ધૃવલ જિંદગી એક સફર-૫ VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૃવલ જિંદગી એક સફર-૫

ધૃવલ:જિંદગી એક સફર-5

 

સમય જતા વાતાવરણ જેવા બની જવાય છે,એવુ જ બન્યુ આ બંન્ને group માં, કોલેજનો પ્રેમી પવન આ ગૃપમા ફંટાયો અને છેલ્લા વર્ષમાં દોસ્તમાંથી પ્રેમી બનવા લાગ્યા.આ જ પવને ઘણાને મૂશ્કેલીમાં મૂક્યા તો ઘણાને ખૂશી પણ આપી.

 

 

 

વેલેંટાઇન ડે કે ફ્રેંડશીપ ડે વગર આ બે ગૃપમાં LOVE ની મોસમ આવી,આવી એવી આવી કે જન્મ-મરણ ના વચન પણ આપી દીધા.અરમાનને આયેશા પસંદ છે,પરંતુ અયેશાને અરમાન માટે લગણી છે એવુ જાણવા ન તુ મળ્યુ ક્યારેય.

પરંતુ અરમાન માટે આયેશાનુ ખૂબ જ મહત્વ છે,અરમાને એકવાર તેના દિલની વાત કરવા માટે આયેશાને લેકચર 3 માં નીચે બોલાવી. અને કોઇને કેહવાની ‘ના’કહી કે તે બોલાવે છે.

 

 

 

આયેશાના મને વિચારોનું વાવાજોડું પકડ્યું. ઘરમાં કોઇ problem હશે?કે કંઇ બન્યુ હશે તો મને નીચે બોલાવી. એ પણ શરુ લેકચરમાં?આયેશાના મનમાં કેટ-કેટલાય વિચારો આવવા લાગ્યાને ન વિચારવાનુ વિચારી તે garden માં ગઇ.

 

 

 

અરમાન ત્યા ઉભો છે.તેની જ રાહ જોતો હતો. અને આયેશા એકી સાથે બોલી ગઇ અરમાન ઘરમાં કશુ થયુ છે?તને કોઇ problem છે?તારી દીદી કે બીજો કોઇ problem છે?શુ થયુ છે?કેમ આમ અચાનક?આયેશા ગભરાયેલી, ડરેલી દેખાય છે.

 

 

 

 

 

અરમાને આયેશાના બંન્ને ખભ્ભા પર હાથ મૂકી કહ્યુ no,no aayeshaa.બીજી વાત છે.

 

 

 

 

શુ? આયેશા..ફટાફટ બોલી ગઈ.

 

 

 

 

અરમાન શાંતિથી કહે મને ખબર જ ન હતી કે મારી જિંદગીમાં આવો પ્રેમનો દિવસ આવશે.ને મને કોઇથી પ્રેમ થશે.મને નથી સમજાતુ કે હુ તને કઇ રીતે કહુ પણ હુ તને દિલથી ચાહવા લાગ્યો છુ.મારી life માં તારુ ખૂબ જ મહત્વ છે,આયેશા. હુ જાણવા માંગુ છુ ‘’તુ મને પ્રેમ કરે છે?’’

 

 

 

 

આયેશા સ્તબ્ધ બની ગઇ, વિચારતી થઇ ગઇ.તેને એ ન સમજાયુ શું કરવુ? શું કેહવુ?જવાબમાં માત્ર તેના ગળામાનુ દિલવાળુ લોકેટ આપતી ગઇ. જેમા એકબાજુ તેનો ફોટૉ હતો ને બીજી બાજુ ખાલી.જતી રહી.દોડીને.

 

 

 

 

 

અરમાન આયેશાના દિલને કહ્યા વગર જ બધુ સમજી ગયો.એ પણ કોલેજના ગાર્ડનમાં લાજ શરમ વગર નાચવા લાગ્યો...

 

 

 

 

અબ તો મેરા દિલ,જાગે ના સોતા હૈ,ક્યાં કરું હાયે કુછ કુછ હોતા....હૈ. કુછ કુછ હોતા હૈ

 

 

 

રીસેસ પડી. બધા નીચે આવ્યા અને નાસ્તો કરવા લાગ્યા. અરમાન બધુ જ સમજતો હતો.તેમ છતા તે આયેશાના શબ્દ સાંભળવા આતુર હતો.તો આયેશા શરમાય રહી હતી.

 

 

 

(અરે યાર હક છે એક છોકરીને શરમાવાનો સ્ત્રીનુ ઘરેણુ છે શરમાવુ તે)

 

 

 

નિકિતા પોતાની વાતોથી બધાનુ ધ્યાન ખેચતી હતી,કેમ કે તે ઘણી જ સુંદર છે,તેને એ વાત નો ગર્વ અને અભિમાન છે,.કોલેજના ઘણા છોકરાઓ try કરી ચુક્યા હતા, પણ સફળતા મળી ન હતી.

 

 

 

 

નિકિતા જવાબમાં માત્ર એટલુ જ કેહતી ‘’તમે મારા ભાઇ જેવા જ છો’’

 

 

 

છોકરો ‘’ગરમમાંથી નરમ થઇ’’ એટલુ જ મનમા બોલતો ‘’આ રક્ષાબંધનમા રાખડી બાંધવાનુ ના ભુલતી’’.

 

 

 

નિકિતા ભણવામાં પણ હોશિયાર ખરી અને તેના હાવભાવ, ચાલ અને કપડા હંમેશા છોકરાઓને આકર્ષિત કરે એવા જ રહેતા. નિકિતા એમ તો લાગણીશીલ પણ સુંદરતાથી અભિમાનમાં રેહતી.

 

 

 

 

 

નિશાંત બાજુની s.t.d માંથી ઘેર શક્તિપૂરમાં call કરવા ગયો છે .કામ કેમ ચાલે છે?કેટલે પહોચ્યુ?જરૂર હોય તો એ આવે એ માટે પૂછવા ગયો.

 

 

 

 

તારી જરૂર નથી, કામ પણ નથી એમ ધરમકાકા કહે છે.તુ તારા ભણવામાં ધ્યાન આપ બેટા.

 

 

 

 

Ok, કાકા,બીજુ બા-કાકી અને તમે શુ કરો છો?નિશાંત બોલ્યો.

 

 

 

બસ, શાંતિ છે.કાકા કહે તમારુ ધ્યાન રાખજો ભાઇ રાખુ કામ આવી ગયુ.કોઇ મજૂર માણસ આવ્યો છે.

 

 

 

નિશાંત બોલ્યો ભલે કાકા.

 

 

 

આજે દુકાન ગલ્લા પાન સેંટર પર ખૂબ જ ભીડ હતી કેમકે inadia/vestindis match છે.

 

 

 

 

નિશાંત કહે માણસો પણ કામધંધો છોડી match જૂએ છે.તે પણ ગલ્લા પર ઉભો રહી એક કલાક match જૂએ છે.પછી college પહોચે છે.

 

 

 

 

બધા પૂછવા લાગે કેમ વાર લાગી? કેમ વાર લાગી? અરે!!!યાર match જોતો હતો.કેમ કે જો india win થશે તો t-20 world cup final માં આવવાનુ છે.

 

 

 

 

 

કોલેજથી છૂટી હોસ્ટેલ આવે છે friend circle.

 

 

 

મીરાંને આજે આવવામાં late થય જાય છે.

 

 

 

નિધિ એ પૂછ્યું તો કહે છે friend સાથે હતી. Ok તારે કેવાય ને તો મને થયુ કોઇ problem હશે.ગુસ્સાથી બોલી.બીજાને ટેંશન ના કરાવાય.નિધિ હોસ્ટેલમાં પણ ગુસ્સો કરી મુક્તિ પણ મીરાંને સંજના સંભાળી લેતા...

 

 

 

મીરા કહે છે શાંતિથી ના દી’’ એવુ કશુ ન હતુ, તુ ચિંતા ન કર ‘’દી’’.

 

 

 

નિધિ કહે(પોતાના ગુસ્સાવાળા સ્વભાવ મુજબ) મારે શુ તારુ જે થાય તે? મીરાં fresh થઇ. જમવા માટે બધા નીચે ગયા.આજે મીરાંને જમવામાં જરા પણ મૂડ ન હતુ.તેમ છતા એ નીચે ગઇ અને થોડુ જમીને આવતી રહી. તેના મન અને દિલ ઉપર ‘’એક ઘા’’ હતો. જે કોઇને કહી કે દેખાડી શકાય તેમ ન હતો.

 

 

 

 

મીરાંની ચિંતા વિશે બધા અજાણ હતા.આખરે એવુ શું થયુ હતુ કે મીરાં કોઇને ક્શુ કહી શક્તિ ન હતી? ને એકલી-એકલી જ વિચારતી હતી અને એવી શુ બાબત હતી કે મીરાંને જમવાનુ પણ ન ભાવ્યુ? એ મેટર પોતાની હતી કે બીજાની?એવુ તો શુ હતુ કે તે નિધિને પણ કેહતી ન હતી?તેની કોઇ friend ને પણ તે જણાવવામા ડરતી હતી?

 

 

 

અયાન અને હેતલ એકબીજાની ખૂબ જ નજીક છે.એકબીજાને સમજે છે તેનાથી વધારે એકબીજાના દિલને સમજે છે.પરંતુ કોઇ મસ્તી કરે ત્યારે સ્વીકારતા નહી કે તેઓ એકબીજાના પ્રેમમાં છે.

 

 

 

બસ,હેતલ કહે એવુ કશુ નથી એમ જ સીધેસીધું કહી દે.

 

 

તો અયાન કહે no lafaraa only frd. આવુ બોલી વાતને ટાળી દેતો.

 

 

 

 

બીજી બાજુ મીરાંની પાછળ ભવ્ય ઘણા સમયથી મેહનત કરતો પણ મેહનત જ કરતો.સફળતા મળતી નહી.જેટલી મેહનત કરતો એટલી વ્યર્થ જાતી.ભવ્ય આ સંબંધ તેની વચ્ચે જ રહેશે તેના ભાઇ-બહેનને ખબર પણ નહી પડે તેમ કહેતો પણ બધુ નકામુ.

 

 

 

બીજી બાજુ દિશાંત અને કિંજલ પવિત્ર દોસ્તી નિભાવી રહ્યા.

આરવ તો હસ્તીને propose કરતા ડરતો હતો.તેને થતુ હસ્તી તેને ખીજાય જશે તો?નહી બોલે તો? આ ડરમાં તેણે જાજો સમય કાઢી નાખ્યો.

 

 

 

 

 

ખુશી અને જેનીલે બધાની વચ્ચે પ્રેમને સ્વીકારી લીધો.જ્યારે ગ્રુપના દોસ્તોએ ધૃવને એકાંત જગ્યામાં પ્રિયાને મળતા પકડી પાડ્યો.આથી ધૃવ શરમાય ગયોને પ્રેમ સ્વીકારી લીધો.

 

 

 

હવે,આ ટોળી છ મહિના સાથે છે.પછી બધા જ સમાજ ના પ્રવાહમાં ભળી જવાના છે.કોઇ તો શુ કરવુ? કેમ કરવુ? ક્યા કરવુ? વ્યવસાય માટે આવુ વિચારી લીધુ છે.તો કોઈ માસ્ટર ડીગ્રી વિશે કોઈ કોર્સ વિશે કે પરીક્ષાની તૈયારી વિશે પણ વિચારી લીધું છે.

 

 

 

એક દિવસની વાત છે કોઇ નિત્યા નામની છોકરીના પ્રેમની ઘરે ખબર પડતા; તેના પપ્પા ખૂબ જ મારે છે અને કોલેજ આવવા માટે નિષેધનુ ફરમાન કરી દે છે.તેનો પ્રેમી તેના મમ્મી-પપ્પાનેને ખૂબ જ સમજાવે છે મનાવે છે પણ માનતા નથી.તેમજ માત્ર છ મહિના માટે નિત્યાની career બરબાદ કરવા માંગે છે.

 

 

 

 

ત્યારે નિશાંત નિત્યાના ઘરે જઇ નિત્યાને પોતાની જવાબદારી પર છ મહિના માટે કોલેજ લઇ આવે છે.નિશાંતને નિત્યાના મમ્મી-પપ્પાનેને મનાવવા સખત મેહનત કરવી પડે છે પણ નિશાંત આખરે મનાવી લે છે,.નિશાંતને તેના ભાઈ-બેન કોલેજમાં બધાને હેલ્પ કરે છે.કોઇને જરૂર હોય ત્યારે’’ના’’ કેહતા જ નથી.

 

 

 

નિશાંતે આ ગીતનગર શહેરમાં પોતાની અલગ છાપ ઉભી કરી છે. એક સારા અને સાચા માણસ તરીકેની.કોલેજીયન હોવા છતાં તે એક સારો વ્યક્તિ પણ સાબિત થયો છે.

 

 

 

અરમાન અને આયેશા ખૂદ પોતાનો પ્રેમ સ્વીકારી લે છે.કોઇ પકડે ત્યારે હા કેહવા કરતા બંને સ્વીકારી જ લે છે.

 

 

 

 

 

એક દિવસની વાત છે, નિશાંતને ઘેર જવાનુ થયુ.એ મૂહ લટકાવીને garden માં બેઠૉ.

 

 

તેને સબમિશન કરાવવાનુ – લખવાનુ(પ્રોજેક્ટ વર્ક) છે.કાકા એ કામ હતુ એટલે બોલાવ્યો છે.એટલામાં ત્યા નિકિ આવે છે.

 

 

 

નિકી એ જીન્સને પિંક ટોપ પહેરેલું છે.એય નિશાતં શુ થયુ?કેમ ઉદાસ છે?શુ વિચારે છે?લટક મટક કરતી બોલી.

 

 

 

નિશાંત કહે નિકિ ઘેર જવાનુ છે.સબમિશન પણ છે અને ઘેર પણ જવુ પડે તેમ છે. મારે શું કરવુ?એ સમજાતુ નથી. જો હુ કાકાને કહીશ તો એ ના નહી કહે પણ હવે એ કેટલી જવાબદારી લઇને ફરે. તેણે મને મારા બાપૂજીની ખોટ વરતાવા દીધી નથી.આજે જ્યારે એ બિમાર થઈ ગયા તો મારે જવુ જ પડશે. તો......કોલેજમાં....સબ...એ ઉદાસ ચહેરે ગંભીરતાથીં બોલવા લાગ્યો.

 

 

 

નિકિ એકદમથી કહે તુ જા,,

 

 

 

નિશાંત કશું સમજયો નહીં એ બોલ્યો શુ?

 

 

 

નિકિ ફરીવાર બોલી તુ જા. બધુ થઇ જશે..હુ છુ ને!!!! નિકીના આ શબ્દોમાં ગેહરો પ્રેમ છે.

 

 

 

નિશાંત કહે પણ કેમ?why? કઇ રીતે થશે?એ વિચારતો હોય એમ બોલ્યો.

 

 

 

નિકિ માત્ર એટલું જ બોલી મારા ભરોસે તારે જવાનુ છે.

 

 

નિશાંત કહે વિશ્વાસ છે પણ...

 

 

 

નિકિ હવે ગંભીરતાથી બોલી તારે જવુ હોય તો જા....

 

 

 

નિશાંત કહે ok......નિશાંત નિકીનો હાથ પકડી કહે છે.નિકી thnks....ખરેખર નિકી મને ગર્વ છે કે તું મારી બેસ્ટ છે.

 

 

નિશાંત જતો રહે છે.

 

 

અયાન અને હેતલ આજે કોલેજમાંથી  ગુલ્લ છે.બધાને એમ કે કોઇ કામ હશે...બન્ને ગીતનગરના જ રહેવાસી.પરિવાર જોડે.એટલે નાનો-મોટો પ્રસંગ હોય તો જવું પડે...

 

 

 

 

ગીતનગરથી થોડે દૂર ખૂબ જ સુંદર મંદિર છે.એ સ્થળ રમણીય છે.વૃક્ષો છે. સારી એવી દુકાનો છે. ગણપતિનુ મંદિર અને શાંતિ.

 

 

 

તેઓ દર્શન કરી વૃક્ષ નીચે એક્બાજાની નજીક એકબાજાનો હાથ પકડી શાંતિથી પોતાના ભવિષ્યની વાતો કરે છે ત્યાજ કોલેજનો એક છોકરો દર્શન કરવા માટે આવે છે.તેને જુએ છે.થોડીવાર તેને યાદ કરવુ પડે છે કે આ.... છે.... કોણ...?

 

 

 

પછી યાદ આવે કે ઓ હો હો આ તો ભાઇ અયાન અને દી હેતલ છે. નિશાંતના ગૃપમાંથી છે.તે દર્શન કરી કોલેજ જતો રહે છે.