પ્રેમ અમાસ - ૯ yashvant shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ અમાસ - ૯

પ્રેમ અમાસ - ૯

( પ્રેમ અમાસના આગળના ભાગમા જોયું કે અમાસ રજનીના અનૈતિક સંબંધ પર પુર્ણવિરામ મુકાયાબાદ રજનીને બાળકીનો જન્મ થાય છે. પુનમ રજનીનુ જીવન રાબેતા મુજબ ચાલી રહ્યું છે. ચાંદનીના આગમનથી પુનમનો તેના તરફ જુકાવ વધે છે. અચાનક ચાંદનીના પતિ આકાશનુ અવસાનબાદ ચાંદની અને અમાસના પ્રેમ સંબંધની જાણ રજનીને થતા તે ચાંદનીને અમાસના જીવનમા જીવનમાંથી દૂર કરિ અમાસને પુન: પ્રાપ્‍ત કરવા એક પ્લાન બનાવે છે… હવે આગળ..)

પુનમ હમણા હમણા ખુશખુશાલ રહે છે. જ્યારથી ચાંદની સાથે તેનો સંબંધ વધી રહ્યો હતો ત્યારથી જાણે તેનામા જિંદગી જીવવાનો ચાર્મ આવી ગયેલ. રજની સાથેનુ પોતાનું જીવન નિર્ઉત્સાહિ બનિ ગયેલ. પરંતુ ચાંદની જ્યારથી પોતાના જીવનમા આવી ત્યારથી જાણે જીવનજ બદલાય ગયેલ. જીવન જીવવાની ફરીથી ચાહત-ઇચ્છા પ્રબળ બની ગયેલ.

રજની ધીમે ધીમે મક્કમ રીતે પોતાના પ્લાન મુજબ આગળ વધી રહી છે. ચાંદની ને પુનમ સાથે મેળાવીને પોતે ફરી અમાસને પામવાના પ્રયત્નો શરુ કરી દે છે. તેમા તેને ખાસ મુશ્કેલી નથી નડતી. કારણ પહેલાં પણ તે અમાસ સાથે રહી ચુકી છે. તેની તમામ નાની મોટી વાતો તે જાણે છે. તેના ગમા અણગમાને પણ સારી રીતે જાણે છે. તેમજ તેની પસંદ પણ જાણતી હોવાથી તેને ગમે તેવું કરવા તે સંપૂર્ણ તૈયાર રહે છે. એને ખાલી તુટી ગયેલ સંબંધને પુનઃજીવિત કરવાનો હતો. તે માટે તે તક શોધતી હતી. જે તેને મળી ગઇ. એક દિવસ તે ચાંદનીના ઘરે હતી ત્યારે અમાસ ત્યાં આવે છે. રજની ચાંદનીને ઇસારતથી ઘરની બહાર જતા રહેવા જણાવે છે. ચાંદની હવે રજનીના ઇશારા પર જ ચાલે છે. જયારથી પોતાના અને અમાસના આડ સંબંધના ફોટા અને વિડિયો રજની પાસે આવી ગયેલ ત્યારથી તે રજનીના કહેવા પ્રમાણે જ ચાલતી હતી. ચાંદની રજનીના એક ઇશારે પોતે ત્રણેય માટે નાસ્તો લઇને હમણા આવુ છુ કહીને અમાસ તથા રજનીને ઘરમાં એકલા છોડી ને જતી રહે છે. પાછળ રજની પોતાના મુળ હેતુ સિધ્ધ કરવા અમાસ સાથે મીઠી મીઠી વાતો કરે છે. ચાંદનીના આવતા અમાસ પોતાને બિલકુલ ભુલી ગયો વગેરે વગેરે વાતો કરિ અમાસને ફરી પોતાની મોહજાળમા ફસાવાના પ્રયત્નો શરુ કરિ દે છે. અને પોતાને પણ ચાંદનીની સાથે રાખવાનુ કહે છે. અમાસ તેની વાતોમા આવી જઇને ફરી રજની સાથે જોડાય જાય છે. એ દિવસે તો રજની અમાસ અને ચાંદની ત્રણેય મિત્રોની જેમ મળી છુટા પડે છે પરંતુ ત્યારબાદ રજની યેન કેન પ્રકારે અમાસને મળતી રહે છે અને તેના વિક પોઇન્ટ જાણીચુકેલી રજની તેને યુઝ કરિ તેની વધુ ને વધુ નજીક આવતી જાય છે.

રજની અમાસ સાથે વધુ ને વધુ સંપર્કમા રહી શકે તે માટે તેણે ચાંદની અને પુનમને પણ પહેલાંની જેમ એક ગ્રુપ બનાવીને પ્રોગ્રામ બનાવવાનુ શરુ કરી દીધું ચાંદની,રજની, અમાસ અને પુનમ પહેલાની જેમજ મિત્રો બની સાથે કઇને કઇ પ્રોગ્રામ બનાવતા. કયારેક મુવિ જોવાનુ તો ક્યારેક હોટેલમાં ડિનર કરવા સાથે મળતા. આ રીતની મુલાકાતથી પુનમને ચાંદની નો સાથ મળતો તો રજનીને અમાસ નો. તેથી પુનમ અને ચાંદની બન્ને ખુશ રહેતા. પરંતુ આ પરિસ્થિતિમાં ચાંદની બહુ ખુશ નહોતી થતી કારણ તેને આ બધું પસંદ ન હતું. તે તો અમાસને ચાહતી હતિ.પરંતુ રજનીના આગ્રહથી જ દરેક પ્રોગ્રામમા સાથે જોડાતી. જો કે અમાસને આમા ખાસ ફરક નહોતો પડતો. તે તો એકલો અલગારી મન મોજી માણસ હતો જ્યારે જેનો સાથ મળે ત્યારે તેની સાથે રહી મોજ મજા કરિ લેતો. તેને કુટુંબ પરિવાર કે સમાજના કોઇ બંધન નડતા ન હતા. તેની આગળ લખલુટ પૈસા હતા ને તે તેમા વધારે ને વધારે પોતાની આવડત અને સુજથી વધારો કરિ રહ્યો હતો. પોતાના પૈસાથી પોતેતો એન્જોય કરતો જ હતો પરંતુ અવારનવાર પાર્ટીઆો આપી તેની સાથેના લોકોને પણ આનંદ કરાવતો. તેની પાર્ટીઓ બહુજ હાઇલેવલની રહેતી. ક્યારેક મોટી હોટલમા લંચ કે ડિનર પાર્ટી આપતો. તો ક્યારેક ક્લબ હાઉસમા કોકટેલ પાર્ટી રહેતી. આવિ બધી પાર્ટીમા તે પુનમ રજની તથા ચાંદનીને પણ ક્યારેક ક્યારેક આમંત્રિત કરતો. પુનમ ને આ બધું ઓછુ પસંદ હતું પરંતુ્ રજની અને ચાંદની ખાતર પોતે પણ કોઇ કોઇવખત તેમા સામેલ થઈ જતો. જ્યારે ચાંદની અને રજની બન્ને સ્ત્રીઓને તો આ બધું ખુબ જ ગમતું .અને કદાચ બન્ને સ્ત્રી અમાસ પાછળ એટલે જ પાગલ બનેલ.

રજની પોતાના પ્લાન મુજબ અવારનવાર ચાંદની અને પુનમને સાથે મેળાપ કરાવતી રહે છે. પુનમ પણ રજનીના પ્લાનથી બેખબર ચાંદની તરફ ઢળી રહ્યો છે. એક દિવસ પોતાના પ્લાન મુજબ પુનમ ચાંદની બન્ને ને ભેગા થવાની તક આપીને જતી રહે છે પછી અચાનક પોતે પાછી ફરી આવીને જાણે ચાંદની પુનમને રંગરેલીયા કરતા પકડી લે છે. તે સમયે ચાંદનીને ઇસારતથી ત્યાંથી જતી રહેવા દઇ પોતે રીતસર પુનમ પર તુટી પડે છે. પોતાના ચાંદની અને પુનમ પર મુકેલ વિશ્વાસનુ જાણે બન્નેએ ખંડન કર્યું હોય. ચાંદની પુનમ સાથે ખૂબજ ઝગડો કરે છે. તે સમયે પુનમ ને આગળ પાછળનુ ન કહેવાનું બધું કહીને ઘણુંબધુ ખરું ખોટું સંભળાવી દે છે. પોતે અમાસ સાથે કરેલ તે તો સંતાન પ્રાપ્તિ માટે કરેલ પરંતુ તે તો તારા શોખ માટે જ આ બધુ કર્યું. હવે જો તુ ચાંદની સાથે સંબંધ રાખતો હોય તો હું પણ અમાસ સાથે સંબંધ રાખીશ જ. એક રીતે તેણે પોતાના પ્લાન મુજબ પુનમને ચાંદની જોડે અનૈતિક સંબંધ કરાવીને ચાંદની તથા પુનમને પણ પોતાના કાબુમા લઇ લીધા અને પોતે પોતાના મનમરજી મુજબ અમાસ સાથે રહેવાનું જાણે બન્ને પાસેથી લાઇસન્સ પરવાનગી લઇ લીધી.

હવે પુનમ રજનીના ઝગડાથી કંટાળીને વધુ ને વધુ ચાંદની તરફ ઢળતો જાય છે. અને રજની પહેલાની જેમજ બિંદાસ્ત અમાસ સાથે વધુ ને વધુ ફરવા લાગે છે. પરંતુ એક દિવસ પુનમ ચાંદનીને મળવા અચાનક ચાંદનીને જણાવ્યા વગર ચાંદની ના ઘરે પહોંચી જાય છે. તો ત્યાંપહેલેથી જ અમાસ હોય છે. ચાંદનીને અમાસ સાથે અસ્તવ્યસ્ત કપડામાં જોઇને તે શૌક થઇ જાય છે. ત્યારે તો પુનમ કઇ પણ કહ્યા વગર પાછો આવતો રહે છે. ચાંદની મારી સાથે પ્રેમ કરે છે કે અમાસ સાથે ? રાતભર તે વિચારતો રહે છે. તેને અમાસ સાથે પ્રેમ હોય તો મારી સાથે તે સંબંધ રાખે જ શુ કરવા ? મારી સાથે સંબંધ રાખવાનુ કારણ શું ? અને મારી સાથે પ્રેમ છે તો અમાસ સાથે સંબંધ કેમ ? શું તેની કોઈ મજબુરી હશે.? ખૂબ વિચાર્યાબાદ પણ પોતે કઇ પણ નક્કી નથી કરી શકતો. છેલ્લે એક વખત ચાંદની પાસે જ ખરી હકિકત જાણવી પડસે. મારે તેને જ પુછવુ પડશે એમ વિચારીને ચાંદની ને મળવાનું નક્કી કરે છે.

ચાંદની જ્યારે પુનમને મળે છે ત્યારે પુનમ ચાંદનીને સ્પષ્ટ પુછે છે કે તને અમાસ સાથે પ્રેમ છે કે મારી સાથે ? જો મારી સાથે પ્રેમ છે તો અમાસ સાથે તુ શું કરતી હતિ. અને અમાસ સાથે પ્રેમ છે તો મારી સાથે પ્રેમનુ નાટક કેમ કરતી હતી ? તારે મારી સાથે પ્રેમ કરી મારું દિલ આ રીતે તોડવાની શું જરૂર હતી ?. ચાંદની પુનમને બધી જ વાત સમજાવે છે..પોતે અને અમાસ કોલેજ સમયથી એક બિજાને પસંદ કરતાં હતા. માત્ર પરિવારના વિરોધને કારણે બન્ને છુટા પડેલ. લગ્ન બાદ ફરી મુલાકાત થતા પોતે ફરી અમાસ સાથે જોડાણી. અમાસ માટે જ તેણે આકાશને પોતાનાથી દુર કરેલ અને અમાસ ખાતર જ પોતે સુરત પરત આવેલ. મારો અને અમાસનો સંબંધ પહેલા પણ હતો અને આજે પણ છે. તારી સાથે તો મે સંબંધ એક મિત્ર તરિકે જ રાખેલ પરંતુ રજનીને મારા અને અમાસના સંબંધની જાણી ગયેલ તેના બ્લેકમેઇલીંગથી ગભરાયનેજ તેના કહેવાથીજ આ પ્રકારનો સંબંધ તારી સાથે શરુ કરેલ. આખી વાત જાણ્યા પછી પુનમ ખુબ જ નાસિપાસ થઈ જાય છે. નથી તેને રજની પ્રેમ કરતી કે નથી ચાંદની. પોતાની કોઇને જ જરૂર નથી. આ રીતે તો મારે જીવન જીવવાનો કોઈ મતલબ જ નથી. હુ હાલ તો ચાંદની અને રજની બન્ને માટે એક વધારાનો જ વ્યક્તિ બની ગયો છુ. રજની એ મારાથી છુટકારો મેળવવા જ આ બધો પ્લાન કરેલ. મારી કોઈ ને જ જરૂર નથી તો શા માટે મારે અહીં રહેવું જોઇએ. ખુબ વિચારને અંતે આ દુસચક્કરમાથી પોતાની જાતને દુર કરવા તે પોતાની ટ્રાન્સફર કંપનીની અન્ય શહેરની બ્રાંચમા કરાવી લે છે અને કોઈને જ જાણ કર્યો વગર માત્ર રજનીને આજથી તુ મારાથી અને હુ તારાથી આઝાદ છુ. તુ તારી રીતે જીવજે અને હુ મારી રિતે. મને શોધવાની કોશિશ નહિ કરતી કહિને રજની ચાંદની અને અમાસના જ જિવનમાથીજ નહિ પરંતુ શહેર છોડી ને જતો રહે છે.

(પુનમના ગયા બાદ અમાસને કોણ મેળવી શકે છે. રજની કે ચાંદની ?. પતનના આ પ્રેમ રાહ પર આગળ શું થાય છે તે જાણવા પ્રેમ અમાસ-૧૦ ભાગ અવશ્ય વાંચશો. આભાર.)

- ' આકાશ'

( યશવંત શાહ )