શેરબજારમાં રોકાણની ગડમથલ ૫ Naresh Vanjara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શેરબજારમાં રોકાણની ગડમથલ ૫

શેરમાં રોકાણની ગડમથલ :

શેરમાં રોકાણ કઈ રીતે વધે છે ?બેન્કની ફિક્સ્ડ ડીપોઝીટના દર ૭% થી નીચે ગયા છે હાલ લગભગ ૬.૯૦ % જેટલા છે અને હજી નીચે જશે જયારે શેરમા ૧૨% થી ૧૫% વળતર આસાનીથી છૂટે છે જો યોગ્ય અને સારી સારી કંપનીમાં રોકાણ કર્યું હોય તો અને લાંબાગાળાનું રોકાણ હોય તો એટલકે કોઈ એક કંપની ના શેર લઇ એને બે થી ત્રણ વર્ષ સુધી ભૂલી જવાનું અને ત્યારબાદ જે ભાવ વધે એ આ ૧૫% સુધી સીએજીઆર એટલકે કમ્પાઉન્ડીગ એન્યુઅલ ગ્રોથ રેટ છૂટે જ છે સારી કંપની કઈ રીતે ઓળખવી એ પછી જોઈશું હાલ સેન્સેક્સની કંપનીઓ સારી જ છે એમ પકડી ને ચાલો અને બીએસઈ ની એ ગ્રુપની કંપનીઓમાં મોટાભાગની આવરી લેવાય હવે જોઈએ કે શેરબજારમાં રોકાણ કેટલા રૂપિયાથી શરુ કરી શકાય ?તો જવાબ છે એક રૂપિયાથી જે કંપનીના શેરની ફેસ વેલ્યુ એક રૂપિયો છે એનો બજાર ભાવ પણ જો એક પૈસો હોય તો એક શેર એક પૈસો આપી ખરીદી શકાય પણ આમાં અડધો ટકો દલાલી વગેરે ઉમેરો એટલે એટલા નજીવા મૂડી થી શેર બજારમાં રોકાણ શરુ કરી શકાય તો જો તમે શેરમાં રૂ ૧૦૦૦ દર મહિને નાખતા રહો તો શેરમાં પણ એસ આઈ પી એટલકે સિસ્ટેમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ની જેમ રોકાણ કરી શકાય આપણે જો લાંબાગાળા માટે નું રોકાણ કરવાનું હોય તો એક મહિનામાં કઈ શેર ના ભાવ આસમાને ના ચઢી જાય હા શક્ય છે દસેક ટકા વધે ઠીક છે અને જો ખૂબ વધી જાય તો બીજી કંપનીમાં રોકાણ કરવાનું એથી જોખમ સ્પ્રેડ જ થાય છે આમ સલામતી જ વધે છે નુકશાન નથી હવે બીજો પ્રશ્ન શેરમાં રોકાણ કયારે કરવું તેજીમાં કે મંદીમાં ?તો જો જવાબ એ હોય કે એક રૂપિયાથી પણ રોકાણ શરુ થઇ શકે તો શેરમાં રોકાણ જયારે ઈચ્છા થાય અને જોખમ લેવાની તૈયારી સાથે શરૂ કરી શકાય

હવે પ્રશ્ન એ થાય કે શેર એટલે શું ? આ સવાલનો જવાબ શેરમાં ભાવ કઈ રીતે વધે એ જાણવા સરળ થઇ રહેશે

તો શેર એટલે ભાગ કોઈપણ કંપનીમાં તમારો ભાગ એ તમારો શેર કંપનીની મૂડી લાખ હોય કે કરોડો હોય એ દાખલા તરીકે રૂ ૧૦ નો એવા ૧૦૦૦૦ શેર તો કુલ મૂડી થઇ એક લાખ આમાં તમારી પાસે એક શેર હોય તો એનું અર્થ તમારો એટલો ભાગ આ ભાગ તમે બજારમાં વેચી શકો થવા ખરીદી શકો હવે જે કંપની વિકાસ પામતી હોય એમાં તમે ભાગ રાખો તો એનું મુલ્ય વધવાનું જ અને આ વિકાસ કઈ રાતોરાત નથી થતો પણ વાર્ષિક ૧૦ ટકા વિકાસ પકડો જે જીડીપી વિકાસ દર છે એ તો દસ વર્ષમાં બમણો થાય તો શેરનું મુલ્ય પણ દસ વર્ષમાં બમણું થાય આમ તેજી મંદી બજારની ચાલ છે એમાં તમે જે કંપનીમાં રોકાણ કર્યું હોય એને બજારની ચલ પ્રમાણે ટુંકા ગાળા માટે અસર થાય પણ લાંબાગાળા માટે તો મુલ્ય વધે જ આમ ઈકોનોમી ગ્રો થતી હોય વધતી હોય ત્યારે સારી સારી કંપનીઓ પણ સાથે સાથે વિકાસ પામે અને એમાં તમે એવી વિકાશીલ કંપનીમાં રોકાણ કરો તો વાર્ષિક ૧૨%થી ૧૫% છુટે જ એમાં કશું નવું નથી મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં સેન્સેક્સના ૩૦ શેર છે ત્યાર બાદ સેન્ક્સેક્સ ૫૦ શેર છે અને ત્યાર બાદ નેક્સ્ટ ૫૦ આમ કુલ ૧૩૦ કંપનીઓ સલામત કહી શકાય એમાં રોકાણ કરવાની શરૂઆત થઇ શકે ત્રીસ કંપનીમાં રૂ એક એક હજાર રોકાણ કુલ ત્રીસ હજાર કરો તો પણ ચાલે ત્રીસે ત્રીસ કઈ ફડચામાં નહી જાય અને ભાવ ઘટે તો પણ એ ટુંકા ગાળા માટે ઘટશે પણ જો બે થી ત્રણ વર્ષ પકડી રાખવામાં આવે તો વધવાના જ છે કોઈએક કંપની જ અન્ય કરતાં એટલા બધો વધારો દાખવશે કે અન્ય નુકશાન કરતી કંપની ને ગણતા સરાસરી એટલકે કુલ રોકાણના એવરેજ ૧૫% વાર્ષિક વધારો થશે જ આ મારો અનુભવ છે છેલ્લા દસ વર્ષમાં સેન્સેક્સ શેરમાં લગભગ ૨૦% લેખે વળતર મળ્યું છે જો રોકાણ દસ વર્ષ પકડી રાખ્યું હોય તો રિલાયન્સ નો દાખલો લઈએ તો એ કંપનીએ ૧૯૭૭ માં પબ્લિક ઈસ્સ્યુ આપ્યો ત્યારે જો રોકાણ કર્યું હોય અને આજ સુધી એ પકડી રાખ્યા હોય તો વાર્ષિક ૧૫% સીએજીઆર વળતર આપ્યું છે શરૂઆતમાં એમાં ૨૦% વળતર મળ્યું હતું પણ છેલ્લા બોનસ બાદ ખાસ વધારો ભાવમાં થયો નહોતો એથી આ વળતર ઘટીને ૧૫ % ની તારીખે થયું છે એમાં બોનસ વગેરે આવી જાય

સારી કંપની કઈ રીતે ઓળખવી ?

સારી કંપની ઓળખવા કંપનીના ફન્ડામેન્ટલ અને મેનેજમેન્ટ જોવા ફન્ડામેન્ટલસ એટલે પાસ્ટ પર્ફોમન્સ એના નફા તોટા અને સરવૈયું જોઈ એનો અભ્યાસ કરી નક્કી કરી શકાય જે કંપનીનો વિકાસ દર વાર્ષિક સારો હોય સતત નફો કરતી રહે સારું ડીવીડન્ડ આપતી રહે એ સારી કંપની કહેવાય કંપની વિકાસ પામે તો સાથે સાથે આપણા એ કંપની ના શેરનો ભાવ પણ વધે જ વેચાણ વધતું હોય નફો પણ વધતો હોય વ્યાજખર્ચ ઘટતો જાય તો એ વિકાસ પામતી કંપની કહેવાય

શેરમાં વળતર કઈ રીતે મળે છે ?

જો તમે છેલ્લા દસ વર્ષમાં મુંબઈ શેરબજારના સેન્સેક્સ ને જોશો તો એમાં લગભગ ૨૦% સીએજીઆર વૃદ્ધિ થઇ જ છે તો હવે જો તમે માત્ર સેન્સેસ્ક્સની કંપનીઓમાં જ રોકાણ કર્યું હોય તો તમારી મૂડી દસ વર્ષમાં વાર્ષિક ૨૦% ના દરે વધી જાત આમ ઈકોનોમી ગ્રો થાય સાથે સાથે કંપની પણ ગ્રો થાય તો એના શેર પણ ગ્રો થાય જ તો શેરમાં રોકાણ કરવું જરૂરી છે મારાં મતે કુલ બચતના ૩૦% બચત શેરમાં થવી જોઈએ અને જેમની બધી જ આવક બચત જ છે એટલકે ખર્ચાની જવાબદારીઓ બાપા જ સંભાળે છે એમણે તો એમની પુરેપુરી બચત શેરમાં રોકાણ કરી દેવું જોઈએ અને ખર્ચા બાપા પાસે લેવા જોઈએ આમ મૂડી વૃદ્ધિ ઝડપી બનશે અને આ રોકાણ વૃદ્ધી પર કોઈ આવકવેરો પણ ના લાગે એક વર્ષ પછીં જો શેર વેચો તો એ લોંગ ટર્મ કેપિટલ ગેઇન થાય આમ બચત પર કર બચી જાય અને આવક વધે એ નફામાં શરત એ કે શેરમાં રોકાણ લાંબાગાળા માટે હોવું જોઈએ બે વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ જેટલા લાંબાગાળાનું અને સારી સારી કંપનીમાં રોકાણ કરવાનું

એક વાર તમે શેરમાં રોકાણ કરવાનું જોખમ લો દસ હજાર થી ૨૫ હજાર રૂપિયાનો લોસ કરો એટલે તમે રોકાણ કરતા શીખી જાઓ

હા શેરમાં રોકાણ જોખમી તો છે જ પણ જોખમ ઘટાડી શકાય અને સરસરી એવરેજ વળતર ૧૨ % થી ૧૫% ટકા સુધી છૂટી શકે તમે જો જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝમાં અને ૨૫ થી ૫૦ કંપનીના શેરમાં રોકાણ કરો તો જોખમ આપમેળે ઘટે જ એમાં નવાઈ શી ? જોખમ ઘટે તો વળતર પણ ઘટે જે ઘટીને ૧૨% થી ૧૫% થાય આજે બેંકમાં માંડ ૭% વ્યાજ મળે છે અને મૂડી એટલી ને એટલી જ રહે અને મોંઘવારીનો દર જોતા એ મૂડીની સ્થિરતા એટલે મૂડી ઘટાડો જ કહેવાય જયારે શેરમાં તમારી મૂડી વધે છે એ મોંઘવારીના દર ને મહાત કરે છે કારણકે જો મોંઘવારી નો દર ૧૦ ટકા હોય તો શેરમાં ૧૨ % વળતર છૂટે તો બે ટકા ચોખ્ખું વળતર થયું કહેવાય નરેશ વણજારા