અણધારી આફત-6 Yagnesh Choksi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અણધારી આફત-6

અણધારી આફત

Part - 6

મેડમ માયા એ ગુલાબી કલર ની સાડી પહેરી હતી ઉંમર માં તો મને પચીસેક વરસ જેટલી લાગતી હતી. એ એટલી રૂપાળી હતી કે મને એમ લાગ્યું કે હું સંગેમરમરની કોઈ મુરત સામે બેઠો છું. એના ગાલ અને ગળા પર લીલી નસો એક દમ સ્પષ્ટ જોઈ સકતી હતી. મને તો એવું લાગતું હતું કે એ કદાચ પાણી પીવે તો એ મને ચોખ્ખું દેખાય એવી પારદર્શક એની ગરદન. એક દમ ટ્રાન્સપેરટન્ટ સાડી એને પહેરી હતી જેમાંથી એનું રૂપ ઉછાળી ઉછાળી ને બહાર આવા માટે માંથી રહ્યું હતું. એવા માં મારી નજર એના વ્રક્ષ સ્થળ પર ગઈ. એક દમ મસાલદાર અને એના બ્લાઉસ માંથી અડધા બહાર અને બાકી નો ભાગ જાણે ગમે ત્યારે એક જેલ બોલ ની જેમ ઉછાળી ને બહાર આવા માટે તૈયાર. . . કેબીન માં પણ એને રેડ અને યેલો લાઈટ રાખેલી. હું મન માં જ બોલી ગયો ઓહ માય ગોડ. મેં કદાચ મેડમ માયા ને જોઈ ના હોત તો હું આવુજ માનત કે દુનિયામાં હોલિવૂડ પિક્ચર માં કે વિદેશ માંજ માખણ જેવી છોકરીઓ હોય. મારું મોઢું કૂતરાની માફક ખુલ્લું હતું અને લાળ જાણે પાડવાની તૈયારી હતી. એવા માં મેડમ માયા જે હજુ મારી સામે જોતા નહતા પણ લેપટોપ માં જાણે કઈ શોધી રહ્યા હોય એમ ડોળા ફાડી ફાડી ને જોઈ રહ્યા હતા. મને મને અચાનક કીધું હા મિસ્ટર ચોક્સી બોલો આપણી સુ મદદ કરું. મનમાં તો ઈચ્છા થઈ કે લગ્ન કરી લે મારી સાથે? બસ આ ઈચ્છા છે પણ સમય સંજોગો આપડી જોડે નહતા એટલે સીધા મુદ્દા પર આવ્યા જેના માટે હું આવેલો.

મેં પૂછ્યું મેડમ તમને મહેશ વિશે ખ્યાલ છે? તો એને મારી સામે જોઈને કીધું હા એને અમારા દસ લાખ રૂપિયા જુગાર માં ઉડાવી દીધા મને એક વાત પર ધ્યાન ગયું કે આ મેડમ માયા ને એના દસ લાખ ગયાનો અફસોસ છે પણ એને મહેશ ના મારવાનો ગમ નથી. એમાં એને કીધું હા મને એની આત્મ હત્યા ના સમાચાર સાંભળી ને દુઃખ થયું. મેં પ્લાન્ટ વિઝિટ કરવા પરમિશન માંગી એને મને અનુમતિ આપી અને થોમસ ને કોલ કરી અને મને પ્લાન્ટ બતાવ માટે કીધું. હા તો ચોક્સી આપણી બીજી કોઈ મદદ કરી શકું. હું આજે દમણ કામ થી જવાની છું અને એકાદ વિક કદાચ ત્યાંજ હોઈશ. એટલે મેં કીધું ના પણ હા આપડે દમણ માં જરૂર મળીશુ હું પણ ત્યાંજ મારા એક ફ્રેન્ડ ના ત્યાં રોકાયેલો છું. શૌયર, મેડમ માયા એ મારી સામે જોયું અને એ ઉભી થઈ એક દમ જોરદાર મોઢા માંથી સી. . . . . . . . . . . . . સ નીકળી જાય એવું એની રૂપ. એવા માં થોમસ આવ્યો અને મને પ્લાન્ટ ની શેર પર લઈ ગયો.

હું આમતો કોમર્સ નો માણસ એટલે આ ડ્રગ્સ અને કેમિકેલ માં ટપ્પો ના પડે પણ હા મારી વંચાવની આદત ખૂબ હતી અને મેં ઘણા ડ્રગ અને દાણચોરી,થ્રિલર, અને સસ્પેન્સ વાર્તાઓ ખૂબ વાંચી હતી. થોમસે મને પ્લાન્ટ ની અમુક હિસ્સા ની મુલાકાત કરાવી.

મોટા મોટા બોઇલર અને પાઇપો અને એવું બધું આપડા મગજ માં ના બેસે રો મટેરીઅલ માં થોડી પ્લાસ્ટિક ના કેરબા એના પર લખલે નામ હું વાંચતો હતો. એક બે નામ મેં સાંભળેલા કે વાંચેલા લાગ્યા પણ હું સૌર નહતો એને મેં થોમસ ને પૂછ્યું આ શું છે? તો ટોમસે કીધું આનો ઉપયોગ પૅન કિલર દવા બનાવ માટે થાય છે. પ્લાન્ટ ની મુલાકાત પર થી તો ત્યાં કોઈ શંકાસ્પદ લાગ્યું નહીં એટલે હું સીધો ગામ તરફ ગયો અને ત્યાં એક ચા ની લારી પર ચા પીતો હતો અને માયા ના વિચાર માં ડૂબેલો હતો. ચા લઈને એક કાકા આવ્યા. અને ગામઠી ભાસા માં મને પૂછ્યું "ચો કણ જવું સે સાહેબ, કોના તા આયા સો" મને મન માં એક દમ વિચાર આવ્યો કે આ કાકા ને હું મહેશ વિશે પૂછી જોઉં કદાચ એ કઈ કહી શકે. અને માયા વિશે પણ આઇયા તો દિવસ દરમિયાન ઘણા લોકો આવતા જતા હશે કદાચ આ કાકા એ કોઈને તો કઈ વાત કરતા જરૂર સાંભળ્યા હશે.

એટલેમે એ કાકા ને એમનું નામ પૂછયું શુ નામ છે કાકા આપનું, ગાંડો- કાકા એ મારી સામે જોઈને કીધું ગાંડો નામસે મારું અને હું આ ગામનોજ શુ અને ઘણો સમય થી સા નો ધંધો કરુસુ. મેં કીધું કાકા હું ચોક્સી છું અને મહેશ નો મિત્ર. કાકા કે કયો મહેશ પેલો મારી ગયો સે એ. મેં કીધું હા કાકા એજ. તો ભાઈ તમે કેમ એટલા ટેમ પસે એને વાટ પૂછવા આયા સો. એટલે મેં કાકા ને એક દમ વિશ્વાસ માં લીધા બસ આપડા ને એજ તો અવડતુંતું અને મેં કાકા ને મહેશ વિશે અને એની સાથે બનેલા બનાવ વિશે માહિતી નીકળવાનો પ્રયન્ત કરવા લાગ્યો. મેં પૂછ્યું કાકે મહેશે મને ક્યારેય કીધું નહતું કે એ જુગાર રમે છે? તો ગાંડાકાકા એ કીધું જોવો ભાઈ આ મહેસિયો જુગાર નોતો રમતો એ ભલો માણસ હતો. તો મેં કીધું કાકા એને કે આત્મ હત્યા કરી. ગાંડાકાકા એ કીધું ભાઈલા એ છોકરો એવો નહતો એને આત્મ હત્યા નો કરી હોય. એને કોઈ છોડી નું ચક્કર પર નહતું અને એક દમ ભલો માણસ હતો એ ભાઈલા. મને તો લાગેશે પેલી માયા ડાયન એને ખાઈ ગઈ.

ડાયન સે સાહેબ એ ડાયન માયાબુન મેં કીધું એટલે ગાંડાકાકા મને સમાજ ના પડે એટલે ગાંડાકાકા એ કીધું કે માયા એક ગરીબ ઘર ની સોકરી હતી પેલા પણ એના રૂપના માયાજાળ માં એને મેંહોતા સાહેબ ને ભરાઈ દીધા. મેંહોતા સાહેબ એટલે હાલ ની "માયા ફાર્મસીટીકલ ના માલિક હતા. એને એ માયા ના પ્રેમ માં ઘેલા થઈ ગયેલા અને એમને આ માયાદિ સાથે પૈણી ગયા. એના થોડા સમય માં માર્ગ અકસમાત માં મેંહોતા સાહેબ નો આખો પરિવાર કાળ નો કોળિયો થઈ જ્યતા સાહેબ આ માયાદિ બચેલી. મેંહોતા સાહેબે લગ્ન પસી તરત કંપની નું નોમ બદલી નાખેલું સાહેબ અને હવે એ માલિક બની ને બેઠી સે. મને તો લાગેશે એનેજ મહેશ ને મરવેલો હશે.

હવે હું દુવિધા આ હતો કે આવું તો ના બની શકે દેખાવ માં સ્વર્ગ ની અપ્સરા હતી માયા. અને એ એવું ઘીનોનું કામ કેમ નું કરી શકે. છતાં ગાંડાકાકા ની વાત ના માનવામાં માટે મારી પાસે કોઈ કારણ પણ નહતો આમ પણ હું માયા વિશે કે એના પતિ વિશે ક્યાં કઈ જાણતો હતો એટલે મેં એની તપાસ કરવાનું વિચાર્યું. અને ગાંડા કાકા પાસે માયા ના મૂળ ગામ શાંતિપુરા તરફ નીકળી પડ્યો. ત્યાં જઈને મેં માયા વિશે ગામ ના લોકો પાસે માહિતી મેળવી તો જાણવા માંડ્યું કે માયા ની માં હજુ હયાત છે અને એ બીમારી થી પીડાય છે અને પથારી માં પડેલી છે પણ માયા એને મળવા નથી આવતી. એટલે મેં માયા ની માં પાસે માયા વિશે માહિતી મેળવા નો પ્રયન્ત કર્યો પણ માયા ની માએ એટલુંજ કીધું કે કોણ માયા અમે નથી ઓળખતા અને આંખ માંથી આંસુ નો ધોધ વહેવા લાગેલો અને એ કઈ બોલ્યા નહીં પણ એમનું મૌન અને આંસુ ઘણું બધું કહી જતા હતા. હું દમણ તરફ જવા માટે નીકળી ગયો અને હાઇવે પર કાર ચાલી રહી હતી. અને મારા મગજ માં વિચારો નું વંટોળ હતું એકતો સીમા નું મોત,ઉપરથી એની ફ્રેન્ડ મોનિકા ના મૌત નું અને એના પ્રેમી માંગીલાલ ના મૌત ની રહસ્ય અને રઘુ, એમાં વળી આ નવી વાત જાણવા માંડી માયા ની મગજ ખરેખર કામ કરતું બંધ થઈ ગયું અને હું વિચાર માં પડી ગયો કે આ બધા માં કઈકે તો છે અને એક બીજા સાથે કૈક તો સંબંધ છે. મેં નક્કી કર્યું કે હું માયા પર નજર રાખીસ અને સાથે પેલા મદનલાલ બાપુ ની તપાસ હજુ બાકી હતી. મોનિકા એ કેમ એના આશ્રમ માં કોલ કરેલો અને હું જેટલા લોકો ને મળ્યો એમાં મોટાભાગ ના લોકો ના ત્યાં આ બાપુ નો ફોટો કૈક તો ઈશારો કરી રહ્યો છે.