રૂહ સાથે ઈશ્ક રિટર્ન

(17.3k)
  • 239.4k
  • 672
  • 125.9k

રૂહ સાથે ઈશ્ક રિટર્ન ★પ્રસ્તાવના★ બૉલીવુડ માં તો ઘણાં સમયથી મુવીની સિકવલ બનાવવાનો દૌર ચાલતો રહ્યો છે.. ભલે એ ગોલમાલ હોય,મર્ડર હોય કે પછી ધૂમ કેમ ના હોય.પણ હવે તો નવલકથાની દુનિયામાં પણ સિકવલની મૌસમ આવી ગઈ છે. મેં પણ આજથી થોડા સમય પહેલાં રૂહ સાથે ઈશ્ક નામની એક હોરર થ્રીલર નોવેલની રચના કરી હતી જેને વાંચકોનો બહોળો પ્રેમ અને પ્રતિસાદ મળ્યો હતો..આ જ નોવેલનું ટાઈટલ પણ કોપી કરી ઘણાં લોકોને સફળતા મળી ગઈ તો પછી મને પણ થયું કે એક નવાં વિષયવસ્તુ ને એજ નામની સિકવલ વાંચકો સમક્ષ લાવું.તો આવી ગઈ છે મારી નવી હોરર,સસ્પેન્સ,થ્રિલર રૂહ સાથે

Full Novel

1

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 1

રૂહ સાથે ઈશ્ક રિટર્ન ★પ્રસ્તાવના★ બૉલીવુડ માં તો ઘણાં સમયથી મુવીની સિકવલ બનાવવાનો દૌર ચાલતો રહ્યો છે.. ભલે એ ગોલમાલ હોય,મર્ડર હોય કે પછી ધૂમ કેમ ના હોય.પણ હવે તો નવલકથાની દુનિયામાં પણ સિકવલની મૌસમ આવી ગઈ છે. મેં પણ આજથી થોડા સમય પહેલાં રૂહ સાથે ઈશ્ક નામની એક હોરર થ્રીલર નોવેલની રચના કરી હતી જેને વાંચકોનો બહોળો પ્રેમ અને પ્રતિસાદ મળ્યો હતો..આ જ નોવેલનું ટાઈટલ પણ કોપી કરી ઘણાં લોકોને સફળતા મળી ગઈ તો પછી મને પણ થયું કે એક નવાં વિષયવસ્તુ ને એજ નામની સિકવલ વાંચકો સમક્ષ લાવું.તો આવી ગઈ છે મારી નવી હોરર,સસ્પેન્સ,થ્રિલર રૂહ સાથે ...વધુ વાંચો

2

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 2

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 2 પોતાની નવી હોરર સસ્પેન્સ નોવેલ માટેનો પ્લોટ તૈયાર કરવા માટે કબીર રાજગુરુ નદીનાં કિનારે આવેલાં શિવગઢ ગામ થી થોડે દુર આવેલ એક વુડ હાઉસ પ્રકારની જગ્યાએ આવી ચુક્યો હતો.કબીર નાં મનિષ નામનાં દોસ્તારે આ જગ્યાનાં માલિક એવાં ઠાકુર પ્રતાપસિંહ ને વાત કરી કબીર માટે અહીં રહેવાની અને જરૂરી એવી બીજી સગવડોની વ્યવસ્થા કરાવી દીધી હતી. કબીર જ્યારે એ જગ્યાએ પહોંચ્યો ત્યારે રસ્તામાં પસાર થતી રેવા નદીનો નયનરમ્ય નજારો જોઈ શાતા અનુભવી રહ્યો હતો.શિવગઢ ગામ નર્મદા નદીને કિનારે આવેલું એક નાનું એવું ગામ હતું.કબીર ને રોકાવાનું હતું એ મકાન શિવગઢથી દોઢેક કિલોમીટર દૂર ...વધુ વાંચો

3

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 3

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 3 શિવગઢમાં પોતાની પ્રથમ રાત પસાર કર્યાં બાદ કબીર જ્યારે સવારે ઉઠ્યો ત્યારે વાગવા આવ્યાં હતાં..કબીરને નીચે રસોડામાંથી અવાજ આવી રહ્યો હતો જે સાંભળી એને અનુમાન લગાવ્યું કે જીવકાકા આવી ચુક્યાં હતાં. "કાકા,નીચે તમે છો ને..?"નીચે જીવકાકા જ હાજર હતાં એની ખાતરી કરવાનાં ઉદ્દેશથી કબીરે ઊંચા અવાજે પૂછ્યું. "હા સાહેબ હું જ છું..તમે બ્રશ કરીને નીચે આવો..ચા-નાસ્તો તૈયાર છે."નીચેથી જીવકાકાનો અવાજ કબીરનાં કાને પડ્યો. "હા કાકા..આવું દસેક મિનિટમાં.."કબીરે પ્રત્યુત્તરમાં કહ્યું. થોડીવારમાં કબીર નીચે પહોંચ્યો એટલે જીવા કાકા એ ગરમાગરમ નાસ્તો અને ચા એને આપી..કબીર ચા-નાસ્તો કરી રહ્યો એટલે જીવકાકા એ કબીરને ઉદ્દેશીને પૂછ્યું. ...વધુ વાંચો

4

રૂહ સાથે ઈશ્ક રિટર્ન - 4

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 4 શિવગઢ આવ્યાં ની બીજી રાત પણ કબીરે વિચિત્ર અનુભવો સાથે પસાર કરી દિવસે તો રાતે એને જે કંઈપણ અવાજો સાંભળ્યાં એમાં સાફ-સાફ કોઈનાં પગરવનો અવાજ સંભળાયો હતો.સવારે કબીરની આંખો ખુલી ત્યારે સૂરજની કિરણો બે બારીની તિરાડમાંથી ઓરડામાં ઝાંકી રહી હતી..કબીરે ઘડિયાળ તરફ નજર કરી તો સાડા આઠ થવાં આવ્યાં હતાં.રાતે પોતાની સાથે જે કંઈપણ બન્યું એની ચર્ચા જીવકાકા જોડે કરવી જોઈએ એમ વિચારી કબીરે જ્યારે નાસ્તો કરતો હતો ત્યારે જીવકાકા ને ઉદ્દેશીને કહ્યું. "કાકા,કાલે રાતે મને એવું લાગ્યું કે મકાનની આજુબાજુ કોઈક હતું.." કબીરને હતું કે એની આ વાત સાંભળી જીવકાકા કંઈક ...વધુ વાંચો

5

રૂહ સાથે ઈશ્ક રિટર્ન - 5

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 5 દોલતપુરથી નીકળી કબીર કલાકમાં તો શિવગઢ પોતે જ્યાં રોકાયો હતો એ વુડહાઉસ ગયો..નર્મદા નદીનો સુંદર કિનારો અને ઢળતો સૂરજ બંને અત્યારે એક નયનરમ્ય નજારો સર્જી રહ્યાં હતાં..કબીરનું લેખક હૃદય આ દ્રશ્ય ને પોતાનાં હૃદયમાં કેદ કરીને સંઘરી લેવાની કોશિશમાં હતું. "લો કાકા..આ બ્રેડ અને પનીર.અને આ રમકડાં અને ચોકલેટ તમારાં બંસી નાં દીકરા માટે.."વુડહાઉસ માં રસોડામાં કામ કરેલાં જીવાકાકાની જોડે પોતે લાવેલી વસ્તુઓ મુકતાં કબીર બોલ્યો. "અરે સાહેબ આ રમકડાં અને ચોકલેટની શું જરૂર હતી.."કબીરે લાવેલી વસ્તુઓ જોતાં જીવાકાકા એ કહ્યું. "અરે કાકા તમે મારાં ભાવતાં ભોજન બનાવી આપો છો અને મારી ...વધુ વાંચો

6

રૂહ સાથે ઈશ્ક રિટર્ન - 6

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 6 બીજાં દિવસે પણ કબીર થોડો મોડો જ ઉઠ્યો..કબીરની આંખ ખુલી ત્યાં સુધીમાં આવી ગયાં હતાં અને કબીરનાં કપડાં ધોવા માટે લઈ ગયાં હતાં.ગઈકાલ રાતે એક યુવતીને વુડહાઉસની પાછળ ઘૂમતી જોઈ હતી એ વાત જીવાકાકાને કરવાનું કબીરે વિચાર્યું પણ થોડીવારમાં જ એને એમ થયું કે આ કંઈ મોટી વાત નથી એટલે કબીરે એ વિષયમાં ચૂપ રહેવું જ ઉચિત સમજ્યું. પોતાનાં રૂમમાંથી નીકળી કબીર નીચે આવ્યો એટલે જીવાકાકા એ ચા-નાસ્તો આપ્યો..ચા-નાસ્તો કરી કબીર પુનઃ પોતાનાં રૂમમાં આવી સ્નાન ઈત્યાદિ પ્રવૃત્તિ પૂર્ણ કરી નીચે આવ્યો. "કાકા,તમે કહ્યું હતું કે ઠાકુર સાહેબ આજે આવવાનાં હતાં.. ...વધુ વાંચો

7

રૂહ સાથે ઈશ્ક રિટર્ન - 7

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 7 ઠાકુર પ્રતાપસિંહ તો એમનાં નામ મુજબ કબીરને પ્રથમ મુલાકાતે ખુબજ ઉમદા વ્યક્તિત્વનાં લાગ્યાં. જે રીતે કબીરની રહેવાની સગવડ એમને કરી અને જે રીતે કબીરને સત્કાર્યો એ બાદ તો કબીરને ઠાકુર પ્રતાપસિંહનાં જે વખાણ એને સાંભળ્યા હતાં એ એકદમ યોગ્ય હતાં એવું એને લાગ્યું.કોઠી પર ઠાકુર સાહેબને મળવાનો અનુભવ કબીર માટે ખરેખર ઉત્તમ રહ્યો હતો. કબીર પાછો વુડહાઉસ આવી પહોંચ્યો ત્યારે બપોરનાં બે વાગી ગયાં હતાં..જીવાકાકા એ પણ એ સમયે આરામ ફરમાવી રહ્યાં હતાં એટલે એમને પોતે જમીને આવ્યો છે એવું કહી કબીર પોતાનાં પ્રથમ માળે આવેલાં રૂમમાં ગયો.કબીરે વિચાર્યું રાતે હવે મોડે ...વધુ વાંચો

8

રૂહ સાથે ઈશ્ક રિટર્ન - 8

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 8 પોતે જે સુમધુર અવાજમાં ગીત સાંભળ્યું હતું એ અવાજ જાણે કબીરને કોઈની અપાવી રહી હતી.એ અવાજ જાણે કબીર માટે ચુંબકીય શક્તિનું કામ કરી રહ્યો હોય એ અનાયાસે જ એ અવાજની દિશામાં આગળ વધ્યો..કબીરે મહેસુસ કર્યું કે એ અવાજ વુડહાઉસ ની પાછળની તરફથી આવી રહ્યો હતો.કબીરે પોતાનાં રૂમની વુડહાઉસ ની પાછળ તરફ પડતી બારી ખોલી એ તરફ નજર કરી. કબીરે જોયું તો ત્યાં એક સ્ત્રી ઉભી હતી..આ સ્ત્રી શાયદ ગતરાતે પોતે જોયેલી સ્ત્રીજ હોવી જોઈએ એવો અંદાજો કબીરે લગાવ્યો.ચંદ્રની આછેરી રોશનીમાં કબીર વધુ તો ના જોઈ શક્યો પણ એ સ્ત્રી લાલ રંગની સાડીમાં ...વધુ વાંચો

9

રૂહ સાથે ઈશ્ક રિટર્ન - 9

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 9 શિવગઢ માં કબીર પોતે તો પોતાની નવી નોવેલ લખવા માટે આવ્યો હતો અહીં આવ્યાં પછી પોતાની સાથે બની રહેલ એકપછી એક ઘટનાઓએ કબીરને નોવેલ મૂકીને એ ઘટનાઓ વિશેનું રહસ્ય શું હતું એ વિશે જાણવા મજબુર કરી મુક્યો હતો.હજુ પણ કબીર થોડી અશક્તિ ...વધુ વાંચો

10

રૂહ સાથે ઈશ્ક રિટર્ન - 10

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 10 એક અજાણ્યો પણ જાણીતો અવાજ સાંભળતાં ની સાથે જ કબીર નાં પગ અવાજ ની તરફ ઉપડી ગયાં.આજે તો એ સ્ત્રી કોણ હતી જે રાતે વુડહાઉસની પાછળ આવતી હતી એનો જવાબ પોતે મેળવીને જ રહેશે એવો મક્કમ નિર્ધાર કરીને કબીર એ સ્ત્રી જ્યાં ઉભી રહીને ગીત ગાઈ રહી હતી એની દિશામાં વધી રહ્યો હતો. વુડહાઉસ ની પાછળ એક આંબાનું વૃક્ષ હતું અને એની જોડે જ એ સ્ત્રી કબીરને નજરે ચડી..આજે પણ એ મહિલા લાલ રંગની સાડીમાં સજ્જ હતી.કબીર એને જોતાં જ લગભગ દોડતો હોય એ રીતે ચાલીને એની તરફ આગળ વધ્યો.કબીર નાં ઉતાવળાં ...વધુ વાંચો

11

રૂહ સાથે ઈશ્ક રિટર્ન - 11

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 11 રાત કલી એક ખ્વાબ મેં આઈ ઔર ગલે કા હાર હુઈ.. કો હમ નીંદ સે જાગે આંખ ઉનહીં સે ચાર હુઈ.. સવારે કબીરની આંખ ખુલી ત્યારે નવ વાગી ચુક્યાં હતાં.. એટલે એ ફટાફટ ઉભો થઈને બાથરૂમ તરફ આગળ વધ્યો.વોશબેશીન જોડે ઉભાં રહીને કબીર બ્રશ કરી રહ્યો હતો ત્યાં એની નજર વોશબેશીન ની જોડે લગાવેલાં મિરર તરફ પડી..નજર પડતાં જ શરુવાતમાં લખેલાં ગીતની પંક્તિઓ માફક કબીરે અરીસામાં દેખાતાં પ્રતિબિંબમાં પોતાની મુખાકૃતિ જોઈ.જાણે અરીસાની પેલી પારથી એ યુવતી પોતાની તરફ જોઈ રહી હોય એવું કબીરને મહેસુસ થયું. આ દ્રશ્ય સત્ય નહીં પણ પોતાની ...વધુ વાંચો

12

રૂહ સાથે ઈશ્ક રિટર્ન - 12

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 12 આખરે એ આવી ગઈ.. વુડહાઉસની પાછળનાં ભાગમાંથી આવી રહેલ પાયલનો રણકાર સાથે કબીરનાં મુખેથી શબ્દો સરી પડ્યાં. રૂમમાંથી બહાર નીકળી કબીર દાદરો ઉતરી નીચે આવ્યો અને પછી રસોડાની જોડે આવેલાં દરવાજાને હળવેકથી ખોલીને અવાજની દિશામાં અગ્રેસર થયો.હવે પાયલનાં રણકાર નાં અવાજની સાથે એ યુવતી દ્વારા ગીત નો મીઠો સુર પણ વાતાવરણમાં રેલાવા લાગ્યો. आँख बनके तुझे देखती ही रहूं प्यार की ऐसी तस्वीर बन जा आँख बनके तुझे देखती ही रहूं प्यार की ऐसी तस्वीर बन जा तेरी बाहों की छाँव से लिपटी रहू मेरी साँसों की तक़दीर बन जा तक़दीर बन जा ...વધુ વાંચો

13

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 13

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 13 રાધા નામની એક અંજાન અને સાથે-સાથે થોડી ખરાબ માનસિક સ્થિતિ ધરાવતી યુવતી થયેલી મુલાકાત બાદ તો કબીર ની માનસિક સ્થિતિ બગડી ગઈ હોય એવું લાગી રહ્યું હતું.સવારે એ જ્યારે જાગ્યો ત્યારે પોતાની જાતને ઘણી ફ્રેશ અનુભવી રહ્યો હતો.ચા-નાસ્તો પૂર્ણ કરી નાહી-ધોઈને કબીર દોલતપુર જવા નીકળી પડ્યો. પોતાને આવતાં સાંજ પડી જશે એટલે પોતાનું બપોરનું જમવાનું ના બનાવે એવું જીવાકાકા ને કહી કબીર શિવગઢથી નીકળી દોલતપુર જતી સડક પર ગાડી લઈને ચાલી નીકળ્યો.કબીરે સૌથી પહેલાં તો ATM માં જઈને થોડી કેશ ઉપાડી લીધી..ત્યારબાદ એને થોડાં ડોક્યુમેન્ટ ની પ્રિન્ટ આઉટ કઢાવવાની હોવાથી એ સાયબર ...વધુ વાંચો

14

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 14

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 14 રાધા એનાં દરરોજ આવવાનાં સમયે ના આવતાં કબીર કંટાળીને હતાશ થઈને સુઈ કબીરની આંખ જ લાગી હતી ત્યાં એનાં પગે પાયલનાં ખનકવાનો અવાજ થતાં જ કબીર ઝબકીને જાગી ગયો.કોઈ નાનાં બાળકની જીદ પુરી થતાં એનાં ચહેરા પર જે રીતની ચમક આવી જાય એવી ચમક અત્યારે કબીરનાં ચહેરા પર આવી ગઈ હતી. કબીર સુખદ આંચકા સાથે પલંગમાંથી બેઠો થયો અને બારી તરફ આગળ વધ્યો..કબીરે બારી ખોલીને બહાર નજર કરી તો રાધા ત્યાં આવી પહોંચી હતી.રાધા એ પણ કબીરનાં બારી ખોલતાં જ એ તરફ નજર કરી અને એક મીઠી મુસ્કાન કબીર ને જોઈ આપી..એક ...વધુ વાંચો

15

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 15

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 15 કબીરનાં બોલાવવા પર રાધા વુડહાઉસ સુધી તો આવી ગઈ અને એનાં રૂમમાં આવીને એની જોડે ઘણી બધી વાતો એ કરી..કબીર માટે તો રાધા દ્વારા એની જોડે આવીને બેસવું એ કોઈ સ્વપ્નની પૂર્તિ થવાં બરાબર હતું..પણ ખબર નહીં કબીરને અચાનક શું થઈ ગયું અને એને રાધાને ચુંબન કરી લીધું..જેની તુરંત બાદ રાધા ત્યાંથી ચાલી નીકળી. રાધાનાં ત્યાંથી ગયાં બાદ કબીર ને પોતાની એ હરકત પર પસ્તાવો થઈ રહ્યો હતો.પોતાનાં આવું કરવાનાં લીધે રાધા ને શાયદ ખોટું લાગ્યું હતું..અને ફરીવાર એ ત્યાં નહીં આવે એવું કબીર માની રહ્યો હતો.આખરે સવાર થવાં આવી હતી અને રાધા ...વધુ વાંચો

16

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 16

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 16 आ… ओ….. तेरे संग प्यार मैं नहीं तोडना चाहे तेरे पीछे पड़े छोड़ना ओ….. तेरे संग प्यार मैं नहीं तोडना मांग मेरी शबनम ने मोती भरे और नज़रों ने मेहंदी लगाई मांग मेरी शबनम ने मोती भरे और नज़रों ने मेहंदी लगाई नाचे बिन ही पायलिया छलकने लगी बिन हवा के ही चुनरी लहराई आज दिल से हैं दिल आ जोडना हो तेरे संग प्यार मैं नहीं तोडना રાતનો બીજો પહોર વીતી ગયો ત્યાં કબીરનાં કાને રાધાનાં મીઠાં અવાજમાં ગીત કાને પડ્યું..જ્યારે તમે જે વસ્તુની ઉમ્મીદ ના રાખી હોય અને ...વધુ વાંચો

17

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 17

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 17 કબીરની રાધા સાથેની મુલાકાતનો સિલસિલો ચાલુ થયાં બાદ એનાં વર્તન અને વ્યવહારમાં ફરક જીવાકાકાની અનુભવી આંખોથી વધુ સમય છૂપો ના રહી શક્યો..આ ઉપરાંત બીજી બે-ત્રણ બાબતો પણ એ તરફ ઈશારો કરી રહી હતી કે વુડહાઉસમાં ચોક્કસ પોતાનાં ગયાં પછી કંઈક તો થતું જ હશે..આ વિચારી જીવાકાકા એ ઘરે ગયાં બાદ રાતે પાછાં વુડહાઉસ આવી બધું ચેક કરવાનું મન બનાવી લીધું હતું. પોતાનાં નક્કી કરેલાં વિચારને અંજામ આપવાં એક દિવસ કબીરનાં જમી લીધાં બાદ જીવાકાકા પોતાનાં ઘરે જઈને રાતે બાર વાગે પાછાં વુડહાઉસ તરફ આવવા રવાના થઈ ગયાં. સાઈકલ પર જવાનાં બદલે ...વધુ વાંચો

18

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 18

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 18 કબીરનાં વર્તનમાં આવેલો ફરક અને બીજી અમુક વાતોને ધ્યાનમાં લઈને જીવાકાકા ને અજુગતું બનવાનો અંદાજો આવી જતાં તેઓ એક દિવસ રાતે ઘરેથી પાછાં વુડહાઉસ આવ્યાં.એમને એક યુવતીને વુડહાઉસમાં પ્રવેશતાં તો જોઈ પણ એનો ચહેરો ના જોઈ શક્યાં.પણ જ્યારે એ યુવતી બહાર આવી ત્યારે એને જોઈ જીવાકાકા નું હૃદય હચમચી ગયું..તેઓ રાધા ને ઓળખતાં હતાં પણ એને અહીં જોઈ એમનું શરીર કાંપી ઉઠ્યું હતું. જીવાકાકા ઘરે પહોંચ્યા ત્યારે છ વાગી ચુક્યાં હતાં એટલે હવે સુવાનો કોઈ અર્થ નહોતો એટલે તેઓ ઘરનાં બહાર ખાટલો ઢાળીને એની ઉપર બેઠાં.. મગજમાં ચાલતાં વિચારો ઓછાં કરવાં એમને ...વધુ વાંચો

19

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 19

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 19 પોતે જે યુવતીનાં પ્રેમમાં પોતાની બધી સુધબુધ ભૂલી ચુક્યો હતો એ કબીરને ખબર પડી કે પોતે જે રાધા ને પ્રેમ કરતો હતો એ હકીકતમાં એક મૃતાત્મા હતી ત્યારે એની હાલત કાપો તો લોહી ના નીકળે એવી થઈ ગઈ હતી.જીવાકાકા એ એને હિદાયત આપી કે એ વુડહાઉસ મૂકીને બીજે રહેવા ચાલ્યો જાય પણ કબીરનું મન એને આમ કરતાં રોકી રહ્યું હતું..એ હજુ ત્યાંથી જાય કે ના જાય એ વિશે વિચારી રહ્યો હતો જેનું કારણ હતું એનો રૂહ સાથેનો ઈશ્ક. ગાડી વુડહાઉસ આવીને ઉભી રહી અને કબીરની સાથે જીવાકાકા પણ એમાંથી હેઠે ઉતર્યો..નીચે ઉતરતાં ...વધુ વાંચો

20

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 20

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 20 નોવેલ લખવા શિવગઢ આવેલો કબીર એક પછી એક ઘટનાઓની હારમાળ પછી રાધા એક રહસ્યમયી યુવતીનાં પ્રેમમાં પાગલ બની જાય છે..કબીરનાં કેર ટેકર જીવાકાકા દ્વારા જ્યારે રાધા એક રૂહ છે એવું પુરાવા સાથે કબીરને સાબિત કરવામાં આવે છે.કબીર રાધાને એની સચ્ચાઈ જણાવવા કહે છે ત્યારે રાધા જણાવે છે કે કબીર જ એનો પ્રેમી મોહન છે જેની સાથે એનાં લગ્ન થવાનાં હતાં.. આ ઉપરાંત રાધા એ પણ જણાવે છે કે એને આત્મહત્યા નહોતી કરી પણ એની હત્યા થઈ હતી. "કબીર આ વાત આજથી સાત વર્ષ પહેલાંની છે.."આમ કહી રાધા એ ભૂતકાળમાં શું બની ગયું ...વધુ વાંચો

21

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 21

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 21 રાધા એ પોતે મૃત છે અને એની રૂહ અત્યારે કબીરની સામે મોજુદ એ વાતનો સ્વીકાર તો કરી લીધો પણ સાથે સાથે પોતાની મૃત્યુ આત્મહત્યા નહીં પણ હત્યા છે અને કબીર જ મોહન છે એ વિશેની વિતક કહેવાનું શરૂ કર્યું.રાધા અને મોહનનાં લગ્નની આગલી રાતે પાડોશી ગીતા ને પ્રસવ પીડા ઉપડતાં રાધા દવાખાને લઈ ગઈ હોય છે જ્યાં ગીરીશભાઈ એને મૃત જાહેર કરે છે..ઘરે જતાં રાધા જોવે છે કે ઠાકુર પ્રતાપસિંહ ની ગાડીમાં ગીતાને ટેકરી તરફ લઈ જવામાં આવે છે. ત્યાં પહોંચી ગીતાની બલી આપવા જતાં ઠાકુર પ્રતાપસિંહ ને રોકવા જતાં પોતાની પણ ...વધુ વાંચો

22

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 22

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 22 રાધા પોતાની હત્યા ને આત્મહત્યા નું સ્વરૂપ કઈ રીતે આપવામાં આવ્યું એ જણાવતાં કબીરની સમક્ષ એ જ મોહન છે અને એની મોત પાછળ ગીરીશભાઈ, રાજુ અને ઠાકુર પ્રતાપસિંહ હોવાની વાત જણાવે છે..રાધા પોતાની મુક્તિ માટે એ ત્રણેયને યોગ્ય સજા મળી રહે એવું કંઈક કરવાનું કબીરને જણાવે છે..કબીર પોતાનો પહેલો દાવ ડોકટર ગીરીશભાઈ પર ચાલવાનો નક્કી કરે છે. જીવાકાકા ને પોતે મોડે સુધી જાગ્યો હતો એવી ખબર ના પડે એટલે એને સવારે આઠ વાગ્યાનું એલાર્મ મૂકી દીધું અને એલાર્મ વાગતાં જ કબીર એક ઝાટકે જાગી પણ ગયો..ફ્રેશ થઈને એ નીચે આવ્યો ત્યારે જીવાકાકા ...વધુ વાંચો

23

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 23

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 23 કબીર હોસ્પિટલમાં પહોંચે એ પહેલાં તો રમણભાઈ સમેત એમનાં કઢાવેલાં સોનોગ્રાફી રિપોર્ટ્સ કોઈક અજાણ્યો શખ્સ આવીને લઈ ગયો હતો..ત્યાં કોણ આવ્યું હશે એવી અટકળો લગાવતો કબીર દોલતપુર થી શિવગઢ તરફ પોતાની ગાડીને દોડાવી મુકે છે. કબીર ને હતું કે આ કોઈ મોટી ગેમ પોતાની સાથે કોઈક રમી ગયું છે..આ બધાં પાછળ ક્યાંકને ક્યાંક ગીરીશભાઈ હોવાં જોઈએ એવું કબીરને લાગ્યું.શિવગઢ પહોંચ્યો ત્યાં સુધી કબીરને એક જ વાત ની ચિંતા હતી એ હતી રમણભાઈનાં જીવ ની..પોતે રમણભાઈ ને જોડે શહેરમાં લઈ ગયો હતો એટલે એમને હેમખેમ ઘરે પહોંચાડવાની જવાબદારી પોતાની ઉપર હતી એ વાત ...વધુ વાંચો

24

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 24

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 24 કબીરનાં મગજમાં અત્યારે જેનો ચહેરો આવ્યો એ બીજું કોઈ નહીં પણ જીવાકાકા પુત્રવધુ અને બંસીની પત્ની કંચન હતી..કબીર જ્યારે ઠાકુર પ્રતાપસિંહ ની કોઠી પર ગયો હતો ત્યારે કંચન એની તરફ દયાભરી નજરે જોઈ રહી હતી..કંચન ગર્ભવતી હોવાની વાત યાદ આવતાં કબીરનાં મગજમાં એક ઝબકારો થયો કે ક્યાંક કંચન તો ઠાકુર પ્રતાપસિંહ ની અંધશ્રદ્ધા નો નવો શિકાર નહોતી ને. પોતે હવે કોઈ માસુમ યુવતીને આ હેવાનોની નાપાક રીવાજ ની પ્રણાલી નો ભોગ નહીં બનવા દે એવાં મક્કમ ઈરાદા સાથે કબીર બોલ્યો. "મારે હવે ગમે તે કરીને કંચનની જાન બચાવવી જ પડશે..કેમકે નક્કી નહીં એ ...વધુ વાંચો

25

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 25

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 25 ગીરીશભાઈ નું શિવગઢ નાં લોકોની સામે પોલ છતું કરવાં ની યોજના સાથે રમણભાઈ નાં શરીરની સોનોગ્રાફી કરાવી પણ કબીર એમને હોસ્પિટલમાંથી લઈ જાય એ પહેલાં જ કોઈક ત્રાહિત વ્યક્તિ રમણભાઈ ને ત્યાંથી લઈ ગયો..રમણભાઈ એ અચાનક પોતાની વાત બદલી દીધી..વધુ મદદ માટે કબીરે હરગોવનભાઈ ને ઠાકુર અને ગીરીશભાઈ નું બધું પોકળ જણાવી દીધું..હરગોવનભાઈ ની સલાહથી કબીર હવે રાજુ ને પોતાની ચાલ નો પહેલો શિકાર બનાવવાનું વિચારી રહ્યો હતો..આ માટે રાધા પણ એનો સાથ આપવા તૈયાર થઈ અને એ બંને ઠાકુરે બનાવેલાં રક્ષાકવચ ને તોડવા શિવગઢ તરફ આગળ વધ્યાં. જેવા એ બંને ટેકરી ...વધુ વાંચો

26

રૂહ સાથે ઈશ્ક રિર્ટન 26

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 26 રાધાની મોત નો બદલો લેવાનાં ઉદ્દેશથી કબીર અને રાધા ગીરીશભાઈનાં કંપાઉન્ડર રાજુને કરવાનું પ્લાનિંગ કરે છે..એવું કરી એ બંને રાજુનાં મોંઢે ઠાકુર અને ગીરીશભાઈ ની હકીકત શિવગઢની જનતા આગળ લાવવાં માંગતા હોય છે..કબીરની મદદથી રાધા રક્ષાકવચ તોડી ગામમાં પ્રવેશે છે..રાધા રૂપ બદલી રાજુને ટેકરી સુધી લેતી આવે છે.રાધાનું અસલી રૂપ જોઈને રાજુ ગંભીર હાલતમાં જમીન પર ફસડાય છે એટલે રાધા થોડે દુર છુપાયેલાં કબીરને અવાજ આપે છે. કબીર દોડીને રાજુ જ્યાં પડ્યો હતો ત્યાં આવી પહોંચે છે..રાજુ અત્યારે જમીન પર પડ્યો હતો અને એનાં મોંઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું..કબીરે રાજુનો હાથ પકડ્યો ...વધુ વાંચો

27

રૂહ સાજે ઈશ્ક રિટર્ન 27

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 27 રાજુ ની મોત ને આત્મહત્યાનું સ્વરૂપ આપ્યાં બાદ એની લાશ લટકાવી હતી પહોંચેલા કબીરની મુલાકાત ઠાકુર,ગિરીશભાઈ અને વીર જોડે થાય છે.ગીરીશભાઈ અને વીર નાં વર્તન પરથી કબીર સમજી જાય છે કે એ બંને પોતાનાં એમની વિરુદ્ધ કરવામાં આવેલી ગતિવિધિ અંગે જાણી ચુક્યાં છે.વુડહાઉસમાં રાખેલી પેટીઓ કઢાવવાની વીર ગીરીશભાઈ ને સુચના આપે છે.. રાજુ નાં પરિવાર માં કોઈ હતું નહીં એટલે ઠાકુર પ્રતાપસિંહનાં માણસો દ્વારા એક તરફ એનાં અંતિમસંસ્કાર ની તૈયારી થઈ રહી હોય છે..જ્યારે બીજી તરફ કબીર વુડહાઉસમાં શાંતિથી બેઠો બેઠો જીવાકાકા એ બનાવેલું ભોજન આરોગી રહ્યો હોય છે..બપોરે પોતાને થોડું કામ ...વધુ વાંચો

28

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 28

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 28 રાજુની મોત ને આત્મહત્યાનું સ્વરૂપ આપ્યાં બાદ કબીરે રાધાની જેમ જ ઠાકુર ની અંધશ્રદ્ધાનો ભોગ બનેલી તખી નામની એક મહિલાનાં પતિ નટુ ને પણ હરગોવનભાઈ ની સહાયતા વડે પોતાની સાથે ભેળવી દીધો હતો.ઠાકુર અને ગિરીશ વિરુદ્ધ આગળ જે કંઈપણ કરવાનું હતું એનાં આયોજન સ્વરૂપે કબીર નટુ ને અમુક કામ સોંપે છે. નટુ સાંજે જમવાનું પણ જમ્યાં વગર કબીરે એને જે બે કામ સોંપ્યા હતાં એ કરવામાં લાગી ગયો..જેમાં એક કામ હતું ડોકટર ગિરિશ ની ઉપર નજર રાખવી કે હવે રાજુની મોત બાદ એ રાતે ક્યાં સુવે છે અને એનો દિવસભરનો નિત્યક્રમ શું ...વધુ વાંચો

29

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 29

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 29 રાજુની મોત બાદ કબીરનો હવે આગળનો ટાર્ગેટ હોય છે ડોકટર ગિરીશ..આ માટે રાધાની જેમ જ ઠાકુર પ્રતાપસિંહ ની અંધશ્રદ્ધાનો ભોગ બનનારી તખી નામની મહિલાનાં પતિ નટુ ની મદદ વડે એવાં ગ્રામજનો ને મંદિરે આવવાનું કહે છે જેમનું નકલી ઓપરેશન ગિરિશે કર્યું હોય..ડોકટર ગિરીશને ડરાવવા માટે રાધા એનાં મકાને પહોંચે છે. રાજુનાં કપાયેલાં ગળાને ફ્રીઝની અંદર જોતાં જ ડોકટર ગિરિશ જીવ હથેળી પર રાખીને પોતાનાં રૂમ તરફ દોટ મૂકે છે..ભારે ભરખમ શરીર હોવાં છતાં પણ એ ઘણી ચુસ્તી અને ફુર્તિથી દાદરો ચડીને પોતાનાં રૂમમાં પહોંચી ગયો..અંદર પ્રવેશતાં જ એને દરવાજો અંદરથી બંધ કરી ...વધુ વાંચો

30

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 30

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 30 રાજુને એનાં કર્મોની સજા આપ્યાં બાદ કબીર નટુ અને હરગોવનભાઈ ની મદદથી ને સમજાવે છે કે ડોકટર ગિરીશ એમનાં એપેન્ડિક્સ ઓપરેશનનાં નામે એમની કિડની કાઢી લેતો હોય છે.આ વાત સાંભળી નટુની આગેવાનીમાં એ લોકોનું ટોળું ગીરીશનાં ઘરની તરફ અગ્રેસર થાય છે..ગિરીશ બહાર ના આવતાં એ બધાં ઘરનું બારણું તોડવા આગળ વધે છે. એ લોકો એ જોઈ સ્તબ્ધ થઈ જાય છે ગીરીશનાં ઘરનો દરવાજો બહારથી લોક હતો..એમાંથી કોઈ હજુ સુધી એ ઘરનાં દરવાજા નજીક ગયું જ નહોતું માટે એમાંથી કોઈને પણ ખબર નહોતી કે ડોકટર ઘરમાં નથી.એ બધાં તો એ વિચારીને આટલો હલ્લો ...વધુ વાંચો

31

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 31

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 31 રાજુની મોત બાદ હવે કબીર પોતાનાં આયોજન મુજબ ડોકટર ગિરીશની પણ એનાં ભોગ બનેલાં લોકોનાં હાથે ક્રૂરતા પૂર્વક મરાવી દીધો..ગિરીશની હત્યા નો સાક્ષી ચમન બીજાં દિવસે ઠાકુર પ્રતાપસિંહ ને કબીર જ ગિરીશની મોત માટે જવાબદાર છે એવું કહેવાનું નક્કી કરી ચુક્યો હોય છે. બીજાં દિવસે જ્યારે સૂર્યનું પ્રથમ કિરણ શિવગઢ પર પડ્યું એ સાથે જ આજનો દિવસ નવી ઘટનાઓનો સાક્ષી બનવાનો હતો એ સમયનાં ચોપડે લખાઈ ચૂક્યું હતું..એક તરફ ડોકટર ગિરીશની ગામ વચ્ચે પડેલી લાશને કૂતરાંઓ ચૂંથી રહ્યાં હતાં ત્યાં બીજી તરફ ઠાકુર પ્રતાપસિંહ અને વીર ભુજથી વીરનાં સગાઈ નું નક્કી કરીને ...વધુ વાંચો

32

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 32

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 32રાજુ બાદ કબીરે ડોકટર ગિરીશને પણ પોતાની યોજના મુજબ મોત ને હવાલે કરી દીધો હતો.કંચન બચાવવા માટે કબીર એક નક્કર આયોજન કરી ચુક્યો હોય છે.ઠાકુર પ્રતાપસિંહ ને ચમન થકી જાણ થાય છે કે ગિરીશ ની મોત માટે કબીર જ જવાબદાર છે એટલે પોતાનાં પુત્ર વીર સાથે તેઓ વુડહાઉસ તરફ આગળ વધે છે.આ તરફ કબીર ની યોજના મુજબ જ જીવાકાકા પહેલાં પોતાનાં ઘરે જઈને એમની પત્નીને ઠાકુર પ્રતાપસિંહ ની હકીકતથી અવગત કરે છે..જીવાકાકા નાં પત્ની એમનાં કહ્યાં મુજબ જ સાંજે ઠાકુર પ્રતાપસિંહ ની હવેલી સુધી પહોંચી જાય ...વધુ વાંચો

33

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 33

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 33રાજુ અને ગિરીશને ઠેકાણે પાડ્યાં બાદ કબીરે જીવાકાકાની પુત્રવધુ કંચનને બચાવવાની પોતાની યોજના અમલમાં મૂકી..શિવગઢ બાદ પ્રતાપસિંહ એ ગિરીશ નાં અંતિમસંસ્કાર કર્યાં અને વુડહાઉસ જઈને વિસ્ફોટકો ભરેલી પેટીઓ જોડે લીધી અને કોઠી પર પહોંચ્યો..જ્યાં બંસી અને એની પત્ની ની ગેરહાજરી તથા એમનાં ઘરે લોક હોવાનું જાણ્યાં બાદ ગુસ્સાથી લાલચોળ થયેલાં ઠાકુરનાં હાથમાં એક કવરમાં રાખેલો લેટર આવી જાય છે..જે વાંચતાં વાંચતાં ઠાકુરનો ચહેરો ચમકી ઉઠે છે.કબીર જીવાકાકા અને એમનાં પરિવારને પોતાની જોડે લઈને અડધા કલાકમાં દોલતપુર પહોંચી ગયો..કબીરે પોતાની કાર ને સીધી જ રેલવે સ્ટેશન ...વધુ વાંચો

34

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 34

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 34રાજુ અને ગિરીશનો ખાત્મો કર્યા બાદ કબીરનો હવે પછીનો ટાર્ગેટ હતો ઠાકુર પ્રતાપસિંહ.. કંચનને કબીર શિવગઢમાંથી લઈ ગયાં બાદ હતાશ પ્રતાપસિંહ એ જાણી ખુશ થઈ જાય છે કબીરની પત્ની ગર્ભવતી છે અને એ શિવગઢ આવવાની હોય છે.વીર ને શીલાને કિડનેપ કરવાનો હુકમ ઠાકુર આપી ચુક્યો હોય છે એ વાતથી બેખબર કબીર મહાદેવ મંદિર તરફ જવા નીકળે છે.મહાદેવ મંદિર જ પોતાનાં આરામ કરવા માટે સૌથી વધુ સુરક્ષિત છે એવું કબીરનું માનવું ખોટું પણ નહોતું.કેમકે ઠાકુરનો કોઈ માણસ પોતાને શોધતાં મંદિર તો નહીં જ પહોંચે.કબીરે આ વિશે હરગોવન ...વધુ વાંચો

35

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 35

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 35રાધા ની મોત માટે જવાબદાર રાજુ અને ગિરીશનો ખાત્મો થઈ ગયાં બાદ કબીરે નવું નિશાન હતાં ઠાકુર પ્રતાપસિંહ ને..આ માટે પહેલાં તો કબીરે બંસી ની પત્ની કંચન ને સપરિવાર અમદાવાદ પહોંચાડી દીધી..પણ બીજી તરફ કબીર ની ગર્ભવતી પત્ની શીલા પોતાનાં લખેલાં લેટરનાં કારણે એ ઠાકુરની ગિરફતમાં પહોંચી ગઈ હતી અને એની આજે બલી પણ આપવામાં આવનાર હતી..આ વાત નટુ દ્વારા જ્યારે કબીરને ખબર પડે છે ત્યારે એ પોતાની પત્ની અને આવનારાં બાળક વિશે વિચારી વ્યથિત થઈ જાય છે.કબીરને વ્યથિત થયેલો જોઈ હરગોવન નટુ એની સમીપ આવી ...વધુ વાંચો

36

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 36 છેલ્લો ભાગ

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 36 છેલ્લો ભાગશીલા ને બચાવવા નટુની સાથે કબીર ટેકરી પર મોજુદ દેવીનાં મંદિરે પહોંચી જાય તો કબીરનાં ગોળીનાં વારથી બચી જાય છે પણ કબીર પહેલાં ચમન અને લાલજી અને બાદમાં રાધાની મદદથી વીર ની હત્યા કરી દે છે..બીજી તરફ હવે ઠાકુર શીલા ની ગમે ત્યારે બલી આપી શકવાની તૈયારીમાં હતો.રાધા સાથે પોતાનું થયેલું આ મિલન શાયદ આખરી છે એવું વિચારી કબીર એને ગળે લગાડીને ઉભો હતો ત્યાં એમનાં કાને નટુ નો અવાજ આવ્યો."ઠાકુર..હું તને જીવતો નહીં છોડું.."નટુ નો અવાજ સાંભળતાં જ કબીર દોડીને શીલા ની જ્યાં બલી આપવાની ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો