સોશ્યિલ મીડિયા અને કોમ્પિટિશન Harshil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સોશ્યિલ મીડિયા અને કોમ્પિટિશન

પ્રસ્તાવના

આજે યુવાન મિત્રો મોટા ભાગ નો સમય ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ માં વિતાવે છે. થોડાક સમય પહેલા હું પણ આવી જ રીતે સોશ્યિલ મીડિયા નો ઉપયોગ કરતો હતો. સોશ્યિલ મીડિયા પર જે પણ સમય વિતાવવા માં આવે છે તેની આપણા જીવન પર ક્યાંક ને ક્યાંક અસરો થાય જ છે. એ અસરો સારી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે. પણ આપણે જીવન માં થી સોશ્યિલ મીડિયા ને ઇચ્છીએ તો પણ દૂર કરી શકવા ના નથી.

એક બહુ અગત્ય ના ધરાવતી સ્પર્ધા સોશ્યિલ મીડિયા પર ચાલતી હોય છે. અને આ સ્પર્ધા (કોમ્પિટિશન) જીવન પર પ્રભાવ પાડે જ છે.

મારો આ પુસ્તક લખવાનો આશય સ્પષ્ટ છે કે બને એટલા લોકો ને જે માહિતી છે તેના થી માહિતગાર કરું. પુસ્તક શક્ય હોય એટલું ન્યુટ્રલ (તટસ્થ) રહીને લખવા નો પ્રયત્ન કર્યો છે. છતાં કદાચ હું એકતરફી વલણ ધરાવી શકું તેવું તમને લાગી શકે.

પુસ્તક લખવા નો આશય એમ બિલકુલ પણ નથી કે લોકો સોશ્યિલ મીડિયા બંધ કરી દે. એ પણ આશય નથી કે સોશ્યિલ મીડિયા ની એક જ બાજુ રજુ કરવા માં આવે. પણ મને લાગ્યું કે આ બાજુ રજુ કરવી આવશ્યક છે તેથી મેં રજુ કરવા નો પ્રયત્ન કર્યો.

પુસ્તક વાંચી ને રેટ કરજો. મને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ પણ કરજો. મેસેજ કરી ને પુસ્તક કેવું લાગ્યું કે પછી કોઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય.

હર્ષિલ મહેતા.

***

સોશ્યિલ મીડિયા નો ટ્રેન્ડ

છેલ્લા 2-4 વર્ષો થી આપણે સૌ સોશ્યિલ મીડિયા પર વધુ પડતા એકટીવ થઇ ગયા છીએ. વાસ્તવિક દુનિયા થી દૂર ફેસબુક, વ્હોટ્સએપ અને ટ્વિટર પર એક અલગ દુનિયા રચાઈ ગઈ છે. અને આ દુનિયા એટલી લોભામણી અને માયાનગરી જેવી છે કે જેના વગર આપણને ચાલતું જ નથી. વચ્ચે જે ફીડજેટ સ્પિનર નો ટ્રેન્ડ ચાલ્યો હતો તેના માટે પણ સોશ્યિલ મીડિયા ની સરખામણી જવાબદાર છે.

સોશ્યિલ મીડિયા એક પવન ની જેમ કાર્ય કરે છે. તે જે દિશા માં જ્યાંથી ફૂંકવા માં આવે ત્યાંથી અમુક સારું-નરસું લઇ ને આવે જ છે. આજે આપણે બધા ‘ઇંકલુડિંગ મી’ ક્યાંક ને ક્યાંક કોઈક ની જીવનશૈલી થી પ્રભાવિત થઇ જતા હોઈએ છીએ. ક્યાંક કોઈક ને કોઈક મોટા ગજા ના નેતા ની ભીડ ને જોઈ તો ક્યાંક પ્રખ્યાત ફિલ્મસ્ટાર ને તેમના ફેન જોડે ફોટા પડાવતા જોયા. આ બધું આપણા મન માં તો ઘુસી જ જાય છે જો આપણે એને યાદ રાખવા માંગતા નથી તો પણ.

***

સોશ્યિલ મીડિયા તમારા લક્ષ્ય ને સતત બદલતું રહે છે:-

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ એક વખત કહ્યું હતું કે આપણને "આપણા લક્ષ્ય નું કઈ ચોક્કસ ઠેકાણું નથી હોતું એટલે જ આપણે સફળ નથી થતા. ક્યાંક સિંગર જોયો તો મન માં એ ખ્યાલ આવી ગયા. ક્યાંક નેતા ને જોયો તો મન માં એ ખ્યાલ આવી ગયા ને વિચારી લીધું કે આપણે નેતા બનીશું. ક્યાંક IPS ઓફિસર વિષે સાંભળ્યું તો તેવું બનવા નું વિચાર્યું."

સોશ્યિલ મીડિયા માં ક્યાંક એફબી કે ઇન્સ્ટાગ્રામ પર તમે આવા વિવિધ માણસો ને ફોલ્લો કરશો કે જે પોતાના ક્ષેત્ર માં એક્સપર્ટ હોય છે. તેને પરિણામે ક્યાંક તમારા મન માં પણ એવો ભાવ આવી જાય કે યાર આપણી જિંદગી માં તો આવું કશું જ નથી તો ચલો ને આ વાત ટ્રાય તો કરીએ.

ઘણી વખત એવી ભ્રામક વાતો સોશ્યિલ મીડિયા દ્વારા તમારા મગજ માં બેસાડી દેવા માં આવતી હોય છે. ઉદાહરણ ની વાત કરું તો જેમ કે કોઈક પેજ વાળા એ પોસ્ટ કરી જેમાં એન્જિનિયરિંગ માં ભણવા નું એટલે ખાલી ટાઈમપાસ. હવે આની આ ખોટી વાત ને 50 ફોટા દ્વારા કે કોઈક જોકસ દ્વારા તમારા મગજ માં ઠોસી દેવા માં આવી તો તેને મગજ માં થી નિકાળવી બહુ ભારે વાત થઇ જશે.

***

એક એવી દુનિયા કે જ્યાં બધું સારું જ દેખાય:-

સોશ્યિલ મીડિયા માં એક એવી દુનિયા છે કે જે તમને હંમેશ ને માટે એક જ બાજુ બતાવશે. અને આ એક બાજુ કોઈ મહેનત કરવા ની નહિ હોય પરંતુ એશોઆરામ ની હશે. ચાલો વાત ને બહુ કોમ્પ્લિકેટેડ ના કરતા એને એક સારા ઉદાહરણ થી જ સમજીએ.

જીવન માં બનતી દરેક ઘટનાઓ ને આપણે ફેસબુક પર મુકવા નું યોગ્ય નથી માનતા. જેમ કે તમે ઓફીસ માં બેસી ને 20 કલાક સતત કામ કર્યું હોય. ભોજન પણ છોડી દીધું હોય અને કામ કર્યું હોય તો તમે તે ફેસબુક પર નથી મુકવા ના... પણ આના ફળ સ્વરૂપ તમે મર્સિડીઝ ગાડી લાવો તો તેની સાથેની સેલ્ફી પાડીને તમે ફેસબુક પર ચોક્કસ મુકશો. તેથી લોકો ના મન માં તો તમારી ગાડી જ દેખાશે પણ તમારી મહેનત નહિ. એટલે કે તમારી ઉજળી બાબત જ સોશ્યિલ મીડિયા પર આવશે, તમારી મહેનત નહિ.

તેથી જ આજે હું જોઇશ તો તમારી ગાડી જોઇશ પણ તમારી તેની પાછળ કરેલી તનતોડ મહેનત નહિ. પરિણામે હું પણ તમારી સાથે મન માં ને મન માં જ કોમ્પિટિશન કરવા લાગીશ કે જો ફલાણા ભાઈ ગાડી લાવ્યા પણ હું નહિ. હું તમારું અને મારું બેકગ્રાઉન્ડ કે પછી મહેનત ની સરખામણી નહિ કરું અને તેના લીધે સ્વાભાવિક રીતે હું તમારી જોડે એવી કોમ્પિટિશન માં આવી જઈશ કે જે ક્યારેય કોમ્પિટિશન હતી જ નહીં.

***

તમે કોઈના થી ઉતરતા નથી:-

કોઈ પણ માણસ પોતે ફલાણી જગ્યા એ બહાર ફરવા ગયો કે ઢીંકણી બાઈ જોડે ડેટ કરવા ગયો તો તેના સ્ટેટ્સ કે પછી ફોટા ( જો બતાવાલાયક હશે તો ) એ તમારી વચ્ચે સોશ્યિલ મીડિયા પર મુકશે. અને જો આવા 10-15 જણા એ અલગ અલગ ફોટા મુક્યા તો તમે તેમની સાથે પણ સરખામણી કરવા માંડશો. અને આ સરખામણી તમારી અંદર ક્યાંક ને ક્યાંક 'હીન' ભાવના નો સંચાર કરી નાખશે.

તમે જો વધુ પડતો સોશ્યિલ મીડિયા નો ઉપયોગ કરતા હોવ તો તમને એમ લાગવા લાગશે કે 'યાર, આપણી લાઈફ માં તો આ લોકો જેવા જલસા જ નથી.' નવરાત્રી, દિવાળી અને હોળી ના પણ જે રીત ના ફોટા તમને જોવા મળશે તેથી પણ ક્યાંક ને ક્યાંક તમે તમારા મન માં તમારી જાત ને, તમારા સ્વભાવ ને ખોટો માનવા લાગશો કે જે તમારી ખુશી માટે સારી વાત નથી.

***

આના થી બચવું કઈ રીતે?

આ બધા થી જો તમે દૂર રહી શકતા હોવ તો સર્વશ્રેષ્ઠ. જઈને તમારું એકાઉન્ટ ડીએકટીવેટ કરી ને સંયમ કેળવી શકતા હોવ તો બેસ્ટ પણ જો એ શક્ય ના હોવ તો તમારે તમારી જાત ને આ ખોટી સ્પર્ધા માં ઉતારવા ની નથી. આપણે આપણી જિંદગી થી ખુશ રહેવા નું. દરેક ની જિંદગી સરખી હોતી નથી. દરેક ને ઉતાર ચઢાવ બન્ને હોય છે. હા અમુક વખત આ સ્પર્ધા તમારા માટે સારી પણ હોઈ શકે, જો તમારી બરાબરી હોય તો.

એવું નહતું કે સોશ્યિલ મીડિયા નતી ત્યારે સ્પર્ધા નહતી. સ્પર્ધા ત્યારે પણ હતી પણ આટલી ગળાકાપ સ્પર્ધા નહતી. કારણ કે લોકો બંને બાજુ એટલે કે ઉજળી અને અંધારી બાજુ ને જોતા હતા. તેથી આ પ્રશ્ન નહતો રહેતો પણ હવે તમારા 500 મિત્રો માં થી કોઈક ને તો કઈંક સારું બનશે અને તેને તે પોસ્ટ કરશે તેથી તમારી જિંદગી કોન્સ્ટન્ટ કોમ્પિટિશન થઇ ગઈ છે. જો આ સારી હશે તો ઠીક નહીંતર એ તમારી ખુશી માટે હાનિકારક છે.

***

સારું તો ફરીથી કહું છું કે પુસ્તક કેવી લાગ્યું તે રેટ કરજો. અને મને મેસેજ કરી ને કોઈક સૂચન કે પ્રશ્ન હોય તો એ પણ જણાવી શકો છો.