Sherbajarma rokanni gadmathal - 11 books and stories free download online pdf in Gujarati

શેરબજારમાં રોકાણની ગડમથલ ૧૧

કંપની રીસર્ચ રીપોર્ટ :

કંપની રીસર્ચ રીપોર્ટ કઈરીતે વાંચવો એ સમજવા પહેલા રીસર્ચ રીપોર્ટ એટલે શું એ જોઈએ

કોઈ વ્યક્તિ આપણને એમ કહે કે અમુક કંપનીના શેરના ભાવ બે થી ત્રણ મહિનામાં ૨૫% વધશે લઇ લો તો આ થઇ ટીપ પરંતુ આ ટીપના આધારે આપણે કંપની વિષે વધુ ઊંડાણમાં માહિતીઓ મેળવીએ તો એ થયું આપણું કંપની અંગે નું રીસર્ચ આ રીર્સચને આધારે જો એ શેરમાં રોકાણ કરવામાં આવે તો જોખમ એકદમ ઘટી જાય છે આ રીસર્ચ બાદ આપણે એ પણ નક્કી કરી શકીએ કે એમાં શોર્ટ ટર્મ રોકાણ કરવું કે લોંગ ટર્મ માટે

શેરદલાલો પોતાના ગ્રાહકો માટે કંપનીના રીસર્ચ રીપોર્ટ તૈયાર કરતા હોય છે બેંકો પણ લોન આપતા પહેલા પોતાના નાણાની સલામતી માટે આવા રીસર્ચ રીપોર્ટ તૈયાર કરતી હોય છે મ્યુચ્યુઅલ ફંડ પણ કંપનીને ઊંડાણથી ઓળખવાનો પ્રયત્ન કરતા રહે છે આમ વિવિધ પ્રકારના સ્ટેક હોલ્ડર્સ જુદાં જુદાં કારણોસર રીસર્ચ રીપોર્ટ તૈયાર કરતા હોય છે

હવે મીડિયાને લીધે અને સેબીના નિયમોનુસાર સ્ટોક એક્સચેન્જ ના નિયમો અનુસાર આવા રીપોર્ટ નાના નાના રોકાણકારોને પણ સહેલાઈથી ઉપલબ્ધ થાય છે અને એથી જ આવા રીપોર્ટ કઈ રીતે વાંચવા એ જાણવું યોગ્ય રહેશે

રીસર્ચ રીપોર્ટને ત્રણ ભાગમાં વહેચી શકાય ૧) હિસ્ટ્રી ઓફ કંપની ૨) પ્રોજેક્શન ઓફ કંપની ૩) ઇકોનોમિક સિનારિયો આ ઇકોનોમિક સિનારિયો ને પાછા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એમ બે ભાગમાં વહેચી શકાય

હિસ્ટ્રી ઓફ કંપની અર્તગત કંપનીનું છેલ્લા પાંચ વર્ષ કે દસ વર્ષનું પર્ફોમન્સ કેવું રહ્યું એ જાણી શકાય એથી કંપની કેટલા વર્ષથી બજારમાં છે એ પણ જાણી શકાય સ્વાભાવિક નવી કંપનીમાં જોખમ વધુ લાગે અને જૂની કંપની પર વિશ્વાસ થોડો વધારે આવે હિસ્ટ્રી દ્વારા કંપનીના મેનેજમેન્ટ ની ક્વોલીટી નો પણ ખ્યાલ આવે છે એમની મેનેજમેન્ટ ફિલોસોફી અને અન્ય નીતિરીતી નો અંદાજ આવે છે અને એથી આ કંપની પર કેટલો વિશ્વાસ કરી શકાય એનો અંદાજ આવી શકે

પ્રોજેક્શન ઓફ કંપની પરથી કંપનીના ભાવી પ્લાન નો ખ્યાલ આવે છે કંપની કેટલી એક્સ્પાંડ થઇ શકે છે એ જાણી શકાય જો કંપનીનો કોઈ એકસ્પાન્શન પ્લાન ના હોય તો વેચાણ વધી વધીને કેટલું વધશે એની પણ જાણ થઇ શકે છે અને જો વેચાણ વધવાનું ના હોય તો નફાશક્તિ પણ નહિ વધે અને એથી શેરના ભાવ વધવાના ચાન્સ પણ ઘટશે એવું તારમ્ય કાઢી શકાય

હવે આ પ્રોજેક્શન રીયાલીસ્ટીક છે કે હવામહેલ એ પણ જાણી લેવું મહત્વનું છે કંપનીને જો લોન જોઈતી હોય તો એ રોઝી પિક્ચર બનાવી શકે છે મૂડી ઉભી કરવા અને એપણ તગડા પ્રીમિયમે પણ રોઝી પિક્ચર તમારી સામે આવી શકે છે આમ પ્રોજેક્શન રીયાલીસ્ટીક હોય એ જોવું આવશ્યક છે

કંપની જો એક્સપોર્ટ પર અવલંબિત હોય તો આંતરરાષ્ટ્રીય ઘટનાઓ પર એનું ભાવી નક્કી થશે અને રૂપિયાની આંતરરાષ્ટ્રીય સ્થિતિ કેવી રહેશે એનો તાગ મેળવવો રહ્યો અથવા જો એને માટે માત્ર ડોમેસ્ટિક માર્કેટ જ પૂરું હોય તો રાષ્ટ્રીય ઘટનાઓ પર એના ભાવી વિષે વિચારી શકાય રાષ્ટ્રીય ઘટના એટલે રાષ્ટ્રમાં પ્રવર્તમાન સ્થિતિ જેમેકે જો કોઈ મોટો પ્રોજેક્ટ હોય તો પર્યાવરણ ખાતા ની મંજુરી મળશે કે નહિ અથવા જમીન સંપાદનમાં રાજ્યની નીતિ શું છે સરકારની નીતિ શું છે એના આધારે એના પ્રોજેક્ટને કેટલો સમય લાગશે એનો અંદાજ લાગાવી શકાય અને એ મુજબ રોકાણનો નિર્ણય લઇ શકાય

આ રીસર્ચ કરવા માહિતીઓ કઈ રીતે મેળવવી ?

કંપનીનો વાર્ષિક અહેવાલ અને ઓડીટર નો રીપોર્ટ કંપનીના પર્ફોમન્સની માહિતી મેળવવા માટે શ્રેષ્ઠ માધ્યમ છે આ અહેવાલ સ્ટોક એકસચેન્જની વેબ સાઈટ પર મુકવો કંપની માટે ફરજીયાત છે એથી દરેક ભાવી રોકાણકાર એ ગમેત્યારે વાંચી શકે છે આ ઉપરાંત સેબીના માર્ગદર્શન અનુસાર અને સ્ટોક એકચેન્જ ના નિયમો મુજબ કંપનીમાં બનતી મહત્વની ઘટનાઓ બદ્દલ માહિતીઓ એક્ચેન્જને કંપનીએ જણાવવી પડતી હોય છે જે માહિતીઓ એક્ચેન્જના સત્તાવાર વેબ્સાઈટ પર ઉપલબ્ધ હોય છે મીડિયામાં પણ ઘણી માહિતીઓ આવતી રહેતી હોય છે

મીડિયાની માહિતીઓ કેટલી સાચી કેટલી પેઈડ હોઈ શકે એ જાણવું જરૂરી છે કારણકે અમુક માહિતીઓ પેઈડ હોઈ શકે છે અને ખાનગી મીડિયા અંગે કશું કહી ના શકાય આ માટે મીડિયાની માહિતી સત્તાવાર માહિતીઓ જોડે સરખાવી શકાય આમ માત્ર મીડિયાની માહિતી પર ભરોસો મૂકી શકાય નહિ

સામાન્ય રીતે નાના રોકાણકારોને કંપનીની અમુક રોકાણ નક્કી કરવા બદ્દલની માહિતીઓ ખુબ મોડી મળતી હોય છે એથી ત્યાં સુધીમાં કંપનીના શેરના ભાવ ઘણા વધી ગયા હોય છે એથી એ શેર મોંઘો પડે એવી શકયતા આવી ને ઉભી રહે અથવા કંપનીની નકારત્મક માહિતી મોડી મળે તો ત્યાં સુધીમાં કંપનીના ભાવ ગગડી ગયા હોય અને રોકાણકારને નુકશાન જાય એવું બની શકે એથી નાના રોકાણકારે કંપની અંગે માહિતી ભેગી કરતા એ કેટલી જૂની છે કે લેટેસ્ટ છે એનું ધ્યાન રાખવું જરૂરી છે

માહિતી જૂની થઇ ગઈ છે કે નવી તાજી છે એ જાણવા એ સમયે કંપનીના શેરના એકાદ બે મહિના પહેલાના ભાવ જોઈ લેવા એમાં અચાનક જમ્પ હોય તો માહિતી જૂની થઇ છે એમ કહી શકાય ખાસ વધઘટ ના હોય તો એ માહિતી તાજી હોવાની શક્યતા છે આમ આ એક પ્રકારે માહિતી જૂની છે કે તાજી એ જાણી શકાય

ટેકનીકલ એનાલીસીસના આધારે થતા રીસર્ચ રીપોર્ટ મોટાભાગે શોર્ટ ટર્મ માટેના જ હોય છે કારણકે ટેકનીકલ એનાલીસીસમાં બજારમાં શેરનું વોલ્યુમ જોવાય છે કેટલા શેર વેચાવા આવ્યા અથવા કેટલા ખરીદદારો નવા આવ્યા એના અભ્યાસના આધારે અહેવાલ તૈયાર થતા હોય છે જે ચાર્ટ ના આધારે થતા હોય છે

ટેકનીકલ એનાલીસ્ટ જયારે આપણને સ્ટોપ લોસ મૂકી ખરીદવાની સલાહ આપે ત્યારે એનો અર્થ આપણો સંભવિત લોસ ઘટાડવાનો હોય છે સાથે સાથે આપણે વધુ જોખમ ના લેવું એ પણ હોય છે ઉપરાંત ભવિષ્યમાં ભાવ ઘટી પણ શકે એવો અર્થ પણ હોઈ શકે આમ ટેકનીકલ એનાલીસ્ટ ના રીસર્ચ ટુંકા ગાળાના હોય છે જે શેરબજારમાં ટ્રેડીંગ કરનારા ને ઉપયોગી થાય છે પણ લાંબાગાળાના રોકાણકારો માટે તો કંપની રીસર્ચ રીપોર્ટ જ મહત્વના હોય છે અને શેર બજારમાં લાંબા ગળાના રોકાણકારો જ ફાવે છે ટુંકા ગાળા માટે રોકાણકારના પૈસા ટુંકા ગાળામાં જેટલા વધે એટલા પ્રમાણમાં ઘટવાના ચાન્સ પણ વધુ હોય છે એટલેકે જોખમ વધુ રહે છે

આમ કંપની રીસર્ચ રીપોર્ટ રોકાણ માટેનું ઉત્તમ મટીરીયલ છે આ રીસર્ચ રીપોર્ટ દરેકને ઉપલબ્ધ થાય જ એવું નથી પણ રોકાણકારે આ પ્રમાણે પોતાનું થોડુંઘણું સંશોધન કરવું જોઈએ એટ લીસ્ટ એ જાણવા કે કંપની સારી છે કે નહિ નફો રળતી રહી છે કે નહિ અને મેનેજમેન્ટ ચોર છે કે સારું છે અને જો પ્રોજેક્શન ઉજળું હોય તો એના ભાવ વધવાના જ અને જોખમ ઘટવાનું જ એમાં શંકા નથી

આમ ઉપરની માહિતીને આધારે નાના રોકાણકારોએ રોકાણ કરતા પહેલા કંપની વિષે કઈ કઈ શક્ય હોય એ માહિતીઓ મેળવવી એનો ખ્યાલ આવશે કે જેથી જોખમ ઓછુ થાય.

નરેશ વણજારા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED