મૃગજળ ની મમત
ભાગ -7
“ અંતરા..અંતરા.... કયા ગઇ ..?”
“ અર્ણવ ..હું અહીંયા જ છું કેમ આટલી બુમાબુમ કરે છે..?”
“ અરે... મમ્મી- પપ્પા ને ભાઇ સાંજે આવી જશે...ઇનફેકટ આવતા જ હશે..તને એ કહેવા માટે જ શોધતો હતો. અને...ભાઇ કહેતો તો કે એ ત્યા જ મમ્મી ને તો તમારા બંને વિશે વાત કરીશકુ દેશે. તો હવે તને ભાભી કહું ને..? “
“ શું વાત કરે છે ?? સાચું..? પણ મને તો નિસુ કંઈ બોલ્યો જ નથી.. આજે આવવા નો છે એ પણ નહી. હમણાં બે દિવસ થી એ મારો ફોન પણ નથી રીસીવ કરતો કદાચ સરપ્રાઇઝ આપવા ..”
અંતરા ખુશી થી પાગલ થઈ ગઇ ..શું કરવું એ સુઝતું નહોતું. શું પહેરું..? કયારે આવશે ? આવે એટલે હું જ ત્યા પહોંચી જઇશ.. અર્ણવ ત્યા ઉભો ઉભો અંતરા ને જોઇ રહ્યો હતો .એ કેટલી ખુશ હતી.
“ ઓ ..હલો..ડે ડ્રીમર હવે બસ કરો એને તમારા ઘરે આવો . અને મને થોડી હેલ્પ કરો . ઘરમાં થોડું વ્યવસ્થિત કરવું છે.” અંતરા નું ધ્યાન જ નહતું....
“ મેડમ...ઓ મેડમ એ અહીંયા જ આવવા નો છે ..ઘરે..બીજે કયાંય નહી જાય તો ચાલો હવે “
“ હા ભલે..ચાપલાં ..ખબર છે. ફણ કેટલી રાહ જોવડાવશે ..હવે એ.
બંને જણા ઘરમાં બધું સરસ ગોઠવી દિધુ. નિસર્ગ નો રુમ એની પસંદ પ્રમાણે પ્રોપર એરેન્જ થઈ ગયો
ટેબલ પર સરસ જમવા નું પણ ગોઠવાઈ ગયું . હવે બસ નિસર્ગ ને એક નજર જોવા ની આતુરતા હતી.
“ અર્ણવ હું ચેન્જ કરી ને હમણાં જ આવું છું બસ બે મીનીટ માં. “
એટલાં માં જ બહાર ગાડી નું હોર્ન વાગ્યું. અંતરા અને અર્ણવ બંને દરવાજા તરફ દોડયા. અંતરા એક નજર નિસર્ગ ને જોવા તરસી ગયેલી પણ હવે એક સેકન્ડ પણ રાહ જોયા વગર દરવાજે આવીને ઉભી રહી ગઇ . ગેઈટ પર કિરણબેન, રોહિત ભાઇ , અને જાનકી ઊભા હતાં. પણ અંતરા ની આંખો નિસર્ગ ને શોધતી હતી. અર્ણવે આગળ વધી ને ગેઇટ ખોલ્યો. નિસર્ગ પણ કાર લોક કરી ને કિરણબેન ની પાછળ આવીને ઊભો હતો. અંતરા એની સામે એકીટશે જોઈ રહી હતી. પણ નિસર્ગ જાણતો હોવાં છતાં એની સાથે નજર નતો મીલાવતો. એનું વર્તન જાણે અંતરા ને ઓળખતો જ ન હોય.
“ ઓહ..મમ્મી ક્યારનો રાહ જોતો હતો. અચાનક આમ રસ્તા માં થી ફોન કર્યો. અને જો ભાઇ તારા માટે મમ્મી વારંવાર મને એકલો મુકી ને ત્યા આવે છે . તો હવે તું તારો કંઇક ઇન્તેજામ કર જેથી મમ્મી ને તારી ચીંતા ન થાય . કેમ બરાબર ને જાનકી??”
“ એજ તો ..એટલેજ તો ગયા હતાં. અને હા જાનકી નહીં હવેથી ભાભી કેહવા ની આદત પાડ”
અર્ણવ અને અંતરા બંને સ્તબ્ધ થઈ ગયાં. એક જ ક્ષણ માં અંતરા ની તો આખી દુનિયા લુટાઇ ગઇ. અર્ણવ પણ માનવા તૈયાર ન હતો. એક ક્ષણ તો અંતરા ને થયું કે શરીરમાં થી જીવ જ નીકળી ગયો. ઢગલો થઈ જશે અહીંયા જ. આખ આંસુ થી ભરાઈ ગઇ હતી . એ એકીટશે નિસર્ગ ને તાકી રહી. જો એકવાર એ સામું જોવે તો પાંપણ નો બાંધી થોડી ને એ આંસુ એના ગાલ પર સરી પડે. આંસુ ના કારણે નિસર્ગ નો ચહેરો પણ એના ભવિષ્ય ની જેમ જાખો દેખાતો હતો. નિસર્ગ તો નીચું જોઈ ને જ ઉભો હતો. હિંમત જ ન હતી એની સામે નજર મીલાવવા ની . અર્ણવ અંતરા ની હાલત સમજી ગયો. તરતજ એ અંતરા ની નજીક એનો હાથ પકડી ને ઉભો રહી ગયો.
“ મમ્મી શું કહે છે મમ્મી આવી મજાક ન કર.તમે તો.માસીને ત્યા ગયા ને અચાનક જાનકી મારી ભાભી ..??”
“હા એટલે જ તો ગયા હતાં. “
અંતરા પોતાની જાતને વધુ ત્યા રોકી શકે તેમ ન હતી. વારંવાર પોતાનો હાથ છોડાવવા પ્રયત્ન કરતી હતી. પણ અર્ણવ એ ખુબ જકડી ને એનું કાંડુ પકડીને રાખ્યુ હતું. અને કિરણબેન ને સવાલો પુછવા ના ચાલું રાખ્યા.
“ ભાઇ ને ખબર હતી ? એણે હા પાડી ?” આ સવાલ પુછતાં જ નિસર્ગ અંતરા ની સામે જોયા વગર જ. જાણે એ ત્યા ઉભી જ ન હોયે એમ નિચુ જોઈ ને અંદર જતો રહ્યો. અંતરા ખુબ જ ઘવાઈ હતી.નિસર્ગ એકવાર નજર પણ ન મીલાવી એટલે ..
“ લે..હવે તું તો જાણે જ છે તારો ભાઇ પોતાની મરજી વિરુદ્ધ કંઈ કરેછે ખરો અને બંધ કર તારી બધી CID. જો અંતરા કેવી લાગી જાનકી તને સાચું કહેજે ..”
અંતરા શું બોલે. એતો વિચારી રહી હતી કે શું કહું તમારા દિકરા એ તો મને ક્યાય ની ન રહેવા દીધી. બંધ આંખે ભરોસો કર્યા ની સજા તો મળવીજ જોઈ એ.છતાં પોતાની જાતને થોડી સ્વસ્થ કરી ને નિસર્ગ સાંભળે એમ બોલી.
“ હા..આન્ટી નિસર્ગ ની પસંદ કયારેય નબળી ન હોય .ખુબ જ સુંદર છે જાનકી અને નસીબદાર પણ કે નિસર્ગે તને શોધી જીવન સાથી તરીકે. આપણે ઘણી વખત ફોન પર વાત કરી છે. યાદછે તને જાનકી?”
“ ઓહ તો તું જ અંતરા છે.? અહીંયા હું કોઈ ને ઓળખતી નથી પણ વી કેન બી ફ્રેન્ડ. હવે મને અહીંયા એકલું નહી લાગે. “
અંતરા અર્ણવ ના હાથ માં થી હાથ છોડાવી ને પોતાના ઘર તરફ દોડી ગઇ. હવે વધારે વાર અહીંયા ઉભા રહેવું શક્ય નહતું . આટલો મોટો આઘાત ઉપરથી નિસર્ગ એકવાર સામે પણ ન જોયું . કંઈ જ બોલ્યા વગર ત્યા થી નીકળી ગયો. જાણે એ જગ્યાએ મારું કોઈ અસ્તીત્વ જ નથી. આટલો નિર્દય કેવીરીતે થઈ શકે. જેના વગરમ એક ક્ષણ જીવી નહીં શકે એવું કહેનાર વ્યકિત આમ અચાનક . અંતરા દોડી ને સીધી રુમ માં પહોંચી ગઇ. ઢગલો થઈ ગઇ જમીન પર. જે લાગણી ના જે લાવારસ ને અંદર છાતીમાં ધરબી રાખ્યો હતો .એ આંખો માં થી આંસુ થઈ ને વહી ગયો. મન તો હતું કે રડે જોર જોર થી .ચીસોપાડે એકદમ શુન્યમનસ્ક. શરીર માં થી આત્મા નીકળી જાય એમ આજે એનો પ્રેમ મૃત્યુ પામ્યો હતો. હવે કંઈ જ બચ્યુ ન હતું. વારંવાર એકજ વિચાર દિલ માં દિમાગ માં ફર્યા કરતો હતો ..’ કેમ....કેમ આવું કર્યું મારી સાથે.? મજબુરી કે પછી રમત રમી ગયો . .નિસર્ગ ના સૌથી નજીક હોવાનો વહેમ આજે ટુટીગયો. આખો દિવસ રુમ માં પોતાની જાતને બંધ રાખી , જાણે સજા આપતી હોય પોતાને. હવે કંઈ બચ્યુ નથી જીંદગી આખી છુટીગઇ હાથમાં થી. અર્ણવ પણ સમજી ગયો હતો અંતરા ની મનોદશા. અંતરા ની પાસે જઇને એનું દુખ હળવું કરવા માંગતો હતો.પણ પહેલું કામ તો નિસર્ગ ને મળવા નું જ કરવું પડશે . કારણકે નિસર્ગ પણ ખુબ ડિસ્ટર્બ હતો. એને જોઈ ને લાગતું ન હતું કે એની સંમતિ હોય એટલે વાત શું છે એ પહેલાં જાણવું જ રહ્યુ. અર્ણવ તરતજ નિસર્ગ ના રુમ માં ગયો દરવાજે નોક કર્યું પણ અંતરથી કંઇજ જવાબ ન આવ્યો. નિસર્ગ પણ બારી એ ઉભો ઉભો અંતરા ના રુમ તરફ જોઈ રહ્યો હતો . જો એકવાર પણ એ બારી ખોલે અને એકજલક દેખાય તો હું વાત કરું . અર્ણવ એ ફરી થોડું જોરથી નોક કર્યું.
“ ભાઇ ..ભાઇ !!! હું છું દરવાજો ખોલ પ્લીઝ મારે તારી સાથે વાત કરવી છે.”
નિસર્ગ જાણતો હતો કે એ શું વાત કરવા માંગે છે.એટલે દરવાજો ખોલ્યો. અર્ણવ એ અંદર આવી ને ઝટ થી દરવાજો બંધ કર્યો. નિસર્ગ પણ સાવ નિર્જીવ ની માફક ગેલેરી માં ઉભો ઉભો અંતરા ના રુમ તરફ તાકી રહ્યો હતો. અર્ણવ એ વાતની શરૂઆત કરી.
“ ભાઇ ..! આ બધું શું છે.? તે અંતરા સાથે કેમ દગો કર્યો? એવી તો શુ મજબુરી હતી તો ..? મારે જવાબ જોઇએ બસ. તે અંતરા ને મારી જ નાંખી છે. એ..એ..છોકરી ને તે સપનાં બતાવ્યા .અને હવે. તું?? “
અર્ણવ બોલ્યા જ કરતો હતો. અને નિસર્ગ એક નિર્જીવ જડ થઈ ને ઉભો હતો.
“ જવાબ તો આપવો જ પડશે. નહી તો હું બધું જ જાનકી ને કહીદઇશ. અંતરા તો તારો શ્ર્વાસ છે .જીવ છે તારો એનીજ સાથે તે..?“
નિસર્ગ એમજ જડ થઈ ને ઉભો હતો. એની દશા તો અંતરા કરતા પણ વધું ખરાબ હતી. પોતે જીવન ની ખુબ જ કિંમતી વ્યક્તિ ને ખોઇ બેઠો હતો. જેમાં એનો પોતાનો કોઈ જ વાંક નહતો. છતાં દગો કર્યા નું લાંછન પણ એનાં જ માથે જ હતું જે બાધ કદાચ મરશે ત્યા સુધી એ ભુસી નહીં શકે. અર્ણવ ત્યા ઉભો ઉભો પોતાને કંઇક પુછી રહ્યો છે એમ લાગ્યુ. પોતાની જાતને થોડી સ્વસ્થ કરતાં એ બોલ્યો.
“ કેવી લાગી સરપ્રાઇઝ? ભાભી ગમી ને.?”
અર્ણવ ચુપચાપ એના ચેહરા ને તાકી રહ્યો. એ સવાલ માં અજીબ પ્રકાર નો આક્રોશ હતો.જે પોતની જાતને જ ઘીકકારી રહ્યો હતો. અર્ણવે ફરી વાત કરવા ની શરૂઆત કરી.
“ ભાઇ એકવાર જવાબ આપ આ બધું કઇ રીતે બન્યુ . એવી કઇ મજબુરી હતી કે તે....તે હા પાડી. એકવાર કહીદે બીજું કશું જ નહીં પુછું. “
“ એમાં બનવા નું શું..?? જેમ લોકો સગાઈ કરે એમજ મે પણ કરી.”
એ અર્ણવ સાથે નજર મીલાવી ને વાત કરાતો ન હતો. જવાબ આપતાં એનો અવાજ થોડો ધીમો પડ્યો મહામહેનતે આંખમા રોકેલુ આંસુ નું ટીપું રેલાઈ ગયું.
“ વાત ને બદલવા ની જરૂર નથી જે પુછયું એનો જવાબ આપ. ત્યા સુધી હું જવાનો નથી. શુ કામ તે એનું દિલ દુખાવ્યુ.? તું તો કંઈ બોલ્યા વગર અંદર આવી ગયો પણ તને ને જાનકી ને સાથે જોઈ ને એની દશા શું થઇ એ પણ ન જોયું?? તારા આવતા પહેલાં કેટલી ખુશ હતી. એની આખી દુનિયા ફક્ત તું જ છે.તારા અસ્ત વ્યસ્ત રુમ ને કેટલા અરમાનો થી સમજાવ્યો. તને ગમે એમ અને તે .. એની આખી જીંદગી જ વેરવિખેર કરી નાખી.? કેમ આવું કર્યું??”
નિસર્ગ લથડીયુ ખાઇ ગયો . જાણે હારી ગયો બધું જ બધી વાત કરી. આમાં મારો કંઈ વાંક નથી .હુ તો કશું જ જાણતો પણ નથી. મમ્મી ,પપ્પા, અંકલ, જાનકી,માસી દરેકને એકવાર વાત કરવા આજીજી કરતો રહ્યો પણ કોઈ એ કંઈ સાંભળ્યુ જ નહીં. થયું જાનકી ને હું એકલા હશુ ત્યારે બધું જ કહી દઇશ. પણ ત્યારે એને કંઈ બોલવા જ ન દિધુ. અને પછી ની વાત સાંભળ્યા પછી સત્ય કહેવા ની હિંમત નહતી મારા માં. હું તો બધું હારી ને પણ એની નજર માં થી ઉતરી ગયો. મને ખબર છે હવે એ મારી સામું સુધ્ધા નહીં જુએ. મેં દગો નથી કર્યો. છેતરી નથી એને છેતરાયો તો હું છું નસીબ ના હાથે..પણ એની નારાજગી સહન નહીં કરી શકું એકવાર હું એને મળી શકું એવું કંઈ કર. નહી તો હું જીવી નહીં શકું. “
અર્ણવ સમજી ગયો જે થયું એમાં નિસર્ગ નો કંઈ વાંક ન હતો.પણ હવે શું થઈ શકે? એ સીધો કિરણબેન પાસે પહોંચી ગયો.
“મમ્મી જાનકી ખુબ સારી છોકરી છે પણ ભાઇ માટે પસંદ કરતાં પહેલાં તે એકપણ વાર એને પુછેલું ખરું?”
“ એમાં પુછવા નું શું? એણે જતો કહેલું કે સારીતે છે.”
“બસ...! અને તે નકકી ચરી નાખ્યુ?”
કિરણબેન ને નવાઈ લાગી. અર્ણવ આવા સવાલો કેમ કરે છે? નિસર્ગ પણ ખુશ દેખાતો નથી.
“ કેમ વાત શું છે? આવા સવાલો કેમ કરે છે ? નિસર્ગે કંઈ કહયું છે?”
“ ના એ કશું બોલી શકયો નથી એજ તો મુંઝવણ છે મમ્મી “
“ એટલે?? જે હોય તે વાત કર મને”.
“ તે ખોટું કર્યુ છે મમ્મી. જાનકી ફક્ત ભાઇ ની ફ્રેન્ડ છે. તારા આ નિર્ણય એ ભાઇ શી જીંદગી ખલાસ કરીતે નાખી. હું વઘુમાં કંઈ કહેવા નથી માંગતો પણ બે- ત્રણ વર્ષ થી ભાઇ એક છોકરી ના પ્રેમ માં છે.બંને વચ્ચે અનહદ પ્રેમ છે. આ વખાતે એ તમને એનાં વિશે જણાવવા માંગતી હતો.છોકરી ખુબ સારી ને સંસ્કારી છે હું પણ ઓળખું છું એને. “
“ કોણ છે એ છોકરી..? “
“ તને નામ જણાવી ને એને વધું દુખી કે બદનામ કરવાં નથી ઇચ્છતો. હજુ પણ સમય જે મમ્મી તું ભાઇ ને આ સબંધ માં થી , આ ઘુટન માં થી આઝાદ કરી દે .જીવવા દે એને એની જીંદગી. “
“ બસ બહું થયું હવે. ! શું કહેછે ભાન છે? જે નસીબ મા હોય તે થઈ ને જ રહે આ સબંધ તોડી ને મારે માસી સાથે રીલેશન ખરાબ કરવાં ના? જે છે એમજ રહેશે. ભુલી જવાનું બધું . નિસર્ગ ને પણ જણાવી દે કે હવે કોઈ જ શકયતા નથી .માટે હવે બધું ભુલી ને જાનકી પર ધ્યાન આપે.”