અણધારી આફત-7 Yagnesh Choksi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અણધારી આફત-7

Part-7

જે પણ હોય પણ રસ્તા માંથી મેં મારા એક સાથી દાર જય ને લેવાનું નક્કી કર્યું એ મને મદદ કરે તો જલદી કેસ સોલ્વ કરી શકાય. અને જય નું નામ આવતા હું મારી પાછલી જિંગદી માં ખોવાઈ ગયો જે સમયે અમે કોલેજ પૂરી કરી મેં અને જયે કેટલા હૉસ થી ડિટેકટિવે અજેન્સી ખોલી હતી. મને અને જય ને નાનપણ થીજ જાસૂસી વાર્તા ને જાસૂસી પ્રવૃત્તિ માંજ રસ હતો. અરે સ્કૂલ માં શાહ સાહેબ અને મોના મેડમ નું લફડું પણ અમેજ પક્ડયુંતું. મેં અને જયે અમદાવાદ ના સેટેલાઇટ વિસ્તાર માં એક નવી બનેલી ભવ્ય બિલ્ડીંગ માં ભાડા પર ઓફિસ રાખી અને અમારી એજન્સી ખોલી હતી. જ્યારે ખોલી હતી ત્યારે અમને એમ હતું કે જેમ હોલિવૂડ પિક્ચર માં ડિટેકટિવે કેશ સોલ્વ કરે છે એવું કામ આમને મળશે અને અમે ખૂન, મની લઉન્ડરિંગ જેવા મોટા મોટા કેસો સોલ્વ કરીશુ પણ અમારી ધારણા સાવ ખોટી પડી. કેશ તો મળતા હતા પણ નાના નાના જેમા અમારો ખર્ચો પણ નહતો નીકળતો. અને છ મહિના માં અમારે ઓફિસ શહેર ના જુના અમદાવાદ માં એક વાસ મારતી ગલી માં ઓફિસ ખોલવા મજુર થઈ ગયા. ઘરવાળા પણ હવે ટોકી ટોકી ને થાકી ગયેલા. જય પણ એક સિક્યુરિટી કંપની માં જોબ પર લાગી ગયેલો પણ મેં હજુ હિમ્મત નઈ હારેલી.

મેં જય ને કોલ કર્યો જય એક કેસ છે ઈનફેક્ટ સીરીઅલ મર્ડર કેસ છે અને મને લાગે છે. ખૂન ની પાછળ કૈક મોટા ગોટાળા કે મોટા કારસ્તાન માટે નું કારણ હોઈ શકે. તું મને મદદ કાર તો આપડે આ કેસ સોલ્વ કરીશુ તો રાતો રાત પ્રસિદ્ધિ મેળવી લઈશુ. જયે મને ચોખ્ખા શબ્દો માં ના પડી. મેં એને કીધું કે મદનલાલ બાપુ પણ એમાં સામીલ છે. જયે મને કીધું તું સુ બોલે છે તને કઈ ભાન છે? તું આટલા મોટા સંત માણસ પર આરોપ લગાવે છે. મારા ઘરે બધા આ બાપુ ને ભગવાન ની જેમા મને છે. જો ઘરે ખબર પડે કે હું આ બાપુ વિરુદ્ધ કઈ કરું છું તો મને જિંદગી ભર ઘર માં પગ નઈ મુકવાદે. તો મેં જય ને મારા કરેલા ઇન્વેસ્ટિગેશન ની માહિતી આપી. જય મારી પાસે હોય એમાં મને બે ફાયદા હતા એક તો એ કેમેસ્ટ્રી નો સારો જાણકાર અને એમે એક સાથે બે તપાસ એક સાથે કરી શકીયે. છેવડે જય માની ગયો અને હું એને લઈને દમણ તરફ નીકળી ગયા.

મેં દમણ પહોંચી ને જય ને મદનલાલ બાપુ વિશે માહિતી એક્ઠી કરવાનું કીધું એટલે બાપુ ના આશ્રમ અને પ્લાન્ટ પર સુ ચાલે એ બધું ભેગું કરવાનું કામ મેં જય ને આપ્યું જય એની સાથે કીટ પણ લાવેલો એટલે અમે જે સાધનો વસેલા એ કદાચ આજે કામ માં આવશે એવું લાગતું હતું. જેમા અવાજ સાથે વિડિઓ રેકોર્ડિંગ કરી શકાય એવા એક દમ નાના કેમેરા અને રાત્રે પણ આરામ થી ફોટો ખેંચી શકાય એવો કેમેરો, વગેરે વસ્તુઓ હતી. જય તરત એ કામ માં લાગી ગયો એના માટે મદનલાલ બાપુ ના આશ્રમ માં પ્રવેશ કરવો એકદમ આસાન હતો અને બધા ઓળખતા પણ હતા એ લોકો ઘણી વાર ત્યાં આવતા જતા હતા.

હું મનન ના ઘરે ગયો ત્યાં મનન તૈયાર થઈ રહ્યો હતો એટલે મેં કીધું ક્યાં જાય છે? મનને કીધું કે એ એક મિટિંગ અટેન્ડ કરવા જાય છે. જેનાથી એને બિઝનેસ માં ખૂબ મોટો ફાયદો થઈ શકે એમ છે. મેં કીધું કોની સાથે મિટિંગ છે તો એને કીધું. "માયા ફાર્મસીટીકલ" ની માલિક અને બીજા ઘણા છે. મનન પણ માયા ના વિચારો માં કદાચ ખોવાઈ ગયો. મેં મનન ને કીધું હું આવી શકું ત્યાં મિટિંગ માં તો મનને કીધૂના આ એક બિઝનેસ મિટિંગ છે તું ના આવી શકે. એટલે મેં પૂછ્યું સારું એતો કહે મિટિંગ ક્યાં છે? તો એને કીધું" રોયલ" હોટલ માં.

રોયલ હોટલ નું નામ સાંભળતા મારા કાન ઊંચા થઈ ગયા. મેં કીધું કેટલા વાગે છે મિટિંગ તો મનને જવાબ આપ્યો બે કલાક પછી. એટલે હું તરત મનને કહીને નીકળ્યો કે રાતે મળીશુ અને સીધો રોયલ હોટલ પર પહોંચી ને પેલા વેઈટર પાસે ગયો જેને મને બધી માહિતી આપી મેં એને પ્રેમ થી એને હેલો કીધું અને એનું નામ પૂછ્યું. એને કીધું પ્રેમ નામ છે મારું મેં એને મારી મદદ કરવા માટે કીધું અને મારી પાસે વધેલા થોડા ઘણા પૈસા માંથી બે પાનસો ની નોટ એને આપી એ ખૂબ ખુશ થઈ ગયો અને મદદ કરવા માટે રાજી થઈ ગયો. મેં એને કીધું પ્રેમ આજે અહીંયા કોઈ"માયા ફાર્માસિકલ" ની માલિકે મિટિંગ રાખી છે. તો પ્રેમ પણ જાણે માયા નામ સાંભતા બીજા ગ્રહ પર ચાલ્યો ગયો. એના વિચારો માં ખોવાઈ ગયો. મેં એને હચમકવ્યો ભાઈ પ્રેમ તારી લાગણીઓ થોડી કાબુ માં રાખ ભાઈ. તો પ્રેમ એ મને કીધું હા સાહેબ માયા મેડમ એ જયારે પણ આવે હુંજ એમ ની ખાતે ડરી કરું સાહેબ એમના રૂમ સર્વિસ માં પણ હુંજ જાઉં. મેં પ્રેમ ને બે ડીવાઈસ આપ્યા અને મેં એને કીધું કે એક માયા મેડમ ના રૂમ માં અને એક જ્યાં મિટિંગ થવાની છે ત્યાં ગોઠવી દે અને એવી જગ્યા એ રાખજે જ્યાં કોઈની નજર ના પડે એક દમ છુપાઈ ને પ્રેમે પહેલાતો ના પડી અને નોકરી જવાનો ડર હતો પણ મેં એને વધારે એક પાનસો ની નોટ આપી ને માનવી લીધો એ બંને દિવસ મારા ફોન સાથે કનેક્ટ હતા અને એ માં થતી બધી વાત હું એક દમ સરળતા થી સાંભળી શકતો હતો એટલે મેં રોયલ હોટલ ની રેસ્ટોરેન્ટ માં બેસી ને જમવા નો ઓર્ડર આપ્યો મિટિંગ ચાલુ થાવે હવે બઉ વાર નહતી.

થોડા સમય માં મને મારા ફોન માં બીપ અવાજ આવ્યો એનો મતલબ હતો કે પ્રેમે એનું કામ કરી દીધું હતું અને ડીવાઈસ બરાબર લાગી ગયું હતું. થોડા સમય માં મને અંદર આવેલા લોકો નો અવાજ સાંભળવા લાગ્યો અને મેડમ માયા ના મધુર સ્વર પણ આવા લાગ્યો થોડી વાર તો માખીઓ બણ બને આવે અવાજ આવતો હતો. ત્યાં મળે મેડમ માયા નો અવાજ સંભળાયો એને આવેલા બધા લોકો ને સંબોધ્યાં અને પોતાની કંપની અને અમુક દવાઓ નું કઈ એને પ્રેસનટેશન આપ્યું મને એમાં કઈ ખાસ રસ નહતો. અને અહીં આવેલા બધા લોકો નાની નાની પ્રાઇવેટ ફાર્મ કંપની ચલાવતા હતા. માયા ની ઓફર આ કંપનીઓ ખરીદવાની હતી. એને ખુલ્લી ઓફર મૂકી અને થોડા લોકો માની પણ ગયા. મને એ વાત તો સામાન્ય લાગી કે એમાં શું નવી વાત છે?નાની કંપનીઓ ને આમજ તો મોટી કંપની ઓ ખરીદે છે પણ મને એ વાત ગાળા નીચે નહતી ઉતારતી કે દમન જ કેમ?