પ્રેમ- શક્તિ કે કાયરતા Dietitian Snehal Malaviya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ- શક્તિ કે કાયરતા

પ્રિય વાંચકમિત્રો,

મારી આગળ ની બુક્સ ને ખૂબ સારો પ્રતિભાવ આપવા બદલ બધા વાંચકમિત્રો નો હું દિલ થી ખૂબ આભાર માનુ છું તમારા સપોર્ટ ને કારણે જ હુ ટૂંકા સમય માં જ ફરી થી ઉત્સાહ સાથે એક નવી લવસ્ટોરી સાથે અહીં પહોંચી શકી છુ, હું પુરી કોશિશ કરીશ કે આ વાર્તા પણ તમારા દિલ સુધી પહોંચાડી શકુ. થેંક્યુ ઓલ!!

બે વર્ષ પછી એમ.બી.એ ના અભ્યાસ પછી અભય આજે દેશ પરત થઈ રહ્યો હતો. ટ્રાફિક માં ફસાઇ ના રહેવુ પડે એટલે તેણે પપ્પા ને એરપોર્ટ પર લેવા આવવા કરતા ઘરે જ રાહ જોવાનુ કહેલુ અને ટેક્ષી લઈ ને તે સીધો ઘર તરફ નીકળ્યો. આજૂ બાજૂ માં ટ્રાફિક જોઈ ને અભય નુ મન અકળાઈ રહ્યુ હતુ. ટેક્ષી ના કાચ માંથી તેની નજર બાજુ માં જ બાઈક પર રોમેન્સ કરતા કપલ પર પડી, બન્ને કેવા રસ્તા નુ ભાન ભુલી ને એકબીજા ની દૂનિયા માં મસ્ત થયેલા હતા.

સાલુ મે તો આ બધુ નિશા સાથે કરવાનુ મીસ જ કરી દીધુ.. (અભય ના મન માં વિચાર ફરી વળ્યો અને ચહેરા પર પોતે નિરાશ થયો હોય એવી એકાદ લકીર ઊપસી આવી)

નિશા ને તથા અનેક મિત્રો ને મળ્યા ના બે વર્ષ વીતી ચૂક્યા હતા. અભય ની આંખો નિશા ને જોવા માટે તરસી ચૂકી હતી અને એ બે વર્ષ થી દબાયેલી ઈચ્છા ઓ આજે પુરી થવાની હતી. નિશા ને મળી ને પોતે આમ કરશે તેમ કરશે જેવા કેટલાય સપના ઓ આ બે વર્ષ દરમિયાન જોવાઇ ગયેલા જે બધા નિશા સાથે પુરા કરવાના હતા અભય ને!

નિશા એટલે અભય ની એક સમય ની પ્રેમિકા અને હવે તેની પત્ની હતી. લગ્ન પછી તરત અભ્યાસ માટે નવી નવેલી પત્ની બનેલી અત્યંત સુંદર પ્રેમિકા ને છોડી ને જવુ અભય માટે ખૂબ અઘરૂ બની ગયેલુ અને નિશા પોતાની સાથે આવે એના કરતા અહીં મમ્મી-પપ્પા નુ ધ્યાન રાખે એ જ યોગ્ય લાગ્યુ બન્ને ને અને આખરે બે જ વર્ષ ની વાત છે એમ વિચારી ને અભય અને નિશા એ આ નિર્ણય લઇ જ લીધો.

બન્ને ક્યારેક ફેસબુક ને ક્યારેક વોટ્સએપ પર ડોકીયુ કરી લેતા પણ બન્ને દેશો ના સમય માં લાંબા કલાકો નો તફાવત હોવાથી ફોન માં વાતચીત નહિવત જેવી જ થતી. આજે લાંબા સમય ની રાહ નો અંત આવ્યો હતો.

તે નિશા ને સરપ્રાઇઝ આપવા માંગતો હતો અને આજ તો ડબલ ખુશી હતી, આજ નિશા નો બર્થ ડે હતો. પોતાને જોઈ ને નિશા ના રીએક્શન કેવા હશે એ વિચારી ને જ તે અંદર થી રોમાંચિત થઇ રહ્યો હતો અને તેથી જ તેણે મમ્મી પપ્પા ને પણ પોતાના આવવાની જાણ નિશા ને કરવાની ના પાડેલી. અચાનક અભય ના ફોન માં મેસેજટોન વાગી.

ગુડ મોર્નીંગ માય ડીઅર મિ.હસબન્ડ! એક પ્રેમ વ્યક્ત કરતા સ્માઈલી સાથે નિશા નો મેસેજ હતો.

ગુડ મોર્નીંગ વાઈફી, શું કરે છે? અભયે રિપ્લાઇ કર્યો.

તારા આવવાની રાહ જોઉ છુ હવે તો, ક્યારે આવીશ? તારી સાથે આજ નો દિવસ વિતાવવાનુ મન થાય છે.

નિશુ, મન તો મારૂ પણ બહુ થાય છે તને મળવાનુ પણ શુ થઇ શકે? હમણા તો આ વિચાર ભુલી જવો જ બરાબર રહેશે. (ઉદાસ સ્માઇલી સાથે નિશા ને પોતાની વાત સાચી લગાડવા અભયે હસતા હસતા તુક્કો મારી દીધો.)

હમ્મ... કંઇ નહિ, હુ વેઇટ કરીશ. બીજો કોઇ ઓપ્શન નથી આપણી પાસે! હવે મને બર્થ ડે તો વિશ કર!

હમણા મૂડ નથી, થોડી વાર પછી કરીશ શાંતિ રાખ.

હૂંહ, કંઇ નહિ બાય. મારે પછી ઘણા કામ છે... અન્ગ્રી સ્માઇલી ના ટોળા સાથે તરત જ આ મેસેજ એ અભય ના ફોન મા ચડાઈ કરી દીધી.

અરે બાપ રે! મેડમ તો રોદ્ર સ્વરુપ માં આવી ગયા... અભય ને પોતાના આ વિચાર થી હસવુ આવી ગયુ.

અભય ને ટેક્ષી માં બેઠા બેઠા પોતાની આખી લવસ્ટોરી યાદ આવી ગઈ.

શુ હતો પોતે અને નિશા એ શું બનાવી દીધેલો પોતાને!

અભય સ્વભાવે અતિસંવેદનશીલ, શહેર ના અગ્રણી ધનાઢ્ય બિઝનેસમેન નો એક નો એક પુત્ર હતો. માતા-પિતા ના લાડ,પ્રેમ ને પંપાળ થી ઊછરેલો, એની દરેક ઈચ્છા તે જ ક્ષણે પુરી કરી દેવાતી જ્યારે તે ઊદભવતી. એના જીવન ની સફર તદ્દન કાંટાવિહીન પુષ્પ જેવી. મોંઘા મા મોંઘી ગાડી, એ તો એને માટે રમકડુ માંગવા સમાન. ટૂંક મા કહીએ તો, સોના ની ચમચી મોં મા લઈ ને મોટો થયેલો એ. કોલેજ પછી સીધો જ પિતા નો જામેલો બિઝનેસ સંભાળવાનો હતો. સજેલી થાળી સીધી જ હાથ માં આવવાની હતી એટલે કોલેજ નો અભ્યાસ તો એને માટે ફક્ત એક ઔપચારિકતા અને મોજ શોખ કરવાની જગ્યા હતી. તે અને તેના મિત્રો મળી ને આખો દિવસ ગમે તેમ ટાઈમપાસ કર્યા કરતા.

એના થી તદ્દન વિરૂધ્ધ નિશા. એક મધ્યમ વર્ગીય કુટુંબ ની સાધારણ છોકરી, તે ખૂબ જ મોર્ડન હતી પરંતુ કપડા થી નહિ, વિચારો થી! તેના પિતા શિક્ષક હતા અને રુલ્સ અને રેગ્યુલેશન માટે ખુબ કડક હતા. કદાચ નિશા એના પિતા પર જ ઉતરી હશે એવુ અભય વિચારતો. તે સત્ય માટે લડવામા ક્યારેય પાછળ નહોતી પડતી. નિશા માટે કોલેજ નો અભ્યાસ અને અંતે હાથમા આવનારી ડિગ્રી એના જીવન ને આકાર આપવા માટે અનન્ય મહત્વ ધરાવતા હતા.

મહેનતી,ધગશી ને સંપૂર્ણ ધ્યેયયુક્ત જીવન હતુ તેનુ. લેક્ચર બંક કરવા, કેન્ટીન માં બેસીને ગપ્પા મારવા,નકામો સમય વેડફવો એને જરાય ગમતુ નહિ. અભય મોટેભાગે કોલેજ ના પાર્કિંગ પર તો નિશા મોટે ભાગે લાઈબ્રેરી માં જોવા મળતી.

કોલેજ ના પહેલા વર્ષ દરમિયાન ડાન્સ સ્પર્ધા હતી. બન્ને વચ્ચે આ એક જ શોખ સરખો હતો અને એ જ કારણે આ બે જુદા વિશ્વ ની વ્યક્તિ ઓ સામસામે આવી. કોલેજ ને ટ્રોફી મળી અને અભય ને એના જીવન નો પ્રેમ. પણ એનો આ પ્રેમ ‘લવ એટ ફસ્ટ સાઇટ’ જ બની રહ્યો. વેલેન્ટાઇન ડે હોય કે રોઝ ડે, અભય પોતાના પ્રેમ નો પ્રસ્તાવ અચૂક મુક્તો. ક્યારેક લાઇબ્રેરી માં રીડીંગ મા વ્યસ્ત નિશા સામે તો ક્યારેક એની સ્કૂટી અટકાવી ને પાર્કિંગ મા રસ્તા ની વચ્ચે જ!

નિશા માટે આ બધુ એક ત્રાસદાયક બની ગયુ હતુ. તે અભય ના આ ફિલ્મી તમાશા ઓ માં કોઈ રસ દાખવતી નહિ. અભય નો નિશા માટે નો પ્રેમ એની ઝિદ બનતો ગયો. નિશા ની એક ‘હા’ સાંભળવા એ કોઈપણ હદ વટાવવા તૈયાર હતો. ‘ના’ સાંભળવાની એને ટેવ જ નહોતી.

એક દિવસ એણે આખા કોલેજ ની વચ્ચે ફરી થી એનો ફિલ્મી પ્રસ્તાવ મૂકવાની તૈયારી કરી. ફૂલો ની જાણે દૂકાન જ ઊઠાવી લાવ્યો હતો. આખુ કેમ્પસ એ તાજા ફૂલો થી મહેંકી ઉઠ્યુ હતુ. કેટલાક મ્યુઝિશ્યન ને ભાડે થી લઈ આવ્યો હતો, જે પોતાના રોમેન્ટીક મ્યુઝિક થી વાતાવરણ ને વધુ પ્રેમભર્યુ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

થેંક યુ ચિરાગ, મને આ બધુ કરવામા સાથ આપવા માટે, લાગે છે આજ તો નિશા હા પાડી જ દેશે. કેમ્પસ માં થતી બધી તૈયારી ઓ જોઈ ને અભય એ પોતાના બેસ્ટફ્રેન્ડ ચિરાગ ને કહ્યુ.

બન્ને ની ફ્રેન્ડશીપ બહુ ગાઢ હતી. એકબીજા માટે તે કંઇપણ કરવા તૈયાર રહેતા. બન્ને કોઈપણ પરિસ્થિત માં એકબીજા ને સારા ખરાબ ની સમજ આપી દેતા પરંતુ જો કોઇ કામ સારુ નથી એ જાણ હોવા છતા મિત્ર એ કરવા માંગતો હોય તો બન્ને ક્યારેય એકબીજા સાથે ઊભા રહેવા માટે પાછળ હટતા નહિ. કોલેજ મા કોઈપણ કાંડ કે શરારત કરવાની હોય,બન્ને ની ભાગીદારી ને કારણે જ એ બધુ શક્ય બનતુ. આજ ની બધી તૈયારી ઓ માં પણ ચિરાગે ખૂબ મદદ કરી હતી.

કેમ્પસ પર ઊપસ્થિત દરેક યુવતી ઓ ની આંખ મા ઈર્ષ્યા સ્પષ્ટ દેખાઇ રહી હતી. આજે તો નિશા હા પાડી જ દેશે, ફક્ત અભય ને જ નહિ પણ બધા ને પૂરેપૂરી શક્યતા દેખાય રહી હતી.

દૂર થી નિશા આવતી દેખાઇ.બધા આતુરતા થી તેના પ્રતિભાવ ની રાહ જોતા હતા. મોટા પગલા ભરતી ઉતાવળી ચાલે એ અભય પાસે પહોંચી અને અભય ના હાથ માંથી ગુલાબ લઇ ને એના ચૂરેચૂરા કરી નાખ્યા. મ્યુઝિશિયન અને ચીરાગ ને પણ બરાબર ના ધમકાવ્યા ને વાઘ ની જેમ ગરજી:

“ આ ફિલ્મી દૂનિયા માંથી બહાર આવ અને વાસ્તવિક્તા ની ધરતી પર થોડા ડગલા ભર. આ તારા દિલ માં પ્રેમ ની જે ખોટી છબી પ્રચલિત થઈ છે તે કાઢી નાખ. તારા વિના મરી જઇશ,તારા વિના જીવન માં રસ નથી ને એ બધા ફિલ્મી ડાયલોગ્સ છે અને એમા જ સારા લાગે આવા તથ્ય વગર નાં કામ કરીને તારા જીવન નુ અને સબંધો નુ મુલ્ય નીચુ લઇ જાય છે તુ. જો આજ પછી બીજી વાર આવા નાટકો કર્યા કે કોઇપણ રીતે મારી સામે આવા પ્રેમ નો પ્રસ્તાવ મૂક્યો છે તો સીધી પુલીસ સ્ટેશન જઇશ, સમજ્યો ?

ખૂબ જ સેંસિટીવ અભય ના દિલ ના ટૂકડેટૂકડા થઇ પડ્યા, એની ઝિદ પુરી ન જ થઇ, એનો પ્રેમ અસફળ નીવડ્યો અને આખા કેમ્પસ ની વચ્ચે એના પ્રેમ ની મશ્કરી થવા લાગી. ગુસ્સા માં કેમ્પસ છોડી ગયેલો અભય આગળ જે પગલુ ભરવાનો હતો એની કોઈ એ કલ્પના સુધ્ધા પણ કરી ન હતી!

બીજે જ દિવસે અભય હોસ્પિટલ માં એડમિટ થયો. તેણે હાથ ની નસો કાપવાનો પ્રયાસ કર્યો હતો. લોહી ઘણુ વહી ગયુ હતુ. સદભાગ્યે એનો મરવાનો પ્રયાસ નિષ્ફળ નિવડ્યો.

અભય ના માતા-પિતા એક ના એક પુત્ર ના આ હાલ થી હચમચી ગયા હતા. બધા જ મિત્રો એની આ માનસિક પરીસ્થિતી માં એની પડખે ઊભા હતા, અને બધા ને નિશા પર ભારોભાર તિરસ્કાર થઈ રહ્યો હતો.

કેવી નિર્દય છે! શું વાત નુ ઘમંડ છે એને એ નથી સમજાતુ, જેવી ઘણી ટીકા ટિપ્પણી ઓ કરી અભય ના મિત્રો એ...

ક્રમશઃ