ઉપરવાળો બધું જોવે છે! Yagnesh Choksi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉપરવાળો બધું જોવે છે!

ઉપરવાળો બધું જોવે છે!

લેખક

યજ્ઞેશ. જે. ચોકસી

પ્રસ્તાવના

આ વાર્તા એક પતિ અને એક શહીદ ના પિતા દ્વારા પોતાની વહાલસોયી ધર્મપત્ની ને ન્યાય આપવાની છે. અને ઉપરવાળો હંમેશા આપડા પર નજર રાખે છે એવું એમને ભાસ થાય છે.

***

માધવસિંહ ના ઘર માં શોક નું વાતાવરણ હતું ઘર માં વાતાવરણ હૃદય ચીરી નાખે આવું હતું એમનો એક નો એક વહાલ સોયો દીકરો આજે બોર્ડર પર દુસ્મન ની ગોળી નો શિકાર થઇ ગયો હતો અને એનો પાર્થિવ દેહ લેવા માટે માધવસિંહ અને એમના થોડા સગાવહાલા એરપોર્ટ પર ગયા હતા. એમના ઘરમાં માણેકબા અને એમના સગા વહાલા ના રુદને અડધું શહેર દ્રુસકે ચડ્યું હતું. એરપોર્ટ પર થી જયારે ગોવિંદસિંહ ના પાર્થિવ દેહ ને ઘરે લાવા માં આવેલો ત્યારે આખું શહેર આજે તંગ ગાળિયો વળી ચાલી માં એકઢું થયેલું ધારેક વીર શહીદ ને આખરી સલામ કરવા માટે આવેલા. એ દિવસે દીકરીના અંતિમ સંસ્કાર માધવસિંહે ભારે હૃદયે કરેલા હતા. આખા શહેર માં સમાચાર માં ગોવિંદસિંહ ની બહાદુર ના વખાણ થતા હતા અને દરેક કે દરેક કોમ ના લોકો ના આંખો માં આશુ આવી ગયેલા જયારે એ શહીદ થયો. કેમ ના થાય અંતિમ પળ માં ગોવિંદસિંહે જે બહાદુરી દેખાડી અને દુસ્મન દેશ ની ચોંકી પાર કબજો કરેલો એ એક ખુબ જ બહાદુરી નું કામ હતું.

માધવસિંહ ખુબ દુઃખી હતા એમણેજ ગોવિંદસિંહ ને આર્મી માં જોડાવા માટે કીધું હતું બાકી ગોવિંદસિંહ તો બીજું કરવા ઈચ્છતો હતો. માણેકબા તો થોડા દિવસ માં સ્વસ્થ થઇ ગયા એકના એક વહાલ સોયા દીકરા ને ખોવાનું દુઃખ તો એ કદાચ ક્યારેય નહિ ભૂલે પણ એમને માધવસિંહ ની હાલતજોયા બાદ એમને પણ સાંભળવા ના હતા. એ બરાબર રીતે જાણતા હતા કે ગોવિંદ નું આર્મી માં જોઈન કરવાનો નિણઁય માધવીસિંહ નો હતો અને એ આજે એમના આ નિર્ણય પર પછતાઈ રહ્યા છે. માણેકબા એ માધવિંસહ ની સાર સંભાળ ચાલુ કરી અને ધીમે ધીમે એમને સમજાવ્યા કે તમે તમારા આ નિણઁય ના લીધે દુઃખી ના થાવ આજે જોવો આપડો દીકરો દરેક ના દિલ માં વાસ કરે છે એ માર્યો નથી અમર થઇ ગયો છે. માધવસિંહ ને આ આઘાત માંથી બહાર આવતા એક વર્ષ લાગ્યું. માધવ સિંહ પણ માણેકબા ને ધીમે ધીમે સાથ આપવા મંડ્યા બંને એક બીજા ને શહારે જીવવા લાગ્યા.

માણેકબા અને માધવસિંહે નક્કી કર્યું કે એ એમના જેવા લોકો ને મદદ કરશે અને એમને ધીમે ધીમે સમાજ સેવા પણ શરુ કરી દીધી. પાંચેક વરસ માં તો એ એમને આખા દેશ ની દુઆઓ મળવા લાગી અને એમના આ નિશ્વાર્થ સેવાભાવ ને લીધે એમને ઘણા લોકો એ સામે થી આવીને મદદ કરવાનું શરુ કરી દીધુ આજે માણેકબા અને માધવસિંહ ખુબ ખુશ હતા. અખિલ ભારતીય મહિલા મંડળ દ્વારા માણેકબા ને સન્માન કરવા માટે મુંબઈ જવાનું હતું અને એજ દિવસે માધવસિંહ ને દિલ્હી અગત્ય ના કામ થી જવાનું હતું. એટલે માણેકબા અને મદવસિંહ બની આજે ઘણા સમય બાદ અલગ અલગ જય રહ્યા હતા આમતો વારસો થી એ જ્યાં પણ જતા સાથે જતા માધવસિંહ નું તો મન નહતું અલગ જવાનું પણ માણેકબા એ એમને સમજાવ્યા કે દિલ્હી જવાનું તમારા માટે અગત્ય નું છે તમે ત્યાં જાઓ અને મુંબઈ ક્યાં દૂર છે હું જાતે જઈ આવીસ તમે ચિંતા ના કરો.

માધવસિંહ નું આજે એકદમ વ્યગ્ર હતા પલંગ માં પડખાઓ ફરી રહ્યા હતા એમને ગભરામણ થતી હતી એમને થયું લાવ ને માણેકબા જોડે વાત કરી લઉં પણ મધરાત હતી એટલે એમને થયું ક્યાંક સુઈ તો નઈ ગયા હોયને? એમનું મન ન માન્યું અને માધવસિંહે કોલ કર્યો પણ સામે છેડે માણેકબા એ કોલ ના રિસીવ કર્યો એટલે માધવસિંહ વધારે ચિંતામાં આવી ગયા અમને ફરી કોલ કર્યો બસ રિંગ પુરી થઇ પણ ફોન રિસીવ ના થયો એમના મગજ માં શંકા કુશંકાઓ ચાલુ થઇ ગઈ એમની પાસે મુંબઈ માં માણેકબા જ્યાં હતા એમનો નંબર પણ નહતો એમને ઊંઘ નહતી આવી રહી. એમને પથારી માં પડ્યા પડ્યા ટીવી ચાલુ કર્યું ઘણી બધી ચેનલો એમને બદલી છેલ્લે એ ન્યુઝ ચેનલ ચાલુ કરી તો એમાં સમાચાર આવી રહ્યા હતા. અજાણ્યા કાર ચાલક દ્વારા સમાજસેવિકા ને કાર થી ઉડાવી દીધા. અકસ્માત સ્થળેથી કાર ચાલાક ફરાર પણ ન્યુઝ માં એ સફેદ કલર ની મોંઘી કાર વારે વારે દેખાડતા હતા. માધવસિંહ ના હૃદય માં ફળ પડી ક્યાયક? ત્યાં સમાચાર માં આવ્યું કે અકસ્માત થનાર નું નામ માણેકબા છે અને એમને નજીક ની હોસ્પિટલ માં દાખલ કરવા માં આવ્યા છે એમની હાલત નાજુક છે.

માધવસિંહ એક પણ પળ નો વિલમ્બ કર્યા વગર પહેલી ફ્લાઈટ પકડી અને મુંબઈ પહોંચી ગયા દવાખાના માં માણેકબા એ અંતિમ શ્વાસ લીધા ત્યારે માધવસિંહ નો હાથ એમના હાથ માં હતો એ કંઈક કહેવા માંગતા હતા પણ કાળ ને કંઈક બીજું મંજુર હતું અને એમનું પ્રાણપંખીરું ઉડી ગયું. માધવસિંહ ખુબ પડી ભાંગ્યા હતા. એ રૂમ માં પુરાઇનેજ રહેતા ઘર ની બહાર નીકળતા નહતા. ન્યુઝ ચેનલવાળા રોજ નવું નવું લાવતા હતા. હિટ એન્ડ રન ના શીર્ષક નીચે એ લોકો વરવા ન્યુઝ બનાવી રહ્યા હતા. પોલીસ તાપસ માં બધી બાબત ચોખી હતી કે કાર મોટા ઉદ્યોગપતિ ની છે અને એ દિવસે એ એજ કારમાં હતો જયારે માણેકબા ને અકસ્માત થયેલો શરુ શરુ માં તો ન્યુઝ માં નજરે જોનારાઓ ની લાઈન હતી બધા એકજ વાત કરતા હતા કે એમને દર્શન ને કાર માંથી ભાગતા જોયો છે. કોઈ એમ પણ કહેતું કે એમને દર્શન ને કાર ચલાવતા જોયો છે. પણ થોડાજ દિવસો માં એ નજરે જોનારાઓ ગાયબ થઇ ગયા. ન્યુઝ ચેનલ માં આવી રહ્યું હતું કે માણેકબા ની ગફલત ના લીધે અકસ્માત થયો છે અને મોંઘી દાટ કાર ને નુકસાન થયું છે. માધવસિંહે આ સમાચાર સાંભળી ને એમનું લોહી ઉકાળી ગયું. એમને જીવની ઈચ્છા નહતી પણ એમને એ દિવસે નક્કી કર્યું કે માણેકબા ના ખૂની એ સજા અપાવશે અને ન્યાય જરૂર મેળવશે. દિવા જેવી વાત હતી કે કાર ચાલાક કોણ હતું અને અકસ્માત કોને કર્યો છતાં પણ કેસ થોડાજ દિવસો માં કોર્ટ એ યોગ્ય પુરાવાના આભાવે કેસ બંધ કરી દીધો.

માધવસિંહ એ દરેક વ્યક્તિ ના સરનામાં મેળવ્યા અને એમને મળ્યા પણ એકપણ વ્યક્તિ રાજી ના થઇ દર્શન ના વિરુદ્ધ ગવાહી આપવા. એકેતો માધવસિંહ ને ચોખ્ખું કઈ દીધું કે અમને ઢગલો પૈસા મળ્યા છે મોઢું બંધ રાખવાના તો કેમ ખોલીયે. મદવસિંહે દર્શન ને મળ્યા અને એને પણ સમજાવ્યો કે એ દિવસે જે બન્યું એ સાચું કઈદે દર્શન ને એના બાપ ના પૈસા નું ઘમંડ એના ચહેરા પર રતીભાર પસ્તવો નહતો દર્શને ધક્કા મારીને મદવસિંહે કાઢી મુક્યા. આ બધું દર્શન ના બાપ એ જોયું. રમણીકલાલ દર્શન ના પિતા રમણીકલાલ એટલે દેશ ના નઈ પણ એમની પાસે આખા વિશ્વમાં ટોપ ના દશ ધનવાન વ્યક્તિ માં એમનું નામ પણ એમને જરાય પૈસા નું ઘમંડ નહતું અને એમનો દીકરો પૈસા ના નાસા માં ચૂર. બોલવાનું ભાન નઈ અને હંમેશા નાસા માં ચૂર. રમણીકલાલ એકના એક દીકરા ના મોહ માં હતા એમને દર્શન ને ક્યારેય ટોક્યો નહતો એટલેજ એ આજે આવો હતો અને એ વાત નો પછતાવો રમણીકલાલ ને હતો. એ મદવસિંહ પાસે ગયા અને એમનો પરિચય આપી અને માધવસિંહ ની માફી માંગી અને એમના દીકરાને માફ કરી દેવા માટે કીધું અને એમને પૈસા ની પણ ઓફર કરી. માધવસિંહ એ કીધું એ તારા દીકરા એ જે ગુનો કર્યો છે એની સજા એને મળશેજ તારો પૈસો જો એને બચાવી શકે તો બચાવી લેજે.

માધવસિંહે તો નક્કી કરી લીધું હતું કે એ દર્શન નું કહું કરી નાખશે. પણ એમને એમના શહીદ દીકરા ની યાદ આવી એ નહતા ઇચ્છતા એ એમના અમર દીકરા ને બધા એક ખૂની ના દીકરા તરીકે ઓળખે અને માણેકબા જો જીવતા હોતા તો એ પણ આવું ના કરવા દેત. એટલે એમને નક્કી કર્યું કે એ દર્શન વિરુદ્ધ પુરાવાઓ ભેગા કરશે અને કોર્ટ થી એને સજા કરાવશે. માધવસિંહ વારંવાર દુર્ઘટના વાળી જગ્યા પર જતા અને તપાસ કરતા કે કંઈક મળી જાય પણ એમના હાથ માં કઈ આવતું નહતું. એકવાર એ ત્યાં નજીક આવેલા એક બેંક ના એ. ટી. એમ. મશીન માં પૈસા ઉપાડી રહ્યા હતા ત્યાં એમની નજર ત્યાં આવેલા સી. સી. ટીવી કેમેરા પર ગઈ એ કેમેરો થોડો નીચો હતો અને એ અકસ્માત ની જગ્યા ને બરાબર આવરી રહ્યો હતો. એમને બેંક માં જઈને બનાવ ના દિવસ ના વિડિઓ ચેક કરવા માટે વિનંતી કરી પણ બેંક વાળા એ ના પાડી. પરંતુ માધવસિંહ ના સદનસીબે એમના દ્વારા મદદ કરેલા એક વ્યક્તિ ના સંબંધી એ બેંક માં હતા અને એ માધવસિંહ ને જોઈને ઓડખી ગયા. માધવસિંહ ને એને પોતાનો પરિચય આપ્યો અને માધવસિંહ ના કામ ના ખુબ વખાણ કર્યા. માધવસિંહે એની પાસે મદદ માંગી એ તરત તૈયાર થઇ ગયો અને અકસ્માત ના દિવસ નું રેકોર્ડિંગ એમને કોપી કરી આપ્યું.

માધવસિંહે એ રેકોર્ડિંગ જોયું માણેકબા ફૂટપાથ પાર ચાલી રહ્યા હતા એવા માં અચાનક પાછળ થી એક કાર એકદમ સ્પીડ માં આવી અને ડિવાઈડર થોડી અને સીધી માણેકબા ને ટક્કર મારી અને દીવાલ સાથે અથડાઈ. થોડી વાર માં કાર નો આગળ નો ડ્રાઈવર સાઈડ નો દરવાજો ખુલ્યો અને અંદર થી દર્શન નીકળી અને ભાગ્યો હતો. આ ઘટના બરાબર દેખાઈ રહી હતી અને દર્શન પણ એકદમ સ્પષ્ટ નજર આવી રહ્યો હતો. મદવસિંહે એ વિડિઓ ની કોપી સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરી થોડી વાર માં એ વિડિઓ વાયરલ થયો લોકો ની સહાનુભૂતિ માધવસિંહ જોડે હતી લોકો બીજા દિવસે રસ્તા પર આવી ગયા અને એક દિવસે દર્શન ની ધડપકડ કરી અને એને કોર્ટ દ્વારા ખૂની જાહરે કરી અને મૌત ની સજા કરવા માં આવી.

માધવસિંહ ખુશ હતા કે આજે કાનૂને એક સાચી સજા સંભળાવી અને એ ઉપરવાળા નો આભાર માની રહ્યા હતા અને વિચારતા હતા કે કદાચ સી સી ટીવી કેમેરા તેથી જ ઉપરવાળો નજર રાખી રાખ્યો છે એટલેજ કહેવાય છે કે ઉપરવાળો બધું જોવે છે.

***