મૃગજળ ની મમત - 29 Bindiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

મૃગજળ ની મમત - 29

મૃગજળ ની મમત

ભાગ-29

અતરા લગ્ન ની વ્યવસ્થા મા એટલી બધી બીઝી હતી કે ચાલતાં ચાલતાં એ અથડાઈ પડી. એણે તરતજ પાછળ ફરીને માફી માગી.

“ ઓહ... આઇ એમ વ્હેરી વ્હેરી સોરી જેન્ટલમેન “

બંને એકબીજા ની સામે ફરતાં જ સ્થિર થઇ ગયા. એક ક્ષણ તો બંને એકબીજાને જોતાજ રહયા. અંતરા સ્નેહ ને અને સ્નેહ અંતરા ને જોને જોઈ ને સરપ્રાઈઝ થઈ ગયાં. સ્નેહ તો આંખો ફાળી ને અંતરાને જોતો જ રહી ગયો. અંતરા ખુબ સુદર લાગી રહી હતી. ચહેરા પર તેજ હતું એમા પણ એનું ડ્રેસિંગ ખુબજ આકર્ષણ જન્માવે એવું હતું. પહેલા જ્યારે સ્નેહ ઘરમાં અંતરા ને જોતો એ સાદી સીધી ને થાકેલી દેખાતી કોઈ પાર્ટી અથવાતો કયાંય જવાનું હોય ત્યારેજ તૈયાર થતી પણ આટલું તેજ આટલો કોન્ફીડન્સ એના ચહેરા પર જોવા ન મળતો. પણ આજે તો એ અંતરા ને જોતો જ રહી ગયો. આટલું મોહકરુપ અંતરાનું ક્યારેય જોયું ન હતુ. અને કયાં તો પોતે જ અજાણ હતો અંતરા ના આ રુપ થી. થોડી ક્ષણ મા પોતે જાણે ભાનમાં આવ્યો હોય એમ. જરા આખ પટાવી માથું હલાવીને ને અંતરા ને સોરી કહ્યુ...

“ ઑહ... સોરી.. પણ તું અહિંયા?? “

“ હા... ”

અંતરા હા થી આગળ એક પણ શબ્દ બોલી નહી એ જોવા માંગતી હતી સ્નેહ ના રીએકશન. સ્નેહ શું કહેશે પોતાની આ સફળતા માટે પોતે કરેલાં કામ માટે પણ સ્નેહ ચુપ જ રહયો. એની પાછળ નું કારણ હતું એ પહેલાં તો અંતરા ના રુપ થી અંજાઈ ગયો હતો. બીજું કારણ એ હતું કે જે આવી તેજસ્વી સ્ત્રી ને ઇચ્છનારા પુરુષો ની કમી નથી. અને પોતાને એ સ્ત્રી ખુબજ સાહજિકતાથી મળી છે જેનો કયારેય અંદર પોતે કર્યો નથી. હંમેશાં એની ઉપેક્શા જ કરી છે. પોતે જે પામવા માટે વલખાં મારે છે એતો એનું પોતાનું જ છે.. કયાંય દુર નથી. ફક્ત પ્રેમ થી હાથ લંબાવવા ની જરૂર છે. એ હજુ વિચારો મા જ હતો. અંતરા પણ સામે જ ઉભી હતી. અને આટલામાં જ મી. શિવદાસન ત્યા આવી પહોંચ્યા. એમણે સ્નેહ ની પીઠ પર જરા પોતાના હાથથી થપકી માંથી.

“ હેયયય.… લકી બોય.. ગ્લેડ ટુ સી યુ આફ્ટર સોઓઓ લોંગ. મેન”

સ્નેહ તરતજ પાછળ ફર્યો.. શિવદાસન હંમેશાં એના આદર્શ રહ્યા હતા પણ પૈસા અને સ્ટેટસની અને સક્સેસ ની લ્હાય મા સ્નેહ એ પોતાનાં બધા હિતેચ્છુઓને ક્યાય પાછળ મુકી દીધા હતા. એ તરતજ શિવદાસન ને પગે લાગ્યો જેમ પહેલાં હંમેશાં એ લાગતો.

“ અરે.. સર આપ યહાં?? “

શિવદાસન તરતજ સ્નેહ ને ભેટી પડ્યા એમણે સ્નેહની પીઠ પણ થાબડી.

“ આજ મે સહી મે બહોત ઝયાદા ખુશ હું સ્નેહ અંતરા કો કામ કરતાં દેખ. એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય સન તુમ અંતરા કો સપોર્ટ કર રહે હો. જો મેં અંતરા મે દેખા રહા થા વો દેર સે હી સહી પર તુમ્હે ભી દેખા. તુમ દોનો મેરે બચ્ચો જૈસે હો. બસ હંમેશાં ખુશ રહો. “

અંતરા અને સ્નેહ બંને એકબીજાની સામે તાકી રહ્યા. શિવદાસન અંતરા ના ખુબ વખાણ કરી રહ્યા હતાં ઉપરાંત પોતાનાં પિત્રાઈ ભાઈ ને પણ અંતરા નું કામ ખુબજ ગમ્યું એ પણ સ્નેહ ને જણાવી રહ્યા હતા. સ્નેહ ને પહેલાં પણ થોડું થોડું ભાન તો થઇ જ ચુકયું હતું પણ સ્વીકારવું એના સ્વભાવમાં ન હતું. પોતે અંતરા ને ખુબ ચાહે છે એનો નિખાલસ પણે અંતરા પાસે સ્વીકાર કરવામાં નાનપ લાગતી હતી. શિવદાસન તો અંતરા ના વખાણ કરતા થાકતા ન હતાં એમા વળી એમણે મી. જ્ઞાન ને પણ સ્નેહ ની ઓળખાણ અંતરા ના પતિ તરીકે કરાવી. અને મી. જ્ઞાન પણ અંતરા ના કામ ના.. અંતરા ના વ્યકિતત્વ ના વખાણ કરતા થાકતા ન હતા. સ્નેહ નું મોઢું જોઈ ને જ અંતરા સમજી ગઇ હતી કે હવે જો થોડી પણ વધુ વાર એ અહીયા ઉભી રહેશે તો સ્નેહ ને વધુ નાનપ લાગશે એટલે એ ત્યા થી બધાની રજા લઈ ને પોતાના કામમાં વ્યસ્ત થઇ ગઇ. આમ તો સ્નેહ પોતાના બિઝનેસ પર્પઝ થી આવેલો. ધણા વખતથી એ મી. જ્ઞાન સાથે એક પ્રોજેકટ કરવા માગતો હતો. એના લીધે જ એના અને મી. જ્ઞાન ના સંબંધો વિકસ્યા હતાં. જો એમની સાથે એ પ્રોજેકટ શરું થઇ જાય તો સ્નેહ ફરી પોતાનું વર્ચસ્વ જમાવી શકે એમ હતો. જે માણસ ની પાછળ પોતે રાત દિવસ એક કરી રહ્યો હતો એ તો અંતરા ની માળા જપતા થાકતા નહતાં. એ પણ અંતરા નો પહેલો આટલો મોટો ઇવેન્ટ હતો.

“ સ્નેહ... કયા આપ તો બડે હી છુપે રૂસ્તમ નીકલે હમારી કીતનીદફા બાત હુઈ થી પર આપને બતાયા હી નહીં કે આપકી વાઇફ યે કામ કરતી હૈ. પર દેખો હમ મીલ હી ગયે. એન્ડ આઈ મસ્ટ સે.. કે આપ બહોત લક્કી હો બ્યુટી ઓર બ્રેઇન એકસાથે નસીબ વાલોકો હી મીલતા હૈ. આપ વો લકીએસ્ટ મેન હો. અંતરા બહોત સુલજી હુઇ મેચ્યોર ઔરત હૈ આપ સે બહોત પ્યાર કરતી હૈ. કામ કરતે હુએ બહોત દાસ દેર હો જાતી થી તબ ઘર જા કે આપકા ખાના બનાકર કર વાપસ આતી થી. મેં બોલતાથા અંતરા આપ કે હસબન્ડ બહોત લકી હૈ આપ ઇતના બીઝી હો ફીર ભી ઉનકા ખ઼યાલ રખતી હો. પર વો બોલતી થી નહિ સર વો મુજસે બહોત પ્યાર કરતે હૈ ખ઼યાલ રખના ઉનહી સે સીખા હૈ ઉનકી યહી બાત હંમેશા મેરે મન કો છુ જાતી થી. સહી મે આપ દોનો કા પ્યાર બના રહે... ઓર હા આપ જૈસે લોગોં કે સાથ કામ કરવા મુજે અચ્છા લગેગા તો ફીર નેકસ્ટ વિક તક આપ પ્લાન ઓર પ્રોજેકટ કા લે આઉટ તૈયાર કરલેના મેં ફ્રી હોતેહી હમ કામ શુરુ કરદેગે.... ચલો આપ એન્જોય કરો ફંક્શન મેં ચલા”

સ્નેહ તો એકદમ ખુશ થઈ ગયો. જે પ્રોજેકટ માટે આટઆટલી મીટીંગો કરી પ્રપોઝલ તૈયાર કર્યા પણ કોઈ પરિણામ આવતુ ન હતું પણ આ શું એક ફંક્શન અરેન્જ કર્યું એમા તો મી. જ્ઞાન આટલા ખુશ થઈ ગયાં.. શું ખરેખર અંતરા એ એટલું સંતોષ જનક કામ કર્યું હશે?? મી. શિવદાસન હજું ત્યા જ ઉભા હતા તરતજ એમણે સ્નેહ ને કોન્ગ્રેચ્યુલેટ કર્યો. અંતરા ,નિરાલી નિસર્ગ અને આશીષ હજુપણ ખુબ બીઝી હતાં. સ્નેહ હવે ત્યા થી નીકળી ગયો. પણ મનમાં હજું અંતરના જ વિચારો ચાલી રહ્યા હતા. જાણે પહેલી વખત જોતા જ અંતરા ના પ્રેમ મા પડી ગયો હોય. પણ હજું પોતે સામે ચાલીને જશે તો ભવિષ્યમાં અંતરા પાસે પોતાનું માન નહી રહે એવો વિચાર મનમાં થી મુક્તિ લેવાં તૈયાર નહતો. એ ઘરે પહોંચ્યો હજું દરવાજો ખોલી રહ્યો હતો. પહેલી વાર એણે મન ને સાચવ્યો હતો. જમાળ્યો હતો. સતત બે ત્રણ ક્લાક મનને મનનાં સવાલો ને હેન્ડલ કર્યા હતા. બાળકને સાચવવું સહેલું નથી એ આજે ખબર પડી. હજુ પોતે દરવાજો ખોલે એ પહેલાજ મન નિરાલી ના ઘરની બેલ વગાડી. જાનકી એ દરવાજો ખોલતા જ એ હ્રદયા સાથે રમવા અંદર દોડી ગયો. સ્નેહ હજું મન ને રોકે એ પહેલાજ એ અંદર દાખલ થઇ ગયો.

“ સોરી.. મારું ધ્યાન ન હતું અને મન... “

સ્નેહે વાક્ય ત્યા જ પડતું મુક્યુ.

“ ઇટસ ઓકે મી. સ્નેહ... બાળકને સમજ ન હોય એ તો પ્રેમ નું ભૂખ્યું હોય જ્યા પ્રેમ લાગણી કેર મળે ત્યા જાય. અંતરા ને હજુ વાર છે મન ભલે.. ”

“ અરે... ના ના... આમપણ મોડું થયું છે એટલે... ”

સ્નેહ જાનકી ને અચકાતા કહ્યુ જાનકી સાથે કોઈ જ પરિચય ન હતો પણ પોતાનાં વિચારો જાતેજ જાનકી સામે ખુલ્લા કર્યાં હતા એનો ક્ષોભ હતો.

“ વાંધો નહી આમપણ આજે આપણે મળવાનું હતું. તમને કંઈ પ્રોબ્લેમ ન હોય તો આપણે અત્યારે વાત કરી શકીએ. ઘરમા હું અને હ્રદયા જ છૈએ. ઇફ યુ ડોન્ટ માઈન્ડ.. ”

“ પણ... નિસર્ગ આવશે તો???”

સ્નેહ ના આ સવાલ કરતા જ જાનકી ખડખડાટ હસી પડી.

“ એ નિસર્ગ છે... સ્નેહ નહીં. એ ક્યારેય કંઈ પણ ખોટું નહીં વિચારે.. સો પ્લીઝ કમ ઇન “

સ્નહ પહેલી વખત નિરાલી ના ઘરમાં ગયો. ઘર એકદમ ઘરની જેમજ સજાવેલુ હતું સીટીંગ મા નિરાલી આશિષ અને હ્રદયા નો એક પોસ્ટર સાઇઝ ફોટો ખુબ આકર્ષક ફ્રેમ મા મઢેલો એક દિવાલ પર હતો. સારા પણ બેસવા મા ખુબ કંફર્ટેબલ સોફા પણ ખુબ સરસ લાગતા હતાં ઘરમા દાખલ થતા જ ઘરમા પ્રેમ લાગણી અને પોતાનાં પણા નો અહેસાસ થતો હતો. માણસ થાકીને જ્યારે ઘરમા પગ મુકે અને જે રાહત શાંતી હાશકારો અનુભવાય એ સુરત નુ ઘર છોડ્યા પછી પહેલી જ વાર અનુભવાયું હતું. મન અને હ્રદયા કોઈ રોકટોક વગર રમી રહ્યા હતા અને કદાચ એજ કારણ હતુ કે મન અને અંતરા આ ઘરમા વધું સમય વિતાવતા. જાનકી એટલા મા જ ટ્રે મા પાણીનો ગ્લાસ લઈને આવી અને સ્નેહ ને ઓફર કર્યો. સ્નેહ એ ધીમે થી આમતેમ ઘર જોતાં ગ્લાસ હાથમા લીધો અને જાનકી નો આભાર માન્યો. થોડીવાર બંને ચૂપ બેસી રહ્યા. સ્નેહ હજુપણ ઘરને નીરખી રહયો હતો. આટલામાં જ જાનકી એ મૌન તોડયું.

“ તમારા જેટલું હાઇફાઇ ઘર નથી ખબ સાદુ સરળ અને ઘરેલુ લાગે એવું સજાવેલુ છે બરોબર ને???”

“ હા”

સ્નેહ એ ટુંકો જવાબ આપ્યો. પણ જાનકી એને એટલા મા જવા દે એમ ન હતી.

“ હા તો... સ્નેહ શું વાત કરવી હતી?? તમારે.. ??”

“ જવા દો... હવે આમ પણ કંઈ ફાયદો નથી.. ”

“ કેમ? સબંધો મા પણ ફાયદો જૂઓ એવા પહેલા જોયા.. “

જાનકી એ બરાબર સામો જવાબ વાળ્યો.

“ વા... ત... એમ નથી. ખબર નથી સવારે શું બન્યુ પણ તમે હવે અંતરા ની તરફેણમાં છો એટલે મારી વાત સાચી લાગે એ.. વા.... તત.. ”

“ જો સ્નેહ હું કોઈ ની પણ તરફેણમાં નથી. હું ફક્ત એટલુંજ જાણું છું કે ભુતકાળ મા જે કંઈ પણ હશે એ હશે. પણ મારા લગ્ન પછી નિસર્ગે મારાં સિવાય બીજી સ્ત્રી નો વિચાર પણ નથી કર્યો. એણે મારા પર ખુબ વિશ્ર્વાસ મુકયો. મને પ્રેમ પણ આપ્યો પણ સમય અને સંજોગો ના લીધે અમારા વચ્ચે થોડું અંતર આવી ગયું હતું. નિસર્ગે મને સંભાળી લીધી. “

સ્નેહ થોડું ખંધુ હસ્યો..

“ ઓહ... તો હવે તમને કહેવા જેવું કશુંજ નથી.. તમને ખબર છે નિસર્ગ અત્યારે કયાં છે. ?”

“ હા.. એ અંતરા ની સાથે છે. નિરાલી અને આશિષ પણ... ”

“ ઓહ તો તમે જાણી જોઇને જ નિસર્ગ ને અંતરા ની પાસે.... ”

“ ઓહ.. કમોન સ્નેહ પ્લીઝ ગ્રોનઅપ. બી મેચ્યોર.. તમને હજીપણ શાતીવળી નથી?. તમે મને પણ ખોટાં વિચારો મા નાખી. હું તો મારું લગ્નજીવન પુરું કરવા જઇ રહી હતી એ તો સમયે નિસર્ગ આવી ગયો અને બધું ફલેરીફાઇ થઇ ગયું. અંતરા પણ સાથેજ હતી. નહીતર કદાચ હું અને નિસર્ગ અલગ થઇ ગયાં હોત. એ પણ તમારાં લીધે. સ્નેહ અંતરા ખુબસારી વ્યક્તિ છે. એ પણ તમને ચાહે છે... તમે પ્લીઝ વધું કંઈ વિચારશો નહી”

“ અંતરા.. મને ચાહે છે??? જાનકી પ્લીઝ હું વધુ વખત વ્હેમ પાળવા નથી માંગતો. હવે તો એ એક સફળ બીઝનેસ વુમન પણ બની ગઇ છે એટલે હવે તો એને મારી કોઇ જરૂરત નથી. આમપણ એ પહેલાથી જ ખુબ ઇગોઇસ્ટીક છે. અને એટલેજ હું એને કામ કરવા દેવા નતો માંગતો પણ અંતે... ”

“ સ્નેહ પ્લીઝ હજુપણ સમજી જાવ બચાવી લો તમારાં સબંધો ને. અંતરા તમને ખૂબ ચાહે છે. પણ તમને આનાથી શું તકલીફ છે એ ખબર નથી પડતી. “

જાનકી થોડી અકડાઈ ને બોલી.

“ વાંધો... એ તો મને કોઈ એ ક્યારેય પુછ્યુ છેજ કયા.. બસ હંમેશાં મને જ દોશી ગણાવ્યો છે. ”

આ સાંભળી ને જાનકી ને થોડી નવાઈ લાગી આમપણ એ થોડો ડિપ્રેસ લાગતો હતો. જાણે હારી ગયો હોય.

“ હા તો કહો.. કોઈ નથી આજે. તમારે જે પણ કહેવું હોય તે કહો. ”

“ આહ... કયાંથી શરુઆત કરું જાનકી. એ મારી બહેનની ખાસ ફ્રેન્ડ હતી. એને જોતા જ હું એનાં પ્રેમ મા પડી ગયો. હું એ વખતે છોકરીઓ મા ખુબ હોટફેવરીટ હતો. અને હુ પણ છોકરીઓ ને એવા ખાસ ભાવ પણ આપતો નહી છોકરીઓ તરસતી મારી આજુ બાજુ રહેવા. મેં ઘણી છોકરીઓ ફેરવી એમજ કહી શકાય. પણ ક્યારેય કોઈ સાથે કંઈ ખોટું કર્યું નથી કે નથી કોઈ ને ભ્રમ મા રાખી નથી. પણ અંતરા કંઈ અલગ જ હતી. એ બીજી છોકરીઓ જેવી ન હતી. એને જોતા જ પ્રેમ થઇ જાય એવી. મારા ઘરે આવતી ત્યારે કોઈ વાર મારી સાથે વાત કરી લેતી. પણ ક્યારેય મારી પાછળ ફરતીનહી. એટલેજ હું એનાં તરફ ખેંચાયો. પ્રેમ થયા પછી એકવર્ષ મેં રાહ જોઇ એની. એને લાયક બન્યો જોબ શરું કરી. અને એકવર્ષ પછી મેં સીધાં જ એના પેરેન્ટ્સ ને વાત પહોંચાડી ત્યારપછી પણ એને વિચારવાનો સમય મળે એ માટે હું રોકાયો. પછી અમારી સગાઈ થઈ પણ એ મારાથી હંમેશાં દુર જ રહેતી. હા એ ક્યારેય મને ના ન પાડતી પણ એ પોતે કયારેય પહેલ ન કરતી મારી નજીક આવવાં ની.. બધુ તપાસ કરતાં એનાં અને નિસર્ગ ના સંબંધો વિશે જાણવા મળ્યુ. હા... એ નિસર્ગ છે એવી ખબર નહતી પણ એ આ સંબંધ થકી ખુબ ઘવાયેલી છે એ જાણ્યા પછી પણ મે એને સમય આપેલો અને એ જયારે દિલ થી મને સ્વીકારશે ત્યારે જ હું એક પતિ તરીકે વર્તીશ એવું વચન આપ્યુ અને પછી એણે મને સ્વીકાર્યો. ખરા અર્થમાં. ખુબ સુખી લગ્ન જીવન હતું. હું એને ઘરમાં સુખી રાખવા માગતો હતો. પણ જેમ જેમ જીંદગી આગળ વધતી ગઇ એમ એમ હું એને રાજી રાખવા સુખ આપવા વધુ મહેનત કરવા લાગ્યો. પણ છતાં એ ખુશ ન હતી. આટલા આરામ ની.. સુખની લાઇફ જીવવા છતા પણ એને મારા માટે ફરીયાદ રહેતી. હું સમજી ન શકતો એને શું જોઇ એ છે. અને એટલાજ માટે મારી ઇચ્છા ન હોવાં છતાં પણ એ વખતે મેં એને કન્સીવ કરવા ની હા પાડી. મારે હજું બે વર્ષ બાળક જોઇ તું ન હતું પણ એનાં માટે મેં એ પણ માન્ય રાખ્યુ... છતા પણ જ્યારે હું ઘરમાં એની સાથે સમય વાતાવતો એ દરેક વખતે વધુને વધું અજાણી ને દુર થતી હોય એવું મહેસૂસ થતું. મને લાગતું કે હજું પણ કયાંક એ પોતાનાં પહેલાં પ્રેમ ને ઝંખે છે. એ મારી સાથે શારીરિક અને માનસિક રીતે એ મારામાં નિસર્ગ ને શોધે છે. ઘણીવખત એ મને કહેતી એના સપનાં વિશે... પણ જાનકી હું નહતો ઇચ્છતો કે એ આ બધા ચક્કરો મા પડે.. મારી એકની કમાણી કાફી હતી મારા પરિવાર માટે. તો મેં એને ના પાડી એમાં હું કયા ખોટો હતો??? “

સ્નેહ એ સવાલ ક્ર્યો.. પણ જાનકી ઇચ્છતી હતી કે પહેલા એ સંપુર્ણ પણે સ્નેહ ને સાંભળે અને પછી જ કોઈ અભિપ્રાય કે સલાહ આપે એટલે એણે ખુબ સમજદારી થી કહ્યુ

“ હું સમજી શકું છૂ.. જેને તમે ખુબ પ્રેમ કરતા હો એમના માટે તમે ફકત એક કોમ્પ્માઇઝ હોવ જીંદગી માટેનું ત્યારે ખુબ દુખ થાયછે. અને નછુટકે એ તમારી સાથેનો સબંધ નિભાવે એ વિચાર આપણને અંદર થી હચમચાવી નાખે છે. પણ.. આજે મનમાં જે કાંઇ પણ હોય એ એક દોસ્ત માંની ને બધુ જ કહીનાખો.. આ વાત આપણા બંને વચ્ચે જ રહેશે... ”

જાનકીએ સ્નેહ ને થોડો કોન્ફીડન્સ મા લીધો. અને સ્નેહ આગળ બોલવાનું શરું કર્યું

“ તયાર પછી ધીમી બહેસ... અને નાનાં નાનાં ઝગડા શરુ થયાં.. હું ઇચ્છતો કે એ ઝગડા હોવા છતા એ મને વળગીને રડે ફરિયાદ કરે. મારી સાથે વાત કરે... પણ એ તો આવા વખતે ફકત ને ફક્ત નિસર્ગ ને જ શોધતી. એને યાદ કરીને રડતી.. ઘણીવખત એકાંત મા એને રડતાં નિસર્ગ ને કોસતા સાંભળી છે. શું હું આટલો ખરાબ છું કે અમારા વચ્ચે ઝગડોથાય અને એ મને વળગીને રડી પણ ન શકે. ? “

સ્નેહ હવે થોડો ઢીલો પડયો. એની આંખો માં આંસુ હતા.

“ હા મે એને ના પાડી આગળ વધવાની.. કારણકે હું એ નહતો ઇચ્છતો. મને ગમતું જ્યારે લોકો એને મારી પત્ની તરીકે ઓળખતાં.. શું પોતાની ઓળખાણ બનાવવી એજ સુખ હતુ?? એ વાત મને સમજાતી નહી.. એના મમ્મી ના આ ઘરે જયારે પણ જતા એ મને ભુલી જ જતી પોતાની દુનિયામાં મગ્ન રહેતી. હું... હું એકલો પડી જતો.. એ મારી સાથે પ્રોબ્લેમ ડિસ્કસ કરવાને બદલે એ મુંગી થઇ જતી. એ કયારે પણ ખુલ્લા મનથી મારી સાથે વાત કરતી નહી. મને હંમેશા અએ વાત ખટકતી. જે પણ કંઈ હું કરુ છુ એ એના અને મન માટેજ પણ એ મને સમજતીજ નથી.. અને પૈસા એજ મુખ્ય જરુરિયાત છે.. સગવડતાઓ. આ આરામ.. ગાડીઓ સારુ શિક્ષણ બધુ પૈસાને જ આભારી છે સમાજ મા માનમોભા ભેર જીવવું હોય તો બસ પૈસા જોઇ એ અને કંઈ મેળવવા માટે કંઈ ગુમાવવું પડે. પછી મોજ મસ્તી લાગણીવેડા... બાળક ને સમય આપવો એ બધી જવાબદારી પત્ની ની જ હોય છે. પરિવાર મા પતિની જવાબદારી કમાણી કરી કુટુંબ નુ ભરણપોષણ કરવાની હોય છે બાકી પત્ની એ ઘરમા કરવાનું શું હોય.. એ ફકત ઘરમાં રહી ને ઘર સાચવવાનું હોય બીજું કશું હુ એની પાસે આશા નહતો રાખતો.. ખબર નહી પણ હું ક્યારેય અંતરા ને સમજી નહી શકું. એ ખુબ અભિમાની છે. મારી દરેક બાબત થી એને પ્રોબ્લેમ છે છેલ્લા. છેલ્લા કેટલાંક વખત થી તો પતિપત્ની ના સબંધો પણ રહયા નથી.. એક પતિ તરીકે એટલો પણ હકક જતાવી ન શકું... ?”

સ્નેહ હવે એકદમ ઢીલો પડી ગ્યો. જાણે વર્ષો નો ભાર ઉતરી ગયો હોય એમ. જાનકી એ ફરી પાણીનો ગ્લાસ આપ્યો. બે ઘૂંટડા પાણી પી ને ફરી થોડો સ્વસ્થ થયો... એ હજું આગળ કંઈ બોલે એ પહેલાજ દરવાજા પાસેથી અવાજ આવ્યો.