અધુરી-ઈચ્છા
ભાગ-૪
ANISH-CHAMADIYA
ડોક્ટર શર્મા એ કહ્યુ. "હા મીના નો ઈલાજ આજ હોસ્પિટલ મા થયો હતો. તેનો કેશ મારા જ હાથ મા હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે તેના માથાના ભાગે વધારે ઇજા થઈ હતી અને તેના લીધે જ તેના મગજ પર અસર થઈ હતી. ૩મહિના સુધી તો તે કોમા મા રહી હતી. જ્યારે તે કોમા માથી બહાર આવી તો તે રીમા નુ નામ લઈ રહી હતી. અમે લોકો એ તેના સંબંધીઓ ને શોધવા ની કોશિશ કરી પણ તેના કુટુંબ માથી કોઈ ની સાથે વાત ના થઈ શકી અને અમને જાણકારી મળી હતી તે મુજબ મીના ના માતા-પિતા અને નાનો ભાઈ પણ તે અકસ્માત મા મૃત્યુ પામ્યા હતા.મીના ને બીજુ કશુ યાદ ના હતુ. તેને યાદ હતુ તો માત્ર એક નામ રીમા. તે પોતાની યાદદાસ્ત ગુમાવી ચૂકી હતી..."
"તો પછી તેને રીમા નુ નામ કેમ યાદ રહ્યુ..." રાહુલે પૂછ્યુ.
"આવા કિસ્સા મા એવુ બનતુ હોય છે કે મગજ ના ભાગ મા ઇજા થતા દર્દી ની મેમોરી જતી રહે છે પણ અકસ્માત ની અમુક ક્ષણો પેહલા જે વાત થઈ હોય તેના અમુક અંશો યાદ રહી જતા હોય છે. અને તે જ અંશો દર્દી ની યાદદાસ્ત પાછી લાવવા મા મદદરૂપ થતા હોય છે..."ડોક્ટર શર્મા એ કહ્યુ.
"તો પછી તેને કઈ યાદ આવ્યુ...? મામા એ પૂછ્યુ.
"હા, તેની ૬ મહિના ની સારવાર પછી તેની યાદશક્તિ પાછી આવી અને તેને બધુ યાદ આવવા લાગ્યુ..." ડોક્ટર એ કહ્યુ.
"તેના કુટુંબ વિશે જાણકારી મેળવી હશે ને તમે...?" મામા એ પૂછ્યુ.
"હા, તેણે બધુ જણાવ્યુ, તેના કુટુંબ મા તેની માતા, તેના પિતા અને તેનો નાનો ભાઈ હતો. જે બધા અકસ્માત મા મૃત્યુ પામ્યા હતા. અને તે દિવસે તેઓ મીના ના લગ્ન કરવા જઈ રહયા હતા. બાજુના ગામમા રેહતા મોહન સાથે. તે એકબીજાને પ્રેમ કરતા હતા.
"મીના એ તેના અને મોહન ના પ્રેમ વિશે પણ બધી વાત કરી હતી..." મોહન સરકારી નોકરી કરતો હતો. સરકાર ના એક પોગ્રામ ના લીધે તે મીના ના ગામ આવ્યો હતો.સરકાર ના સફાઈ અભયાન ના કાર્યક્રમ હેઠળ ગામ ના સ્વચ્છ ઘર ના સભ્યો ને પુરસ્કાર આપી સન્માનીત કરવાના હતા. સરકારી અધિકારીઓ એ ગામના સરપંચ સાથે મળી ને પેહલા જ ગામ ના દરેક ઘરની મુલાકાત લઈ લીધી હતી. હવે માત્ર સ્વચ્છ ઘર ના સભ્યો ને સર્ટિફિકેટ આપી સન્માનીત કરવાના હતા અને પુરસ્કાર પછીથી સરકારી અધિકારી આવીને આપી જવાના હતા. બધી તૈયારી થઈ ગઈ હતી. ગામ મા એક નાનકડો મંડપ બાંધવામા આવ્યો હતો. સામે ની સાઈડ પર બે ટેબલ અને અધિકારી માટે અમુક ખુરશી ગોઠવવા મા આવેલી અને બીજી તરફ નીચે ગામના લોકો ને બેસાડવા મા આવ્યા હતા.
સરકારી અધિકારી એ ઊભા થઈ ને પોતાની વાત શરૂ કરી અને ગામના લોકો ના અને સરપંચ ના ગામ મા સ્વચ્છતા રાખવા બદલ વખાણ કર્યા. હવે સમય હતો સોવથી સ્વચ્છ ઘરના સભ્યો ના નામ ડિકલેર કરવાનો.
અધિકારી એ ગામના લોકો ને પૂછ્યુ. " શુ તમને ખબર છે તમારા ગામ મા સોવથી સ્વચ્છ ઘર કોનુ છે...?
ગામના લોકો ના મોઢે થી એક જ અવાજ આવી રહ્યો હતો...મીના ....મીના ....મીના.
"સાચુ કહ્યુ. આ અભિયાન મા વિજેતા છે તેનુ નામ છે મીનાકુમારી !..." અધિકારી એ કહ્યુ.
મીના નુ નામ બોલવામા આવ્યુ અને તેને આગળ આવવા કેહવામા આવ્યુ. ગામલોકો આજુબાજુ જોવા લાગ્યા પણ મીના ક્યાય નજરે ના ચડી. બીજી વખત મીના નુ નામ લેવામા આવ્યુ. હવે ગામ લોકો ની સાથે સાથે મોહન ની નજર પણ મીના ને શોધી રહી હતી. ત્યાજ પાયલ નો અવાજ આવ્યો ! છન...છન ...છન અને એક નાનો છોકરો ઊભો થઈને બોલ્યો તે રહ્યા મીનાદીદી. બધાની નજર જમણી બાજુ થી નાના નાના પગલે દોડીને આવતી મીના પર પડી.
લાલ અને લીલા રંગ ના ચણિયા-ચોળી પેહરેલ, કપાળ પર નાની અમથી ચાંદલી, ચેહરા પર હલકુ સ્મિત અને પાયલ ના મધહોશ કરી દેનાર અવાજ સાથે મીના ત્યા આવીને ઊભી રહી. કે સરપંચ બોલ્યા. "ક્યા રહી ગઈ હતી....?"
"અહિયા જ હતી કાકા..." મધુર સ્વર મા મીના એ જવાબ આપ્યો.
અને તેજ મધુર સ્વર સીધો મોહન ના દીલ મા ઉતરી ગયો. અધિકારી એ મીના ના હાથ મા સર્ટિફિકેટ આપ્યુ અને મીના ને અભિનંદન આપ્યા અને કહ્યુ. "તમને જે પુરસ્કાર મળવાનુ છે તે ૨ દિવસ પછી મોહન આવીને તમારા ઘરે આપી જશે, તમે મોહન ને બધી માહિતી લખાવી આપજો. મોહન તુ આમની બધી માહિતી ફોર્મ મા ભરી લેજે..."
પણ મોહને કઈ જ જવાબ ના આપ્યો. મોહન તો મીના ની સુંદરતા ને નિહાળવા મા મશગુલ હતો. " મોહન તને કહી રહ્યો છુ..." અધિકારી એ કહ્યુ.
"હા સાહેબ..." મોહને ટૂંક મા જવાબ આપી ને મીના ને બાજુના ટેબલ પર માહિતી આપવા માટે આવવા કહ્યુ. પછી મોહને ફોર્મ મા જરૂર પડતી બધી માહિતી મીના પાસે લીધી. મીના પણ મોહન ને એકી નજરે જોઈ રહી હતી. કેમ કે મોહન પણ દેખાવે સુંદર હતો અને સાથે સાથે હસમુખ ચેહરો અને મજબૂત બાંધો. કોઈ પણ છોકરી મોહન ને દીલ દઈ બેશે એવો તેનો દેખાવ હતો. બધી માહિતી લીધા પછી મોહને, મીના ને કહ્યુ. "જો તમારો નંબર મળી શકે તો સારુ ! તો હુ પુરસ્કાર લઈને આવુ ત્યારે તમને ફોન કરીને જાણ કરી દઇશ..." આમ કહીને મોહને, મીના નો નંબર મેળવી લીધો. અને મીના ને પણ મોહન ની વાત કરવાનો વિવેક સારો લાગ્યો એટલે તેણે નંબર આપી દીધો.
૨ દિવસ પછી મોહન પુરસ્કાર લઈને મીના ને દેવા માટે તેના ગામ ગયો અને તેણે મીના ને પેહલા જ ફોન કરીને જાણ કરી દીધી હતી. જેવો તે મીના ના ઘરે પોહચ્યો અને દરવાજા પર દસ્તક દીધી કે મીના એ તરત જ દરવાજો ખોલ્યો જાણે મીના, મોહન ની જ રાહ જોતી હોય તેમ.
" આવો..." મીના એ કહ્યુ. મોહન ઘર મા ગયો અને જઈને ખુરશી પર બેઠો, મીના પાણી નો ગ્લાશ ભરીને લાવી અને મોહન ને પાણી આપ્યુ. પાણી પીધા પછી મોહને પૂછ્યુ "ઘરના બાકીના સભ્યો ક્યા છે...?"
"તે બહાર ગયા છે..." મીના એ જવાબ આપ્યો.
મોહને પોતાના હાથ મા રહેલ પુરસ્કાર મીના ને આપતા બોલ્યો. "અભિનંદન મીનાકુમારી, તમે ખરેખર આ પુરસ્કાર ના હકદાર છો, જેટલુ સ્વચ્છ અને સુંદર તમારુ ઘર છે, તેટલા જ સુંદર તમે પણ છો..." આ સાંભળી ને મીના શરમાઇ ગઈ. થોડી વાર ઘર મા શાંતિ પ્રસરી ગઈ.
થોડીવાર પછી મોહન બોલ્યો " સારૂ તો હવે મારે નીકળવુ જોઈએ..."
"ફરી ક્યારે આવશો..." મીના એ કહ્યુ.
મોહન માટે તો આ એક જાતનો ઈશારો જ હતો. મોહન ને સમજતા પણ વાર ના લાગી. મોહન બોલ્યો "જ્યારે તમે બોલાવો..."
"જ્યારે તમારી ઈચ્છા થાય, આવી જાજો મળવા, પણ હા પેહલા ફોન કરી દેજો..." મીના એ કહ્યુ.
મોહન ને તો જોઈતુ હતુ ને મળી ગયુ. આમ મોહન અને મીના ના પ્રેમ સંબંધ ની શરૂવાત થઈ. ધીરે ધીરે બંને ની મુલાકાત વધવા લાગી. બંને એકબીજાને દિલોજાન થી પ્રેમ કરવા લાગ્યા.એકબીજાની સાથે જીવવા-મરવા ની કસમ ખાવા લાગ્યા.બંને ફોન પર કલાકો વાતો કરતા અને મોહન અઠવાડીયા મા એક વાર ગામ મા કોઈક બહાનુ નિકાળી ને મીના ને મળવા આવી જતો.
એક દિવસ મોહને મીના ને ફોન કરીને પોતાના ગામ આવવા કહ્યુ. રવિવાર હતો અને મોહન ને પણ છૂટી હોય એટલે બંને એ રવિવારે મળવાનુ નક્કી કર્યુ. મીના વસ્તુ ખરીદી કરવાનુ બહાનુ બનાવી ને મોહન ને મળવા ગઈ. બંને એ ઘણો સમય સાથે પ્રસાર કર્યો, ફિલ્મ જોવા ગયા, હોટલ મા સાથે જમવા ગયા, હોટલ મા જમતા જમતા મોહને, મીના ને કહ્યુ " આજે તને હુ મારૂ ઘર બતાવુ, જ્યા લગ્ન પછી તારે મારી સાથે રહવાનુ છે..."
આ સાંભળી ને મીના ખુશ થઈ ગઈ. બંને મોહન ના ઘરે જવા નીકળ્યા. અને હજુ તો બાઇક થોડીક જ ચાલી હતી કે વીજળી ના ચમકારા સાથે વરસાદે વરસવાનુ શરૂ કર્યું, વરસાદ મા ભીંજાતા ભીંજાતા ઘરે પોહચ્યા. મોહન એકલો રેહતો હતો. સરકારી નોકરી ના લીધે તે પોતાનુ ગામ છોડીને અહિયા રેહવા આવ્યો હતો. બંને એ ઘર મા પ્રવેશ કર્યો, મોહને ત્યાજ ખીતી પર ટિંગાતા રૂમાલ લઈને મીના ને આપ્યો. મીના ના કપડા પલળી ગયા હતા. પાણી ના લીધે મીના નો ડ્રેસ તેના શરીર ને ચીપકી ગયો હતો.આ દ્રશ્ય જોઈ ને મોહન કામુક બની રહ્યો હતો. તેણે મીના ને કમર થી પકડી ને પોતાની તરફ ખેચી.
"આ શુ કરો છો...?
"કેમ મારી પત્ની ને હુ પ્રેમ ના કરી શકુ...?
"પણ હજુ આપણા લગ્ન ક્યા થયા છે. અને લગ્ન પેહલા આ બધુ ઠીક ના કેહવાય..."
"તને મારા પર ભરોસો તો છે ને મીના...?"
"અરે એ વાત નથી..."
"તો શુ વાત છે...?, તને એવુ હશે કે આ બધુ થયા પછી હુ તારી સાથે લગ્ન નહીં કરુ..." મોહને ચાલાકી વાપરીને કહ્યુ.
"ના ના એવી વાત નથી, મને તમારા પર પૂરો ભરોસો છે, પણ આ બધુ લગ્ન પછી થાય તો સારૂ..."
"મતલબ કે તને મારા પર ભરોસો નથી...?" રીસાવાનુ નુ નાટક કરતા મોહન બોલ્યો.
"અરે યાર તમે આમ નારાજ ના થાવ, મને તમારા પર પુરો ભરોસો છે, અને હુ તમારી જ છુ, લ્યો હવે હુ તમને કોઈ વાત ની ના નહીં કહુ..." મીના!... મોહન ના નાટક મા ફસાઈ ગઈ.
શિકારી ને શિકાર મળી ગયો હોય તેમ મોહન!... મીના પર તાટક્યો. મીના ને પોતાની બાહો મા લઈને ચુંબન કરવા લાગ્યો. મોહન ના સ્પર્શ ના લીધે મીના પણ તેની બાહોમા પ્રેમ ના સાગર મા ડુબકી લગાવવા લાગી. થોડીવાર ના તોફાન પછી રૂમ મા શાંતિ પ્રસરી ગઈ અને બહાર પણ વરસાદે વિરામ લઈ લીધો એટલે મીના પોતાના ઘરે જવા નીકળી.
હવે આ કાયમ નુ થઈ ગયુ હતુ. દર રવિવારે મીના બહાનુ બનાવી ને મોહન ને મળવા જતી અને પછી બંને એકાંત નો લાભ ઉઠાવતા, પોતાની વાસના સંતોષતા અને તેને પ્રેમ નુ નામ આપતા. આમ જ દિવસો વીતી રહ્યા હતા. મીના હમેશા મોહન ને લગ્ન માટે કેહતી પણ મોહન કોઈ ના કોઈ બહાનુ બનાવીને લગ્ન ની વાત ટાળી દેતો.
તે દિવસે મીના ની તબિયત થોડી ખરાબ હતી. તે મોહન ને મળવા પણ નોહતી ગઈ. મોહન ના ઘણા ફોન આવ્યા પણ તબિયત સારી ના હોવાને લીધે અને દવાખાને ગઈ હોવાને લીધે મીના ની મોહન સાથે વાત ના થઈ શકી. ડોક્ટરે અમુક રિપોર્ટ કરાવાનુ કહ્યુ અને દવા આપી. બીજા દિવસે મીના અને તેની માતા રિપોર્ટ લેવા ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે મીના ને બહાર બેસવા જણાવ્યુ અને મીના ના માતા ને અંદર બોલાવ્યા અને જણાવ્યુ કે મીના પેટ થી છે. આ વાત સાંભળી ને મીના ની માતા ના પગ નીચે થી જમીન ખસી ગઈ.
ઘરે આવ્યા ત્યા સુધી મીના પૂછતી રહી કે શુ કહ્યુ ડોક્ટરે પણ તેની માતા એ તેને કઈ વાત ના કરી. ઘરે પોહચીને મીના ની માતા એ તેના પિતા ને આ વાત જણાવી. તેના પિતા નો ગુસ્સો સાતમા આસમાને પોહચી ગયો હતો. તેમણે મીના ને માર પણ માર્યો અને બોલ્યા કે " શુ ખામી હતી અમારી પરવરીશ મા કે તે અમને આ દિવસો દેખાડયા...?, કોનુ છે આ બાળક...?
"મોહન !..." મીના એ રોતા રોતા કહ્યુ, અમે એકબીજાને બહુજ પ્રેમ કરીએ છીએ. અને મોહન મારી સાથે લગ્ન પણ કરવાનો છે.
"તે તો અમને ક્યાય મોઢુ દેખાડવા લાયક ના રાખ્યા..." મીના ના પિતા એ કહ્યુ. અને મોહન નો નંબર માંગ્યો. પછી મીના ના પિતા એ મોહન સાથે વાત કરી. મોહન લગ્ન કરવા તો રાજી હતો, પણ તે અત્યારે બાળક રાખવા માંગતો ના હતો. તેણે મીના ને કહ્યુ કે હુ તારી સાથે લગ્ન કરીશ પણ અત્યારે આ બાળક પડાવી દે. પણ મીના બાળક પડાવવા તૈયાર ના હતી. પછી મોહન ને ઘણો સમજાવવા મા આવ્યો અંતે તે માની ગયો. મીના ના પિતા એ બંને ની સગાઈ અને લગ્ન એક સાથે જ કરવાનુ નક્કી કર્યું. અને બીજા જ અઠવાડિયે તેઓ મીના ને લઈને મોહન ના ગામ જવા નીકળ્યા અને રસ્તા મા તેમની બસ ને અકસ્માત નડ્યો. અને જ્યારે મીના ની સારવાર ચાલી રહી હતી ત્યારે.....
ક્રમશ