Videsh - Lagn books and stories free download online pdf in Gujarati

વિદેશ - લગ્ન

વિદેશ - લગ્ન

આજે ઘર માં બધા એક દમ શાંત બેઠા હતા. કોઈ એક બીજા સાથે વાત કરતું નહતું. બધા ની આંખો રોઈ રોઈ ને સુજી ગઈ છે. સવાર થી બધા એમજ બેઠા હતા. ટીવી માં ન્યૂ ચાલુ હતા ગુજરાત ની અમદાવાદ ની છોકરી રાધા પટેલ નું રોડ અકસ્માત માં મૌત. આ ઘટના અમેરિકા માં બની હતી. અને રાધા ના ઘર માં માતમ છવાયેલું હતું. ફોન પર એમને તુષાર ની સંપર્ક કરવાનો ઘણી વાર પ્રયત્ન કરેલો પરંતુ તુષાર નો નંબર સ્વીચ ઑફ આવતો હતો. હવે એટલા દૂર વિદેશ માં અમને બીજું કોઈ જાણ પહેચાન નહીં એટલે કોની સાથે વાત કરે અને આ સમાચાર ની ખત્રી કરે. એમાં રાધા ની માં માલતી બોલી કે રાધા ને ક્યાં કાર ચલાવતા આવડતી હતી. અને એને એને ત્યાં જઈને કાર ચલાવતા શીખી તો એને ક્યારેય વાતચિત્ત માં કાર ચાલવાનો ઉલ્લેખ નહીં કરેલો. રાધા દરેક વાત કરતી હતી સવારે સાંજ ના જમવાની વાતો,નાસ્તા ની વાતો અમેરિકા ની વાતો. પણ એક દમ નાની નાની વાતો કરવા વળી રાધા એ એની જોડે કાર ચલાવનાની વાત કેમ નહતી કરી.

એવા માં રાધા ની મોટી બહેન નંદિની બોલી કે એને મારી સાથે પણ આ વાત નહતી કરી અને આજકાલ તો લોકો ને સોશ્યિલ નેટવૉર્કિંગ નો એટલો ક્રેઝ છે કે કોઈ પણ નાની વાત હોય ફોટો ક્લીક કરો અને સેર કરો એને વાત પણ નહતી કરી અને ફોટો પણ સેર નહતો કર્યો. અને નંદિની એ એના પિતા સામે જોયું એમની આંખો રોઈ રોઈ ને લાલ થઈ ગયેલી અને નીચે માથું કરીને બેઠેલા કદાચ પોતાની જાતને એ આ બનાવ માટે જિમ્મેદાર માનતા હતા.

બરાબર છ મહિના પહેલા આજ ઘર માં ખુશી નો માહોલ હતો. રાધા ના લગ્ન નો માહોલ બધા એક દમ ખુશ હતા અને વાતો કરી રહ્યા હતા કે રાધા એ જરૂર ખૂબ સારા કર્મો કાર્ય હશે પાછલા જન્મ માં એટલેજ એને તુષાર જેવો છોકરો અને મગનલાલ જેવા મોટા ખાનદાન માં લગ્ન થઈ રહ્યા છે.

રાધા નો પરિવાર એક માધ્યમ વર્ગ નો હતો. એના પિતા મોહનલાલ વધારે ભણેલા નહતા પણ ધંધા માં એમની સારી આવડત હતી એટલે એક દમ ગરીબી માંથી એ લોકો હવે સારી સ્થિતિ માં આવી ગયેલા. આપડા સમાજ માં આજે પૈસા થી માણસ ની ઈજ્જત નક્કી થાય છે. જેટલા પૈસા વધારે એટલી ઈજ્જત વધારે. એ વાત ની ખબર મોહનલાલ ને પૈસા આવાથી પડી જે લોકો મોહનલાલ ને બોલવતા નહતા આજે એમની ખુશામત કરતા થાકતા નહતા. મોહનલાલ ને વારસામાં પ્રામાણિકતા અને સંસ્કાર જ મળેલા.

રાધા દેખાવ માં એક દમ સુંદર હતી પૈસા હોવા છતાં એ ક્યારેય જીન્સ કે વેસ્ટર્ન કપડાં પહેરતી નહતી. એને વધારે સૌંદર્ય પ્રસાધનો નો પણ એ ક્યારેય ઉપયોગ કરતી નહતી. છતાં રાધા એટલી સુંદર હતી કે એને કોઈ એક વાર જોવે તો એ એને જોયાજ કરે. સુંદરતા અને સરળતા નો સમન્વય એટલે રાધા. સંસ્કારી અને એક દમ સમજદાર સ્ત્રી. કોઈ ના પણ ઘર માં જાય તો શોભા વધારે આવી.

રાધા માટે જ્યારે છોકરો જોવાનું ચાલુ કરેલું ત્યારે એના માટે ઘણા માંગા આવતા હતા. એમાં એમુક લોકો ને રાધા ની સરળ પસંદ નહતી સિટી માં રહેતા એટલે એમને એમ કે અમારા સર્કલ માં એ દેસી લાગશે. અને અમુક માં રાધા ને પસંદ નહતા આવતા. એમાંથી એને રાકેશ પસંદ આવેલો રાકેશ એક કંપની માં કામ કરતો હતો. દેખાવ માં સુંદર અને આપ બળે આગળ આવેલો. પરંતુ શહેર માં પોતાનું ઘર નહતું અને પરિવાર ઠીક ઠીક હતો એમની પાસે બસ હતું તો સંસ્કાર અને પ્રામાણિકતા,નીતિ. એ વાત મોહન લાલ ને ના ગમી એમને તો કોઈ પૈસાદાર ઘર માં રાધા ના લગ્ન કરવા હતા. એટલે મને રાકેશ માટે ના પાડી દીધી. રાધે એ પણ કીધું કે પપ્પા તમે કેસો ત્યાંજ હું લગ્ન કરીશ.

મોહન લાલે પૈસા ની તંગી ભોગવેલી એટલે એમને પૈસા ની કિંમત હતી. એને એ એમની વહાલ સોઈ દીકરી ને ખુશ જોવા માંગતા હતા. એવા માં તુષાર ની વાત આવી તુષાર અમેરિકા માં છેલ્લા પાંચ વર્ષ થી રહેતો હતો અને ઇન્ડિયા માં ક્યારેક આવતો. વળી તુષાર મોહનલાલ ના એક મિત્ર ના મિત્ર હતા એટલે એ પ્રસંગો પાત મળતા હતા. એમને તુષાર ને નાનો હતો ત્યારે જોયેલો. એ લોકો ખૂબ પૈસાવાળા હતા એ મોહનલાલ જાણતા હતા.

મોહનલાલ તુષાર ની વાત થી ખૂબ ખુશ હતા એમને વિડિઓ ચેટિંગ માં તુષાર અને રાધા ની વાત કરાવેલી અને બંને એ એક બીજા ને પસંદ કરેલા તુષાર બે મહિના પછી ઇન્ડિયા આવાનો હતો એટલે બંને પરિવારે ગોળ ધાણા ખાઈને વાત નક્કી કરી અને તુષાર આવે એટલે લગ્ન કરી લેવાનું નક્કી થયું. રાધા અને તુષાર આ બે મહિના ના ગાળા માં ફોન પર વાત કરતા બસ રાધા ને તુષાર વિશે કઈ માહિતી નહતી પરંતુ રાધા એ તુષાર ને બધી વાત કરી હતી એ રાધા ની દરેક વાત જાણતો હતો.

તુષાર ઇન્ડિયા માં આવેલો એટલે એકજ વીક માં લગ્ન હતા એટલે બંને વધારે ના મળી શક્યા અને લગ્ન એક દમ ધામ ધૂમ થી થઈ ગયા. મોહનલાલે એકદમ ધામ ધૂમ લગ્ન કરેલા અને તુષાર ના પિતા એ કરેલી બધી ડિમાન્ડ પૂરી કરેલી હા દરેક વસ્તુ, સજાવટ, હોલ,જમવાનું મેનુ અરે કોને કોને બોલવાના એ બધું તુષાર ના પિતાએજ નક્કી કરેલું ને. અને એમને એ પણ ડિમાન્ડ કરેલી કે તુષાર ને અમેરિકા માં મકાન લેવાનું છે તો પચીસ લાખ આપવા પડશે મોહનલાલે એ પણ આપેલા.

મોહનલાલ વિદાય ના દિવસે ખૂબ રોયેલા પણ એમને મનમાં એક શાંતિ હતી ચાલો છોકરી તો ખુશ થશે ને. મોહનલાલ ખોટું પણ ક્યાં વિચારતા હતા પૈસા થી જ ખુશી મળે છે ને આજ ના સમય માં. પૈસા હોય તો ખુશી ના હોય તો દુઃખી.

જે એવું હોય તો દુનિયાના દરેક પૈસાદાર ખુશ અને ગરીબો દુઃખી. પણ ઝુંપડ પટ્ટી માં રહેલા નાના છોકરો જેમના બદન પર ફાટેલા કપડાં અને છતાં એ લોકો કેટલા ખુશ રહેતા. કદાચ દુનિયાના સૌથી ખુશ લોકો એજ હશે. રોજ મજૂરી કરીને ખાવાનું કોઈ ભૌતિક વસ્તુ નો મોહ નહીં અને હોય તો પણ પૈસા ક્યાંથી લાવે. એટલે એ બાબત માં વિચારવાનુંજ નઈ. એક ટાઈમ જમવાનું મળે તો એમાં પણ ખુશ ખુશી ની અર્થ કદાચ એ લોકો જ સમજે છે. બાકી આજની આ ભૌતિક દુનિયામાં ભૌતિક વસ્તુઓ જ ખુશી આપે છે. અને ભૌતિક વસ્તુ પૈસા થી આવે છે. આજે ખુશી ની પરિભાશા પૈસા છે.

રાધા અને તુષાર અમેરિકા ચાલ્યા ગયા. રાધા રોજ ઘરે વાત કરતી એની વાત પરથી એ ખૂબ ખુશ જણાતી હતી. એટલે ઘર વાળા ખૂબ ખુશ હતા. એમ એક દિવસ તુષારે એને "કીધું કે એ ગે છે! " અને એક દોસ્ત છે માર્શલ. એની સાથે એને ઘણા વારસો થી સંબંધ છે. રાધા ને તો પેહલા આ વસ્તુ માં ઘેડ ના પાડી કે કોઈ પુરુષ ને બીજા પુરુષ સાથે આવા સબંધ હોય અને તુષાર તો એક દમ નોર્મલ જાણતો હતો. બંને વચ્ચે શારીરિક સંબંધ એક દમ નોર્મલ હતા તો આ માર્શલ નું શું લફડું છે?

રાધા એ તુષાર ને કીધું કે આપડે એક દમ સારી રીતે લગ્ન જીવન ભોગવી રહ્યા છીએ તો તું આ માર્શલ ને છોડી દે પહેલા જે થયું એને ભૂલીજા. તુષારે રાધા ને કીધું કે એ માર્શલ સાથે આખી જિંદગી જીવ માંગે છે પણ ઇન્ડિયા માં આવા સંબંધો ને કોઈ સ્વીકારી લે એ શક્ય નથી અને પરિવાર ની બદનામી પણ એમાં રહેલી છે એટલે એ એના ઘરે બદનામી ના કારણે આ વાત કરી ના શક્યો. અને મને તારા જેવી છોકરી ની જરૂર હતી જે મારી વાત તરત માની છે. અને માર્શલ ને આપડી સાથે લઈને આવી જાઉં રહેવા. રાધા ને આ વાત પસંદ ના આવી એને તુષાર ને કીધું તે પહેલા વાત કરી હોત તો બીજો કોઈ રસ્તો નીકળી સકત. બંને વચ્ચે એ દિવસે ખૂબ બોલ ચાલી થઈ છેવટે તુષારે રાધા ને ડિવોર્સ ની વાત કરી એટલે રાધા ઠંડી પાડી ગઈ. એને ખબર હતી કે ડિવોર્સ થશે તો એના પિતા અને એનો પરિવાર ભાંગી પડશે અને નાની માનસિકતા ધરાવતો સમાજ માં એ ફરી ઈજ્જત ની જિંદગી નઈ જીવી શકે.

એટલે એ તુષાર ની વાત સાથે સંમત થઈ તુષાર માર્શલ ને ઘરે લાવ્યો ત્રણેય એક સાથે રહેવા લાગ્યો તુષાર અને માર્શલ રાત્રે એક સાથે સુતા અને રાધા બહાર આંસુ ઓ વહાવતી. તુષાર જોબ પર જતો ત્યારે માર્શલ પણ એની સાથે જતો એક મહિનો આવું ચાલ્યું એક દિવસ તુષાર જોબ પર નીકળી ગયો અને માર્શલ ઘરેજ હતો. એને રાધા ને એની સાથે શારીરિક સંબંધ બાંધવા કીધું પણ રાધા ના માની એટલે એને જબર જસથી કરી. રાધા એ એનો બચાવ કરતી હતી એમાં એને માર્શલ ને એક થપ્પડ મારી દીધી.

માર્શલ આ વાત થી ખૂબ ગુસ્સે થયો અને એને તુષાર ને કોલ કરી તરત ઘરે આવા માટે કીધું. તુષાર થોડી વાત માં ઘરે આવ્યો માર્શલ સોફા પર બેઠો હતો અને રાધા ખૂણા માં લપાઈ ને બેઠી હતી. માર્શલે તુષાર ને કીધું કે મારે આની સાથે શારીરિક સબંધ બનાવો છે. તુષાર ને ખબર હતી કે રાધા આ વાત માટે નઈ મને પણ એ માર્શલ ના પ્રેમ માં ગળાડૂબ હતો એને રાધા ને કીધું પણ રાધે એ ના પાડી મને મારી નાખ પણ હું આ માણસ જોડે નઈ સૂવું.

એ દિવસે રાધા એટલા ગુસ્સા માં હતી એને તુષારે ને પણ ઘણું સંભળાવ્યું એટલે ગુસ્સા માં તુષારે જ એને પકડી અને માર્શલ ને ઈશારો કર્યો રાધા રોતી રહી પણ આ બંને રાક્ષસ થી એને બચાવે એવું કોઈ નહતું, એની બચાઓ,. . . બચાઓ. . . . ની બૂમો ઘર ની દીવાલો માં સામે ગઈ એ દિવસે એ નરાધમે એના પર ઘણી વાત બળાત્કાર કરેલો. રાધા થી આ વાત સહન ના થઈ અને એને એજ સાંજે આપઘાત કરી લીધો.

તુષારે અને માર્શલે એવી સફાઈ થી રાધા ને કાર માં બેસાડી અને આ આપઘાત ને અકસ્માત નું રૂપ આપેલું. રાધા ની લાસ ને ઇન્ડિયા લેવામાં આવેલી બસ રાધા ની લાસ જ પછી આવેલી. તુષાર ઇન્ડિયા નૈ આવેલો મોહનલાલ ના પરિવાર વાળા ને આમ તુષાર પર સક હતો. પણ એક તો વિદેશ માં બનાવ બનેલો એટલે મોહનલાલ ને ત્યાંના કાયદા કાનૂન માં ગઈ ખબર પડે નૈ અને ત્યાં ના પોલીસ વાળા એ અકસ્માંત જાહેર કરેલો એટલે એમાં કઈ થઈ શકે એમ નહતો.

થોડા દિવસ બાદ ફરી થી સમાચાર માં આવી રહ્યું હતું કે ઇન્ડિયા ના અમદાવાદ ના તુષાર પટેલ ને એક ભયાનક અકસ્માંત. મોહન લાલ અને એના પરી વાર વાળા ને લાગ્યું ઉપરવાળા એ આપડા સામે જોયું ખરા. બે દિવસ માં તુષાર ને અમદાવાદ ની બેસ્ટ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવેલો. ત્યાં મોહનલાલ એને મળવા માટે ગયા એ દિવસે એમને તુષાર ને પથારી માં પડેલો જોયો અને શરીર પર કપડું ઢાંકેલું હતી એનો ચહેરો દેખતો હતો.

તુષાર મોહનલાલ ની સામે ખૂબ રડ્યો અને એને ત્યાં બનેલા બનવા ની વાત કરી. મોહનલાલ ગુસ્સામા એક દમ લાલ થઈ ગયા મને તુષાર ને ત્યાંજ પતાવી દેવાનું માં બનાવ્યું. જયારે એમને તુષાર નું ગાડું પકડ્યું તો તુષારે કોઈ હરકત ના કરી કે કોઈ બચાવ પણ ના કર્યો એટલે મોહનલાલે એના શરીર પર રહેલા કપડાં ને હટાવ્યું. તુષાર ના બંને હાથ અને એક પગ અકસ્માંત માં કપાઈ ગયા હતા.

મોહનલાલે તુષાર તુષાર ને કીધું રાક્ષસ તને તારા કર્મો ની સજા ઉપર વાળા એ આપી દીધી હું હવે તને મારીને છુટકારો નહીં આપું તારી સજા મારવા માં નહીં પણ આવી રીતે જીવવા માં છે. અને મોહનલાલ ઉપરવાળા નો આભાર માની ત્યાંથી નીકળી ગયા.

તુષાર પથારી માં પડ્યો પડ્યો વિચારી રહ્યો હતો આજે એનો પરિવાર પણ એની સાથે નહતો એને માર્શલ સાથે ના સંબંધ અને રાધા ની હત્યા ની વાત કરી એટલે એના પરિવાર વાળા એને ધુત્કારી ચુક્યા હતા. અને માર્શલ તો અકસ્માત થયો ત્યારે એની સાથેજ હતો પણ એ તો તરત ત્યાંથી ભાગી ઉપરવાળા એ એને એના કર્મો ની કદાચ બરાબર સાચા એને આપેલી.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED