મૃગજળ ની મમત - 10 Bindiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગજળ ની મમત - 10

મૃગજળ ની મમત

ભાગ-10

“અંતરા પ્રેમ એ નબળાઇ નહિ પણ હિંમત છે. હું કયારેય તારી લાગણીઓ નો દુરુપયોગ નહિ કરું “

સ્નેહ એ ખુબ પ્રેમ થી અંતરા નો ચહેરો પોતાની બંને હથેળીમાં લીધો એને એની આંખો માં જોઈ રહ્યો.

“ પ્રેમ માં બે વ્યક્તિ નું હોવું જરૂરી છે. બે આત્મા ઓગળી ને એક થાય એ શક્તિ છે. જે માણસને જીવતો રાખે છે. ફરી એકવાર મારા કહેવા પર પ્રેમ કરવાં ની મારા પર ભરોસો કરવાં ની હિંમત કરી જો. એ પણ હું ઇચ્છુ એવો.”

ધીમે ધીમે અંતરા ને લાગવા માંડયુ કે નિસર્ગ પછી કદાચ સ્નેહ જ એવી વ્યક્તિ છે જે પોતાને ખરેખર દિલથી ચાહે છે.નિસર્ગ ને ભુલો કદાચ શક્ય નહોય પણ સ્નેહ સાથે નવું જીવન તો શરું કરી જ શકે.

“ આજે એક વાત કહું તને.સગાઈ થી લઇને આજ દિવસ સુધીમાં આપણા આ સબંધ માં હું એકલો જ હતો.હું જયારે પણ તારી નજીક આવું છું ત્યારે એ સંવેદનાઓ કે લાગણીઓ માં ફકત હું જ હોવ છું. તું કયારેય મને રોકતી નથી.કારણ કે હું તારો વુડ બી હસબન્ડ છું.પણ આપણા આ સબંધ ને જીવવા માટે આપણા બંનેની હાજરી જરુરી છે. હું તને ભૂતકાળ ભુલવા નું નથી કહેતો હું માત્રને માત્ર ઇચ્છુ છું કે તું વર્તમાન અને ભવિષ્ય માં જીવે.મારી સાથે. આ ગીફટ અહીં મુકું છું જો હું તને સ્વીકાર્ય હોઉ તો પહેરી લેજે.. નહિતર હું રાહ જોઇશ તારી હવે પછી ક્યારેય લગ્ન પછી પણ તારી નજીક આવવાની કોશીશ નહી કરું. જયાં સુધી તું નહીં ઇચ્છે ત્યા સુધી.”

આટલું બોલીને સ્નેહ આગળ ચાલવા માંડયો. અંતરા ઉભી ઉભી એને જોઈ રહીં હતી. સ્નેહ એને છોડીને જાય એમ નહોતી ઇચ્છતી. એ તરતજ ગીફ્ટ હાથમાં લઈ ને સ્નેહ તરફ દોડી ને ને વળગી પડી.

“ હું નથી ચાહતી કે તું મને છોડી ને જાય. મારા વિશે બધું જ જાણ્યા પછી પણ તે મારી સાથે આખી જીંદગી વિતાવતા નો નિર્ણય કર્યો. મારા માટે એટલું જ પુરતું છે. તારે હવે વધુ રાહ જોવાની કોકોઈ જરુર નથી. “

અંતરા એક બાળક ની માફક રડી રહી હતી. એણે બંને હાથ વડે સ્નેહ ને ખુબ કસી ને પકડી રાખ્યો હતો.

“ હવે તુ એકલો નહીં આ સબંધ માં..આપણે બંને.તારા પ્રેમ ને મારી હિંમત બનાવી ને તું ઇચ્છે એવો પ્રેમ કરવા તૈયાર છું.”

અંતરાએ પોતાનો હાથ સ્નેહ ના ગાલ પર મુકયો. ઠંડા પવન ની લહેરખી ની જેમ સ્નેહ ના ગાલપર પોતાના હોઠ મુક્યા. જાણે પોતાની જાતને સમર્પિત કરી હોય એમ.

“ થેંક્યુ અંતરા.. “

સ્નેહે પતંગિયા ની પાંખ જેવા અંતરા ના હોઠ ને ચુમી લીધા.

“ હું જે ચાહતો હતો એ મળી ગયુ મને.અને એ તું છે. એટલેજ આખો દિવસ તારી નજીક તારી સાથે રહેવા નો પ્લાન કર્યો હતો. “

“ અરે...! ફકત મારા માટે આટલી મહેનત..?”

બંને જણાં ખડખડાટ હસી પડયા. અંતરા એ પણ અતીત ને ને ખંખેરી ને આગળ વધી.. એની દુનિયા હવે સ્નેહ ની આસપાસ જ હતી. છતાં હજું પણ નિસર્ગ કયાંક ઊંડે ઉંડે એની અંદર જીવતો હતો.

“ મમ્મી...મમ્મી.. કયાં છે તું..? આવી ને બેસ અહિયા તારા ખોળામાં માથું મુકીને ને સુવા દે થોડી વાર. “

અંતરા દરવાજો ખોલી ને અંદર આવી બધો લગેજ ત્યા જ મુકી દીધો.

“ અરે...! આવી ગયા તમે..કેમ છો બેટા સ્નેહ? ઘરમાં બધા મજામાં? “

સ્નેહે થોડું મલકાઇ ને હા માં માથું હલાવ્યું.

“ અંતરા પહેલાં ફ્રેશ થઈ જાવ બંને જો બધીજ તારી પસંદગી ની વાનગી બનાવી છે.”

“ બધું પછી પહેલાં બોલ્યો પપ્પા કયાં છે.? એમને ખબર છે હું લગ્ન પછી પહેલી જ વાર આવી છું અને. એ..!”

સ્નેહ આ બધું ચુપચાપ જોઈ રહ્યો હતો. અંતરા ના લાડ, એનું બાળપણ , એનો નાના બાળક જેવો રાજીપો એની ચંચળતા એનાં વર્તન માં છલોછલ દેખાતુ હતું. આ રુપ એણે ક્યારેય જોયું નહતું. જયારથી ઓળખતો થયો ત્યાર થી નદી ના શાંત પાણી ની જેમ જ જોઈએલી આમાં આમ નીખાલસ નિર્દોષ ઝરણાં ના ધોધ ની જેમ પહેલી વાર જોઈ રહયો હતો. અંતરા ઘરમાં ખુણે ખુણા ને જાણે વર્ષો પછી જોઈ રહી હોય એમ એક એક વસ્તુ ને અડી અડી ને ફિલ્મ કરી રહી હતી. કદાચ લગ્ન પછી પહેલી વાર પિતા ના ઘરે આવનાર દરેક દિકરી ની મનોસ્થિતિ આવીજ હશે. દરેક વસ્તુ ને અડીને હજું એનાં પર પોતાનો એટલો જ હક છે એવું ફીલ કરવા માંગતી હોય છે.. સ્નેહ એનાં વર્તન ને જોઈ રહયો હતો. એટલાં માં જ નિરાલી અને અર્ણવ ત્યા આવી ગયા. અંતરા એમની સાથે એવી ખોવાઈ ગઇ જાણે સ્નેહ ત્યા હાજરજ નથી.

“ અંતરા હું થોડીવાર ઉપર રેસ્ટ લઇ લઉ.મારે સાંજે ફરી એકલા ડ્રાઇવ કરીને પાછું જવાનું છે. તને ફુરસદ મળે તો થોડો સમય મને પણ આપજે.”

સ્નેહ ના અવાજમાં ને આંખો માં નારાજગી સ્પષ્ટ વર્તાતી હતી. અંતરા એની નારાજગી ને વર્તી ગઇ. એક સેકન્ડ માં એનાં ચહેરા પર થી ખુશી ના આનંદ ના ભાવ ઉતરી ગયા. સ્નેહે કરેલું આ વર્તન નિરાલી અને અર્ણવ જોઈ રહ્યા હતાં. એ સમજી ગયો. પરિસ્થિતિ ને હળવી કરવા એ તરતજ સ્નેહ પાસે ગયો.

“ હેય... ઇટસ ઓકે.. સોરી કે અમારા લીધે... પ..ણ અંતરા પહેલીવાર જ આવી છે લગ્ન પછી એટલે તમને બંને ને મળવા હું અને નિરાલી....બટ આઇ કેન અન્ડરસ્ટેન્ડ આ સમય તમારા બંને નો જ છે..અમે. કબાબ માં હડડી થઈ ગયા...” અર્ણવ હસતા હસતા બોલ્યો.

“ અંતરા યુ બેટર ટેક કેર ઓફ સ્નેહ. હવે એમનો પહેલો હકક છે તારાં પર. “ અર્ણવ એ સ્નેહ સાથે હાથ મીલાવીને ને સ્નેહ પણ એ બંને ને હળવું સ્માઇલ આપી ને ઉપર રુમમાં રવાના થયો.

“નિરુ - અર્ણવ એ થોડો થાક્યો છે..પ્લીઝ ડોન્ટ માઇન્ડ હિઝ બિહેવીયર. એ થાકે ત્યારે....”

“ અ...રે..! એ સ્વાભાવીક છે. તું આખો દિવસ સાથે હોય.. એ ફર્સ્ટ પ્રાયોરિટી હોય તારી.. આજે પહેલી વાર તે એના બદલે અમને મહત્વ આપ્યુ છે...એટલે..” નિરાલી અંતરા ને સમજાવતા બોલી.

“ એ તારા માટે ખુબ પઝેસીવ છે. એટલે જ તને હંમેશા એની સાથે ઇચ્છે છે. ચાલે હવે..તું એની સાથે રહે. આપણે કાલે મળશુ. “ અર્ણવ ને નિરાલી ત્યા થી નિકળી ગયાં. એટલાં મા જ શરદભાઇ નોકરી અવાજ આવ્યો

“ અંતરા આવી ગઇ બેટા.? “

“ પપ્પા..કયા હતા તમે..?” અંતરા એકદમ વળગી પડી શરદ ભાઇ શે.

“ કયાં હતા ? ક્યારની રાહ જોઉં છું..”.

“ હા આ.. સહા.. પણ સ્નેહ કયાં છે.? “

“ એ થાકયા છે..તો ઉપર આરામ કરે છે.એ સાજે નીકળી જાશે.”

“ સારું તો હવે તુ ચ્હા નાસ્તો ઉપર લઇ જા..બપોરે જમતી વખતે મળી લઇશ”

અંતરા ફટાફટ નાસ્તો ટ્રે માં લઇ ને ઉપર ગઇ.સ્નેહ અંતરા ને જોઈ ને આંખો બંધ કરી ને સુઈ ગયો.જાણે ઘસઘસાટ ઉંઘતો હોય.અંતરા ઘીમે થી દરવાજો બંધ કરી પલંગ ની બાજુમાં સાઇડ ટેબલ પર ટ્રે મુકી. સ્નેહ ના માથાં પાસે બેસી ગઇ ને સ્નેહ ના માથાં માં પ્રેમ થી હાથ ફેરવવા લાગી.

“ સ્નેહ ચાલે હું બધું લઇને ઉપરજ આવી ગઇ છું ઉઠીને હવે આપણે. બંબંને ફક્ત તું ને હું. હવે ઉભો થા મને પણ ભુખ લાગી છે. “

એ પ્રેમ થી સ્નેહ ને ઉઠાડવા લાગી.

“ કેમ.. ગયા બધા...ઓહ કદાચ એટલેજ યાદ આવ્યુ કે હું પણ એકઝીસ્ટ કરું છું.... બરાબર ને..?”

સ્નેહ મોઢું ચડાવીને ગુસ્સે થી બોલ્યો.

“સ્નેહ એવું નથી પણ એ બે જ ફ્રેન્ડ છે. બીજું મારું કહી શકાય એવું છે કોણ.. મારે તો કોઈ ભાઇ બહેન પણ નથી..કે...અને તુ તો જ તો છે મારુ સર્વસ્વ એ લોકો સાથે તારી કોઈ કંમ્પેરીઝન જ હોય.”

અંતરા નું મોઢું થોડું ઢીલું પડી ગયુ. સ્નેહ હવે થોડો કુણો પડ્યો. એણે અંતરા ને પોતાની બાથ માં લીધી. એનાં વાળ ની લટ ચેહરા પરથી આઘી કરતાં બોલ્યો

“ આય કેન અંન્ડરસ્ટેન્ડ..સોરી ફોર વ્હોટ આર ડિડ ટુડે.પણ તારા ને મારા વચ્ચે કોઈ આવે એ હું....જયારે આપણે બંને સાથે હોઈ એ ત્યારે કોઈ... તુ સમજે છે ને હુ શું કહેવા માગુ છું “

સ્નેહે અંતરા ના કપાળ પર હળવી કિસ કરી

“ હાહા..હાહા..બઘું સમજી ગઇ ચાલ હવે મારાં થી ભુખ્યા નહીં રહેવાય એમાં પણ બહુ દિવસ પછી મમ્મી ના હાથ નો નાસ્તો મળ્યો છે..તને શું ખબર સાસરેથી પહેલીવખત મમ્મી ના ઘરે આવવા ની મજા..”

બંને જણાં ખડખડાટ હસી પડયા.

“ અંતરા બારીમાં ઉભી ઉભી શું જોયાં કરેછે.”

બેલાબહેન અંતરા ના ખભા પર હાથ મુકતાં બોલ્યા.

“હું..? હું....ઉઉ...કંઇ....નહીં મમ્મી. બસ એમજ યાદ કરું છું એ દિવસો.જે આ રુમમાં આ ઘરમાં વિતાવ્યા છે. શુશું દરેક દિકરીને લગ્ન પછી પોતાનું જ ઘર આમ અજાણ્યું લાગતું હશે.? તને પણ...?”

અંતરા થોડા ઇમોશનલ વે માં બોલી.

“ કંઇ થયું છે?? અંતરા..કેમ આમ બૉલે છે..તને ક્યારેય..સ્નેહ સાથે કોઈ વાત...??”

“ ના..ના..મમ્મી સ્નેહ તો ખુબ સારો છે.મમ્મીજી પપ્પાજી પણ મને ખુબ સાચવે છે. શૈલજા તો પહેલાં થી જ ફ્રેન્ડ છે એટલે કોઈ કમી નથી.”

બંને વાતો કરતાં હતા એટલાં માં જ નિરાલી આવી પહોંચી.

“ અરે... ! મારા વગર સ્નેહ ની વાતો પણ શરું કરી દિધી માં- દિકરી એ.?? “

“ લ્યો...હવે તમે પધાર્યા તો અમારું પત્તુ તો કપાઈ જ ગયું. બેલાબહેન કટાક્ષ માં બોલ્યા.

“ હવે આવી જ ગઇ છે તો તું જ બેસ હુ નીચે જાવ છું.”.બેલાબહેન એ બંને ને એકલા મુકી રુમમાં થી બહાર ગયા..નિરાલી એકદમ જ અંતરા ને વળગી પડી.

“ ઓ..માય અનુ ડાર્લીંગ.. શું છે..? અહ...કાલે તો તારો જીગરજાન તારો સ્નેહ આપણા વચ્ચે વિલન બનીગયો. પણ આજે શાંતી છે. એ.. એક વાત પુછુ? તું ખરેખર .??

“ ખરેખર શું..? “

“ તું સાચ્ચે નિસર્ગ ને...ભુલી ગઇ છે....? સવાલ વિચીત્ર લાગશે તને.પણ મારા માટે એ જાણવું જરુરી છે.

કેમ કે હું તને બરોબર ઓળખું છું. “

“ નિરુ તારી પાસે ખોટું નહીં બોલાય. હું નથી ભુલી.એ હજું મારા માં એ જીવે છે.મે ફકત મારી લાગણીઓ ને દબાવી દિધી છે.જયારે જયારે સ્નેહ મારી નજીક આવે, મારા શરીર ને સ્પર્શે , એક પતપતી હોવાનો હકક જમાવે.એ મારાત્રે થી રીસાઈ અને હું એને માનાવુ એવી એની ઇચ્છા..એ બધું કરતી વખતે. હું સ્નેહ માટે નિસર્ગ ને જ શોધું છું. પણ છતા કોશીશ કરું છું કે સંપુર્ણપણે સ્નેહ ની થઈ જાવ..

ધીમે ધીમે સમય પસાર થવા માંડ્યો. પોતાના સંસારમાં પડી ગઇ. નિસર્ગ એનાં હ્રદય ના એક ખુણા માં બંધ થઈ ગયો. આખો દિવસ ઘરમાં કામ કરતી. સ્નેહ ના મમ્મી પપ્પા સાથે બાકી નો સમય પસાર કરતી. એક સંપુર્ણ ગૃહિણી ની લાઇફ એણે સ્વીકારી લીધી હતી. પોતાની આવડતો. ઇચ્છા ઑ કયાંક પાછળ છુટી ગઇ હતી. બસ એની આખી દુનિયા પોતાના પરીવાર મા સમેટી લીધી હતી.પોતાની જાતને સુધ્ધા ભુલીજતી.સ્નેહ જેમ કહેતો એમજ કરતી આમ જ દિવસો નીકળી રહ્યા હતા.

“ તને ખબર છે ટેરેસ ના હિંચકા પર આમ રાત્રે તારા ખોળામાં માથું રાખી ને તારી સાથે આ સમય પસાર કરવો એ આખા દિવસ નુ મારું સૌથી ફેવરિટ કામ છે.”

સ્નેહ અંતરા નો હાથ પકડતા બોલ્યો.

“ હા..મને પણ સ્નેહ “.