ધૃવલ જિંદગી એક સફર-7 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૃવલ જિંદગી એક સફર-7

ધૃવલ:જિંદગી એક સફર-7

 

 

 

 

 

 

બસ, હવે exam ને last 15 days …..પછી ઘણા મિત્રો છુટા પડવાના છે.છેલ્લે હતા માત્ર મીરાં,નિધિ ,આરવ,જેનીલ, આ ગૃપ....

 

 

 

હવે ભવ્યમાં હિંમત આવી. મીરાને જોર દઇને પૂછવુ.છતાંય ડર લાગતો હતો તેની આ હરકતથી નિશાંતને ખોટુ લાગશે તો?

 

 

 

 

 

આરવ તો આજે હોસ્ટેલથી પૂર્વ તૈયારી કરીને જ આવ્યો હતો,કે હસ્તીને propose કરવુ જ.હસ્તી આજે વહેલી આવી ગઇ હતી.આથી આરવને ફાયદો થઇ ગયો.

 

 

 

આરવે હિંમત કરી પૂછી લીધુ,સીધુ જ. હસ્તી મને તારાથી ડર લાગતો હતો પરંતુ હવે exam ને 15 દિવસની વાર છે ત્યારે હુ તને ચોખવટ કરવા માંગુ છુ કે ‘’હુ તને પ્રેમ કરુ છુ’’.

હસ્તી હસી પડી.ખડખડાટ નિર્દોષ હાસ્ય.

 

 

 

આરવે પૂછ્યુ કેમ હસે છે.?હસ્તી એ કશો જવાબ જ ન આપ્યો ને હસતી રહી.તેના દોસ્તો દિશાંત, નિધિ,, જેનીલ,, ખુશી,, પ્રિયા ત્યા આવી ચડ્યા.હસ્તીને હસવાનું કારણ પૂછ્યુ?

 

 

 

તો હસ્તી એ જવાબ આપ્યો આજે હિંમત કરી જ નાખી.તેના પ્રેમનો પ્રસ્તાવ મારા સમક્ષ મૂકવાની.પછી એ શાંત થઈ થોડી ગંભીર પણ...

 

 

 

‘’પણ..... આરવ તારાથી મોડું થઇ ગયુ કે હુ કોઇ

બીજાને............’’

 

 

 

ખુશી કહે સાચી વાત. આરવ અમે તને કહેલુ પણ તે હિંમત ના કરી.

 

 

 

પ્રિયા કહે હસ્તી કોઇ બીજાને love કરે છે.એ મને 6 મહિનાથી ખબર છે પણ આરવને દુ;ખ થાય એટલે ‘’હુ કશુ ના બોલી’’.

 

 

 

એટલે જ સંબંધ બાંધવો તો દોસ્તીનો મારી અને ભાઇ નિશાંતની જેમ. પ્રેમનો હરગીઝ નહી....દિશાન્ત બોલ્યો,.

 

 

 

આરવ રડી પડે એટલી જ વાર હતી,ત્યા નિકિ બોલી ગઇ.આરવ બધા જ જુઠ બોલે છે.એવું કશું જ નથી.

 

 

 

આરવ હસીને બોલ્યો really ??? બધા એક સાથે બોલ્યા અરે યાર reallyyy હસ્તી એ આરવના પ્રેમનો સ્વીકાર કર્યો.

 

 

 

આજે જોડીઓ સંપૂર્ણ બની ગઇ અને બે ગૃપ ખુશખુશાલ છે,આખી કોલેજમાં નિશાંત અને નિકિ તેમજ દિશાંત અને કિંજલની દોસ્તી જાણીતી બની ગઈ. કોઇ જવ્વલે જ એવુ વિચારતુ હશે કે આ લોકો પ્રેમ કરે પણ સ્વીકારતા નથી.

 

 

 

 

બાકી ૯૯% ને પૂરો વિશ્વાસ હતો કે સારા દોસ્ત છે.

અરે છે જ. એમા કશું ઘટે જ નહી મોટા!!! છે જ સારા દોસ્ત. પ્રેમ જ એક સંબંધ નથી છોકરા-છોકરી વચ્ચે. દોસ્તી પણ એક પવિત્ર સંબંધ છે અને જગતમાં હંમેશા રહેશે.કોલેજના આ 4 લોકોને ક્યારેય એકાંતમાં કોઈ હરકત કરતા કે પ્રેમ કરતા હોય એવા નાટક કરતા નથી જોયા.એટલે જ બધા ને વિશ્વાસ છે.

 

 

 

  • ●●

 

 

 

 

બધા પરીક્ષાની તૈયારીમાં પડી ગયા છે.પોતપોતાના કામથી જ મતલબ રાખતા અને reading કરતા.પરંતુ એવુ કેહવાયને કે પરીક્ષા સમયે ધ્યાન રાખવુ જ જોઇએ નહીતર મુશ્કેલી આવે છે.

 

 

 

ખુશી અને પ્રિયા નાસ્તો લેવા માટે બહાર નીકળ્યા.પાછા આવતા હતા ત્યારે તેની પાછળ કોલેજના જ બે છોકરા અજય ને લક્ષ્ય પણ આવે છે. એ સમયે જ ઝેરી મધમાખીનું ઝુંડ આવ્યુ. તેમા પ્રિયાને અને પાછળ બે છોકરા હતા તેમાંથી અજયને કરડી ગઇ,ભારે કરી.બોવ જ બળતરા થાય.ઝેરી મધમાખીના કરડવાથી.

 

 

 

બંને એ ચીસા-ચીસ કરી મૂકી,ઠેકડા મારવા લાગ્યા પાણી પાણી કરવા લાગ્યા.આખા શરીરમાં અગ્નિ ફરી ગયો.સંજોગ એવો થયો કે જેનીલ પણ પાછળ જ હતો.બંનેને hospital લઇ ગયા.જેનિલ, ખુશી અને લક્ષ્ય લઈ ગયા.

 

 

 

આમ અજય અને લક્ષ્ય આ બંને ગૃપના સંર્પકમાં અવ્યા.એકબીજાને ઓળખતા અને જાણતા થયા.

 

 

★★★

 

 

હવે, મશગૂલ છે exam આપવામાં.રોજ મોડે સુધી reading. સવારમાં વહેલા જાગવાનું, સમય ઓછો બગાડવાનો અને reading વધારે કરવાનુ.

 

 

 

રોજ એક અલગ અદા સાથે exam આપવા જવાનુ.રોજ એક જ પ્રક્રિયા થાય કેવી તૈયારી છે? કેટલુ reading કર્યુ? આ point read કર્યો? મને તો બોવ જ બીક લાગે છે.last year છે.ભગવાન કરેને સારા ટકા આવી જાય,તો મજા પડી જાય હો.life બની જાય.

 

 

 

paper આપ્યા પછી paper કેવું ગયું એ સવાલ થાય.?આ તો hard હતુ હો,મારી નાખ્યા.paper મસ્ત ગયુ.આજે મજા આવી ગઇ.આ તો મારો favorite subject હો.કોઇ પાછા રોજે રોજ ઘરે કહે કે પેપર કેવા જાય છે.?કોઇ તો પાછા કેટલા personates આવશે એ પણ કહી દે?

 

 

 

કોઇ તો પાછા પાસ થવાય તો ય ઘણુ આપણે ક્યા નોકરુ-બોકરું કરવુ.? આ તો ઠીક માતા-પિતા માટે...તો પાછા કોઇ પેપર પૂરા થાય ને result આવે ત્યા સુધી આપણે તો રખડવાનુ જ છે હો.આ બધા વચ્ચે છેલ્લો paper આજે જ છે.

 

 

 

બધા friends બીજા દિવસે rose gardenમાં મળવાનું વિચાર્યુ.આજે બધા એ ખૂબ જ મજાક- મસ્તી, વાતો, યાદોને વાગોળી, કોઇ તો રડ્યુ પણ ખરુને, કોઇ એ કેટકેટલાયને મનાવ્યા પણ ખરા.આ હોસ્ટેલ છોડી જવાનું હતું  ....ઘેર.......પોતપોતાની મંઝીલને મેળવવા.....

નાસ્તો કરી છુટા પડવાનું વિચાર્યું.

 

 

★★★

 

 

ધૃવલ બસ, હવે આપણે પહોચી ગયા અંબાજી મંદિર. દર્શન કરી લઇએ.

 

 

 

માલતી બોલી ધૃવલ કેટલો સરસ પવન છે?એક ઊંડો શ્વાસ લેતા બોલી.હાથ લાંબા કરીને.

 

 

ધૃવલ બોલવા જાય એ પહેલા જ મિલન.....

 

તેરે સર સે હવા દુપટ્ટા લે ન જાએ..

 

ગોરી સંભાલ તેરા રેશમી દુપટ્ટા...

 

 

 

 

માલતી બોલી good.. અવાજ સરસ છે કાગડા જેવો.!!

(બધા હસી પડે છે.)માતાજીના દર્શન કરવા જાય છે.આગળ એમ તો મોટો ચોક છે.ઉંબર પર માથું ટેકી અંદર જાય છે.માતા અંબાજીની ખૂબ સુંદર મૂર્તિના દર્શન કરે છે.આજુબાજુમાં હજુ કામ શરૂ છે.માતાના ઓરડાનું.દિલને મનને તનને ઠન્ડક આપે એવો જ સરસ પવન છે.

 

 

 

 

 

એક ભીખારી જેમ ભીખ માટે તલસતો હોય, જ્યારે તેની વેદના ભુખથી અતિ વેગથી હદયમાંથી ચીર ફાડીને બહાર નીકળે ત્યારે સામેવાળી વ્યક્તિને પણ થોડીવાર પૂરતું વિચારવા મજબૂર કરી દે તેમ.

 

 

 

માણસને કશુક જોતુ હોત ત્યારે પોતાના હથિયાર નીચે મૂકી દે છે.તે જ રીતે માતાજીને પ્રાર્થના કરવા લાગ્યા. જિંદગીને ખુશીથી ભરી દેવા માટે મનાવવા લાગ્યા.દર્શન કરી,બહાર આવ્યા.આગળના ચોકમાં બેઠા.

 

 

 

કાવ્યા બોલી અહીં નાસ્તાની સારી વ્યવસ્થા છે.કેટલું બધું મળે છે.

 

 

ધ્રુવલ બોલ્યો હા,જો ને લોકો છેક નીચેથી ઉપાડી ઉપર લાવે છે.રસ્તામાં તો રેતીના ડબ્બા ભરીને લોકો આવતા હતા.

 

 

 

માલતી બોલી હા, પેટ વેઠ કરાવ્યા વગર ન રહે.

 

 

મિલન બોલ્યો મારી માલતી સમજદાર થઈ ગઇ.

 

 

માલતી એ આછું સ્મિત આપ્યું.

 

 

પછી ઉભા થયા.આગળ વધ્યા.બસો એક પગથિયાં પછી આરામ કરવા બેઠાને ધ્રુવલે વાત માંડી....

 

 

 

પરંતુ ,હવે બધાનો જીવ હતો ધૃવલની વાતમાં. જે બન્યુ તે કઇ રીતે બન્યુ?કાવ્યાને તેની life માં લાવવા કેટકેટલી struggle કરવી પડી.તેની જિંદગીના સીધા સાદા રસ્તા પર turn કેવી રીતે આવ્યો?તેણે કઇ રીતે મૂશ્કેલી handle કરી?

 

 

 

 

જો મિલન કાવ્યા અને ધૃવલ જેવી આપણી હાલત હોત તો તુ શું કરેત આપણા માટે? માલતી રૂઆબથી બોલી.

 

 

મિલન ધીમેથી માલતીનો હાથ પકડતા કહે કહુ માલતી...પ્રેમથી બોલ્યો.

 

 

માલતી પ્રેમથી હા.

 

 

મિલન કહે બસ અહીંથી તને ધક્કો મારી હુ ઘેર જઇને મારા મમ્મી-પાપા કહે ત્યા marriage કરી લવ.

 

 

(બધા હસી પડ્યા)

 

 

માલતી એ મિલન સામે મો ફુલાવ્યું.

 

 

ધ્રુવલ કહે આગળ જઈને વાત કરીએ.લોકો વધારે છે.....

 

 

અંબાજીના દર્શન કરી બધા આરામથી બેસી હવે આગળ જવા નીકળ્યા.થોડુ ચડ્યા-થોડુ ઉતર્યા.પછી શાંતિ જેવુ લાગ્યુ.

 

 

 

સાગર કહે અંબાજી સુધી થાકી જવાય છે.પછી સારું લાગે છે.

 

 

કાવ્યા બોલી હા.... મજા આવે છે.

 

 

 

1000 પગથિયા પછી પાછો વિસામો.(આગળ વાત શરું થઇ.)

 

 

 

બધા મિત્રો rose garden માં મળે છે.

 

 

 

અયાન રસ્તામાંથી ઠંડુ બધા માટે લેતો આવે છે.બધા મજાક મસ્તી કરતા કરતા ice-cream ખાતા હોય છે. આ મજાક થોડી વાર ચાલી,

 

 

 

પછી નિશાંત બોલ્યો બધા એ દોસ્તી અને પ્રેમ કરી લીધો. હવે જોડીઓ જોડવાનો પ્રયત્ન કરવો પડશે? શક્ય તેટલા પ્રયત્ન કરીશુ,પછી જો માતા-પિતા નહી માને તો તેની મરજી ચાલવા દેવાની.?

 

 

 

ધૃવ કહે પણ એમ થોડુ હોય જિંદગીનું શું?એ જુસ્સાથી બોલ્યો..

 

 

 

નિશાતં કહે આપણી જિંદગી કરતા વધારે મહત્વ છે આપણા માતા-પિતાની જિંદગીનું, તેના પ્રેમનું તેના બલિદાનનું તેના આદરનું, તેની આબરુનું

 

 

 

પ્રિયા કહે નિશાંત, તુ નહીં સમજે, કેમેકે તે તો કોઇને પ્રેમ કર્યો જ નથી? પ્રિયાની વાતમાં એક પોઇન્ટ છે.

 

 

 

નિશાંત કહે તો શું થયુ? પ્રેમનું મહત્વ તો સમજુ છુ ને પ્રિયા? નિશાંતે પોતાનો જ પક્ષ લીધો.

 

 

 

ખુશી કહે જો એ પણ સમજતો હોત તો આવુ ન જ બોલે તુ?ખુશી એ પ્રિયાનો સાથ આપ્યો.

 

 

 

નિકિ કહે ok જે હોય તે. પણ એક રીતે જોઇએ તો નિશાંત ખોટો નથી.આપણે આપણા માતા-પિતાને દુભાવવા તો ન જ જોઇએ.નિકી ખૂબ જ સમજદાર છોકરી. પોતે ગમે તેટલી ફેશનેબલ હોવા છતાં પણ હજું કોઈના પ્રેમમાં પડી નથી....

 

 

 

હસ્તી કહે સાચી વાત છે,ચલો કોઇ idea કરો કે ગાડી turn માર્યા વગર જ સીધા રસ્તા પર સડસડાટ દોડી જાય.હસ્તી એ મુદ્દાની વાત કરી.

 

 

 

જેનીલ કહે yes;

 

 

 

નિશાંત કહે result લેવા માટે આવીએ એ પેલા એક week વહેલા તો આવવાનું જ છે ત્યારે એક પછી એકના ઘરે જઇશુ.માતા-પિતાને મનાવીશુ.

 

 

 

અયાન કહે no, હમણા 10-15 દિવસમાં જ

 

 

 

કિંજલ કહે હમ્મ્મ્મ્મ્મ્મ

 

 

 

અરમાન કહે right nishaant થોડો સમય જવા દેવો જરુરી છે.નહીંતર મમ્મી-પપ્પા કહેશે ભણ્યા કે લફરાં જ કર્યા.

 

 

 

હેતલ કહે = છે.એ પ્રેમને નહીં સમજે...હજુ આપણો દેશ પાછળ છે.બીજું મમ્મી-પપ્પા પણ શું કરે સમાજ શાંતિ જ ન લેવા દે.પ્રેમીપંખીડા ના છોકરાને ન બોલાવે,માન-સન્માન ન આપે,સંભળાવે,એમના છોકરા મોટા થાય ત્યારે પણ સમાજમાં રહેવા મુશ્કેલી ઉભી થાય.એવું સમાજ કરવી દે યા ફિર આપણા મમ્મી-પપ્પા આત્મહત્યા કરે એવું.

 

 

 

પ્રિયા કહે ok

 

 

 

નિશાંતની વાત સાથે બધા સહમત થયા. જમવા માટે sunflower hotel માં ગયા.પછી બધા રડ્યા પણ ખરા, અને એકબીજાને સાંત્વન આપી; પેકીંગ માટે હોસ્ટેલ ગયા. પેકીંગ પતાવી girls hostel જોડે બધા boys ગ્રુપના આવ્યા.હોસ્ટેલની આગળ બધાને મળી સાંજના 5 વાગે બધા પોતપોતાના ઘરે જવા નીકળી ગયા.

 

 

મંઝીલ મેળવવા આવ્યા હતા ને;

 

મંઝીલ અઘૂરી છોડી જતા રહ્યા .