મૃગજળ ની મમત - 25 Bindiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગજળ ની મમત - 25

મૃગજળ ની મમત

ભાગ -25

અંતરા ફટાફટ બીજાં દિવસ ની તૈયારી કરી નિસર્ગ નો ફોન આવતા જ નિરાલી ના ઘરે ઉપડી ગઇ. સ્નેહ હવે ફકત ઝગડા ના અવાજ ની રાહ જોઈ રહયો હતો. પણ એ ફકત રાહ જ જોઈ રહ્યો હતો. નિરાલી ના ઘરમાં થી પહેલાં ની માફકજ હસવાનો અવાજ આવી રહયો હતો. બધાં બેઠા હતા એટલામાં જાનકી ત્યા આવીને ઉભી રહી. નિસર્ગ ફકત એક નજર જાનકી સામે કરી ને થોડો અંતરા તરફ ખસ્યો. જાનકી ની આંખો થોડી ભરાઇ આવી. એ થોડાં દિવસથી નિસર્ગ ની નજીક આવવા ની કોશિશ કરી રહી હતી પણ નિસર્ગ તરફ થી કોઈ જ પોઝીટીવ જવાબ ન હતો. નિરાલી એ તરતજ પોતા ની બાજુમાં પડેલી ખુરશી નજીક કરીને જાનકી ને બેસવા કહ્યું. જાનકી ત્યા બેઠી પણ ખરી છતાં એ એકલી પડતી હતી. થોડીવાર પછી એ જાતેજ ઉભી થઇ અંદર જતી રહી.

“ નિસુ તને નથી લાગતું હવે તારું આ નાટક કંઈ વધારે થઇ રહ્યુ છે?”

અંતરા એ કહ્યુ.

“ હા સાચી વાત છે અંતરાની”

નિરાલી અને આશિષ એ પણ અંતરનો સાથ આપ્યો.

“હમમમ... મને ખબર છે શું કરવાનું છે. હું ઇચ્છુ છુ કે જેમ આપણે નિખાલસ દોસ્ત છીએ એમજ એ પણ એટલીજ નિખાલસતા થી મારા અને અનુ ની દોસ્તી નો સ્વીકાર કરે જેથી કરીને પછી ક્યારેય શંકા ને અવકાશ ન રહે. બસ એના માટે એનામાં રહેલો પ્રેમ એ લાગણી મારે ફરી જન્માવી પડશે. એ મને ફરી એટલો જ ચાહે તોજ વિશ્વાસ પણ કરશે જ. અને હા હું વાત બગડે ત્યા સુધી તો નહી જ વધવા દઉ..સો ચીલ માય બેસ્ટીઝ...”

આટલું બોલીને જ નિસર્ગ ઉભો થઇ ને જાનકી ની પાસે રુમમાં ગયો. જાનકી પોતાનું પેકીંગ કરી રહી હતી. નિસર્ગ ત્યા રુમના દરવાજા પાસેજ ઉભો રહ્યો.

“ શુ હતું આ??”

“ એટલે..? હું સમજી નહી.જે મારે કરવો જોઇતો હતો એ સવાલ તું કેમ કરેછે?”

જાનકી નિસર્ગ ની સામે જોયા વગર જ બોલી.

“ ઓહ.. આમ અચાનક સરપ્રાઇઝ વિઝીટ કરવા જ આવી હતી..એમ?. કે પછી મને અને અનુ ને ચોકાવા આવી હતી.?”

“ તારી કમી હતી..જે ખૂટતું હતું એ શોધવા આવી હતી. પણ આવીને ખબર પડી કે જે મારો જે ભાગ ખુટતી હતો એ તો કોઈ બીજા ના ખાલીપા મા ભરાઇ ગયો છે. એટલે હવે....”

જાનકી બોલતાં બોલતાં સહેજ વાર અટકીને ને ફરી પાછી બેગ પેક કરવા લાગી. નિસર્ગ નજીક આવી ને એને બાવળા થી પકડીને પોતાનાં તરફ ફેરવી.

“ તું જેની વાત કરેછે એ ખાલીપો એ કમી તારી ઉભી કરેલી હતી. હું તો થયાનો ત્યા જ હતો જાનકી. આટલું આટલા વખત થી એકલો તારીજ રાહ જોતો હતો. પણ દુર જવાની ઇચ્છા તારીજ હતી. આપણી લાઇફમાંજે કંઈ બન્યુ એ બધીજ તારી દેવ હતી. અને એની સજા દરેક વખતે મેં.… જાનકી મેં ભોગવી છે. અને છતાં કયારેય તને છોડવાનો વિચાર સુધ્ધાં નથી કર્યો. અને આજે અચાનક તને તારાં મા કંઈ ખટતુ લાગ્યુ?.. આ ખાલીપો આ ખોટ હું તારી સાથે પરણ્યો ને ત્યારથી ભોગવુ છુ. અંતરા ને મુકીને અરે..તારી ને મમ્મી ની જીદનો ભોગ હું બન્યો. અંતરાની સાથે દગો કર્યો. જો એટલો જ ખરાબ હોત ને તો ત્યારે જ સગાઈ વખતે જ મુંઝાયા વગર બધા ની વચ્ચે જ ના પાડી હોત. બધું જવા દે. લગ્ન પછી કોઈ વાત પણ મેં છુપાવી નથી. તારી તરફ ઢળ્યો. તને અપનાવી તારી દરેક ઈચ્છાઓ પૂરી કરી. અરે મારા મમ્મી પપ્પા થી અલગ થવા સુધીની અને તને આગળ વધવા મા પણ ક્યાય કોઈ અવરોધ ઉભોનથી કર્યો. ફેમીલી મા કોઈ પ્રસંગ કે તહેવાર વખતે પણ તને આવવાં ની ફરજ નથી પાડી. તારી પાસે થી તારા પ્રેમ અને સાથ સિવાય કોઈ આશા પણ નથી રાખી. અરે આપણું બાળક ખોયુ તારી હઠ અને બેદરકારી ના લીધે જે કયારેય તને જતાવ્યુ નથી જાનકી. આના થી વિશેષ હું શું કરી શકું. મારી આખી જીંદગી નો ભોગ આપ્યો એક હરફ ઉચ્ચાર્યા વગર..અને આજે તું મારા પર શંકા કરતી અહીં સુધી આવી પહોચી.? એ પણ એક અજાણ્યા માણસ ના કહેવા ઉપર.... શેમ ઓન યુ જાનકી એટલો પણ વિશ્વાસ નથી. શુ.. શું..એટલો નીચલી કક્ષા નો છુ કે તારે આમ જાસુસી કરવી પડે.?”

નિસર્ગ એ જાનકી ને એના બંને બાવળા થી પકડી હતી એ ખુબ દુખી હતો. વાત કરતાં કરતાં એની પકડ વધું મજબુત થતી હતી. જેનું દર્દ જાનકી ના ચહેરા પર દેખાય આવતું.હતુ.

“ નિસર્ગ પ્લીઝ.. છોડ મને હું કોઈ જાસુસી કરવા નથી આવી. હું ફકત તને પામવા ઇચ્છુ છુ. અંતરા અહીં છે એ જાણીને તને ખોઇ બેસવા નો ડર હતો એટલેજ આવી હતી અને જોઇ પણ લીધું તમે ખુબ નજીક છો હજું પણ. “

જાનકી એ નિસર્ગ ના હાથ છોડાવ્યા ને રુમમાં થી બહાર નીકળી ગઇ. નિસર્ગ એને જતા જોઇ રહયો.

જાનકી ના બહાર આવતા જ નિસર્ગ રૂમનો દરવાજો બંધ કરી ને ઉંઘી ગયો. બંને ને થોડો ગુસ્સો થોડો રઘવાટ અંદર ને અંદર કોરી રહયો હતો. જાનકી ને લાગતું હતું કે નિસર્ગ ને ખોઇ બેઠી છે અને હવે ખુબ મોડું થઈ ગયું છે. અને નિસર્ગ ને ગુસ્સો એ વાત નો હતો કે જાનકી પોતાને ખુબ સારી રીતે જાણતી હોવા છતાં સમજદારી થી વાત કરવા ને બદલે એટલી ઓછપ પર આવી ગઇ કે અહીયા સુધી પહોચી ગઇ. વિચાર કરતા કરતા જ એ ઉંઘી ગયો. થોડીજ વારમાં જાનકી અંદર આવી. રાત્રે બાર પંદર ની આસપાસ થયું હતું જાનકી એ પોતાનાં વકિલ ને ફોન કર્યો.

“ હલો..મી. દફતરી?”

“ અરે..! જાનકી બેન અત્યારે આ સમયે? કંઈ અરજન્ટ હતું કે ?”

“ હા. ઘણું જ. હવે મોડું કરાય એમ નથી. “

“ કંઈ પ્રોબ્લેમ છે ? બરોબર વાત કરો તો ખબર....”

મી.દફતરી જરા અચકાતા ધીમા અવાજે બોલતાં બોલતાં જરા અટક્યા.

“ મી. દફતરી તમે. કાલે સવારે જેમ બને એમ વહેલાં મારા અને નિસર્ગ ના ડિવોર્સ પેપર તૈયાર કરો “પણ..જાનકી બેન આમ અચાનક...? એવું તે શું બન્યુ કે ?..તમે સાહેબ સાથે બેસીને વાત કરો.શાંતી થી આમ..”

“ તમે કરશો કે હું કોઈ બીજાં વકિલ સાથે વાત કરું? “

જાનકી થોડી કડકાઈ થી બોલી.

“ ના.બેન જેવી તમારી ઇચ્છા. હું સવારે વિગત તૈયાર કરી અને તમને ઇમેઇલ કરું છું તમે જોઇ લેજો અને અમુક જરુરી બાબતો વિશે રુબરુ જ વાત કરવી પડશે તો..કયારે મળી શકાશે?..”

“ હું સવારે અગિયાર વાગ્યા સુધીમાં પહોચી જઇશ.પછી હુ જ તમારી ઓફીસ પર આવી જઇશ “

“ ઓકે. તો સવારે મળ્યા. “

“ હા”

જાનકી થોડી વાર બાજુમાં પડેલી ખુરશી નજીક ખેંચી ને બેસી ગઇ. આટલી જલદી જીવન નો આટલો મોટો નિર્ણય લેવો ખુબ અઘરો હતો. પણ એકજ મીનીટ મા નક્કી કરી ને એના પર અમલ કરવો સૌથી વધુ મુશ્કેલ હતું. પોતે લીધેલા આ નિર્ણયે એને સુન્ન કરી દીધી હતી. રાત નો અંધકાર જેટલો બહાર એટલો જ એની અંદર હતો. પોતે આખે આખી ખાલી થઇ ચૂકી છે એ હકીકત એની સામે જ હતી.

એ શુન્ય મનસ્ક હતી. હવે શું? જયારે પોતાનાં આ નિર્ણય વિશે નિસર્ગ જાણશે ત્યારે એનું રીએકશન કેવું હશે? એ ખુશ થશે કે દુખી.? એક પછી એક સવાલ એના મન મા ચાલી જ રહ્યા હતા. નિસર્ગ એની સામેજ પથારી પર ઘસઘસાટ ઉંઘી રહ્યો હતો. કાનૂની રીતે એ હજું પણ પતિપત્ની હતા પણ જાનકી ના નિર્ણય એ એને થોડી જ ક્ષણો મા પર પુરુષ બનાવી દીધો હવે સામે હતો એ એનો પતિ નહી પણ અંતરા નો નિસુ માત્ર જ હતો. એ એકધારી નિસર્ગ ને નીરખી રહી હતી. હવ પછી આવો સમય કયારેય નહી આવે જયારે નિસર્ગ ને આટલો નજીક જોઇ શકશે.. નિસર્ગ ને જોતાં જોતાં એની આંખો મા પાણી આવી ગયા હતા નિસર્ગ હવે ધુધળો દેખાતો હતો. અને ભુતકાળ સ્પષ્ટ. ભવિષ્ય કયાં લઇ જશે એનો તો વિચાર સુદ્ધા ન હતો. નાનપણથી વાતાવેલી ક્ષણો એક દોસ્ત તરીકે ના એ ખુશીના મોજ મસ્તી ના દિવસો યાદ આવી રહ્યા હતા. એક લાઇવ મુવી ની જેમ બધુ જાણે ફરીથી એની સામે ભજવાઈ રહ્યું હતું. ધીરે ધીરે પોતે નિસર્ગ તરફ ઢળતી ગઇ. કયારે નિસર્ગ એની લાઇફ મા એક દોસ્ત મટી ને પ્રેમ ની જગ્યા લીધી એની જાણ જ ન થઇ. નિસર્ગ ને પામવો એના માટે એક ગાંડપણ થઇ ગયુ હતું. કેટલી ખુશ હતી જયારે બધા રાજી હતાં એના અને નિસર્ગ ના સબંધ માટે. જાણે આખી દુનિયા મળી ગઇ હતી. નિસર્ગ હવે એનો હતો એ હકીકત થી એ એટલી બધી રોમાંચિત હતી. ધીમે ધીમે લાઇફ આગળ વધતી ગઇ. એક પછી એક સત્ય ખુલતાં ગયાં. પહેલા નિસર્ગ ને અંતરા નું સત્ય. એ જરા ઘવાઇ પણ નિસર્ગ એ એને ખુબ માન પ્રેમ લાગણી આપીને પોતાની કરી ને રાખી. હા એ વારંવાર આય લવ યુ નહોતો કહેતો પણ એ જે પણ જાનકી માટે કરતો એ કાર્ય કરતી વખત ની એ નેનો સેકન્ડ મા પણ વણકહેલુ આય લવ યુ ભરપુર અનુભવાતુ હતું. દરેક વખતે પોતે જીદ કરતી કયારેક તો એ પોતે પણ જાણતી હતી કે એ ખોટી છે એ સમયે નિસર્ગ એને સમજાવવા ની ખુબ કોશિશ કરતો પણ પણ છેલ્લે એકજ વાકય થી એ નિસર્ગ ને ઠેસ પહોંચાડતી.

” હા..આમ પણ તુ કયા મને ચાહે છે?? હું તો પરાણે આવીછુ તારી લાઇફ માં જો પેલી હોત તો?”

એક વાક્ય માત્ર પોતાની જીદ સંતોષવા નું સાધન હતું.પણ એની અસર નિસર્ગ પર દર વખતે ખુબ ઉંડી પડતી. અંતરા ના નામે એ ખુબ લાભ લેતી.પણ ત્યારે નિસર્ગ અંદર થી કેટલો સળગ્યો હશે.એની વેદના એની આંતરચીસ ક્યારેય પોતે સાંભળી નહી.કે ન તો ક્યારેય એનાં ઘાવ ભરીને એને એની વેદના એનું દર્દ ઓછું કર્યું. પોતે આર્થિક રીતે પગભર થવા માગતી હતી ત્યારે પણ નિસર્ગ ના લીધે જ એ આટલી આગળ આવી શકી.જો નિસર્ગ ઘર અને દીકરી અંતરા નો ખયાલ ન રાખત તો પોતે આજે જે કાંઇ પણ છે એની અડધી શકયતા પણ નહીંવત હતી. એ એમજ ખુરશીમાં હાથની બંને કોણી ગોઠણ પર ટેકવીને હથેળીમાં ચહેરો છુપાવીને બેઠી હતી. વારે વારે એ ઘસઘસાટ સૂતેલા નિસર્ગ પર એક નજર કરી લેતી. અને ફરી પોતાની વિચાર ની દુનિયામાં ગરક થઈ જતી. અને આંખમાંથી આંસુ સતત ધાર રોકાતી જ ન હતી.

શું કર્યું આ પોતે ? પોતાની જાત સામે એણે ક્યારેય નિસર્ગ ને મહત્વ આપ્યુ જ નથી. અંતરા નિસર્ગ માટે તો ક્યારનોય ભુતકાળ બની ગઇ હતી. એ વાત નિસર્ગ એ વારંવાર સાબીત કરી બતાવી હતી. કે હવે હું જાનકી જ એની દુનિયા છુ. પણ મેં હંમેશા અંતરાને જીવતી રાખી અમારા બંને વચ્ચે. ભલે સદેહ એ નહોતો પણ મનથી વિચારોથી મે હંમેશા એને અમારી વચ્ચે રાખી. નિસર્ગ ની પારદર્શકતા એની પ્રામાણિકતા નો મેં આખી જીંદગી લાભ લીધો છે. આટલી આટલા વર્ષો થી અંતરા ના હોવાં છતાં એ મારો થઇને જીવ્યો છે. અને એને મારાથી દુર કરનારી અંતરા નહી પણ હું પોતે જ છું. આજે હું જે વર્તમાન સાથે ઉભી છું એ મારી પોતાની જ ઉપજાવેલી પરિસ્થિતિ છે. હવે એ આંખમાંથી પડતાં મુંગા આંસુઓ ને વધુ વખત મૌન રાખી શકે એવી શક્યતા ન હતી. એ દોડી ને બાથરૂમ મા ભાગી બારણું બંધ કરીને એ હૈયાફાટ રડી.એ જાણતી હતી કે અત્યારે જો નિસર્ગ એની સામે હોત તો કદાચ એની આંખમાંથી એક આંસુ નુ ટીપું પણ ન પડયું હોત. કે પોતે જે નિર્ણય લીધો છે એ બદલ એ ખુબ ગુસ્સો કરત. પણ હવે પોતેજ સમજીને અંતરા અને નિસર્ગ વચ્ચે થી દૂર થઈ જવું જોઈએ. આ નિર્ણય ખુબ પહેલાજ કરી લીધો હોત જયારે નિસર્ગ એ એના અને અંતરા વિશે જાણ કરી તો કદાચ બધાજ અત્યારે ખુબ સુખેથી જીવતાં હોત. પણ હવે જે થયું તે. હવે બસ. પોતે નિસર્ગ ની સાથે રહી નિસર્ગ એનો જ હતો છતાં એને પણ એને પામી ન શકી અને અંતરા વર્ષો ના વર્ષો દુર રહી છતા પણ એના મય હતી. હવે વારો મારો છે. નિસર્ગ એ આટલા વર્ષોમાં મને જે કંઈ પણ આપ્યુ છે એ વ્યાજ સહિત પાછું આપવાનો.એનો સમય, એનો પ્રેમ, એની ખુશીઓ, એનાં સપના બધુંજ.. એને પાછું આપીને કયાંક દુર નીકળી જઇશ. હુ તો આમ પણ મારા સોશિયલ સ્ટેટસ થી જ ખુશ રહી છુ. મારી પાસે જે અમુલ્ય ખજાનો હતો એની ક્યારેય કલર નથી કરી. પણ આજે હવે જયારે એનું મહત્વ સમજાયું છે તો નિસર્ગ ની દુનિયા એને પાછી આપીશ.

એની દોસ્ત બની ને એની નજીક રહીશ. એ અને અંતરા ખુશ રહે ને મન ના રૂપમાં અમારું ગુમાવેલું સંતાન સુખ પણ એને મળશે. બસ હવે સમય છે નિસર્ગ ની જીંદગી માથી પોતે વિદાય લેવાનો. એણે બંને હથેળી થી ઘસીને પોતાની આખો લૂછી. ઘડિયાળ મા જોયું તો સવારે ચાર વાગ્યે હતાં. એ ફટાફટ બેગ પેક કરી તૈયાર થઇ ગઇ. નિસર્ગ હજું પણ ઘસઘસાટ ઊંઘી રહયો હતો એના ચહેરા પર એકદમ શાંતિ અને આછું સ્મિત હતું. પહેલાં એ નિસર્ગ ને આમ જોયાકરવો એને ખુબ ગમતું ને સવારે જયારે નિસર્ગ આંખો ખોલતો એ તરતજ એને વ્હાલથી એક ગુડમોર્નીગ કીસ આપતી. એ ફરી ત્યા નિસર્ગ ની પાસે અટકી. હાથમાં બેગ હતી. સમય જતા સવારે સાડા પાંચ થયા હતા. સાત વાગ્યાની ફલાઇટ હતી.હવે નીકળવું જરુરી હતું. મુસાફરી કરવા જેવી જીવન ની એ અમુલ્ય ફલાઇટ એ ઓલરેડી ચુકીગઇ હતી પણ નવું જીવન શરૂ કરવા માટે અત્યારની ફલાઇટ ચુકાઇ જાય એ પરવડે એમ નહતું. મન તો હતું કે નિસર્ગ ને ખુબ પ્રેમ કરે. એને પરેમભર્યુ તસતસતુ ચુંબન કરે. પણ જો એ જાગી જાય તો? એટલે ફકત એનાં માથા પર જ એક હળવી કીસ કરીને એ ફટાફટ ત્યાથી નીકળી ગઇ. હજું સુર્યોદય થવાને વાર હતી પણઆછો અજવાસ હતો.પક્ષીઓ સવારમાં મીઠો કલરવ કરતા હતા. પહેલી વાર એ વ્હેલી ક્યાય જવા માટે ઉઠી ન હતી પણ આજે એ ખરેખર જાગી હતી. ઘણીવખત ઓફીસ ની કોનફરન્સ માટે એ વહેલી ફલાઇટ મા જતી પણ આજે એ આછો અજવાસ એ ગુલાબી ઠંડી એ પક્ષીઓ નો કીલકાર બધું જ ખુબ સુરમય લાગતું હતું. અંદર થી એક ખુશી એક સંતોષ હતો કે પોતે કોઇને ખુશી આપવા જઇ રહી છે. એ થોડીવાર તયાજ થોભી એક ઉંડો શ્વાસ લીધો. ભુતકાળ ભુલી ને નવી દુનિયા તરફ આગળ વધી. એ સોસાયટી ના ગેટ પર આવીને ઉભી રહી. તરતજ પહેલા થી જ બુક કરાવેલી ટેકસી એની રાહ જોઇને ઉભી હતી એ સંપુર્ણ પણે સ્વસ્થ હતી. હવે એકજ કામ હતું થોડું અધુરુ પણ અશક્ય ન હતુ. સ્નેહ ને સમજાવવા નું. પણ જાનકી લોકોને સમજાવી દેવામાં ખુબ માહેર હતી વર્ષો નો પી.આર ની જોબ નો એકસપીરીઅન્સ હતો. એટલે કદાચ સ્નેહ ને સમજાવવા મા વાર લાગશે પણ એ સમજી જશે એવું એ ચોક્કસ પણે માનતી હતી. ટેક્સી માથી જ એટલા વહેલાં એણે સ્નેહ ને કોલ કર્યો. બે ત્રણ રીંગ પછી તરતજ વોઇસ મેસેજ મુકવામાંટે ની ઓટોમેટીક કેસેટ વાગવા માંડી. એટલે તરતજ એણે સ્નેહ માટે વોઇસ મેસેજ મુકયો.

“ હલો..ગુડમોર્નીગ મી.સ્નેહ. ધીસ ઇઝ જાનકી હીયર.સોરી ટુ સે બટ આય એમ લીવીંગ નાઉ. તમારી સાથે વાત કરવી હતી. વહેલી તકે મારો મેસેજ મળતાંજ મને કોલ કરજો. ગુડબાય. “

જાનકી એ મેસેજ મુકીને ફોન કટ કર્યો એને તરતજ પોતાનાં ઇમેઇલ ચેક કર્યાં. મુખ્ય બે ઇમેઇલ ચેક કરવાનાં હતાં એક ડિવોર્સ પેપર ની ડીટેઇલ નો અને બીજો ઇ- ટીકીટનો. એણે પહેલો ઇમેઇલ ખોલયો જેમાં ટ્રાવેલ એજન્ટે અતયાર ની ફલાઇટ ની ઇ ટીકીટ હતી એને બોજો ઇમેઇલ પણ આવીજ ગયો હતો. ટેકસી એરપોર્ટ પર આવીને ઉભી રહી જાનકી એ પૈસા આપ્યા અને ઉપરનાં પૈસા ડ્રાઇવર ને રાખી લેવા કહ્યુ. એ ઉતરી.ડ્રાઇવરે તરતજ ડીકકી માથી બેગ ઉતારી આપી. એ ના મોઢાં ઉપર શાંતિનો ભાવ હતો. થોડો કોન્ફીડન્સ અને થોડો રુઆબ હંમેશા એના ચહેરા પર દેખાતો.અને આજે પણ હતો. એ બેગને ડ્રેગ કરતા કરતા આગળ વધી એરપોર્ટ ના મેઇન એન્ટ્રન્સ માથી એ અંદર દાખલ થઇ. એક પછી એક ફલાઇટ ની એનાઉન્સમેન્ટ ચાલું હતી એની ફલાઇટ માટે બોર્ડિંગ ને હવે જાજો સમય નહતો. એ બેગને ડ્રેગ કરતી કરતી લેડીઝ વોશરૂમ તરફ વધી. હવે પોતાની ફલાઇટના બોર્ડિંગ ની એનાઉન્સમેન્ટ થવા લાગી હતી. એ જલદી જલદી ફ્રેશ થઇને વોશરૂમ માથી બહાર આવી અને પોતાના બોર્ડિંગ કાઉન્ટર પાસે આવીને ઉભી રહી. આગળ લાઇન મા ચાર પાંચ લોકો હતાં એટલે મોબાઈલ મા એ મેસેજ જોવા લાગી આટલામાં જ કોઈ એ એના ખભા પર હાથ મુકયો. એ એકદમ થી ઝબકી ને પાછળ ફરી.