અફઝલ વધ Harshil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અફઝલ વધ

અફઝલ વધ

શિવાજી મહારાજ 17 મી સદી માં મહારાષ્ટ્ર માં થઇ ગયા. એક પરાક્રમી રાજા તરીકે ની છાપ આજે પણ જનમાનસ માં જોવા મળે છે. આજે પણ ઘણા લોકો નો આદર્શ શિવાજી મહારાજ છે. શિવાજી મહારાજ ના જીવન માં ઘણા ઉતાર ચઢાવ જોવા મળે છે. શિવાજી મહારાજ ના જીવન માં સૌથી વધારે આકર્ષાતો મુદ્દો એટલે કે અફઝલ ખાન નો વધ. વધ માં બહાદુરી, વીરતા અને કુશળતા ના શિવાજી મહારાજે દર્શન કરાવ્યા છે. શિવાજી મહારાજ નું બાહોશ, નીડર અને કુશળ રણનીતિજ્ઞ ચરિત્ર અહીં દેખાય છે. વાર્તા વાંચી ને દરેક વાચક ને શિવાજી મહારાજ પર ગર્વ થશે અને ભારત ની ભૂમિ કેવા વીરો પેદા કર્યા છે તેની અનુભૂતિ થશે. ભારત નો પ્રત્યેક નાગરિક શિવાજી મહારાજ ની જેમ રાષ્ટ્ર તથા ધર્મ નું પાલન કરવા માટે કટિબદ્ધ બને તેવી અભ્યુર્થના સહ

હર્ષિલ મહેતા

1અફઝલ ખાન

કર્ણાટક માં આવેલી બિજાપુર હુકુમત. તેનો સુલતાન એટલે આદિલશાહ. અને એજ આદિલશાહ નો કુશળ યોદ્ધા અને રણનીતિજ્ઞ એટલે અફઝલ ખાન.

1659- વખતે શિવાજી મહારાજ મરાઠા સામ્રાજ્ય ની સ્થાપના કરતા હતા. તેથી તે વખતે મરાઠા અને બિજાપુર વચ્ચે થયેલી લડાઈ માં મરાઠાઓ પર કબ્જો કરવા માટે આદિલશાહે અફઝલ ખાન ને મોકલ્યો હતો. અફઝલ ખાન ની જોડે 10,000 સૈનિકો ની સેના હતી. તેના હાથી નું નામ ઢાલ-ગંજ હતું.

શિવાજી મહારાજ તે વખતે સંઘર્ષ કરતા હતા. તેથી મોટા ભાગે તેઓ ડુંગરો માં છુપાયેલા રહેતા. તથા ગોરીલા યુદ્ધ નો સતત અભ્યાસ કરતા હતા. શિવાજી મહારાજ સામ ચાલી ને સમપર્ણ કરવા માં નહતા માનતા.

અફઝલ ખાન એટલે કટ્ટર મુસ્લિમ અને મૂર્તિભંજક. શિવાજી મહારાજ ને બહાર લાવવા માટે તો એને કેટલાય મંદિરો તોડી નાખ્યા ને મૂર્તિ તોડી નાખી. પંઢરપુર માં આવેલું પ્રખ્યાત મંદિર પણ તેણે તોડી નાખ્યું. પંઢરપુર એટલે હિન્દૂ ની આસ્થા નું કેન્દ્ર, જે આજે પણ છે અને પહેલા પણ હતું.

2

શિવાજી ની ચિંતા

તુળજા ભવાની એટલે શિવાજી મહારાજ ના કુળદેવી. અફઝલ ખાને તેમનું મંદિર ધવસ્ત કરી નાખ્યું. ત્યાં ગૌમાતા નો વધ કર્યો અને પછી મસ્જિદ નું નિર્માણ કરી દીધું

.

સ્વાભાવિક રીતે શિવાજી મહારાજ ની લાગણી દુભાવવા ની હતી. શિવાજી તે વખતે રાજગઢ માં હતા. તેમને સભા ભરી અને પરીસ્થિતિ નો વિચાર કર્યો.

લોકો અલગ અલગ વિચાર મુક્યા. કોઈ કહે કે તેની જોડે સંધિ કરી લો, કોઈ કહે કે તેને ધન આપી દો અથવા તો પછી અત્યારે ભાગી જાઓ કે યુદ્ધ કરી લો. દરેક દરબારી ના મોઢે થી અલગ અલગ ઉદ્ગાર નીકળતા હતા.

શિવાજી મહારાજે બધા ની વાત શાંતિ થી સાંભળી અને દરેક પર વિચાર કર્યો તો એમને લાગ્યું કે મુઘલો જોડે દોસ્તી કરી શકાય નહિ કારણ કે ગમે ત્યારે દગો આપી દે. તથા અફઝલ પણ શિવાજી મહારાજ ને મારવા નીકળ્યો હતો તથા મરણીયો થઈને લડતો હતો તેથી તેને જઈને શાંતિવાર્તા કરવી તો મુર્ખામી હતી.

અને તે દિવસે રાતે શિવાજી મહારાજ ને તુળજા ભાવની માતા ના દર્શન થયા અને તેમણે આશીર્વાદ આપ્યા કે 'જા, હું તારી જોડે છું.' ત્યારબાદ શિવાજી મહારાજ જીજાબાઇ (માતા) જોડે આશીર્વાદ લેવા ગયા. જીજાબાઇ પણ વિજય ના આશીર્વાદ આપ્યા.

3પ્રતાપગઢ

શિવાજી મહારાજ પ્રતાપગઢ ચાલી નીકળ્યા. યુદ્ધ સામગ્રી તથા કાફલો જોડે હતો. પ્રતાપગઢ ડુંગરાળ પ્રદેશ હતો.

પેલી બાજુ અફઝલ પણ પુના જવાનો હતો પણ તેણે પ્રતાપગઢ નજીક વિરામ નાખ્યો.

શિવાજી મહારાજ જાણતા હતા કે 'યુદ્ધ કરવા થી બન્ને પક્ષે નુકસાન છે. તેથી કોઈ વચલો માર્ગ કાઢવો પડશે કે જેથી નુકસાન પણ ઓછું થાય ને અફઝલ ખાન પણ ઠેકાણે થાય.'

બીજી બાજુ ખાન પણ અહંકારી હતો. ચાણક્યે કહ્યું છે કે અહંકારી ને નમી ને વશ માં કરો. તેથી શિવાજી સંદેશો મોકલાવ્યો કે , 'મારા થી ભૂલ થઇ ગઈ કે તમારી સામે પડ્યો. તમે તો મોટા માણસ છો.' વગેરે વગેરે.

તેથી અફઝલે કૃષ્ણાજી ને દૂત તરીકે મકલ્યા. શિવાજી મહારાજે તેનું અતિભવ્ય સ્વાગત કર્યું અને તેને સારા માં સારો નિવાસ આપ્યો.

રાતે બધા સુઈ ગયા તો શિવાજી મહારાજ શાંતિ થી કૃષ્ણાજી જોડે જતા રહ્યા ને તેમને સમજાવ્યા કે ,' તમે તો બ્રાહ્મણ છો. અફઝલ ખાન તો આપણા મંદિરો તોડે છે. હું તો હિંદુઓ માટે લડું છું.' કૃષ્ણાજી તો ભોળવાઈ ગયા અને શિવાજી ની વાત સમજી ગયા.

કૃષ્ણાજી અફઝલ ને કીધું કે 'મહારાજ તો તમને પેલા ટેકરા પર બોલાવે છે. તેઓ સમર્પણ કરવા તૈયાર છે તેઓ તો ડરી ગયા છે.' અફઝલ જળ માં ફસાઈ ગયો.

4અફઝલ વધ

10 નવેમ્બર,1659 નો સૂર્ય ઉગ્યો. શિવાજી મહારાજ ને શંકા હતી કે અફઝલ ક્યાંક દગો આપશે તેથી તેમને પોતાની સેના ને સેનાપતિઓ ને ઝાડીઓ માં છુપાડી દીધા. પુરી ગોઠવણી કરી દીધી કારણ કે જીવન મરણ નો જન્ગ લડાય તેવી સંપૂર્ણ સંભાવના હતી.

શિવાજી મહારાજે તૈયારીઓ કરી દીધી. બખ્તર પહેર્યું. માથા પર શિરત્રાણ બાંધી ને ભગવો સાફો પહેર્યો અને પોતાના અંગરખાં ની અંદર વાઘનખ છુપાઈ દીધો.

અહન્કારી અફઝલ જોડે શિવાજી મહારાજ તો જાણે હારેલો માણસ જતો હોય તેમ ગયા. અફઝલ ખાને જોયું કે શિવાજી મહારાજ તો પોતાના કદ ની સાપેક્ષ અતિ વામન લાગે છે તેથી તેને પકડવો તો એક ક્ષણ નું કામ છે. મૂછે તાવ દેવા લાગ્યો.

શિવાજી મહારાજ ને ભેટવા આગળ વધ્યો, એકદમ પ્રેમ થી. શિવાજી મહારાજ પણ અફઝલ ને ભેટ્યા. ત્યારે તો અફઝલે શિવાજી મહારાજ ને એકદમ દબાવી દીધા। શિવાજી મહારાજે જોયું કે અફઝલ તો બાહુપાશ માં ભરવતો જાય છે.

તેથી મહારાજે તરત વાઘનખ ને કાઢ્યો અને હાથ ના પંજા માં ભરવી દીધા. અફઝલ ના પેટ માં ઊંડે ઊંડે સુધી વાઘનખ ઉતારી દીધા. અફઝલ ના આંતરડા બહાર આવી ગયા. અફઝલે તલવાર થી વાર કર્યો પણ શિવાજી વાર ને ગમે તેમ કરી ખાલી કાઢ્યો.

તે ક્ષણે શિવાજી ના અંગરક્ષકે અફઝલ ના અંગરક્ષક ને મારી નાખ્યો. એક બ્રાહ્મણ યોદ્ધો કૃષ્ણાજી ને મારવા માટે આવ્યો પણ શિવાજી મહારાજે તેમને એમ કહી ને ભગાડી દીધો કે, 'અમે તારી ગૌબ્રાહ્મણ પ્રતિપાલક છીએ. તેથી તને નહિ મારીએ. તું ભાગી જા અહીં થી.'

અફઝલ નો વધ થયો. અહંકાર નો પરાજય થયો. દરેક દેશભક્ત વાર્તા વાંચે અને પોતાના પૂર્વજ પર ગર્વ નો અનુભવ કરે.

અત્યારે આમાં થી શું શીખી શકાય?

  • યુદ્ધ માત્ર તલવારો થી લડાતું નથી, કૂટનીતિ થી ઓછા માં ઓછા નુકસાન થી યુદ્ધ ની સમાપ્તિ કરી શકાય છે.
  • સામે ના માણસ ની દુખતી નસ દબાવવી તથા તે વ્યક્તિ ને ધાર્મિક લાગણીઓ થી વશ કરવો. (જેમ શિવાજી કૃષ્ણાજી ને કર્યા હતા તેમ)
  • અહંકારી ને નમી ને વશ માં કરવો.
  • ધર્મ તથા રાષ્ટ્ર ની રક્ષા માટે કટિબદ્ધ રહેવું.
  • હંમેશ ને માટે પ્લાન-B તૈયાર રાખો.(શિવાજી ભાગી જવાનો અને સેનાપતિઓ વડે હુમલા કરાવવા પ્લાન ઘડ્યો હતો તેમ)
  • દરેક ની વાત સાંભળવી પણ નિર્ણય તો પોતે ચિંતન કરીને લેવો.
  • My Dear Friends,

    જો તમે લઘુ પુસ્તિકા પુરી વાંચી હોય તો કેવી છે, ક્યાં સુધારાની જરૂર છે તથા તમારી અમૂલ્ય સલાહ મને મેલ કરી ને જણાવશો જેથી હું મારા કાર્ય માં વધુ સુધારો કરી ને વધુ સારું સાહિત્ય તમને આપી શકું. મને ફેસબુક પર પણ અંગે મેસેજ કરી શકાય તથા મને ફેસબુક પર follow પણ કરી દેજો.

    Facebook:- www.facebook.com/harshil.mehta.5030

    Mail:- mehta.harshil99@gmail.com