સરસ્વતીચંદ્ર
ભાગ : ૪ - ૪
સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
૬ : કોઈને કાંઈ સૂઝતું નથી
કઃ શ્રદ્ધાસ્યતિ ભતાર્થે લોકસ્તુ તુલયિષ્યતિ ।।
- મૃચ્છકટિક ઉપરથી
બે મિત્રો પાછા ઉપર ચડ્યા. ચડતાં ચડતાં સરસ્વતીચંદ્ર ધીમે રહી બોલ્યો : ‘ચંદ્રકાંત ! મારું અને મારા નામનું પ્રકટીકરણ કરવાની મારા સાધુજને
તને ના કહી હતી ?’
ચંદ્રકાંત : ‘કહી’તી.’
સરસ્વતીચંદ્ર : ‘ત્યારે ?’
ચંદ્રકાંત : ‘તમે જાણતા હશો કે તમારું શરીર, તમારી વિદ્યા અને બુદ્ધિ અને તમારાં પરાક્રમ ગુપ્ત રહી શકે એવાં છે.’
સરસ્વતીચંદ્ર : ‘મને એમાં કાંઈ શંકા નથી.’
ચંદ્રકાંત : ‘ક્ષમા કરો. મુંબઈ રહીને મેં આપને શોધી કાઢ્યા ને
રત્નનગરીની પોલીસે આપના કેવા કેવા પત્તા મેળવ્યા છે તે જાણશો ત્યારે હબકશો.’ સરસ્વતીચંદ્ર : ‘મને શોધી કાઢ્યો પણ કુમુદસુંદરી તો ગુપ્ત જ છે કની ?’ ચંદ્રકાંત : ‘મારાથી તો ગપ્ત ન હતાં. બીજાંની વાત બીજાં જાણે.’ આટલું બોલતાં તેઓ છેક ઉપલા દાદરને ઉપલે પગથિયે આવ્યા. ઓટલા ઉપર કુમુદ બેઠી હતી. એ ઓટલે થોડે છેટે બે મિત્રો બેઠા. ચંદ્રકાંત : ‘કુમુદ - અથવા તમારું નામ ગુપ્ત રાખી બીજે નામે બોલાવવાની ટેવ પાડીશ કે કોઈ સાંભળે તોયે વાંધો નહીં. મધુરીમૈયા, અમે
નીચે ગયા હતા ત્યાંના સમાચાર આ વાંચીને જાણો.’
સરસ્વતીચંદ્ર ઉપર આવેલું આજ્ઞાપત્ર કુમુદને આપ્યું, પોતાના ઉપર આવેલું સરસ્વતીચંદ્રને આપ્યું, અને પોતે પોતાના ઉપર આવેલા પત્રો ઉઘાડવા વાંચવા લાગ્યો - કંઈક ભાગ મનમાં વાંચવા લાગ્યો ને કંઈક મોટેથી વાંચવા લાગ્યો.
સરસ્વતીચંદ્ર : ‘કુમુદસુંદરી ! તમારું અહીંયાં હોવું ચંદ્રકાંતને વિદિત હતું.’
કુમુદસુંદરી : ‘કંઈક નવાઈની વાત. પણ મારે પ્રકટ રહેવું કે નહીં ને મેં કે આપે શું કરવું તે વિચારનો ભાર આપણે માથેથી આપણે કાઢી નાખ્યો છે. આપના સુજ્ઞ મિત્રને હવે જે ગમે તે ઠરાવે. આપના ચિત્તની, મારા ચિત્તની, આપણાં સ્વપ્નની, અને આપણા જાગૃતની સર્વ વાતો એમણે જાણી, વાંચી, અને હવે જે એમને યોગ્ય લાગે તે કરે. આપણી હોડીમાં હવે સુકાન પર ચંદ્રકાંતભાઈ બેસશે ને એ સંજ્ઞા કરશે તે પ્રમાણે આપણે સઢ ચડાવીશું ને હલેસાં હલાવીશું.’
સરસ્વતીચંદ્ર : ‘સ્વસ્થતાનો માર્ગ એ જ છે. ચંદ્રકાંત ! આ વ્યવસ્થા મેં શોધી કાઢી નથી.’
ચંદ્રકાંત : ‘એ તો હું જાણતો જ હતો. આપ કાંઈ શોધી કાઢો તેમાં કાંઈ નવી જ છાશ વલોવવાની નીકળે ને તેમાં શ્રમ વિના ફળ ન મળે. મધુરીમૈયાની બુદ્ધિ વિના તેમાંથી માખણ નીકળવાનું નહીં - એમની ચતુરાઈએ એવું માખણ કાઢ્યું કે તમે વલોણું બંધ કરી નિરાંતે બેઠાં ને ચંદ્રકાંતને માથે ચિંતાનું ચક્ર બેઠું. હવે તો ચંદ્રકાંતને ચક્રં ભ્રપતિ મસ્તકે ! આમ માર્ગ દેખાડું તો આમ ગૂંચવાડો ને એમ દેખાડું તો એમ ગૂંચવાડો.’
કુમુદસુંદરી : ‘આપ મિત્ર છો, વ્યવહારજ્ઞ છો, વિદ્વાન છો, અને અમારાં ને અમારાં હિતચિંતક માતાપિતાદિક સર્વનાં ચિત્ત જાણો છો ને સર્વના વિશ્વાસના પાત્ર થઈ ચૂક્યા છો. આપના જવા વૈદ્યને આ કાર્ય ન સોંપીએ તો બીજા કોને સોંપીએ ?’
ચંદ્રકાંત : ‘હાસ્તો. લો ત્યારે પ્રથમ આ સાંભળો તમારા પિતાના પત્રમાંનો લેખ.’
‘કુમુદને માટે એની મા શું ઇચ્છે છે તે તમે જાણો છો. વડીલ શું ઇચ્છે છે તેયે તમે જાણો છો. સરસ્વતીચંદ્ર અને કુમદ પોતે શું ઇચ્છે છે તે તમે હવે જાણી ગયા હશો. મારી પોતાની ઇચ્છા અથવા વૃત્તિ કુમુદની પોતાની કોઈ પણ પવિત્ર ઇચ્છાને પાર પાડવામાં તત્પર થવાની છે - તે વિના હું કાંઈ બીજું ઇચ્છતો નથી. કુમુદને સરસ્વતીચંદ્રે જે હાનિ પહોંચાડી ને જે અન્યાય કર્યો છે તેનો બદલો વાળવા તેમની ઇચ્છા હોય તો કુમુદનું પ્રસિદ્ધ પાણિગ્રહણ કરવું, એને હવે સર્વથા સુખી કરવી અને આપણા લોક બોલે અથવા વેઠાવે તે સાંભળવું અને વેઠવું - એ જ માર્ગ એમની વિદ્યાને અને ન્યાયબુદ્ધિને યોગ્ય છે. જો આ માર્ગ તેઓ લેવાને તત્પર હશે તો હું અને કુમુદની માતા આ વ્યવહારથી થવાનાં સર્વ સુખદુઃખમાં તેમની સાથે જ રહીશું અને મારી સમૃદ્ધિમાત્ર અને કુમુદ-કુસુમના કરતાં વધારે પ્રિય નથી. કુસુમને કુંવારાં રહેવાનો તીવ્ર અભિલાષ છે તે તમે જાણો છો અને મારી સર્વ સમૃદ્ધિ એ બે પુત્રીઓના ધર્મ્ય અભિલાષ પૂરવામાં સાધનરૂપ કરવા હું સર્વ રીતે અને આ પળે શક્તિમાન અને તૈયાર છું.’
‘કુસુમને લઈ તેની માતા ને કાકી કાલ સુંદરગિરિ ઉપર આવશે. વડીલ પણ તેમની જોડે આવશે. મિસ ફલોરા પણ આવશે. સર્વને માટે તંબૂઓ મોકલી દીધા છે.’
‘ધર્મભવનની આજ્ઞા થઈ છે તેથી વિષ્ણુદાસજી પાસે સરસ્વતીચંદ્રનું અને તમારું તેમ અન્યજનોનું સાક્ષ્ય લેવામાં આવશે અને તમારા જેવું જ આજ્ઞાપત્ર મારા ઉપર છે એટલે હું પણ તે પ્રસંગે આવીશ. બુદ્ધિધનભાઈને પણ એ પ્રસંગે સાક્ષ્ય આપવા આવવા વિજ્ઞપ્તિપત્ર લખેલું છે.’
‘સરસ્વતીચંદ્રને પ્રગટ થયા વિના છૂટકો નથી. કુમુદનું નામ અતિગુપ્ત છે તે એની ઇચ્છા હશે તો પ્રગટ થાય ને તે ઇચ્છા જાણ્યા વિના પ્રકટ ન થાય એવી વ્યવસ્થા કરી છે.’
‘બાકીના સમાચાર બીજા પત્રોમાંથી મળશે.’
‘સરસ્વતીચંદ્રને અને કુમુદને આ પત્ર વંચાવજો. સરસ્વતીચંદ્રે પોતે કાંઈ ખોટું કર્યું છે એમ જાતે સમજતા હોય તો તેનું પાપ ધોઈ નાખવાનો એક જ માર્ગ ઉપર લખ્યો છે; ને કુમુદના પિતાને ઈશ્વરે આપેલા અધિકાર છે તે વાપરી હું તેમની પાસે મારી કુમુદને માટે એટલો ન્યાય માગું છું કે તેમણે કુમુદને એની ઇચ્છા પ્રમાણે ધર્મથી શીઘ્ર ન્યાય આપવો.’
સરસ્વતીચંદ્ર : ‘ચંદ્રકાંત ! તને કહ્યું છે આથી કુમુદસુંદરીને તૃપ્તિ હોય તો તેમ કરવા હું સજ્જ છું. એમના પિતાની સંમતિના અભાવને લીધે જે કાંઈ બાધ હતો તે આમ નીકળી જાય છે તો પછી હું તો કુમુદસુંદરી પાસે પ્રતિજ્ઞા કરી ચૂક્યો જ છું.’
કુમુદસુંદરી - ‘ચંદ્રકાંતભાઈ ! મારા મનની તૃપ્તિની વાત જવા દેજો અને એમને પ્રાયશ્ચિત્તરૂપે મારો સમાગમ આપવાની તો કલ્પના પણ જવા દેજો. એ વિના બાકીનાં અમારાં મનોરાજ્ય તમે જોઈ લીધાં છે ને તેની સિદ્ધિમાં અમારો ધર્મસહચાર કેવે રૂપે વધારેમાં વધારે કામ લાગશે, સ્ત્રીના પુરુષપ્રતિ અનેક ધર્મ છે તેમાંથી કયાનો ત્યાગ અને કયાનો સ્વીકાર એમના ધારેલા મહાયજ્ઞને સફળ કરી શકશે અને એમને એમની સર્વાવસ્થામાં સૌમનસ્ય આપશે અને એમને કૃતકૃત્ય કરશે, એમની કીર્તિ અને અમારું બેનું કલ્યાણ કરવામાં કયો માર્ગ ધર્મ્ય છે અને ટૂંકામાં આપના પરમ મિત્રની સાથે કેવા પ્રકારથી મારી મૈત્રી રચાય તો એમનું સુખ, એમનું સ્વાસ્થ્ય, એમની કીર્તિ, એમનું સદ્ભાગ્ય અને સત્પરાક્રમ સંપૂર્ણતાથી રચાય એટલું જ વિચારજો. મારું શું થાય છે, મારી કીર્તિ થશે કે અપકીર્તિ, મારાં અતિપ્રિય અને મારે માટે આટલું કરવા તત્પર થયેલાં માતાપિતાને હું વહાલી થઈશ કે અળખામણી, એ અથવા એવો કાંઈ પણ મારા સુખનો કે દુઃખનો વિચાર કરશો નહીં. અમારી તકરારમાં તમે પંચ, તમે કન્યાદાનના અધિકારી, તમે વરના પિતા, તમે બેના મિત્ર, તમે અમારા વિવાહનો હોમ, અને તમે અમારા અગ્નિસ્વરૂપ ! તે એવે રૂપે તમે મને શુદ્ધ અને સંસ્કારિણી કરી આ મારે માટે ત્યાગી થયેલા શરીરનો જન્મ જે રીતે સફળ થાય તેટલું કરજો. પછી હું સર્વાવસ્થામાં સુખ અને સંતોષ જ જોઈએ. એમનો જન્મ સફળ થાય તે વિના બીજા ભોગની મને તૃષ્ણા નથી, બીજો વૈભવ મને ગમતો નથી, ને બીજાં ભાગ્યના ન્યૂનતાથી કુમુદને લેશમાત્ર પણ દુઃખ થનાર નથી તે સત્ય સમજ્જો. આટલું મારું ઇષ્ટ કરશો તો અપકીર્તિ, અધર્મ અને દુઃખ
- એ સર્વનો મને રજ પણ ભય નથી. ચંદ્રકાંતભાઈ, મારાં પિતા માતા અને સહોદર થઈ, મારા વકીલ થઈ, આટલું કામ કરજો અને તમારામાં એમનો તેમ મારો સંપૂર્ણ વિશ્વાસ સમજ્જો.’
આટલું બોલતાં બોલતાં એની આંખમાં આંસુ આવ્યાં. ચંદ્રકાંત પણ કંઈક ગળગળો થયો અને બોલ્યો :
‘કુમુદસુંદરી ! જેનો જન્મ સફળ કરવાને તમે આટલાં તરસ્યાં છો તેના જ જન્મને સફળ જોવાથી ચંદ્રકાંત પણ પોતાનો જન્મ સફળ થયો માનશે. માટે તમે રજ પણ ચિંતા ન કરશો. આ વિનાના બીજા પત્ર વાંચી વિચાર કરવાનો અવકાશ શોધીશું.’
બીજો એક પત્ર લીધો - તે ઉપર ચંદ્રકાંતનું સરનામું ને કુસુમના અક્ષર ! પરબીડિયું ફોડ્યું તો માંહ્ય બીજું પરબીડિયું હતું તે ઉપર લખ્યું હતું કે :
‘ચંદ્રકાંતભાઈ ! કુુસુમબહેન જ્યાં હોય ત્યાં જઈ એને હાથોહાથ આપજો. જડે નહીં તો જડે ત્યાં સુધી સાચવી રાખજો. ન જ જડે તો પાછા લાવજો. આણી પાસ ન આવો તો ફાડી નાંખજો.
- લિ. કુસુમ.’
ચંદ્રકાંતે પત્ર કુમુદને આપ્યો ને એણે તે મનમાં વાંચ્યો.
‘પ્રિય કુમુદબહેન,
હું ધારું છું કે તમારા સ્વહસ્તમાં આ પત્ર પહોંચશે. આ ભણીના બધા સમાચાર ચંદ્રકાંતભાઈ તમને કહેશે, પરંતુ તે પણ તમને બધું કહે કે ન કહે, ને કહેવા ઇચ્છે તો પણ બધું જાણતા ન હોય માટે હું જ લખું છું.
તમારે વિશે સર્વ કુટુંબનો જીવ ઊંચો થયો હતો તેમાં હવે આશા આવી છે. પણ પ્રમાદધનભાઈના સમાચાર પછી આ સંસારને મન તમારા ડૂબ્યાના સમાચાર કરતાં જીવ્યાના સમાચાર વધારે વહાલા લાગતા નથી તે હું બે આંખે જોઉં છું ને સાંભળું છું. તેમાં વળી તમારો અને સરસ્વતીચંદ્રનો સુંદરગિરિ ઉપર યોગ થયો સાંભળી સૌ આનંદને સાટે ખેદ પામે છે ને બીજું તો હું લખતી નથી.
પ્રમાદધનભાઈ આયુષ્યમાન હતા ત્યારે તેમના ભણીના તમારા દુઃખને લીધે ગણિયલ દુઃખી હતાં. સરસ્વતીચંદ્રને ગુણિયલ સુખી જોવા ઇચ્છે છે પણ તમારાથી તે સુખી થાય એ એમના હૃદયને ગમતી વાત નથી. પણ પિતાજીનું મન પ્રસન્ન રાખવાને માટે પિતાજી જે કહેશે તેમાં ગુણિયલ ભળશે.
તમારું ને સરસ્વતીચંદ્રનું તો હવે પુનર્લગ્ન થાય ને તેથી તમે બે જ્ઞાતિબહાર થશો ને આપણાં માતાપિતાને માથે અપયશ આવશે એટલે પછી તેમનાથી નીચેથી ઊંચું નહીં જોવાય. જો પિતાજી તમારો તે પછી સ્વકાર કરે તો તેમને જ્ઞાતિબહાર રહેવું પડે અને પ્રધાનપદ પરથી પણ ખસવું પડે. જયશંકરમામાને આ વાત રજ ગમતી નથી, પણ પોતે નિવૃત્ત છે એટલે હા કે ના કહેવાના નથી ને નાતમાં તો આમે ને તેમે પણ જતાં નથી. દાદાજીથી તમારું દુઃખ વેઠાતું નથી, પણ આ સર્વ હરકતો એમને ગમતી નથી; તેથી તેમણે એવો રસ્તો કાઢ્યો કે તમે તમારું નામ અને કુટુંબનું નામ છાનું રાખી સરસ્વતીચંદ્ર જોડે સુંદરગિરિ ઉપર આયુષ્ય ગાળો એટલે પિતાજીને બીજી રીતે હરકત ન પડે ને તમે સુખી થાવ. કાકી તો એવું જ કહે છે કે એમના જેવાં તમારાથી શા માટે ન રહેવાય ? તમે જો પુનર્લગ્ન કરશો તો કાકી તમારું મોં જોવાનાં નથી ને ગુણિયલ પણ માત્ર પિતાજીને લીધે જોશે. સરસ્વતીચંદ્રના બાપા ગાંડા થયા છે ને તમને બેને ઝંખે છે. પિતાજી તો બધી હરકત વેઠીને પણ તમારું સુખ જોવાને ઇચ્છે છે ને તેમના મનની વાત ચંદ્રકાંતને આજ લખી હશે કે લખશે. તમારા સસરા સંન્યસ્ત લેવાના કહેવાય છે.
આ સર્વ તમને કોઈ કહે નહીં માટે મેં લખ્યું છે. મને પૂછો તો આ બધી દુગ્ધામાં હવે પડશો નહીં. છૂટ્યાં છો તે બંધાશો નહીં. મારે પોતાને પણ બંધાવું નથી. ગમે તે થાય પણ લગ્નના ફાંદામાં પડવું નથી. આજ સુધી પિતાજી એમ કહેતા હતા કે કુસુમને સરસ્વતીચંદ્ર જોડે પરણાવીશ - હવે ઈશ્વરકૃપાથી તે વાત ગઈ છે. મને કૌમારવ્રત પાળવા દેવાની પિતાજીએ હવે સ્પષ્ટ હા કહી છે. મારા મનમાં એમ છે કે મારેયે ન પરણવું ને તમારેયે ન પરણવું ને આપણે બે બહેનો ઠીક પડશે ત્યાં સુધી ગુણિયલ પાસે રહીશું, ઠીક પડશે ત્યારે ચંદ્રાવલી પાસે રહીશું, ને ઠીક પડશે ત્યારે મોહનીમૈયાના મઠમાં રહીશું, નવા અભ્યાસ કરીશું, ને સંસારના મોટા ખાડામાંથી ઊગરી ખરા કલ્યાણને માર્ગે જઈશું.
તમે સરસ્વતીચંદ્ર સાથે યોગ પામો તેમાં મને તો લાભ છે. કારણ તમે તેમની સાથે જોડાવ તો એવું પણ થાય કે મારે માટે યોગ્ય વર નથી માટે કુંવારી રાખવાની પિતાજી હા કહેતા હશે; ને તમે વિધવાવ્રત પાળશો તો વખત છે ને પાછું મારે માથે ચક્ર બેસે ને સૌમને કહેશે કે આ વર છે ને તું પરણ. પણ મેં તો નિશ્ચય કર્યો છે કે પિતાજીએ એક વાર હા કહી છે તેમાંથી ફરવા નહીં દઉં; ને તમે ને હું બે સરખાં હોઈએ તો મરજી પડે ત્યાં રહીએ ને બેને ગમે.
અમે સૌ એક બે દિવસમાં ત્યાં આવીશું. તમને હજી છતાં કરવાં નથી માટે તમને એકાંત રાખવાને માટે ગુણિયલે મોહિની અને ચંદ્રાવલી ઉપર છાનો સંદેશો મોકલ્યો છે. ફલોરા પણ આવવાનાં છે; કારણ સમજાતું નથી, પણ મને, તમને સમજાવવાને માટે એમને મોકલવાનું ઠર્યું હોય એવું કાને આવ્યું છે. પણ એ એવું સુજ્ઞ માણસ છે કે તેમના ભણીની કંઈ ચિંતા રાખવા જેવું નથી.
તમને આ વાત કોઈ કહેવાનું નહીં ને ત્યાં બધાં વચ્ચે આપણે વાત કરવાનો જોઈએ તેવો પ્રસંગ મળે કે ન મળે માટે આટલું આ પત્રમાં લખ્યું છે. સરસ્વતીચંદ્ર પણ સુજ્ઞ છે; કુંવારાં રહેવાનો મારો મૂળ વિચાર એમની વાતોથી થયો છે ને હવે એ મારા મત્સ્યેંદ્રગુરુ ભૂલી જશે તો હું ગોરખ થઈને ગાઈશ કે ‘દેખ મછેંદર, ગોરખ આયા !’
કુમુદબહેન ! બાકીનું તમારા દુઃખથી હું શીખી છું ને મારા સુખથી તમે શીખજો - કે પછી તેમાંથી એક પણ ડગીએ નહીં ને ડગવા દઈએ નહીં.
બાકીની વાતો મળીએ ત્યારે આખો જન્મારો છે.
લિ. કુમુદની કુસુમ તે બીજા કોઈની નહીં.’
પત્ર વાંચતાં વાંચતાં કુમુદ કંઈ હસતી હતી, કંઈ ખિન્ન થતી હતી, અને બીજા પણ અતર્ક્ય વિચારો એના હૃદયમાં આવતા હશે એવું તેના કપાળની કરચલીઓથી, ભ્રમરના ભંગથી, આંખોનાં પોપચાંના પલકારાથી, અને ગાલ પર ફરતા સ્પષ્ટ રંગોથી, જોનારને સમજાય એમ હતું, અને તે જુએ એવી વસ્તી એની પાસે પ્રત્યક્ષ હતી. વાંચીને એ પત્ર એણે ચંદ્રકાંતને આપ્યો ને આપતી આપતી બોલી :
‘ચંદ્રકાંતભાઈ ! આપ જે વિચાર કરો તેમાં આમાંથી પણ કંઈ કંઈક વિચારવાનું જડશે તે શોધી કાઢજો.’
બે મિત્રોએ પત્ર વાંચ્યો. સરસ્વતીચંદ્ર ગંભીર થઈ બોલ્યા ચાલ્યા વિના બેસી રહ્યો. ચંદ્રકાંતે પોતાના ઉપરના બીજા પત્રો ઉપ્ર આંખ ફેરવવા માંડી ને એકેકો પત્ર વાંચી વાંચી મૂક્તો ગયો તેમ તેમ સાર કહેતો ગયો.
‘ઉદ્ધતલાલ, તરંગશંકર, વીરરાવ, લક્ષ્મીનંદન શેઠ, હરિદાસ, બુલ્વરસાહેબ અને બીજાઓ પણ સરસ્વતીચંદ્રને ઓળખી જુબાની આપવા આવવાના છે. - સરસ્વતીચંદ્ર ! તમારે માટે તો મોટો મેળો ભરાશે ! મુંબઈ છોડી સાધુ ન થયા હોત તો આ વેળા ક્યાં આવવાની હતી ? બહુ જ ભાગ્ય તેમનાં ને આપણાં કે આ શંભુમેળાનો સંઘ આપણી પાછળ આવી જાત્રાએ આવશે.’
સરસ્વતીચંદ્ર ગંભીર રહ્યો ને માત્ર એટલું જ પૂછ્યું કે ‘ગંગાભાગીનો પત્ર નથી?’
ચંદ્રકાંત : ‘છે, પણ સંતાડવાનો છે.’
સરસ્વતીચંદ્ર : ‘કુમુદસુંદરીને તો વંચાવો.’
કુમુદસુંદરી : ‘ગંગાભાભી -’
ચંદ્રકાંત - ‘અમારા ઘરનાં એ ઘરવાળાં - જેમની સાથે ઊભાં રહેતાં તમે શરમાશો.’
કુમુદસુંદરી - ‘વાંચવા દેવામાં હરકત છે ?’
ચંદ્રકાંત - ‘છે તો બધીયે છે ને નથી તો કાંઈ નથી. આપું ? લો ત્યારે ! થાય તે ખરું ! નીકર હું જ વાંચું છું. સાંભળો :
‘હું મરવા પડી હતી એટલું જ નહીં પણ તમારાં સગાં ને વહાલાંએ ધૂર્તલાલ સાથે મારો ઘાટ ઘડવો ધાર્યો હતો. તે જાણતાં છતાં તમે ન આવ્યા તે બહુ જ સારું થયું. કારણ હું મોઈ હોત ને સરસ્વતીચંદ્ર જડ્યા હોત તો છોકરાં ભૂખે ન મરત, પણ જીવું છું ને નહીં જડે તો તમે ઘરનાંની શરમ તોડી મને કે છોકરાંને કંઈ કોડી બતાવવાના નથી. માટે તેમને શોધવાનું પડતું મૂક્યું નહીં ને આવ્યા નહીં તે જ સારું થયું.
તમારો કાગળ આવ્યા પછી મને અને છોકરાંને ઉદ્ધતલાલ પોતાને ઘેર લઈ ગયા છે; તેથી તેમની ને તમારાંની વચ્ચે રમઝટ ચાલી, પણ ઉદ્ધતલાલ કોઈનાથી જાય એવું રત્ન નથી. ને હવે તો હું પણ સાજી થઈ છું. સરસ્વતીચંદ્ર જડ્યા કહેવાયા સાંભળી સાજી થઈ. ખરેખર જડ્યા હશે તો ઉદ્ધતલાલ ત્યાં આવશે ને હું પણ સાથે આવીશ.
એવું પણ સંભળાય છે કે કુમુદસુંદરી જીવતાં નીકળ્યાં છે. પણ હવે તો તે વૃથા. નાતરિયા નાત હોત તો જુદી વાત હતી. તમે સુધારાવાળા નાતરાં કરાવો તો ના કહેવાય નહીં - પણ, એ નાતના ઘોળમાં પડવાની ને છૈયાંછોકરાં પરણાવવાની એમ બે વાતો સાથે બંને એવી નથી. ઉદ્ધતલાલ કહે છે કે આપણે નાતરિયા નાતનો, વિલાયત જઈ આવનારાનો, નાતબહાર રહેલા લોકનો, ને એવા એવાઓનો સૌનો શંભુમેળો કરી નવી મોટી નાત કરીશું ને તેમાં નાતબહાર મૂકવાનો ચાલ કાઢી નાખી એ નાતમાં આવે તેને માટે સૌને સદર પરવાનગીનો પાસ આપી બારણાં ઉઘાડાં મૂકીશું એટલે આપણી નાત વધ્યે જ જશે ને જૂની નાતોમાં ઘરડાં રહેશે ને નવીમાં નવાં નવાં જુવાનિયાં આવશે. મને તો આ બધી વાત મશ્કરીની લાગે છે, પણ તમારું ઠેકાણું નહીં માટે જણાવું છું કે આવું તો કંઈ ઠીક નહીં. એ તો પછી છોકરવાદી નાત થાય. ગાયગધેડા ભેગાં થાય એ કંઈ મને ગમે નહીં. મને તો લાગે છે કે એવું થાય તો ભાયડાઓ એ નવી નાતમાં જાય પણ કંઈ કંઈ બાયડીઓને તો તેમનાથી જુદાં પડી જૂનામાં રહેવાનું ગમશે. એવી વર્ણશંકર નાત થાય તે તો કંઈ સારું નહીં. માટે એવો કલજુગ ભૂલ્યે ચૂક્યે બેસાડશો નહીં.’
કાગળ ખિસ્સામાં મૂકતો મૂકતો પાછો કાઢી કુમુદસુંદરીને એક ઠેકાણે કાગળમાં આંગળી મૂકી બોલ્યો : ‘આટલું તમે વાંચી જુઓ - ને મનમાં રાખજો સરસ્વતીચંદ્રને યોગ્ય વેળાએ જણાવીશું.’
કુમુદે તે મનમાં વાચ્યું.
‘ગુમાનબાના દીકરા ધનભાઈ ગુજરી ગયા છે. લક્ષ્મીનંદન ગાંડા થયા છે પણ ગુમાનબા તેમની ચાકરી કરે છે ને એ પણ હવે જાણે છે કે સરસ્વતીચંદ્ર વિના એમનું કોઈ બીજું થાય એમ નથી. ધૂર્તલાલ ઉપર ફોજદારી ચાલે છે ને મોટા મોટા લોકને એમાં રસ પડે છે. દાક્તર કહે છે કે સરસ્વતીચંદ્ર જડશે તો લક્ષ્મીનંદન ડાહ્યા થશે માટે એમને ત્યાં લાવવા ધાર્યા છે. સરસ્વતીચંદ્ર જડે તો ધનભાઈનું સ્નાન કરાવજો ને બીજા આ બધા સમાચાર કહેજો. શેઠની જોડે ગુમાનબા પણ ઘણું કરી આવશે ને લખશો તો હું પણ આવીશ ને સરસ્વતીચંદ્રને ઘેર આણવા જરા ધમકાવવા હશે તો તે આવડશે. બાકી અંગ્રેજી ભણેલાને સમજાવવાનું તો નહીં આવડે. એ તો પથ્થર પલાળવાનું કામ.’
કુમુદે પત્ર પાછો આપ્યો ને કંઈક ઊંડા વિચારમાં પડી ગઈ. અંતે તેમાંથી જાગીને બોલી :
‘ચંદ્રકાંતભાઈ ! પત્રો વાંચવાના થઈ રહ્યા. તમારે વિચારવાની સર્વ વ્સ્તુ મળી ગઈ. ચંદ્રાવલીબહેન રાત્રે આવશે ને પ્રાતઃકાળે ગુરુજી સમાધિમાંથી જાગશે ને તમારે ત્યાં જવું થશે ને મારે ચંદ્રાવલીબહેન જોડે જવું પડશે. કાલ ગુણિયલ પણ બધાને લઈ આવશે, અને હવે એકાંત વિચાર કરવાનો ને વિચાર કરવા બેસવાનો આવો કાળ થોડાંક પહોરનો રહ્યો છે તે વિચારમાં ગાળ નાખીશું તો સિદ્ધાંત ઉપર આવવાનો ને તમારો નિર્ણય જાણવાનો અવકાશ પછી મળવો દુર્લભ. બીજાંને અમારો બેનો સ્વપ્ન અને જાગૃત સંસાર કહેવો કઠણ છે ને તે તેમનાથી સમજાવો મનાવો અશક્ય છે.’
ચંદ્રકાંત કંઈક વિચાર કરી બોલ્યો : ‘તો સાંભળો. વિચારનો જે સાપ તમે મારે માથે નાંખ્યો તે ઉછાળી મારે તમારે માથે નાંખવાનું થાય એમ છે. તમારા યોગ અને ચિરંજીવોનાં ઇન્દ્રજાળને હું માત્ર માનસિક શાસ્ત્ર ઁજઅષ્ઠર્રર્ઙ્મખ્તઅ - ના ચમત્કાર માનું છં પણ તેમાં ઘણો અને ઊંડો બોધ જેટલો ભરેલો છે એટલો જ તમારાં હૃદયના હસનો સમાગમ પણ તેમાં ફુવારાની ઊંચી ધારાઓ પેઠે ઊડી રહેલો છે. આ સુંદર પવિત્ર સ્વપ્ન ચિત્ર પ્રત્યક્ષ કરી તમને વિવાહના સમાગમમાંથી પળવાર પણ દૂર રાખવાને ચંદ્રકાતનું હૃદય કહ્યું કરે એમ નથી. તમારા ભવ્ય અને લોકકલ્યાણેચ્છક અભિલાષો સિદ્ધ થાય તો આ દેશમાં નવી રમણીય અને સુખકારક સૃષ્ટિ ઊભી થવાની, તેમાં વિલંબ પડે છે તેથી પણ હું અધીરો થઈ જાઉં છું. પણ આપણા હાલના આર્ય સંસારમાં એ સર્વ સુંદરતાનું તેજ, તમારાં ‘પુનર્લગ્ન’ કહેવાતા તમારા નવા લગ્નની છાયાથી કાળું પડી જશે, તમે શૂદ્ર હો તેમ લોક તમારા સંસર્ગથી દૂર રહેશે, અને તમારી અપકીર્તિને લીધે, પૃથ્વી ઉપર વૃષ્ટિ કરવા નીકળેલાં વાદળાંની ધારાઓ ખારા સમુદ્રમાં પડી જાય ને પૃથ્વીને બિંદુ પણ ન અડકે તે રીતે તમે વરસાવવા ધારેલા કલ્યાણમેધ લોકને ઉપયોગી ન થતાં નકામે સ્થાને ગળી જશે અથવા જાતે વેરાઈ જશે.
જો તમારું લગ્ન નથી થતું તો તમારાં સુંદર પવિત્ર સ્વપ્ન નિષ્ફળ જશે, તમે વેઠેલું તપ નિષ્ફળ જશે, તમારા રસોત્કર્ષની વીજળીના ચમમારાન સ્થાને અમાસની રાત્રિ જેવું થઈ જશે, અને સ્ત્રીસૃષ્ટિ દ્વારા આર્યલોકને તમે કરવા ધારેલાં કલ્યાણ કરવામાં અવિવાહિત સરસ્વતીચંદ્ર સાધનહીન રહેશે. અને જો તમારો વિવાહ થશે તો સાધનવાળા થયેલા સરસ્વતીચંદ્રનાં સાધનમાત્ર લાકડાની તરવાર જેવાં થઈ જશે.
સ્થૂળ પ્રીતિને દૂર રાખી, તમારાં સૂક્ષ્મ શરીરનો સમાગમ રાખી, શરીરના સંબંધમાત્રનો ત્યાગ કરી મનોમનની મિત્રતાથી જ, આ લોકકલ્યાણમાં પ્રવૃત્ત થવા ઈચ્છતાં હો તો તે પણ તમારી વૃથા કલ્પના જ સમજવી. આપણા લોક કોઈ પણ સ્ત્રી અને પુરુષને સાથે ઊભેલાં દેખે એટલે સ્થૂળ સમાગમ જ માને છે. તેમની તુલામાં બીજાં કાટલાં નથી. સેંકડો વર્ષોના સંસ્કારોથી અને અભ્યાસથી યુરોપનાં સ્ત્રીપુરુષો એકાંતમાં પણ મન મારીને સાથે વસવાની કળાને પામ્યાં છે અને તેવી કળા આ સાધુજનોમાં અથવા તમે કહો છો તેવા પ્રાચીન આર્ય સંસારમાં એક કાળે હશે. પણ આજ તો આ દેશકાળમાં તે અભ્યાસનું સ્વપ્ન પણ નષ્ટ થયું છે ત્યાં એવો બલિષ્ઠ અભ્યાસ થોડા કાળમાં કેવી રીતે ઊગવાનો કેં સમજાવાનો ? માટે તમે વરણવિધાનથી વિવાહિત થાવ તેથી જેમ લોકનું કલ્યાણ કરવામાં તમારી તાકેલી બંદૂકોના બાર ખાલી જવાના, તેવી જ રીતે વિવાહ વિના કેવળ સૂક્ષ્મ સમાગમ રાખી કરવા ધારેલા બાર પણ ખાલી જ જવાના, અને તમારે બેને સ્થૂળ શરીરનું નિષ્ફળ બ્રહ્મચર્ય-તપ તપવું પડશે ને વધારામાં.
આ ત્રણે માર્ગથી તમારા અભિલાષ સાધ્ય છે. એ અભિલાષ સિદ્ધ કરવાનો માર્ગ તો એક જ છે કે ગુણસુંદરીના અને સુંદરગૌરીના અભિલાષને તૃપ્ત કરવો. સરસ્વતીચંદ્ર ને કુમુદસુંદરીનો સ્થૂળસૂક્ષ્મ વિવાહ થાય અને કુમુદસુંદરી પરિવ્રાજિકાવ્રત પાળી તેમને સાહાય્ય આપશે તો લોકમાં પ્રશંસા થશે અને લોકકલ્યાણના અભિલાષમાં સરસ્વતીચંદ્રને એકને સાટે બે સહાયિનીઓ મળશે. તેમાં વિઘ્ન ત્રણ. કુસુમસુંદરને કુંવારાં રહેવું છે, કુમુદસુંદરી સાથે અદ્વૈત પામેલું સરસ્વતીચંદ્રનું હૃદય નવાં અદ્વૈતને શોધવા જૂના અદ્વૈતનો ત્યાગ નહીં કરી શકે, અને જૂના અદ્વૈતનો ત્યાગ કરવા નવા અદ્વૈતને શોધી કે સાધી નહીં શકે. બાકી એકનો ત્યાગ ને બીજાની સાધનાને સાટે કોઈના ત્યાગ વિના નવા અદ્વૈતની જ યોજના કરવી હોત તો કુસુમસુંદરીના પોતાના સ્વીકારની વેળાએ અને મુંબઈની રત્નનગરી આવતી વેળાએ તેમનું સંવનન પણ નહોતું થયું ને પરિશીલન પણ નહોતું થયું. બે મનુષ્યોના સ્વાર્થ સંધાય ને સમાગમ રચાય ત્યારે થોડોઘણો સ્નેહ, થોડોઘણો અભેદ અને થોડુંઘણું અદ્વૈત એટલાં વાનાં ક્યાં આર્યો નથી પામી શકતાં ? મારી ગંગાનો પત્ર તમે હમણાં જ વાંચ્યો ને અમારું કંઈક અદ્વૈત છે તો કુસુમસુુંદરી જેવી શિક્ષિત રસિક મેધાવિની સાથે સરસ્વતીચંદ્રનું અદ્વૈત થવા પામે અને મારા ને ગંગાના કરતાં તો અનેકધા વધારે કલ્યાણકર થઈ શકે એમાં શો સંદેહ છે ? પણ જે વાતમાં નથી પ્રવૃત્તિ વરને ને નથી કન્યાને, અને વધારામાં જે વાત સાધવા માટે તમારો આવો અપ્રતિમ યોગ તોડવો પડે એ - વાત કરવા કરતાં તો તમારાં ધારેલાં લોકકલ્યાણ બધાંયે અગ્નિમાં પડે તે સહી શકાશે.
તમારામાં તમે ધારેલાં લોકકલ્યાણની જ વાસના તીવ્ર હોય, ને તમારો સમાગમ તેને માટે રાખવો પણ ખરો ને તે રાખવાથી કલ્યાણકાર્યમાં વિઘ્નરૂપ ન થાય એ બે વાનાં સાથેલાગાં કરવાં હોય, તો મને એક જ માર્ગ સૂઝે છે કે સરસ્વતીચંદ્રે કુસુમસુંદરી સાતે દેખીતું લગ્ન કરવું, ને પછીથી કુસુમસુંદરીને ચંદ્રાવલી પેઠે સ્વતંત્ર રાખવાં, અને એ બે આટલાં પરસ્પર ભેગાં રહે એવે કાળે તમે બે હાલ રાખો છો તેવી સૂક્ષ્મ પ્રીતિ ભલે કાયમ રાખો ને સૂક્ષ્મ કે સ્થૂળ એક પણ પ્રીતિ વગરનાં સ્વતંત્ર કુસુમસુંદરી ભલે પોતાની સ્વતંત્રતા જાળવે. આપણા લોકની દૃષ્ટિના વિષનો પ્રતિકાર, લોકનું કલ્યાણ, તમારો સૂક્ષ્મ સમાગમ, વિદ્યાચતુરની અને ગુણસુંદરીની સ્વસ્થતા, અને મારા જેવાને જોવાનું અને તમારું તપ જોઈ બળવાનું કે હસવાનું; એ સર્વ કાર્ય સાથે લાગા થવાનો એક આટલો માર્ગ છે - તે તમને પ્રિય હોય તો.’
સરસ્વતીચંદ્ર : ‘લોકના કલ્યાણ માટે પણ તેમની વંચના કરવી તે અધર્મ છે. પોપટ અને મેના જેવાં પક્ષીનું કલ્યાણ ઇચ્છી તેમનું કલ્યાણ કરવાને માટે પણ તેમની સ્વતંત્રતા બંધ કરવા હું ઇચ્છતો નથી. તે મારે કુસુમસુંદરીની સપ્તપદીની પ્રતિજ્ઞાઓમાં પૂરી પછી તે તોડવામાં સહાયભૂત થવું અને જાતે પણ મિથ્યા પ્રતિજ્ઞાઓ લેવી એ મહાન અધર્મ કરવા કરાવવા હું ઇચ્છતો નથી. કલ્યાણકારક દાનશક્તિરૂપ કર્ણનેપણ પિતામહે કહેલું હતું કે ધર્મલોપથી તારો જન્મ થયો છે માટે તારો પરિપાક આવો દૂષિત થયો છે - એ વ્યાસવાક્ય મને સત્ય લાગ્યું છે. ધર્મ પ્રથમ અને કલ્યાણની વાસના પણ પછી - ચંદ્રકાંત! ડ્ઢેંઅ કૈજિં, ટ્ઠહઙ્ઘ ંરીહર્ હઙ્મઅર્ ેિ ર્દ્બજં ષ્ઠરીિૈજરીઙ્ઘ ઙ્ઘિીટ્ઠદ્બજ. ર્ ટ્ઠષ્ઠંર્ ંરીિુૈજી ૈજ ર્ં ઙ્મટ્ઠષ્ઠી ંરી ષ્ઠટ્ઠિં હ્વીર્કિી ંરી ર્રજિી. ર્ હ્વીઙ્મૈીદૃીર્ ંરીિુૈજી ૈજ ર્ં હ્વી ેહઙ્ઘીિ ટ્ઠ જીકઙ્મ-ઙ્ઘીઙ્મેર્જૈહ ટ્ઠહઙ્ઘ ીહિૈર્ષ્ઠૈેજ કટ્ઠઙ્મઙ્મટ્ઠષ્ઠઅ. ૈં રટ્ઠદૃી ઙ્મીટ્ઠહિં ંરૈજ ૈહદૃટ્ઠઙ્મેટ્ઠહ્વઙ્મી ઙ્મીજર્જહ ર્ં ંરૈજ જટ્ઠષ્ઠિીઙ્ઘ ર્ઙ્મઙ્ઘખ્તી ટ્ઠહઙ્ઘ રટ્ઠદૃી ંટ્ઠેખ્તરં ૈં ર્ં ંરૈજ ઙ્ઘીટ્ઠિ ટ્ઠિંહીિર્ ક દ્બઅ ઙ્ઘીટ્ઠિ ઙ્ઘિીટ્ઠદ્બ, ટ્ઠહઙ્ઘ ૈં હીદૃીિ ર્િદ્બૈજીઙ્ઘર્ િ ર્િર્જીઙ્ઘ ર્ં ર્કઙ્મર્ઙ્મુ ટ્ઠહ ૈહદૃૈંટ્ઠર્ૈંહ કર્િદ્બ ઝ્રરટ્ઠહઙ્ઘટ્ઠિાટ્ઠહંટ્ઠર્ િ ટ્ઠહઅ ર્દ્બિંટ્ઠઙ્મર્ િ ૈદ્બર્દ્બિંટ્ઠઙ્મ હ્વીૈહખ્ત ર્ં ટ્ઠઙ્મર્ઙ્મુ ટ્ઠહઅ કેિંરીિ ઙ્ઘૈજર્જઙ્મેર્ૈંહર્ ક ંરૈજ ટ્ઠિંહીજિરૈ ર્ક દ્બૈહી, ુરટ્ઠીંદૃીિ હટ્ઠદ્બીર્ િ ર્કદ્બિ ર્એ હ્વી ઙ્મીટ્ઠજીઙ્ઘ ર્ં ખ્તૈદૃી ર્ં ંરટ્ઠં ઙ્ઘૈજર્જઙ્મેર્ૈંહ.’
ચંદ્રકાંત : ‘ૈંર્ હઙ્મઅ ર્િર્જીઙ્ઘ ંરી ટ્ઠર્ઙ્ઘર્ૈંહર્ ક ટ્ઠ ષ્ઠીિીર્દ્બહૈટ્ઠઙ્મ કૈષ્ઠર્ૈંહ ટ્ઠહટ્ઠર્ઙ્મર્ખ્તેજ ર્ં ંરી ંર્રેજટ્ઠહઙ્ઘ ટ્ઠહઙ્ઘર્ હી ઙ્મીખ્તટ્ઠઙ્મ ટ્ઠહઙ્ઘ િીઙ્મૈર્ખ્તૈેજ કૈષ્ઠર્ૈંહજ ુરૈષ્ઠરર્ ેિ ર્ીઙ્મી રટ્ઠદૃી ર્જર્ કીંહ ટ્ઠર્ઙ્ઘીંઙ્ઘ ર્ં ીકકીષ્ઠં ંરીૈિ િીર્કદ્બિજ.’
સરસ્વતીચંદ્ર : ‘્રી ર્રઙ્મઅ ર્ીઙ્મીર્ ક ંરૈજ ઙ્મટ્ઠષ્ઠી ઙ્ઘીીંજં જેષ્ઠર કૈષ્ઠર્ૈંહજ, ટ્ઠહઙ્ઘ ૈં ંરૈહા ંરીૈિ ીંરૈષ્ઠજ ૈજ ંરી ેિીજં ટ્ઠહઙ્ઘ રૈખ્તરીજંર્ હ ંરૈજ ટ્ઠજર્ હ જીદૃીટ્ઠિઙ્મર્ ંરીિ ર્ૈહંજ.’
ચંદ્રકાંત : ‘ર્રૂે રટ્ઠદૃી કર્ઙ્મર્િીઙ્ઘ દ્બી. ૈં રટ્ઠદૃી ર્હંરૈહખ્ત ર્ં ટ્ઠઙ્ઘઙ્ઘ. કુમુદસુંદરી ! જેના હૃદયમાં તમે આમ વસો છો તેના હૃદયમાં સાથિયા પૂરવાનું કામ તમારું. એ કળા મને ન આવડી.’
સરસ્વતીચંદ્ર : ‘ચંદ્રકાંત, તને પ્રશ્ન પૂછ્યો છે કે અમારે બે જણે કેવી રીતે વ્યવહાર રાખવો, તેટલાનો તું ઉત્તર દે. તટસ્થ થઈને દે કે મિત્ર થઈને દે.’
ચંદ્રકાંત : ‘કુમુદસુંદરી, પુરુષોની બુદ્ધિ આમાં નહીં ચાલે. હવે તો તમારે જ માથે સૌ આવ્યું.’
કુમુદ વિચારમાં પડી હતી. તેણે સાંભળ્યું નહીં.
ચંદ્રકાંત : ‘કુમુદસુંદરી, આ યોગમાંથી જાગો ને નવો યોગ સાધો. અમ પુરુષોની બુદ્ધિ ચાલતી નથી માટે તમારે એકલાંએ હવે વિચાર કરવાનું બાકી રહ્યું એટલે તમે કહેશો તેમ મારો મિત્ર કરશે.’
કુમુદસુંદરી : ‘આપનો ઉપકાર માનું છું. જાણવાનું સર્વ જાણ્યું. હું વિચાર કરીશ પણ સરસ્વતીચંદ્ર ! આપ બંધાવ છો કે જે નિર્ણય હું કરીશ તે તમે સ્વીકારશો ?’
સરસ્વતીચંદ્ર : ‘મારા ને તમારા યોગ સંબંધમાં જે નિર્ણય કરશો તે હું પાળીશ.’
કુમુદસુંદરી : ‘તમારા વચનમાં આટલી મર્યાદા કેમ મૂકો છો ?’
સરસ્વતીચંદ્ર : ‘એ આપણી પ્રીતિની મર્યાદા છે. એ મર્યાદાની બહાર સર્વ વિષયમાં, મારા તમારા બેનાં હૃદયમાં સંયુક્ત સંગીતથી જે સ્વર નીકળે તે ખરા.’
કુમુદસુંદરી : ‘આપણાં સંગીત જુદાં નથી.’
સરસ્વતીચંદ્ર : ‘સંગીત એક છે પણ કંઠ બે છે.’
કુમુદસુંદરી : ‘ભલે એમ હો. હું તમારા હૃદયમાં હોઈશ તો કંઠમાં પણ આવીશ. ચંદ્રકાંતભાઈ ! મેં સર્વ વિચાર કરવાનો માર્ગ શોધી કાઢ્યો છે. આ કંથા ધારી તો ધર્મ પણ કંથાનો જ ધારીશ. હું મારા કુટુંબોમાં નહીં ભળી શકું, પણ તેનાથી ગુપ્ત પણ નહીં રહું. દંપતીના હૃદયમંત્ર વિના કંઈ પણ અન્ય વાત સાધુજનો ગુપ્ત રાખતાં નથી - તો હું ગુણિયલથી ગુપ્ત નહીં રહું ને એ કાલ આવશે ત્યારે તેમને મળીશ, તેમને શાંત કરીશ, અને હું અને મારી કુસુમ મળી કાંઈક યોગ્ય માર્ગ કાઢીશું તેમ ચંદ્રાવલીબહેન રાત્રે આવવાનાં છે તેમને પણ અમારા મંત્રમાં ભેળવીશું.’
સરસ્વતીચંદ્ર જોઈ રહ્યો.
કુમુદસુંદરી : ‘જેની સાથે આવા આટલા અદ્વૈતથી મારું હૃદય એક થયું છે તેને શંકા ઉપજાવવા જેવું હજી સુધી તો મેં કાંઈ કર્યું કે કહ્યું નથી.’
સરસ્વતીચંદ્ર : ‘હું જાણું છું કે તમે સાધુજન છો, અને ચિત્તે વાચિ ક્રિયાથાં ચ સાધુનામેકરુપતા એ સાધુજનનું લક્ષણ પામવા આપણે પ્રયત્ન કરીએ છીએ. પણ લોકના સંસારમાં અનેક અનર્થસ્થાન હોય છે માટે કહ્યું છે કે -ધનામ્બુના રાજપથે હિ પિચ્છિલે ક્કચિદ્ધૈરપ્યપથેન ગમ્યતે । તમે જે સ્થાનમાં જવાનાં છો તેમાં તમારું મોક્ષ છે, પણ આપણા યોગ કે વિયોગને માટે જે કાંઈ યોજના થશે તેથી તમે ગમે તો હૃદયમાં મૂંઝાશો, ગમે તો લાજશો, અને ગમે તો બીજાના હૃદયનું અનુવર્તન કરવા તમારા પોતાના હૃદયનો ભોગ આપશો. તમારા હૃદયની કે તમારી વાણીની કે ક્રિયાની એ અવસ્થા થશે તો તેમાંથી તમને મુક્ત કરવા મારી વૃત્તિ જેટલી મારી શક્તિ હશે કે કેમ તે હું શી રીતે કહી શકું ? પણ પાર્વતીને શિવજીએ કહ્યું હતું કે વિમાનના સુભ્રુ કુતઃ પિતૃર્ગૃહે તે છતાં પૂર્વાવતારમાં તેને પિતાના ગૃહમાં વિમાનમાં થઈ હતી ને તેણે દેહત્યાગ કર્યો હતો તેમ તમારે કરવાનો અવસર ન આવે એટલું લક્ષ્યમાં રાખજો. તમારું કુટુંબ, તમારાં મન, વાણી અને ક્રિય્ને પ્રતિકૂળ નહીં હોય ત્યાં સુધી હું સ્વસ્થ રહીશ. મારા ઉપર ને બીજાં ઉપર આ આજ્ઞાપત્ર તમે જોયાં ને જાણ્યાં તેનો મને લેશ પણ ભય નથી. ને સુજ્ઞ પુત્રીવત્સલ માતાપિતા ભણીથી તમને પણ ભય નહીં થાય. પણ સંસારની રૂઢિઓ અન્યથા છે ને તેમાંથી તમારી સ્વાધીનતાને કંઈ ભય પ્રાપ્ત થશે કે સંસાર તમારા સ્થૂળ કે સૂક્ષ્મ શરીરને કોઈ પણ રીતે પ્રહાર કરશે તો મારાથી જોઈ નહીં રહેવાય.’
કુમુદ કંઈ સ્મિત કરી બોલી : ‘એની ચિંતા ન કરશો. સાધુજનોએ રાંક કુમુદને નવી શક્તિ આપી છે ને એની સાધુતા આપના દ્વૈતથી પરિપુષ્ટ થઈ છે તો હવે શા માટે ઊંચો જીવ રાખો છો ?’