ભીંજાયેલો પ્રેમ ભાગ - 15 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીંજાયેલો પ્રેમ ભાગ - 15

ભીંજાયેલો પ્રેમ

ભાગ -૧૫

(એક ઝલક કહાનીની)

પાછળના ભાગમાં જોયું મેહુલ અને તેનું પૂરું ગ્રુપ થારલ ગામની મુલાકાતે આવે છે અને તેઓની સાથે અજીબ ઓ ગરીબ ઘટના ઘટે છે પહેલા ગામના લોકો જાનવરો, ભૂત અને લૂંટારાઓની વાતો કહે છે જે બધા હસીમાં ઉડાવી દે છે ત્યારબાદ બધાને રાત્રે એક સિંહયુગલ સહવાહ કરતુ નજરે ચડે છે અને સવારે નદીમાં નાહવા ગયેલા મેહુલને એક ચિંકારાનું અર્ધ શરીર પાણીમાંથી મળી આવે છે)

Continue

બીજીબાજુ ગામના બાળકોમાં આ અજનબી લોકોને મળવાની ઉત્સુકતા હતી તેથી સૌ ભેગા મળીને શાળા તરફ આવ્યા પણ શાળાએ કોઈ બતાયું નહિ, માત્ર પેલા તાપણામાંથી ધુમાડાની એક સેર ઉપર ચડી અદ્ર્ય્શ થઇ જતી હતી. બધા બાળકોએ આજુબાજુ જોયું તો કઈ ખાસ જાણકારી ન મળતા તેઓ ગામમાં પાછા ફર્યા.

***

ચીકારાના દેહને જોતા જણાતું હતું કે એક દિવસ પહેલા જ કોઈકે મારણ કરેલું છે, જાણવા જેવી વાત એ હતી કે આ પ્રાણીને કોઈ હિંસક પ્રાણીએ માર્યું હોય તેવું લાગતું નહતું. તેના શરીર પર કોઈ ધારદાર હથિયારના ઘા થયેલા હતા. માથું હજી ક્યાં છે તેની કોઈને ખબર ન હતી. તાજું મરણ હોવાથી લોહીની થોડી દુર્ગંધ આવતી હતી.

“ હું નહિ જોઈ શકું આ” કહેતા રાહી માથે હાથ મુકતા ત્યાંથી દુર ચાલી ગયી.

“કોણે આવી ક્રુરતાભરી હિંસા કરી હશે?” મેહુલના મગજમાં સહજ સવાલ ઉભો થતા બોલાઈ ગયું.

“હશે કોઈ હિંસક પ્રાણી” અર્પીતે કહ્યું.

મેહુલે મૃતદેહ તરફ આંગળી ચીંધતા કહ્યું “ના, આમ જો આ ઘાવ કોઈ પ્રાણીએ માર્યા હોય તેવા નથી લાગતા અને કોઈ હિંસક પ્રાણી આમ મારીને પાણીમાં ના ફેકી દે, આપણે ગામના લોકોને જાણ કરવી જોઈએ”

“હા ચાલો મને પણ એવું લાગે છે કે અહી કઈક ના બનવાનું બની રહ્યું છે”સૃષ્ટિએ ધ્રુજતા સ્વરે કહ્યું.

બધા તે દેહને ત્યાં જ છોડી પાછા શાળા તરફ આવ્યા. મેહુલ અને અભિષેક ગામ તરફ ગયા અને અર્પિતને બધાનું ધ્યાન રાખવા કહ્યું. ગામના ચોરે થોડા સજ્જન બેઠા હતા ત્યાં જઈ મેહુલે બધી વાત કરી. થોડા માણસો મેહુલ સાથે તે નદી કિનારા તરફ વળ્યા જ્યાં આ ઘટના બની હતી.

“મને લાગે સે તે પ્રાણીને કોઈ શિકારીએ મારીને પાણીમાં ફેકી દીધું હશે” ચાલતા ટોળામાંથી એક સજ્જન બોલ્યા .

“ના મને લાગે છે પેલા ભૂતે માથું ખાઈને લાશ પાણીમાં ફેકી દીધી હશે. ”બીજા સજ્જને હુંકારો આપ્યો.

“પહેલા જોઈ તો લઈએ ત્યાં થયું શું છે, આ બાળકોને નથી ખબર અહી પાણીમાં મગરો પણ રહે છે કદાચ આ કામ તેનું હોય. ”એક ભલા અને સજ્જન માણસે વિચાર્યું.

બધા ત્યાં પહોચ્યા જ્યાં આ વારદાત બની હતી. ત્યાં પહોચતાં સાથે મેહુલ અને અર્પિતના પગ નીચેથી જમીન સરકી ગયી. જાણે કેટલા દિવસોથી અહી કોઈ આવ્યું જ ના હોય તેમ નદીનું પાણી સ્થિર હતું અને પેલી લાશ પણ ત્યાંથી ગાયબ હતી,

“આ શું થઇ રહ્યું છે આપણી સાથે અભી?”મેહુલે આશ્ર્ય્તાથી કહ્યું.

“હું તમને કહેતો હતોને ભૂતનું જ કામ છે, તમે કોઈ માનતા ન હતા. ” બીજા સજ્જનના માથેથી પરસેવો છુટતો હતો.

“ચાલો ભાઈ કઈ નથી થયું અહિયાં આ બાળકોનો વહેમ રહી ગયો છે આપણે કાલે બધી વાતો કહી હતીને એટલે” તેમ કહેતા સાથે જ બધા ત્યાંથી ચાલવા માંડ્યા.

“ ના અમને વહેમ નથી થયો સજ્જન, સાચે જ એ ચીકારાનો દેહ હતો અને કોઈ ધારદાર હથિયારથી તેનું માથું વાઢી લઇ પાણીમાં ફેકી દીધેલી હતી. ”મેહુલે તેમની સાથે બનેલી ઘટનાને બીજીવાર દોહરાવી.

“હા તો કોઈ પ્રાણી ઉઠાવી ગયું હશે એમાં કોઈ મોટી વાત નથી” પેલા સજ્જને આ વાતને સામાન્ય ગણી નાખી હતી પણ તેમને આવનારી મુસીબતનો જરા પણ અંદેશો ન હતો.

મેહુલ અને અભિષેક શાળાએ પાછા ફર્યા બન્નેને હજી માનવામાં જ ન’હતું આવતું કે તે નદી કિનારેથી અચાનક મૃતદેહ ગાયબ થઇ ગયો છે. ગામના લોકોએ બપોરનું ભોજન તેના સરપંચના ઘરે લેવા કહ્યું હતું તેથી બપોરના ભોજનનો કોઈ પ્રોગ્રામ ન હતો. મેહુલ અને અભિષેક જયારે શાળાએ પહોચ્યા ત્યારે દસ વાગ્યા હતા. ત્યાં પહોચતા સાથે જ નાસ્તો તૈયાર હતો બધી ગર્લ્સે આ કામ પતાવી દીધું હતું, બસ બંનેની રાહ જોવાતી હતી.

“શું થયું મેહુલ?” શાળા પહોચતા સાથે જ અર્પીતે પૂછ્યું.

બંનેના ચહેરા પર ન સમજી શકાય તેવા પ્રતિભાવ હતા. બંનેના શરીર જ અહી હતા, મગજ તો હજી તે ઘટનાએ જ અટકાયેલા હતા જે હજી તેઓને માનવામાં આવતી ન’હતી.

“અરે મેહુલ તને પૂછ્યું મેં શું થયું ત્યાં વિસ્તારથી કહીશ તું”અર્પીતે મેહુલને ઢંઢોળતા કહ્યું.

ઓચિંતા મેહુલ સ્વસ્થ થયો તેને લાગ્યું નાહક આ વાતથી બધા ડરી જશે એટલે બધાને ના કહેવાના હેતુથી માત્ર એટલુ જ કહ્યું કે તે હિંસક પ્રાણીએ મારણ કરેલ હતું બીજું કઈ નહી.

બધાએ હાંશકારો અનુભવ્યો પણ સૃષ્ટિ અભિષેકને કળી ગયી હતી કારણ કે અભિષેકના પગ હજી થરથર કાંપતા હતા અને તેની શ્વાસ લેવાની પ્રક્રિયા પરથી પણ એવું લાગતું હતું કે તે હજી કોઈ મોટા સદમામાં છે, પણ અત્યારે કોઈ ના કહી મેહુલને જ પૂછી લેવાના હેતુથી સૃષ્ટિએ વાત ના ઉખેળી.

બધાએ નાસ્તો કર્યો ત્યાં સુધીમાં પેલા એક વાર આવીને પાછા વળેલા બાળકો પાછા ફર્યા હતા. બધા દસ વર્ષથી નિચેના જણાતા હતા જેઓને આ લોકોને મળવાની ખુબ જ તાલાવેલી હતી.

”હેલ્લો કેમ છો દોસ્તો “ મેહુલે બધાને જોતા કહ્યું.

“અમે મજામાં છીએ તમે અહી જંગલ જોવા આવ્યા છો?” બધાથી આગળ ઉભેલા બાળકે ઘેરા આવજમાં કહ્યું.

“હા ફરવા તો આવ્યા છીએ બોલ તું અમને બતાવીશ જંગલ?” મેહુલે અમસ્તા જ પૂછી લીધું.

“હા, ચાલો હું બધી જ જગાથી વાકેફ છુ” પાછા ઘેરા સ્વરે તે છોકરો બોલ્યો.

મેહુલ આ બધી ઘટનાથી વિચલિત થઇ ગયો હતો અને આ સારો રસ્તો હતો બધાના મગજને શાંત કરવાનો તેથી મેહુલે થોડું વિચાર્યું અને પછી અર્પિત સાથે ઈશારામાં વાત કરી બોલ્યો“ ચાલો તો બધા તૈયાર થઇ જાવ આપણને નવો ગાઈડ મળી ગયો છે”

“આપણને હવે આવો કોઈ મૃતદેહ નહિ મળેને?” નંદનીએ પેલા દ્રશ્યને આદ અપાવતા કહ્યું નંદની આવા ડર વાળા ચહેરામાં પણ થોડી નાજુક અને સુંદર લાગતી હતી.

“હવે આ છોકરો છે ને આપણી સાથે તું શું કામ ડરે છો? સૃષ્ટિએ પોતાની મસ્ત અદામાં કહ્યું.

“ચાલો ચાલો મારે હજી ઘણું સરખું જોવાનું બાકી છે” રાહુલે પણ નંદનીનો થોડો ડર હટાવતા કહ્યું.

બધાએ જરૂરી સમાન સાથે લીધો, પાણીની બોટલ, થોડી ફસ્ટેડ દવાઓ, એક લાંબુ દોરડું અને સાથે થોડા મોજાં નાખી એક બેગ તૈયાર કર્યું. બધા પેલા છોકરાઓ સાથે આગળ વધ્યા.

“શું નામ છે દોસ્ત તારું?” મેહુલે પેલા છોકરાને પૂછ્યું.

“દિપક”

“મારું નામ મેહુલ અને આ બધા…. ” કહી બધાની ઓળખાણ તે છોકરા સાથે કરાવી.

“અત્યારે આપણે ક્યાં જઈએ છીએ દિપક?” રાહીએ તેની ઝુલ્ફો સવારતા પૂછ્યું.

“આપણે એક ગુફા જોવા જાવી છવી” દીપકે તેના ઘેરા અવાજે કહ્યું.

એક કેડીએ કેડીએ બધા આગળ વધતા હતા. થોડી કેડીઓ બદલતા તે ગુફા આવી ગયી. ખરેખર તે ગુફા ભયાનક લાગતી હતી, આજુબાજુ કાંટાની જાડી હતી અને પ્રવેશવાનો રસ્તો પણ તે કેડીથી લગોલગ હતો.

“Wow, ”ગુફાની અંદર પ્રવેશતા અર્પિત બોલી ઉઠ્યો અને તેનો આવાજ ગુફાની ત્રણે દીવાલ સાથે અથડાઈને એક મોટો પડઘો પડ્યો. દીપકે ત્યાં રહેલ થોડો કચરો હટાવતા એક નીચે જવાનો દરવાજો બતાવ્યો.

“આ ભોંયરું સીધું ગિરનારની તળેટીયે નીકળે છે, એવું બધા કહે છે”દીપકે તેના ઘેરા અવાજમાં કહ્યું.

“કોઈ ગયેલું આ ભોંયરામાં?” એકાએક રાહુલે સવાલ પૂછ્યો.

“ના બધા જવાની ના પાડે”દીપકે કહ્યું.

બધા ગુફાની ભીંતો પર કંડારેલા ચિત્રો જોતા હતા, જેમાંથી એક ચિત્ર જોઈ સૃષ્ટિના હોશ ઉડી ગયા. તે ચિત્રમાં નદી કાંઠે એક પ્રાણીનું માથા વગરનું ધડ કંડારેલૂ હતું અને બાજુમાં એક ધારદાર છરો પડ્યો હતો. નીચે સંસકૃત ભાષામાં કંઈક લખ્યું હતું. સૃષ્ટિએ તે ચિત્રનો ફોટો પડ્યો અને બધાને તે ચિત્ર ના દેખાય તે હેતુથી બધાને ત્યાંથી તબિયત ઠીક ન હોવાનું બહાનું બતાવી આગળ જવા જીદ કરી.

“અભિષેક અને અર્પિત તમે લોકો સૃષ્ટિને શાળાએ લઇ જાઓ “મેહુલે બેગમાંથી ટેબ્લેટ આપતા કહ્યું.

“ના, મેહુલ તું આવ ને”સૃષ્ટિએ કહ્યું.

મેહુલે એક ઘડી વિચાર્યું, રાહી સામે જોયું અને પછી કંઈક ગડમથલ કરતા કહ્યું “ચાલોને આપણે બધા જ જઇએ અમસ્તા ભી અગિયાર વાગી ગયા છે આપણે આમંત્રણ છે ત્યાં પણ જવાનું છે”

બધાને હજી આગળ જોવા જવાની ઈચ્છા હતી તેથી કોઈને આ વાત યોગ્ય ના લાગી. સૃષ્ટિ મેહુલને ખેંચીને આગળ વધી અને અર્પિતને કહ્યું “આ બધાનું ધ્યાન રાખજે”

બધા દિપક સાથે આગળ વધ્યા, મેહુલ અને સૃષ્ટિ શાળા તરફ આવતા હતા. વચ્ચે સૃષ્ટિએ કહ્યું “સવારે ત્યાં શું થયું હતું?”

“ક્યાં”મેહુલે સામે સવાલ કર્યો.

“તમે ગામના લોકોને લઈને તે નદીએ ગયા’તા ત્યાં”

“કઈ નહિ ગામના લોકોએ કહ્યું આ હિંસક પ્રાણીએ માર્યું છે એમ”મેહુલે આંખો છુપાવતા કહ્યું.

“ના તારા ચહેરા પરથી એવું નથી લાગતું જે સાચું હોય તે મને કહે પ્લીઝ”

મેહુલે બે ઘડી સૃષ્ટિની આંખોમાં આંખ પરોવી અને પછી ઓચિંતા જ તે પેલા દ્રશ્યને નજર સામે જ નિહાળી રહ્યો હોય તેમ બધી વાત સૃષ્ટિને કહી. આ વાત સાંભળી સૃષ્ટિના રોમરોમ બેઠા થઇ ગયા. તે ડરથી થરથર કાંપતી હતી. હવે સાચે જ તેની તબિયત પર અસર પડતી હતી. ચક્કર આવતા જ તે મેહુલ સાથે અથડાઈને બેભાન થઇ ગયી. મેહુલે તેને સાંભળી લીધી હતી અને તેને ઊંચકી શાળાએ લઇ ગયો.

થોડીવાર પછી સૃષ્ટિને હોશ આવ્યો તો તે શાળાના રૂમમાં સૂતી હતી અને મેહુલ બહાર બેઠો બેઠો કંઈક વિચારતો હતો. સૃષ્ટિને જોતા જ તે અંદર આવ્યો અને પાણીની બોટલ આપી.

“શું થયું હતું તને સૃષ્ટિ?”મેહુલે પૂછ્યું.

સૃષ્ટિની આંખમાં ઝાંકળના બિંદુ ઉતરી આવ્યા હતા, રડતા આવજે તેણીએ કહ્યું “મેહુલ આપણી સાથે કંઈક અજુગતું બની રહ્યું છે અને આપણે મોટી મુસીબતમાં ફસાવાના છીએ”

“તને કેમ એવું લાગે છે?” મેહુલનો સવાલ સ્વાભાવિક હતો. સૃષ્ટિએ ફોનમાંથી ફોટા બતાવ્યા જે તેણે ગુફામાંથી પડ્યા હતા અને તેણીને વારંવાર એવું લાગતું હતું કે કોઈ બધાનો પીછો કરી રહ્યું હોય.

મેહુલે આ બધી વાત સાંભળી એક નિર્ણય લીધો, આજે જ આપણે ભાવનગર જવા માટે નીકળી જઈશું, પણ મેહુલને સવારની ઘટના અને ગુફા ઘટના પરથી એક કડી મળી હતી.

(ક્રમશઃ)

આ બધા સાથે શું થઇ રહ્યું છે તેની જાણ હજી કોઈને નથી ત્યાં મેહુલ ભાવનગર પાછા જવાનો નિર્ણય લે છે અને તેને આ ઘટનાઓનો તાગ મળે છે…

શું લાગે દોસ્તો આ લોકો કેવી મુશ્કેલીમાં ફસાયા હશે, બધા આ મુસીબતને જાણી શકશે કે આ વાત અહીં જ પુરી થઇ જશે અને બધા ભાવનગર પરત ફરી જશે…. દિલ થામીને વાંચજો દોસ્તો કારણ કે આપણે સ્ટોરીના અંત સુધી આવી ગયા છીએ અને તમે વિચારી લેજો કેવો અંત હોઈ શકે આ સ્ટોરીનો.

આગળ શું થઇ શકે છે તેના મંતવ્યો અથવા આ સ્ટોરી સંબંધિત કોઈ વાત કહેવી હોય તો તમે અચૂક મને વ્યક્તિગત સંપર્ક કરી શકો છો.

Whats app Contact - 9624755226

Facebook :- Mér Méhùl

-Mer Mehul