નિકુલ અત્યારે પોતાની આલીશાન ઓફિસ માં વિચારોમાં ખોવાઈને બેઠો હતો.એરકન્ડીશનર ની ઠંડી હવામાં પણ તેના કપાળ પર પરસેવો સ્પષ્ટ દેખાતો હતો.જમણા હાથમાં રહેલી સિગરેટ પણ ઘણા સમયથી કસ ના ખેંચવાના લીધે લગભગ બુઝાઈ ગઈ હતી.છેલ્લા બે-ત્રણ દિવસની ઉંઘ ના થવાને કારણે તેની આંખો બળતી હતી. તે

નવા એપિસોડ્સ : : Every Wednesday

1

અપરાધ ભાગ-૧

નિકુલ અત્યારે પોતાની આલીશાન ઓફિસ માં વિચારોમાં ખોવાઈને બેઠો હતો.એરકન્ડીશનર ની ઠંડી હવામાં પણ તેના કપાળ પર પરસેવો સ્પષ્ટ હતો.જમણા હાથમાં રહેલી સિગરેટ પણ ઘણા સમયથી કસ ના ખેંચવાના લીધે લગભગ બુઝાઈ ગઈ હતી.છેલ્લા બે-ત્રણ દિવસની ઉંઘ ના થવાને કારણે તેની આંખો બળતી હતી. તે ...વધુ વાંચો

2

અપરાધ ભાગ-૨

અવિનાશની એક-બે ચીસો બાદ વિલાસ ડરી ગઈ હતી.અને દરવાજે ટકોરા પડતા હતા.કંપતા હાથે તેણે દરવાજો ઉધાડયો. દરવાજા પર વીરલ, અનિતા, નિકુલ અને અનેરી હતા.તેઓ અવિનાશની ચીસ સાંભળીને આવ્યા હતા. ...વધુ વાંચો

3

અપરાધ ભાગ - ૩

નિકુલ ની હાલત તો અવિનાશ કરતા પણ વધારે ખરાબ હતી.એરકન્ડિશનર દ્વારા થયેલા ઠંડા વાતાવરણમાં પણ તે પરસેવે રેબઝેબ હતો. આ વખતે ડો.તન્ના ઘરે આવીને જ નિકુલને પ્રાથમિક સારવાર આપી ગયા હતા. ...વધુ વાંચો

4

અપરાધ - ભાગ - ૪

"તેઓએ કેતન ભાઈને અવાજ આપ્યો પણ કોઈ જ જવાબ ના મળ્યો તેથી તેઓએ બારણા પર ટકોરા મારી જોયા પણ પ્રતિક્રિયા ન થઈ આથી તેઓને કંઇક અમંગળ ધટના થઈ હશે તેવો વિચાર આવ્યો અને બારણું તોડવાનો વિચાર આવ્યો અને બારણું તોડીને અંદર ગયા તો કેતનભાઈનું મૃત શરીર દોરડા પર લટકતું હતું."નીકુલે પોતાની વાત પૂરી કરી અને એક ઊંડો શ્વાસ લીધો. ...વધુ વાંચો

5

અપરાધ ભાગ - ૫

વિરલે ફોન પર વાત કરીને કૉલ કટ કર્યો અને મોબાઈલ પોતાના ખિસ્સામાં મૂક્યો."શું કહ્યું શાસ્ત્રીજી મહારાજે મોટાભાઈ?" અવિનાશે પૂછ્યું."તેઓ બહારગામ છે બે દિવસ પછી તેઓ ઘરે આવશે." વિરલે જવાબ આપ્યો."ચાલો કેશવભાઈ હવે અમે જઈએ" નીકુલે કહ્યું."ભલે , આમ પણ આજકાલમાં મારું પણ મૃત્યુ થશે જ ત્યારે આવજો." કેશવ નાખી દીધેલા અવાજે બોલ્યો."કેમ આવી વાત કરો છો! ભગવાન પર ભરોસો રાખો. સૌ સારાવાના થઈ જશે." નિકુલ કેશવને આશ્વાસન આપતાં બોલ્યો.ત્યારબાદ તેઓ ત્યાંથી પોતાના ઘરે જવા માટે નીકળી ગયા.@@@@@@@ઈ.સન.:૧૯૭૫"આ તો સામે ચાલીને મોતના મુખમાં હાથ નાખ્યા , હવે તો મૌત નક્કી જ છે." વિક્રાંત ગભરાટ સાથે બોલ્યો."હાથ નહીં પણ આખું શરીર ...વધુ વાંચો

6

અપરાધ - ભાગ - ૬

"કેતનભાઇ ના કહેવા મુજબ આપણી સાથે જે બની રહી છે તેવી ધટના તેઓ સાથે બનવાની શરૂ થઈ એટલે તે એક હવન કરાવેલો. અને ત્યારબાદ તો મુશ્કેલીઓ ઓછી થવાને બદલે ઉલટાની વધવા લાગી. તેઓએ હવન કર્યો તેના ચાર દિવસ પછી કાજલભાભીના વર્તનમાં ધણો ફેરફાર આવ્યો હતો. તેઓ અવારનવાર 'અપરાધ' 'અપરાધ' એમ બુમો પાડતા, અને કોઈ પુરુષને જોવે કે તરત જ...." નિકુલ વાત કરતો અટક્યો અને થોડી વાર માટે અટક્યો."પુરુષને જુવે તો શું?" અવિનાશે પૂછ્યું."કોઈ પણ પુરુષને જુવે કે તરત જ પોતાના વસ્ત્રો ઉતારવા લાગતા અને સામેવાળી વ્યક્તિને ચોંટી જતા અને અભદ્ર માગણી કરતાં"બધાના ચહેરા પર આશ્ચર્યના હાવભાવ હતા. નિકુલ પણ ...વધુ વાંચો

7

અપરાધ - ભાગ - ૭

વિરુભા ચોગાન માં પડેલ પોટલું ખોલવામાં વ્યસ્ત હતા તે દરમિયાન તેમની પીઠ પાછળ શું ચાલી રહ્યું છે તેનાથી અજાણ જો તેઓએ થોડી સાવચેતી રાખી હોત તો તેઓ તેમની સાથે બનનારી ધટના થી તેઓ બચી ગયા હોત.ધડીના છઠ્ઠા ભાગમાં આ ખેલ થયો.હવાને ચીરતી કોદારી ની તીક્ષ્ણ અણી વિરુભાના મસ્તક તરફ આગળ વધી રહી હતી બરાબર તેજ સમયે વિરુભાનાં હાથમાં રહેલું પોટલું સહેજ નમ્યું અને પોટલાને સીધું કરવા માટે તેઓ પણ સહેજ નમ્યા.વિરુભા સહેજ જુક્યા એટલે સુહાસે હવામાં વિંજેલી કોદાળી વીરુભાના માથાને બદલે ડાબા ખબાથી સહેજ નીચેના ભાગમાં વાગી અને વાતાવરણ એક કારમી ચિખથી ગુંજી ઉઠ્યું.વીરુભા સ્વસ્થ થાય એ પહેલાં લોખંડના ...વધુ વાંચો

8

અપરાધ - ભાગ - ૮

અવિનાશ દ્વારા જે પાણી હવનમાં પડ્યું હતું તેના લીધે હવનમાં રહેલી અગ્નિ બુઝાઈ ગઈ અને તેના ધુમાડામાં એક માનવ આકાર લેવા લાગી.આવું દ્રશ્ય જોઈને શાસ્ત્રીજીથી એક ચીસ નખાઈ ગઈ.આવું દ્રશ્ય તેઓએ પણ પ્રથમ વખત જ જોયેલું બધાનું ધ્યાન શાસ્ત્રીજી તરફ હતું કોઈ કંઇ સમજે તે પહેલા ધુમાડાના કારણે રચાયેલ માનવ આકૃતિમાંથી અટ્ટહાસ્ય રેલાયું."બધાને મોતના દરવાજા સુધી પહોંચાડી દઈશ" એવો અવાજ આવ્યો અને થોડી જ ક્ષણોમાં ધુમાડો અને પેલી માનવ આકૃતિ હવામાં વિલીન થઈ ગયું.શાસ્ત્રીજીનુ એવું માનવું હતું કે આ વિશ્વમાં ભુત-પ્રેત જેવું કંઇ હોતું નથી. માણસોને માત્ર મનનો વહેમ જ હોય છે અને વહેમની કોઈ દવા હોતી નથી. તેથી ...વધુ વાંચો

9

અપરાધ - ભાગ - ૯

વિલાસની ચીસ સાંભળી હવન કુંડ તરફ દરેક વ્યક્તિએ નજર કરી. અત્યારે હાજર દરેકને પોતાની આંખો વિશ્વાસ નહોતો આવતો. હવનના ચારેય ખુણા પર કળશ પ્રગટ થયા હતા અને દરેક કળશ માંથી લોહી છલકાઈને બહાર આવતું હતું. ધીરે ધીરે તે લોહી સમગ્ર હવન કુંડ ને ઘેરવા લાગ્યું અને પળવારમાં જ માટી મા પરિવર્તિત થઈ ગયું. થોડીવાર ની ચૂપકીદી બાદ અવિનાશ થોથવાતા અવાજે બોલ્યો "કોઈ પણ આ માટીને સ્પર્શ ના કરતા." “બધા ઘરની બહાર નીકળો.” અવિનાશ દર મિશ્રિત અવાજમાં બોલ્યો. ઘરના બધા જ સભ્યો ઘરની બહાર આવેલા બગીચામાં આવ્યા. “તો શું કેતનભાઈ સાથે પણ ...વધુ વાંચો

10

અપરાધ - ભાગ -૧૦

પોલિસ-સ્ટેશનની બહાર નીકળીને દમોદરે સૂચવેલા માર્ગ પર અત્યારે તેઓ ચાલી રહ્યા હતા. ઇન્સ્પેટર રાજીવની સચેત નજર અત્યારે માર્ગનું નિરીક્ષણ કરી રહી હતી, નાનામાં નાની બાબત પર તે ધ્યાન આપી રહ્યા હતા. જે માર્ગ પર તેઓ ચાલી રહ્યાં હતા તે આ ગામ નો મુખ્ય માર્ગ હતો અને હજુ ચાર-પાંચ વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો હતો. આ રસ્તાની બંને બાજુઓએ આવેલા બધા મકાન લગભગ કાચા હતા મતલબ કે નળીયા વાળા હતા માત્ર ગણ્યા-ગાઠયાં મકાનો જ પાકા એટલે કે પાકી છત વાળા હતા. આ રસ્તો આગળ જઈને ચાર રસ્તાને મળતો હતો, જ્યાં એક મોટું સર્કલ હતું, અને ...વધુ વાંચો

11

અપરાધ - ભાગ - ૧૧

“સારું ત્યારે ચાલો હવે અમે જઈશું.” કહીને રાજીવ ઊભો થયો. “સાહેબ હવે જમીને જ જવાય ને” નરેશ આગ્રહ કર્યો. “ના, અત્યારે થોડુક કામ છે, પછી ક્યારેક જમવા માટે આવશુ.” “સારું ત્યારે રામ-રામ” નરેશ પટેલે ઊભા થતાં કહ્યું. “રામ-રામ” કહીને રાજીવ અને દામોદર આગળ ચાલવા લાગ્યા. “તો વિરૂભા આ માર્ગ પર અવાર-નવાર આવતાં એમ ને.” “હા સાહેબ” “તો પછી આપણને આ રસ્તા પર જ કઈક સુરાગ મળશે.” “મને પણ એવું જ લાગે છે.” “ચાલો હવે તેના ઘર તરફ જઈએ.” “ચાલો” જે માર્ગ પર તેઓ ચાલીને આવ્યા હતા તે જ માર્ગ ...વધુ વાંચો

12

અપરાધ - ભાગ - ૧૨

અનિતાને ફર્શ પર પડેલી જોઈને વિરલ તો તરત તેની બાજુમાં બેસી ગયો અને અનીતાના નામની ચીસો પાડવા લાગ્યો.નિકુલ થોડો અને અનિતાના નાક પાસે પોતાનો હાથ રાખીને તેના શ્વાસોશ્વાસ તપાસવા લાગ્યો.અનિતાના શ્વાસ ચાલુ હતા તેની ખાતરી કરીને તેણે પોતાના ખીસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને ઝડપથી એમ્બ્યુલન્સ ને કોલ કરવા લાગ્યો."પાછા જાવ, એટલે શું આપણે લોકોને પાછું આપણા ઘરે જવું પડશે?" વીલાસ ડર મિશ્રીત અવાજમાં બોલી.થોડીવાર માટે તો બધા જ વિલાસની વાત જાણે કે સાંભળી જ ના હોય તેમ તેઓની નજર હજુ ફર્શ પર જ મંડાયેલી હતી.થોડા ક્ષણોની ચૂપકીદી બાદ નિકુલ બોલ્યો "પહેલા આ ફર્શ પરનું લખાણ અને ભાભી ના આંગળી પર ...વધુ વાંચો

13

અપરાધ - ભાગ - ૧૩

વિક્રાંતને રાજીવે અટકાવ્યો એટલે તે જરા ડરી ગયો પરંતુ તેણે પોતાના હાવભાવ પર કાબૂ રાખ્યો હતો. “બોલોને કઈ કામ હતું ?” “કામ તો એવું હતું કે આવી બપોરે તમે વિરુભાની મુલાકાતે આવ્યા હતા ?” “અરે સાહેબ હું તો મારા ઘર તરફ જતો હતો એમાં મારી નજર તમારા પર પડી અને તમે લોકો કૈંક તપસ કરી રહ્યા હતા એટલે મે જરા પૂછ્યું.” “એમ કઈ બાજુ આવે તમારું મકાન ?” “બસ આ રહ્યું આ સામે જ્યાં ચાર રસ્તા મડે છે ત્યાં રસ્તાની બાજુનું જ પહેલું મકાન.” “ત્યારે તો તમારી મહેમાનગતિ માનવી પડશે.” રાજીવ અમસ્તા ...વધુ વાંચો

14

અપરાધ - ભાગ - ૧૪

“મે તો પહેલા જ ના પડી હતી કે અહી ઘરમાં મડદા ના દટાય.” “એ તો આ વિરૂભા નહીં ક્યાથી આવી ગયા એમાં આ બધો લોચો લાગી ગયો.” “વિરૂભા નહોતા આવ્યા તો પણ મે તો ના જ પાડી હતી ને!” “રામ જાણે વિરૂભા કેમ અહી આવી ચડ્યો એમાં ઉલમાથી ચૂલમાં પાડવા જેવુ થયું” “અફસોસ તો મને પણ થાય છે, એ બિચારી ને પૈસા આપીને રવાના કરવાના બદલે આપણે લોકોને શું સુજયું કે આવું કરી બેઠા!” “હવે આ બધી વાતો કરવાનો કોઈ અર્થ નથી આગળ શું કરવાનું છે એ વિચારો.” અભય અને સુહાસ વચ્ચે ચાલી રહેલી ...વધુ વાંચો

15

અપરાધ - ભાગ - ૧૫

“શેનું નિરાકરણ ?, હજુ પોલીસે ક્યાં આપણને કઈ કર્યું છે.” વિક્રાંત બોલ્યો. “હા ભલે નથી થયું પણ તો થશેને!” અભય શંકા સાથે બોલ્યો. “ત્યારનું ત્યારે જોયું જશે.” વિક્રાંત બેફિકરાઈથી બોલ્યો. અભય વિક્રાંત અને સુહાસ વચ્ચે આવી વાતો ચાલી રહી હતી ત્યારે નરેશ પટેલ ત્યાથી પસાર થઈ રહ્યો હતો અને તેઓની વાતો થતી સાંભળીને તે અટક્યો હતો અને ખડકી ની પાસે રહીને ચુપચાપ બધી વાતો સાંભળી રહ્યો હતો.તેઓની વાતો સાંભળીને તેને એ વાતની ખાતરી તો થઈ ગઈ હતી કે આ ઘરમાં કઈક તો રંધાઇ રહ્યું છે. પણ શું છે તેનું અનુમાન તે લગાવી શક્યો નહોતો કેમકે અંદર ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો