સરસ્વતીચંદ્ર
ભાગ : ૪ - ૩
સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
૧૧ : ચંદનવૃક્ષ ઉપર છેલ્લો પ્રહાર
ર્ઉર્ઙ્ઘદ્બટ્ઠહ, જટ્ઠિી ંરટ્ઠં િંીી !
ર્ેષ્ઠર ર્હં ટ્ઠ જૈહખ્તઙ્મી ર્હ્વેખ્તર !
ર્જી ર્ઙ્મહખ્ત ૈં જરીઙ્મીંિીઙ્ઘ દ્બી,
છહઙ્ઘ ૈં’ઙ્મઙ્મ ર્િીંષ્ઠં ૈં ર્હુ.
- ય્. ઁ. ર્સ્િિૈજ
ચિરંજીવોનું દર્શન સ્વપ્નના સિદ્ધનગરમાં સમાપ્ત થયું તેની સાથે સરસ્વતીચંદ્ર ગાઢ નિદ્રામાં પડ્યો. એક સ્વપ્ન વિના આખી નિશા ગાળી અને પ્રાતઃકાળે છેક આઠ વાગે એની આંખ ઊઘડી.
કુમુદ નિત્યને નિયમે ઊઠી હતી. પોતાને થયેલા સ્વપ્નની અદ્ભુત સામગ્રીઓ તેનાં બીજાં સ્વપ્નમાં પણ સાધનભૂત થઈ હતી અને ઊઠી ત્યારે સરસ્વતીચંદ્રને ઊઠવાની કેટલીક વાર સુધી વાટ જોઈ પાસે બેસી રહી. અંતે આની નિદ્રાનો ભંગ ન કરવો ઉચિત ગણી દંતધાવન આદિની સામગ્રી એની પાસે મૂકી, સાધુજનોનાં કામમાં ભળવા નીચે ગઈ. કેટલીક વારે ઉપર ફેરો ખાવા આવી તો સરસ્વતીચંદ્ર ઊઠેલો હતો તેની સાથે કાંઈ સહજ વાતચીત કરી પાછી ગઈ. અને બે ગુફાઓની વચ્ચેના પુલ ઉપર જતી જતી બોલી : ‘કોઈને વધારે પરિચયથી વાસના વધે; આપણી ઘટી ! દિવસ જ આજ કેવો સ્વસ્થ, સુંદર અને પવિત્ર લાગે છે !’
સરસ્વતીચંદ્ર - ‘જેવું મન તેવું જગત, અને જગત તેવું મન. આવાં પુણ્યસ્વપ્નનું જગત અને તમારા જેવું પવિત્ર મન ! એ ઉભયનો સંયોગ આવા જ દિવસને દેખાડે.’
કુમુદસુંદરી - ‘આપના પવિત્ર મનની છાયામાં ઉદય પામી સ્વપ્ન જાગૃતના કરતાં વધારે બોધક થાય છે ને મારા જેવીનાં મન દૃઢ થાય છે. આપ આજના સ્વપ્નનું વર્ણન પણ કાલની પેઠે લખશો ?’
સરસ્વતીચંદ્ર - ‘અવશ્ય લખીશ. પરમ દિવસના સ્વપ્ને મારા દુઃખનો આવેગ વધાર્યો હતો. કાલના સ્વપ્ને મને સ્વસ્થ કર્યો છે, સંતુષ્ટ કર્યો છે, ને મારા ધર્મના માર્ગ મારી દૃષ્ટિ પાસે સ્પષ્ટ તરી આવે છે.’
કુમુદસુંદરી - ‘ગુરુજીનો પ્રયાસ સફળ થયો.’
સરસ્વતીચંદ્ર - ‘તેમની તો કૃપા જ છે; પણ તેમની શક્તિથી જે મને મળે એવું ન હતું તે આજને સ્વપ્ને આપ્યું. કુમુદસુંદરી ! મારાં સર્વ પ્રિયજનને અને મારા દેશને કલ્યાણમાર્ગે લેવાની ક્રિયા મને સાધ્ય થશે.’
કુમુદસુંદરી - ‘શી રીતે ?’
સરસ્વતીચંદ્ર - ‘આજ હું બહાર જવાનો નથી. આખો દિવસ આ જ વિચાર કરી સર્વ વાત મારા હૃદયમાં સ્પષ્ટતમ સુવ્યવસ્થિત કરી દઈશ ને સાયંકાળે તમને સમજાવીશ.’
કુમુદસુંદરી - ‘એ સંધિનો સમય અને તે પછીનો સમય ગોષ્ઠી વિનોદથી દીપક થાય છે એ આપણે અનુભવ્યું છે; એ કાળે નિદ્રા વિયોગ કરાવે તે સારું, અને આપણી વાર્તા દિવસે કરીએ તે જ સારું.’
સરસ્વતીચંદ્ર - ‘વાંકી વાળેલી અત્તરની શીશીઓ ઢોળાતી ઢોળાતી બચી અને હવે તો દાટા દેવા ઈગયા છે ! હવે આપણે નિર્ભય નથી ?’
કુમુદસુંદરી - ‘પવિત્ર સ્વપ્નોથી ભરેલું આપનું હૃદય આવા ભયને અવકાશ નહીં આપે એવું હું માનું છું. પણ હજી આપણું ત્રસરેણુક જીવન કેવળ સૂક્ષ્મ નથી થયું ને સ્થૂળ શરીરને ભવસાગરમાં તરતું રાખવા પ્રયત્ન કરવો પડે એવો સંભવ રહેતો મટી નથી ગયો.’
સરસ્વતીચંદ્ર - ‘આજનો દિવસ મારી વિચારસિદ્ધિને આવશ્યક છે ને રાત્રિ તો તમે કહો છો એવી છે.
કુમુદસુંદરી - ‘હું હવે ધારું છું કે બે રાત્રિના કરતાં ત્રીજીને આપણે વધારે પવિત્ર અને સ્વસ્થ કરી શકીશું. તો ઠીક છે. હું તરત જવાની આજ્ઞા માગું છું.’
સરસ્વતીચંદ્ર - ‘અદ્વૈતમાં આજ્ઞા શી ?’
કુમુદસુંદરી - ‘એ પણ સત્ય છે; તો હું જાઉં છું.’
કુમુદસુંદરી ચાલી. ચાલવા માંડ્યા પછી સરસ્વતીચંદ્રે તેને પાછી બોલાવી.
કુમુદસુંદરી ! જરા આવીને જાઓ.’
કુમુદ પાછી ફરી.
‘શી ઇચ્છા છે ?’
સરસ્વતીચંદ્ર - ‘તમારું મન સ્વસ્થ છે ?’
કુમુદસુંદરી - ‘હા.’
સરસ્વતીચંદ્ર - ‘દૃઢ છે ?’
કુમુદસુંદરી - ‘એ પ્રશ્ન જ મનને અદૃઢ કરે છે.’
સરસ્વતીચંદ્ર - ‘તમારા સંબંધમાં હું કાંઈ તમને કહું તે ખેદ વિના સાંભળી શકશો?’
કુમુદસુંદરી - ‘આપના સંસર્ગથી આપે આપેલી મારી શૂદ્ર શક્તિઓનું બળ આપ જ જાણી શકશો ને વધારી શકશો.’
સરસ્વતીચંદ્ર - ‘જ્ઞાનદૃષ્ટિએ અને જ્ઞાનને બળે જ મારું કહેવાનું સાંભળી તમારું હૃદય સ્થિર રહી શકશે ?’
કુમુદસુંદરી - ‘જો એમ હોય તો કલ્પનાનું કે શંકાનું કાંઈ કારણ નથી.’
સરસ્વતીચંદ્ર - ‘તો બેસો ને આ વર્તમાનપત્રો આપું તે વાંચો.’
કુમુદ બેઠી. વર્તમાનપત્રો વાંચવા લાગી. સૌભાગ્યદેવી અને પ્રમાદધનના મરણના અને કુમુદના ડૂબી ગયાના સમાચાર એક પછી એક કુમુદે ધડકતે હૃદયે અને રોતી આંખોએ વાંચ્યા. પત્રો પાછાં મૂક્યાં અને રોતી રોતી નીચું જોઈ બેસી રહી. શું બોલવું, શું કરવું, કે શું પૂછવું - તે કાંઈ એને સૂઝ્યું નહીં. શોકનો એક કાળો રંગ એના હૃદયમાં વ્યાપી ગયો.
સરસ્વતીચંદ્ર - ’તમને આવો શોક થશે જાણીને જ મેં આ વાત તમને કહી ન હતી. હવે પરિપાક પામતા અદ્વૈતમાં આટલો પણ પડદો અધર્મ છે એમ જાણી હું આજ કઠણ હૃદયનો થયો ને આ વાત તમારી પાસે વંચાવવાની મેં ક્રૂરતા કરી.’
કુમુદનું મુખ લેવાઈ ગયું. એનાં આંસુ ખાળ્યાં રહ્યાં નહીં.
‘દેવીના વિષયનો તો મારો શોક આપ સશજી શકશો. પણ હું સત્ય કહું છું કે મારા સ્વામીનાથને માટેનો પણ મારો શોક એવો જ છે એથી વિશેષ છે. તેઓ સ્વભાવે સુશીલ અને સદ્ગુણી હતા - કુસંગે તેમને અવળે માર્ગે ચડાવ્યા. એ માર્ગે એ ચડ્યા ત્યારે પણ મેં એમની સમજણનો દોષ કાઢ્યો ને એમના હૃદયમાં મને દોષ લાગ્યો નહીં. એમનામાં વિદ્યા ન હતી પણ હૃદય હતું - ને તમારામાં પણ તમારી વિદ્યા કરતાં તમારા હૃદયનો વધારે વિશ્વાસ કરું છું તે તમે જાણો છો ! એ જીવ્યા હોત તો કોઈ દિવસ શું મને પાછી સ્મરત નહીં ? પ્રિય સરસ્વતીચંદ્ર ! આપના ઉપર મને દયા આવી ને એમના ઉપર પ્રીતિ હતી તેથી બે પાસનો વિચાર કરી મનમાં એમ ધારતી હતી કે આપ પાછા મુંબઈ જાવ તો સુખી થાવ એટલે મારે દયા કરવાનું રહે નહીં, અને હું પાછી કાળે કરીને એમનું હૃદય નરમ થાય ત્યારે એમની પાસે જ જાઉં ! એવો કાળ આવશે એવી મને શ્રદ્ધા હતી અને હવે એ પાસની શ્રદ્ધા અને આશા સર્વ નષ્ટ થઈ ગયાં ! જેમને માટે અત્યાર સુધી હું આપની પાસે આ શરીરને શુદ્ધ રાખી શકી તે ગયા, ને હવે હું સાસરે પણ શું જાઉં ને પિયર પણ શું જાઉં ? મેં એક સ્થાને વાંચેલું હવે સ્ફુરે છે ને અનુભવું છું કે
ત્નીજર્ઙ્મેજ, દ્ઘીટ્ઠર્ઙ્મેજ, અીં ંરી રીટ્ઠિં
ર્ન્દૃીજ ટ્ઠહઙ્ઘ ુીીજ ુરીહ ટ્ઠઙ્મઙ્મ ૈજ ટ્ઠજં.
હરિ ! હરિ ! તને આ જ ગમ્યું ?’
બે હાથે મોં ઢાંકી સંતાડી કુમુદ પુષ્કળ રોવા લાગી. સરસ્વતીચંદ્રથી તે જોવાયું નહીં. મર્યાદા મૂકી એની પાસે એ બેઠો ને એને વાંસે અને માથે હાથ ફેરવી કહેવા લાગ્યો.
‘તમારા હૃદયની શુદ્ધતા હું નહીં સમજું તો કોણ સમજશે ? તમે ઉદાર છો, શુદ્ધ છો, ને ક્ષમાશીલ છો, હવે આ કાળનું ધૈર્ય પણ તમારામાં આવી શકે છે એટલું વધારે દેખાડી દ્યો.’
કુમુદસુંદરી - ‘હવે હું જે રોઈશ તે જગત અસત્ય જ માનશે.’
સરસ્વતીચંદ્ર - ‘જગત ગમે તે માને ! શોક એ પોતાના હૃદયની સ્થિતિ છે - તેમાં સામાં માણસ સત્ય કે અસત્ય માને તેમાં આપણે શું ? આપણી સંસારી સ્ત્રીઓ રોવાકૂટવાનાં ચિત્ર કાઢે છે, ને તેમાં કૃત્રિમ કળાઓ વાપરે છે તેવું આપણે ઓછું જ કર્યું છે. તમારો શોક શુદ્ધ છે. પણ સાધુજનો શોકને સ્વીકારતા નથી.’
કુમુદ આંસુ લોહતી લોહતી જરા દૂર ખસી બેઠી.
‘આપનું કહેવું યથાર્થ છે. પણ સંસારની રીતે મારે હવે જુદો આચાર ઘટે છે. પ્રથમ તો હું હવે સ્નાનને અને સૂતકને પાત્ર થઈ, ને હાથની બંગડીઓનો નાશ ઉચિત થયો, અને વૈધવ્યકાળને જે જે બીજા-ઉચિત સંસ્કાર છે તે કરવા પડશે. પણ મને તે કોણ બતાવશે અને કરાવશે ?’ આટલું પૂછતી વળી તે રોવા લાગી.
સરસ્વતીચંદ્ર - ‘જે સંસાર તમે છોડ્યો છે તેના ધર્મ પાળવાની હવે આવશ્યકતા નથી. આ પવિત્ર સ્થાનમાં શુદ્ધ વિવાહથી વિવાહિત દંપતિનો મરણ પણ વિયોગ કરી શકતું નથી અને જેને સંસારમાં જન્મપર્યન્તનું વૈધવ્ય કહે છે તેને અહીંના સાધુજનો અવૈધવ્ય જ ગણે છે. માટે તમે સાધ્વીજનોમાં શ્રેષ્ઠ આર્યાઓને અને ચંદ્રાવલી મૈયાને પૂછીને તે દર્શાવે તે વિધિ પાળો.’
કુમુદસુંદરી - ‘શું આ વેશ રાખવો હવે એક પળ પણ ઉચિત છે ?’
સરસ્વતીચંદ્ર - ‘તમે સાધુજનોની અધ્યાત્મદૃષ્ટિથી જુઓ. સર્વ વેશ સંસારના સંપ્રત્યયાત્મક કલ્પનાઓથી થયેલા છે. તેમ તેની કલ્પના માત્રનો નાશ કરવો અને ગમે તો, સર્વ વેશને સમાન ગણી, લીધેલા વેશનો ત્યાગ ન કરો અને ગમે તો, સાધુજનો આ પ્રસંગને માટે જ ઉચિત ગણતા હોય તેવો વેશ સ્વીકારો.’
કુમુદસુંદરી - ‘આપે ભગવાં ધર્યાં તો હું પણ હવે તેનું જ ધારણ કરીશ.’
સરસ્વતીચંદ્ર - ‘જે કરો તે સાધુજનોને પૂછીને કરજો.’
કુમુદસુંદરી - ‘આપનું વચન સત્ય અને ઉચિત છે.’
શોકની મૂર્તિ જેવી, અવસન્નતાની છાયા જેવી, અને નિઃશ્વાસની ધર્મની જેવી બાળા સાધુઓ પાસે જવાને ઊઠીને ગઈ; અને જતાં જતાં ચારે પાસની ભીંતોના પથ્થર પણ પોતાને જોતા અને કંઈક કહેતા હોય એમ તેમના ભણી આંખ અને કાંન માંડતી, વસંતગુફાની નિસરણી ઉપરથી, ધીમે ધીમે ઊતરી. તેને જોનારને એવું જ ભાન થાય કે આ ગમે તો પગથિયાં ગણે છે ને ગમે તો પોતાનાં પગલાં ગણે છે - આમ એ ઊતરી.
એની પાછળ દૃષ્ટિપાત નાખતો, આંખનો પલકારો કર્યા વિના એને ન્યાળી રહેતો, સરસ્વતીચંદ્ર બેસી રહ્યો ને એ અદૃશ્ય થઈ એટલે વિચારમાં પડ્યો.
“ધાર્યું હતું કે આવો શોક જોવો ન પડે માટે આ વાત ન કહેવી. નવી અવસ્થાએ નવો ધર્મ ઊભો કર્યો અને મારી ધારણા બદલાઈ. જ્યાં સુધી મને સ્થૂળ કામની ભીતિ હતી ત્યાં સુધી કુમુદ પોતાને અવિધવા ધર્મથી બંધાયેલી ધારે તે જ ઇષ્ટ હતું. એ ભીતિ હવે બે પક્ષની ગઈ. પોતાને અવિધવા સમજનારી હવે પોતાને વિધવા જાણે છે. સ્થૂળ કામનાં શસ્ત્ર અત્યારે ખડાં થયાં હોત, તો હું અત્યારે એમ જ સમજત કે હવે આ મારી ભોગ્ય વસ્તુ છે, અને અનેક ક્રૂર અપકારોએ ક્ષત કરવા માંડેલી પણ આત્મબળે અક્ષત રાખેલી પતિવ્રતા આ પળે ક્ષત થઈ જાત. અસ્વામિકા થયેલી અનાથ બાળા કામનાં શસ્ત્રોનું અભિનંદન કરી બેસત ! હવે એ ભય એનો પણ ગયો ને મારો પણ ગયો. ઈશ્વરની પરમ કૃપાએ અને ઉભય પક્ષની કલ્યાણબુદ્ધિએ આ શમ અને દમને પુણ્ય માર્ગ પ્રત્યક્ષ કરાવ્યો. સૂક્ષ્મ પ્રીતિએ સ્થૂળ પ્રીતિને ઉતારી નાંખી અને પોતાનું જ નિષ્કંટક રાજ્ય કરી દીધું. કુમુદ! તું જે શોકથી અત્યારે ગ્રસ્ત થઈ છે તે હવે તારું કલ્યાણ કરશે એમ ધારીને મેં આ શસ્ત્રવૈદ્યના જેવી ક્રૂરતા વાપરી છે. એનાં અન્ય દુઃખ એટલાં બધાં વધ્યાં હતાં કે તેમના પ્રહાર ખમતાં ખમતાં આ કોમળ હૃદયને તે દુઃખોમાંથી જ બોધ લેવાનો અવકાશ મળી શક્યો ન હતો. એ પ્રહારોમાંથી છેલ્લો પ્રહાર એને મળી ચૂક્યો ને શોકમાંથી વિચારકાળ હવે ઉદય પામશે. ઈશ્વરે દુઃખ અને શોકની સૃષ્ટિ મનુષ્યોનાં સૂક્ષ્મ જીવનને સિદ્ધ કરવાને માટે જ રચી છે. દુઃખ અને શોક જાતે આમ પરિપાક પામીને પછી નષ્ટ થાય તે જ કલ્યાણકારક છે.
ૐી ંરટ્ઠં ઙ્મટ્ઠષ્ઠાજ ૈંદ્બી ર્ં ર્દ્બેહિ, ઙ્મટ્ઠષ્ઠાજ ૈંદ્બી ર્ં દ્બીહઙ્ઘ.
ીંહિૈંઅ ર્દ્બેહિજ ંરટ્ઠં. ‘્ૈજ ટ્ઠહ ૈઙ્મઙ્મ ષ્ઠેિી
ર્હ્લિ ઙ્મૈકી’જર્ ુજિં ૈઙ્મઙ્મજ ર્ં રટ્ઠદૃી ર્હ ૈંદ્બી ર્ં કીીઙ્મ ંરીદ્બ.
રીિી ર્જિર્િુ’જ રીઙ્મઙ્ઘ ૈહિંેજૈદૃી ટ્ઠહઙ્ઘ ેંહિ’ઙ્ઘર્ ેં,
્રીિી ુૈજર્ઙ્ઘદ્બ ુૈઙ્મઙ્મ ર્હં ીહીંિ, ર્હિ િંેી ર્ુીિ,
ર્દ્ગિ ટ્ઠેખ્તરં ંરટ્ઠં ઙ્ઘીખ્તહૈકૈીજ રેદ્બટ્ઠહૈંઅ.
કુમુદ ! તારા આ દુઃખમાંથી તારું હૃદય કોક પવિત્ર પરિણામ જ આણશે. પાંચાલી! ચિરંજીવ મહાત્માઓનાં સ્વપ્ન તને દુઃખમાંથી સિદ્ધ થતી દેખાડે છે ત્યારે કુમુદ પોતાના સૂક્ષ્મ જીવનને પણ દુઃખમાંથી જ સિદ્ધ થતું આ જાગૃત અવસ્થામાં દેખાડે છે.
કુમુદ ! સંસાર તને વિરોધની મૂર્તિ ગણે તો તેનો શો દોષ ? મારા ઉપર આટલી પ્રીતિ પ્રત્યક્ષ ધારનાર હૃદયમાં પ્રમાદને માટે અત્યારે તને શોક થાય છે તેને ગમે તો સંસાર સ્ત્રીચરિતના ચાળા જેવો માને ને ગમે તો ઈશ્વરે રચેલા અનેક પરસ્પર-વિરોધી ચમત્કારોમાંનો એક ગણે નહીં તો બીજું શું કરે ? તેને મન તો
ર્ઉદ્બટ્ઠહ’જ ટ્ઠં હ્વીજં ટ્ઠ ર્ષ્ઠહંટ્ઠિઙ્ઘૈષ્ઠર્ૈંહ જૈંઙ્મઙ્મ !
પણ આ સાધુજનોની ચિકિત્સા તારી શુદ્ધ પરીક્ષા કરશે અને તને ઉત્તમ ઔષધ આપશે. તારા વિરોધમાં તેઓ માત્ર વિરોધાભાસ જ જુએ છે, અને હૃદયનાં અવિરોધી સત્ત્વોને શોધી કાઢી તેમનું સંગીત પ્રકટ કરશે. સંસાર ! ચંદનવૃક્ષની શાખ જેવી કુમુદને તું કેટલા પ્રહાર કરે છે ? બહુ બહુ પ્રહાર તેં કર્યા ! તે પ્રહારથી ઊડેલો સુગંધ સુંદરગિરિ ઉપરનાં પવિત્ર સત્ત્વોનાં હૃદય સુધી પહોંચ્યો છે ! સંસાર ! હવે તારા પ્રહારો બંધ કર! તારી કુહાડી હવે આ વૃક્ષને સ્પર્શ કરે એમ હું નહીં થવા દઉં ! એમ ન થવા દેવાનો હું અધિકારી થયો છું, અને એમ ન થવા દેવું એ મારો ધર્મ તો છે જ.