Vyasan ni vyatha books and stories free download online pdf in Gujarati

વ્યસન ની વ્યથા

રિદ્ધિ નું 12 મુ જસ્ટ પૂરું થયું હતું. તેને સાયન્સ માં થી 12 મુ કર્યું હતું. આખો દિવસ ભણ ભણ કરતી રિદ્ધિ ને જાણે તો મુક્ત આકાશ મળી ગયું હતું.

પરીક્ષા ના 10 દિવસ તો ખુબ મસ્તી કરી અને આમ તેમ બહેનપણીઓ જોડે ફરવા અને પાર્ટી કરવા ગઈ અને છેવટે તેને કંટાળો આવી ગયો. હજુ તો કૉલેજ ના એડમિશન ચાલુ થવા માં પણ વાર હતી.

કંટાળો તો આવ્યો અને ઘરે રહેવા થી આખો દહાડો મમ્મી નો ઠપકો પણ સાંભળવો પડતો હતો. પણ બિચારી કરે પણ શું?

તેવા માં તેના મન માં એક વિચાર ઝબુક્યો. કેમ સમય ને કોઈ સારા કામ માં બદલી ના શકાય? કેમ હું દેશ કે સમાજ માટે કંઈક સારું કામ કરી ના શકું? શું હું એવું કામ કરી શકું કે જેના થી લોકો મને યાદ કરે?

બસ તે તો વિચાર માં ખોવાઈ ગઈ. તેને ખબર હતી કે કંઈક સારું કરવું છે પણ શું? તેના વિચારો માં હંમેશા ખોવાયેલી રહી. જમતા અને મોબાઈલ રમતા બસ આજ વિચાર નું મંથન કરે રાખે.

***

સવારે 7 વાગ્યા હતા. રિદ્ધિ હજુ પથારી માં આળોટતી હતી. અને તેટલા માં એનો ફોન રણક્યો.

ટ્રીંગ....ટ્રીંગ....ટ્રીંગ....

"હે....લ્લો!"

રિદ્ધિ ની પિતરાઈ બહેન સલોની નો ફોન હતો. સલોની મુંબઈ રહેતી હતી. અને તેણે પણ હમણાં 12મુ પાસ કર્યું હતું.

"હા બોલ, સલોની"

"ઊંઘે છે કે શું?"

"બે હા યા..! વેકેશન માં તો હું સખત બોર થઇ ગઈ છું. કંટાળો આવે છે અને મમ્મી પણ આખો દિવસ બોલ બોલ કરે છે." આળસ મરડતા રિદ્ધિ કહ્યું.

"અચ્છા! હું તો અત્યારે એક એનજીઓ માં જાઉં છું ત્યાં આગળ અમારે ગરીબ છોકરા ને ભણવા ના હોય છે."

"લે તું તો ટીચર થઇ ગઈ. મારે બી આવું કંઈક કામ કરવું છે." રિદ્ધિ તરત ઉભી થઇ ને બોલી.

"તો ગૂગલ પકડ અને નજીક ની આવી કોઈક સંસ્થા શોધી કાઢ." સલોની કહ્યું.

"હા હવે તો ...ચાલ બાય" રિદ્ધિ બ્રશ કરતા કીધું.

"બાય" અને ફોન કટ થઇ ગયો.

"બ્રશ કરી લીધો, મેડમ?" મમ્મી આવી ને કહ્યું.

રિદ્ધિ હા પાડી અને પોતાના માટે જસ્ટ "ચા" લઇ ને આવા નું કીધું.

રિદ્ધિ લેપટોપ લઈને બેસી ગઈ અને એક સંસ્થા નું સંપર્ક સૂત્ર લઇ લીધું. સંસ્થા માત્ર 4 કિલોમીટર દૂર હતી.

રિદ્ધિ સંસ્થા પર પહોંચી ગઈ અને ત્યાં કહ્યું,"મારે છોકરાઓ ને ભણાવવા માટે જોઈન થવું છે."

"હા ચોક્કસ! તમે આજ થી 4 વાગે આવી જાઓ. છોકરાઓ આવી જશે." તે ભાઈ જવાબ આપ્યો. "તમે ક્યુ ધોરણ ભણાવશો?"

"7-8 વધારે ફાવે." રિદ્ધિ બોલી.

"અને વિષય?"

"કોઈ પણ ચાલશે."

"સારું તો તમે આવો 4 વાગે."

"સ્યોર." કહીને રિદ્ધિ વિદાય લીધી.

***

બસ રિદ્ધિ તો પહોંચી ગઈ 4 વાગે અને ત્યાં આગળ તેને કલાસ આપવા માં આવ્યો અને રિદ્ધિ નો પરિચય વિદ્યાર્થીઓ ને અપાયો. અને રિદ્ધિ મેડમે ભણાવવા નું ચાલુ કર્યું.

રિદ્ધિ જોયું કે એક છોકરો શાંતિ થી લખે જતો હતો પણ કોઈની સાથે બોલતો નહતો. તેના મોઢા માં કઈંક ભરેલું હોય એમ લાગ્યું.

"ઓય! ઉભો થા." રિદ્ધિ છોકરા ની તરફ આંગળી કરીને કહ્યું. "મોઢા માં શું છે?"

"કઈ નહિ મેડમ." છોકરા મોઢું નીચું જોઈ જવાબ આપ્યો.

કલાસ માં થી મેહુલ નામ ના છોકરા કહ્યું કે," તો બહુ પડીકીઓ ખાય છે એટલે ગાલ ફૂલી ગયા છે." આખો ક્લાસ હસી પડ્યો.

"અને તારું નામ?" રિદ્ધિ પૂછયું.

"આકાશ."

"શાંતિ...." રિદ્ધિ બોલી. પણ રિદ્ધિ ને લાગ્યું કે અત્યારે એનો પહેલો દિવસ હોવા થી મગજમારી કરવી યોગ્ય નથી.

બીજા દિવસે રિદ્ધિ આવી અને ફરી થી એમ નું એમ ચાલ્યું. એકાદ અઠવાડિયા પછી રિદ્ધિ આકાશ ને મળવા બોલાવ્યો. અને તેને શાંતિ થી પૂછ્યું, "મોઢા માં કઈ તકલીફ છે?"

આકાશે કીધું,"બહુ તમાકુ ખાધી એટલે ગાલ ભૂલી ગયા છે."

રિદ્ધિ ફરી પૂછ્યું,"હવે ખાય છે?"

"હા મેડમ! એટલી ..." મોઢું નીચું રાખીને આકાશ બોલ્યો.

"દિવસ ની કેટલી?"

"બસ!7-8 "

રિદ્ધિ બોલી,"સારું હવે થી 5-6 ખાજે." રિદ્ધિ ના મન માં એમ હતું કે ધીરે ધીરે એનું વ્યસન ઓછું કરાવી દઈશ અને પછી સાવ શૂન્ય પર લાવી દઈશ.

હજુ એકાદ અઠવાડિયું ગયું ત્યારે રિદ્ધિ ફરી થી આકાશ ને બોલાવ્યો અને કહ્યું કે, "હવે થી 3-4 પડીકી ખાવા ની... એના થી વધારે નહિ ... પ્રોમિસ ને?"

"હા મેડમ! પ્રોમિસ!"

રિદ્ધિ ના પપ્પા તેમના માટે પિકનિક નું પ્લાનિંગ કરતા હતા. અને રિદ્ધિ ને પણ બહાર જવા ની ઈચ્છા તો હતી ... તો તેમને એક અઠવાડિયું દુબઇ જવાનું પ્લાન કરી લીધું અને દુબઇ જતા રહ્યા.

***

રિદ્ધિ દુબઇ થી પાછી આવી ગઈ હતી. અઠવાડિયું મોજ મજા કરી ને આવી તેની ખુશી તેના મુખ પર સ્પષ્ટ દેખાતી હતી. 4 વાગ્યા ને તરત તે એનજીઓ માં ગઈ અને તેણે જોયું કે ક્લાસ આજે કૈંક સુનો સુનો લાગતો હતો. પોતાની આંખો ચારેકોર દોડાવી. તે જાણે કૈંક શોધતી હતી. જોયું તો આકાશ આવ્યો નહતો. તે પોતાના મન માં ખ્યાલ કરવા લાગી કે શું થયું હશે? તેને કોઈ સમસ્યા હશે કે શું?

બીજો દિવસ થયો અને ત્યારે પણ આકાશ આવ્યો નહિ. રિદ્ધિ ને એમ કે કયાંક બહાર ગયો હશે.

ત્રીજો દિવસ આવ્યો અને તેણે મેહુલ ને પૂછ્યું, "આકાશ તારી ચાલી માં રહે છે ને?"

"હા મેડમ!" મેહુલ ઢીલો થઇ ગયો હતો.

"રોવે છે કેમ તું?" રિદ્ધિ મેહુલ ના આંસુ લૂછતાં કહ્યું.

"મેડમ! એને કેન્સર હતું. તમે ગયા ને એના બીજા દિવસે એને હોસ્પિટલ માં એડમિટ કરવો પડ્યો. કારણ કે તેને લોહી ની ખુબ ઉલ્ટીઓ થઇ હતી. ડોક્ટરે રિપોર્ટ કરવા નું કીધું તો ખબર પડી કે એને ફોર્થ સ્ટેજ નું કેન્સર હતું. અને 2 દિવસ માં તેણે દમ તોડી દીધો. તે ગુજરી ગયો છે મેડમ!"

રિદ્ધિ રોઈ પડી. તેને વિશ્વાસ નહતો થતો કે આકાશ જેવો 8માં ધોરણ માં ભણતો સામાન્ય વિદ્યાર્થી વ્યસન ની વેદી પર શહીદ થઇ ગયો હતો. હવે તો રિદ્ધિ મક્કમ નિર્ણય કરી લીધો કે રીતે વ્યસની છોકરાઓ ને બચાવવા છે અને પછી પાછું ભણાવવા નું ચાલુ કર્યું.

***

બસ કહાની કેટલાય 'આકાશ' ની છે કે જેઓ બાળપણ માં ચાલી માં રહેતા હોય છે અને ભાઈબંધો જોડે થી તમાકુ ખાતા, સિગારેટો પીતા અને દારૂ પીતા થઇ જાય છે. ટેવ કેમ જાણે મોટા થતા પણ છૂટતી નથી ને કેટલાય 'આકાશ' પંચમહાભૂત માં નાની ઉંમરે વિલીન થઇ જાય છે.

આવી કહાની એવા 'આકાશ' ની પણ છે કે જે મોજશોખ માં યુવા અવસ્થા માં વ્યસની બની જાય છે અને પોતાની જિંદગી ને વેડફી નાખે છે. પોતાના સપના, પોતાના માં-બાપ ની ખ્વાઇશો રોળી નાખે છે.

આવી રીતે એવા પણ 'આકાશ' છે કે જેઓ ડિપ્રેશન માં આવી ને દારૂ અને સિગારેટો પીતા થઇ જાય છે. પોતાના પરિવાર નો ખ્યાલ રાખતા લોકો પોતાનો ખ્યાલ રાખવા નું ભૂલી જાય છે.

બસ આવા કેટલાય 'આકાશ' ની જિંદગી આપણે બચાવી શકીએ છીએ બસ જરૂર છે તો માત્ર અને માત્ર તેમના સહાયરૂપ બનવા ની. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે,"જે દીનદુઃખીયા ને જોઈ ને દુઃખી નથી થતો તે માણસ ના માં હૃદય નહિ પણ પથ્થર છે."

સારું તો આપ કોઈક નું જીવન સુધારો તેવી આશા સહ. જયહિંદ!

-Harshil Mehta

***

આપ મને મારી વાર્તા નો પ્રતિભાવ ચોક્કસ આપજો તથા મને સોશ્યિલ મીડિયા પર પણ મેસેજ કરીને જણાવજો.

Facebook:- facebook.com / harshil.mehta.5030

Instagram:- instagram.com / harshil_s_mehta

બીજા રસપ્રદ વિકલ્પો