ધૃવલ જિંદગી એક સફર-11 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

ધૃવલ જિંદગી એક સફર-11

ધૃવલ:જિંદગી એક સફર-11

 

(થોડુ ઉંચા અવાજે નિશાંત બોલ્યો)

 

નિશાંત કહે ન મને કોઇ પ્રોબ્લમ છે કે ન ચિંતા છે.બધા મારી વાત ધ્યાનથી સાંભળી લો પછી ના મારી વાતમાં  કે મારા નિર્ણયમાં કોઇ ફેરફાર નહી થાય.

 

મે મારી ફ્રેંડ નિકિને વચન આપેલુ છે કે હુ ધૃવલની સગાઇ તેની દિકરી સાથે જ કરીશ.આ વચન નિભાવવા માટે મને આ સંબંધ માન્ય નથી.હવે નિશાંતે હકીકત કહી.

 

 

 

ધૃવલ કહે પાપા જેને હુ ઓળખતો જ નથી તેની સાથે હુ..

 

 

 

નિશાંત વચ્ચે જ ધ્રુવલનો રોકતા બસ...ધૃવલ..હુ કશુ જ સાંભળવા માંગતો નથી.તું કેમ નથી ઓળખતો એ માત્ર 5 વર્ષથી જ ગઈ છે નહીં કે જન્મજાત.તુ અહીંથી જઇ શકે છે?

 

 

 

(ધૃવલ રડતો રડતો જતો રહે છે)�

 

 

 

અજય કહે નિશાંત તુ એકવાર નિકિ સાથે વાત કર અથવા મારી સાથે તેની વાત કરાવ.હુ પણ તેને ઓળખુ જ છુ ને?ક્યા અજાણ્યો છુ? અજય નિશાંતને મનાવી રહ્યો.અજય નિશાંત સાથે સહજ ભાવે વાત કરી રહ્યો.

 

 

 

નિશાંત કહે એવી કોઇ જરૂર નથી.મારે મારૂ વચન નિભાવવુ જ છે તમે પણ જઇ શકો છો?હવે નિશાંત ઉદ્ધતાઈ પર આવી ગયો.કોઈ તેનું વર્તન ન સમજી શક્યું.

 

 

 

 

દિશાંત હવે મોટાભાઈને સમજાવવા કહે ભાઇ,? અજયભાઇ સાથે આમ વાત ના કરો. એકવાર તો વાત કરી જુઓ?નિકિ માની જાય,કોલેજ સમયની પ્રોમીઝને હાલના સમયમા કેટલો ફર્ક છે?કેટલુ બદલાય ગયુ છે.તમે એ સમયે તમારી દોસ્તી કાયમ રહે એ માટે વચન આપેલુ પણ હાલ તો જુઓ ધૃવલને કાવ્યા...

 

 

 

નિશાંત ગુસ્સે થઈ ગયો કહે એટલે મારે શું કરવુ એ તુ મને સમજાવીશ? મને કશુ નથી આવડતુ એમ? મારા દિકરાની ખુશીનો વિચાર હુ નથી કરતો એમ?તને જ તેની ચિંતા છે મને નહી એમ? આ બધુ કરીને તુ ધૃવલની નજરમાં એક સારો અંકલ બનવા માંગે છે એમ?

 

 

 

દિશાંત કહે ના...ના...ભાઇ...

 

 

 

નિશાંત કહે ઓકે તમે મને કેહવાનો જ મોટો રાખ્યો છે બાકી તમે બધા તમારુ ધાર્યુ જ કરવાવાળા છો.

 

 

 

દિશાંત હવે નિરાશ થઈ રડમસ થઈ કહે ભાઇ...તમે સમજતા કેમ નથી. હુ એવુ ક્યા કહુ છુ,?તમને મારા કરતા વધારે ખબર પડે છે અને હોશિયાર પણ છો જ ભાઇ પણ..

 

 

 

નિશાંત કહે હુ સમજુ છુ બધુ જ...તુ મને અને ધૃવલને અલગ કરવા માટે આ બધુ કરે છે.અમારા વચ્ચે વિખવાદ કરવા માંગે છે?

 

 

 

(દિશાંત પણ એ જ ક્ષણે રડતા રડતા જતો રહે છે)

 

 

 

અક્ષય ...જે ભાઈ વગર એક ડગલું પણ ભરતો નથી એ...બોલ્યો ભાઈ દિશાન્ત એમ નથી કહેતો પણ...અમે કોઈ નથી ઇચ્છતા કે ધ્રુવલને કાવ્યા અલગ થાય...એટલે....

 

 

 

નિશાંત બોલ્યો ગુસ્સામાં કાલ સુધી લક્ષ્મણ ગણાતો તું પણ હવે રાવણ બની મારી સામે થતા શીખી ગયો એમ?

 

 

અક્ષય કહે ભાઈ તમે વાતને નેગેટિવ જુઓ છો...

 

 

 

નિશાંત ગુસ્સામાં લાલચોળ થઈ કહે એટલે હવે મારી વાતને હું તને.... ત્યાં જ...

 

 

 

 

ધરમકાકા કહે જોરથી બસ, બોવ થયુ. હુ કશુ જ સાંભળવા માંગતો નથી.નિશાંતને સમજાવતા હોય એમ  તુ સાચો બેટા,પણ તુ કાલે વાત કરવા માટે નિકિને બોલાવ? ધરમકાકા એ ભાઈ-ભાઈ વચ્ચે થતી બોલચાલ અટકાવી.ક્યાંક અબોલા ન થઈ જાય માટે...

 

 

 

 

નિશાંત કહે ઓકે કાકા..એ પણ અટકળે બોલ્યો.તેને પણ સમજાતું નથી કે પોતે પોતાના પરિવાર સાથે જગડીને યોગ્ય કરે છે કે પછી ખરેખર ભૂલ છુપાવવા માટે પોતાની હેપ્પી ફેમિલીને પોતાનાથી દુર.

 

 

 

બે પ્રેમીની ચીસ રાતના અંધકારમાં દબાય છે...

 

 

રોઝ ગાર્ડનમાં મળ્યા ત્યારની યાદ

 

 

 

ધ્રુવલ હું તારા વગર નહીં રહી શકું...કાવ્યા ધ્રુવલનો હાથ પકડી બોલતી હોય છે.

 

 

 

ધ્રુવલ કહે પણ આપણે એકબીજા વગર જીવવાનું જ નથી.આપણે એકબીજા માટે જ જન્મ્યા છીએ.

 

કાવ્યા હમમ

 

બન્ને યાદ કરી રહ્યા એકમેકની હુંફાળી યાદોને...

 

 

 

કાવ્યા આખી રાત નિંદર કરી શકી ન હતી.ધૃવલ પણ પાપા ના આવા ડીસીઝનથી પાણી-પાણી થઇ ગયો.તેનામાં શક્તિ પણ રહી ન હતી.જિંદગીને તે પોતાની આંખ સામે હારતી જોતો હતો.છતાય કશું થાય એમ ન હતુ.

 

 

  • ●●

 

 

સવાર સવારમાં  નિશાંત ધ્રુવલના રૂમમાં આવે છે.

 

 

 

નિશાંત કહે બેટા,મે જે કશું કર્યુ તે તારા માટે જ કર્યુ છે,તુ હવે કાવ્યાના વિચારમાંથી બહાર આવ.

 

 

ધૃવલ કશુ જ બોલતો નથી.

 

 

નિશાંત સમજાવે છે.દીકરા રામ જેવા હોય.મમ્મી-પપ્પાના વચન માટે ગમે તે કરી શકે ને તું?

 

 

 

ઘણી મેહનત કરી પણ તે કશુ જ ન બોલ્યો,ને રડવા લાગ્યો.નિશાંતે તેને ગળે લગાડ્યો પણ આ દર્દ એમ કાય ઓછુ થાય તેમ હતુ જ નહી.ધૃવલ કશુ જ બોલ્યા વગર બાલ્કનીમાં જતો રહે છે.

 

 

નિશાંત જતો રહ્યો એટલે હવે ધ્રુવલ રૂમમાં આવી જાય છે.

 

 

થોડીવારમાં જ ચાંદની આવે છે.આજે મે સવાર-સવારમાં જ તારા માટે તને ગમે તે નાસ્તામાં બનાવ્યુ છે.તારી પસંદગીનો નાસ્તો છે .થેપલા સાથે સુકીભાજી અને તારી ફેવરીટ ચા બનાવી છે.ચલ તો ઉભો થા,બેટા ચલને..?ધ્રુવલનો હાથ પકડી માથા પર રડમસ થયેલી ચાંદની હાથ ફેરવતા બોલી.

 

 

 

ધૃવલ કહે મમ્મા જિંદગીમાંથી favorite જેવુ જતુ રહ્યુ છે.આંખોમાં જળજળીયા આવી ગયા.

 

 

 

ચાંદની ધ્રુવલનો મોબાઈલ હાથમાં લઈ બોલી બેટા જો કાવ્યાના કેટલા મેસેજ છે તુ read તો કરી લે.જા બેટા,તુ એક્વાર કાવ્યાને મળતો આવ.એ પણ તારા વગર આવું જ કરતી હશે.

 

 

 

ધૃવલ કહે મમ્મા please, તુ મને હેરાન ન કર.મને છોડી દે મમ્મા અહીં એકલો.

 

 

ચાંદની નિરાશ થઈ ધીમે પગલે રડતી રડતી જતી રહે છે.કાવ્યા મેસેજ પર મેસેજ અને કોલ ઉપર કોલ કરે છે પણ ધૃવલ તેમા ધ્યાન જ આપતો ન્હોતો.કાવ્યા પોતાના ઘેર બેબાકળી બની ગઈ છે.કાવ્યાની હાલત અધમૂઆ જેવી થઈ ગઈ.

 

 

નિશાંતનો આખોય પરિવાર સવાર સવારમાં જ અશાંત,હતાશને ટેનશમાં છે.કાલ નિશાંત દિશાન્તને અક્ષય પર ખાટો થયો એટલે કોઈ એ તેને સમજાવવો વ્યાજબી ના સમજયો.

 

 

 

  • ●●

 

 

 

મિતાલીને તો અજયે માંડ રાત પૂરી કરાવી. સો વાર રાત્રે કાવ્યાના દરવાજા આગળ આવ્યા.

 

 

કાવ્યાને એકલી મૂકી પણ ડોર અંદરથી બન્દ કરવાની અજયે સાફ ના પાડી.

 

 

કાવ્યા એ કહ્યું પપ્પા તમારી લાડલી એટલી કમજોર નથી કે સુસાઇડ કરી જિંદગી ટૂંકાવી લે.તમે જ શીખવ્યું છે મુસીબતો સાથે બાથ ભીડતા.મુસીબતો સામે લડતા.કાવ્યા એ રાત્રે પપ્પાને આવું કહેલું .

 

 

 

કાવ્યાને કેમ નિંદર આવે?કેમ ચેન પડે? તે યાદ કરી રહી એ સમય જ્યારે એ રાત્રે મમ્મી પપ્પાને ઘેર આવવાની રાહ જોતી હતી....

 

 

 

રાત્રે 12 વાગા સુધી બાલ્કનીમાં ઉભા ઉભા ઇન્તજાર કરતી હતી. મમ્મી પપ્પાનો.વાત વણસી પછી તો ધ્રુવલના રીપ્લાય પણ આવતા બન્દ થઈ ગયેલા એટલે તેણે હવે રાહ જોયા વગર છૂટકો જ ન્હોતો.

 

 

તે કૂદતી કૂદતી ગયેલીને પપ્પા તેને હગ કરીને ગેટ આગળ જ રડી પડેલા.ગોઝારી રાત ફરી ફરી યાદ આવવા લાગી.

 

 

 

અજય કાવ્યાના રૂમમાં આવે છે.

 

 

અજય કહે બસ દીકરા...તને તૂટતી જોઈ પપ્પા કેમ...

 

 

કાવ્યા તેના પાપાને વળગી પડીને બોલી પાપા ધૃવલ જવાબ જ નથી અપતો.

 

 

અજય કાવ્યાના માથા પર હાથ મૂકી કહે બેટા,જવાબ આપવો જ હોત તો નિશાંત આવું કરે જ નહીં. તારી હાલત છે તેવી જ તેની પણ હશે?કદાચ એ તને સાંભળવા સક્ષમ નથી તો પણ એવુ કરતો હોય? તને સંભાળવા પણ....

 

 

 

મિતાલી કહે બેટા,દુ:ખી થવાનો અર્થ નથી હો,ચલ તો નાસ્તો કરી લે

 

 

અજય કહે હમ્મ્મ્મ,થોડોક જ...બસ..અમે બોવ જીદ નહીં કરીએ.હું કે મમ્મી..

 

 

કાવ્યા પોતાના આંસુ લૂછતાં બોલી ના,પાપા મને ઇચ્છા નથી.

 

 

 

બેટા પણ ક્યા સુધી આમનુ આમ કરીશ?કંઇક ઉકેલ જરૂર આવશે?તુ ચલને?મિતાલી બોલી.

 

 

 

કાવ્યા કહે એકવાર ના પાડીને મમ્મી તુ કેમ સમજતી જ નથી?

થોડી ગુસ્સે થઈ બોલી.

 

 

  • ●●

 

 

ગુજરાતી પરિવાર મંદિરમાં આરતી કરી નાસ્તો કરી નિકીના આવવાની રાહ જુએ છે....

 

 

 

 

 

સવારના 10 વાગે નિકિની નિશાંતના ઘરમાં entry થઇ છે.નિશાંતના ઘરના તમામ સભ્ય જાણે નિકિના જવાબની જ રાહ જોતા હતા.નિકિને થયુ આ બધા ભેગા થઇને હમણા જ તુટી પડશે.ધ્રુવલ સીડી પર ઉભો છે.

 

 

પણ એવુ કશુ જ ન થયુ.

 

 

 

 

ધરમકાકા કહે કેમ છે બેટા?

 

 

 

નિકિ કહે માન સાથે એકદમ મસ્ત હો કાકા અને તમારે?

 

 

 

કાકા કહે અમારે તો જો ને બેટા, તારો જ આધાર છે.બેસ.કાકા ઊંડો નિસાસો નાખતા બોલ્યા.તેઓ નહોતા ઇચ્છતા કે કાલે જે રીતે ભાઈ ભાઈ જગાડ્યા એમ ફરીવાર ઝગડો થાય.

 

 

 

 

ગંગાબા અત્યંત દુઃખ સાથે કેમકે સવારમાં ગંગાબા એ ધ્રુવલની હાલત જોઈતી એટલે કહે નિકિ બેટા તુ અને નિશાંત તમારી દોસ્તી કાયમ કરવા એકબીજાને વચન આપેલુ પણ બેટા, હાલની પરિસ્થિતિ કંઇક અલગ છે.ક્યા તારી દિકરી વિદેશમાં ઉછરેલીને ક્યા મારો ધૃવલ અહીંનો? જો તુ નિશાંતને સમજાવ કે તારી ઇચ્છા છે કે ધૃવલની સગાઇ કાવ્યા સાથે થાય તો...

 

 

 

નિકિ કહે બા હુ એ જ સમજાવુ છુ કે તુ માની જા પણ નિશાંત તો જિદ્દ લઇને બેઠો છે,મને તો કોઇ પ્રોબ્લેમ જ નથી.નિકી જાણે કૂતરાની પૂંછડી જેટલી સીધી હોય એમ બોલવા લાગી.

 

 

 

ધૃવલ કહે સાચે જ માસી?ધ્રુવલ ખુશ ખુશ થઈ ગયો.

 

 

નિકિ ઉભી થઇ ધ્રુવલના માથા પર ગાલ પર હાથ મૂકી કહે પણ ધૃવલ, તારા પાપા જ જિદ્દ લઇને બેસી ગયો છે.

 

 

દરેક સભ્ય ખુશખુશાલ થઈ ગયા.નિશાંત પણ ત્યાં જ...

 

 

(નિકિ એક મેસેજ નિશાંતને કરે છે, જેમા કશુક અજુગતુ જ લખેલુ છે)

 

 

 

 

 

 

નિશાંત કહે નિકિ હુ માનવાનો નથી. ભલે તુ માની જા. આપણી દોસ્તી કાયમ કરવા માટે આ સગાઇ ધૃવલને કરવી જ પડશે.તે મોટા અવાજમાં ખિજાતો હોય એમ.ગુસ્સે થતો હોય એ રીતે બોલ્યો.

 

 

 

દિશાંત કરગરતા અવાજે ભાઈને બીજી વાર ખોટું ન લાગે એ રીતે કહે ભાઇ, આવી જિદના હોય. આ ધૃવલની જિંદગીનો સવાલ છે?

 

 

 

દિપ્તી પણ વાતમાં જોડાયને બોલી ભાઇ! તમે જિદના કરો plz.ઘૃવલ માટે.

 

 

 

આખુ ઘર સમજાવે છે, પણ નિશાંત માનતો જ નથી.

 

 

 

નિશાંત બધાને છોડીને ઉપર જતો રહે છે.નિકી ઘેર જતી રહે છે.

 

 

 

ધૃવલ તેના પાપાને મનાવવા જાય છે.પાપા માસી તો માની જાય છે પણ તમને શુ problem છે.? પાપા હુ કાવ્યા વગર નહી રહી શકુને કાવ્યા મારા વગર.હવે ધૃવલ અકળાઇને કહે છે.

 

 

 

તમે માનો કે ન માનો હુ લગ્ન તેની સાથે તો નહી જ કરુ! અને જો તમે જિદ્દ કરી તો હુ suicide કરી લઇશ.પપ્પાને ગુસ્સે થઈ ધમકી આપી દીધી.

 

 

 

 

નિશાંત શાંતિથી વાતને ઠંડી પાડવા ધ્રુવલના માથા પર હાથ મૂકી કહે ધૃવલ બેટા!! જિંદગી એક સફર છે. આ સફરમાં ક્યારેક જિદ્દ, ક્યારેક આગ્નાકિંતતા, ક્યારેક પ્રેમને, ક્યારેક દુ;ખ તો ક્યારેક વિવશ બની નિર્ણય લેવો પડે છે.

 

 

 

આ બધાથી તો આખુંય ઘર અજાણ છે.નિશાંતની વિવશતાથી....

 

 

 

ધૃવલ કહે પણ પાપા જો જિંદગી જ ના હોય તો તમે કહેલી લાગણી જ શી કામની? પાપા તમારી મજબૂરી નથી પણ તમે જાણી જોઇને તમારુ ધાર્યુ જ કરવા માંગો છો.તે ગુસ્સે થતા અકળાય ગયો.

 

 

 

 

નિશાંત ધૃવલને મનાવી મનાવીને થાકી ગયો.જાણે તેને આભમાં વિજના ચમકારા અને તારા દેખાવા લાગ્યા એ પણ દિવસે.

 

 

 

(આખરે ધૃવલ નિશાંતનુ સંતાન છે.જિંદગીની આ રમતમાં તે પોતાના જ સંતાનથી હારી ગયો.તેને ડર હતો કે જો નિકી અને નિશાંતનો ખ્યાલ આવશે તો તેનો પરિવાર વેર-વિખેર થઇ જાશે.તેના પરિવારને તેની આંખ સામે ઓગળ તો એ ન તો જોવા માંગતો.)

 

 

 

 

કાવ્યા, આ બધામાં પિસાય રહી.ધૃવલ અને કાવ્યા એકબીજાને મળે છે.રોઝ ગાર્ડનમાં.જિંદગીની આ સફરમાં ક્યારેય નહી હારવાના સંકલ્પવાળા પહેલા પગથિયે જ હારી ગયા.આગળ વધ્યા પહેલા જ રસ્તા બંધ થઇ ગયા.

 

 

 

પાંખો ફેલાવી ઉપર ઉડવાની ઇચ્છાવાળા નીચે જ રહી ગયા.સમુદ્રની લહેરમાં લહેરાવાની ઇચ્છાવાળા કિનારે જ રહી ગયા.

 

 

કાવ્યાના રુદનથી અકલાળાયને ધૃવલ કહે court marriage કરી લઇએ.સરળતાથી બોલ્યો

 

 

કાવ્યા થોડા મોટા અવાજમાં never, એમા તારા અને મારા મમ્મી-પાપાની ઇજ્જતનુ શુ?લગ્ન કરવા તો બધાની સંમતિથી નહિતર કરવા જ નથી.

 

 

 

 

કાવ્યા જાણે ધૃવલ તેને છોડીને જતો રહેવાનો હોય તેમ રોકી રહી.તેના શ્વાસને રોકીને બેઠી છે.

 

 

ધૃવલનુ દિલ દ્રવી ઉઠ્યુ પણ તે પોતાના પાપાના નિર્ણયને પણ બદલી શક્તો નથી.આ સંબંધને તુટતો પણ બચાવી શક્તો નથી.

 

 

 

ધૃવલની મન:સ્થિતિ ચાંદની સમજતી હતી પરંતુ નિશાંત આ બાબતે તેની જોડે વાત કરતો ન હતો.ચાંદનીનો પ્રેમ નિશાંતને ન મનાવી શક્યો.નિશાંત તેના નિર્ણય પર અડગ છે.નિશાંતની life ની પહેલી ઘટના જેને વડીલો એ મનાવવા છતા પણ માન્યો ન હોય.

 

 

 

 

તમામ members થાકી ગયા પણ આ નિકી હજુય હારી ન હતી.નિશાંત નિકીને મળવા માટે ગયો,

 

 

 

 

નિકી કહે બેસ

 

 

[માનપુર્વક,દરેક વખતે એક અલગ અદા હોય છે નિકીની,આજે તે સાડી પહેરીને અલગ અંદાજમાં છે.બેકલેસ બ્લાઉઝ ને સ્લીવલેસ બલેક કલરનું,સાડી યલો કલરની બેંગલી પહેરી છે.]

 

 

નિકી આગળ બોલી અપેક્ષા અને ધૃવલની સગાઇની date લેવા આવ્યો છે.?એ શાંતિથી છતાંય સંભળાવતી હોય એમ નિશાંતના મો પર હાથ ફેરવી બોલી.

 

 

 

નિશાંત ગુસ્સામાં કહે શટ-અપ, આજે મને થાય છે મે તારા જેવી નાલાયક સાથે પ્રેમ કર્યો જ કેમ? જેને બીજાના પ્રેમ અને લાગણીની પરવાહ નથી.પોતાના સ્વાર્થ માટે જીવે છે અને પોતાના માટે બીજાને રડાવે છે.અરે!!! ધિક્કાર છે તારા જેવી પર.

 

 

 

 

નિકી ઘમંડમાં બોલી અરે અરે બસ...બસ..... નિશાંત તારા આ વેવલાવેડાની અસર મારા પર નહી થાય.બસ, જાનુ તારા પરિવાર સાથે આ કામ આવશે. જો next Sunday અપેક્ષા આવે છે.તેને લેવા airport પર ધૃવલ જશે.મારી દિકરીને લેવા તેનો હમસફર જશે તેનો driver બનીને.ડોનની માફક હુકમ આપી રહી.

 

 

 

 

નિશાંત જોરથી બોલ્યો હરગીઝ નહી.એમ તો અમારી દીકરીઓ પણ આવે જ છે...

 

 

 

એશા અક્ષયને અંજલિની દિકરી.

દિશા દિશાન્તને દીપતિની દિકરી.

નવ્યા નિધિ અને નીતિનની દિકરી.

દિવ્યા મીરાં અને ભવ્યની દિકરી.

 

એ પણ વિદેશથી જ આવે છે...

 

પણ તારી અપેક્ષાને લેવા નહીં જ જાય જોરથી નિશાંત બોલ્યો...

 

 

 

 

નિકી કહે લે પાણી લે. plz drink the water . મને ખબર છે જાનેમન આ તારો ગુસ્સો બોલે છે.તુ આવો નથી. જેવો અત્યારે દેખાય છે my dear. તુ જ્યારે શાંત થઇ જશ ત્યારે તને ખબર પડશે કે નિકી darling કઇ હદ સુધી જઇશ શકે છે.?

 

 

 

 

પછી મારા પર પ્રેમ આવશે અને તારો આવેગ ખુબ જ શાંત થઇ જશેને.તુ મારો એકનો એક પોપટ બની જઇશ.નિશાંત next Sunday airport...apexa... કરોળિયાના જાળામા નિશાંત ફસાઇ ગયો.

 

 

  • ●●

 

 

નિશાંત-ધૃવલને છેલ્લા શબ્દોમાં કહી સંભળાવે છે.જો તે suicide કર્યુ તો હુ એ જ દિવસે કરીશ.તે માત્ર મને કહ્યુ પણ હુ જો બોટલ પણ લઇ આવ્યો. ॥બતાવે છે॥ હુ આખી પી જાશ. તુ કદાચ બચી જઇશ પણ હુ નહી બચુ. પણ એવુ બને કે આપણે બંને મરી જઇએ.ધ્રુવલની આંખો પહોળી થઇ ગઈ.

 

 

 

 

તારે બીજો ભાઇ કે બેન પણ નથી કે ચાંદનીને સહારો મળે? તારી મમ્મી એવા પડાવ પર છે કે ન પોતાની second life શરુ કરી શકે છે. ન ઘર છોડી જઇ શકે છે.તારી જિંદગીની દરેક ખુશી માટે તારી મમ્મા એ તેનો જીવ રેડ્યો છે.ચાંદની એક સાથે બે મોત જોશે,તારે કરવુ હોય તે કર;હવે હુ તને કોઇ ફોર્સ નહી કરુ.તારી ઇચ્છા.નિશાંત બોલ્યો.

 

 

બીજું next sunday તારી બધી જ બહેનો આવે છે..તને ખબર જ છે..તેને લેવા જવાની તૈયારીમાં રહેજે.નાટક ન જોઈએ મારે સમજી ગયો તું.....

 

 

 

ધૃવલ નિ:શબ્દ બની ગયો,આંખે અંધારા આવવા લાગ્યા.હવે,તેને અંધકાર સિવાય કશુ જોવાની ઇચ્છા પણ ન હતી.પ્રકાશનુ એક પણ રશ્મિ તેના પર પડે તેવી તેની ઇચ્છા ન હતી.

 

 

 

 

સમાજ,માતા-પિતા અને પ્રેમથી હવે તે કંટાળી ગયો.તેની life જ છુટાછવાયા વાદળો જેવી થઇ ગઇ.ક્યારેક વાદળ છાયો જ શાંતિ આપતો બાકી તો અગન વર્ષા જ વરસતી હતી.ધૃવલના હદયના ફાટા એવી રીતે પડી ગયા જે રીતે થોરનો વિકાસ થયો હોય.દરેક ફાટા પર કાંટા ઉગી નિકળ્યા.

 

 

 

 

પાપાના કઠોર વચન સાંભળી ધૃવલ તેની બધી જ હિંમત હારી ગયો.હિંમત આપનારી તો મૃગજળની મમ્મત લઇને રણમાં બેઠી છે.ક્યાક જો ગંદુ ખાબોચિયુ મળી જાય તો સુકાઇ ગયેલા ગળાને શાતા મળે.?

 

 

ભલે તે તૃપ્તિ ન આપે પણ જીવ મૂંઝાતો અવશ્ય રોકી લે છે.ભલે તે શાંતિ ન આપે પણ શાંતિ તરફ જવાનો માર્ગ ખુલ્લો કરે છે.જે માતા-પિતાની આંખ સામે પ્રણયની મંજૂરી મળી એ જ કરમાય ગયો.

 

 

 

 

જે પ્રણય માતા-પિતા એ પાંગરવા દીધો એ જ સુકાય ગયો.જ્યા પ્રેમના ફળ અને ફૂલ આવવા જોઇએ એને જ કોઇની નજર લાગી ગઇ.જિંદગીનો એક નિયમ છે એ મંઝિલ પર પહોચ્યા પછી પણ લટકાવી તો દે જ છે.બસ જીતવા માટે હિંમત જોઇએ.

 

 

 

 

 

જિંદગીની જિદ પરીક્ષા અને ધૃવલની જિદ કાવ્યા..કાવ્યા વગર તે અધૂરો છે. તેની ખુશીઓ અઘુરી છે.નિશાંતે જ્યારથી ધૃવલને ધમકાવ્યો તેના વિચારોની દિશા બદલાય ગઇ.�નિશાંત બધાને અજાણતા નિકીને મનાવીને થાકી ગયો.નિકી તેની જિદ પર જ છે.�

 

 

 

 

બધાની સામે તે એક જિદ્દી અને અભિમાની બની ગયો.પોતાનું ધાર્યુ કરનાર,પોતાની મોટાઇ બતાવનારને નિકી ઢીલ આપે તો નિશાંત શા માટે જિદ્દ્ને ખેંચી રાખે છે?.આવુ બધા વિચારતા થઈ ગયા.કોઇને ક્યા ખબર છે કે ધૃવલ અને પરિવારની સલામતી માટે પાણી પહેલા નિશાંતે બાંધેલી આ પાળ છે?

 

 

 

 

 

 

નિશાંતને તેનો એકનો એક પુત્ર વહાલો છે તેની ખુશી પણ વ્હાલી છે.પ....ણ.... નિકી.નિકી તેના પતિના વશમાં પણ ન હતી.તેનુ કહ્યુ તો એ બિલકુલ માનતી ન હતી.ઘરમાં ડોન અને અપેક્ષા પાસે best mother.

 

 

 

નિશાંતને ધ્રુવલનો દુશ્મન બનાવી દીધો.આમ તો આખાય ઘરનો.નિશાંત ક્યારેય એવો નહોતો.પછી આટલો જિદ્દી કેમ?નિશાંતની રાવ ક્યારેય નથી આવી.પરિવાર માટે ઉફ કર્યા વગર ચાંદની સાથે મેરેજ કર્યાને ચાંદની પ્રત્યેની દરેક જવાબદારી પણ નિભાવી.પણ....

 

 

 

 

અપેક્ષાને આવવાની બે દિવસની વાર છે.નિકી એ અપેક્ષાના મનને ॥અનજાન પ્રેમથી॥ એવી રીતે પકડી રાખ્યુ કે અપેક્ષા તો બસ ધૃવલને જોવાની first ઇચ્છા રાખતી આવી રહી છે.

 

 

 

 

 

થોડા-થોડા દિવસે એ અપેક્ષાને ધૃવલના ફોટા મોકલતીને એક તરફી તસ્વીર પ્રેમ કરાવી દીધો.જો અમૂક સમયે અપેક્ષાને ધૃવલના નવા ફોટો ન મળે તો એ બેચેન થઇ જતી.તેની મમ્મીને images આપવા કેહતી.નિકીનુ તીર નિશાન પર વાગ્યુ.

 

 

 

 

 

તે પોતાની રાજનિતિમાં દિકરીને પણ સામેલ કરી લીધી, પણ એ અપેક્ષા તો મમ્મીની હરકતથી અજાણ.પોતાની દિકરીને તેના પાપાની વિરોધમાં એવી તે ચડાવી કે તે પોતાના પાપાને નકામા,વાહિયાત,કમજોર,નાલાયક સમજતી.

 

 

 

 

 

કેતન કહે 【અપેક્ષાના પાપાનુ નામ.】અપેક્ષા એક સંસ્કારી, કોઇના દર્દને સમજનારી, દુ:ખમાં ભાગ લેનારી અને સાથ આપનાર દિકરી.નિકીના ઘેર કેરીનુ ફળ પાક્યુ.તેના સંસ્કારનુ મૂળ અને પ્રેમનુ મૂળ કેતન.

 

 

 

 

કેતન એક મધ્યમ વર્ગનો સંસ્કારી છોકરો.નિકી એ તેની જિંદગીની પથારી ફેરવી નાખી.સંતાનમ એક માત્ર લાડકી અપેક્ષા.સારી પોસ્ટ ઉપર જોબ હોવાથી તે અમીર બનતો ગયો.

 

 

 

 

 

સારો બંગલો,ગાડી,પૈસા અને કપડા.નિકી એ તેની ભુલ પર હાવી થઇને તેને પરેશાન કરી મૂક્યો.યુવાનીમાં થયેલી ભુલ પર તે ચડી ગઇ.

 

 

 

કેતનથી કોઇ છોકરી પ્રેગનંન્ટ થઇને કેતન તેને સ્વીકારવા પણ તૈયાર થયો પણ બાળકનો વિકાસ ન થયોને..... તે છોકરીના માતા-પિતા એ તેને બીજે પરણાવી દીધી.

 

 

 

 

બસ કોઇ છોકરીની પવિત્રતા ખંડિત કરવાનો દોષ મૂકી નિકી દરેક વખતે જીતી જતીને આ વાત દિકરીને એવી રીતે ઠસાવી કે દિકરી પાપાનુ કશુ જ ન માનતી.તેના દિલમાં પાપા માટે કોઇ જગા જ ન હતી.

 

 

 

  • ●●

 

 

 

ધૃવલને રાત્રે નિંદર જ ન તી આવતી.નિશાંતની ધમકીથી એ ડરી ચોક્ક્સ ગયો. તેની મમ્મીનો રડતો ચહેરોને સફેદ સાડીમાં નજર આવી. એ હેબતાઇ ગયો.ચાંદનીની જિંદગીમાંથી જો નિશાંત અને ધૃવલ જાય તો તેની પાસે વધે શુ?

 

 

 

 

 

બસ આ સવાલ તેને અકળાવી નાખતો હતો.અસમજંસમાં પડેલો ધૃવલ ખુલી આંખે આકાશને નિહાળી રહ્યો.કોઇ તારામાં કાવ્યા તો તારામાં પોતાની મમ્માને શોધતો.માતા અને પ્રેમિકા વચ્ચે એ અટવાઇ ગયો.

 

 

 

જો એ કાવ્યાને લઇને ભાગી જાય તો નિશાંત દવા પી જાય અને જો પાપા કે ત્યા મેરેજ કરે તો કાવ્યાનો પ્રેમ છીનવાય જાય.

 

 

 

આ બે વચ્ચે અકળાયેલો ધૃવલ અંધકારમાં ॥અણધાર્યો॥ નિર્ણય લઇને સુઇ ગયો.સવારમાં એ નિર્ણયને follow કરવો જ એમ વિચારી.

 

 

સવાર પડી બધા ઉઠી ગયાફ્રેશ થયા.મંદિરમાં આરતી કરી પોત-પોતાનુ કામ પતાવવા લાગ્યા.નાસ્તાના ટાઇમ પર ટેબલ પર ગોઠવાય ગયા.

 

 

 

 

ચાંદની,દિપ્તિ,અંજલી એ ટેબલ પર ડીસ તૈયાર કરી,બધાને આપી.ત્યા જ

 

 

 

 

ચાંદની બોલી ધૃવલ કેમ ન આવ્યો.?

 

 

 

દિશાંત કહે ભાભી સુતો હશે,સુવા દો.

 

 

 

 

ત્યાં જ નિશાંત બોલ્યો કેટલા વાગ્યા? એમ થોડુ ચાલે? એમ કહી કોલ કર્યો.ધૃવલે કોલ રિસિવ ન કર્યો. એક, બે, ત્રણ ,...... સાત-આઠ....નિશાંત પણ ડરી ગયો.

 

 

 

 

ચાંદની સહેજ ડરીને શું... શું...થયુ?

 

 

 

 

નિશાંત કહે કોણ જાણે સાયલન્ટ હશે, રિસિવ નહી કરતો.

 

 

 

 

દિશાંત કહે ભાઇ, એ તમારો કોલ રિસિવ નહી કરે.શાયદ નારાજગીમાં.

 

 

 

 

અક્ષય કહે ભાઇ, એમ પણ એ તમારા જોડે ક્યા વાત કરે છે?હુ ઉપર જાવ છુ ને..

 

 

 

 

અંજલી કહે ના ના હુ જાવ છુ....

 

 

 

[અંજલિ ઉપર જઇને જુએ તો ધૃવલ નથી બેડ પર,ટોઇલેટ,ગેલેરી ક્યાય નથી.મોબાઇલ રૂમમાં ટેબલ પર છે અને તેની નીચે એક ચિઠ્ઠી છે.જેના પર અંજલીની નજર પડતા જ એ ઉઠાવે છે.તુટ્યુ-ફુટ્યુ વાચતા જ રાડો પાડતી નીચે આવે છે.બધા સીડી પાસે ભેગા થઇ ગયા.

 

 

 

નિશાંતને ડર લાગી ગયો.ધ્રુવલ મરી જવાની વાતો કરતો હતો એટલે એ હડબડાહટમાં બોલ્યો શું થયુ?

 

 

 

 

ચાંદની હવે ગુસ્સે થઈ જોરથી બોલી બધાની માન મર્યાદા મૂકીને ખુદ ધરમકાકાની પણ.થયુ નથી તમે જ કર્યુ છે,ધૃવલ ઘરમાં નથી તેનુ કારણ જ તુ છે,નિશાંત તમે છો.

 

 

 

ધરમકાકા કહે શાંતિ રાખ બેટા ચાંદની.હળવેથી ચાંદનીની નજીક આવી...બોલ્યા

 

 

 

જમનાબા કહે ચિઠ્ઠી તો વાંચ બેટા.

 

 

 

 

‘’મમ્મી,હુ જાવ છુ તેનુ કારણ કોઇ જ નથી.મારા લક એવા છે કે મારે આ ઘર છોડીને જવુ પડે છે.મમ્મી તુ બધાનુ ધ્યાન રાખજે અને પાપાને કશુ ના બોલતી મને ખબર છે હુ જઇશ એટલે તુ પે’લા પાપાને જ કહેવાની ‘નિશાંત ધૃવલ મારો દિકરો તારા લીધે જ ગયો છે’’ ને

 

 

 

જમનાબા તમે પાપાને કશુ ના બોલતા. પાપા પણ શુ કરે ? એ પણ જિદ્દી છે અને હુ તેનો દિકરો વ્યાજ અને મુદ્દ્લ બંને એટલે તેના કરતા વધારે જિદ્દી.પાપા તમે પણ તમારુ ધ્યાન રાખજો અને દિશાંતકાકા તમે પણ પાપાને કશુ ના બોલતા.મને ખબર છે તમે મારા પપ્પાને બોલ્યા વગર નહીં જ રહો...

 

 

 

મને ખબર છે તમે,મમ્માને જમનાબા પાપાને છોડવાના તો નથી પણ શાંતિ રાખજો હુ સેફ જગ્યા એ જ જવ છુ,મરી જવા માટે હરગીઝ નહીં. હું પણ ગુજરાતી પરિવારનો છું.એવું નાનું કામ..... મરવાનું ન કરું’’

 

 

 

જમનાબા ગુસ્સામાં નિશાંતને કહે એટલે તે ધૃવલને મજબૂર કર્યો તો એમ?

 

 

 

 

ગંગાબા કહે શાંતિપૂર્વક તુ ડાહ્યો,ડાહ્યોને ગાંડો કેમ થયો બેટા?

 

 

 

 

ઘરના એક પછી એક સભ્ય તુટી પડ્યા.

 

 

 

દિપ્તી રડતા રડતા કહે ભાઇ,ધૃવલ માટે અમે બધા રાત-દિવસ એક કરીએ છીએ ને તમે આવુ ક્યા હકથી કર્યુ?,એ અમારુ પણ એટલુ જ સંતાન છે જેટલુ તમારુ.એ રડી પડી વધારે.

 

 

 

અંજલી કહે ભાઇ તમારે આવુ ન કરવુ જોઇએ,ઘરના એકના એક દિકરા અને બેનોને તમે તેના ભાઇથી વિખુટો પાડી પાપ કર્યુ છે.વિદેશમાંથી ભાઈ ભાઈ કરતી આવતી દીકરીઓને શુ મો દેખાડશું? એમ કહી ફસડાઈ ગઈ સીડી પર.ચાંદની તેને સાંત્વના આપતા બોલી...

 

 

 

 

ચાંદની કહે તમે આ બધુ કોને કહો છો,?એક નિર્દય પાપાને, જેના માટે એક જન્મ દેનાર નહી ત્રણ-ત્રણ માતા તેના માટે રાત-દિવસ એક કરે છે.બે બા ને નિંદર પણ નથી આવતી, જ્યા સુધી ધૃવલ ઘરમાં નથી આવતો. કે પછી એ બે અંકલ દિશાન્તને અક્ષય જેને પેલા ધૃવલને પછી પોતે એવું માને છે.

 

 

 

 

આ બધુ પાપાને હોય નિર્દયને ના હોય ના હોય.ચાંદની ખૂબ જ ચોધાર આસું એ રડી પડી.

 

 

 

હવે નિશાંત હકીકત કેહવા માટે મજબૂર થઇ ગયો તે ધીરેથી બોલ્યો...

 

 

 

 

તમને જેવી નિકિ દેખાય છે તેવી એ નથી.એ તમને બધાને હા કહે પણ મને ના કહે છે.

 

 

 

 

ચાંદની કહે પણ એ એવુ કરે તો તું એનું માને જ શા માટે? હવે હું-તું પર આવી પણ ગઈ ચાંદની. તારે એનું માનવાનુ જ ક્યા આવે છે? તારો દીકરો છે ને તેની જિંદગી છે.

 

 

 

નિશાંત કહે બસ એ જ કહુ છુ કે હુ મજબૂર કેમ છુ............

 

 

 

 

હુ ને નિકિ વેકેશન પે’લા પે’લા જ ચાહવા લાગ્યા.બધા ડઘાઈ ગયા.એક ડાહ્યા દીકરા નિશાંતની વાત સાંભળીને.પણ વેકેશનમાં જ મારી સગાઇ થઇ ગઇ.હુ કશુ કહુ કે બોલુ એ પે’લા તો કાકા એ સગાઇ પાક્કી કરી દીધી.

 

 

 

 

હવે હુ કશુ કરવા સક્ષમ ન હતો રિઝલ્ટ લેવા ગયા ત્યારે,કોલેજના સ્થાપના દિન .ફંકશન સમયે અમે થોડા વધારે નજીક આવ્યા.પછી તરત જ ચાંદની મારી લાઇફમાં આવી.મારા લગ્ન થયા અને એક વર્ષ પછી આપણે જ્યારે ગીતનગર આવ્યો નિકિ અહીં જ હતી.તેના પતિ કેતન સાથે.

 

 

 

પછી અમે અવારનવાર મળતા,15 વર્ષ મળતા રહ્યાને વાત કરતા રહ્યા.બિઝનેસના દરેક ચડાવ ઉતારમાં મારો સાથ આપ્યોને કેતન આગળથી રૂપિયા પણ અપાવ્યા.

 

 

એ સમયે જ મે વચન આપેલુ કે અમારા સંતાનના મેરેજ કરીશુ,પછી નિકિને વિદેશ જવાનુ થયુ અહીં અવારનવાર અપેક્ષા અને ધૃવલ મળતા જ પણ તેને તો કાવ્યા જ ગમતી યાદ છે એ દિવસો.....ધ્રુવલ,અપેક્ષા ને કાવ્યા નાના હતા.આ ત્રણેયના મોમ ડેડ સાથે કોલેજમાં ભણેલા એટલે એકબીજાને ત્યાં ગીતનગરમાં આવતા જતા.....

 

 

 

યાદ....

 

 

 

અપેક્ષા કહે મમ્મા,મારી સાથે ધૃવલ બોલતો જ નથી એ કાવ્યા સાથે જ બોલે છે.......

 

 

 

નિકિ કહે બોલશે બોલશે એ તોફાની છે.

 

 

 

નિશાંત કહે હા, બેટા.અપેક્ષાના માથા પર હાથ મૂકી નિકી સામે આંખ મારી બોલ્યો.

 

 

 

ચાંદની કહે ધૃવલ, અપેક્ષાને તારી સાથે રાખ બેટા.

 

 

 

 

॥બીજો પ્રસંગ॥

 

 

 

અપેક્ષા કાવ્યાને મારે છે, તુ મારા અને ધૃવલની દોસ્તીની વચ્ચે આવે છે. નહી, આ લે એમ કરી પત્થર મારે છે અને ધૃવલ પણ અપેક્ષાને બે મારી દે છે.

 

 

 

 

lllત્રીજો પ્રસંગlll

 

 

 

એકવાર જ્યારે ધૃવલની બ’ડે પાર્ટી મા કાવ્યા, ધૃવલ માટે ગીફ્ટ લાવે છે તો અપેક્ષા તેને સળગાવી છે. કાવ્યા રડવા લાગે છે ત્યારે ધૃવલ કહે છે.

 

 

 

''કાવ્યા મને તારી પાસેથી ગિફ્ટ નહી માત્ર તારી હાજરી જ જુએ છે...તુ છે તો તુ મારા માટે ગોડ ગિફ્ટ જ છો.''

 

 

 

જ્યારે કાવ્યા અને ધૃવલને લવ શબ્દની ખબર ન’તી પડતી ત્યારથી બંને સાથે છે. ધૃવલની લાઇફમા ક્યારેય અપેક્ષા હતી જ નહી. પણ નિકિ આ વાત માનવા તૈયાર જ નથી. તેની દિકરીને ધૃવલના નામનો નશો કરાવી દીધોને હવે મને હેરાન કરે છે.

 

 

 

 

નિકિ 5 વર્ષ ત્યા રહીને આવતી રહી ત્યારે ધૃવલ-કાવ્યા 19-20 વર્ષના થઇ ચુક્યા.અપેક્ષા તેનો અભ્યાસ કરવા ત્યા જ રહી.મારા દ્વારા આ સંબંધ પર પુર્ણ વિરામ મુકાય ગયુ. પણ નિકિની પહેલીને છેલ્લી ચાહત નિશાંત.

 

 

 

 

એ હજુ પણ આ સંબંધને તાજો કરવા માંગતી.અમારા વચ્ચે ઝઘડો થયો.ત્યારે જ અજયે કાવ્યા-ધૃવલની સગાઇની વાત કરી. એ જ દિવસે મળવા બોલાવ્યોને ધમકી આપી.’’ધૃવલને જીવિત જોવા માંગતો હોય તો આ સગાઇ માટે ક્યારેય હા ના પાડીશ’’.

 

 

 

નિકી કંઈ પણ કરી શકે હું પણ ડરી ગયો.એ તો ધ્રુવલને મરાવી પણ દે....

 

 

 

બીજુ તમે તેને ઘેર મળવા બોલાવી ત્યારે તેણે મને મેસેજ કરી કહ્યુ ‘’ હુ ભલે હા પાડુ, એ તો હુ સારી થાવ છુ પણ જો તે હા પાડી તો ધૃવલ ક્યારેય નહી બોલે એવો કરી મુકીશ’’ ને તમે બધા નિકિ હા, કહે હા, કહે બસ..... કારણ જ આ .....