શ્યામના સપના !
સખા તારી જ
પ્રીતનાં રંગે મને
રંગેલી કરી
ગઝલ
ચૂંદડી તેં શ્યામ, રંગેલી કરી,વાંસળીથી શ્યામ, તે ઘેલી કરી.
મેં કર્યા રસ્તા હ્રદયમાં આવવા,શ્યામ જો, મેં આંખમાં ડેલી કરી.
નીર ધારે ચાલતો તું આવજે,પ્રેમરસની આજ મેં રેલી કરી.
બાવરી હું બાવરી વનવન ફરું,શ્યામ શીદને ભાન ભૂલેલી કરી ?
શ્યામ તું તો, રુક્ષ્મણિનો કંથ છે,કેમ રાધા જગમહીં પહેલી કરી ?
શ્યામ મળવા કુંજગલીઓમાં ફરુંવ્રજની ગોપીઓ મેં સાહેલી કરી.
ચૂલે આંધણ નાથ બળતાં જાય રે,લોક હસતા, શ્યામ તેં છેલી કરી.
છોડ મુજ નાજુક કલાઈ કહાન તુંજો ચૂડીઓ તેં જ તુટેલી કરી.
શ્યામના ‘સપના’ નયનમાં હું સજુહેતની હૈયામાં તેં હેલી કરી.
***
એક તું
દિલના હજારો રંગ છે, એક તુંગમ પણ હજારો,સંગ છે એક તું
તો તું અને હું ક્યાંથી રહેશે સંગમાંજ્યાં જીતનારો જંગ છે એક તું
તરસે છે મારા પ્રેમને આ જગતપણ પ્રેમમાં બસ તંગ છે એક તું
વિશ્વાસ છે મળશે એક તું દુનિયા જલે પણ દંગ છે એક તું
છે હાથ ખાલી,ના કો’ શ્રુંગાર છેદિલમા જડેલો નંગ છે એક તું
ભૂલું તને શાને હ્ર્દયથી કહે?દિલ સામે મારી જંગ છે એક તું
આખું જગત છો એક બાજું રહે,મુજ જિંદગીમાં સંગ છે, એક તું
સપના બની છે મેનકા આજ તોસમજી લે કે તપભંગ છે એક તું
***
જાય છે
રાત આવે યાદ આવી જાય છેજુલ્મ તારા એ ગણાવી જાય છે
આસમાને ચાંદ સળગે એકલોદાગ દિલને ચાંદ ચાંપી જાય છે
માંગી માંગીને શું તું માંગીશ કહેહાથ ખાલી, હાથ ખાલી જાય છે
એ ખુદા તારી આ દુનિયા બેવફાહર કો’ દિલને દર્દ આપી જાય છે
વાળ ધોળા થઈ ગયા છે બસ હવેઆ ડહાપણ ઠેસ મારી જાય છે
વાત તારી માનવી મારી ફરજવાત મારી તું તો કાપી જાય છે
દીકરો છે એકનો એક આપણોતુજ ઉપર મા વારી વારી જાય છે
ધારદાર છે આ સપનાં આંખનાંઆંખને એ રોજ વાગી જાય છે.
***
દાવો લાગે છે!!
સંબંધોનો મોટો બોજો લાગે છે!!હર દિલમાં પ્રેમ થોડો ઓછો લાગે છે!!
સાંધુ સાંધુ ને તૂટે દોરી પાછીપે’લેથી આ કાચો ધાગો લાગે છે!!
બારીઓ ને દરવાજા ખોલો સઘળાંમારાં તો રૂંધાતાં શ્વાસો લાગે છે!!
માંના પગમાં જન્નત હોવાની વાતો!!કોઈનો આ ખોટો દાવો લાગે છે!!
દેવાવાળો તો બેઠો છે દિલ ખોલીઅધખૂલો મારો આ ખોબો લાગે છે!!
લોકો સાથે ઝગડી ઝગડીને શું કરુંઆ મારો રૂપિયો ખોટો લાગે છે
ક્યાંની ક્યાં જોડી જોડે છે હે ઈશ્વરશાને આ ગરબડ ગોટાળૉ લાગે છે!!
કહી દે શબ્દોમાં “સપના”દિલની વાતોએથી દિલનો બોજો હલકો લાગે છે!!
***
બહેર આપો
ઉદાસીને ખુશીની એક લહેર આપોગઝલને આ નવી કોઇ પણ બહેર આપો
કાં તો મીરાની જેવું એક જિગર મને દોનહીંતર એક પ્યાલો મુજને ઝહેર આપો
જુનાં મિત્રો જુનાં સંબંધ નથી હવે તોનવાં મિત્રો નવું કોઇ એક શહેર આપો
છે બેઘર રોઝદારો ભૂખ ને પ્યાસ માર્યાકર્યુ છે કામ જેણે એને કહેર આપો
છે સપનાં શુષ્ક ખૂલી આંખનાં કયારથી પણએ ભીંજવવાં મજાની એક નહેર આપો
***
તોડું છું
પાલખી વાદળની છે હું ઊડુ છુંઆસમાને કંકુ પગલાં પાડું છું
બંધ આંખે હું તો સપને રાચું છુંનાવ વિશ્વાસે હું તારી છોડું છું
યાદમાં તારી મગન રહેવું ગમેઝાંઝવા પાછળ હું રણમાં દોડું છું
નિત નવાં ‘સપનાં’ નયનમાં ઊભરેને સવારે એજ ‘સપનાં તોડું છું
***
સપનાનું નગર
સપના તણું છે નગરકોને ભલા છે ખબર
ફૂલો મહેકે ચમનએની હવામાં અસર
લોહીમાં ખળખળ થયુંતારી અડી છે નજર
આસાન રસ્તા નથીક્યાં છે એ હમસફર?
‘સપનાં’ સહેવા પડેઆપે ખુદા પણ સબર!!!
***
મન થાય છે
વિશ્વાસ કરવાનું ફરી મન થાય છેઆકાશે ઊડવાનું ફરી મન થાય છે
બચપન ગલી નાકે પહોંચ્યુ બસ હશેપાંચીકે રમવાનું ફરી મન થાય છે
તાજી કબર છે આજ પણ તારી બહેનકૈં વાત કરવાનુ ફરી મન થાય છે
વરસાદ મોસમનો પહેલો છે સખાવ્હાલા પલળવાનું ફરી મન થાય છે
ઉદાસ મન ને આંસું આંખોમાં ભલેમન મૂકી હસવાનું ફરી મન થાય છે
વેરાન આંખો છે હ્ર્દય પથ્થર છતાં‘સપનાં’સજાવાનું ફરી મન થાય છે
***
હળહળતું નથી
એકધારુ જીવન કદી હોતું નથીફૂલ કરમાઈ જાય એ ખીલતું નથી
વાળ તડકે ધોળા કર્યા લાગે છે મેંઅટપટુ જીવન સાલું સમજાતુ નથી
રાત કાળી ડીબાંગ છે ને હું રડુંડૂસકાથી પણ કોઈ સળવળતું નથી
ઓહ દુનિયા ક્યાં છે અસર તુજ ઝહેરમાંજીવુ છું તારું ઝહેર હળહળતું નથી
રોજ ‘સપના’જોઉં ભરી આંસું નયનકોઈ સપનું આંસુંથી પીગળતું નથી.
***
દરિયો બોલાવે
રહી રહીને મને દરિયો બોલાવેહાથ ફેલાવી મને દરિયો આવકારે
ચાંદ રૂપેરી જાળ બીછાવેપ્રેમાન્ધ દરિયો મોજા ઉછાળેબુંદ બુંદ પ્રેમથી ચરણો પખાળુઆંખો મારી પ્રેમ વરસાવેરહી રહીને મને દરિયો સંભારે
ચાલું હું વ્હાલા દરિયા ઉપરના ડુબું ના તરું દરિયા ઉપરગળે વ્હાલા દરિયાને લગાડુંવ્હાલનો હાથ ફેરું દરિયા ઉપરરહી રહીને મને દરિયો પંપાળે
છે મારાં પાલવમાં શંખલાકે છે નાના નાના ‘સપનાં’આંખોનાં આ સપનાં સમેટુંછે આ અવસર કે ઘટનારહી રહીને મને દરિયો મમળાવે
***
દશા યાદ
રહેશે મને આ મારી મુસીબતની દશા યાદબીજું તો બધું ઠીક છે આવ્યો ન ખુદા યાદ (મરીઝ)
હર એક કદમ પર છે તમારી જ નિશાનીઆવી ન મને આજ તો મારી જ દશા યાદ
મારાં જ તો મૃત્યુ પછી મારી થઈ ચર્ચાજીવનમાં ન જાણી, છે એને મારી કઝા યાદ
આવીને પથારી કને રડતાં જો હશે એકોઈ ના દુઆ કે ન રહેશે કો’ દવા યાદ
આંસું ભરી આંખે એ જો મય્યતમાં પધાર્યાસોગંદ ખુદાના ન રહી કોઈ ખતા યાદ
આવી એ ઘડી છે કે ન સપના રહી સપનાભૂલી એ ગઈ દુનિયાને, રહ્યો બસ એ ખુદા યાદ
***
વાત આવી
વાતવાતે એમ તારી વાત આવીનામ લઉં કોઈનું ને તારી યાદ આવી
દોષ ગણ્યાં રોજ લોકોના ને જુઓ,આયના સામે લો મારી જાત આવી
તારલાની ગણત્રી પૂછી લો મને પણઆજ ગણતાં એમને મધરાત આવી
પ્રેમ માટે દોષ સ્ત્રીનો હોય છે બસભીખુ ભાગ્યો, રુખી માટે નાત આવી
વિંટળાઈ સાપ માફક આ એકલતારોજ રોજ એવી વિરહની સાંજ આવી
નામ તારું ના રહ્યુ હાથમાં પણરંગ વિનાની હિનાની ભાત આવી
સાંજ પડતાં આંખમાં સપનાં રહે છેતું ન આવ્યો પણ આ તુજ સોગાત આવી
***
રહેવાય
દર્દ જેવું રોજ દિલમાં થાય છેવાતે વાતે નામ તુજ લેવાય છે
આડકતરુ કૈંક ગઝલથી મેં કહ્યુંસીધેસીધુ આમ ક્યાં કહેવાય છે?
છોડવા બેસું તો છોડું હાલ હુંક્યાં મને એક જણ વિના રહેવાય છે?
ચાંદ, રાત્રિ,તારલા છે સાથમાંએકલા ક્યાં આ વિરહ સહેવાય છે?
લો મલિનતા, ધોઈ મારી ડૂબકીપણ હ્રદયના પાપ ક્યાં ધોવાય છે?
એક જાતું ને ફરી આવે બીજુંએમ ક્યાં દુખથી પિછો છોડાય છે?
હું તને તાકું, તું તાકે છે મનેઆમ સપનાંમાં તું પણ ખોવાય છે
***