કથામાં લલિત અને ઝાલા વચ્ચે એક સંવાદ ચાલી રહ્યો છે, જેમાં ઝાલા લલિતને આરવીની હત્યા અંગે પૂછપરછ કરે છે. લલિત ગુસ્સે થાય છે જ્યારે ઝાલા તેના પરિવારજનો અને આરવીના સંબંધ વિશે પૂછે છે. લલિત કહે છે કે તેનો પુત્ર વરુણ વિદેશ જવાની તૈયારી કરી રહ્યો છે અને તે મોડી રાત સુધી બહાર રહે છે. તેઓની પુત્રી અભિલાષા અને લલિતની પત્ની ઘરમાં જ હોય છે. ઝાલા લલિતને ચેતવણી આપે છે કે તેને આરવીના મોતનો જવાબ શોધવો છે અને બંને રૂમોમાં ડાઘો અને આરવીની લાશનો ઉલ્લેખ કરે છે. ડાભી દ્વારા મળેલી માહિતી મુજબ, આરવીના ફોનનો પાસકોડ ખોલવામાં આવી રહ્યો નથી, જે વધુ શંકા ઉજાગર કરે છે. ઝાલા તપાસ માટે આગળના પગલાં લે છે, જેમાં ફોટોગ્રાફર અને ફિંગરપ્રિન્ટ્સ એક્સપર્ટને બોલાવવાનું કહે છે. અભિલાષા, જે ડૂસકાં ભરી રહી છે, તેના ચહેરા પર અસ્વસ્થતા દર્શાવે છે. સમગ્ર કથામાં પરિવારો અને સંબંધો વચ્ચેની જટિલતાઓ અને હત્યાના રહસ્યનો ઉલ્લેખ છે. મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 4 Hardik Kaneriya દ્વારા ગુજરાતી ક્રાઇમ વાર્તા 409.4k 5.9k Downloads 11.2k Views Writen by Hardik Kaneriya Category ક્રાઇમ વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન શું આપ એવી રહસ્યકથાની શોધમાં છો જેમાં વાર્તાના તમામ પાત્રો ભેદી હોય અને છેલ્લે સુધી દરેક પાત્ર ગુનેગાર લાગ્યા કરે, દરેક પ્રકરણમાં કંઈ ને કંઈ અણધાર્યો ટ્વિસ્ટ આવે અને બીજા જ પેજ પર ન ધાર્યો હોય તેવો ચોંકાવનારો ઘટસ્ફોટ થાય, વાર્તાની દરેક વસ્તુ, પ્રસંગ અને વર્ણન સાવ જ અલગ હોય - એક બીજા સાથે મળતું ન હોય, જેમાં પાને પાને રોમાંચ ભર્યો હોય અને રૂંવાડા ઊભા કરી દે તેવા ડાયલોગ્સની ભરમાર હોય ? જો હા, તો આ વાર્તા આપના માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ‘મર્ડરર’સ મર્ડર’ વાર્તા વિશે કહું તો, નોવેલની શરૂઆતમાં એક ભવ્ય બંગલાના ગેસ્ટ રૂમમાં યુવાન છોકરીનો મૃતદેહ મળી આવે છે, જેના જમણા કાંડાની નસ કપાઈ ચૂકી હોય છે. દેખીતી રીતે તે આત્મહત્યા લાગે છે, પરંતુ દ્રશ્ય જોઈને જ વાર્તાનાયક કહી દે છે કે તે મર્ડર છે. વાર્તાનું મુખ્ય પાત્ર ઇન્સ્પેકટર ઝાલા આવું કેવી રીતે કહી શક્યા તે જાણીને આપને સાનંદાશ્ચર્ય થશે. ત્યારથી શરૂ થતી પોલીસની તપાસ અવનવા આટાપાટા અને ગૂંચવણોમાંથી પસાર થાય છે. ૫૪ પ્રકરણની આ રહસ્યકથામાં સસ્પેન્સ એટલું અકબંધ જળવાયું છે કે છેક બાવનમા પ્રકરણ સુધી વિલન વિશેનું વાચકનું અનુમાન હાલકડોલક થતું રહે છે. વળી, ગુનેગાર અને પોલીસ વચ્ચે રમાતી ચાલાકીભરી રમત, ગુનેગારોની ખંધાઈ, વાર્તાનાયક એવા પોલીસ ઇન્સ્પેકટરનું દરેક વસ્તુનું જોરદાર નિરીક્ષણ, વાર્તાના દરેક પાત્ર પર શંકા ઉપજે તેવી જબરદસ્ત ગૂંથણી, વારંવાર આવતા ટર્ન એન્ડ ટ્વિસ્ટ અને એક પછી એક ખૂલતા રહસ્યોએ વાર્તાને રોમાંચક બનાવી મૂકી છે. આ સસ્પેન્સ થ્રિલર છે એટલે વધુ તો નહીં કહી શકું, પરંતુ આપ તે વાંચીને આફરીન પોકારી જશો. જો એક પ્રકરણ ય વાંચ્યું તો આખી વાર્તા પૂરી કર્યા વગર જંપ નહીં વળે. તો રાહ કોની જુઓ છો ? મર્ડરર’સ મર્ડર વાંચો અને રોમાંચમાં તરબોળ થઈ જાઓ. Novels મર્ડરર’સ મર્ડર શું આપ એવી રહસ્યકથાની શોધમાં છો જેમાં વાર્તાના તમામ પાત્રો ભેદી હોય અને છેલ્લે સુધી દરેક પાત્ર ગુનેગાર લાગ્યા કરે, દરેક પ્રકરણમાં કંઈ ને કંઈ અણધાર્યો... More Likes This છાંયો - 1 દ્વારા Kuraso સત્યકામ - 1 દ્વારા Sanjay Sheth કેન યુ સ્ટુડ બાય મી? - 1 દ્વારા Aamena ડકેત - 3 દ્વારા Yatin Patel માયાવી મોહરું - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri ધ સ્પાર્ક: વિશ્વાસઘાત અને બલિદાનની ગાથા - 1 દ્વારા Anghad ધ ગ્રે મેન - ભાગ 1 દ્વારા Anghad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા