ભાગ - 2
અલિશાની માતા એ અલિશાને કહ્યું તું જાણે છે તું કોણ છે?
હુ, તારી પુત્રી છું ....
"ના" અલિશા તું મારી પુત્રી નથી.
તું ઈશ્વરની પુત્રી છો..
અમારુ કામ તો ફક્ત તારુ ઘડતર કરવાનું હતું ...
અલિશા એ કહ્યું; ઈશ્વર કોણ છે?
ઈશ્વરએ છે કે જેમણે આ પુથ્વીનુ સજઁન કરર્યુ જેમણે માણસને બનાવ્યો .,,
અનેક નાના જીવ -જંતુને પૃથ્વી પર જન્મ આપ્યો..
જોવા માટે આંખ આપી!!!
સાંભળવા માટે તેમણે કાન આપ્યા ચાલવા માટે પગ, અને કામ કરવા માટે હાથ આપ્યા, આ બધી જ વસ્તુ ઈશ્વર આપણને આપી ..,
તો આપણે ઈશ્વર માટે કામ કરવુ જોઇને જીવનમાં?
"હા" માં
તું ઈશ્વરનું સંતાન છે..
ઈશ્વર તને પૃથ્વી પર કોય કાયઁ કરવા માટે મૉકલી છે...
જો તું ઈશ્વરને ગમતું કામ કરીશ તો ઈશ્વર તારા પર ખુશ થશે અને ઈશ્વર તારા કામમાં પુરે પુરો સાથ આપશે..,
ઈશ્વર ક્યારે મને દેખાયૉ નથી..
ઈશ્વર અનંત છે..
બધી જ જગ્યા પર છે
જો ઈશ્વર દેખાશે અલિશા તો માણસ તેની નિંદા કરશે...
આવો ઈશ્વર હોય? એમ કહીને લોકો તેને ધિક્કાર શે માટે ઈશ્વર દેખાતો નથી..
જેમ કોઇ બેટરીનો સેલ જોઇએ તો બહારથી તેમાં પાવર દેખાતો નથી...પણ તેની અંદર પાવર હોય છે
તેવું જ ઈશ્વરનું કામ છે...
તો હું ઈશ્વર માટે શું કરુ?
તું તારા જીવનમાં તારુ મનગમતું કામ કર કે ઈશ્વર તારા પર ખુશ થાય...
તું તારા જીવનમાં કોય સારુ કાયઁ કરીશ તો ઈશ્વર તારી સાથે જ રેહશે.,...
તો શું હું ઈશ્વરને પ્રાર્થના કરું તો ઈશ્વર મારી પ્રાર્થના સાંભળશે ..
હા, જરુર સાંભળશે કેમ નહી? અને તેનો ઉતર પણ આપશે...ઈશ્વર
તમે મને ઈશ્વર સાથે વાત કરતા શીખવશો
હા,કેમ નહી....અલિશા
અલિશા અને તેની માતા સવારમાં વહેલા તેના ઘરની બાહર રહેલ ગાડઁનમા જાય છે
અલિશા તું આ જગ્યા પર બેસ તું માંગીશ એ તને ઈશ્વર આપશે..
તું પ્રાર્થના કર..
તારી પ્રાર્થનામા ઈશ્વર હશે એ તને પ્રેરણા આપશે..
ઈશ્વર તને જે જોયે તે વસ્તુ આપશે પણ તારે તેની પાછળ કમઁ કરવુ પડશે..,
જો તું તેની પાછળ મહેનત નહી કરે તો ઈશ્વર પણ નારાજ થઇ જશે..
તો તમે મને એમ કહેવા માંગો છો કે ઈશ્વર કહે તે કર...
"ના" અલિશા
હું એમ કેહવા નથી માંગતી
હું એમ કહેવા માગું અલિશા કે ઈશ્વર તારા શરીરમાં તને મનગમતી વસ્તું કરવાની શક્તિ મુકી છે તેને તું બહાર લાવ અને તે જ શકિત પર જીવનમાં તું આગળ વધ...
પણ "મા" એ શકિત જાણવી કઇ રીતે? એ તૉ કહે.
ઈશ્વર મારામાં કઇ શકિત મૂકી છે..
અલિશા તેના માટે તારે મહેનત કરવી પડશે..
તારે ધ્યાન કરવું પડશે...
ત્યારે જ તું જાણી શકીશ કે ઈશ્વર તારી અંદર કઇ શકિત મૂકી છે..
તું ધ્યાનમાં ઈશ્વર સાથે વાતાઁલાપ કર એ તને જવાબ આપશે જેથી તું બીજા લોકોનું કલ્યાણ કરી શકે..
તું જે કામ કર તે લોકાના કલ્યાણ માટે હોવું જોઇએ...અલિશા
લોકાના કલ્યાણ માટે કામ કરુ એટલે કે હું મારા માટે નહી બીજા માટે કામ કરુ..,
હા" અલિશા તું કોય બીજા માટે કામ કરીશ તો ઈશ્વર તને તારા જીવનમાં ખુશ રાખશે અને તું પણ જીવનમાં આનંદ અનુભવીશ .,
અલિશાને આટલીનાની ઉંમરમા વાત તેને ગળે ઉતરતી ન હતી પણ તે તેની માતા હતી તેની શિક્ષક હતી તે માનવા ત્યાર હતી તો મારે એવું કામ કરવુ જોયે કે મારા કામથી લોકોનું કલ્યાણ થાય અને મારા કામથી બીજાને પણ ખુશી મળે અને હું પણ ખુશ થાવ..
"હા" અલિશા
કાલે સવારે વહેલા તું ધ્યાન કરજે તને અંદરથી કોઇ કહી કઇ રહ્યું હશે..
તે બીજું કોય નહી પણ ઈશ્વર હશે..
અલિશા તું આમ કરજે,
અલિશા તું આ કરજે,
અલિશા હું તને આ બનાવા માંગુ છું,
મન તો ચંચળ છે તે બધી બાજુ ફરશે.
જેમ ઘોડાને કાબુ કરવા માટે ઘોડોસવાર તેનામા રહેલી બધી શકતી લગાવી દે છે.
તે ઘોડો... ઘોડોવારને મારશે?
ઘોડોસવારને ઉપરથી પાડશે,
પણ તે ઘોડોસવાર મનથી હારે નહી,અને ઘોડોને કાબુમા કરીલે ,
તે પછી ઘોડો ઘોડોસવાર કહે એમ કરવા લાગશે.
તારુ મન ભટકશે પણ તુ ભટકવા નહી દેતી તારા મનને ,થોડા સમયમાં તને ખબર પડી જશે કે તું શું કરવા માંગે છો...
તારું કામ તને મળતા જ ઈશ્વર તને કેહશે.
અલિશા તારે આ કામ કેમ અને કેવી રીતે કરવુ ,તું જીવનમાં શું બનવા માંગે છો..
અને ઈશ્વર તને શું બનાવવા માંગે છે..
અલિશા એ સતત ૩ મહિના સુધી સવારમાં વહેલા ધ્યાન કર્યું ..,
અલિશા ને અંદરથી કોઇ કહી રહ્યું હતું .,
અલિશા જીંદગીમા કોય એવી વસ્તુ નથી કે જે તુ નહી કરી શકે બસ તારી એક જ દિશામાં તે કામની શરુવાત કરવી પડશે,
તારામાં એટલી તાકાત છે કે તું કઇ પણ કરી શકે છો કેમકે તું એક ઈશ્વર મારી પુત્રી છો..,
અલિશા ને ઘણી વાર એવું પણ થતું શું ઈશ્વર હશે કે નહી..?
જો ઈશ્વર હોય તો મારી સામે આવી ને કેમ નથી કહેતો અલિશા તારે જીવનમાં આ જ કરવાનું છે અને આજ કામને વળગી રહેવાનું છે..
અલિશા સતત ત્રણ મહિના સુધી ધ્યાન કરયા પછી તે તારણ પર આવી કે...
હું ગરીબોના કલ્યાણ પાછળ મારી જીંદગી પસાર કરીશ...
હું મારા જીવનમાં એવું કામ કરીશ કે મારુ કામ મને ઉત્સાહ વધારે..
અલિશા એ સવારમાં જ તેની માં ને કહ્યું
માં હુ ગરીબોના કલ્યાણ પાછળ મારી જીંદગી પસાર કરીશ..,
મે ઈશ્વર સાથે વાત કરી માં...
ઈશ્વર મને કહ્યું તું ગરીબ માટે કામ કર તારા કામ સાથે હું જોડાશ...
અલિશાની માં પણ ખુશ થઇ ગઇ પણ એના માટે તારે કોય કાયઁ કરવુ પડશે અલિશા
વહાણ દરિયાકિનારે હંમેશાં સલામત હોય છે, પણ એ દરિયા કિનારે રહેવા માટે નથી સર્જાયુઁ
હા, મા મને ખબર છે..
હું તેના માટે હવે પુરે પુરી તૈયાર છું ..
ક્રમશ:
(લી-કલ્પેશ દિયોરા)