ધૃવલ જિંદગી એક સફર-10 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

ધૃવલ જિંદગી એક સફર-10

ઘૃવલ:જિંદગી એક સફર -10

 

નિશાંત કહે પણ તુ સમજવાની કોશીશ કર.આપણે બન્ને કેટલું તરસ્યા છીએ.કેટલું મળ્યા છીએ.કેટલું રડ્યા છીએ.એકબીજાને મેળવવાની તૈયારીમાં જ હતા કે વેકેશનમાં કેવું થયું? આપણી સાથે થયુ.એવુ આપણા સંતાન સાથે થાય એવુ હુ ઇચ્છતો જ નથી.

 

 

 

ગર્લ કહે તારા ઇચ્છવાથી કે ન ઇચ્છાવાથી હકીકત બદલાઇ નહી જાય.હવે,તે ગુસ્સામાં બોલી રહી.

 

 

 

નિશાંત કહે હુ એમ જ કહુ છુ.કોઈ હકીકત નહીં બદલાય.લગ્ન બાદ પણ આપણા વચ્ચે સંબંધ રહ્યો. મેં તને ભરપૂર પ્રેમ કર્યો ને કરું છું.અમુક મર્યાદાને બાદ કરી મેં તને ખૂબ જ ચાહી છે ને ચાહું છું.ચાહતો રહીશ.ભલે મારો ધ્રુવલ મેરેજ કરે એવડો થયો.પ્રેમ જ માણસને જીવવાનો અધાર છે.

 

 

 

 

પ્રેમ માત્ર સ્પર્શ કે બે શરીરનો જ સંબંધ નથી.આપણા વચ્ચે એવો જ નિર્મળ પ્રેમ રહ્યો છે.તો પછી હવે તું કેમ....?

 

 

 

ગર્લ કહે પણ હુ એમ નથી કેહતી કે કાવ્યા અને ધૃવલની સગાઇ થાય.એ બોલી રહી પોતાની વાત મક્કમતાથી.

 

 

 

 

નિશાંત આશ્ચર્ય સાથે કહે પણ કે...મ?

 

 

 

ગર્લ કહે કેમ કે તારા દિકરાને મારી દિકરી પ્રેમ કરે છે.વિદેશમાં પણ એ ધૃવલના નામની માળા જપે છે.તેણે હકીકત જણાવી.

 

 

 

 

નિશાંત પોતાની વાત મક્કમતાથી કહે but sorry. હુ વચન નહી નિભાવી શકુ.હુ જાણી જોઇને મારા એકના એક દિકરાની જિંદગી બરબાદ નહી થવા દઉ.

 

 

 

ગર્લ કહે no,તારે વચન નિભાવવુ જ પડશે? નહીતર.....હવે તે ગર્લ ધમકી ઉપર ઉતરી આવે છે જાણે નિશાંતનો ગળાનો પટ્ટો તેના હાથમાં હોય.

 

 

 

નિશાંત ગુસ્સાથી કહે શુ કરી લઇશ તુ?આજ સુધી મે તારુ કહ્યુ માન્યુ પણ હવે નહી,એટલે નહી જ.જોરથી.

 

 

 

ગર્લ કહે હુ એ જ બધાને કહીશ કે કોલેજ દરમિયાન જે કોઇ નથી જાણી શક્યુ. એ જ કહીશ કે નિશાંત પણ એક પૈસાદાર ,બિઝનેસ માસ્ટર અનેક ખેલ નાખી જોયા છે.મારી સાથે સંબંધ હમણાં સુધી હતો.હું વિદેશ ગઈ ત્યાં સુધી...

 

 

 

નિશાંત હવે ઢીલો પડી કહે તુ કેમ સમજતી નથી.જિંદગીને બરબાદ કરવાથી શું ફાયદો?જેમ આપણે અલગ થયા તેમ કાવ્યાને ધૃવલ અલગ થઇ જશે?

 

 

 

ગર્લ કહે મારી દિકરી નાનપણથી જ ધૃવલને જોતીને ચાહતી આવી છે.તેનો સારો દોસ્ત છે,તેના રોમેરોમમાં બસ ધૃવલનું જ નામ છે.હું મારી જેમ મારી દીકરીની જિંદગી પણ બરબાદ નહીં થવા દઉં.

 

 

 

નિશાંત કહે પણ શા માટે મારા સંતાનને આટલો દુ;ખી કરે છે?શા માટે? નિશાંત નિરાશ થઈ દુઃખી થઈ કેહવા લાગ્યો.

 

 

 

 

ગર્લ કહે ઉકળીને બોલી તારો બકવાસ સાંભળવાનો મને બિલકુલ સમય નથી.જો તુ મારી વાત નહી માને તો હુ દિલમાં દફન રાઝ બધાની સમક્ષ લાવીશ અને?

 

 

 

નિશાંત કહે હમ્મ્મ્મ્મ. નિકિ ખરેખર આજે મને એમ થાય છે કે મે તને પ્રેમ કર્યો જ કેમ ? મારાથી આ ભુલ થય જ કેમ?એ દુઃખી થઈ આંખમાં જળજળીયા સાથે જતો રહે છે.

 

 

 

【આ એ જ નિશાંતના ગૃપની નિકિ જે નિશાંતની સારી દોસ્ત,એકબીજાને પસંદ કરવા લાગ્યા અને પ્રેમનો પ્રસ્તાવ નિકિ એ નિશાંત સામે મૂક્યોને તેણે સ્વીકાર્યો.થોડા દિવસનો પ્રેમ પછી લાસ્ટ યરનું વેકેશન શરુ થયેલુ.

 

 

 

એટલે જ નિશાંત સગાઇ નકકી થઇ ત્યારે ડઘાઇ ગયેલો કે તેને પૂછ્યા વગર આ સગાઇ કેમ નક્કી કરી?બોવ ઓછા સમયના પ્રેમીઓને કોઇ પામી ન શક્યુ.મિત્રોના માતા-પિતાને મનાવતા-મનાવતા આ પ્રેમીઓ એ ખૂબ જ દુ;ખ સહન કર્યુ પણ નિકિ એક શબ્દ ન બોલી.

 

 

માત્ર એટલુ જ કે તારે પાપા નથી તારી મમ્મી દુ;ખી થાય તેના કરતા બેટર છે કે આપણે જ અલગ થઇ જઇએ.ત્યારે નિકિ એ વચન માંગેલુને નિશાંતે ખુશી-ખુશી વેવાઇ બનવાનુ વચન સ્વીકારેલુ.

 

 

પણ એ સમયની નિકિ અને આજની નિકિમાં જમીન-આસમાનનો ફર્ક.નિકિ બદલાય ગઇ,સમય જતા પૈસા અને તાકાતે તેને સ્વાર્થી બનાવી દીધી.】

 

 

 

સવાર અને સાંજ વચ્ચેના 10 કલાકના સમયગાળાના અંતરમાં જિંદગીના નિર્ણય બદલાય ગયા.જ્યા ખુશીની છોળો ઉડે છે ત્યા અંધકાર ફેલાવાની તૈયારીમાં જ છે.

 

 

 

બે દિલ વચ્ચે પિતાની ભૂલનો પડછાયો પડવાની થોડીક જ વાર છે.નિશાંત આ બધુ વિચારીને માનસિક રીતે થાકી ગયો.નિશાંત પાસે કશુ વિચારવાનો કે સમજવાનો સમય જ ન રહ્યો.

 

 

 

આ બધુ આખરે કેમ થયુ?

 

 

નિકિ સુધી આ વાત કેમ પહોચી?કોઈ તો છે જે નિકી સુધી અમારા ઘરની વાત પહોંચાડે છે પણ કોણ.....?

 

 

 

 

નિકિ કાવ્યા અને ધૃવલના પ્રેમ વિશે જાણતી હોવા છતા પણ આજ સુધી ચુપ કેમ રહી?

 

 

 

આખરી સમયે જ કેમ દાવ બદલી નાખ્યો?

 

 

 

નિશાંત આમ વિચારતો વિચારતો ઘેર પહોચ્યો ત્યાં પલળી ગયો.

 

 

 

આખરે એ ગોઝારી રાત ક્યારે થશે ને ક્યારે અજય-મિતાલી આવશે ને નિશાંતનો શુ નિર્ણય હશે ? તેના વિચારથી નિશાંત કંપી ઉઠતો હતો,એકબાજુ નિકિ પણ નિશાંત શુ નિર્ણય કરશે તેના ટેનશનમાં  છે.એ પણ વિચારી રહી કે શું નિકીનો આ દાવ આ છેલ્લી ચાલ કામયાબ થશે કે......?

 

 

 

નિશાંતના બધા જ ભાઇ-બહેનના મેરેજ થઇ ચુક્યા અને સંતાનના પિતા પણ બની ચુક્યા છે.નિશાંતની જેમ ઘરમાંથી તેના દિકરાના first મેરેજ છે.

 

 

 

બસ, નિશાંતનુ થયુ એમ જ ધૃવલનુ થવાની તૈયારીમાં છે.કિસ્મતના ખેલને કોઇ સમજી શક્યુ ન હતુ, આખરે ધૃવલની life કોણ લખશે નિકિ કે નિશાંત?તે જોવાનો જ ઇંતઝાર છે.

 

 

 

 

ગંગાબા,જમનાબા,ધરમકાકા,નિશાંત,દિશાંત, અક્ષય,ઘરના સભ્યો ચાંદની,ધૃવલ,દિશાંતની પત્ની દિપ્તી,અક્ષયની પત્ની અંજલી આ બધા અજયના આવવાની જ રાહ જોતા હતા.ક્યારે આવેને ક્યારે ઘરના મોટા દિકરાની સગાઇની વાત થાયને ઘર ક્યારે શરણાઇના સૂર થી ગૂંજી ઉઠે?

 

 

 

 

મમ્મી-પાપા ઘેરથી નિકળી ગયા છે આવવા માટે

 

 

 

first msg કાવ્યાનો whatasaap જિંદાબાદ.

 

 

ધૃવલ તો જાણે અત્યારથી જ શાદીના લડ્ડુ ફૂટી રહ્યા હોય એટલો ખુશ થઇ ગયો.થોડી વારમાં તો પહોચી ગયા.અજય અને મિતાલી.મીઠો આવકાર આપ્યો અને ચા-પાણીને અજયે વાત છેડી...

 

 

 

અજય કહે બોલ!!! નિશાંત તો દોસ્તમાંથી મને વેવાઇ ક્યારે બનાવે છે

 

 

 

 

આ સમયે ધૃવલના દિલની સ્થિતિ અવર્ણીય અને અકલ્પીય હતી તેની નજરની સામે કાવ્યાના પાપા સામેથી ધૃવલને કાવ્યાનો હાથ સોપવા માટે આવ્યા છે.આજે શુભ ઘડી ઘરમાં આવીને ઉભી છે. લક્ષ્મી જાણે દરવાજે દસ્તક આપે છે ને ઘર આખુય ગાઢ નિંદ્રામા સૂતુ છે.કોઇ લક્ષ્મીના વધામણા કરવા જતુ નથી એવુ લાગી રહ્યુ છે?આખુંય ઘર જબાક જાગી ભાગી લક્ષ્મીને વધાવે છે.

 

 

 

ધૃવલ તો જો તેનુ ચાલે તો એમ જ કેહવા માંગે છે કાલે જ સગાઇ કરી દઇએ તો કેવુ?કંઇ તૈયારી કર્યા વગર જ પહેરેલા કપડે જે મજા અચાનક છે તે આયોજન બધ્ધ કામમાં મજા નથી.

 

 

 

નિકિની કહેલી વાત નિશાંતને બરાબર યાદ છે.જો એમ નહી થાય તો નિકિ શુ કરી શકે છે? તેની પણ ખબર છે.નિશાંત બોલે એ પહેલા જ...

 

 

 

 

દિશાન્તની પત્ની દિપ્તી કહે અક્ષયની પત્ની અંજલીને ધૃવલના મેરેજ તો એટલા ધામધૂમથી કરવા છે કે લોકો જોતા રહી જાય.

 

 

અંજલી બોલી હા, તો ઘરનો મોટો દિકરો છે હક છે તેનો.બધી બહેનોનો લાડકવાયો એક જ ભાઈ.ક્યારેય આપણી દીકરીઓ જોડે વારો તારો થવા નથી દીધો ક્યારેય કોઈએ...

 

 

 

ગંગાબા કહે ને તમારો હક છે કામ કરવાનો?મારા ધૃવલનાં લગ્નમાં.

 

 

 

ચાંદની કહે એ તો અમે ખૂશ થઇને કરીશુ.એનું મો પણ મલકાઈ રહ્યું.ને અંજલિ વારો તારો પારકા જોડે હોય મારી દીકરીઓ મને ખુબજ વ્હાલી છે.ધ્રુવલ કરતા પણ સમજી...એ જાણે મીઠા ગુસ્સામાં ખીજાય રહી.

 

 

 

 

જમનાબા કહે ચુપ, હજુ કશુ નક્કી નથી. એ પેલા આમ ખુશ થવુ સારુ નથી.પ્રસંગ પે’લા હરખાય જવુ એ પ્રસંગમા અવશ્ય વિધ્ન આવે છે.ભગવાનને પ્રાર્થના કરો કે બધુ સુખરૂપ પતી જાય.જમનબાને જાણે કોઈ ઈશ્વરે અગમ ચેતી આપી હોય એમ બોલ્યા...

 

 

 

 

ધૃવલ લાડ કરતા કહે બા,......તમે પણ વાતને ક્યાથી ક્યા લઇ જાવ છો? કાવ્યાના પાપા આવ્યા છે ને પૂછવા માટે.હવે સગાઇ થશે જ ને !!!!! તમારા ભગવાન પણ તેને રોકી નહી શકે?જે જોડી ભગવાને બનાવી એ ક્યારેય નહી તોડે.આ મારો વિશ્વાસ છે.ધ્રુવલે પોતાની વાત મક્કમતાથી ભાર દઈને વિશ્વાસ સાથે મૂકી.

 

 

 

 

નિશાંત બોલવા જઈ રહ્યો. આ સમયે બધા ચુપચાપ વાતમાં બધાનું ધ્યાન કેન્દ્રિત થયું.

 

 

અજય જો પ્રેમ જેવુ કશું  દુનિયામાં હોતુ નથી, (બધા વિચારી રહ્યા આ વળી કેવી વાત કરે છે.) આગળ બોલ્યો પ્રેમ ક્યારેય સફળ પણ થતો નથી.તેમ જ પ્રેમલગ્ન કરનારા કે ભાગી જનારા life માં success ગયા હોય એવુ જૂજ કિસ્સામાં જ બન્યુ છે.

 

 

આથી મે તને એ સમજાવવા જ બોલાવ્યો કે કાવ્યા એક ડાહી દિકરી છે,તેનુ તુ સારુ ઠેકાણુ શોધી પરણાવી દે.

 

 

આટલા નિશાંતના શબ્દો સાંભળી હાજર તમામ વ્યક્તિના દિલ ધબકવાને બદલે ધડકવા લાગ્યા.બધાની આંખો 2ને બદલે 4 થઈ.તમામ વિચારી રહ્યા આ શું કહે છે નિશાંત?

 

 

અજય પણ આશ્ચર્ય સાથે ડઘાઇ ને કહે ..પણ નિશાંત..તુ આ શુ બોલે છે?

 

 

 

 

જમનાબા ઊંડો શ્વાસ લઈ બોલ્યા નિશાંત બેટા આપણા પરિવાર અને અજયને વાંધો નથી તો આવુ વિચારવાનું જ ક્યા આવે છે?એક સત્ય વાત તેમણે રાખી....

 

 

 

મા-બાપ પરણાવે ત્યાં પરણી જવું એ તો અમારા સમયની વાત છે.બેટા હવે જમાનો બદલાઈ ગયો છે.સમય પણ.આપણી પરિસ્થિતિ પણ.આ ગામડું નથી પણ ગીતનગર કેવું સીટીને કેટલું સુધરેલું!!!! આવું ક્યાં વિચારવાનું આવે બેટા...?

 

 

જમનાબાની વાત ક્યારેય ન ટાળનાર નિશાંત મક્કમ થઈને બોલ્યો સંસ્કાર ન બદલાઈ બા પણ...ત્યાં જ વચ્ચે

 

 

 

 

ધરમકાકા પણ તરત જ બોલ્યા હા...બેટા આવુ વિચારાવાનું જ ના હોય, આ સંમતિ આપણી છે. આપણે જ કાવ્યાને પસંદ કરી છે ધૃવલે નહી.

 

 

 

 

 

ચાંદની કહે નિશાંત...તુ શું વિચારે છે કાલનો? મને એ જ સમજાતુ નથી? તમે એ બંનેને અલગ પાડીને પાપ શા માટે લેવા માંગો છો? મને એ જ સમજાતુ નથી?ચાંદની એ પણ પોતાની વાત બધાની સામે વાત મૂકી.

 

 

 

 

મિતાલી કહે નિશાંત, આવી ફાલતુ વાત કરવાની જરૂર જ ક્યા છે?જે અરમાન સાથે હુ મારી કાવ્યાને ઘેર મૂકીને આવી છુ એ કાવ્યાને હુ મો શું બતાવીશ?અમારા ઘરે જવાથી તેની ખૂશી આંસૂમાં ફેરવાય જશે તેની હસી નિ;સાસામાં ફેરવાય જશે.

 

 

 

 

અજય કહે તને કોઇ problem હોય તો બોલ? હુ તારો સાથ આપીશ.�. મારી દિકરીને ઘેર જઇને હુ શુ જવાબ આપીશ કે હુ મારા દોસ્તને ન મનાવી શક્યો એમ? મારી ના કેહવાની હિંમત નથી..મારી કાવ્યાને.

 

 

 

 

બીજુ મને તારો આ નિર્ણય હજુય માન્યામાં નથી આવતો,તને મુંઝવણ હોય તો બોલ દોસ્ત?

 

 

 

 

ધૃવલ કહે પાપા તમને અત્યાર સુધી મારા અને કાવ્યાના રીલેશનથી કોઇ પ્રોબ્લેમ ન હતો અને હવે અચાનક જ કેમ તમને આ પ્રેમસંબંધ માન્ય નથી?તમને શુ પ્રોબ્લેમ છે પાપા?

 

(ગળગળો થઇ ગયો આટલુ બોલતા તો)�

 

 

ધ્રુવલને યાદ આવ્યું.......

 

 

એય ધ્રુવલ હવે આપણે પ્રેમની અમુક મર્યાદામાંથી મુક્ત થઈ પતિ-પત્ની બનીશુ.આપણા જોયેલા all dreams પુરા થશે.

 

 

 

 

ત્યાં જ ધ્રુવલને યાદ આવ્યું જમનાબા બોલ્યા કોઈ વાત નકકી ન થાય ત્યાં સુધી બોવ હરખ ઘેલા ન થવાય.

 

 

 

ધ્રુવલે આપેલો જવાબ ને હવે ખુદ ભગવાન પણ અલગ નહીં કરી શકે એવો ધ્રુવલનો રુઆબ તેને યાદ આવ્યો....