એક એવા યુવાનની મનોવેદના.. કે જે, પોતાની પ્રાણપ્યારી જીવન-સખીને cheat કરવામાં, અને તેની જાણ બહાર બીજી યુવતીઓ સાથે શારીરિક-સંગ કરવામાં એક અનોખો રોમાંચ અનુભવતો હોય. પણ આમ કરતા એક દિવસ તે રંગે-હાથ પકડાઈ જાય...પકડાઈ જાય પોતાની એ પ્રિયતમા દ્વારા, કે જે તેને જીવથી ય વિશેષ વ્હાલી હોય. અને પછી શરુ થાય.. પોતાની એ પ્રેમિકાને મનાવવાના..તેને પાછી મેળવવાના આ યુવાનનાં નિર્દોષ અને ભાવવાહી પ્રયત્નો, કે જે આપને અંત સુધી જકડી રાખશે. પ્રેમ અને પશ્ચાતાપની એક બેધડક નવલકથાનું આ પ્રથમ પ્રકરણ.

Full Novel

1

i am sorry chapter-1

એક એવા યુવાનની મનોવેદના.. કે જે, પોતાની પ્રાણપ્યારી જીવન-સખીને cheat કરવામાં, અને તેની જાણ બહાર બીજી યુવતીઓ સાથે શારીરિક-સંગ એક અનોખો રોમાંચ અનુભવતો હોય. પણ આમ કરતા એક દિવસ તે રંગે-હાથ પકડાઈ જાય...પકડાઈ જાય પોતાની એ પ્રિયતમા દ્વારા, કે જે તેને જીવથી ય વિશેષ વ્હાલી હોય. અને પછી શરુ થાય.. પોતાની એ પ્રેમિકાને મનાવવાના..તેને પાછી મેળવવાના આ યુવાનનાં નિર્દોષ અને ભાવવાહી પ્રયત્નો, કે જે આપને અંત સુધી જકડી રાખશે. પ્રેમ અને પશ્ચાતાપની એક બેધડક નવલકથાનું આ પ્રથમ પ્રકરણ. ...વધુ વાંચો

2

આઈ એમ સોરી - ભાગ-૨

આઈ એમ સોરી- એક એવા યુવાનની મનોવેદના.. કે જેને, પોતાની પ્રાણપ્યારી જીવન-સખીને cheat કરવામાં, તેની જાણ બહાર બીજી યુવતીઓ શારીરિક-સંગ કરવામાં જેને અનોખો રોમાંચ અનુભવાતો હોય. પણ આમ કરતા એક દિવસ તે રંગે-હાથ પકડાઈ જાય. પકડાઈ જાય પોતાની એ પ્રિયતમા દ્વારા, કે જે તેને જીવથી ય વિશેષ વ્હાલી હોય. અને પછી શરુ થાય.. પોતાની એ પ્રેમિકાને મનાવવાના..તેને પાછી મેળવવાના આ યુવાનનાં નિર્દોષ અને ભાવવાહી પ્રયત્નો, કે જે આપને અંત સુધી જકડી રાખશે. પ્રેમ અને પશ્ચાતાપની એક બેધડક નવલકથાનું આ બીજું પ્રકરણ. ...વધુ વાંચો

3

I am SORRY part-3

મારી પ્રિયતમા નિકીનાં પ્રેમ સાથે મેં છળ કર્યું. પણ કોઈ ખાસ કારણસર નહીં, ફક્ત તેમ કરવાથી પ્રાપ્ત થતી અપ્રિતમ ખાતર જ. મેં તેને છેતરી.. એક વાર નહીં, અનેકવાર. પણ આ વખતે તેણે મને પકડી પાડ્યો. અને કંઈ પણ બોલ્યા-ઝગડયા વગર તે ઘર છોડીને ચાલી ગઈ..મને એકલો ઉદાસ, વિવશ છોડીને. હું તેને શોધતો રહ્યો..પાગલની જેમ, સાન-ભાન ભૂલીને શોધતો રહ્યો.. આખા શહેરમાં ફરી વળ્યો. અને તે મને મળી.. મળી તો ય ક્યાં.. કેવી દયનીય હાલતમાં.. . પ્રેમ અને પશ્ચાતાપની બેધડક નવલકથાનું આ ત્રીજું પ્રકરણ.. ...વધુ વાંચો

4

i am sorry part-4

-પ્રેમમાં મેં કરેલ છેતરામણીથી રિસાઈ ગયેલી મારી પ્રિયતમા નિકીને મનાવવાના મારા પ્રયત્નોએ મને વધુ ને વધુ ગૂંચવી નાખ્યો તેની સાથેની મારાથી એક એવું વાક્ય કહેવાઈ ગયું કે જેનાથી મારા બીજા ગુનાઓ પણ ઉઘાડા પડી ગયા, કારણ..તેના નિર્લજ્જ પ્રશ્નોથી વ્યથિત થઈને હું બરાડી ઉઠ્યો- હું તારી સાથે ખુશ છું. મારે તારી સાથે એવું બધું નથી કરવું કે જે હું બીજી છોકરીઓ સાથે કરું છું. હું બસ.. આપણે પહેલા જેવું હતું તેવું જ બધું પાછું થઇ જાય, તેમ ઈચ્છું છું. બસ, તે જ પળે મેં જોયું કે તે મને એકટશ નજરે ઘુરકી રહી છે, તો હું ચુપ થઇ ગયો. તે હવે અપસેટ અને શોકૂડ, બંને લાગતી હતી.- . નિખીલની એવી દયામણી પરિસ્થિતિ... કે જેમ જેમ સાચું બોલીને તેની રિસાયેલી પ્રિયતમાને મનાવતો રહ્યો, તેમ તેમ તેનાં જૂઠાણાં ઉઘાડા પડતા ગયા. હવે શું કરશે આ યુવાન કે જેનાં માટે તેની આ પ્રિયતમા તેનાં જીવથી યે વિશેષ છે.. કેમ મનાવશે તેને . તે માટે, વાંચો આઈ એમ સોરી નું આ પ્રકરણ ૪ . આઈ એમ સોરી પ્રેમ અને પ્રાયશ્ચિતની એક બેધડક નવલકથા..! ...વધુ વાંચો

5

I AM SORRY PART - 5

મારી રિસાયેલી પ્રેમિકાને મનાવવાના મારાં પ્રયત્નો દરમ્યાન તે એટલી વ્યથિત થઇ ગઈ કે પોતાનું માથું ઝુકાવી, કપાળે હાથ મુકીને રોતી રહી. નીખીલ. આઈ વિશ, કે હું તને ધિક્કારી શકતી હોત. અરે, તને કોઈ જ અંદાજો નથી કે તું મને કેટલો હર્ટ કરી રહ્યો છે. મેં ક્યારે ય નથી વિચાર્યું કે તું આમ મને હર્ટ કરીશ. અત્યારે નિખિલ, મારામાં એટલી ય એનર્જી નથી બચી, કે હું તારા પર ગુસ્સે થઇ શકું. બસ..આ દર્દ ઓછું થાય એટલું જ હું તો ઈચ્છું છું. . આ સાંભળી મેં તેના ખભ્ભામાં મારું માથું ઝુકાવી તેની ગરદનમાં મારો ચહેરો મૂકી દીધો. થોડી પળો માટે હું તેમ જ ચુપચાપ રહ્યો...તેના સાન્નિધ્યની પ્રસંશા કરતો. તેણે પણ પોતાનો ચહેરો મારા ચહેરા પર મૂકી દીધો. ઓનેસ્ટલી...મને તો લાગ્યું, કે અમારા બંને વચ્ચે વાત હવે બની રહી છે. પણ તે ત્યાં સુધી જ..કે જ્યાં સુધી મેં મારું બેવકૂફ જેવું મોઢું નહોતું ખોલ્યું. . ચાલ મારી સાથે પલંગમાં.. -હું તેનાં કાનમાં ગણગણ્યો. વેલ...હું તેને બહેકાવતો નહોતો, સેક્સની તો કોઈ ઈચ્છા ય નહોતી તેમાં. મારે તો બસ..તેને મારી આગોશમાં જકડી રાખવી હતી. તેને એ દેખાડવાનો નમ્ર પ્રયાસ કરવો હતો, કે હું તેને કેટલી ઉન્મત્તતાથી પ્રેમ કરું છું. . પણ નિકી તો એક ઝટકા સાથે ઉભી થઇ ગઈ, અને પોતાની ક્રોધ ભરેલી ત્રાડથી મને ચોંકાવી દીધો. આ જ છે તારી કાળજી અને લાગણી મારા માટે.. સેક્સ.. હું અત્યારે જ્યારે કહી રહી છું, કે હું કેટલી થાકી ગઈ છું..કેટલી પીડા અનુભવું છું, ત્યારે તને બસ એ જ બધું કરવું છે.. બસ એ જ બધું અજમાવવું છે મારી ઉપર.. . [નિખિલ...જેમ જેમ પોતાની રિસાયેલી પ્રિયતમાને મનાવવાની કોશિષ કરતો ગયો તેમ તેમ તે વધુ ને વધુ અટવાતો ગયો. તો હવે શું કરશે નિખિલ ] . ...વધુ વાંચો

6

I AM SORRY PART - 6

હું ચોંકી ગયો. . શું બકવાસ કરે છે.. -હું ગુસ્સાથી ઉછળી પડ્યો- તું સાલા....નિકી સાથે સુતો હતો.. . તરત જ એક એક ઈર્ષાએ મારા દિલોદિમાગ પર કબજો કરી લીધો. મારા ધડકન એટલી વધી ગઈ, કે મારા થરથર કાંપતા હાથને બીયરના ગ્લાસનું વજન પણ વધુ લાગવા લાગ્યું. મેં ગ્લાસ નીચે રાખી દીધો અને હું અમયની સામે ને સામે જ જોતો રહ્યો, એ હરામજાદો કંઇક મોઢામાંથી ભસે તેની વાટ જોતો જોતો. . ના, મારી નિકી એવી નથી.. તે મારી સાથે છળ ન કરે મને તેની પર વિશ્વાસ છે- મારા હૃદયે પોતાનાં વિરોધનો સુરો છેડ્યો. વિશ્વાસ હોવાથી શું ફરક પડે છે.. વિશ્વાસ તો તેને ય તારી પર હતો, પણ શું થયું તેં તો તેની સાથે છળ કર્યું જ ને.. -મારા મગજે તરત જ પોતાનો તર્ક રજુ કર્યો. અને મારા કપટી મગજની આ વહેમીલી દલીલ સામે મારું પ્રેમાળ મન હારી ગયું..એક જ ઝાટકે હારી ગયું...! . તો આણે ..આ બે બદામનાં છોકરાએ નિકી સાથે મજા મારી.. મારી નિકી સાથે.. હું જેમ નિકીને આનંદની કિલકારીઓ ભરાવું છું, શું આ કુતરાએ પણ એમ જ કર્યું હશે - મને એક જાતનો મુંઝારો થવા લાગ્યો, જાણે કે મારી છાતી ભીંસાવા લાગી. મારી આંખોમાં ક્રોધ અને કરુણા બંને એક સાથે છલકાવા લાગ્યા. . [હવે શું કરશે નિખિલ ] ...વધુ વાંચો

7

i am sorry part 7

મારા ખભ્ભાઓને એક ઝટકો દઈને, મારી વાતો પર ધ્યાન દીધાં વિના તે ચાલતી થઇ. હું તેની પાછળ પાછળ ગયો. . નિકી.. મારી આશ્લેષમાં લેતાં મેં કહ્યું- અહીં આવ..! . મારે વિકીને જોવા જવું છે.. -મારા ખભ્ભામાં ડૂબતું તેનું એક ડૂસકું મેં સાંભળ્યું, એટલે મેં તેને જોરથી જકડી લીધી..તેની પીડામાંથી તેને થોડી રાહત મળે, તે આશયથી. . જસ્ટ રિલેક્ષ નિકી..તારી પાસે હું છું ને..! -હું હળવેક થી બોલ્યો. હું ઈચ્છતો હતો કે હું તેનામાં એ જ આત્મવિશ્વાસ ફરીથી પરોવી શકું, જે એક સમયે તેનામાં હમેશ રહ્યા જ કરતો. . આ સાંભળીને તે અચાનક રડી પડી. મેં વધુ સખ્તાઈથી જકડી..કે તરત જ એકદમ જોરથી તે મારાથી અળગી થઇ ગઈ, અને એક ઝાપટ મારા ગાલ પર મારી દીધી. . હું હેબતાઈ ગયો. કોઈ જોરદાર થપ્પડ ન હતી તે, પણ આ એવી હરકત હતી જે તેણે આજ પહેલાં કોઈ દિવસ કરી નથી. બકવાસ નહીં કર, નિખિલેશ નાણાવટી, -તે રડતાં રડતાં બોલી- તું મારી પાસે નથી, અરે..તું મારી પાસે ક્યારે ય હતો જ નહીં. . અને મને એવી જ...અવાચક અવસ્થામાં છોડીને તે પોતાનાં પાપાના ઘર તરફ ભાગી નીકળી. ...વધુ વાંચો

8

I AM SORRY PART - 8

[આડે પાટે ચડેલી પોતાની ગાડીને સીધે રસ્તે લાવવા નીખીલે આખરે તેનાં દોસ્ત અમયની મદદ લીધી, અને પોતાની મુએશ્કેલી તેને માંડી.] . હેહેહેહે.. વીચ એટેન્શન કયું એટેન્શન તે મને હગ કરે છે, કે કીસ કરે છે ક્યારેક. બસ એટલું જ..! પણ તેનાથી ‘વધું’ શેનાં ય માટે તે તૈયાર નથી હોતી. -મેં હવે મારું હૃદય પૂરું ખોલી નાંખવા ચાહ્યું -અમે ભેગા થઈએ છીએ ક્યારેક ક્યારેક..અઠવાડિયે દસ દિવસે એકાદ વાર કે એવું કંઇક. બસ એટલું જ. અને આ..આવું બધું..કેટલા ય મહિનાઓથી આમ જ ચાલે રાખે છે. . અમયની ભ્રમરો ઉંચે ચડી ગઈ. તે પોતે લગભગ મારી જ ઉમરનો એક નોર્મલ અને તંદુરસ્ત યુવાન છે, તો મારી શારીરિક જરૂરીયાતની તીવ્રતાને તે સારી રીતે સમજી શકતો હોય, તે સમજવાની વાત છે. બીજો કોઈ મોકો હોત, તો તેણે પોતે આ વાતનો દોર ઉપાડી લઈને પોતાની જરૂરીયાત મારી કરતા કેટલી વધુ અને કેટલી તીવ્ર છે તે બાબતમાં કદાચ બડાઈ હાંકવાનું શરુ કરી દીધું હોત. પણ આ યે સમજી શકાય એવી વાત છે. કારણ મોટેભાગે બધા યુવાન દોસ્તોમાં આવી બડાઈ હાંકવાનું છાશવારે થતું જ હોય છે. અને તેમનાં વચ્ચે તો આવી બધી વાત સાવ નોર્મલ ગણાય. પણ અત્યારે પરિસ્થિતિ જુદી જ હતી, વાતાવરણ ગંભીર કહી શકાય એવું હતું. એટલે અઠવાડિયે દસ દિવસે ફક્ત એક વાર જરૂરિયાત પૂરી થવાની મારી ફરિયાદ સાંભળીને તેની ભ્રમરો આશ્ચર્ય અને સહાનુભુતિથી ઉપર ખેંચાઈ ગઈ. ...વધુ વાંચો

9

I AM SORRY PART-09

નિખિલને યાદ આવે છે તેની રિસાયેલી પ્રેમિકા સાથેની પહેલી મુલાકાત. તે સાંજે હું ટેક્સીની વાત જોતો ઉભો હતો, કે અચાનક નિકી એક ‘જીન’ની માફક મારી સામે પ્રગટ થઇ, પોતાની કાર સાથે. મારી બાઈક સર્વિસમાં આપી હોવાને કારણે, મારે ગેરેજમાં જવાનું હતું. એટલે તેણે જ્યારે મને લીફ્ટ આપી તો મને મારાં સદભાગ્ય પર વિશ્વાસ જ નહોતો બેસતો. તેની સાથે ફ્રન્ટ-સીટ પર બેઠા બાદ મારી હિંમત એટલી બધી વધી ગઈ...અને તેનો પણ એટલો પોઝીટીવ રિસ્પોન્સ હતો, કે મારી બાજુમાં રાખેલ તેનાં બીજા હાથ પર મેં મારો હાથ મૂકી દીધો. તે એક હાથે ડ્રાઈવિંગ કરતી રહી, પણ પોતાનો હાથ ન હટાવ્યો. જો કે હસીને તે બોલી ખરી - નીખીલ, લેટ મી કોન્સન્ટ્રેટ ઓન ડ્રાઈવિંગ હું હસી પડ્યો.. એક ક્ષણ માટે થંભી પણ ગયો. પણ તોય મારું નસીબ અજમાવવાનું તો ચાલુ જ રાખ્યું. હું તેનાં હાથનાં પંજા પર મારો હાથ ફેરવતો જ રહ્યો, જે ધીરે ધીરે તેનાં કાંડા સુધી પહોંચી ગયો. પણ પછીની બે મિનીટ બાદ જ... નિકીએ અચાનક ગાડી રોકી દીધી અને એકદમ સીરીયસ મોઢું બનાવીને બોલી- નીખીલ, તું મારું ધ્યાન ભટકાવી મુકે છે. આઈ કાન્ટ ડ્રાઈવ ઇન ધીસ વે..! એક કે બે પળ માટે અમે બંને એકબીજાને તાકતાં જ રહ્યા. અને ત્રીજી પળે હું આગળ વધ્યો. મારાં હોઠ તેનાં ચહેરાની નજીક લઇ ગયો. તેણે કોઈ પ્રતિકાર ન કર્યો, કે ન તો તે પોતે પાછળ હટી, તે અમારી પહેલી કિસ હતી. પણ એકદમ દીર્ઘકાલીન..! બહુ લાંબો સમય સુધીની અને ખુબ જ ઊંડી પણ..!! આમ ખુબ જ ટૂંકા સમયમાં અમારો પ્રેમ-સંબંધ બંધાઈ ગયો. બંને જણા જાણે વર્ષોથી એકબીજાની વાટ જોતાં હતાં.. તો કોઈ પણ જાતની ફોર્માલીટી કર્યા વિના, કે કોઈ પ્રોપોઝ કરે તેની વાટ જોયા વિના, શબ્દોનો સહારો લીધા વગર જ, ફક્ત આંખોથી જ બંનેએ એકમેકને બેધડક રીતે કહી દીધું કે, -યસ, આઈ લવ યુ. આઈ લવ યુ મૅડલી..! . શું નિખિલનાં પ્રણયનો સુવર્ણ-કાળ પાછો ફરશે.. ...વધુ વાંચો

10

I AM SORRY PART - 10

[નિખિલ જણાવે છે કારણો કે નિકી સાથે લગ્ન કરવાની બદલે તેની સાથે તેણે લીવ-ઇન-રિલેશનશિપમાં રહેવાનું કેમ પસંદ કર્યું. ] . લીવ-ઇન-લાઈફમાં તો ચોક્કસ શામેલ હોય છે, પણ એ વાત જો કોઈને વાંધાજનક લાગતી હોય, તો લગ્ન પહેલાં સેક્સ તો ઘણા પ્રેમીઓ માણતા જ હોય છે. ગેસ્ટહાઉસ, થીએટર, પીકનીક, આઉટીંગ કે જ્યાં થોડુક એકાંત મળે ત્યાં...પણ આ બધામાં તો બસ.. પા-અડધા કલાકની ઉત્તેજના જ મોટો ભાગ ભજવતી હોય છે. નથીંગ મોર એન્ડ નથીંગ સીરીયસ. જયારે લીવ-ઈન-લાઈફમાં રહેતા યુગલો તો એકમેકનો સહવાસ માણવાની સાથેસાથે, બેડરૂમમાં એકબીજાનાં પરફોર્મન્સને પણ જજ કરતા હોય છે અને આ બાબતમાં સજેશન પણ આપતા હોય છે. બટ યસ.. એક પત્નીનું આ બાબતે કોઈ રીમાર્ક, કે કોઈ સજેશન...પતિના ઈગોને બહુ સહેલાઈથી હર્ટ કરી જાય, પણ એક ગર્લફ્રેન્ડનું નહીં. અને લીવ-ઈનમાં રહેતા યુગલો, જવાબદારી વહેંચી સાથે રહેતા ફ્રેન્ડસ હોય છે, અને નહીં કે એકબીજા પર રોફ જમાવતા પતિ-પત્ની. મેરેજને સમાજ અને કાયદાનું પીઠબળ હોવાથી તેમનાં મનમાં એક હાનીકારક વિશ્વાસ ઉત્પન્ન થઇ જાય છે, કે ઠીક છે ને..ગમે એવું વર્તન કરો, હવે આ મને છોડીને ક્યાં જશે.. જયારે લીવ-ઇન-લાઈફમાં એક અસલામતીની ભાવના હોય છે, કે થોડું ય આડું અવળું થશે તો આ મને છોડી દેશે, એટલે આ ભાવના જ એકમેક તરફની કાળજીને ઓછી થવા દેતી નથી. કે નથી એકમેક પર હાવી થવાની કોશિષ કરવા દેતી. . તો હવે જયારે તેની પ્રેમિકા નિકી તેનાંથી રિસાઈને ચાલી ગઈ છે, તો નિખિલના આ અભિપ્રાયો કેટલા સાચા હતા જાણવા માટે વાંચો... ...વધુ વાંચો

11

I AM SORRY PART - 11

મિત્ર અમયની સલાહથી નિખીલે તેની રિસાયેલી પ્રિયતમા નિકીને મેસેજ કરી, એક-એક ડ્રીંક લેવા માટે કોઈક બારમાં જવા માટે તેને કરી, કે જેથી તે બંને વચ્ચેનાં સંબંધો ફરી પાછા નોર્મલ થવા શરુ થાય. અને નિકી તૈયાર તો થઇ, પણ એક શરતે. તેણે સામે એવીક શરત પણ મૂકી કે ડ્રીંક જો લેવું જ હોય... વૂ-ડૂમાં જ જવું. . તેની શરત વાંચીને નિખિલ હેબતાઈ ગયો. વૂ-ડૂમાં.. નિકી સાથે.. હાઉ ઈસ ઈટ પોસીબલ દુનિયાભરનાં તેનાં કલંકિત કરતૂતોનું જન્મ-સ્થળ એટલે આ વૂ-ડૂ..!, તેની દુષ્કર્મ-ભૂમિ.. એટલે આ વૂ-ડૂ..! નિખિલ જાણતો હતો કે આ વૂ-ડૂ નામનાં બારમાં પોતાની મહેબુબાને લઇ જવી એટલે તેનાં મૃતપ્રાય થઇ રહેલાં પ્રેમ-સંબંધની કફન-પેટીમાં છેલ્લો ખીલો ઠોકવો. . . યાર. ચલ હવે એ બતાવ કે નિકીની સાથે તેં ક્મ્યુનીકેટ કર્યું .. ક્યાંય બહાર જવાનો પ્લાન બન્યો કે નહીં.. -અમયે નિખિલને પૂછ્યું. . અરે.. પૂછ નહીં.. હું તો ગજબનો ફસાઈ ગયો છું તેને બહાર આવવા માટે પૂછીને. તેણે હા તો પાડી પણ તેની શરત છે કે જવું તો વૂ-ડૂમાં જ છે. . વોટ... વૂ-ડૂમાં -અમય ચોંકી જ ગયો- તેનું મગજ ઠેકાણે છે ને.. . ઠેકાણે એટલે... અરે, કંઇક વધુ પડતું જ ઠેકાણે છે. નહીં તો મને આમ ખૂણામાં લઇ જઈને આવી રીતે ઘેરી લેવાનો તેને વિચાર આવે જ કઈ રીતે..! -નિખીલે પોતાનાં મનની ભડાશ બહાર કાઢી. . દોસ્ત, તારી હાલત પર દયા તો આવે જ છે. પણ તો ય હું તારો વેલ-વીશર છું, એ નહીં ભૂલતો.. . . જેમ જેમ નિખિલ વાતનો ઉકેલ લાવવાનાં પ્રયત્ન કરતો ગયો તેમ તેમ તે વધુ ને વધુ અંદર અટવાતો ગયો. તે જાણતો હતો કે નિકીને વૂ-ડૂમાં લઇ જવાની જો પોતે ના પાડશે તો નિકીની શંકા કંઇક વધુ જ મજબૂત બનશે, અને જો લઇ જશે તો ત્યાં નિકી એવી ઘણી યુવતીઓને મળશે કે જેની સાથે પોતે અનેકવાર સુઈ ચુક્યો છે. . તો શું કરશે હવે નિખીલ જાણવા માટે વાંચો... ...વધુ વાંચો

12

I AM SORRY PART - 12

[નિખિલથી રિસાયેલ તેની પ્રેમિકા નિકી જિદ્દ કરીને તેની સાથે તે એ જ બારમાં ગઈ કે જ્યાં નિખિલ અવારનવાર જઈને જાણ બહાર બીજી યુવતીઓનો સંગ કરી તેણીની સાથે બેવફાઈ કરતો. ત્યાં જઈને નિકીએ શું અનુભવ્યું ] . નિકી પોતે જ કહે છે પોતાના વિચારો- અમે જયારે અહિયાં આ પબમાં પ્રવેશ કર્યો, ત્યારે અહીંનું વાતાવરણ જોઇને જ હું ઠરી રહી. નિખીલ વગર એકલી તો બે ડગલા પણ ચાલવાની હિંમત નહોતી કરી શકતી, પણ પછી, બીયરની અસરને લીધે મારામાં અચાનક જ જોશ અને જનુન બંને આવી ગયા હતાં, એટલે રસ્તામાં વચ્ચે ઉભેલાં એક ટોળાને બેધડકપણે હડસેલીને હું આગળ વધી ગઈ. મારે તેમને સોરી કહેવું જોઈતું હતું, પણ તેય મેં ન કહ્યું. સાલી..આવી હલકી પબ્લિક સામે એવી બધી ફોર્માલીટીની શી જરૂર.. અને તેઓમાંથી કોઈની કોઈ હિંમત પણ ન થઇ, કે મને કંઈ કહે. કદાચ મારી મસ્તાની ચાલ જોઈને મારી પર ફિદા થઇ ગયા હોય, તો કહેવાય નહીં.. બટ હું કેર્સ..!! નિખિલ આવી જગ્યા પર રોજ રોજ નહીં.. તો ય નિયમિત તો આવતો જ હતો, તે વિચાર માત્રથી મને કંપારી છૂટી આવી. તે તો એક શરમાળ અને સભ્ય યુવક છે. મારી કેટલી કાળજી રાખનારો.. પણ ના.. હવે મને લાગે છે કે આ બધો તેનો દેખાડો હશે, કદાચ. અને એટલે જ.. મારો તેની પર ગુસ્સો વધી રહ્યો હતો. અહિયાં દેખાતી આ બધી છોકરીઓ તો કેટલી ચીપ અને કેવી ચાલુ ટાઈપની લાગે છે, ને આમાંથી કોઈ એવી બ્યુટીફૂલ નથી..કે જેમને કારણે નિખિલે મારી સાથે આવું કરવું પડે. નો..નેવર... નિખિલને માફ તો ન જ કરાય. . પોતાના પ્રેમ-જીવનમાં પડેલી આ મડા-ગાંઠને જેમ જેમ નિખિલ ઉકેલવાનો પ્રયત્ન કરતો રહ્યો તેમ તેમ તે નિકીની નજરમાંથી નીચે ઉતરતો ગયો. તો, કેમ આવશે તેની આ વિટંબણાનો અંત . જાણવા માટે વાંચો... આઈ એમ સોરી -પ્રકરણ ૧૨ ...વધુ વાંચો

13

I AM SORRY PART 13

આખરે નિકીએ નીખીલને વળતો જવાબ આપી જ દીધો. એક અજાણ્યા પારકા પુરુષને કિસ કરી ને પછી તેની કબુલાત નિખિલ કરી તેને એવો જ આંચકો દઈ દીધો, કે જેવો નિખીલે તેને ચીટ કરીને આપ્યો હતો. તો હવે નિખિલના શું પ્રતાઘાત છે . નિકી તો પોતે ક્રિશ્ચિયન છે, અને ખ્રિસ્તી ધર્મમાં એક પ્રણાલી છે..એક રસમ છે, કન્ફેશન કરવાની. તમે જયારે કોઈ ગુનો કે પાપ કરો, અને જો તમને તેનો પસ્તાવો થાય, તો ચર્ચમાંનાં કન્ફેશન-બોક્સમાં જઈને ત્યાનાં પાદરીની પાસે કન્ફેશન..એટલે કે કબુલાત કરવાની, એ પ્રણાલી. કહેવાય છે કે, આપણી આ કબુલાત પાદરીના માધ્યમથી પરમેશ્વર સુધી પહોચે છે. અને પ્રભુ આ સાચા હ્રદયની કબૂલાતની કદર કરીને આપણને માફી બક્ષે છે. . તો.. મેં તો કેટકેટલી વાર મારાં ગુનાહોની કબુલાત..તેનો પશ્ચાતાપ કર્યો છે... અને એ પણ કોઈ પાદરીને માધ્યમ રાખીને નહીં, પણ સાક્ષાત મારી દેવી સમક્ષ..મારી પ્રેમ-દેવી સમક્ષ..! મને યાદ પણ નથી એટલી અગણિતવાર મેં, સોરી , આઈ મ સોરી , આઈ લવ યુ સો મચ વગેરે કંઈ કેટલું કહ્યું હશે. તો કેમ મારા આ નિખાલસ સાદનો પડઘો નિકીનાં હૃદય પર નહીં પડતો હોય... તે આટલી પત્થર દિલની તો છે નહીં..! ક દી હતી પણ નહીં..! તો આમ કેમ થાય છે.. તો...તો હું ક્યાં ઓછો પડ્યો.. હું ક્યાં પાછો પડ્યો, કે નિકીનાં મનમાં આ વેરનો અગ્નિ પ્રગટ થતો હું રોકી ન શક્યો આ..આ હમણાં જે નિકીએ કર્યું, તે બેશક વેર અને બદલાની ભાવનાથી જ કર્યું છે. તેણે જે કર્યું તેમાં ચોક્કસ તેની કોઈ જ મરજી..કોઈ જ ઈચ્છા નહીં હોય તેની મને સો ટકા ખાતરી છે..! તેનાં મારી તરફના ગુસ્સાએ જ આ તેની પાસે આવું પગલું ભરાવ્યું છે. . તો હવે, આવી કઠોર અને મુશ્કેલ અવસ્થામાં હવે નિખિલ પાસે શું રસ્તો બચ્યો છે, પોતાની પ્રિયતમાને ફરી પાછી મેળવવાનો ...વધુ વાંચો

14

I AM SORRY PART 14

LOVE STORY CONTINUES

15

I AM SORRY -LAST PART

LOVE STORY COMPLETED

બીજા રસપ્રદ વિકલ્પો