ધૃવલ જિંદગી એક સફર-8 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૃવલ જિંદગી એક સફર-8

ધૃવલ:જિંદગી એક સફર-08

 

 

અયાન અને હેતલ ગીતનગરના જ છે.એટલે તે બંને તેના મિત્રોને છોડવા માટે ગયા.

 

 

 

નિશાંત ,દિશાંત, અક્ષય,નિધિ,સંજના,મીરા,હસ્તી,કિંજલ શક્તિપૂર માંથી આવે છે.

 

અરમાન,આયેશા,ધૃવ ભાનુનગર માંથી આવે છે.

 

નિકિતા અશોક્પૂરની છે.

 

આરવ-પ્રિયા ભુપતપૂરના છે

 

ખુશી-જેનીલ હરેશપૂરના છે

 

ભવ્ય પ્રજ્ઞાનગરનો છે.

 

 

બધા પોતાની મંઝીલે પહોચી ગયા.આ બધા જ ગામ એકબીજાની ખૂબ જ નજીક છે..કોઈ  1km તો કોઈ 2km તો કોઈ 3km...

 

 

 

ગીતનગર જ્યા બધા મિત્રો અભ્યાસ કરતા હતા એ.અહીં અભ્યાસ માટેની ઘણી ફેકલ્ટી છે.ખૂબ જ વિકસિત નગર છે.અભ્યાસ માટે સુપ્રસિધ્ધ છે.વાલી પોતાના બાળકોને અભ્યાસ કરવા મોકલી ગર્વ અનુભવે છે.

 

 

 

બાગ-બગીચા, વૃક્ષોથી આચ્છાદિત ખરેખર આ નગર રમણીય છે.રસ્તાઓ પર વૃક્ષોની હારમાળા છે.શહેરની વધારાની પડી રહેલી જમીન પર વૃક્ષો છે.અહી વૃક્ષોનુ મહત્વ વધારે છે સુશિક્ષિત બન્યા પછી આ બધુ પ્રજાજનોને સમજાયુ.

અહી rose garden ROSEનો બનેલો. Sun-flower hotel મા સૂર્યમૂખીના ફૂલનો બનેલો.તેની બાહ્ય અને આંતરીક રચના બધાને આકર્ષિત કરે છે.

 

 

 

 

અહીં એક બગીચો એવો પણ ખરો જ્યા કૃત્રિમ ડુંગર,નદી,પ્રાણી-પક્ષી,સંગ્રહાલય,વિવિધતાથી સજ્જ છે.ધાર્મી ગાર્ડેન.. આ નગરમાં વિદ્યાર્થીઓ ધન્યતા મેળવ્યાનો અનુભવ કરે છે.માતા-પિતા તૃપ્ત થાય છે.

 

 

 

 

બધા પોતાના પરિવાર સાથે ખુશ છે.થોડા દિવસ તો જ્જનત લાગે છે.માતા-પિતા.ગામ. આ બધું થોડા દિવસ પૂરતું ગમ્યું.પછી કોલેજના દિવસો યાદ આવે છે.કોલેજના કરેલા વાદા અને મસ્તી યાદ આવે છે.

 

 

 

Result પણ નજીક આવવાની રાહ જોવા લાગ્યા.પરિવાર અને દોસ્તોની વચ્ચે રેહવાનો પ્રયત્ન કરે છે.પ્રેમીઓ માટે આ સમય તો એક દિવસ એક વર્ષનો.

 

 

 

★★★

 

 

 

નિશાંતના ઘરની બાજુમાના ઘરમાં પૂજા નામની છોકરીના લગ્ન છે.આથી તેમના ઘરે મેહમાન આવતા હતા,એમાથી કોઇ નિંશાતના ઘેર પણ આવતા,તેના ઘરે પણ અવર-જવર શરુ.બહેનો આવતીને અલક-મલકની વાતો કરે,કોઇની છોકરી કેવીને, કોની છોકરી કેવી? કોની સાથે કોનુ અફેર?

 

 

 

અમૂકવાર કોઇ છોકરાની વાતો પણ કરે.કોઇ પાછા સામાજીક વ્યવહારની વાતો પણ કરે.જેના ઘરે લગ્ન હતા એ રેખાબેન આવે છે.ધરમભાઇ હુ તમને જેની વાત કરતી હતી એ કરણભાઇ-કિર્તીબેન અને તેની દિકરી ચાંદની.મારી દિકરી પૂજાના લગનમાં આવે છે.

 

 

 

નિશાંત માટે તમે ચાંદનીને જોઇ લો.ચાંદની ચંદરમાનુ તેજ છે તેજ.તમને તો જોતા જ પસંદ આવી જશે.એ આ રેખાની ગેરંટી હો. ISI માર્કાવાળી. બધા હસી પડ્યા.તે થોડા મજાકી એટલે મજાક કર્યા વગર ચાલે જ નહી.

 

 

 

 

તમારે નિશાંતને પણ પૂછવાની જરૂર નહી પડે અને નિશાંત ના પાડી જ નહી શકે એ મારી agmarkની ગેરંટી.

 

 

 

ધરમભાઇ બોલ્યા હા બેન હા જોઇ લેશુ, ને નિશાંત અમારો શાંતને શાણો છોકરો છે,તેને પૂછવાની અમારે જરૂર જ નહી પડે!!!!!!

 

 

 

બીજા દિવસે કરણભાઇ આવે છે.તે ધરમભાઇના ઘરે આવે છે.તેની ખાતીરદારી કરવામાં આવે છે.ધંધા બાબતે વાતો થાય છે.અંતે વાત અટકે છે મેઈન મુદ્દા પર.એટલામા જ નિશાંત આવીને બેસે છે અને જયશ્રી ક્રિષ્ના કરે છે.

 

 

 

બધા વાતો કરતા હોય છે.નિશાંતને કશી ખબર ન હતી,એ મોજથી જ વાતો કરતો હોય છે અને રેખાબેનના ઘેર કામ આવી જતા જતો રહે છે.

 

 

 

થોડીવારમાં જ ચાંદની તેના મમ્મીને શોધતી આવતી હોય છે,નિશાંતના રાજાશાહી દરવાજા પાસે બંને એકબીજાને જૂએ છે.

 

 

ચાંદની થોડા સંકોચથી પૂછે છે;મારા મમ્મી અંદર છે?

 

 

 

નિશાંત બોલ્યો થોડું વિચારીને અંદર કોઇ છે તો ખરુ? પણ એ તમારા મમ્મી છે ‘એ કેમ ખબર પડે?’ ‘’ક્યો તો ફોટો પાડતો આવુ?’’ એ મજાકમાં બોલ્યો.

 

 

 

ચાંદની નીચુ જોઇ કશુંક બડબડતી અંદર જતી રહે છે.ચાંદની તેની મમ્મી પાસે આવીને બેસે છે.ધરમભાઇ,ગંગાબેન અને જમનાબેન જૂએ છે.તેના કામવાળા ચંપાબેન જમનાબેનના કાનમા કહે છે ‘’છોકરી ટનાટન છે હો’’.

 

 

 

 

કાલે લગ્નમાં મળીએ. ‘’જયશ્રી ક્રિષ્ના’’ કહી કરણભાઇ ઉભા થઇ જતા રહે છે.

 

 

 

લગ્નની શરણાઇ વાગે છે.દિકરીના લગ્ન પૂરી તૈયારી થઇ ગયેલી.તેમ છતાંય બધા ઘણા વ્યસ્ત દેખાતા હતા.નિશાંત અને તેના ભાઇઓ-બેનો પણ અહીં જ છે.

 

 

 

ચાંદની,કરિશ્મા,ચેતના,નયન,પરમ,પવન, વગેરે છોકરા-છોકરીના સંપર્કમા નિશાંતના ભાઇઓ-બેનો આવ્યા.બધા વચ્ચે વાતચીત થાય છે.એકબીજાના અભ્યાસ વિશે પૂછે છે.મંડપ તૈયાર છે અને જમણવારની પણ વ્યવસ્થા બરાબર છે.

 

 

 

 

દુલ્હન પણ સોળે શણગાર સજી અપ્સરા લાગે છે.હંમેશા દુલ્હન દુલ્હા કરતા તૈયાર થવામા બે કદમ આગળ જ હોય.મજાક-મસ્તી,મંત્રોચ્ચાર, જમણવાર અંતે આંખભીની કરી દિકરીની વિદાય થાય છે.

 

 

 

કરણભાઇ તેના તરફથી હા પાડે છે અને ધરમભાઇ પણ હા પાડે છે.નિશાંત સુધી આ વાત મીરાં પહોચાડે છે.નિશાંત નિ:સ્તબ્ધ થઇ જાય છે.તેની ચેતના જતી રહે છે.તે મૂર્તિમંત થઇ જાય છે.અકળાય જાય છે.

 

 

 

મીરાં થોડી ચિંતિત થઈ કહે છે ‘’કેમ ભાઇ?તને ચાંદની ‘’ના’’ પસંદ આવી?’’

 

 

એવુ નથી પણ મને કોઇ એ કહ્યુ કેમ નહી? મારી સગાઇની તૈયારી કરો છો.થોડો અશાંતિ અનુભવી અંદરથી જ અકળાઈ નિશાંત એમ બોલ્યો.

 

 

 

જમનાબા ને પસંદ આવી એટલે બધાને પસંદ આવી અને હા પાડી દીધી ,મીરા એ કહ્યુ.

 

 

 

નિશાંત કહે ok...અશાંત થઈ બોલ્યો...

 

 

 

ઘરમાં આનંદ છવાય ગયો.સગાઇની રસ્મ કરવામા આવી ધામધુમથી નિશાંતનુ ઘર એક નાના મહેલ ટાઇપ છે. એટલે સગાઇ ત્યા જ કરવામા આવી.

 

 

 

ચાંદનીના મમ્મી-પાપા એ રેખાબેનના ઘેર રહીને જ સગાઇની તૈયારી કરી કેમ કે જમનાબાની ઇચ્છા હતી કે નિશાંતની સગાઇ તેના ઘરે જ થાય છોકરીવાળાના ઘેર નહી એટલે પછી ચાંદનીના મમ્મી-પાપા તૈયાર થય ગયા.

 

 

 

એમ પણ નિશાંતને પાપા ન તા એટલે કરણભાઇ કહે જેમ જમનાબેન કહે એમ જ કરવાનુ છે.તેના ઘરમાં ઘણા વર્ષ પછી પ્રસંગ આવ્યો છે અને તેના નવા ઘરમાં એટલે રેખાબેનને કહે જમનાબેનને ખોટું ન લાગવુ જોઇએને ઓછું પણ ન આવવુ જોઇએ.

 

 

 

બધા સગાઇની તૈયારીમાં પડી ગયા,ચાંદની માટે એકથી એક ચડિયાતી વસ્તુ લેવામા આવી,ધરમભાઇ એ થોડી જમીન વેચી દીધી કેમ કે ઘર બનાવ્યુ ને દીકરાની સગાઇ આ બધુ મેનેજ થાય એવી કોઇ શક્યતા જ ન હતી.

 

 

તેમણે આ વાત કોઇને કહી નથી,પોતાના મનમાં જ છે.કેમકે તે જમનબા કે નિશાંતના પ્રસંગમાં કચાશ રાખવા નહોતા માંગતા.

 

 

 

ઘરને શણગારવામાં આવ્યુ, સીરીઝ,દીવા,ફૂલ એકથી એક ચડિયાતી વસ્તુ વાપરવામા આવી. આ સમયે બધા જ તૈયારીમા મશગૂલ થઇ ગયા.કેટલાય સમય પછી ઘરમાં એક સગાઇનો પ્રસંગ આવ્યો.બધા એ પોતાની પસંદના કપડા લીધા અને અન્ય વસ્તુઓ લીધી.

 

 

આ બધુ જોઇ જો ખૂશ હતા તો ત્રણ વ્યક્તિ ધરમકાકા ,ગંગાબા અને જમનાબા.આજે ફરીવાર ખુશીથી ઘર ભરાઇ ગયુ.બધી જ ખરીદી કરવા ચાંદની સાથે જાય છે.ચાંદની આ સમય દરમિયાન બધાને ઓળખતી થઇ જાય છે.બધાની પસંદ-નાપસંદ વિશે જાણતી થઇ જાય છે.

 

 

 

ધરમભાઇના ઘેર પહેલો પ્રસંગ હોવાથી મેહમાન આમંત્રિત કરવામા આવે છે.કોઇ એ ન કરી હોય એવો સગાઇ કાર્યક્રમ કરવામા આવે છે.બધા વાહ વાહ કરી જાય છે.ધામધૂમથી સગાઇ, music,dance, મજાક-મસ્તી વચ્ચે રીંગ પહેરાવી સગાઇનો કાર્યક્રમ કરવામા આવે છે.

 

 

જમવાનું પણ શાનદાર આયોજન કરવામા આવે છે.આજની નવી શૈલી પ્રમાણે ધરમભાઈના અમૂક ભાઈબંધ તો ખુબ જ પૈસાવાળા તેની પણ આમંત્રિત કરવામા આવે છે.

ખૂબ જ ખુશીથી આ કાર્યક્રમ સમાપ્ત થાય છે.

 

નિશાંતની સગાઈ શક્તિપૂરમાં જ થાય છે....

 

 

★★★

 

 

 

થોડા દિવસ પછી result લેવા માટે બધા એક week વહેલા ગીતનગર જાય છે.પછી પ્લાન કરી એ મુજબ કરવાનુ હતુ.પહેલા બધા સમયસર પહોચે ને હરખભેર મલ્યા. જિંદગીના સોનેરી દિવસો ફરીવાર યાદ કરવા લાગ્યા.એ દિવસો જતા રહ્યા પણ કેહવાય છે ને કે!!!!