અણધારી આફત
Part - 3
એટલે સામેની સ્ત્રી પોલીસ નું નામ સાંબળીને થોડી ઠંડી પડી ગઈ અને ડરી પણ ગઈ. એને મને કીધું કે માંગીલાલ ને કોઈ મોનિકા સાથે સંબંધ છે અને એ ઘણા સમય થી ઘરે નથી આવ્યો. મને એની વાત માં સચ્ચાઈ લાગી. હું ફરી થી હોટલ રોયલ માં ગયો અને પેલા વેઈટર પાસે જઈને માંગીલાલ બીજે ક્યાં હોઈ શકે એ જાણવું હતું. મેં વેઈટર ને કીધુકે માંગીલાલ તો ઘણા સમય થી એના ઘરે જતોજ નથી. પેલો વેઈટર થોડું હસ્યો અને કીધું સાહેબ આ માંગીલાલ ખુબજ રંગીન મિજાજ નો છે પડ્યો રેતો હશે એની કોઈ માશુકા જોડે એના ઘરે. મેં પેલા વેઈટર ને પૂછ્યું તું મને જણાવ એ ક્યાં હોઈ શકે. વેઈટરે કીધું કે મેં આવું સાંબળ્યું છેકે માંગીલાલે રંગરેલિયા માનવ માટે આશોપાલવ માં એક ફેલ્ટ રાખેલો છે. મેં એની પાસે એડ્રેસ લીધું અને મોનિકા વિશે પૂછ્યું.
મોનિકા નું નામ સાંભળી ને વેઈટર ના ચહેરા ના હાવભાવ બદલાઈ ગયા. એને કીધું મોનિકા અહીંયા રાત્રે ગાવા માટે આવતી હતી અને હું દિવસે આવું છું મને એના વિશે વધારે કઈ ખબર નથી મેં કીધું આવતી હતી એટલે એ હવે નથી આવતી પેલા વેઈટરે મને આજનું ન્યૂઝપેપર બાતવ્યું એમાં મોનિકા ના મૃત્યુ ના સમાચાર હતા. પેલા વેઈટરે મને ત્યાંથી નીકળી જવા માટે કીધું અને વિનંતી કરી તમે હવે મને વધારે સવાલો ના કરો મારે અહીં નોકરી કરવાની છે અને તમે કોઈને મેં આપેલી માહિતી વિશે કેતા પણ નહીં. હું ત્યાં થી સીધો આસોપાલવ ફ્લેટ વાળા માંગીલાલ ના અડ્રેસ પર પહોંચ્યો ત્યાં લોકો ની ભીડ જામેલી હતી અને પોલીસ ની ગાડીઓ પણ પડી હતી. મેં ઇન્સ્પેક્ટર રાઠોડ ને ત્યાં જોયો એટલે મેં ઇન્સ્પેક્ટર રાઠોડ પાસે જઈને પૂછ્યું સુ થયું છે અહીં. ઇન્સ્પેક્ટર રાઠોડ મને જોઈને ઓળખી ગયા એને કીધું કે માંગીલાલ નું કહું થયું છે. હું તો એક દમ સ્તબદ્વ થઈ ગયો. કોણ હશે ખૂની? અને કેમ કહું થયું હશે એ હજુ સમજાતું નહતું. મેં ઇન્સ્પેક્ટર રાઠોડ ને પૂછ્યું કઈ પુરાવા મળ્યા છે તો ઈન્સ્પેક્ટરે કીધું કે કઈ માંડ્યું નથી પણ તપાસ કરીશુ. અને ઇન્સ્પેક્ટર રાઠોડે માહિતી આપી કે મોનિકા એ ગળે ફાંસો લગાવતા પહેલા ઊંઘ ની ગોળીઓ ખાધેલી હતી મને થોડું અજીબ લાગ્યું કે કેમ એવું જો લટકવું જ હતું તો ઊંઘ માં થોડી લટકી શકે. ઇન્સ્પેક્ટર રાઠોડે એ પણ કીધું કે કેસ ને અમે આત્મહત્યા જાહેર કરી અને બંધ કરી દીધો છે તમે શહેર ની બહાર હવે જઈ શકો છો. એને મને સીમા વિશે પણ પૂછ્યું મેં કીધું સીમા મનન ના ત્યાં છે. એને મને પૂછ્યું તું અહીંયા સુ કરે છે?
મેં કીધું બસ એમજ આંટો મારવા માટે આવેલો મેં ઇન્સ્પેક્ટર રાઠોડ ને કીધું કે પેલી વાન કે વાન વાળા માણસો વિશે કઈ માહિતી બાતમી માંડી તો ઇન્સપેક્ટર રાઠોડે કીધું કે અમે એ ફેક્ટરી ની તપાસ કરી ત્યાં કોઈ નહતું અને ત્યાં કોઈ સાબૂત પણ નહતો. એટલે મેં કીધું કે તમે તમારી ગુનેગારો ની ફાઈલ બતાવો તો જો એ માણસ એમાં હોય તો મને ઓળખતા વાર નહીં લાગે આપડે એને શોધી શકીશુ. ઇન્સ્પેક્ટર રાઠોડ ને આ વાત ગળે ઉતરી એમે લોકો પોલિસ સ્ટેશન ગયા અને એમને મને બધા ગુનેગારોની ફોટા સાથે ની માહિતી વળી ફાઈલ આપી થોડા પણ ઉથલાવતા મારી નજર એક ફોટા પર અટકી ગઈ અને મેં ઇન્સ્પેક્ટર રાઠોડ ને કીધું આજ માણસ હતો જેને અમારા પર હુમલો કરેલો અને સીમા ને કિડનેપ કરેલી. ઇન્સ્પેક્ટર રાઠોડે કીધું અરે આતો રીઢો ગુનેગાર રઘુ છે. એના પર ચોરી અને બે નમ્બર ના માલ ની હેર ફેરી ના ઘણા આરોપો છો પણ પૂરતા પુરાવા ના આભવે એને વધારે સજા નહતી થતી. એને એ હમણાંજ જૈલ માંથી છૂટેલો છે. મેં કીધું રાઠોડ સાહેબ તમે એને શોધી કાઢો એજ આપડને મોનિકા ના ખૂન વિશે કઈ બાતમી આપી શકે. અથવા બને કે એનેજ ખૂન કર્યું હોય. ઈન્સ્પેક્ટરે પપેર માં એના નામ સાથે સમાચાર આપવાનું નક્કી કર્યું.
આ બધી વાત માં સાંજ પાડવા આવી હતી હું મનન ના ઘરે જવા માટે નીકળી ગયો. ઘરે પહોંચ્યો તો સીમા ઉઠીને નાહીને બહાર આવી હતી વાળ એના ભીના હતા. મારીતો સીમા પરથી નજર હતી રહી નહતી. કદાચ સીમા ને પણ હું જોતો હતો એ ગમવા લાગ્યું હતું. સીમા એ મને પૂછ્યું કે કઈ માહિતી માંડી મેં કીધું ના પણ હા મને એ વાત ની માહિતી માંડી છે કે મોનિકા ને માંગીલાલ જોડે સંબંધ હતા અને માંગીલાલ પહેલાથી પરણિત અને બે છોકરાનો બાપ હતો અને એની પણ હત્યા આજે જ થઈ છે. સીમા ને મોનિકાના માંગીલાલ સાથે ના આટલા નિકટ ના સંબંધ ની જાણ નહતી એટલે એ પણ ચોંકી ગઈ. મેં મોનિકા ને કીધું જો બંને નું મોત એક વાત તો સાબિત થાય છે કઈ તો દાળ માં કાળું છે. બને કે મોનિકા એ આત્મ હત્યા કરી હોય પણ માંગીલાલ નું ખૂન કોઈ કેમ કરે? આપડે એની તપાસ જરૂર કરવી પડશે.
અને હા,આપડા પર જે માણસ એ હુમલો કર્યો હતો એ આ વિસ્તાર નો એક નામચીન ગુંડો રઘુ હતો અને પોલિસ એની તપાસ કરી રહી છે તું ચિંતા ના કાર આ બધા પાછળ નક્કી કોઈ તો છે આપડે એના સુધી જરૂર પહોંચી જઈસુ તું નિશ્ચિન્ત રહે. એવા મા થોડી વાર માં મનન પણ ત્યાં આવ્યો મનને મેં માંગીલાલ ના મૌત અને રઘુ વિશે માહિતી આપી. રઘુ નું નામ સાંભળી મનન કઈ વિચાર માં પડી ગયો એટલે મેં એને કીધું ચલ યાર કઈ ખાઈએ અને પિયે હું આરામ કરવા આવેલો હતો એમાં આ અણધારી અફાટ માં ભરાઈ ગયો હવે સ્વભાવ પ્રમાણે વાત ના મૂળ સુધી પહોંચ્યા વગર ચેન પણ ક્યાં પાડવાનું હતું.
મનન અને મેં બહાર જવાનું નક્કી કર્યું કારણ કે સીમા એ બહાર આવાની ના પડી એટલે મનને એના માટે ઘરે જમવાની વ્યવસ્થા કરી આપી. અમે લોકો નજીક માંજ આવેલી એક હોટલ પર ગયા મેઈન રોડ દેખાય એમ કાંચ ની એક રેસ્ટોરન્ટ માં અમે જવાનો અને ડ્રિન્ક નો ઓર્ડર આપ્યો. કલાક જેવો સમય થઈ ગયો હશે એમે બંને વાતો માં પરોવાઈ ગયા ત્યાં મારી નજર અચાનક રસ્તા પરથી જતી વાન પર પડી અને એ વાન એક માણસ એટલે રઘુ ચલાવતો હતો હું સીધો બહાર ભાગ્યો પણ એટલા સમય માં તો એ વાન લઈને ત્યાં થી નીકળી ગયો એની સ્પીડ વધારે હતી પણ મેં તરત એને ઓળખી લીધો. પણ હું થોડો મોડો પડ્યો એ ત્યાંથી ભાગી ગયો. મેં મનન ને કીધું આપડે તરત ઘરે જાઉં જોઈએ અમે ઘરે પહોંચ્યા ત્યાં અંદર પ્રવેશ ના દરવાજા ની પાછળ ની લોન માં થાપા મરેલો હતો. અમે અંદર ગયા તો સોફા પર સીમા ની લાસ પડી હતી. એને કોઈએ ગોળી મારી ને મારી નાખી હતી.
મનને તરત રાઠોડ ને ફોન પર માહિતી આપી હું અને મનન બંને સદમામાં હતા મનન તો એટલે વધારે હતો કે એના ઘર માં આ ખૂન થાય હતું. રાઠોડ થોડી વાર માં આવી પહોંચ્યો એને તપાસ કરી અને અમારા પર સક કર્યો પણ સારું થયું કે અમે જે હોટલ માં જમવા ગયા હતા ત્યાં સી સી ટીવી કેમેરા માં આમેલોકો હતા એટલે અમે બચી ગયા નઈતો રાઠોડ તો અમને રિમાન્ડ પર લેવા આતુર હતો. પૂરી ખાતરી બાદ મેં રાઠોડ ને કીધું આમારા પર સક કરવાના બદલે તું પેલા રઘુ ને પકડ મેં એને હમણાંજ આ વિસ્તાર માં જોયો છે.