સ્વદેશી સુખ. Vivek Chudasma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વદેશી સુખ.

આપણે આજે એક એવા દેશમાં જીવી રહ્યા છીએ કે જે ખુબ જ ઝડપથી પ્રગતિ કરે છે. દરેક ક્ષેત્રે અવનવા સંસોધનો કરી ઉંચાઈઓને આંબવા પ્રયત્નો કરી રહ્યું છે. મહદ્અંશે ભારત એમાં સફળ પણ રહ્યું છે. લગભગ આપણને જરુરી એવી બધી જ પ્રોડક્ટ્સનું ભારતમાં ઉત્પાદન થાય છે. તેમ છતાં આપણે વિદેશી વસ્તુઓથી એવા અંજાઈ ગયા છીએ કે આપણને એ વસ્તુ વગર ચાલે જ નહીં. પછી ભલે ને એ જ વસ્તુ ભારતમાં વિદેશની વસ્તુ કરતા લાખ ગણી સારી કેમ ના હોય !

વિદેશમાંથી આવતી એ બધી જ વસ્તુઓ પર અધધધ... ટેક્ષ લગાવી ભારતમાં વેચવામાં આવે છે. એની ખરીદીથી એમને જે નફો થાય એનાથી વિદેશીઓ એમની તિજોરીઓ ભરે છે. પણ,આપણને તો જે ગમે , ગમાડવા કરતા જે સારું દેખાય... લાગે... અને થોડા માણસો વચ્ચે આપણી એક સારી ઈમ્પ્રેશન પડે…. અને બે માણસ તમારા વખાણ કરે….. એવી વસ્તુ વાપરવાની એક ટેવ ( ટેવ કરતા એને કુટેવ કહેવું વધારે યોગ્ય ).. !! પછી ભલે ને જેનું જે થવું હોય એ થાય.

બીજી એક વાત તમે પણ કદાચ ઓબ્સર્વ કરી હશે….. આપણે બધા જ ટી. વી જોઈએ જ છીએ…. તો એમાં જે એડવર્ટાઈઝ આવે એ લગભગ મોટાભાગની વિદેશી પ્રોડક્ટ્સ પર જ હોય છે. એમાં ઘણું બધુ બતાવે છે... એક ઉદાહરણ આપુ તો, તમે જોયું હશે કે એક પર્ફ્યુમની એડવર્ટાઈઝ આવે છે એમાં એમ બતાવે છે કે એક માણસ બોડી પર પર્ફ્યુમ સ્પ્રે કરે તો થોડી છોકરીઓ એની ક્લોઝ આવે છે. આ કેટલુ સાચું છે અને કેટલુ ખોટું એ તો જે તે વ્યક્તિ ઉપયોગ કરતા હોય એમને જ ખબર…!! પણ આજ દિન સુધી મેં એવા કોઈ કિસ્સા જોયા નથી કે સાંભળ્યા નથી કે જેમાં પર્ફ્યુમની સ્મેલથી છોકરી આવે….. વિચારો તો ખરા એ વિદેશીઓ આપણને કેટલા બુદ્ધુ બનાવે છે…. અને આપણે પણ લાલચમાં આવી એ પ્રોડક્ટની ખરીદી કરીએ…... સાહેબ જો આવું ખરેખર બનતુ હોત તો કદાચ આજે જેટલા વાંઢા છે ને સમાજમાં એટલા ના હોત…. બધા ક્યારના પરણી ગયા હોત સ્પ્રે નાખી નાખીને…. !!!

એક બીજું ઓબ્ઝર્વેશન એવું કહે છે કે બધી જ વિદેશી કંપની એડવર્ટાઈઝિંગ માટે લેડીઝનો ઉપયોગ વધારે કરે છે. કારણ કે એ જોઈ લોકો એમની પ્રોડક્ટ તરફ આકર્ષાય... અને નફો વધે. આજે માથામાં નાખવાના તેલ થી માંડી પગના બૂટ સુધી બધી જ વસ્તુઓની એડવર્ટાઈઝિંગ માટે છોકરીનો ઉપયોગ થાય છે... ઈવન છોકરાની અંડરવેઅરની એડવર્ટાઈઝિંગ માટે પણ છોકરી.. !!! પછી એવા પ્રલોભનો આપે કે આ ફેસવોશ વાપરશો તો પંદર દિવસમાં ખીલ મટી જશે….. ગોરાપણું આવી જશે…હવે એને કોણ સમજાવે કે આ બધુ કુદરતી છે , ખીલ એના સમયે મટી જશે…. !! એટલી બધી લાલચ આપે અને પછી પ્રજા એની પાછળ ગાંડી…. !!

આવી કેટલીય વસ્તુઓ છે..... જેનાથી લોકોને લાલચ આપી..... પૈસા પડાવાય છે…. અને તમે જુઓ તો ખરા આપણે પણ એટલા બુદ્ધુ... કે એમની લાલચમાં આવી જઈએ અને વસ્તુ ખરીદી પણ લઈએ…... કદાચ એનાથી થતા નુકશાનની આપણને ખબર જ નથી એટલે!

આપણે કદી પણ એ વિદેશી વસ્તુઓથી થતા નફાની ગણતરી જ નથી કરી…. એ તો જે તે નાણાંમંત્રીનું કામ. . નહીં…!! એ બધી જ વસ્તુઓ જે વિદેશી છે એનાથી વિદેશીઓ કેટલાય રૂપિયા કમાતા હશે રોજના... પછી એ જ રૂપિયાના કારણે એવું બને કે એમના ડોલરની સામે આપણે રૂપિયો ઓછો અંકાય. દર બે દિવસે ન્યુઝપેપરની હેડ લાઈનમાં બોલ્ડ અક્ષરે પછી લખેલું આવે “ ડોલરની સામે રૂપિયો ગગડ્યો ”. ઈનડાયરેક્ટલી આપણે જ આપણા રૂપિયાથી રૂપિયાને નીચો દેખાડીએ છીએ.

સોનું..... આહાહાહા. . !!... “સોનું” શબ્દ સાંભળતા જ આપણી આંખ આગળ એનું ચિત્ર આવે અને કાન જાણે સફાળા બેઠા થઈ ગયા હોય એમ આપણું ધ્યાન ત્યાં કેન્દ્રિત થાય. મોટાભાગના લોકોને સોનાનો મોહ હશે,હશે ને હશે જ ! નો ડાઉટ, હોય પણ ખરા, વાંધો નહીં, આમ પણ જ્વેલરી જ છે ને શરીરને શૃંગારીત દેખાડે. જેટલું સોનું તમે વધારે પહેર્યું હશે એટલા જ લોકો તમને આકર્ષાશે..... કારણ સોનામાં ગજબનું આકર્ષણ હોય છે…. કદાચ એટલે જ આપણને એનો મોહ હશે…!

આપણે બધા જે સોનું પહેરીએ છીએ એ ક્યાંથી આવતું હશે ? સોનાની ખાણમાંથી…... હેં ને ! પણ ના , ભારતમાં તો સોનાની ખાણ જ નથી... તો ? તો, આ સોનું વિદેશમાંથી આવે છે. હા, વિદેશમાંથી જ. તમને થતું હશે આટલું બધુ સોનું ! હા... કારણ ભારતમાં જેટલો સોનાનો મોહ છે એટલો બીજે ક્યાંય નથી. એટલે જ સૌથી વધારે વિદેશીઓ સોના પર રોકાણ કરે પછી તગડો નફો મેળવીને એ... ય... લ્હેર. . પાણી ને જલસા…. !!

આમ જ , મોટાભાગની બધી જ વસ્તુઓ વિદેશી છે. એમાં પણ ચાઈનીઝ વસ્તુઓનું માર્કેટ પણ ઘણું મોટું છે એટલું જ સસ્તું પણ ખરું ! સસ્તું અને સારું ખરીદવાની મથામણ કરતા લોકો ચાઈનીઝ વસ્તુ પર વધારે ધ્યાન આપે. પણ એવી વસ્તુની એક કંડીશન એવી કે, “ ચલે તો ચાંદ તક નહીં તો શામ તક ”. આનો મતલબ એ કે ચાલે તો લાંબો સમય પણ ચાલે નહીં તો સાંજ સુધી પણ ના ચાલે. તો પણ આપણે તો ખરીદવાની જ !... . ભલે રીસ્ક લેવું પડે.

આવી સ્પર્ધાત્મક સ્થિતિમાં વધારે નફો મેળવવાની હોડમાં બધી કંપનીઓ ગળાકાપ હરીફાઈ કરતી હોય એમાં તાજી જન્મેલી એક સ્વદેશી કંપની બાજી મારી જાય ત્યારે એ વિદેશીઓના મોઢા પરના હાવભાવ જોવાની બહુ મજા આવે ! એ તાજી જન્મેલી કંપની એટલે “પતંજલિ”. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ વર્ષ થયા છે આ કંપનીને..... ને એમાં પોતાની અવનવી પ્રોડક્ટ્સ લોંચ કરીને બહુ જ ઓછા સમયમાં ભારતમાં વિસ્તારોમાં માર્કેટ બનાવનારી એ કંપની…. એ પણ પાછી સ્વદેશી ! અા બાબતમાં સૌથી વધારે આભાર માનવો હોય તો એક સો ને પચીસ કરોડ ભારતવાસીઓનો માનવો પડે..... જો આપણે જ પતંજલિની પ્રોડક્ટ્સને સ્વીકારી ના હોત તો કદાચ આજે જે લેવલ પર એ કંપની છે એ લેવલ પર ના હોત. એના કારણે જ એક શક્તિશાળી કંપનીના લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવી શકી છે.

થોડા વર્ષો પહેલા ડોલરની સામે રૂપિયાની કિંમત ₹72 હતી જે આજે ₹64 - 62 જેટલી છે..... એનું કારણ સ્વદેશી વસ્તુઓનો સ્વીકાર કરી એનું વેચાણ વધારી આપણા GDP અને અર્થતંત્રને મજબુત કરવામાં મહત્વનો ફાળો ભજવ્યો છે. આમ જ, આપણે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધારીએ તો કદાચ ભવિષ્યમાં ભારતનું અર્થતંત્ર ઘણું જ શક્તિશાળી હશે... મજબૂત હશે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. આ વાતનો અણસાર પણ હમણા થોડા દિવસ પહેલા મળી જ ગયો..... શેરબજારમાં સેનસેક્સ ૩૧૦૦૦ નો આંકડો આંબી ગયું…. જે આઝાદી પછી સૌથી મહત્તમ સપાટીએ હતો. એટલે જ તો એ વિદેશી વસ્તુમાંથી મળતા સુખ કરતા સ્વદેશી વસ્તુથી મળતા સુખમાં વધારે સંતોષ મળે છે.

આખા લેખનો સાર માત્ર એટલો જ કે વિદેશી વસ્તુઓ બને તેટલી ઓછી વાપરવી..... જ્યાર સુધી બની શકે…. આપણા દેશમાં જ ઉત્પન્ન થતી વસ્તુઓ પર વધારે રોકાણ કરવું..... અને ચાઈનીઝ મટીરિયલ તો બિલકુલ ન ખરીદવુ..... કારણ એ તો માત્ર છેતરપીંડી જ કરી... આપણને બરબાદ કરવાના કાવતરા જ ઘડે છે. તો ચાલો,સાથે મળી વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરીએ.