Prem ni Safar - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની સફર - 3

અગાઉ આપણે જોયું કે ખંજ પોતાની દિલની વાત કહે અને એ છોકરીનું નામ કહે જે તેના દીલ માં વસે છે, ખંજ ને કોઈએ પાછળ થી બહોંપાસ મા જકડી લીધો હવે આગળ......

બધા જ મિત્રો આશ્ચર્ય સાથે પેલી છોકરી ને અને તેના આલિંગન માંથી છુટવા મથતાં ખંજ ને જોઈ રહ્યા હતા. ચિત્રા બસ જોતી જ રહી ગઈ ખંજ ને વળગીને ઉભેલી એ છોકરીને. એ છોકરી બીજું કોઈ નહીં પ્રિયા હતી. પ્રિયા અને ખંજ ના પિતા સારાં મિત્રો હતા. બાળપણથી જ પ્રિયા ખંજ ને પસંદ કરતી હતી આ વાત કોઈનાથી છૂપી નહોતી. પરંતુ બધા એ પણ જાણતા હતા કે પ્રિયા ખંજને નહિ તેની પાસે રહેલા અઢળક ધનને પે્મ કરતી હતી. ત્યાં ઉભેલા બધા જ ખુદ ખંજ પણ એ અવઢનમા હતો કે પ્રિયા ને આ reunion ની વાત કેવી રીતે ખબર પડી?!!! પરંતુ હવે કંઈ થઇ શકે એમ ન હતું. અંતે મહા મેહનતે ખંજ પ્રિયા ને પોતાના થી અળગી કરી શક્યો.

પ્રિયાએ બધા ને જોઈ ને શિકાયત કરતા કહ્યું, "મને તો કોઈએ જાણ સુધા નોહતી કરી આતો પરમ નો call આવ્યો ને મને ખબર પડી તો હું આવી ગઈ... " બધાં જ પરમ સામે ગુસ્સા થી જોઈ રહ્યાં ને પરમ ને સમજાયું કે તેણે કઈક ખૂબ મોટી ભૂલ કરી નાખી છે. પ્રિયા જાણી જોઈને ચિત્રા સામે ફરી બોલી, "જોયું ખંજુ તું ન કેય તો પણ તારું ને મારું ભાગ્ય આપણને મળાવી જ દેય છે. હું ને તું ક્યાં એક બીજા થી દૂર રહી જ શકીએ છે. . " આટલું કહી તેણીએ ખંજ ના ગાલ પર ચુંબન આપી દીધુ. તેણી માત્ર ચિત્રા ને જલન કરાવવા માન્ગતી હતી. જે પ્રિયાથી ખંજ ઘૃણા કરતો હતો તેને આજે પોતાની સાથે આ બધુ કરતા એ કેમ રોકતો ન હતો?? આ પ્રશ્ન માત્ર ચિત્રા જ નહિ પરંતુ ત્યાં ઉભેલા દરેક ના મન માં ઘૂમી રહ્યો હતો ત્યાં જ પ્રિયાએ ઘટવિસ્ફોટ કરતા કહ્યું, "ખંજ તે બધા ને આપણા સંબંધ વિશે કહી દીધુ ને?". આટલું કહી તેણીએ ચિત્રા સામે જોઈ ઘમંડી સ્મિત આપ્યું અને ખંજ ના હાથ માં હાથ પરોવી ઉભી રહી ગઈ. પ્રિયા તેણીના અને ખંજ ના સબંધ વિશે જે કંઈ બોલી એ સાંભળી ચિત્રાના પગ નીચેથી જમીન સરકી ગઈ. ચિત્રા બસ પથ્થરની મૂરતની જેમ ખંજને જેઇ રહી... કદાચ ખંજ બની રહી દરેક ઘટનાની કંઈક તો સમજૂતી આપશે... પરંતુ એવુ કંઈ ન બનયુ... અને હવે ચિત્રા એક પળ માટે પણ ત્યાં ઊભી રેહવા નોહતી માંગતી. તેણે નિશાને ત્યાંથી નીકળી જવા પૂછ્યું.... ચિત્રાની મનોદશા જાણતી નિશા રોહનને bye કહી ત્યાંથી રવાના થઈ. આખો રસ્તો ચિત્રા એ એક શબ્દ ઉચ્ચાર્યો નહોતો. અને નિશા એ પણ વાત ન કરવામાં જ ભલાઈ સમજી. ચિત્રા ની મનોદશા જાણતી નિશા તેણીની સાથે જ તેના ઘરે જતી રહી. ગાડી પાર્ક કરી ચિત્રાએ કોઈકને ફોન લગાવ્યો અને મુંબઈ જવાની ટીકીટ બુક કરાવી. નિશા બસ ચૂપચાપ સાંભળતી ચિત્રાની પાછળ તેના એપાર્ટમેન્ટની સીડીઓ ચડી રહી હતી. ઘરમાં જતા જ ચિત્રા પોતાના રૂમમાંથી પોતાનો સામાન લઈ બહાર આવી. ચિત્રાની પથ્થર થઈ ગયેલી આંખોમાં જાણે કોઈ ભાવ ન હતા. પોતાના પિતાના ગુજરી ગયા પછી તે પોતાની માતા સાથે રેહતી હતી . જ્યારે ચિત્રા ને મુંબઈ જોબ મળી તેણીની માં એ અમદાવાદ રેવાની જીદ સામે તેણી જુકી ગઈ હતી. પરંતુ આજે ઘર તરફ આવતી વખતે તેને કરેલો નિશ્ચય હવે તેણે પોતાની માં ને જણાવી દેવાનો હતો. ચિત્રાના હાથમાં સામાન અને આવી હાવભાવ વિહીન જોઈ તેની મમ્મીએ ચિત્રા ને પૂછ્યું, "ચિત્રું દીકરા તું તો એક અઠવાડિયું રોકવાની હતીને ?? આમ સામાન લઈ ને ક્યાં જઈ રહી છે?". ચિત્રાએ કોઈ ભાવ વગર માત્ર એટલું જ કહ્યું, "મમ્મી હું હંમેશાં માટે મુંબઈ જઈ રહી છું... હું તને એક મહિનાનો સમય આપી રહી છું તારા અહીંના બધાં જ કામ પતાવી દે... એક મહિના પછી જ્યારે હું નિશા ના લગ્નમાં આવીશ ત્યારે તને હંમેશાં માટે મારી સાથે મુંબઈ લઈ જઈશ. . હવે કોઇપણ જીદ ના કરતી હું ક્યારેય અહીં પાછી આવા નથી માંગતી... "આટલું બોલતાં પણ ચિત્રાના ચેહરા પર હજુ એવો જ ભાવ હતો પથ્થર જેવો. તેના ફોનમાં રિંગ વાગી અને તેણી બહાર નીકળી નીચે રાહ જોઈ રહેલી કારમા બેસી તેણી ત્યાંથી જતી રહી. . ચિત્રાની માં અને નિશા તુટીને વિખરાઈ ગયેલી ચિત્રાને જતા બસ જોઈ રહ્યા.... બીજી તરફ પ્રિયાએ કરેલી હરકતો પર ખંજ તેને ખીજવાઈ રહ્યો હતો. ખંજના ના પાડવા છતાં પ્રિયા તેની સાથે તેની કારમા બેસી તેના ઘરે ગઈ. રોહન પણ bike મા તેમની પાછળ ખંજ ના ઘરે ગયો. ઘરમાં પ્રવેશ્યાની સાથે જ ગુસ્સે ભરાયેલા ખંજએ ત્યાં મૂકેલો વાસ જમીન પર જોરથી ફેક્યો અને ગુસ્સા સાથે પ્રિયાને ત્યાંથી જતા રેવાં કહ્યું. વાસ ના તૂટવાનો અવાજ સાંભળી ઘરના બધા નોકરો અને ખંજના માતા પિતા ત્યાં આવ્યા. હંમેશા ખુશ રેહતો ખંજ છેલ્લાં એક વર્ષમાં તદન બદલાઈ ગયો હતો... જેનાથી ઘરમાં કોઈ અજાણ ન હતું. ખંજનો ગુસ્સો જોતા પ્રિયાને ત્યાંથી જતા રેહવામા જ પોતાની ભલાઈ લાગી, અને તેણી ત્યાંથી જતી રહી. કાંચનો ટુકડો વાગવાથી ખંજ ના હાથમાંથી લોહી નીકળી રહ્યું હતું પણ જાણે ખંજ ને કોઈ પરવાહ જ નોહતી. જ્યારે દયા બેન ખંજ તરફ આવવા આગળ વધ્યા તેના જખ્મ પર દવા લગાવવા... ખંજએ બેરુખીથી કહ્યું, "દિલ પર લાગેલા જખ્મો સામે તો આ હાથ પર વાગેલા જખ્મો કંઈ નથી માં. . હાથ પરનો આ જખ્મ તો ભરાઈ જશે દિલ પર લાગેલા જખ્મો ક્યારેય નહી ભરાઈ. "આટલું કહી ખંજ ત્યાંથી જતો રહ્યો અને પોતાનાથી દૂર જઈ રહેલા પ્રિય પુત્ર ખંજને વિશ્વંભર અને દયાબેન જોઇ રહ્યા.... માતા પિતા જ જેની દુનિયા હતા એ ખંજ આજે તેમની પર શા માટે આટલો ક્રોધિત હતો?? શું ચિત્રા અને ખંજ પાછાં મળશે ??? જાણવા વાંચતા રહો…….

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED