્વ કેમ રડે છે?” યશે પૂછ્યું.
મેં બધી હકીકત યશને કહી..
“સલામ છે.. વિશ્વ તારી મિત્રતા... પ્રેમ... ત્યાગ... ને” યશે કહ્યું.
“યશ મેં તારું પ્રોમિસ પૂર્ણ કર્યું. ”મેં કહ્યું.
“હવે તું શું કરીશ?”યશે મને પૂછ્યું.
“કઈ નહિ કાલે મુબઈ જઉં છુ”મેં કહ્યું.
“કેમ ત્યાં?”યશે મને પૂછ્યું.
“બસ ત્યાં જઈને નાની મોટી જોબ કરીશ”મેં કહ્યું.
“અરે યાર.... ”યશે નારાજગી વ્યક્ત કરતા કહ્યું.
“ભાઈ હવે કઈ મતલબ નથી. મારી જીંદગી ઉજ્જડ બની ગઈ છે. ”મેં કહ્યું.
થોડીવાર પછી હું યશની ઘરે બેઠો પછી હું મારા ઘરે ગયો. સાંજે જામીને સુઈ ગયો. સવારે ઉઠીને બેગ પેક કર્યું અને સાથે થોડા પૈસા લીધા અને મુંબઈ જવા માટે નીકળ્યો. મુંબઈ પહોચી ત્યાં એક જગ્યાએ રૂમ રાખી અને ત્યાં રેહવા લાગ્યો. હું ત્યાં નોકરીની શોધમાં હતો. ૨ દિવસ પછી મને લાઈબ્રેરીમાં નોકરી લાગી.. રોજ સવારે ઉઠીને નોકરી પર જવાનું સાંજે આવી જે સુઈ જવાનું. બસ આ મારો નિત્યક્રમ બની ગયો.. જયારે સારાની યાદ આવતી ત્યારે ફોનમાં સારાના ફોટાઓ થી કામ ચલાવી લેતો.. મેં ઘણીવાર સારાને ટીવીમાં ન્યુઝચેનલ, કંપનીની એડ માં જોઈ છે. તે ખુબ સુખી છે. એ જાણીને હું પણ ખુશ થતો. ઘણો સમય આવું ચાલ્યું.
એક દિવસ લાઈબ્રેરીને મેન બોલાવ્યો તેણે મને એક પુસ્તક આપ્યું અને એક કાગળ આપ્યો જેમાં કોઈકનું સરનામું હતું. લાઈબ્રેરીયને મને કહ્યું “કાગળમાં સરનામું છે ત્યાં આ પુસ્તક આપવાની છે”
હું પુસ્તક લઇને હું બહાર નીકળ્યો. ગાડી ચાલુ કરીને આગળ ગયો. આગળ ચોક હતો. મેં જરા ગાડી ધીમી પડી પરંતુ સામેથી એક કાર આવી રહી હતી. તે ખુબ સ્પીડમાં હતી. મેં ખુબ બચવાની કોશિશ કરી પરતું ન બચી શક્યો. અંતે તે કાર સાથે મારો અકસ્માત થયો. મને ખુબ વાગ્યું હતું અને ખુબ લોહી પણ નીકળી રહ્યું હતું. મારી આજુબાજુમાં ઘણી ભીડ જામી ગઈ હતી. હજુ કાર માંથી કોઈ ઉતરે તે પેહલા હું બેહોશ થઇ ગયો હતો. મને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જયારે મારી આંખ ખુલી ત્યારે હું હોસ્પિટલ માં હતો મારી સામે કોઈ પણ ન હતો રૂમમાં ફક્ત હું એકલો હતો. થોડાક સમય પછી રૂમનો દરવાજો ખુલ્યો અને મારી સામે એક છોકરી આવીને ઉભી રહી ગઈએ હતી “ સારા.... ”
સારા મારી નજીક આવીને કહ્યું”કેટલો દુર જઈશ મારાથી ? હવે તો ભગવાન પણ તને મને એક કરવામાં લાગ્યો છે, વિશ્વ... મારે તને એક વાત કેહવી છે”
“હા બોલ” મેં કહ્યું.
“I LOVE YOU વિશ્વ ,યાર મેં તને કેટલો શોધ્યો. તું મને કેટલો પ્રેમ કરે છે એ હું પાગલ ક્યારેય સમજી શકી નહિ , પણ હવે સમજી ગઈ છું” સારાએ કહ્યું.
“ I LOVE YOU TOO સારા ખુબ મોડું કર્યું સમજવામાં”મેં કહ્યું.
“હા મને માફ કરી દે વિશ્વ” સારાએ કહ્યું.
“હા માફ કરી પણ, એતો કે તને કોણે કહ્યું. હું મુંબઈમાં છું”મેં પૂછ્યું.
“મેને કોઈએ પણ કહ્યું નથી, તારો અકસ્માત થયો. તે ગાડી મારી હતી. ”સારાએ કહ્યું.
“હું તારી શોધમાંમાં નીકળી છુ. કદાચ મારી કિસ્મતમાં તુ જ લખાયેલો છે એટલે કદાચ આજે ભગવાના કારણે આપણે મળ્યા છીએ.. ”સારાએ કહ્યું...
આમ, મારું Last typing... સફળ ગયું..
Thank You