કોલેજ ટાઈમ્સ Vivek Chudasma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલેજ ટાઈમ્સ

કોલેજ ટાઈમ્સ એટલે કોલેજ ટાઈમ્સ! શાળા પૂરી કર્યા પછીનો તબક્કો એટલે કોલેજ ટાઈમ્સ….આપણા ઘણા જૂના મિત્રો છૂટા પડે , ઘણા બદલાવ આવે , એક નાનકડી અને સિમિત કહી શકાય તેવી દુનિયામાંથી ….પેલા કાર્ટૂનમાં બતાવે તેમ જાદુઈ અરીસામાંથી તદ્દન નવી દુનિયા તરફ પા-પા પગલી એટલે કોલેજ ટાઈમ્સ…...નવા નવા મિત્રો , નવું અને એકદમ તાજું જ ફ્રેન્ડ્ઝ સર્કલ , નાના ઓરડા જેવા વર્ગખંડમાંથી પરીવર્તન પામતો એ લેક્ચરરૂમ અને સાથે સાથે એ બધી જ મોમેન્ટ્સ કે તેને જીવવા કદાચ બીજી વખત ચાન્સ ના પણ મળે….એવી અદ્ભુત સમયનો એ કોલેજ ટાઈમ્સ…!!!

કોલેજનો પહેલો દિવસ હોય , કોઈ એકબીજાને ઓળખતા પણ ના હોય , એવામાં નવા મિત્રો બનાવવા કરવી પડતી જહેમત…..વળી અમુક વડીલ લોકો એમ પણ કહે કે,&જોઈને….ચકાસીને મિત્રો બનાવવા&.....ને વળી એમાં આજની જનરેશન એમ વિચારતી હોય….. મિત્રોની તો કાંઈ ચકાસણી કરવાની હોય , વળી?.....દરેક સાથે નિખાલસતાથી થતી વાતો…..એકબીજાને જાણવાની ઉત્કંઠા…..પછી બંધાતો એ મિત્રતાનો નવો જ સંબંધ!! પહેલા ક્યારેય ના મળ્યા હોય તો પણ કલાકો સુધી થતી એ વાતો જાણે જૂના જ મિત્રો હોય એ તરફ ઈશારો કરતી હોય એમ લાગે.

એમાં પણ જેમ જેમ સમય જાય તેમ અમુક જૂના મિત્રો પણ છૂટા પડવા લાગે….અને નવા મિત્રો આવતા જાય...એક નાનું ગ્રુપ બની જાય.પછી એ ગ્રુપમાં થતી ધીંગા-મસ્તી….ધમાલ….., કોઈકવાર રીસેસ સમયમાં ...કોલેજના કેન્ટીંગમાં જઈને ડેસ્ક પર ગોઠવાઈ જઈ ઓર્ડર કરીએ….અને એ ઓર્ડર આવે ત્યારસુધી વાતોના ગપાટા મારવાની પણ મજા આવે…..પછી જ્યારે નાસ્તો આવે ત્યારે જાણે વર્ષોથી ભૂખ્યા ના હોય ….એમ ટૂટી પડીએ….કોણ શું વિચારશે?...કેવું લાગશે..??..કંઈ જ વિચારવાનું નહીં…..બસ….જલસાથી એ નાસ્તાની મોજ માણવાની પણ મજા આવે…..કોલેજની આસપાસ જો કોઈ ફેમસ ખાણી-પીણીની શોપ હોય તો ત્યાં જઈએ નહીં ત્યારસુધી નાસ્તો ના પચે..!!

ક્યારેક તો નાનકડી ટ્રીપ ગોઠવાઈ જાય તો…..ભાવતુ હતુ ને વૈદ્યે કહ્યું ….એમ થાય…..બધા નીકળી જાય વિહીકલ્સ લઈને….ને વિહીકલ ચલાવાનુંય પાછું ૮૦ ની સ્પીડ પર...જાણે આપણા પપ્પાનો જ રોડ ના હોય! બીજી સૌથી વધારે મજા કોલેજ ટાઈમ્સને સાચવવાની આવે…..બરાબર ને !!!?.....એ દરેક ક્ષણે ક્ષણે કરેલી મોજ...કરેલો જલસો ….એ બધી જ ક્ષણોને…..મોબાઈલના ૧૬ મેગા પિક્સલના કેમેરાથી લઈને DSLRના...કેમેરામાં કેદ કરીને એને વારંવાર યાદ કરી જોઈ-જોઈને….એ પળોને યાદ કરવાની મજા જ કંઈક ઓર હોય છે…..એ ફોટાઓ જોઈને જાણે એ બધી જ ક્ષણોમાં ફરીથી એક લટાર મારી આવ્યા હોય એવું લાગે! એમાં પણ…..સેલ્ફી તો કંઈ સોસિયલ સાઈટ પર ચમક્યા વગર રહેતી હશે…..એ એક સેલ્ફી પર તો કેટલાય થમ્સ અપ...અને દિલ મળ્યા હોય છે...નહીં ! પછી અંદરોઅંદર બધાને બતાવીને બાળવાની પણ મજા આવે. કોલેજમાં એક સ્થળ એવું હોય જે હંમેશા જીવંત જ રહેતું હોય….એ છે ગાર્ડન !!.કેટલાય પ્રેમ પ્રકરણોનું સાક્ષી રહેતું એ ગાર્ડન….કેટલાય ફેસ્ટિવલ્સને સ્ટુડન્ટ સાથે ઉજવણી કરતું એ ગાર્ડન ! ખરેખર, ગાર્ડન ન હોત તો કદચ આજની જનરેશન એ ગાર્ડન માટે પણ બળવો કરે એવી છે…!!

એ ગાર્ડનના કોઈ એક બાકડા પર આખી ગેંગ ગોઠવાઈ ગઈ હોય અને ફિલ્મ જગતથી માંડીને….એડ્વેન્ચર્સ ગેઈમ સુધીની વાતોની એકદમ સિરીયસ ચર્ચા ચાલતી હોય...જાણે આપણી સંસદ દિલ્હીથી ઉઠાવીને એ જ સ્થળે શિફ્ટ કરી હોય એવું તંગદિલ વાતાવરણ હોય…..એકબીજા સામસામે પોતાની વાતને સાબિત કરવા દલીલો કરતા હોય… તો કોઈને ના ફાવે….સામે વાળી પાર્ટી બહુ હવામાં ઊડતી હોય એવું લાગે તો એ સંસદમાંથી વોકઆઉટ કરી ચાલ્યા જાય…...ને અંતે કંઈના મળે તો ઈન્ટેલિજેન્ટ માણસ ગુગલ ગુરુની મદદથી એનો જવાબ શોધી…..વાત પૂરી કરે…….બધી જ ચર્ચા પૂરી થાય એટલે પછી નજરો ફેરવે ગાર્ડનના ખૂણે ખૂણે….ક્યાંક તો...કો&ક છેડે તો એકાદ ટોળકી સુંદરિઓની બેઠી જ હોય!......પછી તો એકબીજાને કોમેન્ટ પાસ થાય… &જો પેલી દેખાય ને એ તારી ભાભી છે&....એ જ સમયે જો ત્યાંથી કોઈ એકદમ સુંદર...ફટાકડી છોકરી જતી હોય….તો & કેટલી સરસ આઈટમ છે &.....એમ કહેતા પણ ના ખચકાય…..પણ અંતે આ બધું માત્ર હળવાશ પૂરતું જ સિમિત રહે.

બધી કોલેજોમાં…. બે-ચાર પ્રોફેસર્સ તો એવા હોય જ કે જે બહુ જ ખડૂસ….હોય….આજની જનરેશન તો એમાં વળી આવા પ્રોફેસરનો તો ખુલ્લે આમ તિરસ્કાર...કરે….એમના લેક્ચર…. બંક….. બંક…. બંક…. વળી, અમુક પ્રોફેસર એવા ખુશ મિજાજી હોય….એવા મસ્તમૌલા ટાઈપ હોય કે એમના લેક્ચર છોડવાની ઈચ્છા ના થાય…..ખરેખર આવા પ્રોફેસર મળે તો ભણતર સુધરી જાય….પણ ખેર, હકીકત કંઈક અલગ બયાન આપે છે.

ફેબ્રુઆરીની શરૂઆત હોય…..જેની રાહ કોલેજીયન્સ….ગયા વર્ષની ૨૮ ફેબ્રુઆરીથી જ જોતા હોય….તે ૧લી ફેબ્રુઆરી જેમ જેમ નજીક આવે તેમ તેમ કોલેજોમાં નવા નવા ફેસ્ટિવલ્સની તડામાર તૈયારીઓ ચાલુ થઈ જાય.ફેબ્રુઆરી એટલે ઓનલી એન્જોયમેન્ટનો જ મહીનો !!!

અવનવા Days ની ઉજવણીઓ થાય….ચોકલેટ ડે, ટ્રેડિશનલ ડે, હગ ડે, વેલેન્ટાઇન્સ ડે….ને etc….બધા જ દિવસો પહેલેથી જ નક્કી થઈ ગયા હોય….અને નોટીસ બોર્ડ પર પણ લગાવાઈ ગયા હોય….પછી તો જલસો જ !!! એમાં પણ ટ્રેડિશનલ ડે હોય તો ઘણી ખરી કોલેજોમાં ડી.જે. મંગાવીને એ…..ય….ગરબાની રમઝટ બોલાવાતી હોય…...અસલ નવરાત્રી જ હોય તેમ લાગે !! બીજો મહત્વનો દિવસ એટલે વેલેન્ટાઇન્સ ડે….બરાબર ને !!?? એ દિવસે હજારો દિલ એકબીજાની સાથે નવા સંબંધમાં જોડાય (ખરેખર પ્રેમનો એકરાર કરવાનો કોઈ દિવસ જ નથી હોતો)....તો ક્યાંક કેટલાય દિલ અનએક્સેપ્ટ થાય…...પછી તો એની હાલત જોવા જેવી હોય….એ આઘાતમાંથી નિકળવા એ હનીસિંઘના સોંગ પરથી જગજીતસિંઘની ગઝલો પર આવી જાય.

ફેબ્રુઆરીમાં મોસ્ટ ઓફ બધી જ કોલેજોમાં ઈવેન્ટ્સનું આયોજન પણ કરવામાં આવે છે.આ ઈવેન્ટ્સ પણ શિક્ષણનો જ એક ભાગ છે.એ બહાના બિચારા સ્ટુડન્ટ્સ ક્રિકેટ અને ભણવામાંથી બહાર નીકળી બીજી નોન-ટેક્નિકલ ગેમ્સ તો રમે !!! આ ઈવેન્ટમાં પાર્ટિસિપેટ કરવાનો એક ફાયદો એ કે કોઈ ગેઈમમાં વિનર બન્યા તો રાતોરાત જાણે સ્ટાર બન્યાની ફિલિંગ આવે…!! બધા ઓળખતા થાય...અને વાહ વાહી મેળવી પોતાની જાતને ઘણોખરો સંતોષ તો આપી જ શકીએ.

આખા સેમેસ્ટરનો હિસાબ-કિતાબ કરવાનો સમય એટલે એક્ઝામ ટાઈમ્સ….બરાબર ઓગસ્ટ અાવે અને કોલેજોમાં ઈન્ટરનલ ની તૈયારીઓ થઈ જાય….હેમખેમ કરી ઈન્ટરનલને પાર કરતા હોઈએ ત્યાં ઓક્ટોબરમાં સેમેસ્ટરની એક્ઝામ આવી ચડે.એકદમ ફુલ પ્રેશર હોય….આખો સિલેબર્સ વાંચવાનો હોય...ટાઈમટેબલ આવી ગયું હોય…..અને અેક્ઝામની તૈયારી ચાલુ કરવાની હોય…..અમુક તો એવા વીરલાતો ( વીરલા કરતા તારલા વધારે સારો શબ્દ હશે ) ટાઈમટેબલ જોઈને પછી સિલેબર્સ શોધવા નીકળે ...બોલો !!

અંતે એ મહાયુધ્ધ માટે શસ્ત્ર સરંજામ તૈયાર કરી લીધા હોય...બધી જ બુક્સ….નોટ્સ….પેમપ્લેટ્સ ફેંદી ફેંકી મહેનત કરી કરીને એક્ઝામ આપે અને સારા માર્ક્સ પણ મેળવે છે.પછી રીઝલ્ટ આવે એટલે ગ્રુપમાં જેના સૌથી વધારે માર્ક્સ આવ્યા હોય એ પાર્ટી આપે…(જનરલી ગ્રુપમાં આવું જ બનતું હોય છે.)....મેકડોનાલ્ડ...અનલિમિટેડ પીઝા...અહાહા…..મજા મજા જ..!!!

કોલેજકાળ પૂરી થવાની તૈયારી હોય અને અંતે છેલ્લો દિવસ આવે ત્યારે આંખમાં આંસુ આવ્યા વગર રહેતા નથી…..આખા કોલેજ ટાઈમ્સ દરમિયાન કરેલી મસ્તી...મજાક….ઝઘડાઓને ગણી-ગણીને એને ફરી યાદ કરી….એકબીજાને ભેટી પડે છે...અને એનાથી મોટું પ્રમાણ કોઈ જ નથી… &દોસ્તી ખરેખર દિલથી નિભાવી છે...દિમાગથી નહીં&...પહેલા દિવસથી માંડીને છેલ્લા દિવસ સુધીમાં એકબીજા સાથે એટલી બધી ક્લોઝનેસ અાવી ગઈ હોય કે….જાણે એકબીજાથી છૂટા પડવાનું મન થતું નથી….પણ પરીવર્તન સંસારનો નિયમ છે….એને બદલી તો નથી શકવાના ને…!!...અંતે બધા જ એકબીજાને બાય કહીને છૂટા પડે છે…..અેક છેલ્લો શબ્દ &ફરી મળીશું&......એ તરફ ઈશારો કરે છે…..કે ભવિષ્યની કોઈને ખબર નથી હોતી….ખરેખર આ સુવર્ણકાળ આખી જીંદગીનો મહોતાજ બનીને રહી જાય છે….જે ક્યારેય ફરી પાછો આવતો નથી…!