પ્રેમ- અપ્રેમ

(1.2k)
  • 95.7k
  • 43
  • 38.9k

એક અનોખી પ્રેમ કથા........

Full Novel

1

પ્રેમ- અપ્રેમ

એક અનોખી પ્રેમ કથા........ ...વધુ વાંચો

2

પ્રેમ-અપ્રેમ

મુંબઈની એક ઉચ્ચ ઈન્ટીરીઅર ડિઝાઈનીંગ કંપનીમાં માર્કેટિંગ મેનેજરની પોસ્ટ સાથે પેઇન્ટિંગનું જોરદાર કસબ ધરાવતા અપેક્ષિતની પ્રિયા (તેના કેટલાંય ફેન્સમાંની સાથે ઓળખાણ થાય છે. શરૂઆતની વાતચીત આગળ વધતાં બંનેને એકબીજાનું બહુ એટેચમેન્ટ થઈ જાય છે. પછી તો સતત બંને આખો દિવસ એકબીજાના કોન્ટેક્ટમાં જ રહેવા લાગે છે. ધીરે ધીરે અપેક્ષિત પ્રિયાનાં પ્રેમમાં પડે છે .પરંતુ પ્રિયા સાફ જણાવી દે છે કે તે અપેક્ષિતને માત્ર એક બેસ્ટ ફ્રેન્ડની નજરે જુએ છે. બબ્બે વાર વેલેન્ટાઇન ડે પર પ્રપોઝ કરવાં છતાં પ્રિયાનો જવાબ એ જ રહે છે. બંને એક બીજા વિના ન રહી શકતાં હોવા છતાં પ્રિયા અપેક્ષિતનો પ્રેમ સ્વીકારી જ નથી શકતી. તેનું કારણ હોય છે પ્રિયાનો ભૂતકાળનો પરિણીત પ્રેમી સપન. સપને પ્રિયાને દગો આપીને બહુ જ દુઃખી પણ કરી હોય છે જેનાથી ત્રસ્ત થઈને પ્રિયા મુંબઈ આવી ગઈ હોય છે. પ્રિયાના અપ્રેમ થી અપેક્ષિત બહુ જ અપસેટ રહેવાં લાગે છે અને વાતે વાતે ફ્રસ્ટ્રેટ થવા લાગે છે. તેણે પ્રિયા સાથે જોયેલા સ્વપ્નો છિન્ન ભિન્ન થતાં જણાય છે. અપેક્ષિતને આ રીતે પોતાનાં અપ્રેમના લીધે રીબાતો જોઈ ન શકતાં પ્રિયા અચાનક જ એક દિવસ અપેક્ષિતને છોડીને જતી રહી છે. મોબાઈલ નમ્બર કે બીજા કોઈ કોન્ટેક્ટ આપ્યા વિના જ તે મુબઈ છોડીને જતી રહે છે અને છોડી જાય છે માત્ર એક ઈ મેઈલ. ...વધુ વાંચો

3

પ્રેમ-અપ્રેમ ભાગ-૩

પ્રિયાના ગયા બાદ અપેક્ષિત પૂરી રીતે તૂટી જાય છે. તેની કલીગ કમ ફ્રેન્ડ સ્વાતિ તેણે કોલ કરીને ઓફિસ ન પૂછે છે પણ અપેક્ષિત તબિયતનું બહાનું કરીને વાત ટાળી દે છે. નાનપણથી ખસ્તાહાલ કુંટુંબમાં જન્મેલી સ્વાતિને તેના મમ્મીપપ્પા જેમ તેમ કરીને ભણાવે છે અને આગળ જતાં સ્વાતિ ભણવામાં હોશિયાર હોવાથી સ્કોલરશીપ મેળવીને બી.બી.એ. પછી એમ.બી.એ. પૂરું કરે છે. સારી જોબ પર ચડે તે પહેલાં જ એક અકસ્માતમાં એનાં મમ્મીનું અવસાન થાય છે અને તેના પપ્પા અપંગ બની જાય છે. આખા ઘરની સંપૂર્ણ જવાબદારી હવે સ્વાતિના ખભે આવી જાય છે પરંતુ કેમ્પસ ઈન્ટરવ્યુમાં જ તેને અપેક્ષિતની કંપનીમાં અઢી વરસ પહેલાં સારા પગારથી જોબ મળી જાય છે. બંનેને જગજીતસિંહની ગઝલ સાંભળવાનો અને શાયરીનો જબરો શોખ હોય છે. શરૂઆતથી જ તે અપેક્ષિતને મનોમન ચાહવા લાગેલી પરંતુ ક્યારેય તેણે પોતાનાં દિલની વાત અપેક્ષિતને કહેલી નહીં. તેમાય જયારે તેને ખબર પડે છે કે અપેક્ષિત પ્રિયાને ચાહે છે ત્યારે તે એકદમ ભાંગી પડે છે.....હવે વાંચો આગળ........ ...વધુ વાંચો

4

પ્રેમ-અપ્રેમ ભાગ-૪

પ્રેમ-અપ્રેમ પ્રકરણ-૩ નો ટુંકસાર પ્રિયાના જવાથી ભાંગી પડેલો અપેક્ષિત બે દિવસ સુધી ઓફિસ જતો નથી અને કોઈના ફોન પણ રીસીવ કરતો હોવાથી સ્વાતિને ચિંતા થાય છે અને તે તેના ઘરે રૂબરૂ આવી ચડે છે. અપેક્ષિતને બહુ પૂછતાં તે પ્રિયા તેને છોડી ગયાનું જણાવે છે. સ્વાતિ અપેક્ષિતને બહુ સમજાવે છે અને પ્રિયાને ભૂલીને નવી જિંદગી શરુ કરવા કહે છે. અપેક્ષિત તેને એકલો છોડી દેવા કહે છે પણ સ્વાતિ માનતી નથી અને તેને માનવીને બહાર ડીનર માટે લઈ જાય છે. હવે વાંચો આગળ........ ...વધુ વાંચો

5

પ્રેમ-અપ્રેમ ભાગ-૫

શેટ્ટી’ઝ મદ્રાસ કેફેમાં સ્વાતિ અને અપેક્ષિત બંને ત્યાંના વેરાઈટી ઢોસાની લહેજત માણે છે. ડીનર કરતાં કરતાં સ્વાતિ અપેક્ષિતને હસાવવાની તેનો મૂડ સારો કરવાની બહુ કોશિષ કરે છે અને તેણે પ્રિયાનું દુઃખ ભૂલીને બીજા દિવસથી રેગ્યુલર ઓફિસ આવવા સમજાવે છે. અપેક્ષિતને થોડું સમજણમાં આવતાં તે બીજા દિવસથી ઓફિસ જવાનું ચાલુ કરી દે છે. તે દિવસ પછી સ્વાતિ અપેક્ષિતને ક્યારેય એકલો પડવા ન દેતી, બપોરે લંચ પણ સાથે જ કરતાં. ઓફિસ ટાઇમ દરમ્યાન અને તે પછી પણ બંને ફોન મેસેજીસ થી એકબીજાના કોન્ટેક્ટમાં રહેતાં. જયારે પણ અપેક્ષિત અપસેટ થતો ત્યારે સ્વાતિ તેને સમજાવીને કે હસાવીને ફરી તેની ગાડી ટ્રેક પર લઈ આવતી. હવે વાંચો આગળ........ ...વધુ વાંચો

6

પ્રેમ-અપ્રેમ ભાગ-૬

ધીરે ધીરે સ્વાતિના સંગાથમાં અપેક્ષિત પ્રિયાનું દુઃખ ભૂલવા લાગે છે. બંનેને હવે બીજાની આદત પડી જાય છે. એકબીજા બિલકુલ રહી શકતાં નથી. ફોન, મેસેજીસ સિવાય લંચ, ડીનર અને કોફી માટે અવારનવાર સાથે જાય છે. મુંબઈના જુદાં જુદાં રેસ્ટોરન્ટમાં, મોલ્સમાં તેમજ આઉટીંગ માટે અલગ અલગ બીચીઝ પર સાથે જતાં હોય છે. બધું જ એકધારા વહેણમાં ચાલતું હોય છે તેમાં એક દિવસ સ્વાતિની તબિયત સારી ન હોવાથી તે ઓફિસ જતી નથી. સાંજે ઓફિસથી છૂટી અપેક્ષિત તેની ખબર કાઢવા તેના ઘરે જાય છે ત્યાં નીચેથી તેના ફ્લેટની લાઈટ બંધ દેખાતાં તે સ્વાતિને કોલ કરે છે પણ નો રીપ્લાઈ થાય છે. તેણે ચિંતા થતાં તે સ્વાતિના ફ્લેટ પર પહોંચીને જોવે છે તો ફ્લેટનું મેઈન ડોર ખૂલ્લું હોય છે પણ લાઈટ્સ બંધ દેખાતાં તે વધુ ગભરાઈ જાય છે અને માંડ માંડ લાઈટની સ્વીચ ઓન કરી શકે છે પણ અંદરનું દ્રશ્ય જોતાં જ તે થીજી જાય છે......હવે વાંચો આગળ.... ...વધુ વાંચો

7

પ્રેમ-અપ્રેમ ભાગ-૭

ફ્લેટની લાઈટ્સ ઓન થતાં જ અપેક્ષિત જુએ છે તો તેની સામે સ્વાતિ સહીત આખો ઓફિસ સ્ટાફ તેની સરપ્રાઈઝ બર્થ પાર્ટી માટે ભેગો થયેલો હોય છે. સ્વાતિએ તબિયતના બહાને ઓફિસમાં રજા રાખીને અપેક્ષિતની સરપ્રાઈઝ બર્થ ડે પાર્ટી પ્લાન કરી હોય છે. તે જાતે જ અપેક્ષિતની બધી જ મનગમતી ડીશીઝ બનાવે છે. અપેક્ષિત ને કાર્ડ અને “APPLE IPHONE 5, 32 GB” જેટલો મોંઘો ફોન ગીફ્ટ કરે છે. પોતાનાં જન્મદિનની આટલી શાનદાર ઉજવણી ક્યારેય ન કરી હોવાથી ગદગદ થઈ જાય છે અને તે માટે સ્વાતિનો આભાર માને છે. સી ઓફ કરવા ગયેલી સ્વાતિ પાસે અપેક્ષિત એક હગ માગે છે. એ એક આલિંગનમાં બન્ને ખોવાઈ જાય છે પણ બંનેને એ આલિંગનની જુદી જુદી રીતે અસર વર્તાય છે...હવે વાંચો આગળ..... ...વધુ વાંચો

8

પ્રેમ-અપ્રેમ - ૮

પ્રેમ-અપ્રેમ પ્રકરણ-૭ નો ટુંકસાર સ્વાતિએ તેણે કરેલ આલિંગનની અસર કેટલાંય દિવસો સુધી અનુભવે છે. સ્વાતિના સાથનાં લીધે અપેક્ષિત પોતાનાં મૂળભૂત પાછો ફરવા લાગે છે. તે નેગેટીવમાંથી પોઝીટીવ બનવા લાગે છે. એક દિવસ તેને જનરલ મેનેજરનું પ્રમોશન મળે છે. તેની ખબર તે સૌથી પહેલાં સ્વાતિને આપે છે પણ જરા અલગ અંદાજમાં. સ્વાતિ તેની પાસે સે જ દિવસે પાર્ટી માગે છે. બંને ‘90 ફીટ એબવ’ રેસ્ટોરન્ટમાં ડીનર માટે જાય છે અને ઓપન ટેરેસ સીટીંગમાં જ ડીનર માટે બેસે છે. કોન્ટીનેન્ટલ ફૂડનાં ઓર્ડર સર્વ થવાની રાહ જોતાં સ્વાતિ પર્સમાંથી કંઈક કાઢીને ટેબલ પર મુકે છે જે જોતાં જ અપેક્ષિત ચોંકી જાય છે....હવે આગળ વાંચો...... ...વધુ વાંચો

9

પ્રેમ-અપ્રેમ - ૯

પ્રેમ-અપ્રેમ પ્રકરણ-૮ નો ટુંકસાર 90 ફિટ એબવ રેસ્ટોરન્ટનાં આહલાદક વાતાવરણમાં શાનદાર વાનગીઓની મજા માણ્યા બાદ ઘરે પરત ફરતાં સ્વાતિ અપેક્ષિતને ડે વિશ કરવા કાર્ડ, રોઝ અને એક લેટર આપે છે જેમાં તેણે આટલા વરસોથી નહીં ખેલ પોતાનાં દિલની વાત લખેલી હોય છે. સાથે પોતાનાં પ્રેમનો એકરાર કરવા સાથે અપેક્ષિતને પરણવા માટે પણ પ્રપોઝ કરે છે. લેટર વાંચીને અપેક્ષિત ખુબ ભાવુક બની જાય છે....લેટર વાંચ્યા પછી તે સ્વાતિને કોલ કરે છે.....હવે આગળ વાંચો..... ...વધુ વાંચો

10

પ્રેમ-અપ્રેમ - ૧૦

ચાતકની જેમ અપેક્ષિતના રીપ્લાયની રાહ જોતી સ્વાતિ અપેક્ષિતનો નકાર સાંભળીને આઘાત પામે છે, પણ સવારે જેમ તેમ કરીને તે આ આઘાત વિશે ક્યારેય જાણ ન થવા દેવાનું નક્કી કરે છે અને રોજની જેમ જ વર્તવાનું ચાલુ રાખે છે પણ તેમ છતાં અપેક્ષિતને થોડો અંદાજ તો આવી જ જાય છે. આ વાતને ત્રણેક મહિનાનો સમય થઈ જાય છે ત્યાં એક દિવસ વહેલી સવારે અપેક્ષિતને સ્વાતિનો કોલ આવે છે જેમાં તે અત્યંત ગભરાયેલા સવારે તેને તાત્કાલિક ઘરે આવવા જ કહે છે....હવે વાંચો આગળ.... ...વધુ વાંચો

11

પ્રેમ-અપ્રેમ - ૧૧

વહેલી સવારે અચાનક આવેલા સ્વાતિના કોલથી ચિંતાતુર અપેક્ષિત બની શકે તેટલી ઝડપથી તેના ઘરે પહોંચે છે. ત્યાં જોવે છે હ્રદયરોગના જીવલેણ હુમલાથી સ્વાતિના પપ્પા અવસાન પામેલ હોય છે. પપ્પાનાં મૃત્યુથી ભાંગી પડેલી સ્વાતિને અપેક્ષિત સધિયારો આપવાની પૂરી કોશિષ કરે છે. તેમજ અંતિમ વિધિની બધી વ્યવસ્થા પણ પોતે કરાવે છે. સ્વાતિના હાથે જ તેના પિતાને અગ્નિદાહ આપવામાં આવે છે....હવે વાંચો આગળ.... ...વધુ વાંચો

12

પ્રેમ-અપ્રેમ -૧૨

પિતાના અવસાન પછી ભાંગી પડેલી સ્વાતિને સમજાવટ અને સાંત્વના ભર્યા શબ્દોથી અપેક્ષિત ફરી નોર્મલ કરવાની પૂરી કોશિષ કરે અને તે એમાં મહદઅંશે સફળ પણ થાય છે. તેના પિતાની અંત્યેષ્ટિ તેમજ પ્રાર્થનાસભા બંને પોતે જ ગોઠવણ કરી આપે છે....બધું જ સમુસુતરું પાર પડ્યા પછી જયારે અપેક્ષિત અને સ્વાતિ એકલા હોય છે ત્યારે અચાનક અપેક્ષિત ગંભીર બનીને સ્વાતિને “પોતે હવે તેનો ફ્રેન્ડ બની ને ન રહે તો...” એવો પ્રશ્ન કરે છે......એવું શા માટે કહે છે.... વાંચો આગળ..... ...વધુ વાંચો

13

પ્રેમ-અપ્રેમ ભાગ-૧૩

પ્રેમ-અપ્રેમ પ્રકરણ-૧૨ નો ટુંકસાર અત્યાર સુધી અપ્રેમની પીડા સહન કરનાર સ્વાતિ ને અપેક્ષિતના રૂપમાં હવે પ્રેમ મળી ગયેલો...બંનને ઓફિસનાં એક બેંગ્લોર જવાની તક મળે છે. બન્ને રોમાંચક વિમાની સફરની મજા મજા માણે છે.... ફન્કશનમાં અપેક્ષિતને એકસેલન્સ અવોર્ડ મળે છે....ફન્કશનનાં બીજા દિવસે બંને બેંગ્લોરમાં ફરવાના અને ગોલ્ડન ડે ઉજવવાના પ્લાનમાં હોય છે...ત્યાં અચાનક વહેલી સવારે સ્વાતિના રૂમની ડોર બેલ રણકી ઉઠે છે....હવે વાંચો આગળ.... ...વધુ વાંચો

14

પ્રેમ-અપ્રેમ - 14

આખો આખો દિવસ બેંગ્લોરમાં ખુબ મોજ મસ્તી અને શોપિંગ કર્યા પછી જયારે સ્વાતિ અને અપેક્ષિત ઓરીઓન મોલની લેક સાઈડ આવીને બેઠાં હોય છે ત્યાં અચાનક અપેક્ષિતને કંઈક યાદ આવતાં તે સ્વાતિને ત્યાં જ મુકીને જતો રહે છે..અને પોણો કલાક જેવો સમય થવા છતાં તે પરત આવતો નથી....સ્વાતિ કોલ કરે છે તો કોલ પણ લાગતો નથી.....આમ અચાનક અપેક્ષિત ક્યાં ગાયબ થઈ ગયો...જાણવા માટે આગળ વાંચો.... ...વધુ વાંચો

15

પ્રેમ-અપ્રેમ - ૧૫

બેંગ્લોરના વર્લ્ડ ટ્રેડ સેન્ટર બિલ્ડીંગનાં ૨૬મા માળ પર આવેલા “ધ હાઈ” લાઉન્જમાં અપેક્ષિત સરપ્રાઈઝિંગલી સ્વાતિને લઈ જાય છે અને માટે પ્રપોઝ કરે છે....સ્વાતિ તે એક્સેપ્ટ કરે છે અને મુંબઈ જતાં ની સાથે જ લગ્નની તારીખ પણ નક્કી કરી જ નાખે છે....એક દિવસ લગ્નનાં શોપિંગ માટે બંને એક મોલમાં જાય છે...ત્યાં અપેક્ષિત ગેઇટ પાસે સ્વાતિને ડ્રોપ કરીને પાર્કિંગ તરફ જતો હોય છે ત્યાં સામેની બાજુથી પસાર થતી રીક્ષામાં તે એક વ્યક્તિને જુએ છે...જેને જોઈને તે કર પાર્ક કરવાને બદલે તેનો પીછો કરવા લાગે છે....રીક્ષામાંથી ઉતરેલી વ્યક્તિને જોતાં જ તેની આંખો પહોળી થઈ જાય છે.....કોણ હતી એ વ્યક્તિ... જાણવા માટે આગળ વાંચો.... ...વધુ વાંચો

16

પ્રેમ-અપ્રેમ - 16

સ્વાતિ-અપેક્ષિતની સ્થિર જળ જેવી જીંદગીમાં પ્રિયાનું આગમન કેવા વળાંકો લાવશે... શું પ્રિયાનું આગમન કોઈ ઝંઝાવાત લઈને આવશે.... પ્રિયાનાં ઘરે એકલું મળવા જવું...અને બીજી બાજુ સ્વાતિનાં મનમાં અસુરક્ષિતતાની લાગણી જન્મવું......... જાણવા આગળ વાંચો....પ્રેમ-અપ્રેમ ભાગ-૧૬ ...વધુ વાંચો

17

પ્રેમ-અપ્રેમ - ૧૭

બેંગ્લોરના બદતર દિવસો જેમતેમ પસાર કરીને પ્રિયાનું મુંબઈમાં પરત આવી જાય છે.....અપેક્ષિતનું પ્રિયાને મળવું અને તેના માટે વધુ પડતું હોવું....આ બધાંથી સ્વાતિને અસુરક્ષિતતા લાગણી થાય છે...તેમાંય અપેક્ષિતે પ્રિયાને જોબ અપાવતાં પ્રિયા અપેક્ષિતને લંચ માટે ઈન્વાઈટ કરે છે...લંચ પછી પ્રિયા કંઈક સરપ્રાઈઝ આપવા માટે રૂમમાં જાય છે.....શું હશે તે સરપ્રાઈઝ... હવે વાંચો આગળ..... ...વધુ વાંચો

18

પ્રેમ-અપ્રેમ - ૧૮

મિત્રો, હવે પ્રેમ-અપ્રેમ અતિમ ચરણમાં પ્રવેશી રહી છે...આશા છે અંત પણ આપ સૌને ગમશે......તો વાંચતા રહો પ્રેમ-અપ્રેમ....હવે અપેક્ષિત-સ્વાતિના પ્રેમમાં કોણ બની રહેલી પ્રિયા આગળ જતાં શું કરશે... શું પ્રિયાનો અપેક્ષિત અને સ્વાતિના પ્રેમની બુનિયાદને હલાવી શકશે... બંનેના લગ્ન થવા જઈ રહ્યાં છે અને અચાનક અપેક્ષિત પર પ્રિયાનાં મોબાઈલમાંથી કોઈ અજાણ્યા વ્યકિતનો કોલ આવે છે...હવે વાંચો આગળ.... ...વધુ વાંચો

19

પ્રેમ-અપ્રેમ ભાગ-૧૯

મારી પ્રથમ લઘુ નવલકથાને આપ સૌનો આટલો પ્રેમ મળશે એવી ક્યારેય આશા ન હતી. પ્રેમ-અપ્રેમની સફરમાં મારો સાથ આપનાર વાંચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સાથે મારી પત્નીનો આભાર માનીશ કે જે હંમેશા મારાં લેખનકાર્યને બિરદાવીને મને પ્રોત્સાહિત કરતી રહે છે. અત્રે હું એક ખાસ વ્યક્તિનો તહે દિલથી આભાર માનીશ જેમણે મારી ‘પ્રેમ-અપ્રેમ’નો ચળકાટ વધાર્યો છે. શરૂઆતથી અંત સુધી ‘પ્રેમ-અપ્રેમ’ નિખારવામાં મારી મદદ કરીને પોતાની જવાબદારી બરાબર નિભાવી છે. એમનો સાથ નહીં હોત તો ‘પ્રેમ-અપ્રેમ’ કદાચ લખાય જ નહીં હોત. ‘પ્રેમ-અપ્રેમ’ વિશે આપના પ્રતિભાવો મને મારાં ઇમેઇલ આઈડી morbitiles09@yahoo.in પર આપના નામ સાથે ચોક્કસ મોકલશો. જયારે પણ મારી આ કૃતિ પબ્લીશ કરીશ, આપના નામ સાથે આપનો પ્રતિભાવ મારી બુકમાં ચોક્કસ પ્રકાશિત કરીશ. ફરી એક વાર આપ સૌનો હ્રદયપુર્વક આભાર.....ફરી મળીશું નવી કૃતિ સાથે.... સાંઈનાથ -આલોક ચટ્ટ..... ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો