શેર અને મ્યુચ્યુઅલ ફંડ :
જયારે શેરની વાત થતી હોય ત્યારે મ્યુચ્યુઅલફંડ વિષે ના સમજીએ તો વાત અધુરી રહી કહેવાય તો આ મ્યુચ્યુઅલફંડ વિષે જાણીએ શેર અને મ્યુચ્યુઅલફંડમાં સહેજ ફરક છે એ પહેલા જોઈએ
શેરનો અર્થ ભાગ કંપનીમાં તમારો ભાગ એ તમે શેરહોલ્ડર તરીકે સ્વીકૃત બાબત આમ એક શેરહોલ્ડર કંપનીમાં ભાગીદાર કહેવાય જયારે મ્યુચ્યુઅલ ફંડના યુનિટ હોલ્ડર તરીકે એ કંપનીમાં ભાગીદાર નથી પણ એ મ્યુચ્યુઅલફંડને પૈસા ઉધાર આપે છે કંપનીમાં રોકાણ કરવા
મ્યુચ્યુઅલ ફંડનો કન્સેપ્ટ સમજવા જોઈએ કે દાખલા તરીકે હું એક ફાયનાન્શીયલ સલાહકાર તરીકે તમને કહું કે હું ફાયનાન્શીયલ મેનેજમેન્ટમાં એક્સપર્ટ છું તમે મને રૂ એક લાખ આપો જે હું શેરબજારમાં તમારા વતી રોકીશ આ રોકાણનો નફો તમારો અને શેરબજારમાં રોકાણ માટે ખરીદી વેચાણ માટે મારું કમીશન બે ટકા અને જો નુકશાન થાય તો ? તો મારે શું ? એ તમારું આ પદ્ધતિથી મ્યુચ્યુઅલ ફંડ કામ કરે છે
મ્યુચ્યુઅલ ફંડ આપણી પાસે “યુનિટ “ રૂપે જેમકે રૂ દસ નો એક યુનિટ રૂપે પૈસા લઇ ફિક્સ રકમના અથવા ઓપન ફંડ ઉભું કરી એ ફંડ આર્થિક બજારમાં રોકશે એટલેકે શેરબજારમાં અથવા ડેબ્ટ બજારમાં એટલેકે કંપની ના બોન્ડ્સ કે સરકારી બોન્ડ્સ વગેરેમાં જેવી સ્કીમ યુનિટની નેટ એસેટ વેલ્યુ ટુંકાણમાં એન એ વી એટલે કુલ રોકાણમાંથી દેવું બાદ કરતા જે વધે એ નફો કે નુકશાન જો રૂ દસના યુનિટના એનએવી રૂ ૯ થાય તો એક રૂપિયો નુકશાન અને જો રૂ ૧૨ થાય તો રૂ બે નફો જે તમારા યુનિટમાં વૃદ્ધી દર્શાવે છે
એવું કહેવાય છે કે શેર કરતા મ્યુચ્યુઅલફંડ ના યુનિટમાં રોકાણ વધુ સલામત એટલેકે ઓછું જોખમી કારણકે મ્યુચ્યુઅલફંડ ની જાહેરાતમાં કહેવામાં આવે જ છે કે “ મ્યુચ્યુઅલફંડ ઇન્વેસ્ટમેન્ટસ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રીસ્ક્સ રીડ ઓફર ડોક્યુમેન્ટ બીફોર ઇન્વેસ્ટિંગ “ છતાં એવું કહી શકાય કે એ ઓછું જોખમી કારણકે મ્યુચ્યુઅલફંડ મેનેજર લાખો રોકાણકારો પાસે નાની નાની રકમ કઈ એક કોર્પસ ઉભું કરી શેરબજારની ૩૦ થી ૩૫ કે વધુ કંપનીઓના શેરમાં રોકાણ કરે છે એથી એ તમારા યુનિટ રૂપી પૈસાનું જોખમ સ્પ્રેડ થાય છે વળી મેનેજર શેરબજારના નિષ્ણાત હોય છે એમનું પોતાનું એક શેર બજાર અને કંપની અંગે રીસર્ચ હોય છે અને શેર બજાર પર એમની ચાંપતી નજર હોય છે જેમાં દેશ વિદેશની ઘટના પણ તેઓ આવરી લેતા હોય છે જયારે સામાન્ય વ્યક્તિ કઈ કંપનીમાં રોકાણ કરવું એની જ મૂંઝવણ અનુભવતો હોય છે
આમ અહી મ્યુચ્યુઅલફંડમાં નાણાની સલામતી છે તો સ્વભાવિક એમાં સીધા શેરમાં રોકાણ કરતા વળતર સહેજ ઓછું જ રહેશે પરંતુ એ ચોક્કસ ગતિથી વધતું રહેવાનું અથવા ઓછું નુકશાનકારક રહેવાનું કારણકે ફંડ મેનેજરે લાખો રોકાણકારોને જવાબ આપવાનો હોય છે અને પોતાની શાખ જાળવવાની છે
હવે આપણે મ્યુચ્યુઅલફંડમાં રોકાણ કરતા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ જોઈએ
પહેલા તો મ્યુચ્યુઅલફંડનો ઉદ્દેશ શો છે એ જોવું એટલેકે એ કઈ અને કેવી કંપનીઓમાં રોકાણ કરશે એ એના ઉદ્દેશમાં જણાવવાનું હોય છે કંપનીઓને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેચી શકાય લાર્જ કેપ એટલેકે જેનું માર્કેટ કેપીટાલાઈઝન રૂ ૧૦ હજાર કરોડથી વધુ હોય એવી મોટી મોટી કંપનીઓ એજ પ્રમાણે મિડકેપ અને સ્મોલ કેપ કંપનીઓ હોય તો એ લાર્જકેપ ફંડ છે કે મિડકેપ કે સ્મોલ કેપ ફંડ એ હોઈ શકે જોઈએ વળી સેક્ટોરીયલ ફંડ પણ હોઈ શકે જેમકે માત્ર બેન્કિંગ સેક્ટરમાં રોકાણ કરશે અથવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં રોકાણ કરશે વગેરે
સેક્ટોરીયલ ફંડમાં સેક્ટર જો મંદીમાં હોય અને શેરબજાર તેજીમાં હોય તો પણ એ નુકશાન કરશે એ ચોક્કસ પરંતુ લાંબા ગાળે એમાં તેજી આવતા નફો કરશે તો વળી બેલેન્સ ફંડમાં મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટીમાં ૬૫ ટકા અને ૩૫ ટકા ડેબ્ટમાં રોકાણ કરશે એથી જોખમ સમતોલ થઇ જાય છે પરંતુ અહી ઇક્વિટી ફંડ કરતા વળતર પણ ઓછુ થશે ડેબ્ટ ફંડમાં સલામતી ખરી પરંતુ વળતર ઓછું
આમ જોઈએ તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ હમેશા ઘણા લાંબા ગાળા માટે જ હોવું જોઈએ જેમકે ત્રણ વર્ષ પાંચ વર્ષ કે દસ વર્ષ સુધીના લાંબા ગાળા માટે રોકાણ થાય તો વાર્ષિક ૧૫ થી ૨૦ ટકા સીએજીઆર ક્યુંમ્યુલેટીવ એન્યુઅલ ગ્રોથ રેટથી વળતર છૂટે શક્ય છે ટુંકાગાળા માટે લોસ થાય
સિસ્ટમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન : એટલે તમે મ્યુચ્યુઅલફંડમાં એક સામટા પૈસાનું રોકાણ ના કરતા દર મહીને થોડા થોડા રોકો જેમકે દર મહીને રૂ હજાર કે બે હજાર કે પાંચ હજાર જે વર્ષ સુધી હોય કે ત્રણ વર્ષ કે વધુ સમય માટે હોઈ શકે આમાં મ્યુક્યુઅલ ફંડ તમારી બેંક જોડે સગવડ કરી તમારા ખાતામાંથી દર મહીને ઈસીએસ દ્વારા ડાયરેક્ટ પૈસા રોકાણ માટે લઇ લે છે એથી તમારે દર મહીને આપમેળે એ રકમનું રોકાણ થતું રહે છે આમ ફરજીયાત બચત અને રોકાણ થાય છે આમાં એક ફાયદો એ છે કે દર મહીને બજાર થોડું વધતું ઓછું હોય એ મુજબ તમને મંદીમાં રોકાણનો લાભ મળે છે અને એવ્રેજીંગ થાય છે અન્યથા શક્ય છે કે તમે તેજીમાં જ એક સામટા પૈસા રોકો તો તમારું રોકાણ ઉચા ભાવે થાય છે
તો હવે પ્રશ્ન એ થાય કે શેરમાં સીધું રોકાણ સારું કે મ્યુચ્યુઅલફંડો દ્વારા ?
જો તમે શેરબજાર અંગે થોડીઘણી સમજણ કેળવો તમને જો કોઈ સારા શેરદલાલની સલાહ મળે કે જેમનું પોતાનું રીસર્ચ હાઉસ હોય અને જો તમે જોખમ સ્પ્રેડ કરી શકો તો સીધું રોકાણ વધુ વળતર આપે એ સ્વાભાવિક છે પરંતુ એની કડાકૂટ ના કરવી હોય તો મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ વધુ સલામત છે
શેરમાં સીધું રોકાણ પણ તમે સિસ્ટમેટીક ઇન્વેસ્ટમેન્ટ દ્વારા કરી શકો દર મહીને કે દર બે મહીને કે ત્રણ મહીને થોડા થોડા પૈસા શેરમાં રોકી શકો યાદ રહે શેરબજારમાં તમે માત્ર એક રૂપિયો પણ રોકી જ શકો છો એક રૂપિયાવાળો એક શેર ખરીદીને તો શેરમાં સીધું રોકાણ અને મ્યુચ્યુઅલફંડ દ્વારા રોકાણમાં ઝાઝો ફરક નથી બંને પૈસાની જરૂર પડતા બે થી ત્રણ દિવસમાં પાછા લઇ જ શકાય છે અથવા નીકળી જવાય છે આમ અહી માત્ર જોખમના પર્સેપ્સ્નસનો જ ફરક છે
મારા મત મુજબ માત્ર મ્યુચ્યુઅલફંડ દ્વારા રોકાણ કરતા રહેવું એના કરતા ડીમેટ એકાઉન્ટ ખોલી થોડા થોડા પૈસા શેરમાં પણ ખરીદી કરતા રહેવું વધુ સલાહભર્યું છે આમ તમે એક તરફ વધુ જોખમ લઇ વધુ વળતરનો લાભ લઇ શકો છો અને સાથે સાથે જોખમ સ્પ્રેડ પણ કરો છો વળી મ્યુચ્યુઅલફંડમાં એસ આઈ પી એટલેકે સિસ્ટમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા એક તરફ દર મહીને ફરજીયાત રોકાણ તરફ તમારી બચતને વાળો છો તો વધારાની બચત તમે શેરબજારમાં રોકોશો તો એ આદર્શ સ્થિતિ ગણાશે
છેવટે તો તમે બંને રીતે તમારી બચતનું રોકાણ શેરબજારમાં જ કરો છો એક સીધી રીતે બીજું આડકતરી રીતે આમ ટુંકમાં લાંબાગાળાના તમારા લક્ષ્યાંકો સિદ્ધ કરવા સલામત એવા એટલેકે ઓછા જોખમી એવા મ્યુચ્યુઅલફંડ દ્વારા રોકાણ કરો અને ટુકા ગાળા માટે શોર્ટ ટર્મ નફા માટે સીધા તમે શેરબજારમાં રોકાણ કરો તો એક તરફ તમે શેરબજારમાં કમાણી કરો છો બીજી તરફ રોકાણ આમ તમે તમારી શેરબજારની કમાણીનું રોકાણ મ્યુચ્યુઅલફંડ દ્વારા લાંબાગાળા માટે રોકાણ કરી શકશો
નરેશ વણજારા