કર્મફળ jadav hetal dahyalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કર્મફળ

દ્રશ્ય : ૧

સુંદરભાઇ: “શાંતિલાલ આજે દસમી વાર ધક્કો ખાઇને ગયા. બિચારા નુ ઘર સરકાર ના રોડ પહોળા કરવા ના કામ માં દબાણ માં આવે છે એમ બતાવી ને નોટિસ આપી છે એ દિવસ થી ધરમધક્કા ખાય છે. આમે ય એનું ઘર તો દબાણમાં આવતું જ નથી. તો બિચારા ને શું કામ હેરાન કરો છો?”

રમણભાઇ એ મોઢા માં ભરેલા પાન ની પિચકારી મારી.

રમણભાઈ : તમને કેમ દયા આવે છે? તમેય આવા તો કેટલાય પાસે થી ખોટી રીતે રુપિયા પડાવ્યા છે જ ને. પેલા બિચારી વિધવા કે જે કચરા પોતા કરી ને જે માંડ પોતાના છોકરાઓ નું પુરુ પાડતી હતી. જેને નામે માત્ર એક નાનું મકાન હતું. એની પાસે થી ય આવી ધમકી આપીને પચીસ હજાર લીધા જ હતા ને!અને આ તો કંઇ એટલો ગરીબ ય નથી. કે હું એને એમ જ જવા દઉં. કમસે કમ એક લાખ તો લઇશ જ. ”

સુંદરભાઇ:તે હું ક્યાં ના પાડુ છુ. તમતમારે બે લાખ લેજો ને. પણ હું એમ કહું છું કે એને આ રીતે ધક્કા ના ખવડાવો. બિચારા ની તબિયત પણ સારી નહોતી લાગતી. મને એને જોઇને દયા આવે છે. ”

રમણભાઈ: “સારુ,તમે કહો છો તો નહિ ખવડાવુ. હવે આવશે તો રુપિયા ની વાત કરી દઇશ. એટલે એય છુટો ને હું ય છુટો. પછી રુપિયા ની બાબતે એડજસ્ટ કરવા નું ના કહેતા. ”

સુંદર ભાઇ: “તમતમારે જલ્સા કરો ને. એ બાબતે નહિ રોકું બસ. હવે એ વાત જવા દો તમારા ઘરમાં કેવું ચાલે છે એ કહોને!તમારી વહુ દિકરો તમારા થી દુર વડોદરા રહેવા જતા રહ્યાં હતાં એનું શું થયું ?”

રમણભાઈ: “અરે જવા દો ને એ વાત. આજકાલ ની વહુઓ કેવી હોય છે ખબર તો છેને તમને. અરે તમારી ભાભી અને એની વચ્ચેબ નાનો એવો ઝગડો થયો એમાં તો દિકરા ને કહી દીધું કે તમારે માતાપિતા થી દુર મારી સાથે એકલા રહેવું હોય તો જ હું તમારી સાથે રહીશ. નહિ તો પિયર થી ક્યારેય પાછી નહિ જ આવુ. એટલે એ મારા પૌત્ર અને મારા દિકરા બંને ને લઇને વડોદરા રહેવા જતા રહ્યાં. અને આજકાલ ના દિકરા ઓ ય વહુ ઘેલા કે પત્ની પેલા વ્હાલી લાગે. મા બાપ ભલે પડે ખાડામાં. પણ મારા સુકેતુ એ એક વાર ફોન પર કહ્યું હતું કે એ વહુને સમજાવશે. અને એક દિવસ એ ત્રણ ય જણ ઘરે પાછા આવશે. પણ હજુ સુધી તો એવું થાય એવું લાગતું નથી. પછી જેવી ભગવાન ની મરજી. ”

દ્રશ્ય :૨

કોન્ટ્રાક્ટર: “અરે ,રમણભાઇ તમે એક વાર ટેન્ડરના પેપર ઉપર સાઇન તો કરી આપો. તમારી ચાંદી જ ચાંદી થઈ જશે. પંદર લાખ તો આપીશ જ. ઉપર થી મલેશિયા જઇ ને તમારુ ફરવા નુ ,રહેવાનુ બધું મારા તરફથી. એ મારુ તમને વચન છે. ”

રમણભાઈ: “તમે જ્યારે મારા માટે આટલુ બધુ કરતા હોય. અને હું એક સાઇન ના કરી શકું. બસ એક વાત નું ધ્યાન રાખજો મારે ક્યાંય થી ફસાવા નું ના થાય. આજકાલ તો ગવર્નમેન્ટ પણ બહુ કડક થઇ ગઇ છે. અને ટેન્ડર કંઇ જેવુ તેવું નથી. બ્રિજ નું છે. તો માલ જરા સારી ક્વાલિટિ નો વાપરજો જેથી પાછળથી કંઇ થાય નહિ. ”

કોન્ટ્રાક્ટર : “ અરે તમે નકામી ચિંતા કરો છો. ઉપરસુધી મારુ સેટિંગ છે. અને બધા ય સાઇન કરી છે તો બધા કંઇ મુર્ખ તો નહિ જ હોય કે ફસાઇ ના જવાય એનું ધ્યાન ના રાખે. તમતમારે નિશ્ચિતપણે સહી કરી દો. ”

રમણભાઈ સહી કરી દે છે. અને કોન્ટ્રાકર કહે છે તમને તમારા રુપિયા તમારા ઘરે મળી જશે.

દ્રશ્ય :૩

થોડા દિવસ પછી………

રમણભાઈ ઘરે આવે છે. અને તેમની પત્ની વાસંતી બહેન એમને પાણી નો ગ્લાસ આપે છે.

વાસંતી બહેન : “ આજ સાંજે પાંચવાગ્યે એક ભાઇ અહિં એક બેગ આપી ગયો. ”

રમણભાઈ બેગ ખોલે છે. પછી એમાંથી રુપિયા કાઢી ને ગણે છે.

રમણભાઈ : “ હાશ,પંદર લાખ પુરા છે. ઘણાં દિવસો થઇ ગયા આ વાત ને એથી મને એમકે નહિ આપે કે શું પણ ના માણસ બાકી વચન નો પાક્કો ખરો. પંદર લાખ પુરા આપ્યા છે. ”

વાસંતીબહેન : “ તમને કેટલીવાર કહ્યું કે આ રીતે ખોટી રીતે રુપિયા ના લો. હરામ ની કમાણી કોક દિ બહુ આડી આવશે. ”

રમણભાઈ : “ અરે ગાંડી,હરામની કમાણી કઇને આ નું અપમાન ના કરીશ. ક્યાંક લક્ષ્મી નારાજ ના થઇ જાય. તને શું ખબર. તું સુકેતુ પર આધાર રાખી ને બેઠી છો. પણ એનો શો ભરોસો કાલ ઉઠી ને ના ય આવે. અને જો કદાચ એ વહુ ને આપણી સાથે રહેવા રાજી ના કરી શકે. અને વહુ જો પિયર જતી રહે તો પૌત્ર ને પાછો મેળવવા કેસ નહિ કરવો પડે. ત્યારે વકીલ ની જરુર પડશે. અને ત્યારે આટલા રુપિયા તો એની એક તારીખ માં જ જતા રહેશે. ”

દ્રશ્ય :૪

એક વરસ પછી…

રમણભાઈ ખુશ થતાં ઘરે આવે છે.

રમણભાઈ : “વાસંતી , ઓ વાસંતી ક્યાં જતી રહી સાંભળ તો ખરી. ”

વાસંતી બહેન : “ શું થયું તે આટલી બુમો પાડો છો મારા નામની. ?”

રમણભાઈ : “ અરે તું સાંભળીશ તો તું ય ખુશી થી નાચવા લાગીશ. એવા ખુશખબર છે. સાંભળ સુકેતુ નો મારી પર ફોન આવેલો. પહેલા તો એણે તને ફોન કરેલો પણ તે ફોન ના ઉપાડ્યો પછી એણે મને ફોન કરેલો. અને એ કહેતો હતો કે એણે સુજાતા ને આપણી સાથે રહેવા મનાવી લીધી છે. એની પેલી વખતના ઝગડા માં ય પોતાની ભુલ સમજાઇ ગઇ છે. અને એને એ વાત નો બહુ પસ્તાવો થાય છે. એથી સુકેતુ ,સુજાતા,અને આપણો પૌત્ર અર્ચન ત્રણેય રવિવારે ઘરે આવે છે. ”

વાસંતી બહેન : “શું કહો છો તમે. મને તો વિશ્વાસ જ નથી આવતો કે એ ઘરે પાછા આવે છે. હવે જો ઘરે આવે તો હું એમને જવા જ નહિ દઉં. આમે ય સુજાતા ઝગડો કરીને ગઇ હતી પણ મને મનમાં એમ થતુ હતુ કે એ એટલી ખરાબ નથી. જરુર એ પાછા આવશે એવો મને વિશ્વાસ હતો. ”

રમણભાઇ : “જો હવે આવે તો જે થઇ ગયું એને યાદ ના કરતી. અને વહુ ને માફ કરી દેજે. ”

વાસંતીબહેન: “તમને શું હું ઝગડાળું લાગું છું ?આટલા વરસ રહ્યાં ક્યારેય ઝગડો કર્યો તમારી સાથે?”

રમણભાઈ : “ના ના એવું નથી કહેતો. પણ સાસુ વહુ ની વાત માં તો હવે વહુ ને ખબર. ”

દ્રશ્ય :૫

રવિવાર નો દિવસ……

રમણ ભાઇ ચિંતા માં આંટા માર્યા કરે છે. અને વાસંતીબહેન ય ચિંતાતુર જણાય છે.

રમણભાઈ : “કેમ આ લોકો હજુ સુધી ના આવ્યા ? કાલ સાંજે તો ફોન કરીને કહ્યું હતુ કે નીકળી ગયાં છે. એ હિસાબે તો અત્યારે પહોંચી જવું જોઇ એ. ”

વાસંતીબહેન : “ તમે ફોન તો લગાડી જુઓ પુછો કે હજુ સુધી કેમ ના આવ્યા?”

રમણભાઈ ફોન લગાડી જુએ છે.

રમણભાઈ : “ફોન એમનો લાગતો નથી કેમ કરી ને ખબર પડે?”

વિપુલભાઇ ઘરમાં હાંફળાફાંફળા થતાં આવે છે.

વિપુલભાઇ : “એ રમણભાઈ ,તમને કંઇ ખબર છે કે નહિ. સાબરમતી નદી પર બનેલા મોટા બ્રિજ થી થોડે દુર નાનો બ્રિજ નહોતો કે જેને બને આઠ નવ મહિના માંડ થયા છે. એ ધરાશાયી થઇ ગયો અને એમાં પચ્ચીસેક જણા નું મોત થયું છે અને કેટલાયે ઘાયલ થઇ ગયા છે. ”

આ સાંભળી ને રમણભાઈ ટીવી ચાલુ કરે છે અને એમાં ન્યુઝચેનલ કરે છે જેમાં એ સમાચાર આવતા હોય છે. નીચે ની પટ્ટી માં મ્રૃતકો ના નામ આવતા હતા.

વિપુલ ભાઇ: “બધા રિશ્વત લઇને ટેન્ડર પાસ કરતા હોય પછી આમ જ થાય ને!”

રમણભાઈને થોડી શરમ આવે છે. પણ ત્યાં જ અચાનક ….

વાસંતીબહેન ડરતાં ડરતાં : “એક મિનિટ ,જરા જુઓ ધ્યાન થી જુઓ તો મે કેમ આમાં સુકેતુ નુ નામ લખેલું જોયુ. ત્યાં મ્રૃતકો ના નામ ની યાદી માં. મને કદાચ સરખું ના વંચાયુ હોય. તમે જરા ધ્યાન થી જુઓ તો. ”

રમણભાઈ : “અરે તને આમેય નંબર છે તો તને ક્યાં સરખું દેખાવાનું હતું ?”

વાસંતીબહેન : “ મને નજીકના નંબર છે દુર ના નહિ. હવે ફરી થી યાદી આવે તો તમે જ વાંચજો. ”

ન્યૂઝ માં નીચે ની પટ્ટી માં યાદી ફરી થી આવે છે. ગ જણ ડર સાથે યાદી માં બધાનું નામ જુએ છે. જેમા પહેલા સુજાતા ,પછી અર્ચન અને છેલ્લે સુકેતુ નુ નામ લખેલું દેખાય છે.

આ જોઇ ને વાસંતી બહેન ત્યાં જ બેભાન થઇ જાય છે. અને રમણભાઇ એમને બીજા પડોશીઓ ની મદદથી હોસ્પિટલ લઇ જાય છે.

દ્રશ્ય :૬

થોડાદિવસ પછી……

વાસંતી બહેન કોમા માં જતા રહ્યાં છે અને રમણભાઈ એમની સાથે રડતાં રડતાં એકપક્ષીય સંવાદ કરે છે.

રમણભાઈ : “તું સાચું જ કહેતી હતી કે હરામ ની કમાણી એક દિવસ બહુ આડી આવશે. જો સાચે જ એ હરામની કમાણી આડી આવી. જે બ્રિજ નું ટેન્ડર પાસ કરવા માટેપ મે પંદર લાખ લીધા હતા. એ જ બ્રિજ ના ટુટી જવાથી મે પુત્ર, પુત્ર વધુ અને પૌત્ર ત્રણેય ને ગુમાવ્યા. એટલુ જ નહિ તને પણ ખોઇ દીધી. અને એ બ્રિજ ના ટુટી જવા થી જે તપાસ સમિતિ રચાઇ છે. એ બધા માં મારું જ નામ આવે મારા સ્ટાફ કર્મચારીઓ પણ મારી વિરુધ્ધ છે. કોઈ મારી મદદ કરવા તૈયાર નથી. કદાચ થોડા જ દિવસ માં મને સસ્પેન્ડ પણ કરી દે. હવે અત્યારે તો હું શું કરી શકું. કાશ કે મે તારી વાત પહેલા જ માની લીધી હોત. ”

થોડી વાર એ વાસંતી બહેન જોડે બેસે છે પછી નિરાશ વદને ત્યાં થી પાછા જતાં રહે છે.

માણસ અનીતિ નુ કામ કરતો હોય છે અને જ્યાં સુધી એના લાભ મળતા રહે છે ત્યાં સુધી એને બધું સારું લાગતુ હોય છે. ત્યારે તો માત્ર પોતાના સુખમાં જ મહાલતો રહે છે. એ માણસ ભુલી જાય છે કે જેમ એના કર્મ ના લીધે બીજા લોકો કારણ વગર બરબાદ થઇ જાય છે. એ જ રીતે એના પાપો નુ ફળ એના પોતાના ઓ એ પણ ભોગવવું પડશે.