Premni Safar - 5 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની સફર - 5

આગળ આપણે જોયુ કે ખંજ પહેલી વાર દારુ પીને ઘરે આવ્યો છે અને નશાની હાલતમાં પોતાના પિતા સાથે ગેરવર્તન કરે છે… આટલુ જ નહી તે પોતાના અને ચિત્રાના તૂટેલા સંબંધો માટે પોતાના પિતા ને જીમ્મેદાર ગણાવે છે…

ખંજ નશાની હાલત માં હસતો હસતો પોતાના ઘર તરફ વળ્યો.પરંતુ, પોતાની પાછળ દયાબેન અને રોહિતની આંખોમાં વિશ્વંભર માટે અનેક સવાલો મુકતો ગયો. દયાબેન અને રોહિત પ્રશ્નોથી ભરેલી આંખો સાથે વિશ્વંભરને જોઈ રહ્યા.

વિશ્વંભર પોતાના દીકરા સામે જોઈ રહીને જ બોલ્યા છે,"હા દયા તારા પુત્રની આ દશાનો જિમ્મેદાર તારો જ આ પતિ છે." વિશ્વંભરના શબ્દો સાંભળીને રોહિત અને દયાબેન સ્તબ્ધ થઇ ગયા. વિશ્વંભર કંઈ બોલે કે દયાબેન કંઇક પૂછે એ પેહલા ઘરમાંથી કંઇક તૂટવાનો અવાજ સંભળાયો અને ત્યાં ઉભેલા ત્રણેવ દોડીને ઘરમાં પ્રવેશ્યા, પ્રવેશતાની સાથે જ જમીન પર પડેલા અને ઉભા થવાની કોશિશ કરતા ખંજને તથા ખંજથી થોડે દૂર તૂટેલી પડેલી ખંજ અને વિશ્વંભરની તસ્વીર જોઈ.

ખંજને ઉભો કરી રોહિત તેને તેના રૂમમાં લઇ ગયો. જયારે રોહિત ખંજને તેના બેડ પર સુવડાવી રહ્યો હતો ત્યારે પણ ખંજ બસ ચિત્રાનું નામ જ રટી રહ્યો હતો.

રોહિતે જયારે ખંજને સુવડાવી રૂમની બહાર જવા પગ ઉપાડ્યા ત્યારે અચાનક ખંજે તેનો હાથ પકડીને તેને રોકી લીધો અને કરગરતો હોઈ એમ અને પૂછવા લાગ્યો,"ચિત્રા મને ક્યારેય માફ નહિ કરેને ?..." અને પછી પોતે જ જવાબ આપે છે,"અને કરવો પણ ના જોઈએ મારા જેવા વ્યક્તિને માફ.. આખરે બે જ તો વસ્તુ એણે માંગી હતી… વફાદારી અને પ્રેમ જે બંને હું ના આપી શક.." વાક્ય પૂરું કર્યાં પેહલા જ ખંજ બેભાન અવસ્થામાં સુઈ ગયો.

ખંજના રૂમના દરવાજે ઉભેલા વિશ્વંભર અને દયાબેન ખંજને બેચેન અને દુઃખી થઇ પળ પળ ઘૂંટાતો જોઈ રહ્યા. પરંતુ હવે રોહિતનો ગુસ્સો સાતમા આકાશે પોહચી ચુક્યો હતો.પોતાના ખુશ મિજાજ એવા મિત્ર ખંજની હાલતના જિમ્મેદાર તેના પિતા વિશ્વંભરને હવે કેટલાક સવાલોના જવાબ આપવાના હતા. વિશ્વંભર અને દયાબેન હોલના સોફા પર દુઃખી હાલતમાં બેઠા હતા.પોતાના બંને હાથ માં મોં છુપાવીને વિશ્વંભર નિસાસા નાખી રહ્યા હતા. ગુસ્સામાં ઝડપથી ચાલી રોહિત વિશ્વંભરની એકદમ સામે ઉભો રહી ગયો અને એજ ગુસ્સામાં અવાજ ઊંચો કરીને તેને વિશ્વંભર સામે સવાલ ફેંક્યો,"શું કર્યું છે તમે એવું uncle કે મારા હસતા રમતા મિત્રની આંખોનું તેજ છીનવાઈ ગયું?". રોહિતનો ગુસ્સો શાંત કરવા દયાબેને તેને કહ્યું, "અત્યારે તું શાંત થઇ જ રોહિત તારા ઘાવમાંથી લોહી નીકળે છે ચાલ હું તને પાટાપિંડી કરી આપું.. પછી તારા અને મારા દરેક સવાલોના જવાબ વિશુએ આપવાના છે." દયાબેન હંમેશા વિશ્વંભરને વિશુ કહીને જ બોલાવતા.

પરંતુ અત્યારે રોહિતને પોતાના શરીરના ઘાવ કરતા પોતાના જીગરી જાન ભાઈ જેવા મિત્ર ખંજના હ્દય પર પડેલા ઘાવોની ચિંતા હતી.રોહિતનો ગુસ્સો હજુ એટલો જ હતો તેને દયાબેન સાથે જવા નકારમાં માથું હલાવ્યું અને ફરી વિશ્વંભર સામે જોઈ બોલ્યો, "બોલો uncle શું કર્યું છે તમે ખંજ સાથે ? પ્લીઝ કંઇક તો બોલો. તમે અને હું બંને જાણીયે છીએ કે ખંજની પાછલા એક વર્ષમાં જેકાંઈ હાલત થઇ છે એની પાછળનું મુખ્ય કારણ ચિત્રાનું તેની જિંદગીથી દૂર જવું છે… અને પેહલા દિવસથી હું જાણું છું કે ખંજ ચિત્રાને પ્રેમ કરવાનું ક્યારેય છોડી શકે એમ નથી. એટલે જયારે એણે એવું કહી ચિત્રાને છોડી કે તેને હવે ચિત્રા પ્રત્યે પેહલા જેટલો પ્રેમ નથી ત્યારે જ હું સમજી ગયો હતો કે તેના અને ચિત્રાના અલગ થવા પાછળ કંઇક જુદુંજ કારણ જવાબદાર છે… આજે હું જવાબ લીધા વગર નહિ જાવ… બોલો uncle.... જવાબ આપો".

એક ઊંડો નિસાસો નાખી વિશ્વંભરે કહ્યું," આજે માત્ર તારા જ નહિ પરંતુ મારી દયાના સવાલોના પણ જવાબ આપવાના છે...."દયાબેન અને રોહિત સામે વારાફરતી નજર નાખી વિશ્વંભરે બોલવાનું ચાલુ કર્યું," આજથી લગભગ એક વર્ષ પેહલાની વાત છે..એક દિવસ ઓફિસમાં અચાનક કોઈક ફાઈલ મળતી ન હતી.. મેં ખંજને ફોન લગાવ્યો… ખંજએ જયારે વાત પુરી કરી એ પોતાનો ફોન કાપતા ભૂલી ગયો અને મેં એક છોકરીનો અવાજ સાંભળ્યો.… ખંજ ને ઘણી છોકરીઓ મિત્ર છે આથી મેં જેવો ફોન મુકવા ગયો મેં ખંજને છોકરીને i love you કહેતા સાંભળ્યો… હું કંઈ પણ વિચારું કે ખંજને ફરી ફોન કરી પૂછું એ પેહલા પ્રિયા ઓફિસ માં આવી… મેં તેને ખંજ અને પેલી છોકરીની વાત કરી ત્યારે પ્રિયાએ મને જણાવ્યું એ છોકરી ચિત્રા છે… જે ખંજને ફસાવી રહી છે… તેના પિતા મૃત્યુ પામી ચુક્યા છે.. અને પૈસા માટે તેણી ખંજને ફસાવે છે..પછી પ્રિયાએ ચિત્રા અને કેટલાક છોકરાવના ફોટોસ મને બતાવ્યા… પ્રિયાની વાત પર ભરોસો કરી મેં ચિત્રાની ફેમિલી વિશે જાણકારી મેળવી… તો ચિત્રા ના પિતા મૃત્યુ પામ્યા છે અને તેઓ સામાન્ય જિંદગી જીવે છે એની મને ખબર પડી... કંઈ પણ બીજું વિચાર્યા વગર મેં ખંજને બોલાવ્યો..."

આટલું બોલતા જ વિશ્વંભર વિચારમાં ખોવાઈ ગયા જાણે એ દિવસની ઘટના યાદ કરતા હોઈ..." ખંજ મારી કેબીનમાં આવ્યો.. તે દિવસે ખંજ ખુબ ખુશ હતો ને શાયદ એ દિવસ પછી આજ દિન સુધી મેં એને ક્યારેય ખુશ નથી જોયો… ખંજને જોઈ ને મેં માત્ર એક જ સવાલ પૂછ્યો ખંજ દીકરા તારા પિતા તારી પાસે કશુ માંગે તો શું તું આપીશ?.. એને પળવાર વિચાર્યા વગર મને હા પાડી દીધી...મેં એને માત્ર એટલું કહ્યું જો તું મને અને તારી માં ને પ્રેમ કરતો હોઈ તો તને અમારા પ્રેમના સોંગંધ છે છોડી દે ચિત્રાને હંમેશા માટે… અને મારુ આ માંગવું જ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી..."

દયાબેન અને રોહિત સ્તબ્ધ બનીને જોઈ રહ્યા કે જે વિશ્વંભર પોતાના લાડકવાયા દીકરા માટે વસ્તુ લેવા કોઈકના ઘર સુધી જઇ આવતા એ જ પિતાએ ખંજની સૌથી કિંમતી વસ્તુ ખંજનો પ્રેમ ચિત્રા જ છીનવી લીધી.

વિશ્વંભરે બોલવાનું ચાલુ રાખ્યું," આજ પણ મને યાદ છે મારી આ વાતથી આઘાત અનુભવી ખંજ બે કદમ પાછળ ખસીને ખુરશીનાં સહારે ઉભો રહીને બોલ્યો હતો.."પપ્પા ચિત્રા સારી છોકરી છે હું નથી જાણતો કેમ અને ક્યારે તમને ખબર પડી પરંતુ એના જેવી છોકરી તમે મારી માટે નહિ ગોતી શકો"...અને મારા અહંકારમાં મેં એને કહેલું કે બાપ છું હું તારો તારા માટે સારું શું ને ખરાબ શું એનો નિર્ણય હું કરીશ તું નહિ… તું હવે ક્યારેય ચિત્રાને નહિ મળે અને આજ મારો અંતિમ નિર્ણય છે ક્યાં તો ચિત્રા ક્યાં તો માતા પિતા તું જ નિર્ણય કરી લે… અને ખંજએ મને માત્ર એટલું જ કહેલું,"પપ્પા ચિત્રાએ મને હંમેશા કીધું છે કે તારા માતા પિતા પેહલાને પછી હું આવીશ… શાયદ આજ એની વાત માનીને હું એને હંમેશા માટેનું દુઃખ આપવા જઇ રહ્યો છું… તમારા માટે હું એને છોડી રહ્યો છું પરંતુ યાદ રાખજો પપ્પા શાયદ તમારા ખંજની જિંદગી માંથી માત્ર ચિત્રા જાય છે તેના પ્રત્યેનો મારો પ્રેમ નહિ… સાથે જ તમારી જિંદગીમાં તમારો ખંજ રહેશે પણ શાયદ તેનો કોઈ હિસ્સો ચિત્રા સાથે જતો રહેશે."...આટલું કહી ને ખંજ ત્યાંથી જતો રહ્યો હતો… હું જાણતો ન હતો કે હું માત્ર ચિત્રાને જ નહિ સાથે મારા હસતા રમતા ખંજને પણ દૂર કરી રહ્યો છું..."

વિશ્વંભર દયાબેન પાસે જઇ બોલ્યા,"દયા હું ખરેખર નોહ્તો જાણતો કે ખંજ અને ચિત્રા એક બીજાને આટલો પ્રેમ કરે છે.. અને ખંજ પરના ગુસ્સાના લીધે મેં તેની સગાઇ પ્રિયા સાથે કરાવી દીધી… પરંતુ પછી જયારે મને ખબર પડી કે ચિત્રા નહિ પરંતુ પ્રિયા જ પૈસા માટે ખંજ પાછળ હતી.. ત્યારે મેં ચિત્રાની પૂરતી તાપસ કરાવી..અને મેં જાણ્યું કે ખંજ સાચું કેહતો હતો ચિત્રા જેવી છોકરી એને ક્યારેય નહિ મળે...મને માફ કરી દે દયા મારી એક ભૂલના કારણે તારા ખંજની આજે આ હાલત છે..".વિશ્વંભર આગળ કંઈ પણ બોલે એ પેહલા એક તીવ્ર તમાચો તેના ગાલ પર પડ્યો. ગુસ્સામાં લાલ થઇ ગયેલા દયાબેને આજ તેના પતિને નહિ પરંતુ તેના પુત્રના જીવનમાં આવેલા દુઃખ પાછળ જવાબદાર વ્યક્તિને તમાચો માર્યો હતો.

શું થશે હવે આગળ?? શું કહેશે દયાબેન વિશ્વંભરને?? શું એક માતા તેના પુત્રના ગુનેગારને સજા આપશે? શું વળાંક લેવાની છે આ રાત?… જાણવા વાંચતા રહો પ્રેમ ની સફર.

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED