મૃગજળ ની મમત - 24 Bindiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગજળ ની મમત - 24

મૃગજળ ની મમત

ભાગ-24

“ ઇનનનફફફફ સ્નેહ.. બંધ કર તારી આ બધી હલ્કી બકવાસ. તું આટલો નીચલી કક્ષા નો માણસ હશે એ સપનેય નહોતું વિચાર્યું. એકવાત હંમેશા ધ્યાન મા રાખજે. મારા અને નિસર્ગ વિશે બીજી વખત ક્યારેય આવાં શબ્દો ઉચ્ચારવા ની હિંમત કરતો જ નહી. જરુરી નથી કે તે જે કર્યું એ દરેક વ્યક્તિ કરે. અને રહી વાત તારી ઢીલ મુકવાની. તો અત્યાર સુધી તારા બનાવેલા એ સોનાના પાંજરા મા જ જીવી છુ. મને એ ધુટન એ વેદના માથી બહાર કાઢી ને મારામાં વિશ્વાસ મુકનારા મારા એ મિત્રો છે. જેમણે ફરી મને જીવન જીવતાં શીખવાડ્યું... હા... હા.. આજે આ સમયે તારી સામે સ્વીકારું છું કે નિસર્ગ મારો પહેલો પ્રેમ હતો. અને છે. હું ક્યારેય પણ એને ભુલી નથી. આજે પણ એ મને અને હું એને એટલો જ પ્રેમ કરીએ છીએ. પણ આજે ફર્ક છે એ પ્રેમ એ લાગણીઓ મા. સ્નેહ તું પ્રેમ અને વાસના વચ્ચે નો ફર્ક ભુલી ગ્યો છે. પણ હું નહીં. એને જો આજેપણ નિસર્ગ મારી અંદર જીવતો હોય ને તો એનું એકમાત્ર મુખ્ય કારણ તું જ છે. મે નીસુ ને ભુલીને તારી સાથે જીવનની શરુઆત કરી. ત્યારે કે જ્યારે તારા બર્થડે પર પેલા ફાર્મહાઉસમાં તે મારાં પર વિશ્ર્વાસ મુક્યો મને સમય આપ્યો. એ.. એ તારો પ્રેમ હતો.. એણે મને નીસુ ને મુકી ને આગળ વધવા ની હિંમત આપી.. કે જયારે નિસર્ગ મારી રગેરગમાં લોહીના કણ કણ માં વસેલો હતો. એ વખતે તે..… સ્નેહ તે મને ફરી આશા નુ કિરણ દેખાડયુ. તારા એ પ્રેમ માટે એ દિવસે તારી આપેલી ગીફટ લઇને દોડી ને તને વળગી પડી હતી ને એ મારું સંપુર્ણ સમર્પણ હતું. સમાધાન નહી. એ દિવસે પહેલી વાર તે કરેલાં એક એક સ્પર્શ ને મારા મારા કણ કણે સ્વીકાર કર્યો હતો. જો એ પ્રેમ લાગણી અને વિશ્ર્વાસ તે અકબંધ રાખ્યા હોત ને તો આજનો દિવસ આવ્યો જ ન હોત. હું આજે પણ તને સંપુર્ણ રીતે સમર્પિત છું સ્નેહ.

અંતરા હવે થાકી ને સરી પડી એ ત્યાજ જમીન પર ઢગલો થઇને બેસી ગઇ. સ્નેહ પણ અંતરા નું આ રુપ જોઇને થોડોક ઢીલો પડયો. એ અંતરા તરફ ફરી આગળ વધ્યો..

“ એમ.. તું આજે પણ મને સમર્પિત છે.. ને.. તો કેમ મારી ઇચ્છા પુરી નથી કરતી ? શા માટે દુર ભાગે છે મારાથી. અત્યાર સુધી તું મારી નજીક આવવા તરસતી હતી. મારી આજુબાજુ ફરતી. અને આ નિસર્ગ ના આવ્યા પછીજ.. તું.. ”

અંતરા એક પણ શબ્દ બોલ્યા વગર અંદર જઇને સુઈ ગઈ. સ્નેહ ત્યા ને ત્યા પોતાના સવાલો સાથે ઉભો રહ્યો.

સવારે રાબેતા મુજબ જ અંતરા એ દિવસ ની શરુઆત કરી. એજ રીતે નિસર્ગ સાથે સોસાયટીના ગાર્ડન માં વોક લઇ ઘરે આવી તૈયાર થઇ ને કામ પર નિકળી ગઇ. સ્નેહ ઉઠીને સીધો જ જાનકી ને ફોન લગાવ્યો. અંતરા ઘરમાં ન હતી એટલે વાત કરવા ની સરળતા હતી.

“ હલો.. જાનકી ? સ્નેહ હિઅર.. ”

“ ઓહ.. !! સવાર સવાર માં?”

“ હા.. અર્જન્ટ હતું. જાનકી હવે કંઇક કરવું પડશે. પાણી માથાની ઉપરથી જઇ રહયું છે. ”

“ એવું તે શું થઇ ગયું મી. છાંયા.. કે આટલા બધાં.. ”

જાનકી એ ચહા ની સીપ લેતાં લેતા વાક્ય ત્યાજ છોડયું. સ્નેહ એ બધીજ વાત માડી ને કરી આગલા દિવસે રાત્રે જે કંઇ પણ બન્યુ ત્યા સુધીની. એ ચુપચાપ સાભળી રહી હતી. એનાં પેટમાં પણ તેલ રેડાયું હતું. હવે પછી આગળ ની બેદરકારી નિસર્ગ ને સંપુર્ણ દુર ન કરી દે. એ જાણતી હતી નિસર્ગ સંપુર્ણ રીતે એની સાથે પ્રામાણીક હતો. એટલેજ જયારે એ ઓફીસ ના કામથી બીજી સ્ત્રીઓ સાથે ટુરીંગ કે મીટીંગ મા બહારગામ જતો ત્યારે પણ એ શંકા ન કરતી. પણ આ તો અંતરા હતી જેનો પ્રેમ આજ દિવસ સુધી જીવતો જે એની રગેરગમાં. પોતાના લગ્ન જીવન મા જે કાંઇ પણ બન્યુ એ હવે નિસર્ગ ને અંતરા તરફ ઢળવા માટે પુરતું હતું.

“ જાનકી તમે અહિયા આવી જાઓ. અને નિસર્ગ ને સરપ્રાઇઝ આપો. બસ પછી તમારી હાજરી મા એમનું મળવા નું પણ ઓછું થઇ જશે. એમને નજીક આવતા અટકાવવાનો આ એકજ ઉપાય છે. ”

“ ઓકે. હું જોઉં છું ઓફીસ મા રજા મુકીને પહેલી જે મળે એ ફલાઇટ મા પહોચુ છું. “

જાનકી તૈયારી મા પડી ગઈ.

“ આ વખતે તો બંને ને રૂબરૂ જ પકડી પાડું પછી કયાં જશે?”.

જાનકી મનોમન બબડી રહી હતી.

સાજ પડતા જ નિસર્ગ અંતરા અને નિરાલી નીચે ગાર્ડન મા બેઠા હતા મન અને હ્રદયા ત્યાજ રમતાં હતાં. એટલાં મા હ્રદયા ને કંઇ નાનું અમથું વાગતા નિરાલી એને લઇને ઉપર ગઇ. નિસર્ગ ને અંતરા વાતો કરતાં હતાં. એટલામાં જ જાનકી સોસાયટીના ના ગેઈટ પાસે આવીને ઉભેલી ટેક્સી માથી ઉતરી નિસર્ગ અને અંતરા ને એકલા સાથે જોઇને એને વધું ગભરાટ થયો. એણે ટેક્સી નુ ભાડું ચુકવ્યું અને વધારાના પૈસા ટેકસીવાળા ને રાખી લેવાં કહ્યુ. એ ઝડપભેર અંદર આવી ને થોડે દુર ઊભી રહી નિસર્ગ અને અંતરા ને જોઈ રહીં સ્નેહ ની વાત સાચી હોય એવું લાગ્યુ.. આ દરમ્યાન નિસર્ગ ની નજર જાનકી પર પડી ચુકી હતી એટલે એ અંતરા સાથે થોડું વધારે હસીને વાત કરવા લાગ્યો. અને અંતરા ને પણ આમજ કરવા ઈશારો કર્યો. જાનકી આખમા ઝળઝળીયા આવી ગયાં. જે નિસર્ગ ને એ ઘરમાં રહેતા એક અજાણ્યા માણસ ની જેમ જ ગણતી એને આજે અંતરા સાથે જોઇને આટલું બધું ડર કેમ લાગે છે. જાણે નિસર્ગ ને એ ખોઇ બેઠી હોય એ ધીમે ધીમે આગળ વધી. એટલાં મા જ નિસર્ગે એને બુમ પાડી.

“ હેય... જાનકી.. ”

જાનકી એ તરતજ એના તરફ જોઈ ને આંખો લૂછી કાઢી. એ ઉંડો સવાસો લઇ. આગળ વધી. એ નિસર્ગ અને અંતરા બેઠાં હતાં ત્યા પહોંચી. નિસર્ગ ઉભો હતો અને અંતરા બાકડા પર જ બેઠેલી હતી. જાનકી નજીક આવતા જ નિસર્ગે કહ્યુ

“ તું અહીંયા.. ? કોઈ કામ થી આવી છે?.. “

“ હા”

જાનકી સજજડ થઇને અંતરા ને જોતાં બોલી.

“ ઓહ... તો પછી મારી સાથેજ આવી ગઇ હોત તો.. ? “

“ ના.. મારે સરપ્રાઇઝ આપવી હતી તને.. પણ અહીયા તો હું જ સરપ્રાઇઝ થઇ ગઈ. “

એકદમ ગુસ્સા ભરી નજરે એણે અંતરા સામે જોયું. અંતરા ઉભી થઇને હજું કંઇ બોલે એ પહેલાં જ નિસર્ગે અંતરા નો હાથ પકડ્યો.

“ ઓહ સરપ્રાઇઝ તું થઇ... ??. કેવી રીતે? “

અંતરા હાથ છોડાવવા માટે કોશિશ કરી રહી હતી પણ નિસર્ગ ની પકડ ખુબ મજબૂત હતી.

“નિસર્ગ પ્લીઝ મને જવાદે”

અંતરા અચકાતા અવાજે બોલી. પણ હવે તો નિસર્ગ અંતરાની વધુ નજીક આવ્યો એણે અંતરા ની કમર મા હાથ નાખીને ને જાનકી સામે ઉભો રહયો. જાનકી અંદરથી ખુબ અકડાઈ રહી હતી. નિસર્ગ નું વર્તન જોઈ એ અચંબામાં પડી ગઇ. એ ઘણું બોલવા ઇચ્છતી હતી પણ ગળામાં થી અવાજ નીકળી રહયો નહતો.

“ અરે.. હા. તું કંઇ સરપ્રાઇઝ ની વાત કરતી હતીં ને?.. “

નિનિસર્ગ થોડું ખંધુ હસ્યો.

“ હા... પણ સરપ્રાઇઝ તો જવા દે નિસર્ગ હું શોક થઇ ગઇ છું. હું થાકેલી છું ઉપર જાઉં છું તને તારી આ...... મા.. થી ફુરસદ મળી જાય તો ઉપર આવી જજે. ”

જાનકી દાંત કચકચાવતા અંતરા ની સામે જોઈ ને બોલી અને સીધી જ નિરાલી ના બ્લોકની લીકટ તરફ ચાલવા માડી. નિસર્ગ એ હજું પણ અંતરા ને એમજ પકડી રાખી હતી. પણ એની નજર માત્રને માત્ર જાનકી તરફ જ હતી. થોડીવાર મા જાનકી લીફટ મા અંદર ગઇ એટલે દેખાતી બંધ થઇ ગઇ. હવે નિસર્ગ થી રહેવાયું નહી એ જોરથી હસી પડયો.

“ અરે.... આમ હસે છે શું?.. પાગલ થઇ ગયો છે કે??”

અંતરા એ નિસર્ગ ના ખભાને જોરથી ધક્કો મારી નિસર્ગ ને પોતાના થી દુર કર્યો. નિસર્ગ હજું પણ હસી રહયો હતો.

“ નીસુ.. આમ.. તે તો મને પણ ડરાવી દિધી. શું હતું આ બધું. “

અંતરા હજુપણ પોતાના બંને હાથ ની મુઠીઓ વડે નિસર્ગ ને એના વાસા પર મારી રહી હતી. એ બંને જાણે એકબીજા મા ઓતપ્રોત હતાં આજુબાજુ ની કંઇ પડી જ ન હતી. ઉપર નિરાલી ના ઘરની બાલ્કની માથી જાનકી આ દ્રશ્ય જોઇને ખુબ દુખી હતી. એને અહેસાસ થઇ ચુકયો હતો કે મોડું થઈ ગયું છે. એ નિસર્ગ ને ખોઇ ચુકી છે.

“ નીસુ આમ આવી મજાક.. એ બિચારી તારા જ માટે અહી આવી છે તનેઅ પણ ખબર છે અને આમ.. ખુબ ખરાબ છે તું તને કોઇની લાગણીઓ ની કદર જ નથી. ”

અંતરા એ ફરી નિસર્ગ હાથ પર ટપલી મારી ને બોલી. નિસર્ગ એ બંને હાથમાં અંતરા ની હથેળી પકડી.

“ અનુ.. ખબર નહી પણ એને જોઇને મારા થી આ વર્તન આપોઆપ જ થઇ ગયુ મે વિચાર પણ નહોતો કર્યો કે હું આવું કરીશ. તને ખબર છે અનુ આપણે અલગ થયાં પછી મે બધુંજ જાનકી ને કહેલું કશુંજ છુપાવેલુ નથી. એક પતિ તરીકે આજે પણ હું એનો જ છું. એ વાત એ જાણે જ છે. અને જયા સુધી એ આપણે ફરી મળ્યા એ વિશે અજાણ હતી ત્યા સુધી એ મારાં પ્રત્યે ખુબ નફીકર હતી. પણ જયારથી તારાં ગ્રેટ પતિ દેવ સ્નેહ કુમારે એને જાણ કરી ને એ નું બ્રેઇન વોશ કર્યું છે શંકાઓ એના મનમાં ઘર કરી ગઇ છે. હું ફકત ને ફક્ત એટલું જ ઇચ્છુ છું કે હવે આપણી આ નિખાલસ મિત્રતા ને એ પણ દિલથી સ્વીકારે. જેથી કરીને તારા વિશે કે આપણા સબંધ વિશે કોઈ પણ વ્યક્તિ એનાં મન મા ખોટી શંકાઓ જન્માવી શકે નહી. એ મારા પર તો ઠીક પણ તારી ઉપર પણ એટલો જ વિશ્ર્વાસ મુકે. એ મારી પત્ની નહીં એક દોસ્ત બની રહે અમારા બંને વચ્ચે એક પારદર્શકતા હોય. જેથી કરી ને ભવિષ્ય મા પણ આ બાબતે શંકા કે અવિશ્ર્વાસ ને કોઈ જગ્યા જ ન રહે. અને સ્નેહ જેવા લોકો એને ફરીથી ભડકાવે નહીં. “

“ નિસુ એ આજે પણ તને ખુબ ચાહે છે. એની આખો મા તને ગુમાવવા નો ડર સાફ દેખાઇ રહયો હતો. વાત સુધરવાની બદલે બગડે નહીં એનું ધ્યાન રાખજે બસ. ”

“ હા અનુ ધ્યાન રાખીશ પણ સ્નેહ હવે તને પજવે તો મને જણાવજે હું એને સમજાવીશ.. ”

બંને ચાલતા ચાલતા લીફટ તરફ આગળ વધીરહયા હતાં જાનકી ઉપર થી બંને ને જોઈ રહી હતી. એના મનમાં જાતજાતના વિચારો ઉધ્ધમ મચાવી રહ્યા હતાં. એ ખુબ દુખી હતી. નિસર્ગ ભલે અંતરા ને પ્રેમ કરતો હતો પણ લગ્ન પછી ક્યારેય એ વાત નો જરા પણ અહેસાસ જાનકી ને થવા દીધો ન હતો. એ સારી રીતે જાણતી હતી. દિકરી અંતરા ના ગયા પછી જે કંઇ અતડુ વર્તન હતુ એ પોતાના તરફ થી જ હતું. નિસર્ગ પછી પણ પોતાનું ખુબ ધ્યાન રાખતો હતો. અને કયારેય અંતરા ની મૃત્યુ માટે કોસી નથી. જયારે હકીકત મા તો એની બેદરકારીથી જ દીકરી ને ખોઇ બેઠા હતા. જાનકી ઉભી ઉભી આ બધું વિચારી રહી હતી એટલામાં જ ડોરબેલ વાગી અને હ્રદયા એ દોડી ને દરવાજો ખોલ્યો. નિરાલી એ કિચન માથી નજર કરી.. અંતરા અને નિસર્ગ ઉભા હતા. હ્રદયા ખુબ ઉત્સાહ થી નિસર્ગ ને વળગી પડી.

“ અંકલ.... તમે આવી ગયાં.. ”

“ હા બેટા.. નીરુ તુને હ્રદયા નીચે ફરી કેમ ન આવ્યા. ?”

નિનિસર્ગ એ સવા કર્યો. અંતરા નિસર્ગ ની એકદમ નજીક દરવાજા મા જ ઉભી હતી. બંને ની જોડી ખુબ જામી રહી હતી

“ આશીષ આજે જલદી આવે છે એટલે હું ડિનર ની તૈયારી મા પડી ગઇ. બસ. અને આમ પણ જાનકી ભાભી આવ્યા છે... ”

એણે આંખની પાંપણો ઉચી કરી ગેલેરી તરફ ઇશારો કર્યો.

“ હા ખબર છે. મને.. ”

નિસર્ગ એ જવાબ આપ્યો.

“ પણ હા... આપણો રોજનો પ્રોગ્રામ. તો નકકી જ છે રાત્રે ગપ્પા મારવાનો.. “

અંતરા પાછળ ફરી ને એના ઘરનો દરવાજો ખોલવા જતી હતી એટલાં માં ફરી નિસર્ગ એ અંતરા નો હાથ પકડી ને એને થોભાવી.

“ એ.. અનુ.. તું આવે જ છે. અને કોઇ બહાનું નહીં. હું સમય કાઢીને આપણી દોસ્તી ને માણવા જ આવું છું. એટલે એમા હું ક્યાય ચલાવી લેવાની નથી.. તો ચાલો મળ્યા રાત્રે.. ”

અંતરા થોડું મલકાઇ બંને આંખની પાંપણો ઝુકાવી એણે સંમતી આપી. નિસર્ગ જાણતો હતો જાનકી ત્યાજ ઉભી છે પણ એ ઇગ્નોર કરી સીધો જ રુમમાં ફ્રેશ થવા જતો રહ્યો અને નિરાલી કિચન માં કામે વળગી ગઇ. જાનકી તરતજ નિસર્ગ ની પાછળ ગઇ. નિસર્ગ એ ફ્રેશ થવા માટે બેગમાં થી નાઇટ ડ્રેસ કાઢી રહયો હતો. એણે શર્ટ કાઢીને પલંગ પર પાથરી ને મુક્યુ. નોવેલ એના ગળામાં હતો. એટલામાં જ જાનકી આવીને પાછળ થી પોતાના બંને હાથ વળે નિસર્ગ ને જોરથી કસી લીધો. નિસર્ગ ફકત એની હથેળી સહેલાવી એની પકડ માથી હળવેથી દુર કરી.. એને સીધો બાથરુમ મા જતો રહ્યો. ઘણીવાર થઇ પણ એ બહાર ન આવ્યો. એટલાં મા આશીષ નો અવાજ આવ્યો એટલે જાનકી બહાર આવી.... અને આશિષ ની સામે સ્માઇલ કરી.

સામે અંતરા પણ સ્નેહ ની સાથે ટેબલ પર ડીનર કરી રહી હતી. ગત રાત્રે જે થયું પછી એ મુંગી થઇ ગઇ હતી એ જમવાનું પીરસવા પુરતું જ સ્નેહ ની સાથે બોલતી. પણ સ્નેહ કંઇ મલકાઇ રહયો હતો. જાનકી આવી ગઇ છે એવી એને જાણ હતી. અંતરા ફટાફટ બીજાં દિવસ ની તૈયારી કરી નિસર્ગ નો ફોન આવતા જ નિરાલી ના ઘરે ઉપડી ગઇ. સ્નેહ હવે ફકત ઝગડા ના અવાજ ની રાહ જોઈ રહયો હતો. પણ એ ફકત રાહ જ જોઈ રહ્યો હતો. નિરાલી ના ઘરમાં થી પહેલાં ની માફકજ હસવાનો અવાજ આવી રહયો હતો. બધાં બેઠા હતા એટલામાં જાનકી ત્યા આવીને ઉભી રહી.