મૃગજળ ની મમત - 28 Bindiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

મૃગજળ ની મમત - 28

મૃગજળ ની મમત

ભાગ-28

અતરા થોડી ડલ લાગતી હતી. નિરાલી અને આશીષ સાથે હતાં હવે તો નિસર્ગ ને જાનકી પણ કમી હતી ફકત સ્નેહ ની.. એ મીસ કરી રહી હતી... આશીષ અંતરા ને નોટીસ કરી રહયો હતો એણે અંતરા ના હાથ પર હાથ મુકીને આખ નમાવી ને અંતરા ને બધુ બરાબર થશે એવી સાંત્વના આપી.

બધા નિરાલી ના ઘરે થી છૂટ્ટા પડયાં. અંતરા પણ. ઘરમા દાખલ થતા જ સ્નેહ ત્યા સોફા પર રાહ જોઈ ને બેઠો હતો. અંદર થી ખુબ ધુંધવાએલો. એ જે કંઈ થઇ રહ્યુ હતુ એ સમજાતું ન હતું. પોતાનાં દરેક પાસાં ઉંધા પડી રહ્યા હતાં. હકીકત મા તો એ પણ અંતરા ને પોતાની નજીક જ લાવવા માગતો હતો. અંતરા ફકત એની જ રહે. એની સાથે પોતાના મય રહે એવું જ ઇચ્છતો હતો પણ અંતરા પ્રત્યે નો પ્રેમ જો સીધી રીતે સ્વીકારી લે તો પોતાનો મેલ ઈગો હર્ટ થાય. સગા સંબંધી મિત્ર સર્કલમાં પોતાની શું આબરૂ રહે ? એવા વિચારો મા હજું પણ રાચતો હતો.. એટલે ગમેતેમ કરી ને અંતરા નમતું મુકી ને પોતાનાં તાબે થઇ જાય તો પત્ની ને પોતે કેવી પોતાનાં હાથ મા રાખે છે એવું દર્શાવવા માગતો હતો. અને માટેજ આવી જાત જાતની તરકીબો વિચારતો હતો. પણ હવે એના દરેક દાવ નિષ્ફળ જવા લાગ્યાં હતા. છેલ્લા જાનકી ને ઉકસાવી ને બધા વચ્ચે એ અંતરા નું અપમાન કરે અને પછી પોતે આટલું થયા પછી પણ અંતરા ને સ્વિકારવા તૈયાર છે એવું બતાવી ને મહાન બનવા માગતો હતો. જેથી પોતાને નમવું પણ ન પડે અને અંતરા પણ પોતાનાં અહેસાન હેઠળ રહે. પણ આ તો ધાર્યા કરતાં ઉલ્ટું થયું. હવે અંતરા એને બોલાવતી પણ બંધ થઈ ગઈ. પહેલા તો થોડીઘણી પણ વાતચીત કરતી. અંતરા થોડીવાર એની સામે જોઈ ને સોફા પાસે ઉભી રહી પણ સ્નેહ વિચારો મા ખોવાએલો જ હતો એટલે એ અંદર રુમમાં જતી રહી. એને જતા જોઇ સ્નેહ તરતજ અંતરા ની પાછળ ગયો. અંતરા કબાટમાં થી પોતાની સાડી બહાર કાઢી રહી હતી. એણે તરતજ અંતરા નું કાંડુ પકડયું.

“ વાહ.... સવાર સવાર મા કયાં જઇ આવી? તારા..... “

સ્નેહ એ વાકય તયાજ પડતુ મુક્યુ.

“ કેમ.. તને નથી ખબર કે હું કયા જઇ આવી.. ? કોની સાથે... ? હમણા તો તું મારી રજેરજની માહિતી રાખે છે. તો... જવાબ મારા મોઢેથી બોલાવવા માંગે છે?. ”

“ હુ તારી દરેક ચાલાકી જાણું છું. પણ ઇચ્છુ છું કે તું તારાં મોઢે સ્વીકારી લે. નહીંતર.. પછી.... મા.... રે.. બધાની વચ્ચે તારી અસલિયત ખુલ્લી કરવી પડશે.. અને એ મને પણ નહી ગમે અને તને પણ”

અંતરા રે સાડી કબાટ મા પાછી મુકી અને કબાટની દરવાજો બંધ કર્યો. હવે એ સ્નેહ ની એકદમ સામે આવીને ઉભી રહી. એની આંખો મા આંખ પરોવી ને નિડરતાથી બોલી.

“ ઓહ... એમ.. મારી અસલિયત? જેમ કરવું હોય એમ કર. જા. પણ એક વાત ધ્યાનમાં રાખજે સ્નેહ કે મારી અસલિયત ખુલ્લી કરવા ના ચક્કર મા કયાંક તું તારાં અસલી ચહેરાને ખુલો ન પાડી દે. સમાજ મા વાહવાહ ની બદલે પછી નીચાજોણું ન થાય એનું ધ્યાન ખાસ રાખજે.. ”

“ એટલે તું કહેવા શું માંગે છે?. તારા આશીક સાથે ખુલ્લેઆમ ફરે છે. એની સાથે મારી નજર સામે સવાર સાંજ વોક મા જાયછે મોજ મસ્તી કરેછે. મારાદિકરા નુ પણ બ્રેઇન વોશ કરી ને એને પણ પેલા સાથે જોડી દીધો જેથી ભવિષ્ય માં તમે બંને... કંઈ.. છી.. જવા દે આવા હલકાં વિચાર કરવા એ પણ મારા માટે તો પાપ બરાબર જ છે અને તું.. હું સારો છું કે તને હજું પણ ઘરમાં રાખી છે... આજે તો હદ જ કરી નાખી છે એણે. પેલી જાનકી પણ આંધળી છે એને કશુંજ દેખાતુ નથી. તમને બંન્ને ને ફેરવે છે. “

અંતરા ની આંખો માથી દળ દળ આંસુ વહેવા લાગ્યા. સ્નેહ આટલી હદ હલકી કક્ષાનુ વિચારશે એવી આશા નહતી.

“ સ્નેહ બસ કર હવે. તને ભાન પણ છે તું શું બોલે છે?. તારા વિચારો કેટલાં નબળા છે. એના કરતાં તો જાનકી લાખ દરજે સારી છે તે એના કાનમાં ઝેર રેડયું. એનો સંસાર પણ તું બગાડવા માગતો હતો. એતો નિસુ ના લીધે બધુ જ સચવાઈ ગયું જાનકી પણ સમજી ગઇ. બાકી તે કોઈ કસર છોડી નહતી એમની લાઇફ બરબાદ કરવાની. હું અને નિસુ ફક્ત સારા મિત્રો છીએ. જો અમારી વચ્ચે કંઈ પણ એવા સબંધો હોત ને તો નિસુ ક્યારનો મને અહીંથી લઇ ગયો હોત જે કંઈ કર્યું હોત ખુલ્લેઆમ કર્યું હોત આમ તારી સાથે જોડાઈ ને તારી પીઠ પાછળ..... એટલા હલકા નથી હું અને નિસુ પણ છોડ તને સમજાવવા નો કોઈ મતલબ જ નથી. સાંજે એક ખુબ મોટું મેરેજ ફંક્શન છે જેની ફાઇનલ ડેકોરેશન અને અરેન્જમેન્ટ ચેક કરવા નું છે. જવા દે મને મોડું થાય છે. “

અંતરા સ્નેહ ને આઘો ખસેડીને બાથરૂમ મા છ રહી. સ્નેહ પણ ત્યાથી ગુસ્સા મા રૂમની બહાર નીકળી ગયો. એ પણ જાણતી હતો કે પોતે જે કંઇ પણ કરે છે એ ખોટું છે. પણ ગુસ્સો અને રઘવાટ એ વાત નો હતો કે અંતરા હાર સ્વીકારી ને એનાં તાબે થઇ નથી. અને વળી દરેક વખતે એની બધી ચાલાકી અંતરા સામે ખુલ્લી પડી જવાથી એ વધુને વધું વામણો થઇ જતો. બહાર જઇને એણે સીધો જ મોબાઈલ ઉપાડયો અને મેસેજીસ ચેક કરવા લાગ્યો. તરતજ એનું ધ્યાન જાનકી ના મેસેજ પર પડયું એટલે પહેલા જ એણે વાંચ્યો. મેસેજ મા જાનકી એ વાત કરવા નું કહેલું એટલે તરતજ એણે જાનકી ને ફોન લગાડયો.

“ હલો... જાનકી?? હું સ્નેહ “

“ હા... બોલો... ”

“ તમારો મેસેજ વાંચ્યો મેં. તમે કહો ત્યા મળીએ.. ”

“ મળવા... નું.. હવે કોઈ કારણ જ નથી સ્નેહ “

“ પણ મારે તમને મળવું છે. એકવાર વાત કરવી છે. “

“ ઓકે તો તમે મને મેસેજ કરી દો એ જગ્યા એ તમારાં સમયે હું પહોંચી જઇશ.. ઇઝ ઇટ ઓકે ?”

“હમમ.... ઓકે. ””

જાનકી ના ફોન મુકતાં જ નિસર્ગ બોલ્યો...

“ હવે શું કામ છે ? તને શુ કામ ફોન ક્ર્યો હતો?”

“ ઓહ... મી. દોશી.. કુછ જ ને કી બુ આ રહી હૈ.. યુ ફીલીંગ જેલસ? “

જાનકી એ બંને હાથ નિસર્ગ ની ડોકમાં પરોવી એના નાક સાથે નાક ઘસતા બોલી. નિસર્ગ પણ બંને હાથ જાનકી ની કમર મા નાખીને આંખ મીચકારતા બોલ્યો

“ ઑહ... કમ ઓન જેલસ એન્ડ મી?? નેવર.. એટલેજ તો તું મારી સાથે છે.. મારી જાત પર ભરોસો છે મને અને તારા પર પણ.. “

“ હમમમ ચાલ ચાલ... જવા દે મને એણે મળવા બોલાવી છે. “

“ કેમ.. હવે શુ કામ.. હજુ શું સળગાવવા નું બાકી છે.. ? “

નિસર્ગ થોડો ગુસ્સા મા બોલ્યો.

“ અરે કુલ ડાઉન.. કામ કંઈ નથી.. સવારે ઘરેથી નીકળી ત્યારે મેં મળવા માટે કહ્યુ હતું “

જાનકી એ બધી વાત કરી..

“ એટલે જ મળવા માટે ફોન કર્યો હશે. કે આ બધું એનાં ધાર્યા કરતા ઉંધુ થયુ છે. “

“ હા... સાચી વાત પણ જાનકી એનું ધ્યાન રાખજે. માણસ તરીકે એ ખરાબ નથી પણ સમય અને સંજોગો ના લીધે એનું વર્તન ખરાબ છે એની વાત મા આવી ન જતી. “

“ હા નિસર્ગ હું જાણું છું. એ પણ અંતરા ના ખુબજ ચાહે છે અને અંતરા ના પામવા માટેના જ હવાતિયા છે. પણ એટલું નથી જાણતો એ કે આટલું બધું કર્યાં વગર ફકત ને ફક્ત અંતરા ને કન્ફેસ કરે પોતાનો પ્રેમ અને પોતાનાં સબંધ ને થોડી સ્પેસ અને સમય આપવાની જરૂર છે બસ. કદાચ હું એને આ વાત સમજાવી શકું. અંતરા ને હવે હું સમજી ગઇ છું. એક સ્ત્રી તરીકે એ પણ એવો જ સાથીદાર ઈચ્છે જે એના પર વિશ્ર્વાસ કરે. એને પ્રેમ કરે. એનું માન સન્માન જાળવે અને એને સમય આપે. બસ આ જ બાબતો જીવન મા જરુરી નહોય છે. પતી પત્ની વચ્ચે આ પ્રકાર ની સમજણ હોય ને તો ક્યારેય કોઈ પણ વ્યક્તિ કે પરિસ્થિતિ એને અલગ ન કરી શકે... અને હા.. જો આજે અંતરા ને બહુજ મોટું ફંક્શન પહેલી વાર હેન્ડલ કરવાનું છે બસ એની સાથે રહેજો તુ અને નિરાલી. હુ પણ એને ફોન કરીને વાત કરીશ.. હવે છોળો મને અને જવા દે... ”

“ હાય... તુ એક દિવસ મા આટલી બધી સમજું થઇ ગઇ.... ”

નિસર્ગ મજાક કરતાં હસ્યો.

“ આહ... મી દોશી... હું તો સમજુ જ હતી એટલે તો તમને પસંદ કર્યા.. ”

જાનકી પર નિસર્ગ ના ગાલ પર ટપલી મારતાં બોલી.

“ અરે.... જાનકી.. આ શું છે? અંતરા ને માંડ બંધ કરી ત્યા તું શરું થઇ... મી. દોશી.. મને ચીડ છે આ નામ થી.. ”

જાનકી અને નિસર્ગ બંને ખુબ મસ્તી ના મૂડ મા.. નિસર્ગ જાનકી ને ના પાડતો રહ્યો અને જાનકી એને મી. દોશી કહીને ચીડાવતી રહી.

અંતરા જલદી જલદી ફંક્શન ની તૈયારીઓ ચાલતી હતી ત્યા પહોચી ગઇ. અતયાર સુધી ઘણાં નાના મોટાં ફંક્શન કર્યાં પણ આ તો કોઈ મોટાં ઇનડસ્ટરીયાલીસ્ટ ની દીકરી ના લગ્ન હતાં ખુબજ મહેનત કરી હતી અંતરા એ.. બસ હવે બધું ફાઈનલ ચેકીંગ ચાલી રહ્યુ હતું. લાઇટસ... મંડપ ડેકોરેશન.. મ્યુઝિક.. કેટરીંગ.. જાન નું સ્વાગત.. દુલહન ની એન્ટ્રી બંધુ જ... એ ખુબ બીઝી હતી. સાજે છ વાગ્યા નુ જાન આગમન નું મુર્હત હતું. અંતરા ખુબ થાકી પણ ગઇ હતી. પહેલા વાર આટલું મોટું ફંક્શન હેન્ડલ કરી રહી હતી. પણ જો આ ફંક્શન પરફેક્ટ થઇ જાય તો પછી આવા ફંક્શન અવારનવાર મળશે એની પણ ખાતરી હતી. ચાર વાગતા ની આસપાસ અંતરા ને મદદ કરવા માટે નિરાલી નિસર્ગ અને આશીષ પણ પહોચી ગયો હતો. જાનકી એ પણ બેસ્ટ વિશ માટેનો કોલ કરી દીધો હતો. અંતરા બધું હેન્ડલ કરવા બધાને કામ સોંપી રહી હતી એટલા મા જ કોઈ એ બુમ પાડી.

“ હેય.... મેમ.. હાવ આર યુ??”

અંતરા એ તરતજ પાછળ વળીને જોયું..

“ ઓહ મી. શિવદાસન.. હાવ આર યુ?”

“ અંતરા... ! ઇફ આઇ એમ નોટ રોંગ.. ! પ્લેઝર ટુ સી યુ હીયર.. ”

“ થેન્ક યુ સર... પર આપ યહા?”

“ ઓહ યસ.. ધ બ્રાઇડ.. શી ઇઝ માય નીસ.. મી. આજ્ઞનેય જ્ઞાન હી ઇઝ માય કઝીન. ઓર વો તુમ્હારી બહોઓઓત તારીફ કર રહે તે. સો એકચયુલી આય વોન્ટેડ ટુ મીટ યુ. બટ આય ડોન્ટ નો ઇટસ યુ અંતરા.. સ્નેહ’સ વાઇફ.. “

“ થેન્કસ ઉનકો મેરા કામ પસંદ આયા. ઉન્હોને સબકુછ મેરે ઉપર છોડ દિયા થા. ઓર વો બહોત બીઝી રહેતે હે તો ઝયાદા બાત નહીં હોતી. “

“ હી ઇઝ વેરી જેનટલ પર્સન. પર તુમને કમસે યે કામ શુરુ કીયા? મૈ તો કબકા સ્નેહ કો કહેતા થા કે યોર વાઇફ ઇઝ વેરી વેરી ટેલેન્ટેડ. પર વો કભી સુનતા નહી થા. બટ આઇ એમ ગ્રેડ કે તુમ યે કામ શુરુ કીયા. અબ સ્નેહ મીલેગા તો બાત કરુંગા ઉસસે... ”

“ ઇટસ રીયલ પ્લેઝર ટુ મીટ યુ સર.. સોરી બટ આઇ હેવ ટુ ટેક યોર લીવ નાઉ સર. ફંક્શન મે મીલે હૈ. ”

“ યસ અંતરા.. ગુડ ગોઇંગ.. માય બ્લેસીંગ્ઝ આર વિથ યુ ઓલવેઝ... બાઇ... ”

અંતરા હજુ વાત કરીને કેટરીંગ ડિપાર્ટમેન્ટ તરફ આવી ને બધા ને સર્વીંગ કન્સ્ટ્રકશન આપી રહી હતી. એટલા મા જ આશિષ આવ્યો.

“ અંતરા બધું બરાબર તો છે ને. ? મે ફ્લાવર ડેકોરેશન વાળા ને અડધી એમાઉન્ટ ચુકતે કરી દીધી છે. એટલે લાસ્ટ મા હવે જોઇ ને હિસાબ કરજે. ઓકે. ”

“ થેન્કસ આશિષભાઇ. તમે લોકો ન હોત તો હું આટલી મોટી હિંમત કયારે પણ ન કરત. “

“ તુ.. નાની બહેન છે મારી એમા થેન્કસ ન હોય. પણ હા અંતરા હમણા કોની સાથે વાત કરી રહી હતી? “

“ એ... એ મી. શિવદાસન હતા. સ્નેહ એમની સાથે કામ કરતો. સ્નેહ ના સિનીયર હતા. એ વખતે ઓફીસ ના ફંક્શન મા સ્નેહ મને સાથે લઇ જતો. અને સર હંમેશાં મને પોતાની દિકરી ની જેમ જ ટ્રીટ કરતાં. સ્નેહ પર એમની ખુબ ઇન્ફલુએન્સ હતી. પણ સ્નેહ આગળ વધ્યો પોતાનું કામ શરું કર્યું પછી.. જવા દો બધું પણ જેના લગ્ન છે એ એમની નીસ છે. અને મી. જ્ઞાન એમનાં કઝીન. હવે ચિંતા ની જરુર નથી. “

“ હા. બસ તારી જાત પર વિશ્ર્વાસ રાખજે બધું જ સારું થશે. ”

“ અરે... અરે.. રે.. શુ વાતો કરો છો? અંતરા પાચ વાગવા આવ્યા છે તુ જલદી ઘરે જા. અને તૈયાર થઇ ને આવ. એકદમ મસ્ત તૈયાર થઇ ને આવજે. બધા તને જોતા જ રહી જાય... ”

નિરાલી આવીને અંતરા ને કહેવા લાગી.

“ હા હા.. મારી મા.. જાઉં છું ઘરે તુ ને આશિષ ભાઇ સંભાળી લેજો હુ આવું ત્યા સુધી. “

“ હવે તુ જા. “

અંતરા ફટાફટ ત્યા થી નીકળી. સીધી ઘરે પહોંચી. સ્નેહ તૈયાર થઇ ને બેઠો હતો. એનુ વલણ થોડું કુણું હતું. અંતરા એની સામે જોયા વગર જ સીધી જ રુમ મા તૈયાર થવા જતી રહી. સ્નેહ તરતજ એની પાછળ ગયો.

“ અંતરા... ”

એણે ધીમેથી કહ્યુ

“હં... સ્નેહ. હમણા જ તારાં માટે કંઈ બનાવી આપું છું તું જમી લેજે. ફંક્શન ખુબ મોટું છે એટલે પુરુ થશે પછી બધું વાઇન્ડઅપ કરવામાં લગભગ સવાર પડી જશે. હું તને ફોન કરતી રહીશ અને હા આશિષભાઇઅને નિરાલી પણ સાથે જ છે. એટલે “

“ અરે.. ના. જમવાનું બનાવતી નહી. મારે પણ એક મેરેજ ફંક્શન મા જવાનું છે એક ક્લાયન્ટ છે જુના.. એટલે મારે પણ મોડું થશે અને હા મન ને પણ સાથે જ લઇ જાઉં છું એની ચીંતા કરતી નહી. “

અંતરા તો એનાં વર્તન થી દંગ રહી ગઇ. પણ જે હોય તે અત્યારે તો મોડું થાય છે એટલે ફકત હા કહીને એ તૈયાર થવા જતી રહી.

ફંક્શન શરુ થવા ને ફકત અડધી કલાક ની વાર હતી. ઘરના સભ્યો આવવા ના શરું થઇ ગયા હતાં બધા ડેકોરેશન અને વ્યવસ્થા જોઇ ને ખુબ ખુશ હતાં. અંતરા ને આવવાને હજુ વાર હતી એટલે આશિષ અને નિરાલી બધું સંભાળી રહયા હતા.

“ હલો અંતરા.. કેટલી વાર છે ફેમીલી મેમ્બર્સ આવવા લાગ્યા છે. બધા તારા વિશે પુછે છે. અને મી. એન્ડ મિસીસ જ્ઞાન તારા વિશે પુછતા હતાં. “ નિરાલી એ સાઇડ મા જઇને અંતરા ને કોલ કર્યો.

“ હા બસ આ પહોચી. કાર પાર્ક કરુ છુ “

અંતરા એ તરતજ કોલ કટ કર્યો. અને કાર પાર્ક કરી ને અંદર આવી. દર વખત ની જેમ અંતરા ખુબજ સુંદર લાગી રહી હતી. એકદમ બોટલગ્રીન કલર ની સાડી મા જરદોશી અને ડાયમંડ નુ વર્ક. એ પણ એકદમ લાઇટ.. અંતરા હંમેશા લાઇટ વર્ક વાળી જ સાડી પહેરતી. ડાર્ક ગ્રીન કલર ની સાડી ના લીધે અંતરા વધુ દેખાવડી લાગી રહી હતી. એકતરફ વાળને સાઇડ કરીને ઢીલો સાગર ચોટલો વાળી અને છેલ્લે વાળ નો ઢીલો અંબોડો લીધો હતો. હાય હીલ સેન્ડલ એક હાથ મા ડાયમંડ નુ કડું અને એક હાથ મા ઘડીયાળ. એનુ સિમ્પલ અને સોબર ડ્રેસીંગ એનેવધુ સુંદર અને આકર્ષક બનાવતું. કાન મા હેવી ટીપીકલ સાઉથ ઇન્ડિયન ડુલ્સ એના ચહેરા ના આકર્ષણ મા ખુબ વધારો કરી રહયા હતા. અને સ્લીવલેસ બ્લાઉઝ મા પાછળ લો – કટ નેક માથી રૂપાળી અને ભરાવદાર પીઠ દેખાઇરહી હતી. જોનારા ની આંખો નજર પડતા જ અંતરા પર સ્થિર થઇ જતી. એ જલદીથી અંદર આવીને નિરાલી પાસે પહોચી. હવે નિસર્ગ પણ હાજર હતો. એ અંતરા ને જોતો જ રહી ગયો. એણે તરતજ અંતરા ને કોમ્પલીમેન્ટ કરી.

“ નિરુ.. કેવી લાગું છું.. બધું બરાબર તો છે ને?”

“ અરે ખુબજ સુંદર લાગે છે. જોતા જ તારાં પર મોહીપડાય એવી લાગે છે. ધ્યાન રાખજે તારું.. ”

નિરાલી મજાક કરતા બોલી.

“ શુ તુ પણ નિરૂ. બસ હવે મને કહે કે મિસ્ટર એન્ડ મિસીસ જ્ઞાન કયાં છે.. એમની દિકરી નુ ડ્રેસીંગ મેક અપ બધું અને હા મિસીસ જ્ઞાન નુ પણ. મારે એકવાર મળવુ પડશે. ”

“ હા બાબા... હા.. એ લોકો પણ તને મળવા માંગે છે ખુબજ ખુશ લાગતાં હતા. એ લોકો બ્રાઇડ ના રુમમાં છે. “

“ ઓકે. ”

અંતરા તરતજ બ્રાઇડ રુમમાં પહોચી ત્યાં મિસીસ જ્ઞાન એની રાહ જોઇને જ બેઠા હતા. એ અંતરા ના કામ થી ખુબજ ખુશ હતાં મા દિકરી બંને એ અંતરા નો ખુબ આભાર માન્યો. એટલા મા જ મિ. જ્ઞાન નો કોલ આવ્યો એટલે ખબર પડી કે દિકરા પક્ષ વાળા જાન લઇને પહોચી ગયા છે. એટલે અંતરા અને મિસીસ જ્ઞાન બંને વેલકમ કરવા નીચે આવ્યા બધાની નજર અંતરા પર જતી અને અટકી જતી. જાનૈયા ને વેલકમ કરીને અંતરા અહમના માટે બીજી બધી વ્યવસ્થા થા કરવા ભા પડી ગઈ. એ નાનામાં નાની ડિટેલીગ નુ પણ ખુબ ધ્યાન રાખતી હતી જેથી ક્યાય કોઈ કમી રહી જાય. લગ્ન ની વ્યવસ્થા મા એટલી બધી બીઝી હતી કે ચાલતાં ચાલતાં એ અથડાઈ પડી. એણે તરતજ પાછળ ફરીને માફી માગી.

“ ઓહ... આઇ એમ વ્હેરી વ્હેરી સોરી જેન્ટલમેન “

બંને એકબીજા ની સામે ફરતાં જ સ્થિર થઇ ગયા.