ભાગ - 6
અલિશા પાસે હવે ધીમે ધીમે ખુબ પૈસા આવવા લાગ્યાં હતાં.
અલિશા ક્યારેક રવિવારે ડેનીન સાથે ફરવા પણ જતી હતી.
અલિશાને કુદરત સાથે બહુ ગમતું હતું તેને નાનપણથી શોખ હતો..
અલિશા કુદરત સાથે ઘણીવાર વાત પણ કરતી,
અલિશા ડેનીનને કહેતી, તું કુદરતને સવાલ કરતો કુદરત તને જવાબ આપે જ.
અલિશા ઘણીવાર ડેનીનને કહેતી હું ઈશ્વર સાથે વાત કરી શકુ છું ડેનીન પણ અલિશાની વાત માનવા ડેનીન તૈયાર થતો નહી.
ડેનીન તું પણ ઈશ્વર સાથે વાત કરી શકે છો.
તારે જે જોઇ તે ઈશ્વર પાસે માંગ .
તને જરૂર ઈશ્વર આપશે..
સાચે.... !!! અલિશા ?
હુ ઈશ્વર પાસે કોઇ પણ વસ્તુ માંગું એ મને આપશે.
હા .! જરુર આપશે પણ ઈશ્વરને ગમે તેવું કામ હોય તો જ
હું ઈશ્વર પાસે ઘણા દિવસથી કઇક માંગવા માગું છું પણ મને એ નથી સમજાતુ ઈશ્વર મને હા પાડશે કે ના,
એવી તો કઇ વસ્તુ છે જે ઈશ્વર હા કે ના મા જવાબ નથી અપતા?
અલિશા હું તારી સાથે જીવન ભર રહેવા માંગું છું અલિશા હું તને પ્રેમ કરુ છું.
અલિશા થોડી વાર ચુપ રહી ..
ડેનીન તુ જાણે છે હું પગ વગરની સ્ત્રી છું .
મારી પર બળાત્કાર પણ થયેલો છે.
હું તને અંધારામાં રાખવા નથી માંગતી ડેનીન
માટે હું તને કહી રહી છું.
અલિશા હું જાણું છુ ...તારી એ વાત પણ હું એટલું જ જાણું છું અલિશા કે તું એક ઈશ્વરની પુત્રી છો ,
અને હું પણ એક ઈશ્વરનો પુત્ર છું.
ઈશ્વર આપણી સાથે છે.
પ્રેમ કોઇને દેખા દેખી કે ચેહરો જોયને નથી થતો.
અલિશા ડેનીનને ગળે વળગી પડી.
આઇ લવ યુ ડેનીન..,
અલિશા ગાડઁનમા જ ડેનીનને ચુંબન કરવા લાગી.
અલિશા અને ડેનીન આજ ખુશ હતા.
ડેનીન, તારે તારા માતા -પિતાને મળવું જોઇએ..
અલિશા મારા માતા -પિતા મને નાનપણમાં મુકી ચાલ્યા ગયા છે ઈશ્વર પાસે.
અલિશા તું ને ઈશ્વર બીજુ કોઇ મને આ દુનિયામા ઓળખતું નથી.
હું એ પણ જાણું છુ કે તારા માતા-પિતા આ દુનિયામા નથી.
હા" ડેનીન !
આપણે આમ પણ ઘણાં ટાઇમથી સાથે છીયે.
ડેનીન હું તને એ કેહવા માંગું છુ કે આપણે જુદી જુદી જગ્યા રૂમ રાખી એ ન પોહચાય..
તું શું કહેવામાગે છો અલિશા?
આપણે કોઈ સારુ ઘર ગોતી લેવું જોઇએ..
લગ્ન ?
મને નથી લાગતું ડેનીન ઈશ્વર સિવાય બીજું કોઇ આપણા લગ્ન જુએ.
આપણે બન્ને એ આજ અને અત્યારે જ સાથે રહેવાનો નિણઁય લેવો જોઇએ..
હા" અલિશા એ તારો નિણઁય યોગ્ય છે.
લગ્નનો ખચઁ કોઇ ગરીબને આપણે દાન કરીશું .
મુંબઇમા જેટલી ઝૃપડપટી છે તે બધીજ જગ્યા એ એક મહિના સુધી ટીફીન મફત જશે
પણ " પૈસા ડેનીન?
ભુલી ગઇ આજ અલિશા..!! ,તુ જ કહેતી હતી કે આપણે ઈશ્વરના સંતાન છીએ.
હા" ડેનીન ,અલિશાની આંખમાં આજ ઘણા સમય પછી આંસુ હતા.
આજ એ આંસુ દુ:ખના ન હતા,
કેટલી નવાઇની વાત છે માણસ -માણસને બદલી નાંખે છે.
થોડા જ દીવસો પહેલા જે માણસ ઈશ્વર પર ભરોસો નોહતો કરતો તે જ માણસ આજ
ઈશ્વર પર ભરોસાની વાત કરી રહ્યો હતો.
અલિશા અને ડેનીન એ એક સરસ મજાનું મકાન રાખયું ..
તે મકાનમાં જ રહેવાનું નક્કી કર્યૂઁ.
અલિશા અને ડેનીને એક મહિના સુધી ઝુપડપટીમાં મફતમા ભોજન આપું .
અલિશા અને ડેનીન તેનું વચન પૂરુ કર્યૃ.....
અલિશા ઘણા દિવસ પછી આજ રાત્રી એ નિંદર નોંતી આાવી રહી .
અલિશાને કોઇ કહી રહ્યું હતું ..
અલિશા તું જે કામ કરે છો તેનાથી હુ ખુશ છું પણ તુ જાણે છે..
દેશમાં હજી એવા હજારો લોકો છે તેને દિવસમાં એકવાર પણ ખાવાનું ભોજન મળતું નથી.
તો હું શું એ બધા માટે કામ કરું ,
હાં" અલિશા તું એ બધા માટે કામ કર..
તુ મારી પુત્રી છો..!!!!
હું તને કઇં નહી થવા દવ?
હું તારી સાથે છું અલિશા ,
ઈશ્વરનો અવાજ બંધ થતા જ અલિશા ઝબકીને જાગી ગઇ..
અલિશા એ ડેનીનને સ્વપ્નની વાત કહી,
તો આપણે શું કરી શકીએ.. અલિશા?
આપણે બીજી પાંચ હોટલ બનાવીશું ..
અલિશા તું ભાનમાં છો ને?
ગાંડી નથી થઇ ગઇ ને?
ના ડેનીન...!!! હુ ગાંડી નથી થય ગઇ પણ ઈશ્વર મને ગાંડી બનાવી દીધી છે.
ઈશ્વરમાં શ્રધ્ધા અને વિશ્વાસ હશે તો ગમે તેવું કામ હોય તે પુણઁ થય જાય ડેનીન.
કોઇ માનવી ઈશ્વરના દર્શને જાયતો સુ:ખ માંગે છે.
માનવીને પોતાના સુ:ખમા શ્રધ્ધા નથી..
કેટલી નવાઇની વાત છે.
મંદિરે જઇને ઈશ્વરને એ પ્રાર્થના કરવી જોઇએ કે હુ જે કામ કરુ તેમા ઈશ્વર તુ મારો સાથ આપજે..
અને તે કામમાં મારાથી કંઇ ભુલ થાયતો મને માફ કરજે.
જો તમે ઈશ્વર પાસે મંદિરમાં ભીખ માંગશો તો તમારામા અને મંદિર બાહર ઉભેલ ભિખારીમાં શું ફરક..રહેશે?
મારી વાત સમજી શકે છો ડેનીન તુ ?,
હા ,અલિશા !!
પણ ' અલિશા મને એ નથી સમજાતું એક માણસ મહેનત કરી આગળ વધે..અને એક માણસ મેહનત કરતો જ નથી..
બંને ઈશ્વરના સંતાન જ છે ને,
ડેનીન જે માણસ મહેનત કરે છે તેને ઈશ્વરમા સંપુણઁ શ્રધ્ધા હોય છે અને તે પોતાનું ગમતું કામ શોધી તેના જીવનમાં આગળ વધે છે ,પણ જે માણસને ઈશ્વરમા શ્રધ્ધા જ નથી..
ઈશ્વર કોણ છે?
હું કોણ છું ?
હું કયાથી આવ્યૉ છૂં ?
તે જાણતો જ નથી કે મે પૃથ્વી પર શા માટે જન્મ લીધો છે?અને હુ શું કરી રહ્યો છુ?.
તે કમઁ નહી કરી શકે .,
તેની સાથ ઈશ્વર ક્યારેય નહી હૉય..
પણ જે માણસ કહે કે કે હું ઈશ્વરનું સંતાન છું .
મારો ધમઁ એ જ છે કે હું મારા જીવનમા કમઁ કરી લોકોની સેવા કરું..
માનવી એ જાણવું જોયે કે ઈશ્વર આપણને કુદરતની એક અનોખી ભેટ આપી છે ,જંગલો ,પર્વતો ,ફળ ,ફુલ તે સુંદર છે..
એ જંગલોની સુગંધ માનવીએ માણવી જોઇએ..
ત્યારે જ માનવીને ઈશ્વરનો એહસાસ થશે.....
કોઇ વ્યક્તિના હાથમાં નથી કે તે ક્યારે અને કયાં સમયે મૃત્યુ પામશે..
માનવીને ઈશ્વર આપેલ દરેક ક્ષણ જીવી લેવી જોઇએ.
ઈશ્વર કદાચ દુ:ખ આપે તો એમ માનીને જીવનમાં આગળ વધવું જોઇએ કે મારા કરતા ઘણા બધા લોકોને વધુ દુ:ખ છે.
તેના કરતાતો હું મારા જીવનમાં સુ:ખી છું.
ડેનીન મારી પાસે બન્ને પગ નથી પણ હું કોઇ આંધળી વ્યક્તિને જોઊં છું .
મને અંદરથી ખુશી થાય છે કે ઈશ્વર મને દુનિયાને જોવા માટે આંખો તો આપી છે
ભલે મારી પાસે પગ નથી..
ડેનીન માણસને કોઇ પણ સમયમાં હાર માની બેઠું ન રહેવું જોઇએ.
કમઁ કરતું રહેવું જોઇએ..
હા" અલિશા .!!!,
ડેનીન હું તને એમ કહી રહી હતી કે આપણે લોકોની સેવા માટે આગળ વધવું જોઇએ..
હા,અલિશા...!!! તુ જે વાત કરી રહી છો એ હુ સારી રીતે હવે જાણવા લાગ્યો છુ.
અલિશા અને ડેનીનને માત્ર બે વર્ષમાં બીજી પાંચ હોટલ મુંબઇમા શરું કરી .,
તેમાથી જે આવક થાય તે ગરીબોને આપવાનું નક્કી કરું......
અલિશા આજ ઈશ્વરનો આભાર માનતી હતી.
અલિશા પાત્રીસ વષઁની હવે થઇ ગઇ હતી.
અલિશાના માં એ કહેલ એક એક શબ્દે તે જીવી રહી હતી.
ડેનીન અને અલિશા સરસ જિંદગી જીવી રહ્યા હતા.
આજે વાર રવિવાર હતો ડેનિન અને અલિશા દરેક રવિવારની જેમ આજે પણ કોઇ સારી જગ્યા પર જવાનું નક્કી કરુ.
અલિશા અને ડેનીન દરિયા કાંઠે પહૉંચ્યા,
ઈશ્વર કેવી અજબ દુનિયા બનાવી છે.
કેમ અલિશા તું આજ એવુ કહી રહી છે.
કેમકે ડેનીન હું તને જાણતી પણ નૉહતી એક સમયે અને આજ હું તને અનહદ પ્રેમ કરી રહી છું.
ઈશ્વર કેવી સરસ સૃષ્ટીનુ સજઁન કર્યૃ છે.
હા" અલિશા...!!!
પણ મારી જિંદગીથી હજી મને સંતોષ નથી ડેનીન..
મારું મન શાંત થવાનું નામ નથી લેતું ..
અલિશા સામે ડેનીન થોડી વાર જોય રહ્યો ..
તું શું કહેવા માંગે છો.?.
ડેનીન તને નથી લાગતું કે પૈસા કમાઈને ગરીબને હું આપું એમ દુનિયામાં ઘણાં લોકો ગરીબોને આપે છે.
આપણે તો ગરીબોને ફક્ત ભોજન જ આપીએ છીએ..
લોકો કપડા, મકાન, ઘણું બધું આપી રહ્યા છે.
કાલે હું મારા પગને ચેકઅપ કરવા માટે હોસ્પીટલ ગઇ હતી..
"ડેનીન "ત્યાં કોય ગરીબ માણસ ડોકટર પાસે ભીખ માંગી રહ્યો હતો..
તેની પત્નીની સારવાર માટે..
તે ગરીબ માણસની પત્નીના પેટમાં નવ મહિનાનું બાળક હતું ..
તે તડકામાં ભર ઉનાળે ડોકટર સામે આંસુ સારી રહ્યા હતા બન્ને લોકો. પણ " ડોકટર તેની સામું જોવા પણ તૈયાર નોહતો..
તેની કોઇ મદદ પણ નોહતુ કરી રહ્યું ..
અલિશા તો તારા તેની મદદ કરવી જોયે..
હા" ડેનીન મે તેની મદદ કરી..
અને ડોકટરને પૈસા પણ મે આપવાની વાત કરી..
ડોકટરે થોડીવાર પછી તેને દાખલ પણ કરી,પણ અફસોસ..
તે બાળક મૃત્યુ પામ્યું ..
ડેનીન મને ઘણુ દુ:ખ થયું ..
જે માતા એ નવ નવ મહીના સુધી પેટમાં રાખેલ બાળક થોડીક ક્ષણ અને પૈસાને કારણે મુત્યુ પામ્યું ..
જન્મતાની સાથે જ મુત્યુ પામેલ બાળક જોયને રડી રહેલ
માતાનું હું રુદન ન જોઇ શકી ડેનીન..
પણ મને થયું ડેનીન દેશમાં આવી ઘણી બધી મહિલાઓ ને ફક્ત પૈસાને કારણે બાળકનો જીવ ગુમાવવા પડતો હશે..
તો તુ એમ કહેવા માંગે છો ?કે આપણે તે બધી મહિલાઓની મદદ કરવી જોઇએ..
તો તું શું કરવા માંગે છો..અલિશા..!!!!!
હું એક સ્ત્રીને બધા જ પકારની સગવડ બાળકની ડીલીવરી સમયે મળી રહે તેવું એક સ્ત્રી સંગઠન ઊભું કરવા માંગું છું.
એક સ્ત્રી એ સ્ત્રી માટે એટલું તો કરી જ શકેને ડેનીન,
હા' અલિશા તારી વાત સાથે હુ સંમત છુ
અને તારે તે કરવુ જોઇએ..
અલિશા મુંબઇની દરેક હોસ્પીટલમા જઇ રહી હતી ત્યાં સ્ત્રીઓ સાથે વાત કરી સ્ત્રી સંગઠનમાં જોડવાનું કહી રહી હતી..
માત્ર છ મહીનામા અલિશા સાથે ૨૫૦૦૦ સ્ત્રીઓ જોડાણી..
અલિશા એ માત્ર છ મહીના મા એટલા પૈસા ભેગા કર્યા સ્ત્રી સંગઠન માટે કે અલિશાને પણ આજ વિશ્વાસ નોહતો આવી રહ્યો..
અલિશા ગમે ત્યારે ફોન આવે મદદ માટે દોડી જતી હતી..
અલિશા તેના જીવનમાં એક પછી એક કામ કરી રહી હતી.
અલિશા દરરોજ ઘણી બધી સ્ત્રીઓની મદદ કરી રહી હતી..
એક સ્ત્રીનો સૌથી મોટો ધમઁ એ છે કે તે આગળ જય કોય બીજી સ્ત્રીની મદદ કરે..
ભારત દેશમાં સ્ત્રી પુરષ પર રાજ કરે છે.
પણ કયા?
ઘરમાં જ ને?
જો સ્ત્રી ઘરમાંથી બાહર નીકળશે તો એ પણ દુનિયા બદલી શકશે..
પણ' આજ પણ સ્ત્રીને પુરુષ ઘરમા રાખવા માંગે છે..
તું આમ ન કરી શકે?
તારે આમ જ કરવાનું ?
તુ બહાર કઇ જઇ ના શકે..
આ બોલનાર પુરુષ છે.
પણ સ્ત્રી એ યાદ રાખવું જોઇએ કે મારી પણ જિંદગી છે.
મારી જિંદગી બીજાને અધારે શા માટે હુ જીવું
હુ પણ એક ઈશ્વરની સંતાન છું .
સ્ત્રીને ચાર દિવાલમાંથી બહાર નીકળું જોયે..
તો જ સ્ત્રીને ખબર પડશે કે દુનિયા કેવી છે
દુનિયાને ચલાવનાર કોણ છે..
જેમ પુરુષ તેના જીવનમાં કઇક કરી બતાવાવ સક્ષમ હોય છે તેમ સ્ત્રી પણ એટલી જ સક્ષમ હોય છે..
સ્ત્રીના અધિકારો હજી પણ લોકો છીનવી રહ્યા છે..
શું સ્ત્રી કાર ન ચલાવી શકે..?
શું સ્ત્રી પ્લેન ન ઉડાવી શકે..?
કરી શકે .. કેમ નહી..
સ્ત્રીમાં એટલી તાકાત છે કે તે કઇ પણ કરી શકે છે..
અલિશા જાણતી હતી હુ જીવનમાં હજી પણ ઘણું બધું કરી શકુ છું .
કેમકે ઈશ્વર મારી સાથે છે.......અને હું ઈશ્વરની સંતાન છુ.
અલિશા માટે હવે લોકોના કામ કરવા એ જ મોટામાં મોટો ધમઁ બની ગયો હતો
હુ કઇ પણ કરું પણ તે ગરીબની હીત માટે હોવું જોયે..
અલિશા અને ડેનીન આજ ચુપચાપ તેની ઘરની બાજુમાં રહેલ ગાડઁનમા બેઠા હતા.
અચાનક અલિશા એ કહ્યુ: હું નાનપણથી ભારતનૉ પ્રવાસ કરવા માંગતી હતી,
ડેનીન હું ભારતનો પ્રવાસ કરવા માંગું છું પણ તારા આ પગ વગર તને મુશ્કેલી પડશે..ના ડેનીન..
વૃદ્ધોનાં કમજોર શરીર,કાપંતા હાથ- પગ મને સંકેત આપે છે કે સમય એક સરખો રહેતો નથી...
સમય એક વાર ગયા પછી બીજી વાર કયારેય મળતૉ નથી
પગનો હોય તો પણ દુનિયામાં ફરી શકાય ડેનીન..
હા .. ..તારી વાત સાચી છે,
તું જઇ શકે છો. અલિશા
હું જાણું છુ અલિશા તુ જઇશ તો એક સારા કામ માટે જઇશ..અને ત્યાંથી ઘણું બધું શીખીને આવીશ..
હું આપણી ટીફીન સેવા અને હોટલ સંભાળી લઇશ..
થેન્કયુ..! ડેનીન .!.
અલિશા ડેનીનના ગળે વળગી પડી..
અલિશાનુ મન નોહતુ આ બધુ મુકીને હું પ્રવાસે જાવ..પણ આ બધુ ઈશ્વર આપેલ ભેટ છે..
આમાં મારી એક પણ વસ્તુ નથી..
અલિશા સવાર પડતા જ પ્રવાસની શરુવાત કરી..
અલિશા જાણતી હતી કે આ મારા જીવનનો મહત્વ પવાસ છે.
અલિશા જાણવા માંગતી હતી કે લોકોનું જીવન કેઊં છે..
ગરીબ લોકો તેનું જીવન કેવી રીતે વિતાવે છે.
સ્ત્રી –પુરુષના પ્રેમ લાગણીના અનુભવને
જૉવા હતા..
ઈશ્વર આપેલ પ્રાકૃતિક સૌંદર્યના દશઁન કરવા હતા,
અલિશા ના ચહેરા પર એક અનોખો ઉત્સાહ આજ દેખાય રહ્યો હતો..
લોકો જીવનમાં પૈસા કમાય છે..
તે પૈસાથી તેને જીવનમાં ઈશ્વર આપેલ પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ પણ માણવો જોઇએ..
ક્રમશ.....
(લી-કલ્પેશ દિયોરા)