શેર કે સોનું કે બેંક ડીપોઝીટ કે પીપીએફ ?
આરબીઆઈ હેન્ડબુક ઓફ સ્ટેટીસ્ટીકસ ઓન ઇન્ડિયન ઈકોનોમી અને મુંબઈ સ્ટોક એકચેન્જના આંકડા જોઈએ અને સરખાવીએ : આ આંકડા ૩૧-૩-૧૯૮૧ થી ૩૧-૩-૨૦૧૭ના છે
૩૧-૩-૧૯૮૧માં મોંઘવારીનો આંક ૧૦૦૦ હતો એ વધીને ૩૧-૩-૨૦૧૭માં થયો ૮૪૯૮ એટલેકે વાર્ષિક ૬.૩૦% ના સીએજીઆર દરે વૃદ્ધિ સીએજીઆર નો અર્થ ક્યુમુલેટીવ એન્યુઅલ ગ્રોથ રેટ
હવે સોનાનો ભાવ જોઈએ ૩૧-૩-૧૯૮૧માં હતો દસ ગ્રામના રૂ ૧૫૨૨ જે વધીને ૩૧-૩-૨૦૧૭માં થયો ૨૯૬૫૧ એટલેકે સીએજીઆર થયો ૮.૪૮% ના દરે વૃદ્ધિ
બેંક ફિક્સ ડીપોઝીટનો દર જોઈએ તો ૧૦૮૫ની ફિક્સ ડીપોઝીટ વ્યાજ પાછું ફિક્સમાં મુકતા વધીને થયા રૂપિયા ૨૧૭૯૦ જે થયા ૮.૭૦% સીએજીઆર દરે વૃદ્ધિ આટલા વર્ષોમાં વ્યાજના દર ૮ ટકા થી વધુ જ રહ્યા માત્ર ૩૧-૩-૦૩ થી ૩૧-૩-૦૬ વચ્ચે ૫ ટકા થી ૬ ટકા રહ્યા હાલ વ્યાજ દર ૭%થી નીચે ગયો છે એ નોંધી લો
પબ્લિક પ્રોવિડંડ ફંડમાં ૩૧-૩-૧૯૮૧માં રૂપિયા ૧૦૮૦ નું રોકાણ વધીને થયું છે ૩૧-૩-૨૦૧૭માં ૩૧૯૦૦ રૂપિયા જેમાં ૩૧-૩-૧૯૮૭ થી ૩૧-૩-૨૦૦૦ સુધી ૧૨% વ્યાજ હતું અને ૮% થી વધુ જ દરે આ રકમ વધી છે આમાં સીએજીઆર ૯.૯૦% ના દરે વધારો થયો
હવે જોઈએ મુંબઈ સ્ટોક એક્સચેન્જ ના સેન્સેક્સના આંકડા ૩૧-૩-૧૯૮૧માં સેન્સેક્સ હતો ૧૭૩ જે વધતા વધતા ૩૧-૩-૨૦૧૭માં થયો ૨૯૬૨૧ જે ૧૫.૦૭% સીએજીઆર દરે વૃદ્ધિ સૂચવે છે આમાં સેન્સેક્સ ની વધઘટ પણ આવી ગઈ મંદી તેજી બંને આવરી લેવાયા
હવે આ ઉપરના આંકડાઓ મોંઘવારી સાથે સરખાવીશું તો ખ્યાલ આવશે કે સેન્સેક્સ મોંઘવારી સામે રક્ષણ આપી વધ્યો છે મોંઘવારી ૬.૩૦% દરે વધી પરંતુ સેન્સેક્સ ૧૫.૦૭ ટકા દરે વધ્યો એનો અર્થ શેરમાં રોકાણ મોંઘવારી ને બીટ કરે છે એની સામે ટક્કર ઝીલે છે અને મૂડી સાચા અર્થમાં વધે છે
બેંક કે પીપીએફના વ્યાજ દર સરકાર મોંઘવારી ના પ્રમાણમાં વધારો ઘટાડો કરતી રહે છે પરંતુ એ વધારો નજીવો છે આ થઇ બેંક ડીપોઝીટ જોડે સરખામણી હવે સોનામાં જોઈએ
સોનાનો ભાવ દસ ગ્રામ દીઠ વધીને ૨૯૬૫૧ થયો જે ૮.૪૮% સીએજીઆર દરે વધ્યો અને મોંઘવારી ૬.૩૦% દરે વધી આનો અર્થ સોનું મોંઘવારીના સપ્રમાણમાં વધે છે એમ કહેવાય છે કે એક મધ્યમવર્ગ નો મહિનાનો ખાવાપીવાનો ખર્ચ જે હોય એટલો ભાવ સોનાના દસ ગ્રામનો હોય છે આનો અર્થ જ સોનું મોંઘવારી ના સપ્રમાણમાં વધે છે સોનાના ભાવ ખાસ નીચે જતા નથી
જયારે દેશના અર્થતંત્રમાં મંદી હોય ત્યારે શેરબજારમાં મંદી હોય છે અને ત્યારે સોનામાં તેજી હોય છે અને જયારે અર્થતંત્રમાં તેજી હોય ત્યારે સોનાના ભાવમાં સહેજ મંદી હોય છે આમ શેરબજાર અને સોના ના ભાવ વિરોધી દિશામાં વધેઘટે છે
શેરબજારમાં શેરના ભાવ વધે છે એટલેકે મૂડી વૃદ્ધી થાય છે પરંતુ ડીવીડન્ડ નું વળતર બજાર ભાવના ૧.૫%થી ૪.૫૦% સુધીનું હોય છે અને કંપની પ્રમાણે જુદું જુદું હોય છે શેરમાં બોનસ શેર મળવાની પણ શક્યતા રહેલી છે જે મૂડી વૃદ્ધી દર્શાવે છે
સોનાને બેન્કના લોકરમાં સંગ્રહી રાખવું પડે છે એમાંથી કોઈ આવક થતી નથી જયારે શેરમાં નફો થતા એને બજારમાં વેચી આવક ઉભી કરી શકાય છે એ આવકને બીજી કોઈ ઓછા ભાવની કંપનીમાં રોકાણ કરી શકાય છે જયારે સોનું વેચી શકાતું નથી આપણી માન્યતા એ છે કે સોનું તો સંકટ કાળે જ વેચાય એથી એમાં રોકાણ કોઈ વળતર મળતું નથી સોનું વેચતા એમાં થોડું ઓછું સોનાનો ભાવ ઘટ તરીકે કાપી લેવાય છે ખાસ તો મજુરી નો ભાવ મળતો નથી
એ સાચું છે કે સેન્સેક્સ કરતા અમુક અન્ય કંપનીમાં વધારે દરે રીટર્ન મળી શકે છે એથી જો કંપની પંસદ કરતા આવડે તો આ ૧૫% ને બદલે ૨૦% પણ છૂટે અને સાથે સાથે એ પણ સાચું છે કે શેરમાં નુકશાન પણ થઇ શકે નકારત્મક વળતર પણ મળી શકશે જો ખોટી કચરો કંપનીમાં શેર રોકાણ કર્યું તો અને એથી કઈ કંપનીના શેરના ભાવ વધશે અને કઈ કંપનીના ભાવ ઘટશે એનું સંશોધન કરવું જરૂરી છે એને માર્કેટ રીસર્ચ કહે છે આ સેવા પણ બજારમાં મળી રહે છે શેર દલાલના અથવા એવા ઘણા રીસર્ચ હાઉસ હોય છે જે રોકાણકારોને પોતાના રીસર્ચ રીપોર્ટ તૈયાર કરી વેચે છે
ઉપરના આંકડાઓ જોઇને પ્રશ્ન એ ઉદ્દભવે કે તો શું માત્ર શેરમાં જ રોકાણ કરવું જોઈએ ?
તો જવાબ છે ના માત્ર કુલ બચતના ૩૦% જ શેરમાં રોકાણ કરવું જોઈએ કારણકે એ સૌથી વધુ જોખમી છે તો જોખમ ને ઘટાડવા અને સલામતી વધારવા અન્ય પ્રોડક્ટમાં પણ રોકાણ કરતા રહેવું જોઈએ વળી શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યુ થી પણ રોકાણ કરતા રહેવું જરૂરી છે આપણને નજીકના ભવિષ્યમાં પૈસાની જરૂર હોય તો શેરબજારમાં રોકાણ ના કરાય કારણકે એમાં ભાવ ક્યારે વધે અને ક્યારે ઘટે એટલે કે ક્યારે તેજી શરુ થાય અને ક્યારે મંદી એ આપણે જાણી ના શકીએ માટે આવા સમયે બેંક ફિક્સ ડીપોઝીટ જ ત્રણ વર્ષ પાંચ વર્ષ માટે કામ આવે છે અહી સલામતી લગભગ સો ટકા જેટલી છે અને મૂડી નું ધોવાણ નથી પબ્લિક પ્રોવીડંડ ફંડ માં પંદર વર્ષનો લોકઇન પીરીયડ છે પરંતુ છ વર્ષ બાદ અમુક રકમ ઉપાડવાની સવલત છે તો એ કેટલા ઉપાડી શકાય એ જાણી એમાં રોકાણ કરી શકાય પરંતુ મારો અંગત મત એવો છે કે પબ્લિક પ્રોવીડંડ ફંડ માંથી પૈસા ઉપાડવા ના જોઈએ અને પંદર વર્ષ રોકાણ કરતા રહેવું જોઈએ કારણકે એ રીટાયરમેન્ટ માટે નું આકર્ષક રોકાણ છે
આપણે અહી પ્રોપર્ટી માં રોકાણની વાત જ નથી કરતા કારણકે એમાં રોકાણ માટે ઘણા પૈસા જોઈએ અને પ્રોપર્ટીમાં રોકાણ માત્ર શ્રીમંતો ને જ પોસાય વળી એની જાળવણીનો ખર્ચ પણ આવે જ છે હા રહેવા માટે ઘર જોઈતું હોય તો લોન લઈને પણ એ ઘર ખરીદવું જરૂરી બની જાય છે ત્યારે બચત જ કામ આવે છે અને આ બચત જો શેરમાં કરી હોય તો વધારે વળતરથી રોકાણ બને છે એથી લોન ની રકમ ઘટે છે શેર વેચીને જરૂરી હોય એ રહેવા માટે ઘર લઇ શકાય
તો શું સોનામાં રોકાણ ના કરવું જોઈએ ?
ના એવું નથી કે સોનામાં રોકાણ ના કરવું જોઈએ સોનું ખરીદો પણ એ પત્નીના ઘરેણાં રૂપે જ ખરીદો ભલે એમાં ઘડામણ ખર્ચ ઉમેરાય એથી પત્નીને પહેરવા કામ લાગશે અને પત્ની ખુશ પણ રહેશે પરંતુ સોનું સોનાની લગડી કે બિસ્કીટ રૂપે ખરીદવાની જરૂર નથી હા તમે હાલમાં જ સરકારે બહાર પાડેલ ગોલ્ડ બોન્ડ્સ માં રોકાણ કરી શકો ગોલ્ડ બોન્ડ્સ પર અઢી ટકા વ્યાજ પણ મળે છે અને સાથે સાથે એની સામે લોન પણ મળે છે તો બંને રીતે એ ઉપયોગી થઇ રહે છે સોનાને તમે હવે બેંકમાં સિક્કા રૂપે પણ જમા કરી શકો છો અને એ તમને બેંક પાસબુકની જેમ બેંક એન્ટ્રી કરી આપશે જેની સામે બેંક પણ વ્યાજ આપે છે લગભગ ૧ થી સવા ટકો વ્યાજ બેંક આપે છે આ સરકારની નવી સ્કીમ છે ગોલ્ડ બોન્ડ્સ તમે બજારમાં વેચી પણ શકો છો એનો શેરબજારમાં ભાવ બોલાય છે જેમાં વધઘટ થતી રહે છે આંતરાષ્ટ્રીય બજાર ભાવે એમાં વધઘટ થતી રહે છે તો એમાં લેવેચ કરી શકાય અન્યથા તમારું સોનું બેંક લોકરમાં પડ્યું રહે જેનો કોઈ અર્થ નથી સરતો
બેંક ફિક્સ ડીપોઝીટ પણ ઉપયોગી છે એની સામે તમને બેંક ૭૫ ટકા થી ૮૫ ટકા ઓવરડ્રાફ્ટ સવલત આપે છે એટલે કે લોન મળે છે જે ઈમર્જન્સીમાં ઉપયોગી છે એના પર ફિક્સ ડીપોઝીટ પર જે વ્યાજ બેંક આપે એના કરતા બે ટકા વધુ વ્યાજે આ ઓવરડ્રાફ્ટ સવલત હોય છે અને જેટલો ઓવરડ્રાફ્ટ લીધો હોય એના પર જ વ્યાજ લાગે છે આમ દરેક રોકાણના પોતાના ફાયદા અને ગેરફાયદા છે તો આપણે ફાયદા થતા હોય એટલું રોકાણ કરવું અને વધુ વળતર માટે શેરમાં જ રોકાણ બેસ્ટ છે એથી કુલ બચતના ૩૦ ટકા સુધીનું રોકાણ શેરમાં કરવાથી ફાયદામાં રહેવાય છે અને સામે એવરેજ રીટર્ન એથી બેંક ફિક્સ ડીપોઝીટ કરતા વધુ છૂટે છે