ધૃવલ જિંદગી એક સફર-2 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૃવલ જિંદગી એક સફર-2

ધૃવલ:જિંદગી એક સફર-2

 

 

ગરીબીના દિવસો એમ હટવાના નથી.એક દિવસની વાત છે.

 

 

વિશાલદાદા એ કહ્યુ કે જ્યારે આપણે દર્શનદાદા ભેગા હતા ત્યારે બાજુના ઘરમાં ચોરી થયેલી અને બધા જ બહાર પ્રસંગમાં ગયા હતા.અને ધરમદાદા એક જ ઘરે હતા. પાડોશીના ઘરની ચોરીનુ કંલક ધરમદાદાના ઉપર આવ્યુ.

 

 

 

પોલિસ પકડી ગઇ.એસમયે હુ(વિશાલદાદા)બહાર હતા. આથી તેને છોડાવવા કોઇના ગયુ.ધરમદાદાને પોલિસે ખૂબ જ માર માર્યો.બસ ત્યારથી જ તેને (ધરમદાદા)શ્વાસ ચડે છે.

 

 

જમનાબાને હવે શાંતિ થઇ ગઇ.ભગવાન જેટલુ આપે તેટલુ ખાશુ,ભુખ્યા સુઇ જાશુ.પણ ચિંતા તો નઇ.

 

 

જમનાબા કહે તે મને પણ એટલી જ હેરાન કરે.એક સાથે સવારનું કામ છાણ-વાસીદુ અને બીજી સાથે વાડીનુ કામ.ત્રીજી સાથે સાંજનુ કામ.એ બધા ફરતા-ફરતા હુ એકની એક જ.

 

 

ઉપરથી ગાળો આપે કોઇ વાર તો મારે પણ ખરા.

 

 

ગંગાબા... બોલ્યા...જિંદગી કોને ખબર ક્યારે છોડશે આ જંજટમાંથી ? છોકરા મોટા થાય ત્યારે આશા જાગે.વર્ષ પણ નબળા થાય છે.

 

 

બેનનુ(ક્રિષ્નાફઇ) જી-યાણુ પતાવ્યુ. માંડ, થોડો સમય જશે ત્યા મામેરુ આવશે.આપણા છોકરા મોટા થશે એટલે ભણવાનુ.આ બધુ કે..મ થઇ રહેશે.?

 

 

ધરમદાદા કહે;તુ ચિંતા ન કર.બધુ થઇ રહેશે.તમે છોકરા સાચવો. ઘરનુ કામ કરો. મોજ કરો.

 

 

ગંગાબા કહે તો એ જ કરીએ છીએ.અમારે થોડા ફરવાના દિવસો આવવાના છે..અમારે ભાગે ભગવાને કામ જ લખ્યુ છે,.પણ કશો વાન્ધો નઇ.ભગવાન આપણા છોકરાઓને શાન્તિ આપશે.

 

 

  • ••

 

 

અમૂક વર્ષો આમ જ જતા રહ્યા.કામ થતુ રહ્યું અને ઘર ચાલતુ રહ્યું..

 

 

વિશાલદાદાના બે પુત્રો; નિશાંત-દિશાંત અને એક દિકરી નિધિ

 

ધરમદાદાને બેપુત્રો: અક્ષય-અજય બે પુત્રી: સંજના-મીરા.

 

 

 

પરિવાર ખૂબ જ ખુશ છે.જિન્દગીના અમૂક વર્ષ વીતી ગયા છે.ધરમદાદાને અજય વાડી એ સૂતા છે.. ન જાણ્યુ જાનકી નાથે સવારે શુ થવાનુ છે? કોઇ લૂંટારું આવી ચડ્યા. લૂંટારુંઓને ક્યા ખબર હતી કે તેઓ જ્યા લૂંટવા આવ્યા છે તે જ લૂંટાયેલા છે.?

 

 

 

 

 

તેઓને ક્યા ખબર હતી કે પેટના ભુખ્યા મો એ દાઝેલા છે.?જ્યા ગોળાના પાણી સુકાય છે ત્યા જવાથી શુ ફાયદો.?રાત્રે લૂંટારુઓ આવ્યા. ધરમદાદાને જગાડવા લાગ્યા એટલામાં અજયકાકા જાગી ગયાને ઝનુન ભર્યા આવ્યા..’’ મારી સાથે વાત કર મારી સાથે.’’

 

 

 

 

 

એમ કહી પેલાને ધક્કો મારી પાડી દીધો.ધરમદાદા જાગી ગયા અને અજયકાકા અને લૂંટારુઓ વચ્ચે ઝપાઝપી થવા લાગી.

 

 

 

અજયકાકા બળવાન, પેલા ત્રણ છે. તેમ છતાં એ પહોચી વળ્યાં. અને એકને ગળાથી પકડ્યો.આથી એ બોલવા લાગ્યો.

 

 

‘’ગોળીમાર ગોળી... આ મને મારી નાખશે’’.

 

 

આથી બીજાએ બન્દૂક કાઢી. ગોળી સરરર કરતી આવવા દીધી, અજયકાકાની છાતી વીન્ધતી નીકળી ગઇ અને અજયકાકા ઢળી પડ્યા. પેલા ત્રણેય ભાગ્યા. ધરમદાદાએ અજયકાકાને પાણી પાયુ અને બધાને રાડારાડ કરી ભેગા કર્યા.પરંતુ ત્યા અજયકાકાનુ પૂરું થઇ ગયુ.ધરમદાદાએ પોતાના આંખના રતનને આંખની સામે ઓગળી જતું જોયુ.

 

 

 

 

એ લોહી લુહાણ અજયકાકાના કપડાં,ધરમદાદાના કપડાં.કાકાના શરીરમાંથી લોહી એટલું નીકળ્યું કે બાજુમાં રહેલું નાનું ખાબોચિયું ભરાય ગયું.દાદા ભાઈ-ભાઈ અજય -અજય કરતા રહ્યાને અજયકાકાની આંખ મિચાય ગઈ.એ કશુંજ ન બોલી શક્યા. એ દુઃખમાં દિવસો પસાર કરનાર જીવને ઈશ્વરે બોવ દુભાવ્યો પણ નહીં.

 

 

 

 

અસહ્ય વેદના અમુક સમય પૂરતી જ રહીને અજયકાકાના પ્રાણ શરીરમાંથી નીકળી ગયા.....

 

 

 

  • ●●

 

 

 

ધ્રુવલની આંખમાંથી ચોધાર આંસુ પડે છે.ટપ-ટપ ને આખોય ગિરનાર કહી રહ્યો વગર વાંકે છોકરો દંડાયો.આ જનમના કોઈ પાપ ન્હોતાને ગયા જનમમાં શું કરીને આવ્યા કોઈને ખબર નથી.?કાવ્યા એ તેનો કોમળ સ્પર્શ ધ્રુવલને આપ્યો.તેના આંસુ લૂછયાને હાથ પકડ્યો.

 

 

 

 

ધ્રુવલ આગળ બોલ્યો....અમુક ક્ષણ તો ધરમદાદાને પણ ચક્કર આવી ગયા.હાજર લોકો એ મીઠુંને લીંબુનું પાણી પાયું..

 

 

 

પોતાનો 15 વર્ષનો દિકરો તેને છોડી ચાલી નિકળ્યો.જિન્દગીની સફર અધૂરી છોડી અજયકાકા એ અન્નત વાટ પકડી.રામ અને કૃષ્ણની ધરા છોડી તેમને મળવા નીકળી પડ્યા. ઘરના સભ્યો ચોધાર આંસુ એ રડતા રહ્યા.

 

 

 

 

ગંગાબાનુ હદય ફાટી પડ્યુ. જે જિન્દગી ડગુમગુ ચાલી રહી,તેમાંથી એક પૈડુ ખરી ગયુ.’

 

 

 

જેટલી માણસ જિન્દગી જીવવાનો પ્રયત્ન કરે છે,માણસ જેટલો જિન્દગી જોડવાનો પ્રપત્ન કરે છે.એટલો જ માણસ તુટતો જાય છે.હજુ તો માંડ-માંડ થોડુ ઘર ચાલતુ થયુ ત્યા તો ઘરમાથે વિજળી પડીને અજયકાકાને લેતી ગઇ.

 

 

【આગળ જોયું,વાડીએ ચોર આવતા ચોર અજયકાકાને બંદૂકની ગોળી મારી દે છે અને અજયકાકાનું મૃત્યુ થાય છે હવે ,આગળ...】

 

 

 

ઘરના 7 બાળકોમાંથી એક ઓછું થયુ.ઘરના બાળકોને અજયકાકાની ખોટ ચાલે છે.બાળકો અજયકાકાને ભૂલવાનો પ્રયત્ન કરે ત્યાં તો એ નટખટ સ્વભાવ સામે આવી જાય.આવું મને પપ્પા કહેતા.

 

 

 

ધ્રુવલ ગિરનારના અનુપમ સૌંદર્યને નિહાળતા બોલ્યો.કાવ્યાનો કોમળ હાથ તેના હાથમાં છે.ધીમો ધીમો સ્પર્શ કાવ્યાના હાથને કરી રહ્યો.ઘણા સમય પછી ધ્રુવલ પોતાનો એહસાસ કાવ્યા સાથે માણી રહ્યો...

 

 

 

આગળ ધ્રુવલ બોલ્યો...કાવ્યાનો હાથ પકડી...

 

 

 

અજયકાકા ચોરીને ખાઈ અને પાછુ કહી દે એ તો હુ જ ખાઇ ગયો.એકબીજાને જગડાવવા એમના બા –બાપૂજી.મોટા બાપુજી-મોટા બા ને જગડો કરાવે અને પોતે સમાધાન કરાવે.

ધ્રુવલે કાવ્યાનો હાથ દબાવ્યો... આગળ બોલ્યો

 

 

 

 

ભણવામાં માંડ-માંડ પાસ થવાનું અને કહેવાનુ તમે બધા નોકરી – ધન્ધો કરજો હુ ખેતી સમ્ભાળીશ.ધ્રુવલે કાવ્યા સામે કિસ કરતો હોય એમ હોઠ કર્યા..ફ્લાઈંગ કિસ...કાવ્યા ધીમું હસી..

ધ્રુવલ આગળ બોલ્યો..

 

 

 

ગંગાબા – ગંગાબા.....એ ગંગાબા.અજયકાકા બોલે.

 

 

 

ગંગાબા બોલે શુ થયુ?અ..જ...ય... અ....જ...ય....એ તો હાફલા-ફાફળા થઈ પડે.

 

 

 

અજયકાકા બોલે શુ ‘તમેય તે ‘બા’, મસ્તી કરુ છુ’.

 

 

 

જમનાબા તરત જ ગુસ્સામાં બોલે અજય,હવે પછી આવી મસ્તી કરીશ તો હુ મારીશ.માંડ-માંડ અમે સુખ જોયુ છે ને તુ અમારા જીવ તાળવે ચોટાડી દે છે.

 

 

 

(તો ક્યારેક જમનાબાને પજવે)

 

 

 

જમનાબા ..... ‘’જમનાબા તમને ગંગાબા જલ્દી ઘેર બોલાવે છે’’ઊંડા શ્વાસ લેતા બોલે.

 

 

 

‘હુ દોડીને આવ્યો થાકી ગયો,જલ્દી ચાલો ચા.....લો’

 

 

 

’જમનાબા દોડીને ઘેર આવે શું છે ગંગા.....શુ થયુ?’એ પણ હાફતાને ઊંડો શ્વાસ લેતા બોલ્યા.

 

 

 

ગંગાબા બોલ્યા: ’મને શુ ખબર? શુ થયુ? મે તમને નથી બોલાવ્યા બેન’’

 

 

 

હ્મ્મ્મ્મ્મ્મ્મ આ બધુ અજય કરે છે જમનબા મનોમન બોલ્યા.

 

 

 

જમનાબા દોડે ઉભી શેરીએ, અજયકાકા આગળને જમનાબા પાછળ.

 

 

 

તો ક્યારેક વારો આવે અજયકાકાના બાપૂજી ધરમદાદાનો......

 

 

 

 

બાપૂજી મારાબા કેહતા હતા તમે નાના હતા ત્યારે કામ ધન્ધો ન તા કરતાને, ગામના ચોરે ચોળા જ ઝાટકતા...આ...તો મારા જન્મ પછી તમે કામ હાથમાં લીધુ અને ધરમદાદા સાંભળી લેતા.

 

 

 

 

ઘેર જાય કે ગંગાબાની વારી આવે.ધરમદાદા ખૂબ જ ખીજાય અને કહે  મારી જિન્દગીનો એક પણ દિવસ કામ વગર નથી ગયોને તુ કહે છે હુ કામ ન તો કરતો.અરે!!! કોઇ પોતાના છોકરાને આવુ કહેતા હશે કે તારા બાપૂજી કામ ન કરતા. અરે!!! ન કરતા હોય તો પણ છોકરાને ખરાબ સંસ્કાર ન અપાય અને તુ અજયને કેવુ કહે છે.???

 

 

 

 

ગંગાબા બોલ્યા અરેરેરે!!!!!  પણ પ....ણ

 

 

 

 

જમનાબા કહે; મને બધુ સમજાય છે. ધરમભાઇ આ બધુ અજયે કર્યુ છે. ના તો ગંગા એવુ બોલી છે અને ગંગા એવુ શીખવે પણ નઇ.

 

 

 

અજયકાકા આવે છે ધરમદાદા બોલે અજય ...અહીં આવ તો તારા બા શુ કહેતા હતા.? ફરીવાર એ જ વાત કરતો જે વાડીએ કરી..એ જ.

 

 

 

અજયકાકા બધું જ મનોમન પામી જાય એ બોલે: એ મ જ કે તારા બાપૂજી કામ કરી કરીને ભાંગી ગયા છે.બોવ જ કામ રેતું નાનપણથી એમ ને.એમ જ.

 

 

 

તારા બાપુજીના મા-બાપ તો નાનપણથી જ ગુજરી ગયા આથી તેને નાનપણથી જ ઘરની જવાબદારી આવી ગઈ..

 

 

એમ જ બાપુજી...કેમ ? શું થયું? અજયકાકા સહજ ભાવે પૂછે પણ ખરા.

 

 

એ એટલું સરળતાથી બોલે કે અજયકાકા ને તો કશી ખબર જ ન હોય....

 

 

ધ્રુવલ ધીમેથી બોલ્યો તું આવું ન કરતી...કાવ્યા શરમાય ગઈ...

 

 

વળી પાછો બોલ્યો આ ગરવા ગિરનારની પરિક્રમાને ડુંગર ચડો એટલે 4 ધામની યાત્રાનું પુણ્ય મળે...આવું મમ્મી-પપ્પા કહે છે

 

 

અહીં આવીને ગજબની શાંતિ મળે છે...એ હું એહસાસ કરી શકું છું.

 

 

 

નાનપણથી જ મેં (ધ્રુવલ)મમ્મી-પપ્પા એ તેમજ દાદાની ને બા ની શ્રદ્ધા અહીં જોયેલી. મને પણ અહીં એક આસ બંધાઈ ગઈને મને મારી કાવ્યા મળી ગઈ...