મહાબળેશ્વર ના પ્રવાસે - અ ફેમિલી ટુર

(196)
  • 56k
  • 17
  • 21.1k

"આપણે તો ફરવાનો બવ શોખ હો ભાઈ....." આવું ઘણા લોકો કહે અને એ ઘણા લોકો માં હું પણ.... પણ ફરવાની મજા તો તહેવાર મા અને સાથે વેકેશન હોવું જોઈએ પરંતુ વેકેશન તો ત્યારે જ જ્યારે આપણે સ્ટુડન્ટ હોઈએ, નોકરી એ લાગ્યા એટલે વેકેશન ભૂલી જવાનું છતાં પણ "આ દિવાળી એ કઈક જવુજ છે" આમ દર વખત ની જેમ આ વખતે પણ દિવાળી ના 2 મહિના બાકી હતા અને આવા વિચારો ચાલતા હતા. આવી જ રીતે સાંજે જમ્યા પછે બેઠા હતા ત્યાં....

નવા એપિસોડ્સ : : Every Wednesday

1

મહાબળેશ્વર ના પ્રવાસે - અ ફેમિલી ટુર (ભાગ-૧)

"આપણે તો ફરવાનો બવ શોખ હો ભાઈ....." આવું ઘણા લોકો કહે અને એ ઘણા લોકો માં હું પણ.... પણ મજા તો તહેવાર મા અને સાથે વેકેશન હોવું જોઈએ પરંતુ વેકેશન તો ત્યારે જ જ્યારે આપણે સ્ટુડન્ટ હોઈએ, નોકરી એ લાગ્યા એટલે વેકેશન ભૂલી જવાનું છતાં પણ "આ દિવાળી એ કઈક જવુજ છે" આમ દર વખત ની જેમ આ વખતે પણ દિવાળી ના 2 મહિના બાકી હતા અને આવા વિચારો ચાલતા હતા. આવી જ રીતે સાંજે જમ્યા પછે બેઠા હતા ત્યાં.... ...વધુ વાંચો

2

મહાબળેશ્વર ના પ્રવાસે - અ ફેમિલી ટુર (ભાગ - 2)

ક્યાં જવાનું છે? - હવે સ્થળ ની વાત કરીએ તો પહેલા નક્કી થયું માથેરાન જવાનું છે પણ પછે ભાવિનભાઈ કોઈ ફ્રેન્ડ ને પૂછતાં જાણવા મળ્યું કે દિવાળી ના દિવસો મા અહીં ટ્રાફિક બહુ જ રહે છે તેથી હોટલ ફુલ થઈ જાય છે અને હોટેલ વાળા પણ આનો લાભ ઉઠાવીને ભાવ 2 ગના કરીદે છે સાથે રૂમ મળવો પણ મુશ્કેલ છે અને એમા અમે 16 વ્યક્તિ એટલે વધુ મુશ્કેલ... ...વધુ વાંચો

3

મહાબળેશ્વર ના પ્રવાસે - અ ફેમિલી ટુર (ભાગ-3)

હવે અમારૂ પ્લાનિંગ તો થઈ ગયુ....આ પ્લાનિંગ પ્રમાણે બધા ને 6 તારીખે સાંજ સુધી મા ભાવિનભાઈ ના ઘરે એટલે (મહારાષ્ટ્ર) ભેગા થવાનું હતું અને હવે 1 મહિનો અને 16 દિવસ બાકી હતા અમારા આ પ્રવાસ નેતેથી ભાવિનભાઈ નો ફોન આવ્યો અને તેમને કહ્યું "તમને સીધી નાગોઠને ની ટ્રેન નહી મળે એટલે તમારે મુંબઇ સેન્ટ્રલ સુધી ટ્રેન માં અને ત્યાંથી નાગોઠને બસ માં આવવુ પડશે" સાથે કહ્યું કે "ખાસ કરી ને તમારે બધાને સાંજે 6:00 વાગ્યા સુધી માં મુંબઇ સેન્ટ્રલ પહોચવું જ પડશે તો જ બસ મળશે કેમ કે સાંજે 6:00 વાગ્યા પછી.... ...વધુ વાંચો

4

મહાબળેશ્વર ના પ્રવાસે - અ ફેમિલી ટુર (ભાગ-4)

આજે 5 નવેમ્બર અને પ્રવાસ જવાને 1 દિવસ હતો અને આ એક દિવસ પણ એક મહિના જેવો લાગતો હતો સાથે કાલે આ સમયે તો નીકળી ગયા હશુ, કાલે આ સમયે ટ્રેન માં હશુ, કાલે આ સમયે ટ્રેન અહીંયા પહોચી હશે, કાલે તો આ સમયે નાગોઠને હશુ.. આવા વિચારો સાંજ સુધી આવતા.સાથે એક દિવસ બાકી હોવાથી અમારું મેઈન ફોકસ હતું બેગ પેક કરવામાં. કેટલા કપડાં લેવા, ક્યાં કપડાં લેવા, ક્યાં દિવસે ક્યાં કપડાં પહેરવા, અને નાસ્તો તો ખરો જ કેમ કે ગુજરાતી ફેમિલી નો પ્રવાસ અને સાથે નાસ્તો ના હોય એ તો શક્ય જ નહીં...હવે દિવાળી નો સમય હતો એટલે ...વધુ વાંચો

5

મહાબળેશ્વર ના પ્રવાસે - અ ફેમિલી ટુર (ભાગ-5)

ટીક ટીક...... ટીક ટીક.......સવાર ના 5:15 વાગ્યા ને મોબાઈલ મા એલાર્મ વાગ્યું એટલે તરત ઊંઘ ઊડી ગઈ અને જલ્દી થઈ ગયો અને આ જલ્દી ઉભા થવાનું કારણ 6 નવેમ્બર અને આજે અમારે પ્રવાસ માટે નીકળવાનું હતુંસવારે રેડી થઈ ને 6:30 AM સુધી મા સુરત સ્ટેશન પહોંચી ગયો અને ત્યાં પ્લેટફોર્મ 3 પર મુંબઇ-અમદાવાદ લોકલ ઉભી હતી અંકલેશ્વર નોકરી પર જવા તેમાં બેસી ગયો કેમ કે મારે આજે વહેલું નોકરી પર જવાનું હતું આમ 6:45 AM ના ટકોરે સીટી વાગી અને... ...વધુ વાંચો

6

મહાબળેશ્વર ના પ્રવાસે - અ ફેમિલી ટુર (ભાગ-6)

30 મિનિટ ની 35 મિનિટ થઇ.....આખરે 35 મિનિટ ઉભી રહ્યા પછી 11:15 AM થયા ને ટ્રેન નો હોર્ન સંભળાયો ટ્રેન માં પાછા બધા ગોઠવાઈ ગયા. ધીમે રહી ને ટ્રેન ચાલુ થઈ એટલે થયું હાસ હવે હમણાં આવી જશે સુરત....15 મિનિટ પછી 11:30 AM ને કોસંબા સ્ટોપ આવ્યું અહીં પણ 2 મિનિટ ઉભી રહેશે એવું હતું પણ 5 મિનિટ થઈ....10 મિનિટ.....15 મિનિટ....25 મિનિટ....30 મિનિટ.... સાલું કોઈ ને કાઈ સમજાતું ન હતું કે "છે શું આગળ, કઇ રિપેરિંગ કામ શરૂ છે કે કઈ થયું છે..?"આમ 30 મિનિટ ઉભી રહ્યા પછે 12:00 PM થયા ને હોર્ન વાગ્યો...... ...વધુ વાંચો

7

મહાબળેશ્વર ના પ્રવાસે - અ ફેમિલી ટુર (ભાગ-7)

આમ ટ્રેન શરૂ થતા ની સાથે જ મેં ભાવિનભાઈ અને અંકિતભાઈ ને પણ ફોન કરી દીધો કે, "અમે 2:20 એ ટ્રેન માં બેસી ગયા"હવે ઓનલાઈન ચેક કર્યું તો ટ્રેન એપ્લિકેશન પ્રમાણે કટ-ટુ-કટ સાંજે 6:00 વાગ્યે પહોંચાડશે એવું બતાવ્યું. પણ એ ક્યારે, જ્યારે ટ્રેન ઝડપી ચાલે....થોડી વાર પછી ભાવિનભાઈ નો મેસેજ આવ્યો જેમાં કઇ ટિકિટ જેવું હતું.... ...વધુ વાંચો

8

મહાબળેશ્વર ના પ્રવાસે - અ ફેમિલી ટુર (ભાગ-8)

આજુ-બાજુ જોયું પણ બંને દેખાય નહિ એટલે ટેન્શન આવી ગયું કે આ બંને ગયા ક્યાં? કેમ કે બધાને સાચવીને જવાની જવાબદારી મારી હતીત્યાં ભાવિનભાઈ નો ફોન આવ્યો, "બસ મળી ગઈ?" કહ્યું, "ના, હજુ તો બસ સ્ટેન્ડ પાસે જઇયે છીએ અને એમાં પણ પેલા બંને તો દેખાતા નથી તેને શોધવા પડશે પહેલા", "ઓહ... તે ક્યાં ગયા બંને..? ભાવિનભાઈ એ કહ્યું...... ...વધુ વાંચો

9

મહાબળેશ્વર ના પ્રવાસે - અ ફેમિલી ટુર (ભાગ-9)

"અરે તારે નહાવાનું બાકી હોય તો નહાવા જા ચાલ......""જમવાનું કોણે બાકી છે રેડી થઈ ગયા હોય તે જમવા બેસો......" હું હતો ને ઊંઘ માં જ આવા અવાજો સંભળાતા હતા ત્યા મારી આંખ ખુલી અને ઉભા થઇ ને ઘડિયાર મા જોયું તો સવાર ના 6:00 AM ઉપર થઇ ગયું હતું સાથે આજુબાજુ મા જોયું તો 1-2 વ્યક્તિ ને છોડી ને લગભગ બધા જાગી ગયા હતા એટલે હું પણ ફરી સુવાનું ટાળી ને ઉભો થઇ ગયો... ઝડપી ઉભા થઈ ને મોઢું ધોયું પણ બીજું કોઈ નહાવા ગયું હોવાથી નહાવા માટે વેઇટિંગ ચાલતું હતું અને આ વેઇટિંગ લિસ્ટ માં આપણો વારો દૂર હતો એટલે... ...વધુ વાંચો

10

મહાબળેશ્વર ના પ્રવાસે - અ ફેમિલી ટુર (ભાગ-10)

આમ આગળ ના ભાગ મા કહ્યુ તેમ 7 નવેમ્બર, 2018 ને દિવાળી ના દિવસે સવારે 9:30 ના ટકોરે આમરો પ્રવાસ નાગોઠને રિલાયન્સ કોલોની થી શરૂ થયો.બસ જેવી કોલોની ના ગેટ ની બહાર નીકળી ને રસ્તા પર ચાલતી થઈ કે અમે લોકો એ બારી ખોલી ને બહાર જોવાનું શરૂ કરી દીધું. દિવાળી નો સમય અને હજુ હમણાં જ ચોમાસુ ગયું હતું એટલે રસ્તા ની બંને બાજુ ના ખેતરો અને ખુલ્લા મેદાનો લીલાછમ ધાસ અને વૃક્ષો થી ભરપૂર હતા અને બસ મા બેસતા ની સાથે જ આવો નજારો જોવા મળે એટલે ઉત્સાહ થોડો વધી જાય....ત્યાં અમારા 16 વ્યક્તિ માં 2 નાના ...વધુ વાંચો

11

મહાબળેશ્વર ના પ્રવાસે - અ ફેમિલી ટુર (ભાગ-11)

મહાબળેશ્વર પહોંચ્યા પછી હોટેલ બુક કરવાની હતી પણ ભાવીનભાઈ એ કહ્યું, "હોટેલ બુક થઈ ગઈ છે, થોડું ચાલવું પડશે નજીક માં જ છે" "આ હોટેલ બુક ક્યારે કરી?" મેં પૂછ્યું ભાવિન ભાઈ એ કહ્યું, "અમે 10-15 દિવસ પહેલા જ અહીં ફ્રેન્ડ્સ સાથે આવ્યા હતા અને જે હોટેલ મા અત્યારે જવાનું છે તે હોટેલ મા જ રોકાયા હતા સાથે હોટેલ પણ સારી હતી અને આપણું પ્લાનિંગ પણ ફિક્સ હતું એટલે ત્યારે જ હોટેલ બુક કરી દીધી કેમ કે અત્યારે દિવાળી અને આ સમયે હોટેલ મળવી મુશ્કેલ" ભાવિનભાઈ આગળ ચાલે ને અમે બધા પાછળ - પાછળ ને લગભગ.... ...વધુ વાંચો

12

મહાબળેશ્વર ના પ્રવાસે - અ ફેમિલી ટુર (ભાગ-12)

બપોરે 4:00 વાગ્યા આસપાસ અમારા પહેલા પોઇન્ટ પર પહોંચ્યા પણ ત્યાં પાર્કિંગ પાસે થોડો ટ્રાફિક હતો એટલે ત્યાં જ પર બાજુ મા ગાડી ઊભી કરી ને અમે બધા ત્યાં જ ઉતરી ગયા અને જે રસ્તા પર ઉતર્યા ત્યાં બાજુ માં જ ઊંડી ખીણ હતી પરંતુ ત્યાં રસ્તા પાસે વૃક્ષો હતા એટલે વધુ ભય ન હતો છતાં નાના છોકરા ને સાંભળી ને આગળ ચાલતા થયા.અમે જે પોઇન્ટ પર પહોંચ્યા તેનું નામ હતું "લોડવિક પોઇન્ટ (Lodwick Point)". આ પોઇન્ટ સમુદ્ર ની સપાટી થી 4067 ફૂટ ઊંચાઈ પર છે અને આ પોઇન્ટ નું નામ કરી રીતે પડ્યું તેનો ઇતિહાસ ત્યાં બોર્ડ લખ્યો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો