Girl Friend & Boy Friend.....(ભાગ-૧૧)
મોહિત હવે ઘણો ટાઈમ થઈ ગયો, મારા પપ્પા અને મમ્મી ઘરે મારી વાટ જોતા હશે. 'હા' ચાલો એમ કહી મોહિતે અને અવનીએ દરિંયા કાંઠેથી વિદાય લીધી.થોડી જ વારમાં હું અને મોહિત ભાવનગરમાં પહોચી ગયા અને ઘર તરફનો રસ્તો પસંદ કર્યો.અમારી કોલેજનાં ત્રણ વષઁની અંદર મેં કયારેય પાર્ટી જોય ન હતી. પણ , શનિવારે પાર્ટી હતી.અમારા પિન્સીપાલે કોઈ દિવસ પાર્ટી કરવાની મંજુરી આપતા નહી.પણ, એક મહિનાથી કોઈ નવા પિન્સપાલ આવ્યા હતા.તેમણે અમને શનિવારે પાર્ટી કરવાની મંજુરી આપી હતી.આજ ગુરૂવાર હતો મારે પાર્ટીમાં જવાની તૈયારી કરવાની હતી.હું આજે પસંદ કરી રહી હતી, મારે પાર્ટીમાં શું પહેરવું? આ ''જીન્સ અને ટી-સર્ટ'' ના એ બહું સારા નથી.હું આ સાડી પહેરુ મોહિતને પણ ગમશે.આ બાજું મોહિત પણ કોઈ સારા શુટની શોધમાં દુકાને ફરી રહ્યો હતો.મોહિત તો અવનીને ખુશ કરવા માટે જ શુટ લઈ રહ્યો હતો.દુકાને-દુકાને જઈ રહ્યો હતો.આજ પાર્ટીની મોસમ કઈંક અલગ જ હતી. આખી કોલેજ લાઈટથી રંગબેરંગી શણગારાયેલી હતી. અમારા પિન્સીપાલ કોઈને કરી રહ્યા હતા. સ્ટેજ પર થોડી જ વારમાં મહેમાન આવી રહ્યા છે. મને તેનો અવાજ સંભળાય રહ્યો હતો.પણ, હજી મને મારો મોહિત દેખાતો ન હતો. હું તેને શોધી રહી હતી. ત્યા જ પાછળથી અવાજ આવ્યો', 'આેય' જાને મન...... કોને શોધી રહી છો?તમારા શીવાય કોને શોધું, 'મોહિત'.અત્યાર સુધી કયા હતા?.બસ, મારી પરીને નિહાળી રહ્યો હતો, આ તારી ઝગમગતી સાડીમાં સામેનાં ખુણામાં બેસીને.ઓહ, એમ વાત છે એમને મોહિતજી.હા' પણ તારી આ સાડી સરસ છે.'થેન્કસ' મોહિતજી.હવે કંઈ કહેવાનું બાકી છે કે હું જઈ શકુ?તારા આ હોઠ......બસ...બસ...હું જાવ છું......મોહિતજી અવની હસીને બોલી . જતા જતા અવની એ પાછળ ફરી બે વાર જોયું.
અમારે 'બોયસ' અને 'ગર્લસ'ની ખુરશી અલગ-અલગ હતી.અવની મારી સામે ત્રાસી નજરે જોય રહી હતી. હું પણ એક અંગુઠો અને પહેલી આંગળી ભેગી કરીને ઈશારો કરી રહ્યો હતો.અમારી પાર્ટીમાં મહેમાન આવી ગયા હતા અને તેનું સ્વાગત પણ થઈં રહ્યું હતું.પણ, હું અને મોહિત મસ્તીમાં જ હતા.આજ પાર્ટીમાં મેં અને મોહિત મન ભરીને ડાન્સ કર્યો.કયારેક-કયારેક જીંદગીની મજા કઈંક અલગ હોય છે.કોઈક દિવસ આંસુ તો કોઈક દિવસ હસી હોય છે.અમારે કોલેજ પુરી થવાને હવે થોડાક દિવસો જ બાકી હતા.આજ સોમવાર હતો, મારા પપ્પાએ આજ સવારમાં જ મને દુ:ખનાં સમાચાર આપ્યા.અવની કાલે સાંજે ૬.૦૦ વાગે તને એક છોકરો જોવા માટે આવવાનો છે,તુ તૈયાર રહેજે'.તે મારા મેનેજરનો છોકરો છે, વિશાલ નામ છે,અત્યારે ઓફિસમાં બધું જ કામ તે સંભાળે છે, છોકરો દેખાવમાં પણ ગમી જાય તેવો છે.હું એટલુ જ બોલી શકી 'હા' પપ્પા.પણ, અવનીનું તો દિલ બેસી ગયું.શું કરવું કંઈ ખબર નોહતી પડતી.પપ્પાને કઈ દવ કે હું મોહિતને પ્રેમ કરુ છું.'ના' હું નો કહી શકુ એતો ''કદાપી''.જો, અવની તારે મોહિતને જોતો જ હશે તો તારે કહેવુંં જ પડશે, 'તારા પપ્પાને'.મનમાં ને મનમાં વિચાર કરી રહી હતી.આજ રાત્રે અવનીને નિદંર નોહતી આવી નહીં.શું હું મોહિતને નહીં મેળવી શકું?'ના' ''મોહિત તો મને મળશે જ''.વિચારમાં ને વિચારમાં સવાર પડી ગઈં.આજ છોકરો જોવા આવવાનો હતો, મોહિતને મે વાત પણ કરીનો હતી.સાંજનાં પ.૦૦ વાગી ગયા હતા. ત્યા જ પપ્પાનો ફોન આવ્યો, અવની તૈયાર થઈ જાજે, વિશાલ અને વિશાલનાં પપ્પા જોવા આવે છે.'હા' પપ્પા...અવની રડી રહી હતી, બીજુ તો શું કરી શકે?થોડી જ વારમાં વિશાલ અને તેના પપ્પા આવ્યા.છોકરો દેખાવમાં હેન્ડસમ હતો પણ મોહિત જેટલો નહી.હું શરબત લઈને આવી, મેં વિશાલને અને તેના પપ્પાને આવકાર આપ્યો સ્માઈલ આપીને.થોડી જ વારમાં વિશાલ અને તેના પપ્પા તેના ઘર તરફ પ્રયાણ કર્યું.અવની છોકરો કેવો લાગ્યો?પપ્પા સારો છે, '' તમે કહો તેમ''.ત્યા મારા પપ્પાનાં ફોનમાં રીંગ વાગી ,વિશાલનાં પપ્પાનો જ ફોન હતો.અમને છોકરી ગમી છે, હવે તમારે કહેવાનું છે?અમારે શું કહેવાનું હોય?અમારે તો ફાઈનલ જ છે. તમારી જેવા માણસો અમને મળતા હોય તો અમારે બીજે શા માટે જવું...સારૂ તો અત્યારે હું ફોન મુકૂ છું, પછી વાત કરીએ.અવની તેના તરફથી 'હા' છે. અને આપના તરફથી પણ......પણ...શું પપ્પા?બોલને અવની..હું મોહિતને પ્રેમ કરુ છું, હું તેના વગર નહીં રહી શકું.અવની તું શું વાત કરે છે?તારે વિશાલ સાથે જ સગાઈ કરવાની છે, તેમાં કોઈ બાંધછોડ ચાલશે નહી.સાભંળી લે જે, મોહિતને આજ પછી મળી છો તો હું તને ઘરની બહાર પણ નહી જવા દઉં.કયા મોહિત અને કયા વિશાલ તું વિચાર તો કર 'અવની'.પણ, મોહિત સારો છોકરો છે.તું સાભંળી લે મારી સામે તું હવે મોહિતનુ નામ લઈશ તો જયા સુધી તમારી સગાઈ નહીં થાય વિશાલ સાથે ત્યા સુધી ઘરમાં પુરી રાખીશ.અવની શું કરી શકે?અવની કહીં કરી શકે તેમ નહોતી.તેના મમ્મીને ભેટી પડી.બેટા, રડવાનું બંધ કર, તારા પપ્પા માની જશે.રાત પડી ગઈ હતી, અવની ને રડવાનું હજું શરૂ જ હતું.અવની ને શું કરવું કંઈ સમજાતું ન હતું.અવનીએ મોહિતને ફોન કરીને , મોહિત તું મને કાલે મળી શકે છે.'હા' કેમ નહીં.હું તને એક વાત કહેવા માંગું છું.આપણે કાલે 'વેલેન્ટાઈન' સર્કલમાં મળીશું.ઘણા દિવસથી અમે બહાર ગયા નહોતા.મોહિત તૈયાર થઈને અવનીને આપેલ ટાઈમ કરતા વીસ મિનિટ વહેલા આવીને ઊભો રહી ગયો હતો. ઘડીક ફુવારા પાસે બે આંટા મારે તો,ઘડીક ઘાંસને રમાડે,પે્રયસીની યાદમાં આંટા મારવામાં પણ અદભુત આનંદ હોય છે.આ પહેલીજ છે, 'ના'...'ના'..એ પેલી નથી, 'ના' 'ના' એ પેલી..., 'હા' તેજ, 'ના' તે તો એવી કયા દેખાય છે, 'હા' પહેલી, તે તો હોય જ ના શકે એ તો કોઈ યુવાન સાથે છે.ત્યા જ પીળી સાડીમાં સજજ થઈ ધીમે પગલે કોઈને મોહિતે આવતી જોય.'' 'હા' એજ મારી અવની ''.'અવની આવતા જ મોહિતને ભેટી પડી''મોહિત''અવની''મોહિત અહીં ઘણા લોકો છે, ખળભળી ઉઠીને અવની બોલી'.મોહિતે તરત જ અવનીને તેનાથીં અળગી કરી.મોહિત આજ મારે તને એક વાત કહેવીં છે?.બોલને અવની!!એમાં પુછવાનું શું.'ઓકે પણ તું મને બાઈક પર કહેજે'.અવની કઈં બોલી ન શકી.મોહિતે બાઈક પાકીઁગમાંથી બહાર કાઢી.ચાલો, અવની પણ બાઈક પર બેઠી, જેમ કોઈ બાળક ચોકોલેટ માટે તડપતું હોય એમ અવની પણ મોહિત માટે તડપતી હતી. 'તને ડ્રાઈવીંગ બહું સારૂ ફાવે છે નહીં.'હા' એકવાર અથડાયા પછી ફાવી ગયું છે, મોહિત મજાક કરતો બોલ્યો.અવની તો આજ મોહિત સામે જ જોય રહી હતી. તેનું ભરાવદાર શરીર અને આકષ્ર્ાક યુવાન આ મારો જ મોહીત છે.શું મોહિત મારો થશે?'ના' મોહિત તો મારો જ છે તે કદી નહી થઈ શકે કોઈ બીજાનો.મોહિત કાલે મને એક છોકરો જોવા આવયો હતો.મારા પપ્પા જે કંપનીમાં કામ કરે છે , તે કંપનીનાં માલીકનો છોકરો.'હા' તો તો રૂપીયાવાળો હશે એમને?શું મજાક કરે છો ,મોહિત.બન્નેને ઘણું કહેવાનું મન થતું પણ એકબીજાને કોઈ કહીં શકતું નહોતું.ત્યા જ અવની બોલી, ''જો જે પહેલી બસ''કેમ, જીવ બહું વાલો છે.'હા' તો ..અવની બોલી પણ મારો નહી તારો''મારા જીવની તને શી ચિંતા છે?.મારા માટે વળી'' એ વિના હું જીવી જ ના શકું.વાહ', અવની હું તારા માટે જીવું અને તું તો હવે.....''હું તો તારા માટે કદાચ મરીને પણ જીવીશ મોહિત''કોઈ કારણ?મારા પર ગુસ્સો આવે છ?' નહીં''હા' જ તો આજ સુધી મારી આશા જાળવી રાખી તો આજ મારું એક કામ કર મોહિત.''બોલ'''બાઈક' ને નદી કિનારે લઈ જઈને મને પધરાવી દે.હું તેને જ લાયક છું.ઓચિંતી બ્રેક લાગી, થોડી ગંભીર વેદનાં એ મોહિતે અવનીનું સામું જોયું. અને બોલ્યો, 'બન્ને સાથે પડીએ તો?અવની ધ્રુસકે-ધ્રસકે રડી પડી, 'પ્રેમીકા બીજું શું કરી શકે?હું અને મોહિત થોડીવાર 'વેલેન્ટાઈન' સર્કલ પાછા આવીને બેઠા.''કોનો વિચાર કરી રહી છો''?'તારા સિવાય કોનો વિચાર કરી શકું મોહિત''.પણ, તું તો હવે બીજાની થઈ જઈશ.'નાં', એવું ના બોલ, હું તારી છું, અને તારી જ રહેવાની, હું તારાથી કદી છુટીં નહી રહી શકું.મોહિત પણ મક્કમ સ્વરે કહીં દીધુ,અવની તું કદાચ મારી ન બની શકે તો હું કોઈ સાથે લગ્ન કરવાનું પસંદ કરીશ નહી.અવની તારી સિવાય બધી યુવતી મારી મા-બહેન સમાન છે.અવની મેં તને પ્રેમ કર્યો, ત્યારથી આ વાકય પેટમાં લઈને ફરતો હતો.અવની ધુ્સકે-ધુ્સકે રડતી મોહિતને ભેટી પડી.મોહિતે થોડીવાર રહીને હાથ મુકાવ્યો.અવનીને નાની છોકરીની જેમ સમજાવવા લાગ્યો.બસ, હવે કશો વાંધો નહી, બધું જ ઠીક થઈ જશે.ત્યા જ અવનીની નજર ઘડીયાર પર ગઈ, આજ રવિવાર હતો અને પપ્પા બપોરે એક વાગ્યે તો ઘરે આવી જાય છે. સાડા બાર તો થઈ ગયા.ચાલો, મોહિત હું નીંકળું મારા ઘરે પપ્પાને આવવાનો સમય થઈ ગયો છે.'હા' ચાલ મુકી જાવ?'ના' રીક્ષાા કરીને જતી રહીશ.'પણ'પણ, 'ના' મોહિત .મોહિત પણ કઈં બોલી ન શકયો.અવની આસું સારતી તેના ઘર તરફ વિદાય થઈ.....
ક્રમશ:(Sunday)
(લી-કલ્પેશ દિયોરા)