પ્રેમ...શક્તિ કે કાયરતા Dietitian Snehal Malaviya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ...શક્તિ કે કાયરતા

(આગળ ના ભાગ માં જોયુ કે અભય દેશ પરત ફરી રહ્યો હોય છે અને ટેક્ષી માં બેઠાબેઠા ભૂતકાળ માં પહોચી જાય છે અને પોતાની પત્ની નિશા ની લવસ્ટોરી યાદ કરે છે જેમાં અત્યાર સુધી નિશા ના રીજેક્શન ને કારણે તેને સતત નિષ્ફળતા મળતી હોવાથી છેલ્લે તે આત્મહત્યા નો પ્રયાસ કરે છે, હવે આગળ..)

અભય ના મિત્રો ને નિશા પર તિરસ્કાર થઈ રહ્યો હતો અને બધા નિશા વિશે ટીકા ટિપ્પણી ઓ કરી રહ્યા હતા.

કેટલાય સગા-સબંધી જેમ જાણ થતી જાય એમ અભય ના ખબર અંતર પુછવા હોસ્પિટલ આવી રહ્યા હતા, તે બધા ને આવુ કેમ થયુ એના જૂઠા કારણો આપી આપી ને અભય ના મિત્રો તથા મમ્મી-પપ્પા હવે થાક્યા હતા.

આ બધા તણાવો ની વચ્ચે હોસ્પિટલ ના એ ઓરડા નુ બારણુ આંધી નો પવન આવ્યો હોય એમ ખુલ્યુ અને તુફાની વાયરા સમાન નિશા અંદર આવી.બધા ની આંખ માં ના તિરસ્કાર ને ઘૃણા નો સામનો કરતી એ સીધી અભય ની સામે ઊભી હતી. થોડી વાર એ ઊભી રહી ને અભય ને નિહાળી રહી હતી.

“ જો આજે તને કંઈ થઈ જતે તો મારુ શુ થતે?”

નિશા ના શબ્દો થી બધી જ ઘૃણા અને તિરસ્કાર હોસ્પિટલ ના એ રૂમ માંથી બહાર નીકળી ગયા અને જાગેલ પ્રેમ ની સુગંધ બધા ને અનુભવાઇ.

આખરે અભય ની ઝિદ એ નિશા ના દિલ માં પ્રેમ ના બીજ રોપી જ નાખ્યા અને પ્રેમ ની જીત થઈ, ચિરાગ એ આંખ મારી ને ગર્વ કરતો હોય એમ અભય ની સામે ઈશારો કર્યો. રૂમ મા ખુશી નો માહોલ છવાઈ ગયો. પણ બધા ની ખુશી હજૂ આગળ પ્રસરે એ પહેલા જ એક જોરદાર થપ્પડ થી આખો ઓરડો ધ્રુજી ઊઠ્યો.

મૃત્યુ ના મોઢે થી માંડ માંડ પરત થયેલ કોઈ વ્યક્તિ ને આવો થપ્પડ તો કદીયે ન મળ્યો હશે! ઓરડા માં હાજર બધા જ અભય ની જેમ જ આવક બની રહ્યા. નિશા ના ગરજતા અવાજ ની નીચે બધા ની ખોટી ધારણા ઓ કચડાઈ ગઈ.

“ આ જ સાંભળવા માંગતો હતો ને તુ, ડફોળ?” તો હવે સાંભળ, તને કંઈ થઈ જતે તો તુ તો સીધો સ્વર્ગ સિધારી જતે પણ હુ અને મારો પરિવાર નકામા પુલીસસ્ટેશન ના ચક્કરો માં સપડાઈ જતે.એક તો એક્ઝામ માથે આવી ને ઊભી છે ત્યાં આવી નકામી દોડધામો નહિ પોષાય મને.

તારે તો શુ છે.. ભણવા જેવુ તો તારી લાઈફ માં કંઈ આવતુ નથી એટલે આ બધા નાટક માં સમય બગાડ્યા કરે તો ચાલે પણ આ બધુ તારા ઘરે અને તારા મિત્રો સામે ચાલશે, મારી સામે નહિ સમજ્યો? તારા પપ્પા ની જેમ મારી પાછળ મોટા માણસો ના હાથ પણ નથી જે મને આ બધી માથાકુટ માંથી બચાવી લે કે તારા નાટકો સહન કર્યા કરુ!

અભય ના ટેબલ ની પાસે ગોઠવાયેલ ફ્રૂટ ને જ્યુસ જોઈ ને અચરજ પામતી એ અભય ના ફ્રેન્ડ્સ તરફ ફરી, અભય ના ફ્રેન્ડ્સ ડરી ને બે કદમ પાછળ હટી ગયા.

“ ને તમે એના મિત્રો છો કે ચમચા? એની સેવા કરવાની જગ્યા એ બે-ત્રણ થપ્પડ લગાવ્યા હોત તો કહેવાતે સાચા મિત્રો!”

અને તમે મિ.બેસ્ટફ્રેન્ડ, જોઈ લીધુ પરિણામ મિત્ર ના ખોટા કામ માં સાથ પુરાવીને? તીક્ષ્ણ અવાજ માં નિશા એ ચિરાગ ને કહ્યુ.

અભય ના હાથ માં લગાવેલી પટ્ટીઓ ને સ્પર્શતા એના ચહેરા પર મંદ હાસ્ય છવાયુ.

“ સારુ થયુ તારો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. તારા જેવા કાયર અને ડરપોક ને કોણ જીવનસાથી બનાવે? જવાબદારી લઈ શકે એટલો મોટો થઈ જા પહેલા, જેથી તારી જેમ તારી બૈરી ને પણ જીવનભર તારા મમ્મી-પપ્પા એ ના સાચવવી પડે!!

એક છોકરી એ ગુલાબ ન સ્વીકાર્યુ ને મરવા ઉપડ્યો? કાલે તારી પત્ની ના જીવન મા કોઈ સમસ્યા આવશે તો એને ઝેર પીવાનું સૂચવશે? અને તારા બાળકો ના જીવન મા કોઈ સંઘર્ષ ઉદભવશે તો એમને દોરડા આપીને પંખે લટકી જવાનું કહેશે? જીવન તને બહુ સસ્તુ લાગે છે ને ? ઈશ્વરે આપેલ સ્વાસ્થ્ય ની કોઇ કદર જ નથી? તો જા ઉભો થા ને આ હોસ્પિટલ નો એક ચક્કર કાપી આવ કેવી કેવી બિમારી ઓ ને માંદગી ઓ સામે લોકો જજુમી રહ્યા છે. જીવન માં હજી થોડા વર્ષો, મહિના ઓ, દિવસો કે થોડાક કલાકો વધારે મળી જાય એ માટે તરસી રહ્યા છે, ભગવાન ને પ્રાર્થના કરી રહ્યા છે, ને તુ...!!

અભય ના વધુ નજીક જઈ ને એ ધીરે થી હસી,

“પ્રેમ તો શક્તિ નુ નામ.એ મરતા નહિ,પણ જીવતા શીખવાડે.”

બંદૂક માંથી છૂટી નીકળેલી ગોળી સમાન એ અભય સામે મોઢુ બગાડીને ઓરડો છોડી ને નીકળી ગઈ. બધા એ રાહત નો શ્વાસ લીધો જ કે એ ફરી ઓરડા માં પ્રવેશી. અચાનક આવી પહોંચેલ શિક્ષક ને જોઈને વિધ્યાર્થી ઓ જેમ સતર્ક થઈ જાય એમ જ અભય સહિત ઓરડા માં હાજર બધી જ વ્યક્તિ ઓ ફરી સતર્ક થઈ ગઈ.

અભય ના માતા-પિતા ના પગે લાગી એ હાથ જોડી ઊભી થઈ: “ મારા આ વર્તન બદલ મને માફ કરશો પણ આપનો પુત્ર એને જ લાયક છે. નાનુ મોઢુ મોટી વાત પરંતુ બાળક ની બધી ઈચ્છા ઓ પુરી કરવાથી જ પ્રેમ ની સાબિતી ન અપાય, ક્યારેક બાળક ની અયોગ્ય, નકામી ઈચ્છા ઓ નો અસ્વીકાર કરી, એમની ઝિદ ને તોડી ને પણ માતા-પિતા એ સાચો પ્રેમ સાબિત કરવો પડે.

નિશા જતી રહી ને આખો રૂમ શાંત ભાસી રહ્યો. બધા ના મોઢા સિવાય ગયા. અભય ના મમ્મી તો ચોંકી ને નિશબ્દ બની ગયા અને નિશા જે બોલી ને ગઈ એ યાદ કરતા રહ્યા. ફક્ત એના પિતા ના મોઢે એટલા જ શબ્દો નીકળી શક્યા ; ‘ મારી વહુ તો આ છોકરી જ બનશે!”

સર, તમારૂ ઘર આવી ગયુ. ટેક્ષીવાળા ભાઈ એ અભય ને હોર્ન મારી ને તેની યાદો ની દૂનિયા માંથી બહાર લાવવાનો પ્રયાસ કર્યો.

તેમને સોરી કહીને અભયે ટેક્ષીવાળા ભાઈ ને પૈસા આપી ને ડોરબેલ બજાવ્યુ. અભય ની મમ્મી એ દરવાજો ખોલ્યો, ત્યાં પપ્પા પણ આવી ગયા. અભય પગે લાગી ને બન્ને ને ભેંટ્યો.

આઈ મીસ્ડ યુ સો મચ મમ્મા-પાપા..અભય એ લાગણીવશ થઈ ને કહ્યુ, અભય ના મમ્મી લીલાબહેન ની આંખો ભીની થઈ ગઈ.

શું મમ્મી તુ પણ, મારી ફટાકડી સાથે આટલો ટાઈમ રહ્યા પછી પણ હજૂ તુ આવુ કરે છે?

પાગલ છોકરો છે સાવ, બૈરી ને કોઈ ફટાકડી કહે? અભય ના કપાળ પર ટપલી મારી ને લીલાબહેન એ કહ્યુ.

ગમે ત્યારે વિસ્ફોટ થઈ જાય એની હાજરી હોય ત્યાં, તો ફટાકડી જ કહેવાય ને એને! અભય ની વાત પર ત્રણેય જણા હસવા લાગ્યા.

અભય ની નજર ઘર માં આમ-તેમ ફરતી જોઈ ને મમ્મી-પપ્પા સમજી ગયા.

“ અત્યારે તો એ ફરવા નીકળી ગઈ છે, સાંજે પાછી આવી જશે એમ કહેતી હતી. ત્યા સુધી માં તુ તારા કામ પતાવી લે..અભય ના પપ્પા નરેશભાઈ એ કહ્યુ.

ઓકે પપ્પા. અભય એ નરેશભાઈ ને કહ્યુ.

તો આજ ફટાકડી ની કલમે કંઈક નવુ અને શાનદાર ફૂટશે એમ ને..આઈ વીલ ઈગરલી વેઈટીંગ ટુ રીડ ઈટ!! અભય વિચારી ને ખુશ થતો થતો પોતાની બેડરૂમ તરફ જવા લાગ્યો.

ક્રમશ: